SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ માળા તથા કપાળમાં કંકુનો લાલ મોટો ચાંદલો હતો. વળી મારા ખભે લાલ રંગનો થેલો હતો. એ પરથી સમજાયું કે તેઓ (સ્થાનિક આર્જેન્ટિનાવાસીઓ) અમને જ કોઈ “ઈન્ડિયન સ્વામી' માનતાં લાગે છે... તેઓ મારાં પત્નીને ઈન્ડિયન સ્વામી' સમજીને ભાવપૂર્વક વંદન કરતાં હતાં. અને આશીર્વાદ માટે પોતાનાં બાળકોને માથે તેમનો હાથ મુકાવતાં હતાં અને ગાલે બચી કરાવતાં હતાં. તેમજ સ્ત્રીઓને માથે પણ હાથ ફેરવાવતાં હતાં ! (વિષાદ અને ઉલ્લાસ) કૉફી... મળતી હતી. એક કપના બસો રૂપિયા. ટાઢ ઉડાડવા કૉફી પીવી પડે અને કૉફીના ભાવ સાંભળી ટાઢ વાય. એટલે કૉફી પીવાનું અમે માંડી વાળ્યું.” (ટુસ્સોથી આલ્ટા) કેટલાક ડુંગરો પર માત્ર મસ્તકે જ બરફ રહેલો છે. એક ડુંગર ઉપર ધોળા બરફનો આકાર એવો હતો કે જાણે એણે માથે ગાંધીટોપી પહેરી ન હોય ! મનમાં થયું કે “અહો ! ગાંધીજીના સંનિષ્ઠ સ્વયંસેવકો ઠેઠ અહીં સુધી આવી પહોંચ્યા છે ને !' ...આપણા પૂરા ૭૩ દિવસ (રાત્રિ-સહિત) બરાબર એમનો એક દિવસ. પુરાણકથાઓમાં આવે છે કે દેવોના એક દિવસ બરાબર આપણા અમુક દિવસો. અહીં હામરફેસ્ટમાં અમે દેવોના દિવસમાં હોઈએ એવું સાક્ષાત્ અનુભવ્યું.” (હામરફેસ્ટ) પરંતુ પ્રસંગોપાત્ત વિનોદ કરતા લેખક હરહંમેશ કરુણામય, સમભાવશીલ, પ્રામાણિક રહે છે. પોતાને અગવડ યા તકલીફમાં મૂકનાર યા છેતરનાર વ્યક્તિ પ્રતિ પણ તેઓ સહિષ્ણુતા અને કરુણા દાખવે છે. મોરેશિયસ ટાપુનિવાસી, ભારતીય મૂળના, નિ:સંતાન મેવાસિંગ તેમના પાળેલા કૂતરા રામુને પુત્રવત્ પ્રેમ કરે છે. તેઓ લેખક સમક્ષ રામુની હોશિયારી, સમજદારી, કામગીરી અને લોકપ્રિયતાની ઉમળકાભેર વાતો કરે છે, તો તેમની સ્થિતિ અને મનોવૃત્તિને સમભાવપૂર્વક સમજીને લેખક કૂતરાને માનવીના મિત્ર તરીકે પ્રશંસે છે અને કહે છે કે “રામુએ કલાકમાં અમારા સૌનાં દિલ જીતી લીધાં.” મેવાસિંગના અતિશય પ્રેમને જોઈ, તેઓ તેના તરફ ન હસતાં હમદર્દી દાખવે છે. (મેવાસિંગનો બેટો) પોતાના પુત્રને મોટા કારખાનાનો માલિક સામાન્ય કામદારોની સાથે રાખી, કારખાનામાં તેમના જેવાં તમામ કામ કરવાનો અને કામદારોની પરિસ્થિતિ સમજવાનો અનુભવ કરાવે છે – એ ઘટના તેમના મનમાં માલિક પ્રતિ આદર અને અહોભાવ પ્રેરે છે. (પગરખાં ગોઠવનાર) સૉવિયેટ સંઘના યુક્રેઈન રાજ્યના પાટનગર કિએલમાં મળેલ, તાનાશાહી નિર્મમ તંત્રથી ત્રાસેલ, ગાઈડ વિક્ટરની તાનાશાહી વિરુદ્ધની સાવચેતીયુક્ત ફરિયાદ તેઓ 25 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy