SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ વસતિવાળાં એવા સાંતાક્રુઝ, લાગુન, સોટો વગેરે આઠ-દસ ગામડાં છે. બીજાં છૂટાંછવાયાં ઝૂંપડાં છે, અને કુરાસાઓનું મુખ્ય નગર તે ટાપુને એક છેડે સમુદ્રકિનારે અને એની અંદર વહેતી ખાડીની બંને બાજુ વસેલું તે વિલેમટાડ છે. ટાપુનું તે એક માત્ર મોટું નગર હોવાથી કુરાસાઓ તરીકે પણ ઓળખાય છે. અમારી ટૅક્સી હોટેલ પાસે આવી પહોંચી. તરત હોટેલમાંથી એક હબસી નોકરે આવી અમારો સામાન ઉઠાવી લીધો. રિસેપ્શન કાઉન્ટર ઉપર એક ઘરડી હબસી બાઈ હતી. ભાંગ્યુંતૂરું અંગ્રેજી તે બોલતી હતી. રજિસ્ટરમાં અમારાં નામ, સરનામું, પાસપોર્ટ નંબર વગેરે લખાયાં. અમે અમારા રૂમમાં પહોંચ્યાં. બહાર દરવાજે આકર્ષક લાગતી આ હોટેલ અંદરથી સાવ સાધારણ હતી. બેઠા ઘાટના જૂના મોટા મકાનને હોટેલમાં ફેરવી નાખવામાં આવ્યું હતું. લાકડાનાં પાટિયાં અને પતરાં વડે નાની નાની દસેક રૂમો આડીઅવળી બનાવવામાં આવી હતી. રૂમો એરકંડિશન્ડ હતી, પણ એકે એરકંડિશનર ચાલતું નહોતું. ઘણીખરી રૂમો ખાલી હતી. બે રૂમોમાં હબસી પ્રવાસીઓ હતા. હોટેલના પાછળના ભાગમાં કેટલાંક સ્થાનિક હબસી કુટુંબો રહેતાં હતાં, જે હોટેલના કાટખૂણિયા પેસેજમાંથી આવ-જા કરતાં હતાં. વચ્ચે ખુલ્લા ચૉકમાં એક બાજુ કેટલીક હબસી સ્ત્રીઓ કપડાં ધોતી હતી અને દોરી પર સૂકવતી હતી. એક ખૂણામાં ચોકડીમાં નળ નીચે કેટલીક હબસણો વાસણ માંજતી હતી. અમને જોવા માટે વારાફરતી ઘણાં બધાં અમારી રૂમ પાસે આંટો મારી ગયાં. હોટેલનું વાતાવરણ જોતાં જ અમે ડઘાઈ ગયાં. સ્પેનિશ ભાષા બોલતાં અણે હબસી ગુલામોના ગામઠી વંશજો જેવાં લાગતાં એ બધાંના વાતાવરણમાં અમે થોડીક વાર તો ગૂંગળામણ અનુભવી. મારાં પત્નીએ કહ્યું, “ચાલીસ ડૉલરમાં આવી હોટેલ ? આ તે હોટેલ છે કે કોઈનું ઘર ?' વાતને હળવી બનાવવા મેં કહ્યું, “હોટેલમાં ઘર જેવું વાતાવરણ હોય એ તો સારું કહેવાય. એવું વાતાવરણ કરી આપવાનો વધારાનો ચાર્જ આપણી પાસેથી નથી લેતા એટલો આપણને ફાયદો છે.” “અહીં ડર જેવું તો નહિ હોય ને ?' ના. આ બધાં તો ગરીબડાં છે. એમને જોઈને આપણને દયા આવવી જોઈએ.” આપણે બીજી કોઈ હોટેલમાં ચાલ્યા જઈશું ? કદાચ બીજી હોટેલ પણ આવી જ હશે, સિવાય કે આપણે હિલ્ટન કે કુરાસાઓ ૪ ૩૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy