SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કમરે રંગીન પટ્ટો બાંધ્યો હતો. મહિલાઓએ પોતાને મસ્તકે રાખેલો નૈવેદ્યનો કરંડિયો મંદિર પાસે હારબંધ ગોઠવ્યો. મહિલાઓ અને પુરુષોની વચ્ચે ધર્મગુરુની ઊંચી બેઠક હતી. ધર્મગુરુએ માથે મુગટ ધારણ કર્યો હતો. - નૈવેદ્યના વાંસના ટોપલામાં સફરજન, સંતરાં વગેરે ફળો વર્તુળાકારે હારની ઉપર હાર એમ ગોઠવ્યાં હતાં. આટલાં બધાં ફળ પડી ન જાય એ માટે અંદરથી અણીદાર સળી ભરાવીને તે જોડી રાખવામાં આવ્યાં હતાં. ફળોની હારની ટોચ ઉપર વાંસની છોલેલી પાતળી પટ્ટીઓની પંખા જેવી કલાત્મક રચના કરવામાં આવી હતી. દરેકના નૈવેદ્ય-કરંડકનું સુશોભન જુદું જુદું હતું. જેથી આટલાં બધાં એકસરખાં કરંડકમાં દરેક પોતાનું નૈવેદ્ય ઓળખી શકે. જોપિના આ ઉત્સવમાં બધી જ સામગ્રી પોતાનાં ખેતરવાડીમાંથી આણેલી હોય એટલે ખર્ચાળ કશું જ નહિ. ભગવાનની મૂર્તિની સન્મુખ ઉચ્ચાસને બેઠેલા ધર્મગુરુએ પૂજાવિધિ ચાલુ કરી. મંત્રોચ્ચાર થયા. નૈવેદ્ય ધરાવાયાં. થોડી વાર પછી એક પાત્રમાં જળ લાવવામાં આવ્યું. ધર્મગુરુએ મંત્રો ભણીને એ જળ (તીર્થ) પોતાના સહાયક પંડિતને આપ્યું. એ જળમાં એક સળી સાથે બાંધેલી વાંસની પાંદડીઓ બોળીબોળીને પંડિતે પ્રથમ પુરુષો ઉપર અને પછી મહિલાઓ ઉપર છંટકાવ કર્યો. ધર્મગુરુના આશીર્વાદ ઝીલવા માટે છંટકાવ થાય ત્યારે સૌએ પોતાની બંને ખુલ્લી હથેળી ખભા પાસે રાખી હતી. દેવદેવીઓને પ્રસન્ન કરવાની બીજી કેટલીક વિધિ થઈ. વિધિ પૂર્ણ થતાં મહિલાઓએ એક પછી એક ઊભા થઈ પોતાનાં નૈવેદ્ય-કરંડક સાથે લીધાં અને ઘર તરફ પ્રયાણ કર્યું. પુરુષો પણ ઊભા થયા, હવે પુરુષોનું કામ ગોહને બાળવા લઈ જવાનું હતું. આ રીતે ચેપિની ધર્મવિધિ અમને પ્રત્યક્ષ જોવા મળી. સ્વયંસેવકોએ રસ્તો ખુલ્લો કર્યો એટલે અમારી ગાડી આગળ વધી. રસ્તામાં સાંગેહ નામના સ્થળે અમે રોકાયા. અહીં જંગલની વચ્ચે એક પ્રાચીન મંદિર છે. ત્યાં અનેક વાંદરા હોવાથી એનું નામ જ “વાનર મંદિર' (Monkey Temple) પડી ગયું છે. ત્યાં વાંદરા ઉપરાંત વૃક્ષ ઉપર ઊંધે માથે લટકતી વાગોળ પણ ઘણી છે. ટિકિટ લઈ અમે ચોગાનના પ્રવેશદ્વારમાં દાખલ થયા. અમારી સાથે એક કર્મચારી છોકરી આવી, ખાસ તો એટલા માટે કે વાંદરાઓ અમને સતાવે નહિ. વાંદરાને ખવડાવવા અમે બિસ્કિટ લીધાં. મારા મિત્રોને વાંદરા પાસે જતાં ડર લાગતો હતો. મેં એક પછી એક બિસ્કિટ ખવડાવવા ચાલુ કર્યા. આપણે જમણા હાથમાં બિસ્કિટ ધરીએ ૪૦ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy