________________
છેવટે યુવતીએ અમને વધામણી આપી : “તમારી ટૂર હવે રદ થતી નથી. યાસ્નાયા પોલિયાના તમને બેને મોકલવા માટે અમે બસની વ્યવસ્થા કરીએ છીએ. તમે બેસો થોડી વાર.”
અમે થોડી વાર રાહ જોઈને બેઠા હોઈશું ત્યાં ઘેરા લાલ રંગનું શર્ટ અને બદામી રંગનું સ્કર્ટ પહેરેલી, “ઇન્દ્રરિસ્ટ'ના બિલ્લાવાળી એક ચબરાક યુવતી આવી પહોંચી. તે અમારી તપાસ કરતી હતી. અમે તરત એને મળ્યા. એનું નામ અન્ના હતું. મેં કહ્યું, “તૉલ્સતૉયની જન્મભૂમિ જોવા જઈએ છીએ અને તમારું નામ અન્ના છે, એ પણ એક શુભ સંકેત છે. તૉલ્સતોયની અન્ના કેરેનિના નામની નવલકથા છે. કેટલાક ANNAનો ઉચ્ચાર “આના” કરે છે, તો કેટલાક “આન્ના' કે “અન્ના” કે “એના' કરે છે. તમે શો કરો
છો ?”
અન્ના; કેમ પૂછવું પડ્યું ?' - “અમારા ભારતમાં કેટલાક રશિયન શબ્દોના ઉચ્ચાર ઇંગ્લિશ ભાષા પ્રમાણે અમે કરીએ છીએ; એટલે મૂળ રશિયન ઉચ્ચાર જાણવા હું ઉત્સુક
અન્નાને આનંદ થયો. તે ઇંગ્લિશ અને રશિયન બંને ભાષા સરસ બોલતી હતી અને બંનેના લેખન-ઉચ્ચારણના ભેદ પણ જાણતી હતી.
અન્નાએ કહ્યું, “આપણે પાંચ મિનિટમાં જ બહાર જઈએ છીએ. આપણા માટે બસ બહાર આવી ગઈ છે.'
“ફક્ત બે પ્રવાસીઓ માટે તમારે આખી બસ દોડાવવી પડે છે તે માટે અમે દિલગીર છીએ.” મેં ઔપચારિક વિવેક કર્યો.
“તેનો કશો વાંધો નહિ. અમારી ઑફિસ તેવો વિચાર નથી કરતી. બલ્ક, હજારો વિદેશી પ્રવાસીઓમાંથી તૉલ્સતોયના વતનમાં રસ લેવાવાળા તમે બે પ્રવાસીઓ નીકળ્યા, તે અમારે માટે આનંદની વાત છે.”
અમે યુનિવર્સિટીના કમ્પાઉન્ડના દરવાજાની બહાર નીકળ્યા, પણ ત્યાં અમારી બસ નહોતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે અમારા માટે આવેલી બસ પાછી ચાલી ગઈ છે. અન્નાને નવાઈ લાગી. શું થયું તે સમજ ન પડી. અમને ઊભા રાખી અન્ના પાછી ઑફિસમાં તપાસ કરવા દોડી. થોડી વારે પાછી આવી અને અમને કહ્યું, “આપણે કુલ ત્રણ જ જણ જવાના છીએ; માટે હવે બસ લેવાની જરૂર નથી. આપણે માટે કાર મોકલવામાં આવે છે.” થોડી વારમાં વૉલ્ગા બ્રાન્ડની મોટી કાળી ઍરકન્ડિશન્ડ લિમોઝિન
૧૫ર જ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org