SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ યમુનાબહેને કહ્યું, ‘ધીમે ધીમે કરતાં રામુને ઘણી વસ્તુઓ ખાતાં આવડી ગયું છે. એક વખત એક મેહમાન આવ્યા હતા. અને એ વખતે લીચીની સીઝન હતી. અમે રામુની પ્લેટમાં લીચી મૂકી તો એણે ફોતરાં ઉખાડી લીચી ખાધી. ઠળિયા તથા ફોતરાં પ્લેટમાં એવી રીતે મૂકતો જાય કે જરા પણ કશું બગડે નહિ. રામુને લીચી ખાતો જોઈને મહેમાન આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા.' ‘રોજનો એનો ખોરાક શું ?' અમે ખાઈએ તે જ. દાળ, રોટી, ચાવલ, સબજી. એને બધું જ ભાવે.’ ‘એને માંસાહાર આપવો પડે ?’ ‘ના, બિલકુલ નહિ. આમ તો અલ્જેશિયન કૂતરાં માંસાહારી હોય છે. પણ રામુ તો પહેલેથી જ શુદ્ધ શાકાહારી છે. પ્યાજ, લસણ અમે ન ખાઈએ એટલે રામુ પણ ન ખાય.' કૂતરું જ એક માત્ર એવું પ્રાણી છે કે જે સમગ્ર જગતમાં સર્વત્ર જોવા મળે છે, પછી એ હિમપ્રદેશ હોય કે રણપ્રદેશ, સૂકી ધરતી હોય કે સતત વૃષ્ટિવાળાં લીલાંછમ જંગલો હોય. પ્રાણી જગતમાંથી મનુષ્યની સૌથી વધુ નજીક હોય એવાં પ્રાણીઓમાં બિલાડી ખરી, પણ કૂતરાની તોલે એ ન આવે. કૂતરાએ માણસના માત્ર આંગણામાં જ નહિ, ફક્ત ઘરની અંદર જ નહિ, ઠેઠ એના શયનખંડ સુધી સ્થાન મેળવી લીધું છે. બિલાડી રાતને વખતે બારી- બારણાં ખુલ્લાં હોય તો ભટકવા ચાલી જાય. કૂતરું આખી રાત ચોકી ભરતું પાસે ને પાસે બેસી રહે. કૂતરાની પ્રાણેન્દ્રિય અત્યંત તીવ્ર અને નિદ્રા ઘણી ઓછી. માલિકની માગણીઓને પણ એ બરાબર સમજે. રામુએ કલાકમાં અમારા સૌનાં દિલ જીતી લીધાં. મોડું થતું હતું એટલે અમે ઊઠ્યા. મેવાન્સિંગ અને યમુનાબહેન રામુ સાથે અમને હોટેલ પર મૂકવા આવ્યાં. આખે રસ્તે રામુની જ વાત ચાલ્યા કરી. હોટેલ પર પહોંચી અમે એમની વિદાય લીધી. મેવાન્સિંગ કરતાં પણ રામુની આંખમાં અમને વિશેષ ભાવ જણાયો. રૂમમાં સૂતાં સૂતાં પણ અમે રામુનો જ વિચાર કરતા હતા. એમ લાગ્યું કે સારું થયું કે મેવાસિંગનો પત્ર ટપાલમાં ન નાખ્યો, નહિ તો એક સરસ અવસર ગુમાવત. મોરિશિયસમાં અમે પાટનગર પૉર્ટ લૂઈસનું બંદર જોયું, તડકો ખાવા ૨૩૨ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy