SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ મોટી સ્ટીમર જાય એટલી ઊંડી અને લગભગ બસો મીટર જેટલી પહોળી આ ખાડીમાં વચ્ચે તરતો ઝૂલતો લાકડાનો મજબૂત પુલ છે. અમે ઊભાં હતાં એટલી વારમાં તો જોરથી હોર્ન વાગ્યું અને ઘડિયાળનો કાંટો ખસે એમ ધીમે ધીમે અમારી બાજુથી પુલ ખસવા લાગ્યો. જોતજોતામાં તો તે સામી બાજુએ કિનારાને અડીને લાગી ગયો. દરમિયાન બંને કિનારેથી નાની લોંચ ચાલુ થઈ અને કેટલાક લોકો એમાં બેસીને સામે પાર જવા લાગ્યાં. થોડી વારમાં એક મોટી સ્ટીમર આવી અને પસાર થઈ ગઈ. પુલ ફરી પાછો જોડાઈ ગયો. કુરાસાઓમાં રિફાઈનરીને કારણે સ્ટીમરોની અવરજવર વધતી ગઈ છે. રોજ સરેરાશ ત્રીસ વખત આ તરતો પુલ ખસેડાયા છે. આ પુલ ઉપરથી પહેલાં વાહનો પસાર થવા દેવામાં આવતાં, પરંતુ વાહનો માટે હવે નવો પુલ ખાડી ઉપર થોડે આઘે બાંધવામાં આવ્યો છે. મોટામાં મોટી સ્ટીમરો પણ નીચેથી પસાર થઈ શકે એટલા માટે ૧૬૦ ફૂટ જેટલો ઊંચો આ પુલ બાંધવામાં આવ્યો છે. આટલી નાની ખાડી ઉપર આ અસાધારણ ઊંચો પુલ એની સકારણ કૃત્રિમ ઊંચાઈને કારણે આપણું ધ્યાન ખેંચ્યા વગર રહે તેવો નથી. કુરાસાઓમાં વાહનો ઓછાં છે, છતાં ભવિષ્યના વાહનવ્યવહારને લક્ષમાં રાખી અગાઉથી તૈયારી કરી લેવાની દૃષ્ટિએ આ ઉત્તુંગ પુલ બાંધવામાં આવ્યો છે. ખાડીની અંદર તરતા પુલ ઉપર વીજળીનાં રંગબેરંગી બલ્બનાં તોરણો લટકાવ્યાં હતાં. રાતને વખતે જતી-આવતી સ્ટીમરોને એ દેખાય એ તો ખરું, પણ રાહદારીઓને પણ એની રોશની આકર્ષક લાગે એવી હતી. પુલ ઓળંગી અમે સામી બાજુ ગયાં. ખાડીની એક બાજુ ફ્લોટિંગ માર્કેટ છે. દસ-બાર હોડકાંમાં વેપારીઓ શાકભાજી અને ફળફળાદિ વેચવા બેઠા હતા, જે રસ્તા ઉપર ઊભા ઊબા માણસો ખરીદી શકે. અમે થોડાં સંતરાં ખરીદી આગળ ચાલ્યાં. એક બાજુ મોટી પોસ્ટ ઑફિસ છે. અમારો કાર્યક્રમ અચાનક બદલાયો હતો. એટલે મુંબઈ ઘરે તાર કરવાના વિચારે અમે અંદર ગયાં. પરંતુ છ-સાત શબ્દના વિદેશના તાર માટે ભારતમાં જ્યારે પંદરેક રૂપિયા થતા ત્યારે તેના ત્રીસ ડોલર (લગભગ અઢીસો રૂપિયા) અમને ત્યાં કહ્યા. કુરાસાઓ પાસે સીધી સર્વિસ નથી એટલે દર ઘણો વધારે હતો અને તાર પહોંચતાં પણ પાંચ-છ દિવસ લાગે એમ હતું એટલે અમે તારનો વિચાર માંડી વાળ્યો. (કુરાસાઓની તાર અને ટેલેક્ષની સીધી સર્વિસ હવે ચાલુ થઈ અમે બજારમાં લટાર મારવા લાગ્યાં. આડી અને ઊભી પાંચ-છ નાની ગલીઓ હતી. બધી દુકાનોમાં ચીજવસ્તુઓ પરદેશી હતી. સ્થાનિક ખરીદનારાં કુરાસાઓ જ ૩૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy