________________
બોરો બુદુર (ઈન્ડોનેશિયા)
અન્નવસ્ત્રાદિની લાલચ દેખાડ્યા વિના કે શસ્ત્રોનો ભય બતાવ્યા વિના, અહિંસા, પ્રેમ અને શાંતિનો સંદેશો લઈને ધર્મનો પ્રચાર કરવામાં બૌદ્ધ ધર્મ દુનિયામાં મોખરે રહ્યો છે. એક કાળે ચીન, જાપાન અને કોરિયા સહિત સમગ્ર એશિયામાં બૌદ્ધ ધર્મ પ્રસરી ગયો હતો. એમાં રાજ્યાશ્રયે પણ મહત્ત્વનું કાર્ય કર્યું હતું.
નાનાંમોટાં બૌદ્ધ મંદિરો તો દુનિયામાં સેંકડો છે, પરંતુ ઉત્તેગ, વિશાળ, સ્થાપત્યકળામાં અનન્ય ભાત પાડનારાં પ્રાચીન બૌદ્ધ મંદિરોમાં, ચીનજાપાનનાં મંદિરો ઉપરાંત બ્રહ્મદેશનું સ્વડેગોન પેગોડા, કંબોડિયાનું અંગરકોરવાટ અને ઇન્ડોનેશિયાજાવાનું બોરોબુદુર મશહૂર છે.
બોરોબદુરનાં દર્શન કરવાની ઇચ્છા તો ઘણા વખતથી હતી પણ તેવો કોઈ સુયોગ સાંપડતો નહોતો. એક વખત બાલીમાં અમે હતા ત્યારે અચાનક એવો અવસર પ્રાપ્ત થયો. બાલીથી જકાર્તા જતાં વચ્ચે જગ્યાકાર્તા ઊતરવાનું અમે નક્કી કર્યું કે જેથી ત્યાંથી બોરોબુદુર જઈ શકાય.
બોરોબુદુર ઇન્ડોનેશિયાના જાવા ટાપુમાં જગ્યાકાર્તા શહેરથી આશરે ચાલીસ કિલોમીટર દૂર આવેલું છે. ઇન્ડોનેશિયાની ભાષા ઉપર સંસ્કૃત ભાષાનો પ્રભાવ ઘણો રહ્યો છે. કર્તા એટલે સ્થળ અથવા નગરી. જયકર્તા એટલે વિજયનું સ્થળ - A place of Victory. જયકર્તાનું કાળક્રમે જકાર્તાજાકાર્તા (ઇન્ડોનેશિયાનું પાટનગર) થઈ ગયું. જગ્યાકાર્તામાં જગ્યા એટલે
૨૮ % પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org