SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તે મસ્જિદ તરીકે - ધર્મસ્થળ તરીકે નિયમિત વપરાય છે. સુલતાન અહમદે એ બંધાવી હતી. એની એક મહત્ત્વાકાંક્ષા હતી કે ગમે તેટલું ખર્ચ થાય તો પણ પોતાની મસ્જિદ હગિયા સોફિયાના દેવળ કરતાં બધી જ રીતે ચડિયાતી બનવી જોઈએ. ઊંચાઈ, પહોળાઈ, આકૃતિ, ઘુમ્મટોની સંખ્યા, કલાકારીગરી, સુશોભનો, પથ્થરો, રંગો, ધાતુઓની ગુણવત્તા - એમ બધી જ રીતે મસ્જિદનું નિર્માણ હેગિયા સોફિયા કરતાં શ્રેષ્ઠ થયું છે. આટલા ઊંચા વિશાળ ઘુમ્મટના પથ્થરોનું વજન ઝીલવા માટે આધારસ્તંભો પણ એટલા જ મોટા હોવા જોઈએ. આપણી કલ્પના કામ ન કરે એટલા જાડા, ઊંચા, કોતરકામવાળા સ્તંભો આ મસ્જિદમાં છે. એમાં નીલ એટલે કે ઘેરા ભૂરા, ક્યાંક મોરપિચ્છના રંગ જેવા રંગની મોઝેઈક ટાઈલ્સની સંરચના એવી સરસ થઈ છે અને બારી વગેરેમાં રંગબેરંગી પારદર્શક કાચમાંથી આવતા પ્રકાશથી વાતાવરણ એવું પ્રેરક લાગે છે કે જાણે કોઈ દિવ્ય અનુભૂતિ ન થતી હોય ! મસ્જિદનો ઘુમ્મટ એટલો મોટો અને ઊંચો છે કે નીચે ઊભેલો માણસ વામન જેવો લાગે. સામાન્ય રીતે મસ્જિદના એક, બે કે ચાર મિનારા હોય છે. જૂના વખતમાં આસપાસ દૂર સુધી લોકો સાંભળી શકે એ રીતે બાંગ પોકારવા માટે ઊંચા મિનારા બંધાતા. પણ પછી કોઈ બાંગ પોકારવા ઉપર ચડતું ન હોય (હવે તો ક્યાંક તેમાં માઈક મુકાય છે) તો પણ મિનારા મસ્જિદનું એક આવશ્યક, ઓળખરૂપ અંગ બની ગયું છે. સુલતાન અહમદે આ ભૂરી મસ્જિદના ચાર નહિ પણ છ મિનારા કરાવ્યા છે. વળી, પ્રત્યેક મિનારાની ટોચ એવી ઝીણી અણીદાર બનાવી છે કે જાણે કે અણી કાઢેલી મોટી પેન્સિલની આકૃતિ ન હોય ! ભૂરી મસ્જિદ આ પૃથ્વી પરની એક વિરલ ભવ્ય સ્થાપત્યકૃતિ છે. મસ્જિદ નિહાળ્યા પછી અમને એક રેસ્ટોરાંમાં લંચ માટે લઈ જવામાં આવ્યા. અમારા શાકાહારીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રેસ્ટોરાંનું નામ “જિદાન-હાન” મને ગમી ગયું. “જિદાન” એટલે જેલ અને “હાન' એટલે રેસ્ટોરાં. જૂના વખતની જેલના ખાલી પડેલા મકાનને મરામત અને રંગરોગાન કરાવીને રેસ્ટોરાં તરીકે એનો ઉપયોગ થવા લાગ્યો છે. એટલે એનું નામ પણ એવું જ રખાયું છે. હવે અમારો કાર્યક્રમ ‘તોપકાપી” (Topkapi) નામનો રાજમહેલ જોવા જવાનો હતો. આ રાજમહેલ એટલે કોઈ એક મોટી ઊંચી ઈમારત નહિ, પણ સેંકડો કમરામાં પથરાયેલી, ઉદ્યાનો સહિત ચાર કોટ-દરવાજાવાળી વિસ્તૃત રચના. એના પ્રથમ દરવાજે તોપો હતી એટલે લોકોએ જ ઈસ્તંબુલ - કોન્સેન્ટિનોપલ ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy