SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ જતા અને સાથે લૂંટ પણ ચલાવતા. તેઓ લૂંટેલો માલસામાન વેચતા અને પુષ્કળ નાણાં કમાતા. એક વખત તેઓ બ્યારમી નામના ગામમાં લૂંટ ચલાવીને ઘણી વસ્તુઓ ઉઠાવી લાવ્યા. એમાં એક દેવળનું ચાંદીનું બહુ મોટું વાસણ પણ હતું. બીજી બધી વસ્તુઓ તો તેમણે અડધી અડધી કરીને વહેંચી લીધી, પણ ચાંદીના કલાત્મક વાસણની સમસ્યા ઊભી થઈ. બંનેને તે ગમતી હતી અને રાખવી હતી. એમાંથી ઝઘડો થયો. છેવટે નક્કી કર્યું કે બંનેએ દરિયાકિનારે રેતીમાં પોતાની જાતિના રિવાજ પ્રમાણે તલવાર વડે દ્વન્દ્વયુદ્ધ ક૨વું અને જે જીતે તે વાસણ લઈ જાય. તે પ્રમાણે બંને સજ્જ થયા. બંનેમાં હુંડ જબરો હતો. એણે હુંકાર સાથે કહ્યું, ‘કાર્લો દોસ્ત ! આજે તો તને અમારી બ્યારકોય જાતિના ખમીરનો પરિચય થશે.' એમ કરતાં તલવારયુદ્ધ શરૂ થયું. બંનેને ઈજા થઈ. પણ પછી હુંડે કાર્લેને એટલો બધો ઘાયલ કરી નાખ્યો કે તે ત્યાં જ ઢળીને મૃત્યુ પામ્યો. હુંડે ચાંદીનું વાસણ લઈ લીધું. બે દિલોજાન દોસ્તની દોસ્તી ચાંદીના એક વાસણને ખાતર કરુણાંતિકામાં પરિણમી. જૂના વખતમાં આ માર્ગરોયા ટાપુમાં ટ્યુન્સ નામના ગામમાં બે ભાઈઓ રહેતા હતા. તેઓ માછલી પકડવાનો વ્યવસાય કરતા હતા. એક દિવસ દરિયામાં એવું ભયંકર વાવાઝોડું થયું કે તેઓ ભયભીત થઈ ગયા. પોતાનું વહાણ ચોક્કસ ડૂબી જશે અને તેઓ બંને મૃત્યુ પામશે એવો ડર લાગ્યો. હવે બીજો કોઈ ઉપાય નહોતો. એટલે તેઓએ ઈશ્વરને પ્રાર્થના કરી. પ્રાર્થના કરતાં કરતાં તેઓ અત્યંત ભાવમાં આવી ગયા અને ગળગળા સાદે બોલ્યા, ‘હે ઈશ્વર ! આજે જો તું અમને બચાવી લેશે તો અમે પકડેલી આ માછલીઓના વજન જેટલી ચાંદીની એક મોટી માછલી બનાવીને દેવળમાં તને અર્પણ કરીશું.' સદ્ભાગ્યે જાણે ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી હોય તેમ વાવાઝોડું તરત શાન્ત પડી ગયું અને તેઓ બચી ગયા. ઘરે આવીને તેઓએ માછલીનું વજન કરી, પોતાના સંકલ્પ પ્રમાણે ચાંદીની મોટી માછલી કરાવી અને દેવળમાં વિધિપૂર્વક અર્પણ કરી. એ જમાનામાં એક જાતિના લોકો બીજી જાતિ પર આક્રમણ કરી લૂંટફાટ ચલાવતા. એક વખત રશિયાની ઉત્તરેથી સ્યૂડ જાતિના પચાસેક લૂંટારા ફિનમાર્ક પર ચડી આવ્યા. ટ્યુન્સ ગામના આ બે ભાઈઓએ, પોતાના સાથીદારો સાથે બહાદુરીપૂર્વક લૂંટારાઓને મારી હઠાવ્યા. મારામારીમાં બાવીસ જેટલા સ્યૂડ માર્યા ગયા. એનું વેર લેવા મોટી સંખ્યામાં ૧૭૬ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy