SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ પડે, સા'બ. ગામની બહાર નીકળતાં જ હું તમને માઈલસ્ટોન બતાવી દઈશ. આપ ઓફિસમાં પૂછીને પૈસા આપજો. એ લોકોને આ રોજનું કામ છે.” રામશરણે સ્ટીયરિંગ નીચે લટકતા બે વાયર બે હાથમાં લઈને અડાડ્યા અને ગાડીએ “ડ્રાઉં ડ્રાઉં કર્યું. “અરે, આવી રીતે ગાડી સ્ટાર્ટ કરે છે ? ચાવી નથી ? “ચાવી બગડી ગઈ છે, સાબ.' “તો તો કોઈ પણ માણસ આવી રીતે ચલાવીને તારી ગાડી ઉપાડી જઈ શકે.” હા, પણ એને ચલાવતાં ફાવે નહિ. થોડે જઈને છોડી દેવી પડે એવી આ ગાડી છે.” ગાડી ગામબહાર નીકળતાં રામશરણે સતનાનો માઈલસ્ટોન બતાવ્યો. અમારે સતના થઈને ખજુરાહો જવાનું હતું. વળી, મારું ધ્યાન જતાં મેં કહ્યું, “ભાઈ રામશરણ, તારું સ્પીડોમીટર પણ ચાલતું નથી. ક્યારનું ઝીરો ઉપર જ છે.' એ પણ બગડેલું છે. પણ આપણને એની જરૂર નથી. હું ગાડી વધારે ભગાવતો નથી. અહીં અમારા એમ. પી. (મધ્યપ્રદેશ)માં રસ્તા એટલા ખરાબ અને ખાડાવાળા છે કે કોઈ ઇચ્છે તો પણ ચાલીસ-પિસ્તાલીસની ઉપર ભગાવી ન શકે.” ચિત્રકૂટથી સતનાને રસ્તે કશો ટ્રાફિક નહોતો. જીપ પોતાની ગતિએ ચાલવા લાગી. રામશરણનું ડ્રાઇવિંગ વ્યવસ્થિત હતું. એક બહેને ભજનની કૅસેટ વગાડવા મને પહેલેથી આપી રાખી હતી તે પાછી આપતાં મેં કહ્યું, લો તમારી કેસેટ પાછી. ભજન સાંભળવાં હોય તો હવે જાતે જ ગાવા પડશે.” ગાડી બરાબર લયમાં ચાલતાં વહેલાં ઊઠેલાં કેટલાંક મિત્રોનાં મસ્તક સવારની શીતળતામાં સમતુલા ગુમાવવા લાગ્યાં હતાં. ડ્રાઇવરના હાથપગ ઉપરાંત એનું મોઢું પણ ચાલતું (ખાતું કે વાતો કરતું) રહે તો એનાં નયનોને . આળસ ન આવે એ માટે મેં એને ચોકલેટ આપી અને વાતે વળગાડ્યો. વાતચીતમાં જાણવા મળ્યું કે એ ચિત્રકૂટમાં જ રહે છે. પિતા ગુજરી ગયા છે. મા લોકોનું ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. ત્રણ ભાઈબહેનમાં પોતે સૌથી મોટો છે. ખાસ કંઈ ભણ્યો નથી. એના એક વડીલ પડોશી મોટર મિકેનિક છે. એને ત્યાં પાંચેક વર્ષ કામ કરીને પોતે ગાડી રિપેર ખજુરાહો કપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy