SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સમરકંદ (ઉઝબેકિસ્તાન) ઉઝબેકિસ્તાનનો પ્રવાસ કરીએ અને સમરકંદ ન જોઈએ તો આગ્રા જઈને તાજમહાલ જોયા વગર પાછા ફર્યા જેવું ગણાય. તાશ્કેદ, સમરકંદ અને બુખારા (અથવા બોખીરો) એ ઉઝબેકિસ્તાનની ત્રણ પ્રાચીન નગરીઓ છે. એ ત્રણેમાં સમરકંદ સૌથી વધુ પ્રાચીન અને ઇતિહાસસભર છે. આ નગરીઓએ કાળના પ્રવાહમાં સુખસમૃદ્ધિની છોળો ઊડતી જોઈ છે અને લોહીની નદીઓ પણ વહેતી જોઈ છે. સોવિયેટ યુનિયનમાં જ્યારે પ્રમુખ ગોર્બીચેવ સત્તાસ્થાન પર હતા ત્યારે અમે સમરકંદના પ્રવાસે ગયા હતા. તાશ્કેદથી લગભગ પોણાત્રણસો કિલોમીટર દૂર આવેલી, આશરે ચાર લાખની વસ્તી ધરાવતી નગરી સમરકંદમાં “સમરકંદ' નામની હોટેલમાં અમે ઊતર્યા હતા. સમરકંદમાં નગરદર્શનના કાર્યક્રમ માટે અમે જોડાયા. બસમાં બેસી અમે ઊપડ્યા. અમારા ગાઇડનું નામ હતું શાખોબ. બસ ચાલી અને શાખોબે સમરકંદનો પરિચય આપ્યો. ઇતિહાસ ન જાણતા હોઈએ તો માની ન શકીએ કે સમરકંદ ત્રણ હજાર વર્ષથી વધુ પ્રાચીન નગરી છે. કેટલાંક વર્ષ પહેલાં આ જગ્યાએ ઉઝબેક પુરાતત્ત્વ વિભાગ તરફથી જમીનમાં પંદરથી વીસ ફૂટ ઊંડે ખોદકામ કરવામાં આવતાં માનવહાડકાં, માટીનાં ઠીકરાં, ધાતુની ચીજવસ્તુઓ, ઘરેણાં અને તેમાં જડેલાં કીમતી નંગ, પથ્થરને ધારદાર બનાવી તેમાંથી બનાવેલાં ઓજારો વગેરે જે મળ્યાં તેમની વૈજ્ઞાનિક સમરકંદ ૯ ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy