SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારણામાં ફરક પડ્યો છે. જૂના વખતમાં પ્રકૃતિરમ્ય સ્થળ પર્યટન માટે પસંદ થતું. ત્યાં જવા-આવવા માટે પાકા રસ્તા, સરસ મકાનો, ઘરો, મોટી મોટી હોટેલો, દુકાનો, રહેવા તથા ખાવાપીવાની સગવડો ઇત્યાદિ ઊભાં કરવાનું યોગ્ય જણાતું. પર્યટન અને મનોરંજનને પ્રાધાન્ય અપાતું. હવે આવા પાર્કમાં પર્યાવરણને પ્રાધાન્ય અપાય છે. વૃક્ષો સચવાવાં જોઈએ. પશુપક્ષીઓ ભાગી જવાં ન જોઈએ. એનો શિકાર ન થવો જોઈએ. રસ્તાઓ જરૂર પૂરતા અને તે પણ કાચા રાખવા જોઈએ. અનિવાર્ય હોય ત્યાં જ પાકા બનાવવા. ખાવાપીવાની અને શૌચાદિની સગવડો પણ અનિવાર્ય હોય એટલી જ ઊભી કરવી જોઈએ. જંગલોમાં પર્યાવરણના ભોગે પર્યટન કેન્દ્રો વિકસાવવાનો ખયાલ હવે ભૂલભરેલો ગણાય છે. એટલે જ આ પાર્કમાં ઘણાં સારાં સારાં મકાનો પાડી નાખવામાં આવ્યાં છે. આ સિકોયા નેશનલ પાર્કની સ્થાપના ઈ. સ. ૧૮૯૦માં થઈ હતી. ત્યાર પછી આ પાર્કનો વિસ્તાર વખતોવખત વધારાતો ગયો. કૅલિફોર્નિયામાં યોસેમિટીને નેશનલ પાર્કનો દરજ્જો અપાવવામાં મુખ્ય કાર્ય કરનાર પ્રકૃતિપ્રેમી લેખક જોન મૂરે સિકોયા પાર્કના વિકાસમાં પણ મહત્ત્વનું કાર્ય કર્યું હતું. તે વખતે એનું નામ “જનરલ ગ્રાન્ટ પાર્ક' એવું રખાયું હતું, પરંતુ ત્યાર પછી પાર્કનો વિસ્તાર ઘણો વધ્યો. એટલે એને “સિકોયા નૅશનલ પાર્ક' એવું નામ અપાયું. વળી બાજુના ખીણના પ્રદેશને પણ પાર્કનો દરજ્જો અપાયો અને એનું નામ “કિંગ્સ કેન્યન પાર્ક” ૨ખાયું. વખત જતાં આ બંને પાર્કને જોડી દેવામાં આવ્યા છે. પાકનું નૈસર્ગિક વાતાવરણ બરાબર જળવાઈ રહે એ માટે સરકાર અને વ્યવસ્થાપકો બહુ સભાન રહ્યાં છે. - અમે માહિતી કેન્દ્ર પાસે પહોંચ્યાં. ગાડી પાર્ક કરીને એમાં દાખલ થયા. પૂછપરછ કાર્યાલયની બંને બાજુ વિશાળ હૉલમાં સ્થાયી પ્રદર્શન જેવું હતું. અમે પાર્કનો નકશો લઈ અભ્યાસ કર્યો. અહીં પોતાની ગાડીમાં બેસી દૂર દૂરનાં મહત્ત્વનાં સ્થળો જાતે મરજી મુજબ જોઈ શકાય છે. તદુપરાંત ભોમિયા (Ranger) સાથે નિશ્ચિત સમયે પગે ચાલતાં ચાલતાં કેડીએ કેડીએ ભમી શકાય છે. અમે પહેલાં રેન્જર – ભોમિયાવાળા કાર્યક્રમમાં જોડાવાનું નક્કી કર્યું. જેઓને આ કાર્યક્રમમાં જોડાવું હોય તેઓ બધા ત્યાં એકત્ર થયા હતા. એ માટે કશી ફી આપવાની નહોતી. લોકો રસ લેતા થાય અને રસિક લોકોને અધિકૃત જાણકારી, નજરે જોવા સાથે મળી રહે એ જ આ દૈનિક કાર્યક્રમ પાછળ આયોજકોનો આશય છે. સમય થતાં બે ભોમિયા ત્યાં આવી ૨૪૬ એક પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy