SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ ઉલુ (ફિજી) ૧૯૭૭ના ડિસેમ્બરમાં ફિજીના પ્રવાસે હું ગયો ત્યારે એના પાટનગર સુવામાં ત્યાંના ઝવેરાતના વેપારી શ્રી કાનજીભાઈ જોગિયાને ત્યાં મારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ મહેતાની ભલામણથી રહ્યો હતો. એક દિવસ કાનજીભાઈએ મારે માટે ઉલ્લૂ ટાપુ પાસે સમુદ્રમાં પરવાળાં (Coral Reef) જોવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કામકાજનો ચાલુ દિવસ હોવાથી દુકાન છોડીને કાનજીભાઈ સાથે આવી શકે એમ નહોતા, પણ બોટ પર મૂકવા અને લેવા તેઓ આવવાના હતા. નક્કી થતાં બીજે દિવસે સવારે અમે સમુદ્રકિનારે ડૉક પર વેળાસર પહોંચી ગયા. ઉલ્લૂ જવા માટે ત્રણ જુદી જુદી કંપનીની સ્ટીમ-લૉચ ઊપડતી હતી. દરેક સ્ટીમ-લૉચના કર્મચારીઓ પોતપોતાના દરવાજા પાસે ઊભા ઊભા પ્રવાસીઓને પોતાની કંપનીમાં જોડાવા માટે જોરજોરથી અનુરોધ કરી રહ્યા હતા. કાનજીભાઈની ભલામણથી એક લૉચની ટિકિટ મેં લીધી. બે ફિજિયન યુવકો આવી જાહેરાત કરવા સાથે ટિકિટ આપવાનું કામ પણ કરતા હતા. અને બે ફિજિયન યુવતીઓ સહેલાણીઓને લૉચમાં લઈ જઈ બેસાડવાનું કામ કરતી હતી. લૉચમાં દાખલ થઈ હું મારી જગ્યાએ બેઠો. સમય થયો એટલે કંપનીનો યુનિફોર્મ પહેરેલા એ ચારે કર્મચારીઓ લૉચમાં આવ્યા. તેઓએ લોંચમાં દાખલ થવા માટેની પગથિયાની નાની સીડી ઊંચકીને અંદર ખેંચી લીધી. લંગર ઉપાડ્યું. ત્યાર પછી લૉચના કપ્તાનને ઉલ્લૂઝઃ ૩૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy