________________
૧૪ તિબિલિસી (જ્યોર્જિયા)
સોવિયેટ યુનિયનનું વિસર્જન થયું તે પહેલાં અમે કેટલાક ભારતીય પ્રવાસીઓ જ્યોર્જિયાના પાટનગર તિબિલિસી(Tibilisi)ના પ્રવાસે ગયા હતા. જ્યોર્જિયા ત્યારે સોવિયેટ યુનિયનનું એક સભ્યરાજ્ય હતું. સોવિયેટ યુનિયનમાં રશિયાનું વર્ચસ્ હતું.
યુરોપના દેશોમાં, એક બાજુ કાળો સમુદ્ર અને બીજી બાજુ કાસ્પિયન સમુદ્ર. એ બેની વચ્ચે આવેલા, કોકેસસ પર્વતમાળાવાળા જ્યોર્જિયાનું મહત્ત્વ ભૌગોલિક તેમજ સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશિષ્ટ પ્રકારનું રહ્યું છે. તિબિલિસી એનું પ્રાચીન ઐતિહાસિક પાટનગર છે.
દુનિયાનાં કેટલાંક શહેરોનું ભૌગોલિક, સામાજિક, સાંસ્કારિક, આર્થિક અને સંરક્ષણાત્મક દૃષ્ટિએ એટલું બધું મહત્ત્વ હોય છે કે રાજ્યસત્તા તરફથી રાજધાની તરીકે એની પસંદગી થયા પછી, રાજ્યસત્તામાં પરિવર્તનો થાય તો પણ સૈકાઓ સુધી રાજધાની તરીકે એનું મહત્ત્વ એટલું ને એટલું જ સ્વીકારાયેલું રહે છે. દુનિયામાં હાલ જેટલાં પ્રાચીન નગરો છે તેની સરખામણીમાં કેટલાંક પ્રાચીન પાટનગરો નથી. તોપણ અઢી-ત્રણ હજાર કે તેથી વધુ વર્ષના પ્રાચીન પાટનગરો હાલ પણ છે. કેટલાંક પાટનગરોનાં નામ એનાં એ રહે છે, પણ નજીક નજીકના વિસ્તારમાં એનું સ્થળાંતર થતું રહે છે. કેટલાંક પાટનગર એના એ જ સ્થળે રહે છે, પણ એનાં નામોમાં ફેરફારો થયા કરે છે. કેટલાંકનાં નામ અને સ્થળ એટલાં જ
૧૦૦ ૯ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org