SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ કે હારીને પક્ષી પાછું આપવું અને કાયમની દુશ્મનાવટ વહોરવી એના કરતાં બહુમાનપૂર્વક પક્ષી પાછું આપી દેવું. તેમણે મિકોનોસવાસીઓને એની જાણ કરી દીધી અને પક્ષીને લઈને વહાણમાં આવી પહોંચ્યા. એથી આનંદિત થયેલા મિકોનોસવાસીઓ બંદર પર એકત્ર થઈ, ઢોલનગારાં સાથે વાજતેગાજતે પેટ્રોસને નગરપ્રવેશ દ્વીપપ્રવેશ કરાવ્યો. - પેટ્રોસ સાથે લોકોને એટલી બધી આત્મીયતા થઈ કે તેઓને લાગ્યું કે પેટ્રોસ મોટો થયો છે માટે એનાં લગ્ન કરાવવાં જોઈએ. લોકો તપાસ કરીને એક માદા પેલિકનને લઈ આવ્યા. એની સાથે પેટ્રોસનાં ધામધૂમથી લગ્ન કરાવ્યાં. સમગ્ર મિકોનોસમાં લગ્નોત્સવ ઊજવાયો. પરંતુ માણસોમાં બને છે એવું પશુપક્ષીઓમાં પણ બને છે. પેટ્રોસ અને એની પત્ની વચ્ચે કેટલોક વખત સારો પ્રેમસંબંધ રહ્યો. પછી કોણ જાણે શું થયું તે પેટ્રોસ રિસાઈ ગયો. માદાએ એને મનાવવા બહુ દિવસ પ્રયત્નો કર્યા, પણ પેટ્રોસ એની સામે જુએ પણ નહિ. આથી આઘાત લાગતાં માદાએ પેટ્રોસ આગળ જ આપઘાત કર્યો. કેવી રીતે ? ઊંચે ઊડી એ જમીન પર ત્રણ વાર વેગથી પટકાઈ. એથી એની ચાંચ તૂટી ગઈ.એનું માથું ભાંગી ગયું. આ રીતે માદાએ પોતાના જીવનનો અંત આણ્યો, એથી પેટ્રોસ દુ:ખી થયો અને એ પણ ઝાઝું જીવ્યો નહિ. પેટ્રોસ પક્ષીની આ વાત સાંભળી પક્ષીમાં પણ રહેલી માનવસહજ તીવ્ર સંવેદનશીલતાનો ખયાલ આવ્યો. વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર ના રહી. જાહેરાત થઈ અને થોડી વારમાં એજિના ટાપુ પર અમે આવી પહોંચ્યાં. અમારી સ્ટીમર હવે સારોનિક અખાતમાં પ્રવેશી ચૂકી હતી. સ્ટીમરમાંથી નીકળીને અમે બંદર પર પહોંચ્યાં. એજિના ટાપુ પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વનો છે. ૮૫ ચોરસ કિલોમીટ૨ના પ્રદેશવાળો અને બાર હજારની વસ્તી ધરાવતો, સારોનિક અખાતનો આ મોટામાં મોટો ટાપુ ઓછા સમયમાં પગે ચાલીને જોઈ શકાય નહિ. એ માટે બસની ટૂર લેવી જ પડે. અમે ટિકિટ લઈ એમાં જોડાયા અને બધે ફરી વળ્યા. એજિનામાં એક ટેકરી પર લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે, એટલે કે ઈ.સ. પૂર્વે ૪૯૦માં બંધાયેલું એફાઈયા (Aphaia) દેવીનું મંદિર છે. તે એથેન્સના પાર્થેનોન (Parthenon) કરતાં પણ વહેલું બંધાયું હતું. ગ્રીક સ્થાપત્યકલા અને શિલ્પકલા ત્યારે કેટલી ઉચ્ચ કોટિએ પહોંચી હતી એની ૧૧૬ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy