SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ શોધસફરીએ કરી હતી. સીલનો શિકાર એની શૉખની પ્રવૃત્તિ હતી. તે સીલની પાછળ પાછળ આ પાણીમાં આવી ચડ્યો અને એણે જોયું કે પોતે સમુદ્રમાંથી આ ક્યોર્ડમાં ભૂલમાં દાખલ થઈ ગયો છે. છેડે આવતાં એને જણાયું કે આ તો સાઉન્ડના પ્રકારનો ક્યોર્ડ છે. એણે આ જગ્યાનું નામ બ્રિટનના પોતાના વતન મિલ્ફર્ડ ઉપરથી આપ્યું હતું. ત્યારથી આ જગ્યા મિલ્ફર્ડ સાઉન્ડ તરીકે જાણીતી છે. દુનિયાનાં કેટલાંક અત્યંત સોહામણાં સ્થળોમાં મિલ્ફર્ડ સાઉન્ડની ગણના થાય છે. હજારો વર્ષથી મનુષ્યના હસ્તક્ષેપ વિના આ સ્થળે પોતાનું સૌન્દર્ય સાચવી રાખ્યું છે. ધીરે ધીરે આગળ વધતી સ્ટીમરમાં અમારે યથેચ્છા બેસવાનું હતું, પરંતુ મનભર અનુભવ તો ઉપરના ખુલ્લા ડેકમાં ઊભા રહીને ચારેબાજુ જોવાનો હતો. ગાઇડે કહ્યું કે “આપણી જમણી બાજુ પાણીમાં નજ૨ નાખતા રહેજો. અહીં સમુદ્રમાં ડોલ્ફિન ઘણી છે, તમે નસીબદાર હશો તો પાણી બહાર કૂદતી જોવા મળશે.' મિલ્ફર્ડ સાઉન્ડમાં નાના નાના ધોધ ઘણા છે. મોટા ધોધમાં બોવેન ધોધ છે. લગભગ પાંચસો ફૂટ ઊંચેથી એનું પાણી દરિયામાં પડે છે. કપ્તાને ધીમે ધીમે સ્ટીમરને ધોધની નજીક એટલી સરકાવી કે એના ઊડતા જલસીકરોમાં ભીંજાવું ગમે એવું હતું. ત્યાંથી સીધા ઊંચે ધોધનાં દર્શન ઝાઝી વાર સુધી કરવામાં ડોક દુ:ખવા આવે એવું હતું. અમારી સ્ટીમર આગળ ચાલી, મહત્ત્વનાં સ્થળે થોડી વાર રોકાતી અને ગાઇડ તે વિશે માહિતી આપતી રહેતી. એક સ્થળે પર્વતના પથ્થરમાં પડેલા ઘસરકા બતાવીને કહ્યું કે આ ઘસરકા આજકાલના નથી. હજાર વર્ષ જૂના છે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે પંદર-વીસ હજાર વર્ષ પૂર્વે આ મિલ્ફર્ડ સાઉન્ડ નહોતો. અહીં પર્વતો હતા અને એના ઉપરથી હિમનદી (Glacier) સરકતી હતી. એને કારણે આસપાસના પર્વતોને ઘસારો લાગતો ગયો અને સમયાન્તરે એનું આ સાઉન્ડમાં રૂપાન્તર થયું છે. મિલ્ફર્ડ સાઉન્ડમાં જોવા મળતું એક લાક્ષણિક સ્થળ તે “માઈન્ને પર્વત' છે. આ એવી જગ્યા છે કે જ્યાં આગળ, સાઉન્ડના સમુદ્રમાં, સૌથી વધુ લગભગ આઠસો ફૂટ જેટલું ઊંડાણ છે. આ પર્વતની એવી વિશિષ્ટતા છે કે તે પાણીમાંથી નીકળીને જાણે સીધો ઊભો ન થયો હોય ! પગ પાણીમાં અને માણસ ટટ્ટાર ઊભો હોય એવી આકૃતિ આ પર્વતની છે. આવા પ્રકારના પર્વતોમાં આ પર્વત દુનિયામાં સૌથી ઊંચો, આશરે છ હજાર ફૂટ ઊંચો છે. એનું નામ “માઈ–' (Maitre) પાડવામાં આવ્યું છે, કારણ કે એનું શિખર મહૃર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક ઝક ૩૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy