SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ હા, પ્રસાદ જ કહેવાય.” પડીકું ખોલતાં જ એ જોઈને માસીબા બોલી ઊઠ્યાં, “અરે, આ તો મારી બુટ્ટી. હાશ... ભગવાન. પણ એ રામશરણને કેવી રીતે મળી ? “સવારે અહીં આવી એ જીપ સાફ કરતો હતો ત્યાં એને મળી.” પણ જીપમાં કેવી રીતે હોય ?” માસીબાને આશ્ચર્ય થયું. બીજી બહેને કહ્યું, “મને લાગે છે, માસીબા, કે બુટ્ટી તમારા હાથમાંથી સરકીને સાડીમાં ફસાઈ ગઈ હશે અને પછી જીપમાં બેસતાં-ઊઠતાં નીચે પડી ગઈ હશે. એ જ એક શક્યતા લાગે છે.' માસીબા ભાવવિભોર થઈ ગયાં. આ આનંદના સમાચાર બીજા મિત્રોને પહોંચાડવા બધાં ઉત્સુક થઈ ગયાં. જીપનો હિસાબ ચૂકતે થયો. કરવા ધારેલી ફરિયાદો ઓગળી ગઈ. આપવા ધારેલી બક્ષિસ પ્રેમપૂર્વક અકથ્ય વૃદ્ધિ પામી અને એમાં માસીબાએ માતબર રકમ ઉમેરીને મેનેજરને કહ્યું, “આ મારા તરફથી રામશરણને આપજો અને કહેજો કે ગાડી સરખાં કરાવવા માટે જ આ આપી છે.” અમે ઉતારે પાછા ફર્યા. વાતાવરણ ઉત્સવ જેવું બની ગયું. ગરીબ માણસો પણ કેવા ઈમાનદાર હોય છે એની પ્રશંસા થઈ. અમે બપોરે ચિત્રકૂટથી નીકળી સતનાથી મુંબઈ જતી ટ્રેન પકડવાનાં હતાં એટલે રામશરણને મળવાની કોઈ શક્યતા નહોતી. ફરીથી મળવાનું ક્યારેય થયું નથી, પણ ખજુરાહોની વાત નીકળતાં રામશરણની જીપ અને એનું ડ્રાઇવિંગ યાદ આવ્યા વગર રહેતાં નથી. (પાસપોર્ટની પાંખે - ૩) ૧૨ : પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy