SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સાચી વાત છે ? આવું કેમ ?' ‘સાચી વાત છે. અહીં ચોમાસું નવેમ્બરથી માર્ચ સુધી હોય છે. ત્યારે નજીકમાં પડેલા વરસાદથી ધોધના પાણીની સાધારણ વૃદ્ધિ થાય છે, પરંતુ પછી એપ્રિલ-મે મહિનામાં એનો જલરાશિ એકદમ વધી જાય છે, કારણ કે ઝામ્બેઝી નદીનો ધોધમાર વરસાદથી પાણી ભરાવાનો વિસ્તાર (Catchment Area) અહીંથી આશરે એક હજાર માઈલ દૂર છે. અનેક વળાંકોવાળી નદીમાં આવેલા એ પૂરને અહીં સુધી પહોંચતાં બે-અઢી મહિના લાગી જાય છે.' કુદરતમાં પણ કેવી વિચિત્ર વ્યવસ્થા હોય છે ! અમે ધોધ જોતાં જોતાં એક પૉઇન્ટથી બીજા પૉઇન્ટ પર જતા હતા. કોઈ ઉતાવળ હતી નહિ. રમણીય ધોધ પરથી નજર ખસેડવાનું ગમતું નહિ. એના પતનમાં અને પતનના ઉદ્ઘોષમાં શ્રવણમધુર લય હતો. એક નંબરથી છેલ્લા નંબર સુધી ખાસ્સું ચાલવાનું છે. કેટલીક કેડીઓ વાંકીચૂકી છે, પણ એમાં ભૂલા પડાય એવું નહોતું, કા૨ણ કે સ્થાનિક ચોપગા ભોમિયાઓ અમને દોરી જતા હતા. એ ભોમિયા હતા વાંદરાઓ. તેઓ આપણી સાવ નજીક આગળ આગળ ચાલે. કેડીમાં બે ફાંટા આવે તો એ આપણને સાચી બાજુ લઈ જાય. તેમની ચાલમાં સાહજિકતા અને નિર્ભયતા હતી. આપણે ઊભા રહીએ તો આપણી રાહ જોતા બેસી રહે. તેઓ આ જે સેવા સ્વેચ્છાએ બજાવતા તે બક્ષિસની આશાએ. અમે સાથે લીધેલાં કેળાં, ચણા, બિસ્કિટ આપીને એમને પ્રસન્ન કર્યાં. પ્રકૃતિનાં કેટલાંક તત્ત્વોમાં એવી ખૂબી હોય છે કે પ્રત્યેક વખતે તે નવું સૌન્દર્ય ધારણ કરે. વિક્ટોરિયા ધોધનું પણ એવું જ છે. એ સવારે જુઓ, બપોરે કે સાંજે જુઓ, અંધારી રાતે જુઓ કે પૂનમની રાતે, ઉનાળામાં જુઓ કે શિયાળામાં, દરેક વખતે એણે નવું જ રૂપ ધારણ કરેલું હોય ! બપોર પછી અમે હેલિકૉપ્ટરમાં બેસીને ઝામ્બેઝી નદી અને વિક્ટોરિયા ધોધનું ચારે બાજુથી વિહંગાવલોકન (હેલિકૉપ્ટરાવલોકન) કર્યું. એ કરીએ ત્યારે જ ધરતીમાં પડેલી લાંબી ફાટ સહિત પ્રપાતનો સંપૂર્ણ વાસ્તવિક ખયાલ આવે છે. અમને તો થોડે દૂર નદીના પાણીમાં ૨મત કરતા હાથીઓ પણ જોવા મળ્યા. ધોધ જોઈ અમે ઉતારે પાછા ફર્યા. બધા પોતપોતાનાં કામમાં વ્યસ્ત બની ગયા. અમે કેટલીક માહિતી માટે રિસેપ્શનિસ્ટ પાસે ઊભા હતા ત્યાં સવા૨વાળાં પેલાં બહેનોએ આવીને ફરિયાદ કરી, ‘અમારી રૂમ કોઈએ ૨૨૪ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy