SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસ માઈલ લાંબી નહેર યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા તરફથી બાંધવામાં આવી છે. એમાં ઍટલાન્ટિક બાજુનું પ્રવેશદ્વાર તે ગાટુન લૉક્સ (Gatun Locks) છે અને પૅસિફિક બાજુનું પ્રવેશદ્વાર તે મિરાફલોર્સ લૉક્સ (Mirafloers Locks) છે. પનામા શહે૨ની પાસે મિરાફલોર્સ લૉક્સ છે અને તેની રચના જોવા જેવી છે, એટલે તે જોવા રોજ સવારથી સાંજ સુધીમાં હજારો પ્રવાસીઓની અવરજવર ત્યાં થતી હોય છે. ટિકિટ લઈ અમે મિરાફલોર્સ લૉક્સમાં દાખલ થતાં દુનિયાની એક વખતની અજાયબી તરીકે ગણાયેલી આ નહેર જોવા આશરે ત્રણેક હજાર પ્રવાસીઓ ત્યાં હતા. પ્રવાસીઓની અવરજવર સતત ચાલુ રહેતી, કેમ કે જેટલો રસ પડે તે પ્રમાણે લોકો રોકાતા. માઈક ઉપર થોડી થોડી વારે નહેર વિશે અને પસાર થતી સ્ટીમરો વિશે માહિતી અપાતી હતી. સૌને છાપેલી પત્રિકા પણ અપાતી હતી, જેમાં પનામાની નહે૨નો ટૂંકો ઈતિહાસ આપવામાં આવ્યો હતો. પનામાની નહેર બાંધવાનો પહેલો વિચાર અમેરિકનોને આવ્યો હતો એમ નહિ કહી શકાય. કોલંબસે અમેરિકાની શોધ કરી તે પછીનાં થોડાં જ વર્ષમાં, ઈ.સ. ૧૫૨૪માં સ્પેનના રાજા ચાર્લ્સ પાંચમાએ પનામાના પ્રદેશની નહેર બાંધવાની દૃષ્ટિએ મોજણી કરાવી હતી. પરંતુ એક યા બીજા કારણે નહેર બાંધવાનું ભારે કામ શરૂ થઈ શક્યું નહિ. એમ કરતાં ત્રણ સૈકા જેટલો સમય વીતી ગયો. ત્યાર પછી સુએઝની નહેર બાંધનાર ફ્રેન્ચ ઇજનેરોની ફ્રેન્ચ ચૅનલ કંપની એ ઈ.સ. ૧૮૮૦માં ૫નામાની નહેર બાંધવા માટે હક્ક મેળવ્યા. વીસ વર્ષ સુધી એ ઇજનેરોએ પણ માથાકૂટ કરી. પરંતુ પૈસે તેઓ પહોંચી શક્યા નહિ અને એ પ્રદેશમાં વારંવાર થતા પીળા તાવ (Yellow Fever)ના રોગચાળાને કારણે તેઓ થાકી ગયા. ઈ.સ. ૧૯૦૩માં પનામાને સ્વતંત્ર થવામાં પોતે મદદ કરી તે વખતે યુનાઇટેડ સ્ટેટ્સે પનામા પાસેથી નહેર બાંધવા માટેની જમીનનો વિસ્તાર ઘણી મોંઘી શરતો મંજૂર રાખીને માગી લીધો. એ કરારની મુખ્ય શરતો આ પ્રમાણે હતી : (૧) પનામાની સ્વતંત્રતા માટે યુનાઇટેડ સ્ટેટ્સે બાંયધરી આપવી. (૨) આ જમીનના હક્ક ભોગવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સે પનામાને તરત એક કરોડ ડૉલર આપવા. (૩) નહેરનું બાંધકામ પૂરું થઈ જાય ત્યારથી યુનાઇટેડ સ્ટેટ્સે સો વર્ષ સુધી દર વર્ષે નહેરના ભાડાપેટે ઠરાવેલી વાર્ષિક ૨કમ પનામાને આપવી. ૨૭૬ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy