Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005440/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વારસો અને વૈભવ | ડૉ. નરેન્દ્ર જૈન For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વારસો અને વૈભવ ડૉ. નરેન્દ્ર પી. જૈન (પૂર્વ રાજદૂત) Elecy નરભિ, શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ • ફોન નં. : ૨૬૬૦૨૬૭૫ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ JAIN DHARMA : VARASO ANE VAIBHAV Author : Dr. N. P. Jain Publisher : Shri Jaybhikhkhu Sahitya Trust First Edition : September, 2008 © ડૉ. એન. પી. જૈન મૂલ્ય : રૂ. ૨૦૦/ પ્રકાશક : શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન નં. : ૨૬૬૦૨૬૭૫ પ્રાપ્તિસ્થાન : # ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી # ગૂર્જર એજન્સીઝ બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, રતનપોળ નાકા સામે, આઝાદ સોસાયટી, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૧૫ અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૬૭૬ ૨૦૦૨ ફોન : ૨૨૧૪ ૪૬૭૩ નવભારત સાહિત્ય મંદિર જૈન દેરાસર પાસે, ગાંધી માર્ગ અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૨૧૩ ૨૯૨૧ # કુસુમ પ્રકાશન ૨૨૨, સર્વોદય કોમર્શિયલ સેન્ટર રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૫૫૦ ૧૮૩૨ મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ જૂની નોવેલ્ટી સિનેમા પાસે, ઘીકાંટા, અમદાવાદ ૩૮૦ ૦૦૧ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ આશીર્વચન દર્શન એ ચક્ષુ છે, જેના દ્વારા સત્યને જોઈ શકાય છે. અનેક દૃષ્ટા થયા છે અને દર્શનની અનેક ધારાઓ છે. જૈનદર્શન વીતરાગની વાણીથી ઉદ્ભુત છે. જે વીતરાગ નથી હોતા, એમનું જ્ઞાન નિરાવરણ નથી હોતું, એ સર્વજ્ઞ નથી હોતા, કેવળી નથી હોતા. વીતરાગનું વક્તવ્ય છે – કષાયને ઉપશાંત કરો, એ જ સત્યના અવબોધનો માર્ગ છે. સત્યનાં અનેક રૂપ છે – કોઈ સૈકાલિક અને કોઈ સામયિક, કોઈ પારમાર્થિક અને કોઈ વ્યાવહારિક. આ બધાં રૂપોનું સંકલન અનેકાંત દૃષ્ટિ દ્વારા કરી શકાય છે. ડૉ. એન. પી. જેને “જૈન ધર્મ : વારસો અને વૈભવમાં આવું સંકલન કર્યું છે. એના આધારે જૈનદર્શનની પ્રાસંગિકતા પણ પ્રમાણિત થઈ છે. ડૉ. નરેન્દ્ર જૈને જૈન ધર્મને સામયિક સમસ્યાઓના સંદર્ભમાં પ્રસ્તુત કર્યો છે. આમાં હિંસા અને અહિંસાનું પણ વિશ્લેષણ મળે છે. સામાજિક પ્રાણી માટે અશક્ય કક્ષાની હિંસા ન કરવાનું સંભવ નથી હોતું, પરંતુ આજે શક્ય કક્ષાની હિંસા પણ વધી રહી છે એ ચિંતાનો વિષય છે. ડૉ. એન. પી. જેને અહિંસાની અનિવાર્યતાનું સમ્યગૂ વિવેચન કર્યું છે. એમને સામાજિક, આર્થિક અને રાજનૈતિક જીવનનો અનુભવ છે એના આધારે જે વિશ્લેષણ કર્યું છે, તે બહુ જ ઉપયોગી અને પ્રાસંગિક છે. આનાથી વાચકને માત્ર જૈન ધર્મને સમજ્યાનો અવસર મળશે એટલું જ નહીં, એની સાથે સાથે વર્તમાનની સમસ્યાઓના ઉકેલનો અને નૈતિક મૂલ્યોના વિકાસનો અવસર પણ પ્રાપ્ત થશે. - આચાર્ય શ્રી મહાપ્રજ્ઞા III For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ વૈશ્વિક દર્શનનો અનુભવ ડૉ. નરેન્દ્ર જૈન એટલે જૈન સમાજની જ નહીં, બલકે સમગ્ર રાષ્ટ્રની એક આગવી પ્રતિભા. ભારતના રાજદૂત તરીકે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, યૂરોપિયન યુનિયન અને અન્ય કેટલાય દેશોમાં યશસ્વી કામગીરી બજાવનાર ડૉ. નરેન્દ્ર જૈનનું કાર્યક્ષેત્ર રાજકીય બાબતો ઉપરાંત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક બાબતો સાથે પણ સંકળાયેલું છે. આથી એમણે જે જે દેશોમાં કામગીરી કરી તે દેશોમાં ભારતીય સંસ્કૃતિની અને જૈન ધર્મની ભાવનાઓ પ્રસરાવી છે, જેનો અનુભવ આંતરરાષ્ટ્રીય સંમેલનો સમયે એમને મળતાં વ્યાપક આદર અને સન્માનમાં સતત દૃષ્ટિગોચર થતો રહ્યો છે. એમની પ્રતિભાનાં અનેક પાસાં છે જેમાં વ્યાપક સંદર્ભો ધરાવતા લેખક, શ્રોતાઓને પોતાની વાત બરાબર ઠસાવી શકતા પ્રભાવક વક્તા તેમજ અર્થકારણ અને પર્યાવરણ જેવા વિષયોના તજ્જ્ઞ છે. જૈન ધર્મ : વારસો અને વૈભવમાં જૈન ધર્મની પ્રાચીનતાથી આરંભીને અર્વાચીન સમયમાં જૈન સિદ્ધાંતોની પ્રસ્તુતતા સુધીના વિષયોને એમણે આવરી લીધા છે. આમાં દેશવિદેશના પ્રત્યક્ષ અનુભવોની સુવાસ, અનુભવોની મહેક અનુભવવા મળે છે. આ ગ્રંથમાં એમણે જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિના સ્તંભરૂપે અહિંસા, અપરિગ્રહ, અનેકાંત, પર્યાવરણ અને શાકાહાર જેવી બાબતોનું મહત્ત્વ દર્શાવ્યું છે. વિશેષે તો અહિંસા દ્વારા વર્તમાન વિશ્વમાં કઈ રીતે પરિવર્તન સાધી શકાય એનાં પ્રત્યક્ષ ઉદાહરણો મળે છે. એમના શાકાહારના અનુભવો અત્યંત હૃદયસ્પર્શી છે અને તે દર્શાવે છે કે પશ્ચિમી દેશોમાં પણ શાકાહાર તરફ ઊંડી નિષ્ઠા ધરાવનારા માનવીઓ મળે છે. અહિંસાને વ્યવહારિક રીતે વર્તમાન સમયમાં પ્રયોજી શકાય એની વાત એમણે “અહિંસા યાત્રામાં કરી છે. આ રીતે આ લેખોમાં જૈન તીર્થકરો, જૈન ધર્મના સિદ્ધાંતો અને આજના યુગમાં એની પ્રસ્તુતતા એમ ત્રણેય બાબતો પર લેખકે પ્રકાશ પાડ્યો છે. આ લેખોનો ગુજરાતી અનુવાદ આપવા માટે જૈનદર્શનના અભ્યાસી અને ધર્મનાં અનેક પાસાંઓના જાણકાર શ્રી જવાહર શાહ અને શ્રીમતી હંસા શાહે અપાર જહેમત ઉઠાવી છે અને તેને પરિણામે આવું એક મૂલ્યવાન પુસ્તક ગુજરાતી વાચકોને પ્રાપ્ત થાય છે. તા. ૧-૯-૨૦૦૮ - કુમારપાળ દેસાઈ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વર્તમાન યુગમાં જૈનદર્શનની પ્રાસંગિકતા અને આવતીકાલના વિશ્વને તેની આભાથી પરિચિત કરાવવાના હેતુથી આ પુસ્તકની રચના કરી છે. જૈન ધર્મનો માત્ર મોક્ષગામી ધર્મપંથના રૂપમાં પરિચય કરાવવાના ઉદ્દેશથી આ પુસ્તક લખવામાં આવ્યું નથી, પરંતુ તેની દાર્શનિક પરંપરાને સમસ્ત માનવસમાજના વ્યાપક, વિસ્તૃત, વૈશ્વિક પરિમાણનો ખુલ્લા આકાશમાં ઉડ્ડયન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ધર્માવલંબી ભલે બનએ પણ કોઈ ધર્મ પોતાની રૂઢિનો ગુલામ નથી રહેતો. સંસારના વિભિન્ન ધર્મોથી વિભિન્ન સંસ્કૃતિઓ અને સભ્યતાઓ પ્રેરિત, અંકુરિત અને વિકાસ પામી છે. આ સંસ્કૃતિઓએ માનવતાના ઇતિહાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે અને માનવસમાજને સર્વાગીણ ઉન્નતિનો માર્ગ ચીંધ્યો છે. આજના વૈજ્ઞાનિક યુગમાં એ હકીકત ભારપૂર્વક કહેવામાં આવે છે કે સ્થાયી રૂપે કલ્યાણકારી અને શાંતિપોષક પ્રગતિને માટે માનવસમાજે અધ્યાત્મ અને વિકાસ, પર્યાવરણ અને વિજ્ઞાનનાં ક્ષેત્રો વચ્ચે સંતુલન સાધવું પડશે. આ દિશામાં જૈનદર્શન વિશિષ્ટ યોગદાન આપી શકે તેમ છે અને તે દર્શાવવાનો આ પુસ્તકનો હેતુ છે. જૈન ધર્મ વિશે વિસ્તૃત જાણકારી અને સિદ્ધાંતોનું વિવેચન વર્તમાન યુગની પરિસ્થિતિઓ અને વાતાવરણને દૃષ્ટિમાં રાખીને કરવામાં આવ્યું છે. ભૌગોલિક રીતે આજ સુધી જૈન ધર્મ ભારતમાં સીમિત રહ્યો છે અને હવે તે આ યુગમાં ભારતની બહાર પ્રસાર પામી રહ્યો છે કેમ કે આફ્રિકા, એશિયા, યૂરોપ અને અમેરિકા તથા કેનેડામાં કેટલાય જૈન પરિવારો વસ્યા છે. પશ્ચિમના વાતાવરણમાં રહેવા છતાં પણ જૈન ધર્મના પાલનમાં તેમણે ઉત્સાહ અને આસ્થા દર્શાવ્યાં છે. ઠેર ઠેર જૈન મંદિરોનું નિર્માણ અને સંસ્થાગત રીતે જૈનોની ગતિવિધિઓ સતત વધી રહ્યાં છે. આ વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં એક આકર્ષક સંભાવના ઊપસીને આવી છે. સમગ્ર જૈનદર્શનને માનવસમાજ સમક્ષ રજૂ કરવામાં આવે અને દર્શાવવામાં આવે તો અહિંસા, અપરિગ્રહ, અનેકાંત તથા પર્યાવરણીય જૈન સિદ્ધાંતો આજની માનવજાતિ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ માટે અત્યંત ઉપકારક અને માર્ગદર્શક બની શકે તેમ છે. હિંસા સામે અહિંસાની શક્તિ, ભૌતિક પરિગ્રહની આંધળી દોડ સામે અપરિગ્રહ, એકાંત વિચારધારાને બદલે સમન્વયાત્મક અનેકાંતદર્શન અને અનિયંત્રિત ઉપભોગને બદલે સંયમ અને પર્યાવરણ તરફ, માંસાહારને બદલે સંતુલિત આહારની તરફ, અહમ્ભરી અસહિષ્ણુતાને બદલે ઉદાર સહિષ્ણુતા તરફ, ધૃણાથી પ્રેમ તરફ, અત્યાચારથી કરુણા તરફ ગતિ કરી શકાય છે. આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે કે તીર્થંકર પરંપરાની કડીમાં ભગવાન મહાવીરનો સંદેશ કોઈ સંકુચિત સમુદાય અથવા સંપ્રદાય માટે ન હોઈ સમગ્ર માનવતા માટે હતો, જેમાં લિંગ, વર્ગ, વર્ણ, રંગ અને જાતિ અથવા દેશ-ભેદને કોઈ સ્થાન ન હતું. ભગવાન મહાવીરે સંસારને જૈન ધર્મનાં સમતાનો, સમરસતાનો, સહયોગનો, સમન્વયનો, મિત્રતાનો, પારસ્પરિક નિર્ભરતાનો અને શાંતિમય સહઅસ્તિત્વનો શાશ્વત સંદેશ આપ્યો અને આ સંદેશ માત્ર માનવ-માનવ વચ્ચેના સંબંધો સુધી મર્યાદિત ન રહેતાં સંપૂર્ણ પ્રાણીજગત અને પ્રાકૃતિક વાતાવરણ સાથે પ્રગાઢ સંબંધોથી ગૂંથાયેલો છે. જૈનદર્શનમાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણે તત્ત્વો આવશ્યક છે અને એકબીજા સાથે અવિભાજ્ય રૂપથી જોડાયેલાં છે. માત્ર વિવેકપૂર્ણ જ્ઞાન અને દર્શન પૂરતાં નથી, આ સિદ્ધાંતોનું જીવનવ્યવહારમાં આપણે પાલન ક૨વું જોઈએ. સમ્યગ્ આચરણ ઉપર મૂકેલ ભાર જૈન સિદ્ધાંતોની વિસ્તૃત જાણકારી આપી શકે છે. દૃષ્ટાંત રૂપે મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગ અને અહિંસાની સાધના જૈન સિદ્ધાંતોથી પ્રેરિત સમ્યક્ આચરણના પાયા પર રચાયેલાં હતાં. એમણે અહિંસાને રાજનૈતિક ક્ષેત્રમાં એક વ્યાવહારિક અને પ્રભાવશાળી સાધન બનાવીને શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી લોહી રેડ્યા વિના ભારતને સ્વતંત્રતા અપાવી, પરંતુ તેઓ માત્ર અહિંસાના મસીહા જ નહીં, પોતાની સાદાઈમાં દેખાતા અપરિગ્રહવ્રતના પણ અવતાર હતા અને એમણે મિત્રતાભર્યા સુમેળની તરફદારી કરીને અનેકાંતની સંસ્કૃતિનો સફળ પ્રયોગ કરી બતાવ્યો. શાકાહારનો પ્રસાર પણ એવો પ્રભાવશાળી ઉપાય સિદ્ધ થયો છે કે જેનાથી અહિંસાની બુલંદી અને શક્તિમાં લોકોનો વિશ્વાસ વધતો રહ્યો છે અને પ્રતિદિન VI For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં મહદંશે સહિષ્ણુતા અને સહઅસ્તિત્વનો ભાવ દૃઢ થતો જાય છે. હિંસાપોષક અથડામણ, અલગતાવાદ, સંઘર્ષ અને ઉગ્ર થઈ રહેલા આતંકવાદથી માનવતા ભયભીત છે. શાકાહાર એ પહેલું પગલું છે, જે સંસારને અહિંસાના વ્યાપક હિતકારી રૂપ વિશે હામ બંધાવી શકે. જૈન ધર્માવલંબીઓ માટે અહિંસાની સંસ્કૃતિને વિશ્વ સ્તરે ફેલાવવામાં શાકાહારનો પ્રચાર-પ્રસાર ખૂબ લાભદાયી બની શકે છે અને આની વિભિન્ન સંભાવનાઓ તથા સફળ પ્રયોગોનો ઉલ્લેખ આ પુસ્તકમાં ક૨વામાં આવ્યો છે. એ ઉલ્લેખનીય છે કે આ પુસ્તક મારા જન્મજાત જૈન સંસ્કારો અને બાળપણમાં માતા-પિતા પાસેથી મળેલા સાદગીભર્યા નૈતિક માર્ગદર્શનનું પ્રતિબિંબ છે. મારા પિતા ભાઈજી પન્નાલાલજી તથા મા ફતેહદેવીની સતત પ્રેરણાથી યુવાવસ્થામાં જ જૈન ધર્મગ્રંથોનું વ્યવસ્થિત અધ્યયન કરવાનું સદ્ભાગ્ય મળ્યું. પિતાશ્રીએ એ સમયે ચાલતા સ્વાતંત્ર્યસંગ્રામમાં ગાંધીજીની પ્રત્યેક પ્રવૃત્તિ સાથે એને જોડી બતાવ્યું. ત્યાર પછી મારી પત્ની રાની જૈને પણ વર્ષો સુધી વિદેશમાં રાજનૈતિક વાતાવરણમાં રહેવા છતાં મારી આધ્યાત્મિક રુચિને સતત ઉત્તેજન આપ્યું. છત્રીસ વર્ષ સુધી મેં ફોરેન સર્વિસ (આઈ.એફ.એસ.)માં રહીને કેટલાય દેશોમાં ભારતના રાજદૂત તરીકે કામગીરી બજાવી. આ સમયે મને વિશ્વશાંતિ પ્રેરિત ભારતીય વિદેશનીતિમાં સતત જૈન અનેકાંતવાદ અને અહિંસાની ઝલક દેખાતી રહી. અંતિમ તબક્કામાં સચિવપદ પર રહ્યો ત્યારે મારો ભારતના જૈન સમાજ સાથે ગાઢ સંપર્ક થયો. એ પછી જ્યારે હું ૧૫ દેશીય યુરોપીય સંઘમાં ભારતીય રાજદૂત નિમાયો, ત્યારે ઇંગ્લૅન્ડના લેસ્ટર શહે૨માં યુરોપમાં નિર્માણ પામેલા પ્રથમ સંયુક્ત જૈનમંદિરના ઉદ્ઘાટન-સમારોહમાં મુખ્ય અતિથિ રૂપે ભાગ લેવાની તક સાંપડી. એની પૂર્વે જ્યારે હું નેપાળમાં ભારતનો રાજદૂત હતો ત્યારે આચાર્ય સુશીલકુમારજીને મેં જૈન સંસ્કૃતિ વિશે નેપાળમાં વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ આપ્યું. એ વર્ષોમાં ગણાધિપતિ તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજી સાથે પણ નજીકનો સંબંધ થયો. રાજનૈતિક પ્રવૃત્તિઓની સાથે આધ્યાત્મિક ચેતનાના ગતિશીલ વિકાસનો ૧૯૭૦માં ન્યૂયૉર્કમાં ગુરુદેવ ચિત્રભાનુજી સાથે સંપર્ક થવાથી પ્રારંભ થઈ ચૂક્યો હતો. VII For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ત્યારથી આજ સુધી અને છેલ્લાં ૧૪ વર્ષોમાં રાજદૂત પદેથી સેવાનિવૃત્ત થયા પછી વિશ્વમાં ફેલાયેલા સર્વ સંપ્રદાયી જૈન સમાજ સાથે મારો પરિચય થયો અને કેટલાંય આંતરરાષ્ટ્રીય ધાર્મિક, આધ્યાત્મિક, પર્યાવરણીય અને સાંસ્કૃતિક સંમેલનોમાં મને જૈનદર્શનને વ્યાપક રીતે ૨જૂ ક૨વાનો અવસર મળ્યો. બ્રાઝિલના રિયોડિ જાનેરો શહે૨માં ૧૯૯૨માં આયોજિત સંયુક્ત રાષ્ટ્રસંઘના શિખર પૃથ્વી સંમેલનમાં આચાર્ય સુશીલકુમારજી અને મને વિશેષ અતિથિ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા. ત્યાં જ સમાનાંતર ચાલી રહેલા પ્રથમ સેક્રેડ અર્થ ગેધરિંગ' (Sacred Earth Gathering) અને વિશ્વના આધ્યાત્મિક નેતાઓ અને સંસદ સદસ્યોના સંયુક્ત શિખર સંમેલનમાં જૈનદર્શનની વિસ્તૃત પ્રસ્તુતિ કરવાનો અભૂતપૂર્વ આનંદ પણ પ્રાપ્ત થયો. આ પ્રસંગનું વક્તવ્ય ‘Non-violence, Environment & Peace' પુસ્તક રૂપે પ્રકાશિત થયું છે. ૧૯૯૩માં શિકાગો (અમેરિકા)માં બરાબર એક સો વર્ષ પછી ‘વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ'માં ૭૦૦૦ પ્રતિનિધિઓમાં ૨૫ પ્રતિનિધિ જૈન સમાજના હતા, એમણે પ્રભાવશાળી રીતે જૈન ધર્મનું સમર્થન કર્યું. આ ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આપવામાં આવેલાં બધાં ભાષણોનો સંગ્રહ મારી વિસ્તૃત પ્રસ્તાવના સાથે ‘Global Perspectives of Jainism' પુસ્તક રૂપે પ્રકાશિત થયો. એ જ વર્ષોમાં મને જૈન ધર્મ પર કૅપટાઉન (દક્ષિણ આફ્રિકા), સિંગાપોર, લંડન, શિકાગો, સાનફ્રાન્સિસ્કો, ન્યૂયૉર્ક, બ્રસેલ્સ, ઍન્ટવર્પ, વૉશિંગ્ટનમાં પોતાના વિચારો રજૂ કરવા માટેની તક મળી. ઈ. સ. ૨૦૦૧માં ભારતીય વિદ્યાભવન દ્વારા ન્યૂજર્સી, અમેરિકામાં મુખ્ય સંસ્થાઓના સહયોગી સંપન્ન વિરાટ અહિંસા સંમેલનમાં મારા પુસ્તક ‘Ahimsa – the ultimate winner'નું વિમોચન થયું. સાથે જ મારા દ્વારા રચાયેલા ‘Declaration on Ahimsa’નો સર્વસંમતિથી સ્વીકાર કરીને હજારો હસ્તાક્ષરો સાથે તે સંયુક્ત રાષ્ટ્રસંઘને મોકલવામાં આવ્યું. આ બધી ઘટનાઓને મેં ઉપલબ્ધિ માની નથી, પરંતુ મારી સાધનાની કડી માની છે અને હું નિરંતર ગહન ઊંડાણથી જૈન ધર્મ અને દર્શનના વ્યાપક સ્વરૂપને સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરતો રહું છું. એ જ શૃંખલામાં આ પુસ્તક લખવાની સાહિજક ભાવના અને ઊર્જા અંતરમાં જાગી. VIII For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ મને પ્રસન્નતા છે કે મારા પરમ મિત્ર ડૉ. કુમારપાળ દેસાઈના હાર્દિક સહયોગથી મારું આ પુસ્તક “જૈન ધર્મ : વારસો અને વૈભવ' ગુજરાતી ભાષામાં પ્રકાશિત થઈ રહ્યું છે. મને આશા છે કે ગુજરાતી સમાજમાં મારા પુસ્તકનું સ્વાગત થશે અને વિશ્વના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જૈનદર્શન સંબંધી મારા વિચારો વાચકોને પ્રાપ્ત થશે. હાલમાં જ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી દ્વારા નીકળેલી ઐતિહાસિક અહિંસા-યાત્રા દરમિયાન મને જલગાંવ (મહારાષ્ટ્ર) તથા ઇંદોર અને રતલામ (મધ્યપ્રદેશ) તેમજ ઉદયપુર ચાતુર્માસમાં એમનું અતિપ્રેરક સાન્નિધ્ય મળ્યું. હું કૃતજ્ઞ છું કે આ પુસ્તકને માટે એમના આશીર્વચન સાંપડ્યાં છે. તા. ૨૫-૮-૨૦૦૮ - ડૉ. નરેન્દ્ર જૈન IX For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ લેખક-પરિચય બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા ડૉ. નરેન્દ્ર જૈન મુંબઈ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવીને ઇન્ડિયન ફોરેન સર્વિસ (I.ES.)માં ઉચ્ચ હોદ્દાઓ પર દીર્ઘ સમય સુધી પોતાની સેવા આપતા રહ્યા. ૭૭ વર્ષના ડૉ. નરેન્દ્ર જૈને ચાલીસ વર્ષની યશસ્વી રાજકીય કારકિર્દી દરમિયાન કેટલાંય દેશો અને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO), યૂરોપિયન યુનિયન, નેપાળ, મેક્સિકો અને બેલ્જિયમમાં ભારતના રાજદૂત તરીકે તથા ભારત સ૨કા૨ના વિદેશ મંત્રાલયમાં સચિવપદે કામગીરી બજાવી છે. આર્થિક અને પર્યાવરણ બાબતોના નિષ્ણાત વિશેષજ્ઞ, કવિ, લેખક, કૉલમ લેખક, પ્રભાવક વક્તા તથા જૈન ધર્મ અને સંસ્કૃતિના પ્રકાંડ વિદ્વાન ગણાય છે. મેક્સિકોની વિખ્યાત અકાદમી ઑફ ઇન્ટરનૅશનલ અફેયર્સે ઈ. સ. ૧૯૮૪માં ડૉ. જૈનને ડૉક્ટરેટની માનદ પદવી આપી તેમજ અકાદમીના સ્થાયી સભ્ય તરીકે નિયુક્ત કર્યા. બેલ્જિયમની ફ્રાય યુનિવર્સિટીએ ઈ. સ. ૧૯૮૮માં ડૉ. નરેન્દ્ર જૈનને માનદ પ્રાધ્યાપકની પદવી એનાયત કરી. ઈ. સ. ૧૯૯૩થી ડૉ. નરેન્દ્ર જૈન પાર્લામેન્ટ ઑફ વર્લ્ડ રિલિજિયન્સની આધ્યાત્મિક એસેમ્બ્લીના સભ્યપદે બિરાજે છે. તેઓએ એમનાં વિદ્વત્તાપૂર્ણ, વ્યાપક દૃષ્ટિકોણ અને આધુનિક સંદર્ભયુક્ત વક્તવ્યો દ્વારા આગવી ઓળખ ઊભી કરી છે. એમાંનાં કેટલાંક આંત૨૨ાષ્ટ્રીય સ્તરે આપેલાં મુખ્ય વક્તવ્ય આ પ્રમાણે છે : • અહિંસા અને જૈન ધર્મ પર અતિથિવિશેષ તરીકે ઇંગ્લૅન્ડના લેસ્ટર શહે૨માં યોજવામાં આવેલી પ્રથમ વિશ્વ જૈન કૉંગ્રેસ (ઈ. સ. ૧૯૮૮). • સિંગાપોરમાં યોજાયેલું પ્રથમ એશિયાઈ જૈન સંમેલન (ઈ. સ. ૧૯૮૯). અમેરિકામાં ઈ. સ. ૧૯૯૧, ૨૦૦૦, ૨૦૦૩ અને ૨૦૦૫માં યોજાયેલું ‘જૈના’નું દ્વિવર્ષીય અધિવેશન. • X For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ બ્રાઝિલના ખાસ આમંત્રણથી યોજાયેલું સંયુક્ત રાષ્ટ્રનું પૃથ્વી સંમેલન (ઈ. સ. ૧૯૯૨). ન્યૂયૉર્કમાં સંપન્ન સંયુક્ત રાષ્ટ્રસંઘનું મિલેનિયમ શાંતિશિખર સંમેલન (ઈ. સ. ૨૦૦૦). • લંડનના વિખ્યાત વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં ભગવાન મહાવીરના ૨00મા જન્મકલ્યાણક સંદર્ભમાં આયોજિત સમારોહમાં (ઈ. સ. ૨૦૦૧). • ન્યૂજર્સી (અમેરિકા)માં ભારતીય વિદ્યાભવનના તત્ત્વાવધાનમાં યોજાયેલું અહિંસા વર્ષ સંમેલન (ઈ. સ. ૨૦૦૨). • યુનિવર્સલ પીસ ફેડરેશન કોરિયા, આંતરરાષ્ટ્રીય સંમેલન (૨૦૦૫). • આંતરરાષ્ટ્રીય જૈન સંમેલન નાઇરોબી (૨૦૦૫). તેઓનાં પુસ્તકોમાં ‘ઉન્મુક્ત ગગનમેં' તથા એક અનૂઠા ઉપવન' જેવા હિંદી કાવ્યસંગ્રહોનો સમાવેશ થાય છે. એની પ્રસ્તાવના અનુક્રમે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી નરસિંહ રાવે લખી છે. જૈનદર્શન પર darbai yirls 'Wale of Bliss' (9662), ‘Non-Violence, Environment and Peace' (૧૯૯૩) અને “Ahimsa - The Ultimate Winner(૨૦૦૨ તથા પુનઃ ૨૦૦૪માં પ્રકાશિત) તેમજ હિંદીમાં “વર્તમાન યુગમેં જૈનદર્શન' (૨૦૦૫) વિશેષ ઉલ્લેખનીય છે. ૧૦૫ વર્ષથી કાર્ય કરતી સમગ્ર જૈન સમાજની અગ્રણી સંસ્થા “ભારત જૈન મહામંડળે' વર્ષ ૨૦૦૪ માટે ડૉ. નરેન્દ્ર જૈનને “જૈન ગૌરવથી અલંકૃત કર્યા છે. હાલ તેઓ વર્લ્ડ જૈન કન્ફડરેશનના પ્રમુખપદે બિરાજે છે. નમ્ર, સૌજન્યશીલ અને વિદ્વાન એવા ડૉ. નરેન્દ્ર જૈનના ચિંતનશીલ વ્યક્તિત્વનો પરિચય “જૈન ધર્મ : વારસો અને વૈભવ' પુસ્તકમાંથી મળે છે. તેઓ દ્વારા જૈનદર્શનની અને માનવતાની સેવા અહર્નિશ અવિરતપણે ચાલતી રહેશે, તેવી પૂર્ણ શ્રદ્ધા છે. XI For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૬. on sm x T of iss અનુક્રમ વિભાગ - ૧ : ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જેને ધર્મ અને દર્શન ૧. જૈન ધર્મની પ્રાચીનતા ૨. શ્રમણ સંસ્કૃતિની આધારશીલા ૩. તારક તીર્થકરો ૪. પ્રથમ તીર્થકર ઋષભદેવ ૫. અન્ય તીર્થકર ભગવંતો અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી ૭. શ્રમણ પરંપરા ૮. સંપ્રદાયની પરંપરા વિભાગ - ૨ ઃ વિરાટ સંસ્કૃતિના સ્તંભ ૯. અહિંસા સંસ્કૃતિ ૧૦. અપરિગ્રહ સંસ્કૃતિ ૧૧. અનેકાંત સંસ્કૃતિ ૧૨. પર્યાવરણ સંસ્કૃતિ ૧૩. શાકાહાર સંસ્કૃતિ ૧૪. મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ ૧૫. સત્ય અને સંયમ ૧૩. નમોકાર મંત્રનું મહાભ્ય ૧૭. પર્યુષણ પર્વ વિભાગ - ૩ઃ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ ૧૮. આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ ૧૯. અહિંસાનું પલ્લું કઈ રીતે ભારે બને? ૨૦. મહાવીર વાણીની પ્રાસંગિકતા ૨૧. અહિંસા યાત્રા : એક નવી દષ્ટિ – એક નવી દિશા ૨૨. ઉપસંહાર ૯૯ ૧૧ ૨. ૧ ૨૯ ૧૫૧ ૧૬૩ ૧૭૧ ૧૮૩ ૨૦૩ ૨૦૫ ૨ ૨ ૨ ૨ ૨૩ ૨૩૦ ૨૩૮ XII For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૧ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જૈન ધર્મ અને દર્શન For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ धम्मो मंगलमुक्किट्ठ अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ।। दशवैकालिक सूत्र, १ - १ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ એનાં મુખ્ય અંગ છે. જેનું મન હમેશાં ધર્મમાં લાગેલું રહે છે, તેને તો દેવો પણ નમસ્કાર કરે છે. - દશવૈકાલિકસૂત્ર, ૧-૧ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મની પ્રાચીનતા ભારતીય ઇતિહાસના પ્રારંભકાળમાં જૈન ધર્મનો ઉદ્ભવ થયો. એ તો હવે નિર્વિવાદ છે કે જૈન ધર્મ ભારત અને વિશ્વના પ્રાચીન ધર્મોની અગ્રિમ હરોળમાં છે. યુગયુગાંતરથી ભારતની સભ્યતા અને સંસ્કૃતિની પ્રજ્ઞા-પરંપરામાં જૈન ધર્મ દ્વારા સમર્થન પામેલા અહિંસાના સ્વરૂપ, સમન્વયી અનેકાન્ત દૃષ્ટિ, સંયમ અને અપરિગ્રહ વૃત્તિ તથા આત્મઊર્જા-જાગૃતિના તત્ત્વજ્ઞાનનું બહુમૂલ્ય અને સ્થાયી પ્રદાન રહ્યું છે. જૈનદર્શન નિરંતર ભારતીય વિચારધારાને – હિંસાથી અહિંસા તરફ, વૈમનસ્યથી ક્ષમા તરફ, તૃષ્ણાથી ત્યાગ તરફ, ધૃણાથી પ્રેમ તરફ અને અસહિષ્ણુતાથી સહિષ્ણુતા તરફ – પ્રેરિત કરે છે. ૬ , જૈન ધર્મના પ્રારંભના પ્રવર્તક હતા એના પ્રથમ તીર્થકર ઋષભદેવ. અહંત અવસ્થાની પ્રાપ્તિ બાદ જ તીર્થંકર ધર્મનો ઉપદેશ આપે છે. જોકે અરિહંત દ્વારા પ્રવર્તન થવાથી એને “આહંદુ ધર્મ” એવું નામ મળ્યું. “આહંતુની સાથે સાથે પ્રાચીન નામો છે – “શ્રમણ (સમણ)” અને “નિગણ્ય'. “નિગઠ” શબ્દ “નિગ્રંથ'નું પ્રાકૃત-પાલી ભાષાનું રૂપાંતર છે. વેદોમાં જૈન ધર્મનો For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ઃ વારસો અને વૈભવ “વાત્ય ધર્મ', “પરમહંસ ધર્મ' અને “યતિ ધર્મના નામથી પણ ઉલ્લેખ આવે છે. ત્યારપછી જૈન ધર્મ' નામકરણ “જિનથી થયું, જેનો અર્થ છે જાતને જીતવી. આનો ઉલ્લેખ વેદો પછીનાં હિંદુ શાસ્ત્રો, શ્રીમદ્ ભાગવત, વિષ્ણુપુરાણ, પદ્મપુરાણ વગેરેમાં પણ મળે છે. “શ્રીમદ્ ભાગવતમાં શ્રમણ ધર્મ અને શ્રમણોના મહિમા વિશે કહેવાયું છે કે તે શાંત, નિર્મળ, સંપૂર્ણ પરિગ્રહથી સન્યસ્ત બ્રહ્મ-પદને પ્રાપ્ત કરે છે. “જયતીતિ જિનઃ' અર્થાત્ કર્મો પર વિજય મેળવનાર “જિન” થયા. તીર્થકરો દ્વારા પ્રવર્તિત ધર્મ જૈન ધર્મ” કહેવાયો, ત્યારથી જ જૈન સમાજમાં લોકપ્રિય શિષ્ટાચારના શબ્દ “જય જિનેન્દ્રનો પ્રારંભ થયો. જૈન ધર્મની સ્થાપના વૈદિક કાળ પૂર્વેની છે. જૈન શ્રમણ સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ, મિસર સંસ્કૃતિ, બેબિલોન સંસ્કૃતિ તથા રોમની સંસ્કૃતિ કરતાં ઘણી પ્રાચીન છે. “મનુસ્મૃતિ અનુસાર ઋષભદેવનો જન્મ મનુની પાંચમી પેઢીએ થયો હતો. એ કાળ પ્રથમ સતયુગનું અંતિમ ચરણ હતું અને આજ સુધી ૨૪ સતયુગ વીતી ચૂક્યા છે. એનાથી ઋષભદેવના જન્મની પ્રાચીનતાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. વૈદિક ધર્મમાં સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ – આ ચાર યુગોની કાળપરંપરા છે. આ રીતે જૈન ધર્મના કાળ મુખ્ય બે ભાગોમાં વિભાજિત છે : (૧) ઉત્સર્પિણી કાળ અને (૨) અવસર્પિણી કાળ. “ઋગ્વદ’ અને ‘યજુર્વેદમાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભનાથનો ઘણે સ્થળે ઉલ્લેખ છે જે જૈન ધર્મનું વૈદિક કાળ પૂર્વે અસ્તિત્વ હોવાનું સિદ્ધ કરે છે. ઋગ્વદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ તથા પછીનાં હિંદુ પુરાણોમાં માત્ર સામાન્ય રૂપથી શ્રમણ પરંપરા અને વિશેષ રૂપથી જૈન પરંપરા સાથે જોડાયેલા અહંત, વાત્ય, મુનિ, શ્રમણ વગેરે શબ્દોનો ઉલ્લેખ મળે છે એટલું જ નહીં, પરંતુ અત્ પરંપરાના આરાધ્ય વૃષભનું વંદનીય વર્ણન વારંવાર થયું છે. ઋષભદેવ દ્વારા પ્રારંભાયેલી જૈન શ્રમણ સંસ્કૃતિ તો આજના સંદર્ભમાં ૫,000 વર્ષથી ય વધુ પ્રાચીન છે. કેટલાક વિદ્વાનોની માન્યતા છે કે જૈન ધર્મ લગભગ ૧૦,000 વર્ષ પુરાણો છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મની પ્રાચીનતા પોતાના પુસ્તક ‘ઇન્ડિયન ફિલૉસોફી'માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન લખે છે કે શ્રીમદ્ ભાગવત પુરાણે એ મતને સમર્થન આપ્યું છે કે ઋષભદેવ જૈન ધર્મના સંસ્થાપક હતા. તેઓ વિશેષમાં લખે છે “ઉપલબ્ધ પ્રમાણો દર્શાવે છે કે ઈ.સ. પૂર્વે પ્રથમ શતાબ્દીની પૂર્વે એવા લોકો હતા જેઓ પ્રથમ તીર્થંકર ઋષભદેવના ભક્ત હતા. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી કે વર્ધમાન અથવા પાર્શ્વનાથના ઘણા સમય પહેલાંથી જૈન ધર્મ પ્રચલિત હતો. યજુર્વેદમાં ઋષભનાથ, અજિતનાથ તથા અરિષ્ટનેમિ એ ત્રણ તીર્થંકરોના ઉલ્લેખ આવે છે. ભાગવત પુરાણ પણ એ વિચારનું સમર્થન કરે છે કે ઋષભદેવ જૈન ધર્મના પ્રવર્તક હતા.” (પૃ. ૨૭૮) આમ અનાદિકાળથી ચાલી આવતી જૈન પરંપરામાં ઋષભદેવને ‘આદિનાથ’ પણ કહેવામાં આવે છે. સિંધુ ખીણની સભ્યતાનું વિવરણ આપતાં વિખ્યાત ઇતિહાસકાર ડૉ. રાધાકુમુદ મુખરજી પોતાના પુસ્તક ‘હિંદુ સભ્યતા'માં લખે છે કે એ સમયના સિક્કામાં ધ્યાનસ્થ જૈન મુનિ અંકિત છે જે દ્વિતીય શતાબ્દીના મથુરા મ્યુઝિયમમાં સંગ્રહાયેલી ઋષભદેવની મૂર્તિ જેવા જોવા મળે છે અને મૂર્તિની નીચે બળદનું ચિહ્ન પણ દેખાય છે. મોહેં-જો-દરોના ઉત્ખનન સમયે પણ ‘નિગ્રંથ’ મૂર્તિઓ મળી આવી છે. એવી રીતે હરપ્પામાં પણ થયું. હિંદુ વિશ્વવિદ્યાલય, કાશીના પ્રોફેસર પ્રાણનાથ વિદ્યાલંકાર સિંધુ ખીણમાં મળેલી કાયોત્સર્ગ પ્રતિમાઓને ઋષભદેવની માને છે અને એમનો દાવો છે કે એમણે તો સીલ ક્રમાંક ૪૪૯ ૫૨ ‘જિનેશ' શબ્દ પણ વાંચ્યો છે. શ્રી વિષંભરસહાય પ્રેમીએ પોતાના પુસ્તક ‘હિમાલયમાં ભારતીય સંસ્કૃતિ'માં આ વિચારની પુષ્ટિ કરતાં લખ્યું છે, “શુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિથી એ માનવું જ પડે કે ભારતીય સભ્યતાના નિર્માણના પ્રારંભકાળથી જ જૈનોનું યોગદાન હતું અને જૈન ધર્મ જ્ઞાન અને લલિતકળામાં અગ્રિમ હરોળમાં હતો.” 5 For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ પ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ લખે છે : “આ શોધખોળોથી જૈન પરંપરાને વધુ સમર્થન મળ્યું છે. આ એ વાતનું સ્પષ્ટ અને નિશ્ચિત પ્રમાણ છે કે જૈન ધર્મ પ્રાચીન છે. ઈસવીસનના પ્રારંભમાં પણ ચોવીસ તીર્થંકર પોતપોતાનાં ચિહ્નો સાથે નિશ્ચયપૂર્વક માનવામાં આવતા હતા.” આ સંબંધમાં વિખ્યાત વિચારક અને હિંદીના મહાન કવિ રામધારીસિંહ દિનકર પોતાના પુસ્તક “સંસ્કૃતિના ચાર અધ્યાયમાં લખે છે : “મોહેં-જો-દરોના ખોદકામમાં યોગનાં પ્રમાણ મળે છે અને જૈન માર્ગના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સાથે યોગ અને વૈરાગ્યની પરંપરા વણાઈ ગઈ છે; જે કાળાંતરે શિવની સાથે શક્તિરૂપે સંયોજિત થઈ. આ દૃષ્ટિએ કેટલાય જૈન વિદ્વાનોનું માનવું અતિશયોક્તિવાળું નથી કે ઋષભદેવ વિશે વેદોમાં લખાયેલું હોવા છતાં તે વેદથી પણ પૂર્વે થયેલા છે.” પોતાના પુસ્તક “ભારતીય ધર્મ એવં સંસ્કૃતિમાં ડૉ. બુદ્ધિપ્રકાશે લખ્યું છે ? મહાભારતમાં વિષ્ણુનાં સહસ્ત્ર નામોમાં શ્રેયાંસ, અનંત, ધર્મ, શાંતિ અને સંભવ નામ આવે છે અને શિવનાં નામોમાં ઋષભ, અજિત, અનંત અને ધર્મ મળે છે. વિષ્ણુ અને શિવ બંનમાં એક નામ “સુવ્રત' આપવામાં આવ્યું છે. આ બધાં નામો તીર્થકરોનાં છે. લાગે છે કે મહાભારતના સમન્વયપૂર્ણ વાતાવરણના સમયમાં તીર્થકરોને વિષ્ણુ અને શિવના રૂપમાં સાબિત કરીને ધાર્મિક એકતા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે. આનાથી તીર્થકરોની પરંપરા પ્રાચીન હોવાનું સિદ્ધ થાય છે.” મેજર જનરલ ફ્લેમિંગ પોતાના પુસ્તક “ધર્મો કા તુલનાત્મક ઇતિહાસમાં લખે છે : જ્યારે આર્ય લોકો ભારત આવ્યા ત્યારે એમણે જૈન ધર્મનો વ્યાપક પ્રભાવ જોયો.” ઓરિસાની પ્રસિદ્ધ ખંડગિરિ અને ઉદયગિરિની હાથી-ગુફાઓમાં ૨૧૦૦ છે For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મની પ્રાચીનતા વર્ષ પ્રાચીન શિલાલેખો મળી આવ્યા છે. જેમાં એવો ઉલ્લેખ છે કે મગધનો રાજા નંદ ઈ. સ. પૂર્વે ૪૨૩માં કલિંગમાં જીત મેળવી ઋષભદેવની મૂર્તિ ઉઠાવી ગયો હતો. તે પ્રતિમા ખારવેલે મગધ પર ચડાઈ કરીને પાછી મેળવી હતી. ખારવેલના શિલાલેખના અવશેષોથી એ પણ જણાય છે કે ઉદયગિરિમાં પ્રાચીન અરિહંત મંદિર હતું. પંડિત બાલગંગાધર તિલકે કહ્યું : “ગ્રંથો તથા સામાજિક અભ્યાસ વડે જાણી શકાય છે કે જૈન ધર્મ અનાદિ છે. આ વિષય નિર્વિવાદ તથા મતભેદ રહિત છે. આ વિષયની ઇતિહાસમાં દૃઢ સાબિતીઓ છે. બૌદ્ધ ધર્મ પાછળથી થયો અને બૌદ્ધ ધર્મનાં તત્ત્વોમાં જૈન ધર્મનાં તત્ત્વોનું અનુકરણ છે.” પોતાના પુસ્તક “જૈન ધર્મ ઔર દર્શનમાં મુનિ શ્રી પ્રમાણસાગરજી મહારાજે ઋગ્વદમાં કેશીની સ્તુતિને ઋષભદેવ સાથે જોડી છે, કારણ કે એમના જટાધારી હોવાનો ઉલ્લેખ પદ્મપુરાણ અને હરિવંશ પુરાણ વગેરેમાં તો છે જ, પણ એની સાથે સાથે કેટલીય પ્રાચીન પ્રતિમાઓમાં એમને જટાધારી દર્શાવવામાં આવ્યા પણ છે. ટ્વેદમાં “કેશીના ગુણોનો ઉલ્લેખ ઋષભદેવના અરિહંત પદ સાથે મેળ ખાય છે. કેશી અગ્નિ, જલ, સ્વર્ગ અને પૃથ્વીને ધારણ કરે છે. કેશી સમસ્ત વિશ્વનાં તત્ત્વોનું દર્શન કરાવે છે. એની જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાનરૂપ છે. આ સંબંધમાં પં. નીલકંઠ શાસ્ત્રીએ સ્વરચિત ગ્રંથ “ઉડીસા મેં જૈન ધર્મમાં જૈન ધર્મને પ્રાચીન ગણાવી દ્રવિડોને જૈનો સાથે જોડ્યા છે. તેઓ લખે છે : “જૈન ધર્મ સંસારનો મૌલિક અધ્યાત્મ ધર્મ છે. આ દેશમાં વૈદિક ધર્મ આવ્યો તે પહેલાંના ઘણા સમયથી અહીં જૈન ધર્મ પ્રચલિત હતો. સંભવ છે કે પ્રાન્વેદિક કાળમાં કદાચ દ્રવિડોમાં આ ધર્મ હતો.” અહીં એ પણ ઉલ્લેખનીય છે કે સિંધુ ખીણના લોકોની ભાષા પ્રાકૃત હતી, જે જનસામાન્યની ભાષા હતી. જેનો અને હિંદુઓમાં ભાષાનો મોટો તફાવત છે. જેનોના બધા પ્રાચીન ગ્રંથો પ્રાકૃતમાં છે, મુખ્યત્વે અર્ધમાગધીમાં; જ્યારે હિંદુઓના For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ઃ વારસો અને વૈભવ બધા ગ્રંથો સંસ્કૃતમાં છે. પ્રાકૃત ભાષાના પ્રયોગથી એવું લાગે છે કે જૈનો પ્રાર્વેદિક છે અને સિંધુ ખીણની સભ્યતા સાથે એમનો સંબંધ હતો. સિંધુ ખીણની સભ્યતાનાં કેટલાંય પ્રમાણો જૈન સંસ્કૃતિ સાથે સામ્ય ધરાવે છે. આ રીતે પુરાતત્ત્વીય, ઐતિહાસિક અને સાહિત્યિક ઉપલબ્ધ સામગ્રીથી સ્પષ્ટ થાય છે કે જૈન ધર્મ અનાદિ કાળથી એક સ્વતંત્ર અને મૌલિક દર્શનપરંપરાના રૂપમાં વિકસિત થયો છે અને જૈન ધર્મ વૈદિક ધર્મ વિરુદ્ધ કોઈ વિદ્રોહ છે અથવા બૌદ્ધ ધર્મનો સમકાલીન રહ્યો છે એ ભ્રામક અને નિરાધાર વાત છે. આ માત્ર જૈનોનો જ અભિપ્રાય નથી. કેટલાય હિંદુઓ તથા પાશ્ચાત્ય જૈનેતર વિદ્વાનો પણ ઘણી શોધો અને સમીક્ષા પછી આ નિર્ણય પર પહોંચ્યા છે. જૈન ધર્મ અને દર્શનમાં કેવળ આધ્યાત્મિક ઊંડાણ જ નથી પરંતુ સાથે તેનું પર્યાવરણીય પાસું અને નૈતિક જીવનકળાનો પક્ષ તેને આધુનિક યુગમાં માનવતાના સહિયારા વારસા(Common heritage of humanity)નું અભિન્ન અંગ બનાવે છે. જેથી જૈન ધર્મ અને દર્શન આજના યુગમાં વૈશ્વિક સ્તરે ઐતિહાસિક ભૂમિકા અદા કરી શકે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિની આધારશિલા જૈન ધર્મ શ્રમણ સંસ્કૃતિની આધારશિલા છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રમણ સંસ્કૃતિનું અગ્રિમ સ્થાન રહ્યું છે. જે સંયમપૂર્વક શ્રમ કરે તેને શ્રમણ કહે છે. આ પરંપરાની પ્રાચીનતા ઋગ્વદમાં આવતા શ્રમણ શબ્દના પ્રયોગથી સિદ્ધ થાય છે. શ્રમણ સંસ્કૃતિમાં દર્શન, સિદ્ધાંત, તેના પ્રવર્તક તીર્થકરો તથા એમની પરંપરા મહત્ત્વના સાંસ્કૃતિક ઘટકો છે. શ્રમણ સંસ્કૃતિના વિકાસમાં આ ચોવીસ તીર્થંકરો પ્રેરક રહ્યા છે. દરેક તીર્થકરે પોતાના સમયે ચતુર્વિધ તીર્થની સ્થાપના કરી : સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા. તેઓ તીર્થંકર કહેવાયા કારણ કે “તીર્થમ્ રોતીતિ તીર્ચર' - તેઓ સ્વયં માત્ર અરિહંત બન્યા એટલું જ નહીં, એમણે સમાજને માટે પણ પ્રેરણામય “ધર્મ તીર્થ સ્થાપિત કર્યું, જે સર્વાગીણ સર્વોદયનું સોપાન હતું. મુનિ-સંઘ પરંપરાના પાછળના આચાર્યોએ બે તીર્થકરો વચ્ચેના લાંબા સમયગાળા દરમિયાન શ્રમણ સંસ્કૃતિને સુવ્યવસ્થિત અને સુગઠિત રાખી. એમની નિષ્ઠા, વિદ્વત્તા, ત્યાગ, તપસ્યા અને સાધનાએ શ્રાવક સમાજ સમક્ષ આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું કે કઈ રીતે પોતાનાં જ્ઞાન, સંયમ, સંકલ્પ, મનોબળ, સતત પ્રયત્ન અને કઠોર સાધનાથી માનવ આત્મકલ્યાણનો રસ્તો For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ પ્રાપ્ત કરી શકે. કેમ સ્વેચ્છા અને ઉમંગથી કરવામાં આવતા અપરિગ્રહ, અનેકાન્ત દૃષ્ટિ, અહિંસક વિચાર-વ્યવહાર અને વધતી વિરક્તિની ભાવના જીવનમાં ધર્મજાનત ઉત્કૃષ્ટ મંગળ લાવી શકે ? શ્રમણત્વ ધારણ કરીને કોઈ જન્મતું નથી. સાધુ “જન્મથી સાધુ નથી હોતા. તે તો સાધનાપથ પર જઈને “કર્મણા' બની જાય છે. સતત સાધનાથી જ મનુષ્ય આ આધ્યાત્મિક ઊંચાઈ પર પહોંચે છે. શ્રમણ સંસ્કૃતિમાં શ્રમણ આત્મગુણોના વિકાસથી માર્ગદર્શક બને છે; તેમણે અંદરથી અને બહારથી અતિશય મૃદુ, સર્વજનહિતૈષી, આત્મકલ્યાણમાં લીન, સમભાવથી સંપન્ન અને ઉચ્ચતમ માનવીય આદર્શોની મૂર્તિરૂપે ઘડાવું પડે છે. ધર્મગુરુના સ્વરૂપે તેઓ જનમાનસને પોતાના અનુભવો બતાવીને આત્મઉદ્ધારનો રસ્તો બતાવે છે. એ સ્પષ્ટ છે કે વધતા ભૌતિકવાદી વાતાવરણમાં પોતાની આચારસંહિતા વીતરાગી સ્વ-અનુશાસન તથા શ્રમણસંઘના પૂર્ણ સંયમ અને અનુશાસનની મર્યાદામાં રહીને સર્વાશે નિભાવવી મુશ્કેલ હોવા છતાં એ ખૂબ જરૂરી છે. એમણે જનમાનસને માત્ર ભક્તિમાર્ગમાં જ નથી લઈ જવાનું, પરંતુ એટલું જ જ્ઞાનમાર્ગમાં પણ લઈ જવાનું છે. આજના યુગમાં શ્રમણ સંસ્કૃતિનું મહત્ત્વ ઘણું વધી ગયું છે, કારણ કે સમાજમાં ત્યાગ અને સંસ્કારોને દઢ કરવાની ખાસ જરૂરત છે. તાત્પર્ય એ છે કે શ્રમણ વર્ગે પોતાના આધ્યાત્મિક વિકાસ તરફ ધ્યાન રાખવું જોઈએ, સાથે એમના ઉદાહરણરૂપ જીવનનો સમ્યફ અને હકારાત્મક પ્રભાવ જનમાનસ પર પડવો પણ જરૂરી છે. સ્વઆત્માની મોક્ષપ્રાપ્તિની સાથે સાથે એમની સામાજિક જવાબદારી પણ વધી છે, તેથી સમાજને ભૌતિકવાદના સકંજામાંથી બચાવીને માનવતા તરફ લઈ જઈ શકાય. જૈન ધર્મ મૂળથી જ આત્મવાદી રહ્યો છે અને એનું સમગ્ર ચિંતન આત્માને કેન્દ્રમાં રાખે છે. શ્રમણ સંસ્કૃતિની મુખ્ય વાત એ છે કે આપણું ધર્મચક્ર આપણા પોતાના આચરણના પથ પર ચલાવવાનું છે અને તેથી પુરુષાર્થ વડે પોતાના જીવનનો ઉદ્ધાર કરવાનો છે. દરેક મનુષ્યનું પોતાનું ધરાતલ હોય છે. જો કંઈ ઉગાડવું હોય તો એના પર જ ઉગાડવું પડશે. શ્રમણ સંસ્કૃતિ આ દર્શાવે છે અને શિખવાડે છે કે ભૌતિકતાની ભીડમાંથી બહાર આવીને મનુષ્ય સ્વધર્મનું પાલન For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિની આધારશિલા કરવું જોઈએ. ત્યારે એને જીવનનું રહસ્ય સમજાશે. પોતાની નિર્બળતાઓ તથા કષાયો સામેનું યુદ્ધ આદરવું અને તેના પર વિજય મેળવવો એ તેનો સ્વધર્મ છે. જૈન ધર્મમાં પરમાત્મા બનવાનો અધિકાર, પાત્રતા અને શક્તિ બધા જ જીવાત્માઓને પ્રાપ્ત છે. જૈન ધર્મની આત્મવિદ્યા આત્મા અને અનાત્માના પારસ્પરિક સંબંધો અને એના પૃથક્કરણની વૈજ્ઞાનિક પ્રક્રિયાનાં સૂક્ષ્મ રહસ્યો પર પ્રકાશ નાખે છે. વિશ્વ છ દ્રવ્યોથી બનેલું છે : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. જીવ ચેતન છે અને બાકીનાં દ્રવ્યો અચેતન. પરમાણુઓના સંયોગવિયોગથી આ ભૌતિક જગતની રચના થઈ છે. જીવ અને પુગલના સંપર્કથી પેદા થયેલું કર્મબંધન જીવસૃષ્ટિની વિવિધતા લાવે છે અને આત્મા મોક્ષ ન પામે ત્યાં સુધી જન્મ-મરણની અગણિત યોનિઓના ભવચક્રમાં નાખી દે છે. જ્યારે આત્મા કર્મબંધનથી સ્વતંત્ર થઈ જાય છે, ત્યારે તે જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ પામીને સર્વજ્ઞ-સર્વદર્શી બની જાય છે. માયાની મૃગતૃષ્ણામાં મનુષ્ય ભટકી જાય છે. ઇચ્છાઓની સ્નિગ્ધ અને ચળકતી જાળમાં ફસાઈ જાય છે. આત્મબોધથી જ આપણે સ્વયંના સત્ય સ્વરૂપને ઓળખીશું અને ભૌતિક જીવનની વેદનામાંથી મુક્ત થઈ જઈશું. શ્રમણ સંસ્કૃતિ એક એવી જીવંત આધ્યાત્મિક વિચારધારા છે, જેમાં જીવનનાં નીતિનિર્માણ અને સ્વબળે આત્મોદ્ધાર માટેની સજ્જતા હંમેશાં રહી છે. શ્રમણ સંસ્કૃતિ એક એવો અનુપમ બાગ છે, જેમાં ભક્તિયોગની ભવ્યતા, જ્ઞાનયોગની ગરિમા, કર્મયોગની સાધના, અધ્યાત્મયોગનો પ્રકાશ, તત્ત્વજ્ઞાનની ગહનતા અને ગુણોની દિવ્યતા છે. ભલે ને જૈન ધર્માવલંબી બહુ ઓછા હોય (આજે આખા જગતમાં આશરે દોઢ કરોડથી વધુ સંખ્યા નથી), પરંતુ જૈન સિદ્ધાંતોએ સમગ્ર ભારતીય સમાજને વિભિન્ન કાળ અને બદલાતી પરિસ્થિતિમાં હિંસા અને શોષણના માર્ગથી વિમુખ કરીને પરસ્પર અભય અને શાંતિમય સહઅસ્તિત્વની તરફ દોર્યા છે અને મનુષ્યને અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓની સંકડામણથી ઉગાર્યો છે. પ્રાગુવૈદિક કાળમાં શ્રમણ સંસ્કૃતિ અને શૈવ સંસ્કૃતિ તથા વૈદિકકાળમાં શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ સમાંતર ચાલી છે અને પરસ્પરની પૂરક બની 11 For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ છે. પ્રકાંડ વિદ્વાન ડૉ. લક્ષ્મીમલ્લ સિંઘવી લખે છે કે બંને પરંપરાઓમાં ચાલતા તાત્વિક આદાનપ્રદાન અને ખુલ્લા સમાવેશક સંપર્કથી સમાનતાઓ અને મતભેદો સ્પષ્ટ થતાં ગયાં છે. જૈન શ્રમણ સંસ્કૃતિની કઠોર સાધના અને કઠિન તપસ્યા અને શ્રમણ સંગઠનના અનુશાસને ઉપનિષદકાળના દાર્શનિક અને આધ્યાત્મિક સંવાદોને મૂલ્યવાન દિગ્દર્શન આપ્યું. નિવૃત્તિ, ત્રિગુપ્તિ, પ્રવ્રજ્યા, સંસ્મારક અને સંલ્લેખનાઓની પ્રક્રિયા અને સિદ્ધાંતો તથા કર્મબંધનથી છુટકારો મેળવવાના ઉપાયોએ હિંદુ ધર્મ ઉપર ઘણો પ્રભાવ પાડ્યો. દ્રવિડ સંસ્કૃતિ પછી વ્રતસાધના શ્રમણ કહેવાઈ અને વૈદિક પરંપરાને સજીવન કરનારી કહેવાઈ. બ્રાહ્મણ ભારતીય સંસ્કૃતિ, શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિનું સમન્વિત રૂપ છે. વૈદિક સંસ્કૃતિમાં બાહ્ય શુચિતા, સંપન્નતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જ્યારે શ્રમણ સંસ્કૃતિનું લક્ષ્ય અંતરંગ પવિત્રતા, વિકારભાવોનું શમન, આત્મલીનતા અને આત્મગુણોનો વિકાસ છે. એક સારગર્ભિત ટિપ્પણીમાં સ્થાનકવાસી જૈન શ્વેતાંબર તૃતીય પટ્ટધર આચાર્ય શ્રી દેવેન્દ્ર મુનિએ લખ્યું છે : “વૈદિક સંસ્કૃતિનું મૂળ પ્રકૃતિ છે તો શ્રમણ સંસ્કૃતિનું મૂળ સ્વાત્મા છે. એક બાહ્ય અને બીજું આંતર. પ્રકૃતિનાં વિવિધ પાસાંઓ, ઘટનાઓને નિહાળીને સમયે સમયે ઋષિઓએ જે કલ્પનાઓ કરી, એમાં બ્રહ્મનું સ્વરૂપ વ્યક્ત થયું છે, પરંતુ શ્રમણ સંસ્કૃતિ આત્મ-ચેતનાની તરફ વધુ ઝૂકી છે. એનો સ્પષ્ટ મત છે કે દરેક પ્રાણીમાં એક ચિન્મય જ્યોતિ છુપાયેલી છે. પછી તે કીડી હોય, કુંજર હોય, પશુ હોય કે માનવ કે પછી નરકનો જીવ હોય કે સ્વર્ગના અધીશ્વર દેવરાજ ઇન્દ્ર હોય. બધામાં એ અખંડ જ્યોતિ એકસરખી ઝગમગે છે. કોઈએ એ જ્યોતિનો વિકાસ કર્યો છે તો કોઈમાં એ જ્યોતિ રાખથી ભારેલા અગ્નિ જેમ સુપ્ત છે. વૈદિક સંસ્કૃતિમાં પરતંત્રતા, ઈશ્વરાલંબન અને ક્રિયાકાંડનું મહત્ત્વ છે તો શ્રમણ સંસ્કૃતિમાં સ્વાતંત્ર્ય, સ્વાવલંબન અને વિશુદ્ધ આત્માની સર્વોચ્ચ શક્તિનો સંકલ્પ રહ્યો છે. શ્રમણ સંસ્કૃતિની માન્યતા છે કે તથાકથિત ઈશ્વર તારણહાર નથી કે સૃષ્ટિના કર્તા-ધર્તા અને સંહર્તા નથી. દરેક પ્રાણી પોતાનાં સત્કાર્યો, શ્રમ અને સાધનાથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.” 12 For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિની આધારશિલા જૈન ધર્મએ હંમેશાં સમન્વયાત્મક અને હકારાત્મક દૃષ્ટિકોણ રાખ્યો. ઋષભદેવના સમયથી જૈન શ્રમણ સંઘોએ જનમાનસ સમક્ષ વધતાં જતાં કર્મકાંડો, માંસાહાર, પશુબલિ અને અસહિષ્ણુતાથી દૂર રહેવા માટે પોતાની અતિ સંયમશીલ અનુશાસિત અને વીતરાગી જીવનપ્રક્રિયાનું ઉદાહરણ રજૂ કર્યું. સદીઓ સુધી શ્રમણ સંસ્કૃતિ અંતર્ગત મુનિની પટ્ટપરંપરામાં એ રીતે મૌખિક રૂપે તીર્થંકર પ્રરૂપિત તત્ત્વજ્ઞાનનું સંરક્ષણ અને પ્રસાર ચાલતાં રહ્યાં, જેને દ્વાદશાંગ શ્રુત કહેવામાં આવે છે. અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે પોતાના ચતુર્વિધ સંઘને સક્ષમ, સમર્પિત, સંતુલિત તથા અનુશાસિત કરવા ઉપરાંત ખૂબ સક્રિય અને ગતિશીલ પણ બનાવ્યો. આથી ભગવાન મહાવીરનો યુગ શ્રમણ સંસ્કૃતિનો ક્રાંતિકારી સુવર્ણયુગ ગણાય છે. ભગવાન મહાવીરના શ્રમણ સંઘમાં વિભિન્ન વર્ગોના પ્રતિષ્ઠિત અને પ્રકાંડ વિદ્વાનો એમની કેવળજ્ઞાનની આભાથી પ્રભાવિત થઈને જોડાયા. આમાં અગિયાર ગણધરો પ્રકાંડ વેદશાસ્ત્રજ્ઞાતા બ્રાહ્મણો હતા. એના મુખ્ય ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમે ભગવાન મહાવીરના દિવ્ય ધ્વનિને વિધિવત્ તાર્કિક અને આસ્થાપ્રેરિત મૌખિક પાઠ પરંપરામાં સુરક્ષિત કર્યો અને જનમાનસમાં પ્રસાર કર્યો. એમણે પોતાના સાથીઓના સહયોગથી બાર અંગોની મૌખિક રચના કરી અને જૈન ધર્મના વિસ્તૃત તત્ત્વજ્ઞાનને અંતત: પ્રાકૃત અને અર્ધમાગધી ભાષાનાં શાસ્ત્રોનો આકાર આપ્યો. આપણે હવે પછી જોઈશું કે ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૯૮૦ વર્ષે જૈન આગમો અને શાસ્ત્રોને લેખિત રૂપ મળ્યું. દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયોએ પોતપોતાની પરંપરા અનુસાર આગમ વાંચનાઓ કરી. જૈન આગમો અને શાસ્ત્રો દર્શન, નીતિ, ધર્મ, તર્ક, વિજ્ઞાન, જ્યોતિષ, ગણિત, ભૂગોળ, અંતરિક્ષ જ્ઞાન, પર્યાવરણ, પ્રાણીશાસ્ત્ર વગેરે અનેકવિધ વિષયોનો ભંડાર છે. 13 For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩ તારક તીર્થંકરો જૈન ધર્મની અજોડ વિશેષતા છે, એની તીર્થંકર પરંપરા. જૈન પરંપરાના ચોવીસે તીર્થંકરોને જ્ઞાન, શક્તિ, ગુણ અને રૂપમાં મનુષ્યોમાં સર્વોત્કૃષ્ટ માનવામાં આવ્યા છે. ડૉ. નેમિચંદ જૈને લખ્યું છે કે વાસ્તવમાં તીર્થંકર પરંપરા સત્યની શોધની એક વૈજ્ઞાનિક પરંપરા છે. જે રીતે સત્યની શોધમાં કાળના પ્રવાહમાં એક વૈજ્ઞાનિક બીજા વૈજ્ઞાનિકના હાથમાં પોતાના સંશોધન અને સાધનનાં સંપૂર્ણ સૂત્રો સોંપી દે છે, એવી જ રીતે ઋષભદેવ ભગવાનથી મહાવીર સ્વામી સુધી બન્યું છે. આ રીતે જૈન સિદ્ધાંત મૂળમાં અચળ રહીને પણ યુગને અનુરૂપ રહ્યો. ગહન સાધનાથી ઉપાર્જિત શુદ્ધ ચેતના અને સંકલ્પથી તીર્થંકરોએ પ્રભાવહીન થઈ ૨હેલા ધર્મતીર્થનો ભવ્ય પુનરુદ્ધાર કર્યો અને તેથી તેઓ તીર્થંકર કહેવાયા. તીર્થંકરો સ્વર્ગથી અવતરિત થતા નથી. એ તો માનવ જેવા માનવ હોય છે જે સર્વપ્રથમ પોતે ધર્મ પંથે ચાલીને મહામાનવ બની પોતાના નિર્વાણ પહેલાં માનવીને સુખ અને શાંતિનો રસ્તો બતાવે છે. એમની વાણી પહેલાં એમની કરણી હંમેશાં વાણીમાં બળનો સંચાર કરે છે. 14 For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ તારક તીર્થકરો પાંચ હજાર વર્ષોથી પણ વધુ સમયથી ભગવાન ઋષભદેવથી પ્રારંભ કરીને ભગવાન મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થકરોએ ઇતિહાસના વિભિન્ન સમય ખંડમાં અને સમાજની બદલાતી પરિસ્થિતિઓમાં જૈનદર્શન અને ધર્મને અખંડ રાખી એના સિદ્ધાંતો વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વાણી અને વિચાર વડે પ્રચાર અને પ્રસાર કર્યો અને એની સાર્થકતા દર્શાવી. જૈન વિદ્વાન પં. બલભદ્રજીએ કહ્યું છે : “બધા તીર્થકરો સમાન રૂપથી પૂજ્ય છે, પરંતુ એમાં ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરનું જીવનચરિત્ર અદ્ભુત છે. તીર્થકરોનાં અલૌકિક વ્યક્તિત્વે પોતાના યુગમાં સંપૂર્ણ લોકમાનસને બદલીને એક નવી દિશા ચીંધવામાં નિર્ણાયક ભાગ ભજવ્યો. તીર્થકરોએ દર્શાવ્યું કે જીવન બહાર નહીં, આપણી અંદર છે. બાહ્યભાવો કે મિથ્યાત્વરૂપી પડછાયાથી મુક્ત થઈને ભીતરમાં જઈ આત્મતત્ત્વની ખોજ કરો અને તેમાં લીન થઈ જાવ. દરેક યુગમાં જૈન ધર્મના સંપૂર્ણ અને વ્યાપક અહિંસાના સંદેશે સંસ્કૃતિને નવી પ્રેરણા આપી છે અને ભારતીય સમાજમાં નૈતિકતાના સંસ્કારોનું પોષણ અને સંવર્ધન કર્યું છે; એમ બેલાશક કહી શકાય. તીર્થકરોએ જૈન ધર્મની પ્રસ્તુતિ મોક્ષ-માર્ગની પ્રાપ્તિ માટે શ્રુત અને ચારિત્રના માર્ગ રૂપે કરી. માટે નૈતિક જીવનશૈલીનું પાલન પણ આવશ્યક દર્શાવ્યું. આ જીવનશૈલીમાં સંપૂર્ણ જીવજગત અને પ્રકૃતિનાં તત્ત્વો પ્રત્યે સંવેદના અને શાંતિમય સહઅસ્તિત્વની ભાવનાનું ઊંડાણ જોવા મળે છે. નિશ્ચય અને વ્યવહારધર્મ બંનેની અંતરંગ કરીને સમજાવતા આચાર્ય શાંતિસાગર મહારાજસાહેબે કહ્યું છે : “જેવી રીતે ફૂલમાંથી ફળ ઉત્પન્ન થાય છે, એવી રીતે વ્યવહારધર્મમાંથી નિશ્ચયધર્મ ઉત્પન્ન થાય છે. જે વ્યવહારધર્મમાંથી નિશ્ચયધર્મ ઉત્પન્ન નથી થતો એ વ્યવહારધર્મ અધૂરો છે.” જૈન ધર્માવલંબીઓમાં અતિપ્રિય “મેરી ભાવના' (લે. ૫. જુગલકિશોરજી)ના પ્રથમ છંદમાં તીર્થકરોનો સારગર્ભિત મહિમા કહેવામાં આવ્યો છે : 15 For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ જેને ધર્મઃ વારસો અને વૈભવ "जिसने राग द्वेष आदिक जीते सब जगत जान लिया, सब जीवों का मोक्ष मार्ग का निस्पृह हो उपदेश दिया । યુદ્ધ, વીર, બિન, હરિહર, વ્ર યા ૩ો સ્વાધીન , મમિવ છે પ્રેરિત હો યદ વિત્ત ૩સીમેં તીન રહો !” શ્રી ચોવીસી પૂજનમાં પણ તીર્થકરો પ્રત્યે પ્રફુલ્લિત અંત:કરણથી દરરોજ પૂજામાં જૈન ભક્ત ગાય છે : “ચોવીસ નિનન્દા, મનંદ્ર વંા, પાપ-નિન્તી, સુબ્રેરી | जिन पद-युग-चंदा, उदय अमंदा, વાસવ - વંા, હિતારી !” સર્વવ્યાપી અહિંસા ધર્મના પ્રવર્તક ચોવીસ તીર્થંકરો રાજવંશી ક્ષત્રિય હતા. આમાંથી ધર્મનાથ અને કુંથુનાથ કુરુવંશના, સુવ્રતનાથ હરિવંશના અને બાકીના ૨૧ તીર્થકરો ઇક્વાકુવંશના હતા. બધા તીર્થકર સમૃદ્ધ વૈભવસંપન્ન રાજ પરિવારમાં જન્મ્યા, ઊછર્યા અને મોટા થયા તેમજ નિરંતર રાજવૈભવ અને ભૌતિક સુખ-સુવિધાઓથી ઘેરાયેલા રહ્યા. પોતાનું રાજવી તરીકેનું કર્તવ્ય પણ યોગ્ય રીતે બજાવ્યું, પરંતુ જ્યારે ઘટનાચક્રે એમના હૃદયમાં સંસાર અસાર હોવાની યથાર્થતા પ્રગટ કરી તો તેઓ અદમ્ય સાહસ, સંકલ્પ અને આસ્થાથી, માયાજાળથી મુક્ત થવા અને જીવનના રહસ્યને શોધવા અપરિગ્રહી બની, વીતરાગતાના સાધનાપંથે ચાલી નીકળ્યા. કઠોર તપસ્યા, દીર્ઘકાલીન ધ્યાન, આત્મચિંતન, વિચારમંથન, ઇન્દ્રિયદમન, મોહ, માયા, લોભ, અહંકાર અને અસત્યના ત્યાગ તથા વ્રત અને તપસ્યાએ એમના આત્માના સઘળા કષાયો ધોઈને એમને નિર્મળ, વિમલ, વીતરાગ બનાવી દીધા અને અંતે તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. જે વર્ષો સુધી સાંસારિક જીવનમાં ઉચ્ચ કોટિના કર્મવીર અને જનનાયક રહ્યા હતા, એમની ધર્મવીર અને આધ્યાત્મિક પથ-પ્રદર્શકના રૂપમાં પરિણતિ થઈ. તેમની આ સિદ્ધિએ સમાજ અને વ્યાપક જનમાનસ માટે પ્રેરક દષ્ટાંત પૂરું પાડ્યું. સંસારમાં રહીને કઈ રીતે સંયત, નિયંત્રિત, સંતુલિત, વિવેકપૂર્ણ જીવનમાં આત્મોદ્ધારનો રસ્તો ખૂલી શકે છે, આ સંદર્ભમાં શ્રી કુંદકુંદાચાર્યએ લખ્યું છે : 16. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ તારક તીર્થકરો “જો દુ:ખોથી પરિમુક્ત થવાની ઇચ્છા હોય તો, પૂર્વોક્ત પ્રકારથી જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની પ્રથમ ત્રણ ગાથાઓ અનુસાર વારંવાર સિદ્ધોને, જિનવર વૃષભોને તથા શ્રમણોને પ્રણામ કરીને શ્રમણ્યને અંગીકાર કરો.” (પ્રવચનસાર : ગાથા ૨૦) - દરેક તીર્થકરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પણ દેશભરમાં વર્ષો સુધી અગણિત કષ્ટ અને મુશ્કેલીઓ સહીને પગપાળા ભ્રમણ કર્યું અને પ્રવચનોમાં દરરોજ ત્યાગમયી જીવનશૈલીથી પ્રેમ, કરુણા, ત્યાગ, સહિષ્ણુતા, આત્મનિયંત્રણ અને અહિંસાનો પ્રચાર કર્યો અને સમાજમાં પ્રચલિત મિથ્યાત્વપૂર્ણ વિકૃતિઓનું નિરસન જૈન ધર્માવલંબીઓ તીર્થકરોના જીવનની પાંચ મુખ્ય ઘટનાઓને માનવકલ્યાણનો સ્ત્રોત માનીને એમના અવન-કલ્યાણક, જન્મ-કલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવળજ્ઞાન-કલ્યાણક તથા નિર્વાણ-કલ્યાણકને ઊંડી શ્રદ્ધાથી મનાવે છે. શાસ્ત્રોમાં પણ આ કલ્યાણકોનું વિસ્તૃત અને રોચક વિવરણ મળે છે. હાલમાં જ ભગવાન મહાવીરના ૨૬00મા જન્મ-કલ્યાણકને સમગ્ર વિશ્વમાં ખૂબ આદર આપવામાં આવ્યો. એવી માન્યતા છે કે દરેક તીર્થકરોની માતાને ગર્ભ રહે ત્યારે ૧૯ સ્વપ્ન (દિગંબર પરંપરા) અથવા ૧૪ સ્વપ્ન (શ્વેતાંબર પરંપરા) આવે છે. “કલ્પસૂત્ર' અનુસાર ઋષભદેવની માતાએ પહેલા સ્વપ્નમાં ઋષભ જોયો. મહાવીર તથા બાકી ૨૨ તીર્થકરોની માતાઓએ પહેલા સ્વપ્નમાં હાથી જોયો. આ સ્વપ્નો એક મહાન આત્માના શુભાગમનનું પ્રતીક માનવામાં આવે છે. સ્વપ્નોના ક્રમ આ પ્રમાણે છે: (૧) સફેદ હાથી (૨) સફેદ વૃષભ (૩) સફેદ સિંહ (૪) કમળના સિંહાસન પર બિરાજેલાં લક્ષ્મી (૫) બે સુગંધિત માળા (૯) પૂનમનો ચંદ્ર (૭) સૂર્ય (૮) બે સુવર્ણ કળશ (૯) બે માછલીઓ (દિગંબર પરંપરા), ધ્વજ (શ્વેતાંબર પરંપરા) (૧૦) પદ્મ સરોવર, (૧૧) ક્ષીરસમુદ્ર (૧૨) રત્નજડિત સિંહાસન (ફક્ત દિગંબર પરંપરા) (૧૩) દેવ વિમાન (૧૪) ફણા ફેલાવેલો સાપ (માત્ર દિગંબર પરંપરા) (૧૫) રત્નરાશિનો ઢગ (૧૭) નિધૂમ અગ્નિ. 17 For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ આ સ્વપ્નો પ્રતિભાસંપન્ન પુત્રનો જન્મ થશે તેનું પ્રતીક છે. હાથી જેવા બળવાન, વૃષભની જેમ કર્મઠ, સિંહ જેવા પ્રતાપી, અનંત લક્ષ્મીના ધારક, ફૂલો જેવા કોમળ, ચંદ્ર જેવા શીતળ, સૂર્યની જેમ અંધકાર દૂર કરનાર, સુવર્ણકળશ જેવા મંગલમય, પાણીમાં ક્રીડારત માછલી જેવા, જ્ઞાનાનંદ સાગરમાં મગ્ન રહેનાર, કમળ જેવા ખીલેલા, સાગર જેવા ગંભીર, સિંહાસન દર્શાવે છે સંપૂર્ણ આત્માનુશાસન, વિમાનરૂપમાં ભાવિ તીર્થંકરનું આગમન, સર્પરૂપમાં અવધિજ્ઞાનના ધનવાન, રત્નરાશિ જેવા દૈદીપ્યમાન તથા અગ્નિશિખા જેવા જાજ્વલ્યમાન. અહીં એ નોંધવું જોઈએ કે તીર્થંકરોનાં પ્રતીક ચિહ્નોમાં પશુપક્ષીઓ અને નૈસર્ગિક તત્ત્વોનું પ્રમાણ વધુ છે. આ મહત્ત્વપૂર્ણ સંકેત છે, જૈન ધર્મની મૂળભૂત ધારણા ‘પરસ્પરોપગ્રહો જીવાનામ્'. આનો અર્થ છે માનવ અને સમસ્ત પ્રાણીજગત તથા પ્રાકૃતિક તત્ત્વ એકબીજા પર નિર્ભર છે અને આ બધાંનું શાંતિમય સહઅસ્તિત્વ કલ્યાણકારી છે. પ્રાચીનકાળથી પ્રતીક ચિહ્ન - લાંછન - દરેક મૂર્તિની નીચે કોતરેલું હોય છે, જે તીર્થંકરની ઓળખ આપે છે. તીર્થંકર જૈન ધર્મના શિખરસમા આધ્યાત્મિક મહામાનવ અને પથદર્શક રહ્યા છે. જ્યારે પણ કોઈ નૂતન જિનાલયમાં એમની મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે, ત્યારે એ પ્રસંગને પંચકલ્યાણક કહેવામાં આવે છે. પંચકલ્યાણક તીર્થંકરોના જીવનના પાંચ શુભ દૈવી પ્રસંગોની યાદ અપાવે છે. પાંચ શુભ પ્રસંગ છે : ગર્ભ, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ. ધર્મગ્રંથોમાં વર્ણવવામાં આવેલું તીર્થંકરના સમોવસરણનું દૃશ્ય દિવ્ય અને ધર્મતત્ત્વથી સંપન્ન હોય છે. આમાં તીર્થંકરનો દિવ્યધ્વનિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી વહે છે. તીર્થંકરના પ્રથમ પ્રવચનનો ધર્મલાભ લેવા દેવ, માનવ, પશુ, પક્ષી વગેરે બધાં પ્રાણીઓ વર્તુળાકારમાં બેસે છે. અશોકવૃક્ષ નીચે મણિજડિત સિંહાસન પર તીર્થંકર બિરાજમાન થાય છે. ભગવાનના સ્વર્ણિમ દેહની બંને તરફ વિંઝાતા ઉજ્જળ ચામર હોય છે. તીર્થંક૨ના મસ્તકની ઉપર ત્રણ છત્ર શોભતાં હોય છે. ત્રણે છત્રો અરિહંતના ત્રણ 18 For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ તારક તીર્થકરો લોકવ્યાપી ઐશ્વર્યનાં પ્રતીક હોય છે. દેવદુંદુભિ જેમાં દેવગણ આકાશમાં દુંદુભિ વગાડીને ઉદ્ઘોષણા કરે છે, જે સાંભળીને નર, નારી, પશુ-પક્ષી ભગવાનનાં દર્શન માટે ઊમટી પડે છે. આકાશમાંથી દેવગણ અનેક પ્રકારનાં પુષ્પ અને સુગંધિત જલની વૃષ્ટિ કરે છે. આ પુષ્પવૃષ્ટિ જાણે ભગવાનના મુખેથી વચનરૂપી ફૂલ વરસી રહ્યાં ન હોય ! આ વચનપુષ્પોના સમૂહ જ દ્વાદશાંગી છે. ભગવાનનું બિબ ચારે દિશાઓમાં “આભામંડળ” સાથે દેખાય છે. ભગવાનનો દિવ્ય ધ્વનિ સાંભળીને બધાં પ્રાણીઓ ધર્મનું રહસ્ય ગ્રહણ કરી લે છે. સમવસરણનું અતિસુંદર વર્ણન ૧૧મી શતાબ્દીમાં આચાર્ય માનતુંગ દ્વારા ભક્તામર સ્તોત્રમાં કરવામાં આવ્યું છે. એનો એક શ્લોક છે : “ પવનમ - માર્ચ - વિમાનેe: सद्धर्मतत्त्व कथनैक - पटुस्त्रिलोक्या: । दिव्य-ध्वनिर्भवति ते विशदार्थ सर्व - ભાષા માવ - રામકુળ પ્રયોજ્ય સારૂકા” અર્થાત્ – “હે ભગવાન, આપનો દિવ્ય ધ્વનિ બધા જીવોને સ્વર્ગ અને મોક્ષનો માર્ગ બતાવવામાં સક્ષમ છે, બધાં પ્રાણીઓને સત્યધર્મનું રહસ્ય સમજાવવામાં સક્ષમ છે. વળી તે ગંભીર અર્થવાળો હોવા છતાં અત્યંત સ્પષ્ટ છે અને જગતના બધા જીવોનો પોતપોતાની ભાષામાં પરિણત થવાના વિલક્ષણ ગુણવાળો છે.” એક રસપ્રદ બાબત એ છે કે ચોવીસમાંથી વીસ તીર્થંકરોનું નિર્વાણ સમેતશિખર પર્વત પર થયું છે. આથી જૈન પરંપરામાં સમેતશિખર સિદ્ધક્ષેત્ર તરીકે વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. બીજી વાત એ છે કે વધુ તીર્થકરો વર્તમાન બિહાર અને ઉત્તરપ્રદેશના વિસ્તારના હતા, જેમાં ત્રણ તીર્થકરો તો હસ્તિનાપુરના હતા. બધાએ સમગ્ર દેશમાં પગપાળા ભ્રમણ કરીને ભારતવર્ષમાં જૈન ધર્મનો પ્રસાર કર્યો. આથી ઉત્તર ભારત, પશ્ચિમ ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં ઠેર ઠેર પ્રાચીન મંદિરોના અવશેષ મળે છે અને મુખ્ય જૈન તીર્થો આખા દેશમાં જ 19 For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ વિસ્તરેલાં છે. બધા તીર્થકરોની કેટલીય પ્રાચીન મૂર્તિઓ આજે પણ મંદિરોમાં પૂજાઈ રહી છે. જૈન તીર્થક્ષેત્રોમાં આવેલાં પ્રાચીન મંદિરોમાં તીર્થકરોની પ્રતિમાઓ પવિત્રતા અને વીતરાગતાનું પ્રતિબિંબ છે. બિહારમાં સમેતશિખર અને પાવાપુરી; દિલ્હીની નજીક હસ્તિનાપુર; ગુજરાતમાં શત્રુંજય, તારંગા, શંખેશ્વર, ગિરનાર; રાજસ્થાનમાં આબુ–દેલવાડા, રાણકપુર, નાકોડા પાર્શ્વનાથ, કેશરિયાજી, જેસલમેર; કર્ણાટકમાં શ્રવણબેલગોડા, હલેબીડ, હમ્પી, બેલેરી; મધ્યપ્રદેશમાં દેવગઢ, ખજૂરાહો, નૈનાગિરિ, ખંડારગિરિ, ચંદેરી, સોનાગિરિ, કુંડલપુર; મહારાષ્ટ્રમાં ઇલોરાની ગુફાઓ; ઓરિસામાં ખારવેલ મંદિર વગેરે ઉત્કૃષ્ટ જૈન કલાનાં પ્રતીકો છે. ચોવીસ તીર્થંકરની મૂર્તિઓ જૈનદર્શનના અપરિગ્રહ, અહિંસા અને જીવદયાના સિદ્ધાંતોની સાક્ષાત પ્રતિમાઓ છે. જૈન તીર્થોએ તીર્થંકર પરંપરા જીવંત રાખી છે. એ જૈન ધર્મને માટે ઊર્જાભર્યો પ્રેરણાસ્ત્રોત છે. કેટલીય ખંડિત મૂર્તિઓ દેશ-પરદેશનાં સંગ્રહાલયોમાં જોવા મળે છે. ઇંગ્લેન્ડમાં ખાસ કરીને લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં તથા જર્મનીમાં બર્લિનના ડાહલેમ મ્યુઝિયમોમાં આનો બહુમૂલ્ય સંગ્રહ છે. 20 For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ সন হির আলো @ ma famesh A. બીજી ૨૨ ડિસેમ્બર ૨૦૦૪ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી ભેરોસિંહ શેખાવત દ્વારા જૈન અલંકરણથી સન્માન Earth Pledge Recognizing that peoples detumstowards Ying damage to the environment and remarcat met baie I PLEDGE to to the best of o u bly yako na ઈ. સ. ૧૯૯૨માં યુનોની અર્થ સમીટમાં આચાર્ય શ્રી સુશીલકુમારજી સાથે For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ GUINEA INDIA ૧૦ ઑગસ્ટ, ૧૯૭૨ના રોજ અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં યુનાઇટેડ નેશન્સની સલામતી સમિતિને સંબોધિત કરતા ડૉ. નરેન્દ્ર જૈન ૧૯૮૭માં યુરોપિયન યુનિયન અને બેલ્જિયમના રાજદૂત તરીકે બ્રસેલ્સમાં બેલ્જિયમનાં રાજા અને રાણી સાથે For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ 9 60 બ્રાઝિલના રિયો-ડી જાનેરોના જૈન સેન્ટરના અગ્રણીઓ અને આચાર્ય સુશીલકુમારજી સાથે AJWA. નેપાળમાં ભારતના રાજદૂત તરીકે કાઠમંડુમાં મધર ટેરેસા સાથે For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૪માં રશિયાના મોસ્કોમાં ઇન્ટરનૅશનલ પ્રેસ કૉન્ફરન્સમાં વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે LA NOVIOLENCE UNSTN LOS TOMBR PERMANECERA LA ES LA ANUNCIADO DE LAP MUND NUESTRA LUCRA LENE POR PROPOSITO LA AMISTAD CON ILONDO ENTERO મેક્સિકોમાં ભારતના રાજદૂત હતા તે સમયે મેક્સિકોમાં સેન્ટ્રલ પાર્કમાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે % For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તીર્થકર ઋષભદેવ જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ એ રાજા નાભિરાય અને રાણી મરુદેવીના પુત્ર હતા. એમનો જન્મ સંધિયુગમાં થયો હતો જ્યારે ભોગયુગનો અંત અને કર્મયુગ પ્રારંભ થઈ રહ્યો હતો. જૈન શાસ્ત્રોમાં આદિકાલની યુગલિક સભ્યતાની ક્રમશ: પ્રગતિ, વિકાસ અને સંગઠન ચૌદ કુલકરોના નેતૃત્વમાં થયેલાં એમ માનવામાં આવે છે. રાજા નાભિરાય અંતિમ ચૌદમાં કુલકર હતા. એમના પ્રતિભાશાળી પુત્ર અને ઉત્તરાધિકારીના શાસનકાળમાં મૂળભૂત સામાજિક અને આર્થિક પરિવર્તનનો પ્રારંભ થયો. જંગલોમાંથી નીકળીને માણસે ખેતી શીખવાનું, સમાજને સંગઠિત કરવાનું અને નાના સમૂહોમાં વસવાટ કરવાનું શરૂ કર્યું. રાજા ઋષભદેવે દીર્ઘદૃષ્ટિથી કર્મના આધારે સમાજનું વર્ગીકરણ અને ચાર વર્ણની વ્યવસ્થા કરી, જેનો ઉલ્લેખ ચાણક્યના અર્થશાસ્ત્રમાં આવે છે. લૌકિક જીવનને સંગઠિત અને આયોજનબદ્ધ કરવા માટે એમણે સમાજની આજીવિકા માટે છ મુખ્ય કાર્યક્ષેત્ર નિર્ધારિત કર્યા : (૧) અસિ (ક્ષત્રિય કર્મ અને શસ્ત્રવિદ્યા) (૨) કૃષિ (૩) મસિ (વાંચવું, લખવું), (૪) વિદ્યા (જુદી જુદી લલિતકલાઓ) (૫) વાણિજ્ય (દ્રવ્યોનું ખરીદવેચાણ) (૬) શિલ્પ (ભવન, વસ્ત્ર વગેરેનું નિર્માણ). 21 For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ પોતાના સાંસારિક જીવનના પ્રથમ ચરણમાં રાજા ઋષભદેવ સંગઠન યુગના પ્રણેતા બન્યા. એમણે સમાજના બધા વર્ગોને કર્મ-પુરુષાર્થમાં પ્રેરિત કર્યા. સમાજમાં નવી ફૂર્તિ અને પ્રગતિશીલ અને કર્મઠતાનો સંચાર થયો. હિંદીના સુપ્રસિદ્ધ કવિ સુરદાસે શ્રીમદ્ ભાગવત્ના પાંચમા અધ્યાયમાં ઋષભાવતારના પ્રસંગથી પ્રેરણા લઈને લખ્યું છે : "बहुरो रिसभ बडे जब भये नाभिराज दे वन को गये; रिसभ राज परजा सुख पायो जस ताको सब जग में छायो." કહેવાય છે કે જ્યારે તે ગર્ભમાં હતા, ત્યારે તેમની માતા મરુદેવીએ પ્રથમ સ્વપ્નમાં એક વૃષભ જોયો અને આ રીતે એમનું નામ ઋષભદેવ પડ્યું. કૃષિકર્મના જનક હોવાથી પણ એમનું આ નામ યુક્તિસંગત થઈ ગયું. તીર્થંકર બન્યા પછી એમનું પ્રતીક ચિહ્ન (લાંછન) પણ “વૃષભ” બની ગયું. રાજા ઋષભદેવને બ્રાહ્મી લિપિ અને ગણિતશાસ્ત્રના પ્રણેતા પણ માનવામાં આવે છે. એશિયા મહાદ્વીપની લિપિઓમાં જે સમાનતા જોવા મળે છે એનું કારણ એ છે કે એનો ઉદ્દભવ બ્રાહ્મી લિપિમાંથી થયો છે. ડૉ. રામધારી સિહ “દિનકર' સંસ્કૃતિના ચાર અધ્યાયમાં લખે છે : દક્ષિણ ભારતમાં પ્રચલિત દ્રવિડ ભાષાઓમાં બધી લિપિઓ બ્રાહ્મીથી નીકળી છે. જૈન પરંપરા અનુસાર બ્રાહ્મી ઋષભદેવની મોટી પુત્રીનું નામ હતું. ઋષભદેવે અઢાર પ્રકારની લિપિઓની શોધ કરી જેમાંથી એક લિપિ કન્નડ થઈ.” પ્રજાપતિ ઋષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મી અને સુંદરીને વિદ્યાનું મહત્ત્વ દર્શાવ્યું હતું. એમને કહેતા હતા કે “તમારા બંનેનું આ સુંદર શરીર, અવસ્થા અને અનુપમ શીલ જો વિદ્યાથી વિભૂષિત થઈ જાય તો તમારું જીવન સફળ થઈ જાય.' રાજા ઋષભદેવને ગંધર્વવિદ્યાના પ્રથમ ઉપદેશક પણ માનવામાં આવે છે. એમના બંને પુત્રો - ભરત અને બાહુબલિને એમણે સર્વાગી શિક્ષણ આપ્યું. એમને રાજસંચાલન અને સમાજવ્યવસ્થામાં પારંગત કર્યા, એટલું જ નહીં પણ અર્થશાસ્ત્ર, લલિતકલા, અશ્વ અને ગજવિદ્યા, રત્નપરીક્ષા, શસ્ત્ર-વિદ્યા તથા અધ્યાત્મજ્ઞાનમાં પણ નિપુણ બનાવ્યા. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તીર્થંકર ઋષભદેવ સમય જતાં બંનેએ દીક્ષા લઈને જૈન ધર્મની સાધના કરી. દક્ષિણ ભારતમાં બેંગલોર શહેરની નજીક બાહુબલિસ્વામીની વિશાળ મૂર્તિ વિખ્યાત છે. જૈનતીર્થ શ્રવણ બેલગોડા સદીઓથી બાહુબલિના વિલક્ષણ વ્યક્તિત્વની યાદ અપાવે છે. કહેવાય છે કે રાજા ઋષભદેવને બે રાણીઓ દ્વારા કુલ ૧૦૦ પુત્ર અને ૨ પુત્રીઓની પ્રાપ્તિ થઈ હતી. તેમણે દીક્ષા લેતા પૂર્વે પોતાના પુત્રોને દૂર-સુદૂર સુધી ફેલાયેલા સામ્રાજ્યમાં ભિન્ન ભિન્ન રાજ્યોના રાજા બનાવી દીધા હતા. આવા મહાન કર્મવીર શાસકના જીવનમાં એક પ્રસંગ બન્યો. એમણે નજર સમક્ષ નૃત્યાંગના નીલાંજનાનું નૃત્ય કરતાં ક્ષણમાં જ મૃત્યુ થતું જોયું અને આ ક્ષણભંગુર જીવનથી એમને વૈરાગ્ય થઈ ગયો. મોટા પુત્ર ભરતને સિંહાસન આપીને પુરિમતાલ ઉદ્યાનમાં અક્ષયવટની છાયામાં તેમણે સંસારનાં સઘળાં મોહબંધન, લાલસાઓ, વસ્ત્ર-આભૂષણો અને અધિકારો છોડી દીધાં. “ૐ નમ: સિદ્ધેશ્ય:'ના ઉચ્ચારણથી પ્રારંભ કરી કલાસ પર્વત (અષ્ટાપદ પર્વત) પર તેમણે કઠોર તપશ્ચર્યા અને અડગ સાધના કરી. અંતમાં તેમણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પરિમતાલના એ જ વટવૃક્ષની છાયામાં કરી. જૈન શાસ્ત્રોમાં તીર્થકર ઋષભદેવે સમવસરણમાં આપેલા દિવ્ય ધ્વનિનું વર્ણન છે, જેમાં એમણે અહિંસા, સંયમ અને તપને ધર્મના મુખ્ય સ્તંભ કહ્યા. એક કીર્તિમાન કર્મવીરે ગુણતીર્થ ધર્મવીર બનીને માનવતાને જૈન ધર્મનો શાશ્વત શાંતિ સંદેશ આપ્યો. વૈરાગ્ય, કઠોર તપે, સાધના અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી અહિંસા અને અપરિગ્રહ-વૃત્તિના જીવંત પ્રતીકરૂપે તીર્થંકર ઋષભદેવ દેશના જુદા જુદા ભાગોમાં ભ્રમણ કરીને ઉપદેશ આપતા રહ્યા. એમનું નિર્વાણ અષ્ટાપદ પર્વત પર થયું. ૧૧મી સદીમાં આચાર્ય માનતુંગસૂરીશ્વરજીએ તીર્થંકર ભગવાન ઋષભદેવનો મહિમા દર્શાવતું “ભક્તામરસ્તોત્ર' રચ્યું. તે જૈન સમાજનું અતિ લોકપ્રિય ધર્મસ્તોત્ર બની રહ્યું. પ્રતિદિન શ્રાવકગણ એનો પાઠ કરે છે. શ્લોક એકમાં માનતુંગસૂરિ લખે છે કે : "आस्तां तवस्त वनमस्त समस्त दोष तवत्संकथापि जगतां दुरितानि हंति । दू रे सहसकिर णः गुरुते प्रभव, पद्माकरे सु जल जानि विकास भांति" 23. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ (જે રીતે અરુણોદયના સમયે સહસરશ્મિ સૂર્ય તો બહુ દૂર રહે છે, પરંતુ એનાં કોમલ કિરણોના પ્રકાશનો સ્પર્શ જ સરોવરમાં મૂરઝાયેલાં કમળોને વિકસિત કરી દે છે, એ જ રીતે હે જિનેશ્વર દેવ, સમસ્ત પાપોનો નાશ કરવાવાળી આપની શક્તિ વિશે તો કહેવું જ શું? શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉચ્ચારણ અથવા જાપ કરેલું આપનું નામ જગતના જીવોનાં પાપોનો નાશ કરીને એને પવિત્ર બનાવી દે છે.) માર્કન્ડેય પુરાણ, વાયુપુરાણ, નારદપુરાણ, સ્કંદપુરાણ, લિંગપુરાણ જેવાં વિવિધ હિંદુ પુરાણો શ્રીમદ્ ભાગવત તથા જિનસેનના મહાપુરાણ, જંબુદ્વીપપણતિ, વસુદેવ હિંડી, કવિ ચક્રવર્તી પમ્પના કન્નડમાં આદિપુરાણ જેવા જૈનગ્રંથોમાં લખ્યું છે કે આ જ ઋષભદેવ ભગવાનના જ્યેષ્ઠપુત્ર ભરત ભારતના સમ્રાટ બન્યા અને એમના નામથી જ દેશનું નામ “ભારતવર્ષ” પડ્યું. - આચાર્ય બલદેવ ઉપાધ્યાયે પોતાના ગ્રંથ “પુરાણવિમર્શ'માં સ્પષ્ટ કર્યું છે કે ઋષભદેવના પિતા નાભિરાયના નામ પર દેશનું નામ “અજનાભ વર્ષ પડ્યું, જે ઋષભદેવના પુત્ર પ્રથમ ચક્રવર્તી સમ્રાટ ભરતના રાજ્યમાં પરિવર્તિત થઈને ભારતવર્ષ” તરીકે ઓળખાવા લાગ્યું. તેઓ દઢ રીતે માને છે કે જે ઇતિહાસકારો દુષ્યત-શકુંતલાના પુત્ર ભારતના નામ પરથી ભારતવર્ષનું નામકરણ બતાવે છે, એમણે પ્રમાણભૂત ઐતિહાસિક તથ્યોની ઉપેક્ષા કરી છે. તીર્થકર ઋષભદેવનું વ્યક્તિત્વ વિલક્ષણ હતું અને એમનું સમન્વયવાદી વિચારદર્શન એટલું પ્રભાવી હતું કે વૈદિક ધર્મના ચોવીસ અવતારોમાં પણ ઋષભદેવનો આઠમા અવતારના રૂપમાં ઉલ્લેખ આવે છે. કર્તવ્યપરાયણ, કર્મઠ અને કર્મયુગના પ્રવર્તક તરીકે રાજા ઋષભદેવનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જોવા મળે છે, જ્યારે બીજી બાજુ એક પરમ વીતરાગી, ત્યાગી તીર્થંકરના રૂપમાં એમની છબી ઊપસી આવે છે. એમના જીવનનાં આ બંને પાસાં પોતપોતાના ક્ષેત્રમાં અદ્ભુત, અનુપમ અને અનુકરણીય બની રહ્યાં. 24 For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ અન્ય તીર્થકર ભગવંતો ઋષભદેવ પછીના ૨૩ તીર્થકરોએ જૈન ધર્મચક્રને ગતિ અને ગહનતા આપી તથા એને સામયિક અને યોગાનુરૂપ બનાવી રાખવાની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા અને સાધનાથી નિભાવી. જૈન શાસ્ત્રો અનુસાર બીજા તીર્થકર અજિતનાથ ઋષભદેવની જેમ અયોધ્યામાં જન્મ્યા. એમના સમયમાં શ્રમણ સંસ્કૃતિની પ્રગતિ થઈ અને મુનિઓ તથા આર્થિકાઓ જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા હતા. ત્રીજા તીર્થકર સંભવનાથ શ્રાવસ્તીમાં જન્મ્યા અને એમને ઘેરાયેલાં વરસતાં વાદળો જોઈને નશ્વર સંસારની માયાનું રહસ્ય સમજાયું અને તેને પરિણામે એમણે દીક્ષા ધારણ કરી. એમના સમયે ૧૦૫ ગણધર, બે લાખ પચાસ હજાર મુનિ અને ૩૨000 આર્થિકાઓ જૈન ધર્મ ફેલાવી રહ્યાં હતાં. એમની જન્મનગરી શ્રાવસ્તીમાં સંભવનાથનાં કેટલાંય મંદિરોના અવશેષ મળે છે. જેનો નિર્માણકાળ ઈ.સ. પૂર્વ ચોથી શતાબ્દીથી બારમી શતાબ્દી સુધી છે. શ્રાવસ્તિનો ઉલ્લેખ “હરિવંશ પુરાણ” તથા “કાઠમાંડુ ચરિત્ર'માં પણ આવે છે. ચોથા તીર્થકર અભિનંદનસ્વામીના સંબંધમાં માન્યતા છે કે એમણે ૧૮ વર્ષ સુધી મૌન રહીને તપ-સાધના કર્યા. એમનું નિર્વાણ 25 For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ સમેતશિખર પર થયું. પાંચમા તીર્થંકર સુમતિનાથ કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી દેશભરમાં ભ્રમણ કરીને ઉપદેશ અને સાર્વજનિક કલ્યાણકાર્યને પ્રેરણા આપતા રહ્યા. છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભુ કૌશાંબીના રાજા હતા ત્યારે એમના પ્રિય હાથીના મૃત્યુથી એમને ઘણો આઘાત લાગ્યો અને સંસાર છોડવાનો એમનો સંકલ્પ દઢ થયો. તેમણે અહીં પ્રવ્રજ્યા લીધી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. એમનું નિર્વાણ પણ સમેતશિખર પર થયું. પ્રયાગ વિશ્વવિદ્યાલય દ્વારા કરાવેલાં ખનન અને શોધથી કૌશાંબીમાં કેટલીય મૂર્તિઓ, કીર્તિસ્તંભો તથા પ્રાચીન મંદિરોના પુરાવા મળ્યા છે. કૌશાંબી સાથે પછીના તીર્થકરોનો પણ નિકટનો સંપર્ક હતો. મહાવીર ભગવાનનાં શિષ્યા ચંદનબાળાએ મહાવીરસ્વામીને આ નગરીમાં આહાર વહોરાવ્યો અને એ આહાર (ગોચરી) સ્વીકારતાની સાથે એની ગુલામીની બેડીઓ તૂટી ગઈ. સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ કાશી રાજપરિવારના હતા. એમનું શુભ ચિહ્ન સ્વસ્તિક બહુ લોકપ્રિય બની ગયું. મોહેં-જો-દરો અને લોથલના ખોદકામ દરમિયાન સ્વસ્તિક આલેખનો મળ્યાં છે અને કેટલાયમાં એમની સન્મુખ નજર ઝુકાવતો હાથી છે. . આઠમા તીર્થંકર ચંદ્રપ્રભ ચંદ્રપુરીમાં રાજકુટુંબમાં જન્મ્યા. એમણે રાજપાટ છોડીને દીક્ષા ધારણ કરી અને ધર્મસાધના કરી. નવમા તીર્થંકર પુષ્પદંત કાકન્દીમાં જન્મ્યા. કાકન્દીના ખોદકામમાં જૈન મંદિર અને મૂર્તિઓ મળી આવ્યાં છે. વિશેષ કરીને પાંચ ફૂટ ઊંચી તીર્થકર મૂર્તિ અને માનસ્તંભ તથા બ્રાહ્મી લિપિમાં શિલાલેખ પણ મળ્યાં છે. દસમા તીર્થંકર શીતલનાથ ભદ્દલપુર (વર્તમાન ભોંડલ)ના હતા, જે ગામ અત્યારે બિહારના હજારીબાગ જિલ્લામાં છે. ૧૯૦૧માં ડૉ. એમ. એ. સ્ટોનની શોધ અનુસાર આ ક્ષેત્રમાં મળી આવેલી મૂર્તિઓ અને મંદિરના અવશેષો જૈન ધર્મનાં હતાં. કેટલાક વિદ્વાનોનો મત છે કે શીતલનાથ એવા સમયે થયા જ્યારે વૈદિક આર્યોની આ ક્ષેત્રમાં પ્રસરવાની શરૂઆત થઈ. આ મુજબ તો ઐતિહાસિક દૃષ્ટિથી શીતલનાથ અને મહાવીર વચ્ચે ૨૦૦૦ વર્ષનું જ અંતર થાય. * 26 For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ અન્ય તીર્થંકર ભગવંતો અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથ વારાણસી નજીક આવેલા સિંહપુરી સારનાથના હતા. આજે અહીં એક શિખરબંધી જૈન મંદિરમાં કાળા પથ્થરની સાડા પાંચ ફૂટ ઊંચી શ્રેયાંસનાથની મૂર્તિ છે. સારનાથ બૌદ્ધધર્મનું પ્રમુખ કેન્દ્ર પણ રહ્યું છે. બારમા તીર્થંકર વાસુપૂજ્ય ચંપાપુરીના હતા, જ્યાં એમનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ થયાં. તેરમા તીર્થંકર વિમલનાથ કમ્પિલાના હતા. જે આજે ફરૂખાબાદ (ઉત્તરપ્રદેશ) તરીકે જાણીતું છે. ચૌદમા તીર્થંકર અનંતનાથ અયોધ્યાના હતા. એમના સમયથી અનંત ચતુર્દશીનું વ્રત રાખવાનું શરૂ થયું. પંદરમા તીર્થંકર ધર્મનાથ રત્નપુરીના હતા. સોળમા તીર્થંકર શાંતિનાથ હસ્તિનાપુરના હતા. આજે એ એક પ્રસિદ્ધ જૈન તીર્થ છે. અહીં ત્રણ જૈન તીર્થંકર શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ જન્મ્યા હતા. આ સ્થાનમાં તીર્થંકર ઋષભદેવે પહેલી ગોચરી લીધી હતી અને એ દિવસને અક્ષયતૃતીયા તરીકે ઊજવવામાં આવે છે. આ કૌરવો અને પાંડવોની રાજધાની પણ હતી. ઇતિહાસના કાળચક્રમાં અહીં મંદિરો બન્યાં, જીર્ણ થયાં અને ફરી બન્યાં. હવે અહીં મંદિરોનો મોટો પરિસર વિકસિત થઈ ગયો છે. સત્તરમા તીર્થંકર કુંથુનાથ અને અઢારમા અરનાથ હસ્તિનાપુરના હતા. ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ મિથિલાપુરીના હતા. મિથિલા જનક રાજાની રાજધાની હતી. વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામી રાજગૃહના મુનિસુવ્રતનાથના સમયમાં શલાકાપુરુષો રામ અને લક્ષ્મણ થઈ ગયા. હતા. એકવીસમા તીર્થંકર નમિનાથ પણ મિથિલાના હતા. હિંદુ પૌરાણિક પરંપરામાં એમને જનક રાજાના પૂર્વજ કહેવામાં આવ્યા છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં એમના ‘અનાસક્તિ યોગ'નું વિશદ વર્ણન છે અને એમના આધ્યાત્મિક ઝોકના કારણે એમનો વંશ અને રાજ્ય ‘વિદેહ’ કહેવાયાં. બાવીસમા તીર્થંકર નેમિનાથ યદુવંશી હતા અને કૃષ્ણ ભગવાનના કાકાના દીકરા ભાઈ હતા. તેઓ શૌરીપુરના હતા. એના ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ છે. એમની વિશેષ પ્રસિદ્ધિ એટલે થઈ કે જ્યારે પોતાના વિવાહ માટે તેઓ રથમાં જતા હતા, ત્યારે ભોજન માટે બંધાયેલાં પશુઓ જોયાં અને એમની આક્રંદભરી ચીસોથી દ્રવિત થઈને એમણે વૈરાગ્ય ધારણ કર્યો. રાગમય વૈવાહિક વાતાવરણ વૈરાગ્યમય 27 For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ બની ગયું. તેઓ દ્વારકા પાછા ફર્યા અને ગિરનાર પર્વત પર ઘોર તપશ્ચર્યા કરી, તીર્થંકર બન્યા. એમનાં વાગદત્તા રાજુલે પણ સંસાર છોડીને ગિરનાર પર્વત પર દિક્ષા લઈ લીધી. તીર્થંકર નેમિનાથનો ઉલ્લેખ હિંદુ પુરાણો અને બૌદ્ધ ગ્રંથોમાં પણ આવે છે. વૈદિક સાંધ્યોપાસનાના શાંતિમંત્રમાં “અરિષ્ટનેમિ શાનિર્ભવતુ' આવે છે. તીર્થંકર નેમિનાથના સમયમાં એમની પ્રેરણાથી પશુરક્ષણ આંદોલન જૂનાગઢ નજીકથી શરૂ થઈને સમગ્ર સૌરાષ્ટ્ર અને ભારતમાં ફેલાઈ ગયું. ગુજરાતમાં શાકાહારના સંસ્કાર પ્રબળ હોવાની પાછળ નેમિનાથ ભગવાનની દિવ્ય પ્રેરણા રહેલી છે. નેમિનાથનો વૈરાગ્યપ્રસંગ અત્યંત હૃદયસ્પર્શી છે અને તેમના વિશે રચાયેલાં કેટલાંય સ્તવનો, ચિત્રો અને નાટ્યકાવ્યોનું વર્ણન જૈન ધર્મગ્રંથોમાં મળે ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પણ ઐતિહાસિક પુરુષ હતા. તેઓ કાશીના હતા અને પ્રસિદ્ધ નાગવંશમાં પેદા થયા હતા. એમના સંબંધમાં પ્રચલિત માન્યતા છે કે જ્યારે એમના નાના સાધુવેશમાં પંચાગ્નિ તપ કરી રહ્યા હતા, યુવા પાર્શ્વનાથે સળગેલા અગ્નિની વચ્ચે એક નાગ-નાગણનું જોડું સળગતું જોયું. એમણે તરત લાકડી ફાડીને એમને અર્ધા સળગતા બચાવી લીધા. (શ્વેતાંબર માન્યતા પ્રમાણે કમઠ નામનો સંન્યાસી પંચાગ્નિ તપ કરતો હતો. તેના સળગતા યજ્ઞમાં એક નાગનાગણીનું જોડું પાર્શ્વકુમારે જોયું. તેમણે તેમને બચાવી લાકડું ફડાવી નાખ્યું). આ નાગ-નાગણ મરીને ધરણેન્દ્ર-પદ્માવતી બન્યાં. જ્યારે પાર્શ્વનાથ કેવળજ્ઞાન-પ્રાપ્તિ પૂર્વે સાધનામાં ધ્યાનસ્થ હતા, ત્યારે એમના પૂર્વજન્મના વેરી સંવર નામના દેવે એમની ઉપર પથ્થર, પાણી, કરા વરસાવ્યાં. આ સમયની કિંવદંતી એવી છે કે નાગ-નાગણે એમની ઉપર પોતાની ફણા ફેલાવી દીધી, એટલે મોટાભાગની પ્રતિમાઓમાં પાર્શ્વનાથ ભગવાનની ઓળખાણ એમના મસ્તક ઉપર ફેલાયેલી સર્પની ફણાથી થાય છે. જર્મન ઇતિહાસકાર ડૉ. યાકોબીએ અને ડૉ. ગરિનોટે જૈન ધર્મને બૌદ્ધ ધર્મથી પ્રાચીન પ્રમાણિત કર્યો, એટલું જ નહીં પણ બુદ્ધથી ૨૫૦ વર્ષ પૂર્વે થયેલા ભગવાન પાર્શ્વનાથને પણ ઐતિહાસિક પુરુષ પ્રમાણિત કર્યા. ઓરિસાની હાથીગુફાથી પ્રાપ્ત થયેલો ખારવેલનો શિલાલેખ પણ આનું સમર્થન કરે છે. 28 For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ અન્ય તીર્થકર ભગવંતા શ્રી પાર્શ્વનાથે અહિંસાના સિદ્ધાંતને વ્યવસ્થિત રૂપ આપ્યું. એમણે સત્ય, અસ્તેય અને અપરિગ્રહની સાથે અહિંસાને સાંકળીને અહિંસાને સામાજિક અને વ્યાવહારિક જૈન રૂપ આપ્યું. આચાર્ય સુશીલકુમારજીનો મત છે કે “અહિંસાના સર્વપ્રથમ ઇતિહાસસિદ્ધ વ્યાવહારિક પ્રયોગદૃષ્ટા પાર્શ્વનાથ જ હતા.” એમણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી લગભગ ૭૦ વર્ષ સુધી અહિંસાનો દેશવ્યાપી પ્રચાર ર્યો. એમણે કેટલીય જંગલી જાતિઓને અહિંસક બનાવી. એમનું નિર્વાણ સમેતશિખરની પાવનભૂમિ પર થયું, જે પારસનાથ પર્વત તરીકે પણ ઓળખાય છે. રાજા પ્રસેનજિત પર થયેલા ક્રૂર આક્રમણના સમયે કાશી-કોશલ રાજ્યો તરફથી તેઓ એકલા પ્રતિપક્ષમાં ગયા અને અહિંસા તેમજ સહિષ્ણુતાના સંદેશથી દુશ્મનાવટ દૂર કરીને મૈત્રી અને શાંતિની સ્થાપના કરી. પાર્શ્વનાથ ભગવાને વૈદિક યજ્ઞોમાં પ્રાણીઓની આહુતિ રોકવા માટે અનેક સફળ પ્રયત્ન કર્યા. પાર્શ્વનાથનો પ્રભાવ બંગાળ, બિહાર, ઓરિસામાં ફેલાયેલી જંગલી અને ભીલ જનજાતિઓ પર પડ્યો, જે આજે પણ તેમને પૂજે છે. તેઓ શાકાહારી છે અને રાત્રિભોજન કરતા નથી. પાર્શ્વનાથનો રાજકુલોમાં પણ સારો એવો પ્રભાવ હતો. એમના સમયમાં જૈન ધર્મ પાર્શ્વનાથ ધર્મ તરીકે પણ ઓળખાવા લાગ્યો હતો. જૈન પુરાણો અનુસાર પાર્શ્વનાથનો નિર્વાણકાળ ઈ. સ. પૂર્વે ૭૭૭ માનવામાં આવે છે. દેશના ઇતિહાસકારોએ મળતા ઐતિહાસિક પુરાવાના આધારે મોટા ભાગે ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીનો ઉલ્લેખ કર્યો છે. અંતિમ તીર્થકર મહાવીરસ્વામીના આયુષ્ય, જન્મ-નિર્વાણ વગેરેની નિશ્ચિત તિથિઓ વિશે સહમતી છે અને પ્રથમ તીર્થકર સંબંધી હિંદુ પુરાણોમાં ઠેર ઠેર થયેલા ઉલ્લેખો તથા ઉત્પનન દરમિયાન મળેલી મૂર્તિઓના અવશેષો મળે છે. અન્ય તીર્થકરો વિશે હજી વિશેષ શોધ બાકી છે. એમના કુળના રાજપરિવારોનો ઇતિહાસ તથા વિશિષ્ટ સ્થાનોએ થયેલા ખોદકામ દરમિયાન મંદિરો, મૂર્તિઓ અને માનસ્તંભો વગેરેના અવશેષો એમની યશગાથા જીવંત કરી દે છે. જૈન પુરાણો, ભક્તિગીતો અને પૂજાઓમાં પણ આ બધાનો ઉલ્લેખ છે. દરેકના પૂર્વભવોનો પણ ઉલ્લેખ છે. ઉદાહરણ તરીકે ઋષભદેવના ૧૩ ભવો અને મહાવીરના ૨૭ ભવોની વિસ્તૃત જાણકારી જૈન શાસ્ત્રોમાં મળે છે. મુશ્કેલી એ છે કે જૈન શાસ્ત્રોમાં દરેક તીર્થંકરનું For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ આયુષ્ય અને કદ વગેરે લાંબા અને વિરાટ બતાવવાના કારણે દંતકથારૂપ લાગે છે. કેટલાંય લાખ વર્ષોથી વધુ આયુષ્યનો અર્થ શું થાય ? એનો સમય કેટલો કહેવાય એ તો શોધ જ બતાવશે. તીર્થંકરોના વ્યક્તિત્વના વિરાટરૂપનું ગૌરવપૂર્ણ વર્ણન એની જગ્યાએ યોગ્ય છે, પરંતુ કેટલાય ઇતિહાસકારો એને ઇતિહાસના રૂપમાં સ્વીકારતા અચકાય છે. એક વાત નિશ્ચિત છે કે ૨૪ તીર્થંકરોની એક અતૂટ પરંપરા રહી છે અને વિશેષ રીતે ઋષભદેવ અને મહાવીરના વચ્ચેના કાળનો ગાળો માત્ર ૫૦૦૦ વર્ષ પણ માની લઈએ તો એ ૫૦ શતાબ્દી અથવા ૫ સહસ્રાબ્દી થાય. ભારતીય સંસ્કૃતિ, કલા અને ધર્મવિષયક અઢળક વારસાનું ઐતિહાસિક લેખન પૂરું અને વ્યવસ્થિત મળતું નથી. કારણ કે પ્રાય: મૌખિક સામગ્રી રૂપે તે પેઢી દર પેઢી ઊતરતું રહ્યું. આ કારણે જ તીર્થંકર ભગવાન મહાવીર પૂર્વે થયેલા તીર્થંકરો વિશે નિશ્ચિત ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ નથી. તીર્થંકરોએ સમગ્ર ભારતમાં વિહાર કર્યો અને પોતાની દિવ્ય વાણીનો સંદેશ ચોત૨ફ ફેલાવ્યો. વિશેષ કરીને અંતિમ તીર્થંકર મહાવીરે અંગ, બંગ, કલિંગ, મગધ, મથુરા અને દૂર મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પ્રચાર કર્યો. શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામી બંગાળમાં જન્મ્યા અને ધર્મપ્રચારને માટે મધ્યભારતમાં ઉજ્જૈન આવ્યા, જ્યારે એમના સમયમાં દીર્ઘકાલીન બાર વર્ષનો દુષ્કાળ પડ્યો ત્યારે તેઓએ પોતાના શિષ્ય મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તને મુનિ-દીક્ષા આપીને બાર હજાર દિગંબર મુનિઓ સાથે દક્ષિણ ભારતમાં શ્રવણ બેલગોડા પહોંચ્યા. ત્યાંથી તેઓ સમગ્ર દક્ષિણ ભારતમાં ફેલાઈ ગયા. દક્ષિણ ભારતમાં જૈન મંદિરોનું નિર્માણ થયું અને ગોમટેશ્વર, હેલેબિડ, મૂડબિદ્રી, વેણુર, કારક્કલ જેવા કુંદકુંદ-વેડ, કડલૌરબાદામી ગુફાઓ, સિન્તલવાસલ ગુફાઓ જેવાં પ્રાચીન સ્થળોમાં જૈન મંદિરોના અવશેષોએ જૈન કલાતીર્થોની યશગાથા જીવંત રાખી છે. ઉત્તર ભારતમાં જૈન આગમ અને ટીકાઓ લોકભાષા પ્રાકૃત, અપભ્રંશ અથવા અર્ધમાગધીમાં લખાયાં. દક્ષિણ ભારતના આચાર્યોએ કન્નડ, તેલુગુ, તમિલ, મહારાષ્ટ્રી પ્રાકૃતમાં વિપુલ જૈન સાહિત્યની રચના કરી. અધ્યાત્મ પુરાણ, ઇતિહાસ, લલિતકલા, શિલ્પ અને વાસ્તુકલા, મૂર્તિકલા, સમાજશાસ્ત્ર, જ્યોતિષ વિજ્ઞાન, અંતરિક્ષ જ્ઞાન, 30 For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ અન્ય તીર્થકર ભગવંતો પુરાતત્ત્વ, ગદ્ય, પદ્ય, નાટક, ગણિત વગેરે કેટલાય વૈવિધ્યપૂર્ણ વિષયો પર જૈન સાહિત્ય મળે છે. જૈન તીર્થક્ષેત્રો (નિર્વાણક્ષેત્ર, કલ્યાણક ક્ષેત્ર, અતિશય ક્ષેત્ર અને કલાતીર્થ) સમગ્ર ભારતમાં ફેલાયેલાં છે. નિર્વાણક્ષેત્રોમાં મુખ્ય છે કૈલાસ પર્વત (અષ્ટાપદ), ચંપાપુરી, ગિરનાર, પાવાપુરી અને સમેતશિખર; ઉત્તર પ્રદેશમાં શૌરીપુર અને કાકંદી; ઓરિસામાં ખંડગિરિ, ઉદયગિરિ; બિહારમાં પટણા, રાજગૃહી, ગુણાવા; મધ્યપ્રદેશમાં સોનાગિરિ, દ્રોણગિરિ, ચૂલગિરિ, પાવાગિરિ, ચિત્રકૂટ, નૈનાગિરિ, કુંડલપુર; ગુજરાતમાં તારંગા, પાલીતાણા, પાવાગઢ; મહારાષ્ટ્રમાં ગજપથા, માંગતુંગી, કુન્થલગિરિ, મુક્તાગિરિ પણ પ્રાચીન સિદ્ધક્ષેત્ર રહ્યાં છે. શ્રાવસ્તી, કિૌશામ્બી, કાશી, ચંદ્રપુરી, કાકન્દી, ભદલપુર, સિંહપુરી, ચંપાપુરી, કમ્પિલા, રતનપુરી, હસ્તિનાપુર, મિથિલા, રાજગૃહ, શૌરીપુર, કુંડગ્રામ (વૈશાલી)માં વિખ્યાત કલ્યાણકતીર્થ છે. આ રીતે તીર્થંકર પરંપરાએ જૈન ધર્મને સમગ્ર ભારતમાં ફેલાવીને એનો અમીટ પ્રભાવ ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક જ્ઞાન, વિજ્ઞાન, કલાથી સંપન્ન વારસા પર પાડ્યો છે. 3] For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ અંતિમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામી ચોવીસમા તીર્થંકર મહાવીરસ્વામીનો જીવનકાળ ઈ. સ. પૂર્વે પ૯૯થી ઈ. સ. પૂર્વે પર૭નો રહ્યો. એપ્રિલ ૨૦૦૧થી એપ્રિલ ૨૦૦૨ના વર્ષમાં માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના બધા મુખ્ય દેશોમાં તીર્થકર ભગવાન મહાવીરસ્વામીનો ૨૦૦૦મો જન્મકલ્યાણક સમારોહ ભવ્ય રીતે ઊજવવામાં આવ્યો. ભગવાન મહાવીર જૈન ધર્મના ચોવીસમા તીર્થકર જ નહીં, પરંતુ વિશ્વના મુખ્ય હરોળના આધ્યાત્મિક ગુરુ થઈ ગયા. એમનો અહિંસા, શાંતિ, કરુણા, વિવેક, સહિષ્ણુતા અને સમાનતાનો શાશ્વત, અવિસ્મરણીય અને આચારયુક્ત સંદેશ છેલ્લી ૨૫ શતાબ્દીઓથી ગુંજતો રહ્યો છે અને આજની વિષમ અને અશાંત સ્થિતિમાં માનવીના મનને સુખ અને શાંતિ આપતો આવ્યો છે. જૈન શાસ્ત્રના ગ્રંથ શ્રી “સૂત્રકૃતાંગ'માં કહ્યું છે : “જે રીતે હાથીઓમાં ઐરાવત સર્વોચ્ચ છે, પશુઓમાં સિંહ, નદીમાં ગંગા, પક્ષીઓમાં ગરુડ, એ રીતે જ્ઞાતપુત્ર મહાવીર મોક્ષમાર્ગનો રસ્તો બતાવનાર પથપ્રદર્શકોમાં સર્વોચ્ચ છે.” મહાવીરનો જીવનકાળ ૭૨ વર્ષનો હતો. તેઓ રાજસી વાતાવરણમાં જન્મ્યા, ઊછર્યા અને મોટા થયા. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પોતાના જીવનનાં ૩૦ વર્ષ એમાં વ્યતીત કર્યા. ત્રીસ વરસની ઉંમરે દીક્ષા લીધા પછી લગભગ ૧૨ાા વર્ષ (બાર વર્ષ, પાંચ માસ અને પંદર દિવસ) સુધી કઠોર સાધના કરી. એ પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ પોતાના પ્રથમ સમવસરણની દેશના આપ્યા પછી ૩૦ વર્ષ સુધી સમગ્ર દેશમાં પાદવિહાર કરીને અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના ધર્મ અને દર્શનનો નિર્વાણપ્રાપ્તિ સુધી પ્રચાર-પ્રસાર કર્યો. અભૂતપૂર્વ સંગઠનશક્તિ, અથાગ પરિશ્રમ, સમર્પણ, નિષ્ઠા, લગની, સૂઝબૂઝ અને અનાસક્તિથી આત્મકલ્યાણનો પથ દર્શાવતા રહ્યા. ભગવાન મહાવીરનો જન્મ થયો ત્યારે લિચ્છવી ગણરાજ્ય સમૃદ્ધિના શિખરે હતું. એમની રાજધાની વૈશાલી વૈભવસંપન્ન હતી. મહાવીરની માતા ત્રિશલા લિચ્છવી ગણરાજ્યના પ્રમુખ ચેતકની બહેન હતી અને કુંડગ્રામના જ્ઞાતૃવંશી રાજા સિદ્ધાર્થની રાણી હતી. જ્યારે મહાવીર ગર્ભમાં આવ્યા ત્યારે રાણી ત્રિશલાને ચૌદ અદ્ભુત સ્વપ્નો આવ્યાં. જે આવનાર બાળકની દેવી પ્રતિભાનાં પ્રતીક માનવામાં આવ્યાં. દિગંબર પરંપરામાં ૧૬ સ્વપ્નો અને શ્વેતાંબર પરંપરામાં ૧૪ સ્વપ્નો માનવામાં આવે છે. બાળપણમાં મહાવીરનું નામ વર્ધમાન હતું. વર્ધમાન નામ એ વાતનું સૂચક હતું કે મહાવીરના જન્મ પછી રાજા સિદ્ધાર્થના પરિવારમાં સમૃદ્ધિ વધતી ગઈ. બાળપણથી જ મહાવીર ખૂબ ગુણવાન, જ્ઞાનવાન, ધીર, ગંભીર અને સાહસિક હતા. રાજમહેલમાં આવનારા સંત એમની પ્રતિભાથી પ્રભાવિત થઈને એમને “સન્મતિ' કહીને બોલાવવા લાગ્યા. જ્ઞાતૃવંશના હોવાના કારણે “જ્ઞાતપુત્ર” પણ કહેવાયા. એમની બહાદુરી, શૌર્ય અને સાહસની પ્રતિભા જોઈને એમનું નામ વીર', “અતિવીર” અને અંતમાં “મહાવીર' પડ્યું. બાળપણથી જ એમની વૃત્તિ આત્મસ્થ હતી. દિગંબર પરંપરા અનુસાર તેઓ અવિવાહિત રહ્યા. શ્વેતાંબર પરંપરાની માન્યતા છે કે એમના વિવાહ રાજકુમારી યશોદા સાથે થયા, પરંતુ તેઓ ભોગવિલાસમાં આસક્ત ન થયા અને ક્રમશ: એમની વૈરાગ્યવૃત્તિ પ્રબળ બની. તેઓ માત્ર ૨૮ વર્ષના હતા, ત્યારે એમનાં માતા-પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો અને વૈરાગ્યથી ભાવિત થઈ દીક્ષા લેવાનો 33 For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ નિર્ણય કર્યો. મોટાભાઈ નંદિવર્ધનના આગ્રહને માન આપીને તેઓ બે વર્ષ ગૃહસ્થયોગી તરીકે રાજમહેલમાં રહ્યા. ત્રીસ વર્ષની ઉંમરમાં મહાવીર દીક્ષાના પંથે આગળ વધ્યા. રાજવૈભવ, સંપન્નતાનાં સુખ-સાધન અને ભોગ-વિલાસની સામગ્રી અને સઘળા ભૌતિક વૈભવનો ત્યાગ કર્યો. જૈન આગમોમાં એમના લગભગ સાડા બાર વર્ષના દીર્ઘ સાધનાકાળનું વિસ્તૃત વર્ણન દર્શાવે છે કે એમની તપસ્યા કઠોર અને અપૂર્વ તો હતી, પરંતુ એમણે અનેક ઉપસર્ગો ધૈર્ય અને સમતાથી સહન કર્યા. તે સમયના લાઢ દેશના અનાર્ય લોકો તથા ચંડકૌશિક સર્પ, ગોશાલક, સંગમ દેવ, શૂલપાણિ યક્ષ વગેરે દ્વારા કરવામાં આવેલા ઉપસર્ગો એમણે સમ્યક ક્ષમાભાવ અને સહિષ્ણુતાથી સહ્યા. એમણે સાધનાકાળમાં સાબિત કરી આપ્યું કે તેઓ સાચેસાચ “મહાવીર' છે. મહાવીરનો સાધનાકાળ અપરિગ્રહ, ત્યાગ અને વીતરાગતાનું જ્વલંત ઉદાહરણ છે. જૈન આગમોમાં કહેવામાં આવ્યું છે કે સાડા બાર વર્ષમાં એમણે છે માસ નિરાહાર અને નિર્જલ વિતાવી દીધા અને સાડાબાર વર્ષમાં કુલ મળીને ૩૪૯ દિવસથી વધુ આહાર લીધો નહોતો. આચાર્ય શ્રી સમંતપ્રભસૂરિએ મહાવીર પ્રત્યે શ્રદ્ધા અભિવ્યક્ત કરતાં લખ્યું છે : "नमः श्री वर्धमानाय नि त कलिलात्मने सालोकानां त्रिलोकानां यद्धिधा दर्पणावते." “શ્રી વર્ધમાનને સંપૂર્ણ આદર સાથે નમન વંદન. જેમણે પોતાના આત્માને બધાં કર્મબંધનોથી મુક્ત કરી દીધા છે અને જેમના ગહન આત્મજાગરણમાં સંપૂર્ણ ત્રણે લોક પ્રતિબિંબિત થાય છે.” જૈન આગમ “કલ્પસૂત્ર'માં લખ્યું છે : “સર્વોત્તમ જ્ઞાન, સર્વોત્તમ વિવેક, સર્વોચ્ચ સાહસ, સર્વોચ્ચ સૂઝ-બૂઝ, સર્વોચ્ચ શૈર્ય, સર્વોચ્ચ તૃપ્તિ, સર્વોચ્ચ અંતરદૃષ્ટિ સાથે પરમાત્મા મહાવીરે સાડા બાર વર્ષ સુધી તપસ્યા અને સાધના કરી અને સત્ય, અહિંસા, સંયમ તથા સમ્યફ ચારિત્રના બળે આત્મોદ્ધારના સર્વોચ્ચ પથ પર અગ્રેસર થઈ ગયા.” 34 For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી કઠોર સાધના જ એમના જીવનનો મહાન યજ્ઞ હતો. પોતાના મુખ્ય શિષ્ય ગૌતમસ્વામીને તેમણે કહ્યું : સવા યજ્ઞ "तवो जोई जीवो जोईठाणं, जोगा सुया सरीरं कारिसंग । कम्मेहा संजम जोगसंती, होमं हुणामि इसिणं पसत्य ।।" आराध्ययन १२, गाथा ४४ “હે ગૌતમ, તપ અગ્નિ છે, જીવ જ્યોતિ સ્થાન છે. મન, વચન, માયાના યોગ કડછી છે, શરીર કારિષાંગ છે, કર્મ બળતણ (ઇંધણ) છે, સંયમ યોગ શાંતિ પાઠ છે. એવા જ હોમથી હું હવન કરું છું. ઋષિઓએ આવો જ હોમ પ્રશસ્ત કહ્યો આ હતો મહાવીરનો શક્તિશાળી અહિંસક જવાબ. યજ્ઞમાં પશુબલિનો મહિમા હતો ત્યારે એને અટકાવવા એમણે જીવદયા, કરુણા અને અહિંસાનો સંદેશો આપ્યો. એ યુગમાં એની અત્યંત આવશ્યકતા હતી, કારણ કે ધર્મક્રિયાને નામે ઘોર હિંસા પ્રવર્તમાન હતી. મહાવીરનો સંદેશ હતો કે જો કષ્ટ આપવું હોય તો જાતને આપો, બીજાને ન સતાવો, એમનું દિલ ન દુભાવો, એમના જીવનની એવી જ રક્ષા કરો, જેવી પોતાના જીવનની કરવા ઇચ્છો છો. મહાવીરે સ્પષ્ટ કહ્યું : 'इमेण चेव जुज्झाहि, किं ते जुझेण बच्ओ ' आचारांग सूत्र, १-५-३१ (સ્વયંની નબળાઈઓ અને દોષો સામે સંઘર્ષ કરો, બીજાને હેરાન કરવાથી કે બીજા સાથે લડવાથી તમને શું પ્રાપ્ત થશે ?) સાડાબાર વર્ષની સાધના પછી જ્યારે ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે તેઓ બિહારમાં સમેતશિખર તીર્થથી ૧૫-૨૦ કિલોમીટર દૂર જાંબૂક ગામની નજીક ઋજુવાલિકા નદીના કિનારે ઉપવનમાં શાલિ વૃક્ષની છાયામાં સ્વચ્છ સ્ફટિક જેવી શિલા પર સમવસરણના કેન્દ્રમાં ધ્યાનસ્થ હતા. ૯૦ દિવસના મૌન પછી ઇંદ્રભૂતિ ગૌતમ એમના પ્રથમ ગણધર બનતાં ભગવાન મહાવીરની દિવ્ય વાણી ગુંજી ઊઠી. સમવસરણની છટા જ 35 For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વારસો અને વૈભવ નિરાળી હતી. કહે છે કે બધી જાતિઓના માનવસમૂહ તથા પશુ-પક્ષી પણ એમની આધ્યાત્મિક શક્તિ પ્રત્યે સંવેદનશીલ થઈને અહીં એકત્રિત થયાં હતાં. એમની ઉપસ્થિતિથી નૈસર્ગિક વાતાવરણ પણ દિવ્ય બની ગયું. સમવસરણની રચના તથા એનું સમસ્ત નૈસર્ગિક વાતાવરણ પરસ્પરોપગ્રહો જીવાનામ્ સૂત્રને ચરિતાર્થ કરી રહ્યું હતું. ભગવાન મહાવીરના ભવ્ય સમવસરણની કલ્પના કરીને બ્રહ્મચારી હરિલાલના કવિહૃદયમાંથી કવિતા રચાઈ : (ચોવીસ તીર્થંકર પુરાણ) “वीर प्रभु के ज्ञान गगन से बरसे अमृतधारा पिवुलगिरि पर दिव्य ध्वनि की होती जय जयकार । रत्नत्रय की खिली वाटिका आनंद का सौरभ है करते निजकल्याण जीव जिन शासन का गौरव है । समवसरण के मध्य बिराजे वीर नाथ भगवान हर्षित हो सुर-नर-मुनि करते प्रभुजी का गुणगान।" દિવ્ય ધ્વનિના પ્રથમ પ્રવચનમાં ભગવાન મહાવીરે કહ્યું, “જે પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રકૃતિના અસ્તિત્વની ઉપેક્ષા કરે છે તે વસ્તુતઃ સ્વયંના અસ્તિત્વની ઉપેક્ષા કરે છે, કારણ કે વ્યક્તિ સાથે એ સર્વ તાણાવાણાથી ગૂંથાયેલાં છે.” આ સંદેશામાં જૈન ધર્મની પર્યાવરણ દૃષ્ટિ પ્રગટ થાય છે અને તેને અહિંસા ધર્મના પાલનની એક મહત્ત્વપૂર્ણ આધારશિલા બનાવી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ૩૦ વર્ષ સુધી ભગવાન મહાવીરે સમગ્ર જીવન જૈન સિદ્ધાંતોના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત કરી દીધું. એમનાં ઉદાત્ત કાર્યોમાંથી પ્રગટેલાં બહુમૂલ્ય ગુણતત્ત્વો આજે ભગવાન મહાવીરના વારસા રૂપે આપણી પાસે છે, જે વર્તમાન યુગમાં પણ અત્યંત મહત્ત્વનાં છે. ભગવાન મહાવીરે શ્રમણસંસ્કૃતિ અને સંગઠનમાં નવી સ્કૂર્તિ, ગતિ, મૌલિક વિચારણા અને અભિનવા સંગઠન-શક્તિનો સંચાર કર્યો. એમણે જૈન સિદ્ધાંતોને દર્શન અને નૈતિકતાની સાથે સાથે જીવનશૈલી અને જીવનવિજ્ઞાનના રૂપમાં રજૂ કર્યા. 36 For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી સર્વ પ્રથમ ભગવાન મહાવીરે દેશના જુદા જુદા પ્રદેશોમાં પગપાળા વિહાર કર્યો અને વ્યાપક જનસંપર્કમાં આવ્યા. તેઓ લોકપ્રિય થયા કેમ કે એમણે પહેલાં પોતાની આત્મશુદ્ધિને માટે પરમ ત્યાગ અને કઠોર તપસ્યા કરી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી જ બીજાઓને દેશના આપી. સમાજના જાતિભેદ, વર્ગભેદ, વર્ણભેદ કે લિંગભેદને તેઓ માનતા નહોતા. તેઓ હંમેશા કહેતા કે દરેક પ્રાણી અથવા માનવનો, તે નાનો હોય કે મોટો, કાળો હોય કે ગોરો, નર હોય કે નારી, બધાંનો આત્મા સરખો છે. એ યુગમાં વર્ણભેદ અને જાતિભેદ, તેને કારણે જન્મતા બીજા ભેદભાવો પ્રગટ થવાની શરૂઆત હતી, ત્યારે ભગવાન મહાવીરે સામાજિક સમતા અને સમાનતાની ઘોષણા કરી. જૈન ધર્મ બધા વર્ગો માટે હતો. મહાવીરનો આધ્યાત્મિક સમાજવાદ અને સમત્વ માત્ર વિચાર, વાણી અને દૃષ્ટિ સુધી સીમિત નહોતા, પરંતુ એ સઘળું એમના આચરણમાં પ્રગટ થતું હતું. તેઓ કહેતા કે માનવીના મનમાં સમતાભાવ હશે, તો તે સમાજજીવનમાં આપોઆપ પ્રગટશે. મહાવીરે પોતાનો ઉપદેશ એ સમયની લોકભાષા અર્ધમાગધી ભાષામાં આપ્યો, સંસ્કૃતમાં નહીં; આથી તેઓ સરળતાથી સામાન્ય જનતાના હૃદયને સ્પર્શી શક્યા અને જનહૃદયમાં એમણે આગવું સ્થાન મેળવ્યું. લોકભાષામાં ઉપદેશ આપવાથી એમના વિચારો લોકોના હૃદયમાં બરાબર ઊતરી ગયા. ભગવાન મહાવીર વિષમતામાંથી પ્રગટતા સામાજિક શોષણના પક્ષકાર ના હતા. ભગવાન મહાવીરે મોટા આત્મિક સાહસથી રાજમહેલની બહાર નીકળીને, બધાં ભૌતિક સુખો તજીને માનવકલ્યાણ માટે કઠોર સાધના કરી. ભગવાન મહાવીરે નાત-જાતના ભેદભાવોને ભૂલીને એક સર્વસુલભ ધર્મવ્યવસ્થા સ્થાપિત કરી. એમના સંઘમાં ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, અસ્પૃશ્ય મનાતા વર્ગનાં નર-નારી બધાં સામેલ હતાં. એમના ધર્મધ્વજ નીચે ખેડૂત, 37 For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ માછીમાર, વ્યવસાયી, દાર્શનિક, રાજા, રંક બધા હતા. વસ્તુત: પોતાના યુગમાં ભગવાન મહાવીરે એક મહાન સામાજિક ક્રાંતિનો ઉદ્ઘોષ કર્યો. જન્મજાત જાતિવાદને સ્થાને એમણે ગુણકર્મના આધાર પર સમાજવ્યવસ્થાનું પ્રતિપાદન કર્યું. ભગવાન મહાવીરના ધર્મસિદ્ધાંતોમાં માનનારામાં એ સમયના મોટાભાગના રાજવીઓ હતા, જેવા કે લિચ્છવી ગણરાજ્યના ચેટક, કુંડગ્રામના રાજા સિદ્ધાર્થ, મગધના રાજા શ્રેણિક બિંબિસાર, સિંધુ-સૌવીરના રાજા ઉદયન, વત્સના રાજા શતાનિક, હેમાકુંડ (હાલનું કર્ણાટક)ના રાજા જીવનધર, પોલાશપુરના રાજા વિજયસેન, ચંપાના રાજા અજાતશત્રુ, કાશીના રાજા જીતશત્રુ વગેરે. પોતાના યુગમાં ભગવાન મહાવીરે મહિલા કલ્યાણ પર પણ વિશેષ ધ્યાન આપ્યું. ચંદનબાળાનો પ્રસંગ ભગવાન મહાવીરની સહૃદયતા અને કરુણાનો પ્રસંગ છે. એમણે ગુલામીની જંજીરોમાં જકડાયેલી ચંદનબાળા પાસેથી અડદના બાકળાનો સ્વીકાર કર્યો. આહાર આપતાં જ ચંદનબાળાની બેડીઓ તૂટી ગઈ. પાછળથી તે ભગવાન મહાવીરના સંઘમાં સાધ્વીઓના પ્રવર્તકપદે પહોંચી. એમના સંઘમાં ૩૬૦૦૦ સાધ્વીઓમાં એ પ્રમુખા હતી. બજારમાં વેચાયેલી એક દાસીનો ઉદ્ધાર કરીને ચંદનબાળાને જ્ઞાની, ગુણસંપન્ન અને તપોનિષ્ઠ બનાવીને અને શ્રમણ સંઘની ઉચ્ચ હરોળમાં લાવીને નારી સમાજને અભુત પ્રેરણા આપી. સંત વિનોબા ભાવેના શબ્દોમાં કહીએ તો, “મહાવીર પ્રભુ એવા પ્રથમ ધર્માચાર્ય થયા કે જેમણે સમાજની રૂઢિઓને તોડીને નારીને પોતાના ધર્મ, સંઘ તેમજ સંપ્રદાયમાં આદરપૂર્ણ સ્થાન આપ્યું.” 2 અંતકૃતદશાંગ સૂત્ર અનુસાર રાજા શ્રેણિકની દસ વિદૂષી રાણીઓ (કાલી, મહાકાલી, સુકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિતૃસેનકૃષ્ણા અને મહાસેન કૃષ્ણા) વિરક્તિ લઈને પોતાના જીવનના અંતિમ સમયમાં ભગવાન મહાવીરના શ્રમણ સંઘમાં ત્યાગમૂર્તિ સાધ્વી બની હતી. એ જ રીતે મહાવીરના ચતુર્વિધ સંઘમાં બ્રાહ્મણી દેવાનંદા, મૃગાવતી, પ્રભાવતી, પદ્માવતી, શિખાદેવી, સુલસા દેવી, રાણી ચેલણા જેવી સ્ત્રીઓ 38 For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી જુદા જુદા રાજપરિવારની અથવા અગ્રણી પરિવારની નારીઓ તરીકે પ્રસિદ્ધ હતી. ભગવાન મહાવીરે વિરલ સાહસ અને સ્પષ્ટતાથી કર્મકાંડ, અંધવિશ્વાસ ભરેલી ધાર્મિક કુરીતિઓ અને ધર્મમાં ઘૂસી ચૂકેલી હિંસક પ્રવૃત્તિઓની વિરુદ્ધમાં અવાજ બુલંદ કર્યો. તેઓ કહેતા કે સ્વર્ગમાં કોઈ ભગવાન બિરાજમાન નથી, જે પ્રાર્થના સાંભળવાથી દયા, કરુણા અથવા આનંદ વરસાવશે. પરમાત્મા તો પોતાના આત્મામાં જ સમાયેલો છે. સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉપલબ્ધિમાં જ આત્મોદ્ધારની ચાવી રહેલી છે અને તે જ સહુથી મહાન ધર્મ છે. અહિંસા ક્રાંતિના પ્રણેતા ભગવાન મહાવીર વસ્તુત: એવા યુગમાં થયા જ્યારે હિંસા એ ધર્મ અને પ્રભુત્વનું માધ્યમ બની ગઈ હતી. ભગવાન મહાવીરના આવા ક્રાંતિકારી પ્રદાનના કારણે કેટલાક ઇતિહાસકારોએ જૈન ધર્મને હિંદુ ધર્મની “Reformation movement” - સુધારાવાદી આંદોલનની સંજ્ઞા આપી દીધી હતી ! ભગવાન મહાવીરે સમ્યકુ વિચાર અને આચારને જ માનવીની ગુણવત્તાનો માપદંડ માન્યો. કોઈ વિશિષ્ટ વર્ગમાં જન્મવાથી કે સાધુ સમાજમાં સામેલ થઈ જવાથી માનવીને કોઈ ઉપલબ્ધિ હાંસલ નથી થઈ શકતી. તેઓએ કહ્યું, “न कि मुंडिएण समणो, न औंकारेण बंभणो, न मुणी रण्मवासेंणं, मुसचीरेण न तावसो. समयाए समणो होई, बंभ चेरेण बंभणो, नाणेय च मुणी होई, तवेणं होई तावसो." (માત્ર માથું મુંડાવવાથી વ્યક્તિ ભિક્ષુ નથી બની જતો, માત્ર મંત્રોચ્ચારણથી બ્રાહ્મણ થવાય નહીં, જંગલોમાં રહેવાથી મુનિ થવાય નહીં, ઘાસનાં વસ્ત્રો પહેરવાથી યોગી થવાય નહીં. ભિક્ષુ બને છે, સંતુલિત વિવેકપૂર્ણ માધ્યસ્થ ભાવનાથી, બ્રાહ્મણ બને છે બ્રહ્મચર્યથી, મુનિ થાય છે જ્ઞાનથી અને જોગી બને છે અપરિગ્રહ તથા તપશ્ચર્યાથી.) ભગવાન મહાવીરની સંગઠનશક્તિ અને નેતૃત્વ-પ્રેરણા અદ્ભુત હતાં. એમના સમયમાં એમનો ચતુર્વિધ સંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) 39. 39 For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ વિશાળ થતો ગયો અને એમાં જ્ઞાની, ભક્ત, તપસ્વી, સેવાસમર્પિત ગુણસંપન્ન કેટલીય વ્યક્તિઓ સામેલ થઈ. એમના સંઘમાં ૧૪૦૦૦ સાધુ હતા જેમાં મુખ્ય અગિયાર ગણધર હતા. એમના સંઘમાં ૩૬૦૦૦ સાધ્વીઓ હતી, ૧૫૯૦૦૦ શ્રાવક અને બીજી ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ હતી. ભગવાન મહાવીરે પ્રારંભથી જ વાતચીત, ચર્ચા, વિચાર-વિમર્શ અને પરસ્પર સંવાદ પર ભાર આપ્યો અને ક્યારેય કોઈ પર પોતાના વિચારો લાદ્યા નહીં. એમની આસ્થામાં અંધવિશ્વાસ નહીં, બલ્ક તર્ક હતો, જ્ઞાનનો પ્રકાશ હતો. તેઓ કહેતા કે જે મનુષ્યો જાતે પોતાના સંદેહોને જાણી લે છે, તે સંસારનો સાર સમજી જાય છે. એમણે જિનશાસનને આસ્થાના સંવિધાનનું રૂપ આપી દીધું. ભગવાન મહાવીરે જૈન ધર્મની ગતિશીલતા અને ચૈતન્ય દર્શાવ્યાં. ધર્મને અત્યંત જીવંત બનાવી દીધો અને યુગની સમસ્યાઓના સંદર્ભમાં એની જરૂરત સ્થાપિત કરી. એમના દ્વારા કરવામાં આવેલી ધર્મની વ્યાખ્યામાં અનુભવોથી રસાયેલી મૌલિકતા હતી. ધર્મપ્રચારની પાછળ વ્યવસ્થિત આયોજન હતું. અહિંસા ધર્મ ફેલાવવા માટે અદમ્ય ઉત્સાહ, સાહસ અને સામર્થ્યભરી આસ્થા હતી. ભગવાન મહાવીરના નેતૃત્વમાં જૈન ધર્મનું એટલું વિરાટ, સ્પષ્ટ અને વ્યાપક રૂપે પ્રગટ થયું કે કેટલાય ઇતિહાસકારોએ ભૂલથી એમને જૈન ધર્મના સંસ્થાપકની જ સંજ્ઞા આપી દીધી અને ઇતિહાસની દૃષ્ટિએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મને સમકાલીન બતાવ્યા ! હકીકતમાં જૈન ધર્મ અત્યંત પ્રાચીન ધર્મ છે અને બૌદ્ધ ધર્મનો પ્રારંભ ભગવાન મહાવીરના યુગમાં ગૌતમ બુદ્ધ કર્યો. ગૌતમ બુદ્ધ સ્વયં જૈન ધર્મથી ઘણા પ્રભાવિત થયા હતા. ભગવાન મહાવીરે સમાજમાં અહિંસા પ્રત્યે માત્ર જાગૃતિ ન લાવતાં એનું વ્યવહારમાં પાલન કરાવવાનું તંત્ર ઊભું કર્યું. એમણે હંમેશાં અહિંસાને વિરોનું હથિયાર બતાવ્યું. એમણે ડર, અહમ્, વૈમનસ્ય અને રાગદ્વેષથી માનવઆત્માને સ્વતંત્ર કરવાનું સંકલ્પ સાથે બીડું ઉપાડ્યું. એમણે હંમેશાં 40 For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી કહ્યું કે ક્રોધને ક્ષમાથી જીતો, ઘમંડને વિનયથી અને લોભ-લાલચને સંતોષથી. ભગવાન મહાવીરને કેવળજ્ઞાનપ્રાપ્તિ પૂર્વે કરેલી દીર્ઘકાલીન કઠોર તપશ્ચર્યા અને સાધના દરમિયાન કેટલાય ઉપસર્ગો સહન કરવા પડ્યા હતા. એ જ રીતે કેવળજ્ઞાનપ્રાપ્તિ પછી ૩૦ વર્ષ સુધી સમગ્ર ભારતમાં વિહાર અને ઉપદેશ સમયે પણ રસ્તામાં કેટલીય મુશ્કેલીઓ અને તકલીફો આવી. જ્યારે ભગવાન મહાવી૨ અનાર્ય દેશોમાં ગયા ત્યારે એ લોકોએ એમને અપશબ્દો કહ્યા, લાઠીપ્રહાર કર્યો, પરંતુ આ બધું સમભાવ, શાંતિ, સૌમ્યતા, ધૈર્ય અને ક્ષમાભાવનાથી સહન કર્યું. સૂત્રકૃતાંગ સૂત્ર ૧-૬માં ભગવાનની સ્તુતિ કરતાં કહેવામાં આવ્યું છે पूढोवमे घुणई विगयगे न सिणिहिं कुव्वन् आसुन्ने । तरिकं समुदं व महाभवधं अभयं-केर वीर अणंत चक्खू । : (જેમ પૃથ્વી પર કોઈ મળ-મૂત્ર અને કચરો નાખે છે અથવા એને ખોદે છે તો પૃથ્વી સમભાવપૂર્વક બધું સહન કરી લે છે, કોઈની પર ગુસ્સે નથી થતી. એ જ રીતે ભગવાન પણ બધાં પ્રાણીઓ ૫૨ સમભાવ રાખે છે, ગુસ્સે નથી થતા.) ભગવાન મહાવીરનો ઉદય લોકશક્તિનો ઉદય હતો. ધર્મના ક્ષેત્રમાં તર્કસંગત અને વૈજ્ઞાનિક ચિંતન પ્રતિષ્ઠિત થયું; રાજતંત્ર વધુ માનવીય બન્યું; સમાજમાં સમતાભાવ ફેલાયો અને જનમાનસમાં શોષણરહિત આત્મોદયની પ્રેરણા અને ઉમંગ ઊછળવા લાગ્યાં. ૩૦ વર્ષ સુધી પૃથ્વી પર અવિરત અહિંસા, અનેકાંત અને અપરિગ્રહનો પ્રચાર કર્યા પછી ૭૨ વર્ષના આયુષ્યમાં પાવાપુરીમાં મહાવીર ભગવાનનું અંતિમ કલ્યાણક થયું અને તેઓ ઈ. સ. પૂર્વે ૫૨૭માં નિર્વાણ પામ્યા. ત્યારથી જૈન પરંપરામાં એમના નિર્વાણ દિવસને દિવાળીના તહેવારના રૂપમાં ઊજવવામાં આવે છે. 41 For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રમણ પરંપરા જૈન ધર્મના લાંબા ઇતિહાસમાં ચોવીસ તીર્થંકરોએ પોતપોતાના યુગમાં આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન તથા ધાર્મિક સાધનાઓને જીવંત કરી અને સમગ્ર જનસાધારણને એનો કલ્યાણકારી લાભ આપ્યો. અસંખ્ય જૈન આચાર્યો, ઉપાધ્યાયો, સાધુ-સાધ્વીઓએ ધર્મનો ધ્વજ ફરકતો રાખ્યો છે. જૈન સાધનાની આધારભૂમિ છે સાધુ અને સાધ્વી. સાધુથી આગળનું સોપાન છે ઉપાધ્યાય. ઉપાધ્યાયથી ઉપર આવે છે આચાર્ય. આચાર્યથી અરિહંત અને અરિહંતથી સિદ્ધ. જો સાધુ સાધનાનું ધરાતલ હોય તો સિદ્ધ એનું શિખર. અંતિમ ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર પછી જૈન સિદ્ધાંતો અને ધર્મસાહિત્યનું સર્જન અને સંરક્ષણ એમના ઉત્તરવર્તી શ્રમણો અને ઉપાસકોએ કર્યું છે. પ્રાચીન તીર્થો, મંદિરો, મૂર્તિઓ, શાસ્ત્ર, આગમ-પુરાણ અને અન્ય સ્મૃતિરૂપ કે સાંસ્કૃતિક વારસા પર અને શ્રુતધરાચાર્યો, સારસ્વતાચાર્યો તથા મંદિરો પર વિઘ્નસંતોષી તત્ત્વો દ્વારા કેટલીય વાર હુમલા થતા રહ્યા અને મૂર્તિઓ ખંડિત થતી રહી. ભગવાન ઋષભદેવના સમયથી જ શ્રમણ સંઘના For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પરંપરા વ્યવસ્થિત સંગઠનની શરૂઆત થઈ હતી. જૈન પુરાણો અનુસાર એમના ચતુર્વિધ સંઘમાં ૮૪ ગણધર (પ્રથમ ગણધર એમના જ પુત્ર વૃષભસેન), ૮૪૦૦૦ મુનિરાજ, ૩૫0000 આયિકાઓ (જેમાં મુખ્ય હતી એમની બે પુત્રીઓ – બ્રાહ્મી અને સુંદરી), ૩૮૦૦૦૦ શ્રાવક અને ૫૦૦૦૦૦ શ્રાવિકાઓ હતાં. ભગવાન મહાવીર સુધી આવી જ શ્રમણ સંઘની પરંપરાએ તીર્થકરોની દિવ્ય વાણીને દ્વાદશાંગ શ્રુતના કંઠસ્થ પ્રવાહમાં સદીઓ સુધી જીવંત રાખી. તેથી દરેક તીર્થકરના જીવન-અનુભવથી જૈન તત્ત્વજ્ઞાન વિકસિત થતું ગયું. શ્રમણ પરંપરામાં વિશિષ્ટ સ્થાન ૩૩ શલાકા પુરુષોનું છે. આમાં ૨૪ તીર્થકર સિવાય ૧૨ ચક્રવર્તી, ૯ નારાયણ, ૯ પ્રતિનારાયણ, ૯ બલભદ્રનો સમાવેશ થાય છે. એની સાથે રહ્યા છે રુદ્ર, યક્ષ, યક્ષિણીઓ અને હજારો મુનિરાજો. એમાંથી કેટલાંય નામો હિંદુ શાસ્ત્રો સાથે સામ્ય ધરાવે છે. ભરત, સાગર, મઘવા, વાલી, પ્રફ્લાદ, રામ, કૃષ્ણ, બલરામ વગેરે. બંને ધર્મોમાં મળતાં નામો એ સૂચવે છે કે જૈન સંસ્કૃતિના વ્યાપક પ્રસાર અને પ્રભાવથી હિંદુ ઇષ્ટદેવો પણ અળગા નથી રહ્યા. જો આપણે ઋષભદેવ અને મહાવીર વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછાં ૨૫૦૦ વર્ષનો માની લઈએ તો ૨૫ શતાબ્દીના લાંબા સમયગાળામાં મુનિ સંપ્રદાયનો પેઢી દર પેઢી સ્મૃતિથી ધર્મસાહિત્ય જીવંત રાખવામાં મોટો ફાળો છે. વળી હિંદુ ધર્મ ખૂબ ઝડપથી વ્યાપક બનતો હતો, ત્યારે જૈન સિદ્ધાંતોને વ્યાપક જનસમાજના બધા વર્ગોમાં જીવંત રાખવા માટે જૈન મુનિવર્ગ સમર્થ રહ્યો. દરેક યુગમાં માનવસ્વભાવ અનુસાર વિરોધી તત્ત્વો અવાજ ઉઠાવતા રહ્યા. એમ કહેવાય છે કે તીર્થંકર મહાવીરના સમયમાં પણ લગભગ ૩૬૩ વાદો હતા. કહે છે કે ભગવાન મહાવીરના સંઘમાં સાત નિહ્નવોએ તિરાડ પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમાં તેઓ અસફળ રહ્યા. અનેકાંત પ્રેરિત સમન્વયવાદી દૃષ્ટિકોણથી જૈન ધર્મનો પાયો પ્રારંભથી જ મજબૂત રહ્યો છે. જૈન સંસ્કૃતિનો મૂળ ગુણ સમન્વય હોવાથી ભલે જૈનની સંખ્યા ઓછી-વત્તી રહી હોય, પણ જૈન સિદ્ધાંતો વિકસિત થઈ રહેલી ભારતીય સંસ્કૃતિ દ્વારા સમગ્ર ભારતને પ્રભાવિત કરતા રહ્યા છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ બ્રહ્મચારી હરિલાલ જૈન દ્વારા લિખિત “ચોવીસ તીર્થંકર પુરાણમાં આચાર્ય જિનસેન ગુણભદ્રસ્વામીના આદિપુરાણ તથા વિભિન્ન ૮૦ પુરાણો અને ૩૦ વિવિધ શાસ્ત્રો (જેમકે જય ધવલા, સમયસાર, ષખંડાગમ, ધવલા વગેરે)ના આધારે એવી સંભાવના વ્યક્ત કરી છે કે ઋષભદેવથી આરંભીને ચંદ્રપ્રભ સ્વામી સુધીના આઠ તીર્થકરો સુધી જૈન ધર્મ નિર્વિઘ્ન ચાલ્યો, પરંતુ નવમા તીર્થંકર પુષ્પદંત અને પંદરમા તીર્થંકર ધર્મનાથ સુધીમાં થોડી શિથિલતા આવી, પણ સોળમા તીર્થંકર શાંતિનાથ પછી ભગવાન મહાવીર સુધી ધર્મ ફરી પ્રભાવશાળી બન્યો. તીર્થકર મહાવીરે જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં નવો પ્રાણ, નવી દિશા, ફૂર્તિ, અજોડ પ્રબન્ધન અને ગહનતા ઉમેર્યા. વધતાં જતાં કર્મકાંડ, હિંસક પ્રવૃત્તિ, ભેદભાવ, ધાર્મિક હરીફાઈઓ જોઈને જૈન સિદ્ધાંતોને સંગઠિત, સુનિયોજિત અને વિરાટ સંપૂર્ણ દ્વાદશાંગ ગ્રુતના રૂપમાં કર્યો. પોતાના મુખ્ય ગણધર ઇંદ્રભૂતિ ગૌતમને અર્ધમાગધી ભાષામાં પૂછેલા પ્રશ્નોના ઉત્તરો, વ્યાખ્યાઓ અને દેશના આપ્યા. ઇંદ્રભૂતિ ગૌતમ સાથે કુલ ૧૧ ગણધરો હતા અને એમના ૧૪000 શિષ્યો હતા. શ્રત દ્વાદશાંગ અન્ય આગમો અને પુરાણોની ગંગોત્રી બની ગયો અને તાર્કિક દૃષ્ટિથી એમનું વિશુદ્ધ આધ્યાત્મિક રૂપ જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક, વ્યાવહારિક અને તાર્કિક રૂપ પણ પ્રગટ થયું. જૈન દર્શને ખૂબ ઊંડાણથી આખીય સૃષ્ટિનાં બધા પાસાંઓનાં મૂળભૂત તત્ત્વોની ગવેષણા કરી. ફક્ત નૈતિકતા અને અધ્યાત્મ જ નહીં, પરંતુ પૃથ્વીવિજ્ઞાન, અણુ-પરમાણુ સિદ્ધાંત, દ્રવ્ય, ઊર્જા, પુદ્ગલ, પ્રકાશ, ધ્વનિસિદ્ધાંત, ગણિત, જ્યોતિષ, યોગદર્શન તથા ધ્યાનસાધના પર જૈન શાસ્ત્રોમાં વિપુલ જાણકારી મળે છે, જે આજના વૈજ્ઞાનિક અનુસંધાનો સાથે સુમેળ ધરાવે છે. જૈન શાસ્ત્રોમાં ઇતિહાસ, ભૂગોળ, માનવસંસ્કાર, મનોવિજ્ઞાન ઉપર પણ વિશાળ વ્યાખ્યા અને માહિતી મળે છે. જૈન ધર્મના કર્મ-સિદ્ધાંત પુદ્ગલની બંધરચના, આકાશદ્રવ્ય, કાલદ્રવ્ય વગેરેની વિચારણાઓ વૈજ્ઞાનિક પાયા પર ઘડાઈ છે. તાત્પર્ય એટલે કે જૈન ધર્મ નિરંતર સંકુચિત અંતર્મુખી ધર્મપંથના રૂપમાં નથી રહ્યો. 44 For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પરંપરા એનો જીવનનાં બધાં પાસાઓ સાથે જ્ઞાન-સમ્પન્ન સંપર્ક રહ્યો છે અને જૈનદર્શન પ્રજાકીય આસ્થાને અહિંસાની અખિલાઈ તરફ દોરી રહ્યું છે. ઘણાં વર્ષો પછી આગમો લખવામાં આવ્યા. દ્વાદશાંગ ગ્રુત સંપૂર્ણ સુરક્ષિત ન રહ્યું, તે નિસંદેહ છે. ૧૨ અંગોમાંથી ૧૧ અંગ ઉપલબ્ધ છે. ૧૨મું અંગ “દૃષ્ટિવાદ ભગવાન મહાવીર નિર્વાણ પછી ૧૫૦-૨૦૦ વર્ષના ગાળામાં લુપ્ત થઈ ગયું. જૈન ધર્મગ્રંથો અનુસાર જે દિવસે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું, એ રાત્રે એના મુખ્ય ગણધર ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૧૨ વર્ષ બાદ, જે દિવસે ગૌતમસ્વામીને નિર્વાણ પ્રાપ્ત થયું, ત્યારે ગણધર સુધર્માસ્વામીને કેવળજ્ઞાન થયું. ૨૦ વર્ષ પછી જ્યારે એમનું નિર્વાણ થયું ત્યારે બૂસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જંબુસ્વામી ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૧૪મા વર્ષે મોક્ષે ગયા. સુધર્માસ્વામીને શ્રુત પરંપરામાં મહાવીરવાણીના પ્રથમ ઉપદેશક માનવામાં આવે છે. જંબુસ્વામીએ એ પરંપરાને આગળ વધારી, પરંતુ એમના પછી કેવળી પરંપરા બંધ થઈ ગઈ. જંબૂસ્વામી સુધી દિગંબર-શ્વેતાંબર પરંપરાનું એક રૂ૫ રહ્યું. ત્યાર પછી બંનેમાં ભેદ થયો. દિગંબર પરંપરામાં નદિ, નન્ટિમિત્ર, અપરાજિત, ગોવર્ધન અને ભદ્રબાહુ એ પાંચ શ્રુતકેવળીઓનો ઉલ્લેખ છે. શ્વેતાંબર પરંપરામાં પ્રભાવ, શયંભવ, યશોભદ્ર, સંભૂતિવિજય અને ભદ્રબાહુ છે. બંને પરંપરાઓએ શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામીનો સ્વીકાર કર્યો છે. એમનું વ્યક્તિત્વ સર્વતોમુખી હતું. એના પછી સંપૂર્ણ ૧૪ પૂર્વોથી જ્ઞાનસંપન્ન કોઈ થયું નથી. તેઓ ઇંદ્રભૂતિ ગૌતમ ગણધરના આઠમા પટ્ટધર હતા. ભદ્રબાહુ સ્વામી ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૧૭૦મા વર્ષે મોક્ષે ગયા. શ્વેતાંબર માન્યતા અનુસાર એના પછી આચાર્ય સ્થૂલિભદ્ર કેવળ ૧૦ પૂર્વોનું અર્થપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા. ક્રમશઃ પૂર્વોનું જ્ઞાન લુપ્ત થતું ગયું અને આમ દૃષ્ટિવાદ નામનું બારમું અંગ સંપૂર્ણ લુપ્ત થયું. અગિયાર અંગ મુખપરંપરા રૂપે સુરક્ષિત રહ્યાં. બિહારમાં ૧૨ વર્ષનો ઘોર દુષ્કાળ પડ્યો, ત્યારે ભદ્રબાહુસ્વામી ઈ. સ. પૂર્વે ૩૯માં સમ્રાટ ચંદ્રગુપ્ત (જેમણે ભદ્રબાહુ પાસેથી મુનિ દીક્ષા લીધી હતી) અને For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ ૧૨૦૦૦ દિગંબર મુનિઓને લઈને દક્ષિણ ભારતમાં શ્રવણ બેલગોડા ચાલ્યા ગયા. તેઓ પોતાના સંઘને મૂળ સંઘ કહેવા લાગ્યા. આ સંઘે દક્ષિણ ભારતમાં જૈન ધર્મને ફેલાવ્યો. ઉત્તર ભારતમાં પાછા ફરતા સુધીમાં તો શ્વેતાંબર પરંપરા અલગ થઈ ગઈ અને મુનિઓએ ધારણ કરવાનાં વસ્ત્રો, આહાર અને આચારપ્રક્રિયા, રહેવાનાં સ્થાન વગેરેમાં ફેરફાર આવી ગયો હતો. મુખ્યતઃ વિભાજન અચેલત્વ (વસ્ત્ર રહિત મુનિ) ઔર સચેલત્વ (શ્વેત વસ્ત્ર ધારક મુનિ)માં થયું. શ્વેતાંબર માન્યતામાં અલ્પ વસ્ત્રો પર અને દિગંબર માન્યતામાં અવસ્ત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે. દિગંબર સંપ્રદાયની માન્યતા અનુસાર અપરિગ્રહ અને વૈરાગ્યનું પ્રતીક છે અચેલત્વ, જે પ્રારંભથી જ જૈન ધર્મની વિશિષ્ટતા રહી છે. શ્વેતાંબર સંપ્રદાય અપરિગ્રહ અને વૈરાગ્ય સાથે પૂર્ણ સહમત છે, પરંતુ સચેલત્વનો તરફી રહ્યો છે કારણ કે એમની માન્યતા મુજબ જો આત્મશુદ્ધિની પવિત્રતમ ભાવના આચાર અને વિચારના ઉચ્ચતમ શિખર પર પ્રતિષ્ઠિત હોય તો સચેતત્વ હોવાથી વૈરાગ્ય ઓછો નથી થતો. ધર્મગુરુઓમાં વિખવાદ અને મતભેદ આવવાથી શ્રમણ સંઘોમાં શિથિલતા પણ વધી અને બંને પરંપરાઓમાં અનેક સંઘ, ગણ, ગચ્છ વગેરે ભેદ ઊભા થયા. શ્વેતાંબર માન્યતા પ્રમાણે દુષ્કાળ પછી આચાર્ય સ્થૂલિભદ્રના નેતૃત્વમાં પાટલીપુત્રમાં આચાર્યોનું સંમેલન થયું. આમાં આગમોની જાળવણી પર ગંભીર વિચાર થયો. સ્થૂલિભદ્ર સમસ્ત પૂર્વોની જ્ઞાનપ્રાપ્તિ માટે પોતાના ગુરુ આચાર્ય ભદ્રબાહુ પાસે નેપાળ પણ ગયા જ્યાં તેઓ મહાપ્રાણ ધ્યાન કરી રહ્યા હતા. મહાવીર નિર્વાણનાં લગભગ ૮૦૦ વર્ષ પછી બીજું સંમેલન બીજા ૧૨ વર્ષના દુષ્કાળ પછી મથુરામાં થયું અને ત્રીજું ગુજરાતમાં વલભીપુર (સૌરાષ્ટ્ર)માં ભગવાન મહાવીરના નિર્વાણના લગભગ ૯૦૦ વર્ષ પછી થયું. આ સંમેલનમાં બધા આગમો અર્ધમાગધી ભાષામાં લખવાની શરૂઆત થઈ. દિગંબર પરંપરામાં ઈશુની પ્રથમ શતાબ્દીમાં કંઠસ્થ આગમોને શૌરસેની પ્રાકૃતમાં લિપિબદ્ધ કરનારા આચાર્ય પુષ્પદંત થયા જેમણે ૧,૨૦,૦૦૦ 46 For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પરંપરા શ્લોકવાળું “પખંડાગમ સૂત્ર રચ્યું. આમાં વસ્તુત: જૈન શ્રુતજ્ઞાન સમાયેલું છે. તેઓ આચાર્ય ધરસેનના શિષ્ય હતા. આચાર્ય ભૂતબલિએ પખંડાગમનો શેષ ભાગ અને મહાબંધ લખ્યા. પખંડાગમની પૂર્ણાહુતિની સ્મૃતિમાં શ્રુતપંચમી ઊજવવાની પરંપરાનો પ્રારંભ થયો. એ આગમ છ ખંડોમાં લખવામાં આવ્યું તેથી એનું નામ પખંડાગમ થયું. આ સમયે આચાર્ય ગણધરે કસાય પાહુડ સૂત્ર (૧૬,૦૦૦ પદ તથા ૨૩૩ ગાથાઓ) લખ્યું. આ પછી વિદ્વાન શ્રુતાચાર્યોની પરંપરા જ્વલંત રાખનાર અતિ વિશિષ્ટ કુંદકુંદાચાર્ય થયા. તેઓ કર્ણાટકમાં જન્મ્યા અને દિગંબર પરંપરામાં સર્વોપરિ સ્થાન મેળવ્યું. આજે પણ દિગંબર સંપ્રદાયમાં પ્રત્યેક મંગલ કાર્યમાં મહાવીર અને ગૌતમ ગણધર પછી એમને વંદન કરવામાં આવે છે. "मंगलं भगवान् वीरो, मंगल गौतम गणी, मंगलम् कुंदकुंदाचार्य, जैन धर्मोऽस्तु मंगलम् ।” આચાર્ય કુંદકુંદે ૨૩ ધર્મગ્રંથો લખ્યા જેમાં મુખ્ય છે સમયસાર, પંચાસ્તિકાય, પ્રવચનસાર અને નિયમસાર, અષ્ટપાહુડ, રયણસાર, વગેરે. દિગંબર પરંપરાના અન્ય પ્રસિદ્ધ આચાર્યો અને એમણે રચેલા ગ્રંથો આ પ્રમાણે છે : આચાર્ય ઉમાસ્વાતિ (તત્ત્વાર્થસૂત્ર) (ઈશુની બીજી શતાબ્દી); આચાર્ય લંગોવાડિગ્રાસ (શિલપ્તદિકટમ - તમિલ મહાકાવ્ય), આચાર્ય સમતભદ્ર (રત્નકરંડ શ્રાવકાચાર, યુજ્યનુશાસન, સ્તુતિ - વિદ્યા, સ્વયંભૂ - સ્રોત વગેરે); દેવનંદિ પૂજ્યપાદ આચાર્ય (ઈશુની છઠ્ઠી શતાબ્દી), સર્વાર્થ સિદ્ધિ, ઇષ્ટોપદેશ, વૈયાકરણ, સમાધિતંત્ર વગેરે); આચાર્ય અકલંકદેવ (આઠમી શતાબ્દી : તત્ત્વાર્થ વાર્તિક ટીકા, અષ્ટશતી વગેરે); આચાર્ય વિરસેન (નવમી શતાબ્દી - ધવલા, જયધવલા ટીકા વગેરે); આચાર્ય જિનસેન (નવમી શતાબ્દી - આદિપુરાણ, હરિવંશપુરાણ); આચાર્ય વિદ્યાનંદ (નવમી શતાબ્દી - તત્ત્વાર્થ શ્લોકવાર્તિક, અષ્ટસહસ્રી, સત્યશાસન પરીક્ષા વગેરે); આચાર્ય રવિસેન (પદ્મપુરાણ); આચાર્ય ગુણભદ્ર (ઉત્તર પુરાણ) અને આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી (દસમી શતાબ્દી – 41 For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ ગોમટસાર, જીવકાંડ, કર્મકાંડ, ત્રિલોકસાર વગેરે). આચાર્ય નેમિચંદ્ર ગોમટેશ્વર બાહુબલીની જગવિખ્યાત પ્રતિમાના પ્રતિષ્ઠાચાર્ય પણ હતા. દિગંબર પરંપરામાં શ્રાવકો અને ઉપાસકોના આચારવિચાર પર અધિક ચિંતન થયું છે. આચાર્ય કુંદકુંદ દ્વારા પાહુડ (૪૪ ગાથાઓ) વિક્રમ પ્રથમ શતાબ્દીનું છે. ૮૪ પાહુડોમાંથી હવે માત્ર ૨૦ ઉપલબ્ધ છે. આચાર્ય કુંદકુંદ દ્વારા રચિત - “રયણસાર'માં કુલ ૧૬૭ ગાથાઓ છે, જેમાં ૭૨ ગાથાઓમાં શ્રાવક ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વિશે હિંદી અને મરાઠીમાં વિદ્વાનોએ વ્યાખ્યાઓ પ્રકાશિત કરી છે. બીજી શતાબ્દીમાં આચાર્ય સમતભદ્ર સ્વામીએ પ્રસિદ્ધ “રત્નકરંડ શ્રાવકાચાર' (૧૫૦ ગાથાઓ) લખ્યું અને અનેકાંત સિદ્ધાંતનું પ્રથમ વાર વિશદ વિવેચન કર્યું. આચાર્ય સમતભદ્રના શિષ્ય આચાર્ય શિવકોટિએ “રત્નમાલા' ગ્રંથની રચના કરી. આઠમી-નવમી શતાબ્દીમાં આચાર્ય રવિષેણે “પદ્મપુરાણ' (જૈન રામાયણ) ગ્રંથ લખ્યો, આચાર્ય જયસિંહ નન્ટિએ “વરાંગચરિત' મહાકાવ્ય લખ્યું. આ શતાબ્દીમાં જ આચાર્ય જિનસેન દ્વારા લખાયેલું “હરિવંશપુરાણ' પ્રસિદ્ધ છે અને એ રીતે ૯મી શતાબ્દીમાં દ્વિતીય આચાર્ય જિનસેન દ્વારા લખવામાં આવેલ મહાપુરાણ” જાણીતું છે. દસમી શતાબ્દીમાં આચાર્ય અમૃતચંદ્રસૂરિ પોતાની રચના “પુરુષાર્થ સિદ્ધયુપાય માટે પ્રખ્યાત બની ગયા. ૧૧મી શતાબ્દીમાં સામંતદેવસૂરિ રચિત “ઉપાસકાધ્યયન' તથા વિક્રમ ૧૧મી શતાબ્દીમાં આચાર્ય અમિતગતિ રચિત “અમિતગતિ શ્રાવકાચાર', આચાર્ય ચામુંડરાયનું “ચારિત્રસારગત શ્રાવકાચાર', ૧૯મી શતાબ્દીમાં આચાર્ય બ્રહ્મનેમિદત્તનો “ધર્મોપદેશ જીમૂષવર્ષ શ્રાવકાચાર' પ્રસિદ્ધ ગ્રંથો છે. ૧૧ થી ૧૫મી શતાબ્દીમાં પ્રસિદ્ધ દિગંબર જૈનાચાર્યો થયા જેમાં 48 For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પરંપરા શુભચંદ્રાચાર્ય, આચાર્ય વાદિરાજ, પદ્મનન્દિ, બ્રહ્મદેવસૂરિ, નરેન્દ્રસેન, જયસેન, વસુનન્તિ, ગોવિંદાચાર્ય, ઇનન્દિ, સકલકીર્તિ અને સોમદેવ મુખ્ય છે. ૧૬થી ૨૦મી શતાબ્દી સુધીમાં પ્રસિદ્ધ દિગંબર જૈનાચાર્ય આચાર્ય સિંહનન્દિ, ક્ષેમચંદ્રાચાર્ય, મહીચન્દ્ર, શાંતિસાગરજી, વીરસાગરજી, શિવસાગરજી, ધર્મસાગરજી, અજિતસાગરજી, આદિસાગરજી, મહાવીરકીર્તિજી, જ્ઞાનસાગરજી, સમંતભદ્રજી, શ્રેયાંસસાગરજી વગેરે થઈ ગયા. શ્વેતાંબર પરંપરામાં આચાર્ય ભદ્રબાહુના શિષ્ય આચાર્ય સ્થૂલિભદ્ર હતા. એમને આચાર્ય ભદ્રબાહુ સ્વામી પાસેથી દ્વાદશાંગીનું જ્ઞાન મળ્યું. આ ક્રમમાં અંતિમ પૂર્વધ૨ આચાર્ય વજસ્વામી છે. આચાર્ય દેવર્કિંગણિ ક્ષમાશ્રમણે આગમવાચના કરી. એમની વાચના વલ્લભી નગરના સંમેલનમાં વીર નિર્વાણ ૯૮૦(અર્થાત્ વિક્રમની પ્રથમ શતાબ્દી)માં થઈ. ત્યાર પછી સિદ્ધસેન દિવાકરે (વીર નિર્વાણ ૧૧મી શતાબ્દી) કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી. આચાર્ય હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી અને આચાર્ય હેમચંદ્રે સાડા ત્રણ કરોડથી વધુ શ્લોક રચ્યા અને ૩૫૮ સૂત્રવાળું પ્રસિદ્ધ વ્યાકરણ ‘સિદ્ધહેમ’ રચ્યું. બંને પરંપરાઓમાં આચાર્ય ઉમાસ્વાતિ માન્ય છે અને એમના દ્વારા રચિત ‘તત્ત્વાર્થસૂત્ર' પ્રથમ શતાબ્દીથી ત્રીજી શતાબ્દી વચ્ચેનું માનવામાં આવે છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ જૈનદર્શનમાન્ય તત્ત્વો તથા પદાર્થોને સૂત્ર શૈલીમાં રજૂ કરતો પ્રથમ સંસ્કૃત ગ્રંથ છે. એના દસ અધ્યાયોમાં જીવ વગેરે તત્ત્વોના માધ્યમથી જ્ઞાનના પ્રકારો, જીવનું સ્વરૂપ, નરક તથા નારકીઓ, સ્વર્ગ તથા દેવોની રચનાનું વર્ણન, શ્રાવકાચાર પદ્ધતિ તથા વિધિનું વર્ણન તથા અંતમાં કેવળજ્ઞાનના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રાચીન અને આધુનિક કાળમાં ‘તત્ત્વાર્થસૂત્ર' ઉપર કેટલાય ભાષ્યો અને ટીકાગ્રંથો લખવામાં આવ્યાં છે. ‘તત્ત્વાર્થધિગમ ભાષ્ય' અને ‘શ્રાવકધર્મ વિજ્ઞપ્તિ ગ્રંથ' પણ આચાર્ય ઉમાસ્વાતિજીએ લખ્યાં છે. ચોથી શતાબ્દીના પૂજ્યપાદ આચાર્ય દેવનંદિએ તત્ત્વાર્થસૂત્ર ૫૨ ‘સર્વાર્થસિદ્ધિ’ નામની વિખ્યાત ટીકા લખી છે. આને દિગંબર જૈનો પ્રથમ ટીકા 49 For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વારસો અને વૈભવ માને છે. સાતમી શતાબ્દીમાં વિદ્વાન ભટ્ટ અકલંક દેવે તત્ત્વાર્થ રાજવાર્તિકની રચના કરી, જેમાં અનેકાંત સિદ્ધાંતને સ્પષ્ટ રૂપે સમજાવવામાં આવ્યો છે. આઠમી શતાબ્દીમાં આચાર્ય વિદ્યામંદિએ તત્ત્વાર્થ શ્લોકવાર્તિક રચ્યો. આ શૃંખલામાં શ્રુતસાગરસૂરિએ તત્ત્વાર્થવૃત્તિની રચના કરી. ૨૦મી સદીમાં તત્ત્વાર્થસૂત્ર પર પંડિત સુખલાલ સંઘવી, ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી, કૈલાશચંદ્ર શાસ્ત્રી, પન્નાલાલ સાહિત્યાચાર્ય, કાનજીસ્વામી અને નથમલ ટાંટિયાજીએ વિવેચન લખ્યું. નવમી શતાબ્દીમાં આચાર્ય હરિભદ્રસૂરિએ “શ્રાવકધર્મ બિંદુ પ્રકરણ' લખ્યું, જેમાં ગૃહસ્થો અને શ્રમણોના સામાન્ય તથા વિશેષ આચરણના નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ ગ્રંથ પર વિ. સં. ૧૧૮૧માં મુનિચંદ્રસૂરિએ હસ્તલિખિત ટીકા લખી જેનો અનુવાદ ગુજરાતી તથા હિંદીમાં થઈ ગયો છે. પોતાના ગ્રંથ “શ્રાવકધર્મ સમાસ'માં આચાર્ય હરિભદ્રસૂરિએ ૧૨૦ પ્રાકૃત ગાથાઓ સામેલ કરી – જેની ઉપર વિ. સં. કે ઈ. સ. ૧૫૪૮માં ભાનદેવસૂરિએ ટીકા લખી છે. ૧૧મી શતાબ્દીમાં આચાર્ય જિનેશ્વરસૂરિએ ષસ્થાન પ્રકરણ લખ્યું જેમાં વ્રતપરિકર્મત્વ, શીલત્વ, ગુણત્વ, ઋજુવ્યવહાર, ગુરુસેવા પર વિવેચન છે. ઉપાધ્યાય જિનપાલે આ ગ્રંથ પર તેરમી શતાબ્દીમાં ભાષ્ય લખ્યું. ચૌદમી શતાબ્દીમાં આચાર્ય દેવેન્દ્રસૂરિની રચના “શ્રાદ્ધ દિનકૃત્ય સૂત્ર” અને એમના દ્વારા લખાયેલી ટીકા પ્રસિદ્ધ છે. પંદરમી શતાબ્દીમાં આચાર્ય શેખરસૂરિએ શ્રાવકો માટે માર્ગદર્શક એવો “વિધિકૌમુદી' ગ્રંથ લખ્યો. શ્વેતાંબર સ્થાનકવાસી પરંપરા અનુસાર કુલ આગમ સાહિત્ય ૩૨ છે. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ છેદ, ૪ મૂલ અને ૧ આવશ્યક. શ્વેતાંબર મૂર્તિપૂજક (દેરાવાસી) પરંપરા ૪૫ આગમ ગ્રંથ માને છે. કેટલાક આગમોનો ક્રમ ૮૪ સુધી લઈ જાય છે. ૧૪ પૂર્વોમાં તીર્થંકર પાર્શ્વનાથના સમયનું સાહિત્ય હતું, જે સ્મૃતિમાંથી લુપ્ત 50 For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પરંપરા થઈ ગયું. સ્મૃતિમાં રહેલા અને લિપિબદ્ધ થયેલા ૧૧ અંગ આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), જ્ઞાતધર્મકથા, ઉપાસક દશાંગ, અંતકૃદ્ધશાંગ, પ્રશ્ન વ્યાકરણ, વિપાસૂત્ર છે. ' એની સાથે જ વિદ્વાન શ્વેતાંબર સાધુઓએ નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, વૃત્તિ, વ્યાખ્યા વગેરે રૂપમાં આગમો પર વિશદ ટીકાઓ લખી છે. ઘણું લુપ્ત થવા છતાં પણ જૈન સાહિત્ય ઘણું વિશાળ અને ગહન છે અને શ્રમણ સંસ્કૃતિના વ્યાપક પૂર્ણતત્ત્વનું પ્રતિબિંબ પાડે છે. બધા જૈન આચાર્યો અને ધર્મગુરુઓએ ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક નિર્માણમાં બહુમૂલ્ય ફાળો આપ્યો, જેના કારણે એમને સમાજમાં તમામ વર્ગોમાં આદર સાથે યાદ કરવામાં આવે છે. એમણે સમન્વયવાદ પર ભાર આપ્યો. પોતાની વાત સ્પષ્ટ અને પ્રભાવક ભાષામાં કહી, પરંતુ બીજા ધર્મપંથો ઉપર ક્યારેય આક્ષેપ કર્યો નથી કે કીચડ ઉછાળ્યો નથી. એમની સહિષ્ણુતાની પરંપરાને વર્તમાન યુગના જૈન સંતો, આચાર્યો અને વિદ્વાનોએ અત્યંત કુશળતાથી અદ્ભુત શૈલીમાં દર્શાવી છે. , શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણાને કારણે ગુજરાતના સમ્રાટ કુમારપાળે અહિંસા અને શાકાહારની દિશા પોતાના રાજ્યને માટે નક્કી કરી અને તેની ઘોષણા કરી. એ જ રીતે દક્ષિણ ભારતમાં વિજયનગર રાજ્યમાં અહિંસાની પ્રતિષ્ઠા તથા બિહાર અને મથુરામાં અહિંસા ફેલાવવાનું શ્રેય પણ જૈનાચાર્યોને જાય છે. વકીલાતના અભ્યાસ માટે મહાત્મા ગાંધી લંડન જઈ રહ્યા હતા ત્યારે જૈન સંત બેચરસ્વામીએ એમને મઘ, માંસ અને પરસ્ત્રીગમનનો ત્યાગ કરાવ્યો હતો અને ત્યાર પછી શ્રીમદ્ રાજચંદ્રજીએ એમને પૂર્ણ અહિંસક બનાવી દીધા. વ્યાપક ભારતીય તથા વિશ્વ સમાજને માટે લાડનૂ વિશ્વવિદ્યાલયથી ઘણું સાહિત્ય પ્રકાશિત થતું રહ્યું છે અને ગણાધિપતિ તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞની નિશ્રામાં અહિંસા અને અણુવ્રત પર કેટલાંય આંતરરાષ્ટ્રીય સંમેલન થઈ ગયાં છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ ઘણા મૌલિક, વિશ્લેષણાત્મક પરંતુ સહજ રૂપથી જૈન For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ ધર્મના વિભિન્ન સિદ્ધાંતો પર કેટલાંય પુસ્તકો લખ્યાં છે, એમણે જૈન ધર્મ અને દર્શન સાહિત્યનાં પુસ્તકો સાધારણ લોકો માટે સ્પષ્ટ, સરળ અને સહજ બનાવ્યાં શ્રી કાનજીસ્વામી અને શ્રીમદ્ રાજચંદ્રજીને અનુસરનારા માટે હિંદી તથા ગુજરાતીમાં ઘણું, ગંભીર અને વિવેચનાત્મક આત્મબોધક સાહિત્ય પ્રગટ થયું છે. બે વર્ષ પૂર્વે શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મશતાબ્દીના અવસર પ્રસંગે વિશ્વભરમાં સમારોહ અને વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમના જીવન અને સાહિત્ય વિષે લોકોમાં ઘણી રુચિ જાગ્રત થઈ. પ્રારંભથી અત્યાર સુધી ચાલતી આવતી ગુરુપરંપરાના કેટલાય કીર્તિમાનોનું આ પૂર્ણ વિવરણ નથી. આ વિવરણ એ વાતનું ઘાતક છે કે આજે અને કાલે આવનારા યુગમાં ધર્મગુરુ પરંપરાએ જૈન ધર્મને માનવધર્મ બનાવવાના અવસરનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ. આ માટે વર્ગ, સંપ્રદાય, જાતિ, જ્ઞાતિ વગેરે કુંડાળાથી પર થઈને નવા અવસરનો લાભ ઉઠાવવો અત્યંત આવશ્યક છે. શિક્ષિત જૈન સમાજ પર એટલી જ જવાબદારી આવી જાય છે. એ જૈન ધર્મના મર્મને ગ્રહણ કરે અને એની પ્રાસંગિકતા વ્યાપક જનમાનસમાં સ્થાપિત કરે. 52 For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાયની પરંપરાઓ ઈ. સ. પૂર્વની શતાબ્દીના છેલ્લા તબક્કામાં અને પ્રથમ શતાબ્દીના પ્રારંભમાં જૈન ધર્મ બે મુખ્ય સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો : (૧) દિગંબર (૨) શ્વેતાંબર. આજે જ્યારે આપણે સંપૂર્ણ જૈન સમાજને એકત્રિત અને સુગઠિત કરવા ઇચ્છીએ છીએ, ત્યારે ઝીણવટથી સમજવાની વસ્તુ છે એ કે આવું વિભાજન કેમ થયું અને દરેક પરંપરામાં બીજાં વધુ વિભાજન કેમ થયાં, એનાથી જૈન સમાજની ઓળખને શું નુકસાન થયું છે અને આ ગૂંચને વધુ ઉલઝાવવાને બદલે કઈ રીતે એનો ઉકેલ આવી શકે. એ સ્મરણીય છે કે ભગવાન મહાવીરના નિર્વાણનાં આશરે ૧૫૦ વર્ષ પછી બાર વર્ષના દુષ્કાળમાં મુનિવર્ગ વિખરાઈ જવાથી વિરોધાભાસ ઉત્પન્ન થયો જેણે સંપ્રદાયવાદને જન્મ આપ્યો. મુખ્ય અંતર હતું સચેતત્વ અને અચલત્વ વિશે. દિગંબર પરંપરા દિગંબરત્વ અથવા અચલત્વને વિશુદ્ધ જૈન પરંપરા માને છે, અને એને મૂળ પંથ કહે છે. દિગંબર પરંપરાની માન્યતા છે કે મૂળ જૈન ધર્મ દિગંબરત્વ પર જ આધારિત રહ્યો છે અને શ્વેતાંબર For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ જેને ધર્મ: વારસો અને વૈભવ પરંપરા દુકાળના સમયે મુખ્ય ધારાથી દૂર થઈ. દિગંબરત્વ એટલે ત્યાગ અને વીતરાગની તરફ પૂર્ણત: વધવું. ડૉ. હુકમચંદ ભારિલ પોતાના પુસ્તક “તીર્થકર મહાવીર ઔર ઉનકા સર્વોદય તીર્થમાં લખે છે : દિગંબર કોઈ વેષ નથી, સંપ્રદાય નથી, વસ્તુનું સ્વરૂપ છે; અંદરથી બધું છૂટી ગયું છે, દેહ છૂટવાનો થોડો સમય લાગી શકે છે. પણ તે પણ છૂટવાનો છે, કારણ કે એના પ્રત્યે રાગ હતો, તે તૂટી ગયો છે. દેહ રહી ગયો છે તો ભલે રહ્યો, જ્યારે છૂટશે ત્યારે છૂટી જશે, પણ એની પરવા છૂટી ગઈ છે.” શ્વેતાંબર પરંપરામાં નિગ્રંથ એટલે ગ્રંથિરહિત એટલે કે બધા પરિગ્રહોથી મુક્ત. શ્વેતામ્બર પરંપરા આત્મશુદ્ધિ, અપરિગ્રહ, વીતરાગતામાં એટલી જ આસ્થાવાન છે, પરંતુ મુનિશરીર પર શ્વેત વસ્ત્ર હોવું, એ ભૌતિકતા કે પરિગ્રહમાં સમાવેશ પામતું નથી. શ્વેતાંબર માન્યતા છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના મહત્ત્વને જોતાં વસ્ત્ર વગેરે ઉપકરણોની આવશ્યકતા છે અને ફક્ત જૂજ પ્રમાણમાં શ્વેત વસ્ત્રો ધારણ કરવાની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. સ્થાનકવાસી શ્વેતાંબર આચાર્ય સુશીલકુમારજીએ પોતાના પુસ્તક “જૈન ધર્મ” (પૃ. ૩૯)માં પોતાનો મત આ રીતે વ્યક્ત કર્યો છે : “મહાવીરે મહાવ્રત અને પ્રતિક્રમણાત્મક અંત:શુદ્ધિ પર જેટલો દૃઢતાપૂર્વક ભાર મૂક્યો છે એટલી દઢતા સચેલ અથવા અચલના એકાંતિક પક્ષ પર નથી મૂકી. આ કારણથી એમના સમયમાં તો સમન્વયાત્મક સિદ્ધાંતોથી અને પાપાયિકો તથા મહાવીર સંઘમાં સમજણના દૃષ્ટિકોણથી અને પ્રેમથી કામ ચાલતું રહ્યું, પરંતુ જંબૂસ્વામી તથા ભદ્રબાહુજીના સર્વતોમુખી વ્યક્તિત્વની ખોટથી સચેલ અને અચેલનો જૂનો વિવાદ શ્વેતાંબર અને દિગંબર નામથી બહાર આવ્યો. એટલું નક્કી છે કે ભગવાન મહાવીરે જ્યારે ગૃહત્યાગ કર્યો ત્યારે એક વસ્ત્ર ધારણ કર્યું હતું, ક્રમશ: એમણે હમેશાને માટે એ વસ્ત્રનો પણ ત્યાગ કરી દીધો અને પૂર્ણત: અચેલ (નિર્વસ્ત્ર) થઈ ગયા.” પ્રસિદ્ધ ઇતિહાસકાર આર. સી. મજમુદાર પોતાના પુસ્તક “પ્રાચીન ભારતમાં(પૃ. ૧૪૯)માં લખે છે : 54 For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ “જ્યારે આચાર્ય ભદ્રબાહુના અનુયાયીં દક્ષિણ ભારતથી મગધ પાછા ફર્યા તો એક મોટો વિવાદ ઊભો થયો. નિયમ અનુસાર જૈન સાધુ નગ્ન રહેતા હતા પરંતુ મગધના જૈન સાધુઓએ દુર્ભિક્ષ કાળમાં સફેદ વસ્ત્ર ધા૨ણ ક૨વાનો પ્રારંભ કર્યો. દક્ષિણ ભારતથી પાછા ફરેલા જૈન સાધુઓએ આનો વિરોધ કર્યો કારણ કે તેઓ પૂર્ણ નગ્નતાને મહાવીરના ઉપદેશનો આવશ્યક ભાગ માનતા હતા. વિરોધ શાંત થવો અસંભવ હતો. આ રીતે શ્વેતાંબર (જેના સાધુ સફેદ વસ્ત્ર ધારણ કરે છે) અને દિગંબર (જેના સાધુ એકદમ નગ્ન રહે છે) સંપ્રદાય ઉત્પન્ન થયો.” સંપ્રદાયની પરંપરા વસ્તુત: જૈન ધર્મની આધ્યાત્મિકતા, કર્મવાદ, અહિંસા, અનેકાંત, અપરિગ્રહ સિદ્ધાંત અથવા સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યરિત્રથી મોક્ષપ્રાપ્તિના તત્ત્વજ્ઞાનમાં બંને પરંપરાઓમાં કોઈ અલગપણું નથી, કોઈ મતાંતર નથી. પરંતુ એમના ધાર્મિક વિશ્વાસ, રીતિરિવાજ અને અનુષ્ઠાનોમાં મતમતાંતર મળે છે. શ્વેતાંબર પરંપરાનું તીર્થંકર મલ્લિનાથને મહિલા તીર્થંકર માનવાનું પણ આ મતાંતરનું ફળ છે, કારણ કે દિગંબર પરંપરાની માન્યતામાં માત્ર દિગંબર પુરુષમુનિ જ તીર્થંકર પદ પ્રાપ્ત કરી શકે છે. દિગંબર-શ્વેતાંબર ભેદ અંગેની અત્યંત રોચક માહિતી જોઈએ. શ્વેતાંબર પરંપરા કેવળી ભોજન કરે છે. કેવળીને નિહાર હોય છે. સવસ્ત્ર મુક્તિ થઈ શકે છે. સ્ત્રી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. તીર્થંક૨ મલ્લિનાથનું સ્ત્રી હતા. ગૃહસ્થ વેશમાં મુક્તિ સંભવ. ભરત ચક્રવર્તીને ભવનમાં જ કેવળજ્ઞાન. દિગંબર પરંપરા નથી કરતા. નથી હોતો. મુક્તિ માટે દિગંબર હોવું જરૂરી છે. નથી કરી શકતી. સ્ત્રી તીર્થંકર નથી થઈ શકતી. મલ્લિનાથ પુરુષ તીર્થંકર હતા. ના. સાધુ હોવું જરૂરી છે. અસંભવ. 55 For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ શ્વેતાંબર પરંપરા દિગંબર પરંપરા મરુદેવી હાથી પર ચડવા સાથે જ મુક્તિગમન. અસંભવ વસ્ત્રાભૂષણથી સુસજ્જ પ્રતિમાનું પૂજન. પૂર્ણત: દિગંબર તથા વીતરાગ પ્રતિમા જ પૂજનયોગ્ય. મુનિઓનાં વસ્ત્ર, પાત્ર વગેરે ૧૪ ઉપકરણ. મુનિ કોઈ પણ પ્રકારના વસ્ત્રનો ઉપયોગ નથી (પાત્ર, પાત્રબંધ, પાત્રથાપન, પાત્ર પ્રમાર્શનિક, કરતા અને હંમેશાં દિગંબર રહે છે. આહાર પટલ, રજસાણ, ગુચ્છક, બે ચાદર, ઉનનું હાથમાં લે છે અને કોઈ પાત્ર વગેરેનો ઉપયોગ વસ્ત્ર, રજોહરણ, માત્રણ, ચોલપટ્ટક તથા નથી કરતા. કેવળ એક પીછિકા રાખે છે. એક લાંબો દંડ વગેરે રાખે છે.). ભગવાન મહાવીરના ગર્ભનું પરિવર્તન થયું. એ અસંભવ. ભ. મહાવીરનો વિવાહ અને એક કન્યાજન્મ. મહાવીરે વિવાહ કર્યો જ નહોતો. મુનિગણ અનેક વાર ભોજન લે છે. એક સ્થાન પર ઊભા રહી પોતાના હાથમાં લે છે. મુનિઓનું અનેક ઘરેથી ભિક્ષાગ્રહણ. એક દિવસમાં એક જ વાર. મહાવીર ભ.નો તેજોવેશ્યાનો ઉપસર્ગ. નહીં. અગિયાર અંગોની મૌજૂદગી. અંગ જ્ઞાન લોપ થઈ ગયું છે. તીર્થકરોના ગર્ભમાં આવવાના સમયે એમની દિગંબર પરંપરા પ્રમાણે ૧૯ સ્વપ્ન છે. માતાઓને આવનારાં સ્વપ્ન ૧૪ છે. પર્યુષણ પર્વ માત્ર ૮ દિવસના હોય છે, દશલક્ષણ પર્યુષણ પર્વ ૧૦ દિવસના હોય છે અને અંતિમ દિવસ સંવત્સરી (ક્ષમાપના) પર્વ શ્વેતાંબર પર્વ સમાપ્ત થાય ત્યારે શરૂ થાય છે. ૧૦ હોય છે. દિવસ પૂરા થયા પછી ક્ષમાવાણી આવે છે. જો આપણે ૨૧મી સદી અને ત્યારપછી જૈન ધર્મને માત્ર સુરક્ષિત જ ન રાખવો હોય પરંતુ એના પ્રભાવને વધારવો હોય તો આપણે જૈન સિદ્ધાંતોમાં રહેલાં અનેકાંત અને સમન્વયની ભાવનાનો સ્વીકાર કરીને આ ભેદ હોવા છતાં એકતાની કડીને મજબૂત કરવાની રહેશે. જૈન ધર્મનો મૂળ ગુણ વિવિધતામાં 56 For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાયની પરંપરા એકતા (Unity in Diversity) છે, કારણ કે મૂળભૂત સિદ્ધાંતોમાં કોઈ મતભેદ નથી. આપણાં ક્રિયાકાંડ, પૂજન-અર્ચનની પ્રક્રિયા, મુનિસંહિતામાં થોડો ભેદ છે. વસ્તુત: સંસારના બધા ધર્મોમાં આવું થયું છે. સંસારના બધા ધર્મોમાં વિભાજન થયાં છે પરંતુ સદ્ભાગ્યે દિગંબર-શ્વેતાંબરોમાં અંતરની એવી દીવાલો નથી ઊભી થઈ ગઈ જેવી અન્ય ધર્મોમાં થઈ છે. ત્યાં ધર્મયુદ્ધોમાં લોહીની નદીઓ સુધ્ધાં વહી છે. જૈન સમાજે બધા વર્ગો અને સંપ્રદાયોનો આદર કરીને એની સંકીર્ણ માનસિકતામાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. શાંતિમય સહઅસ્તિત્વ અને ઉદાર સહિષ્ણુતાથી આપણે વધતી જતી અસમાનતાને રોકી શકીએ છીએ. આપણા પંથ ભલે અલગ-અલગ હોય, પરંતુ તાત્ત્વિક ધર્મ તો એક છે. આ માન્યતાને સમગ્ર જૈન જનજીવનમાં આત્મસાત્ કરવાની આજના યુગની જૈન સમાજની પ્રાથમિકતાઓમાં સર્વોપરિ જરૂરિયાત છે. ત્યારે જ આપણે એક સૂત્રમાં બંધાઈને, સાચા અર્થમાં એક થઈને વિશ્વમાં અહિંસાનો ધ્વજ ફરકાવવામાં સમર્થ અને સફળ થઈશું. ભગવાન મહાવીરના નિર્વાણ પછી આશરે ૧૦૦ વર્ષ પછી જૈન ધર્મ દિગંબર અને શ્વેતાંબર – એમ બે પરંપરાઓમાં વહેંચાઈ ગયો ત્યાર પછી બંને પરંપરાઓમાં પણ અલગ પંથ ફૂટી નીકળ્યા. આનું કારણ છે તત્કાલીન સંતો અને મુનિઓ. એમણે પોતાની અલગ વિચારધારા પ્રમાણે ધર્મગ્રંથોનું વિશ્લેષણ કરીને પોતાના પંથની ઓળખ અને અસ્તિત્વ સ્થાપિત કરવાની કોશિશ કરી. દિગંબર પંથઃ દિગંબર પરંપરામાં વિભાજન (૧) બીસપંથી, (૨) તેરાપંથી, (૩). તરણપંથી, અને આધુનિક યુગમાં (૪) કાનજીસ્વામી પંથના રૂપમાં થયું છે. દિગંબર વીસપંથ દિગંબર બીસપંથી ભટ્ટારકોને ધર્મગુરુ માને છે. પોતાનાં મંદિરોમાં તીર્થકરો સિવાય તેઓ ક્ષેત્રપાલ, પદ્માવતી અને અન્ય દેવતાઓની 57 For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ : પ્રતિમાઓને પણ રાખે છે અને પૂજે છે. પૂજા કરતી વખતે તેઓ ઊભા ન રહેતાં બેસી જાય છે. પૂજામાં લીલાં ફળ, ફૂલ વગેરે ચઢાવે છે. તેઓ રાત્રે આરતી પણ કરે છે અને પ્રસાદ વહેંચે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને દક્ષિણ ભારતના મોટાભાગના દિગંબર જૈનો બીસ પંથી છે. દિગંબર તેરાપંથી : ઈ. સ. ૧૫૯૬માં મુખ્યત્વે ભટ્ટારકોના પ્રભાવને હટાવવા માટે તેરાપંથ શરૂ થયો. તેરાપંથી મંદિરોમાં ફક્ત તીર્થંકરોની પ્રતિમાઓ રાખે છે પણ ક્ષેત્રપાલ, પદ્માવતી, વગેરેની નહીં. તેઓ પૂજામાં ક્યારેય ફળ, ફૂલ કે લીલી ભાજીનો ઉપયોગ નથી કરતા કારણ કે આ પદાર્થ ‘સચિત્ત’ છે. માટે પૂજામાં અક્ષત, ચંદન, બદામ, સૂકાં નારિયેળ જેવાં દ્રવ્યો જ કામમાં લેવામાં આવે છે. તેઓ મંદિરોમાં પ્રસાદ પણ નથી વહેંચતા અને પૂજા ઊભા રહીને કરે છે. તેરાપંથી મોટેભાગે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળે છે. દિગંબર તેરાપંથી, શ્વેતાંબર તેરાપંથીથી જુદા છે. શ્વેતાંબર તેરાપંથ, દિગંબરત્વ અને મૂર્તિપૂજા બંનેને સ્વીકારતો નથી. દિગંબર તેરાપંથના પ્રસિદ્ધ મહાપુરુષ આચાર્ય કલ્પ પં. ટોડરમલ હતા, જેઓ ૧૮-૧૯મી શતાબ્દીના કાળમાં જૈન ધર્મના પ્રકાંડ વિદ્વાન હતા અને એમની ‘ગોમ્મસાર’ પર ટીકા અને લગભગ ૧૨થી વધુ મૌલિક રચનાઓ અને વ્યાખ્યાત્મક ટીકાઓ પ્રસિદ્ધ છે. દિગંબર તરણપંથ : દિગંબર તરણપંથ મૂર્તિપૂજા અને બાહ્ય ધાર્મિક પ્રક્રિયાઓને નથી માનતો અને ધર્મતત્ત્વ પર આધારિત સાધના પર ભાર આપે છે. આ પંથ અને સ્થાનકવાસી શ્વેતાંબર પંથમાં ઘણી સમાનતા જોવા મળે છે. જોકે બંનેને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. આ પંથનો પ્રભાવ મધ્યપ્રદેશના કેટલાક પ્રદેશો સુધી જ મર્યાદિત રહ્યો છે જ્યાં એના અનુયાયીઓ આજે પણ જોવા મળે છે. પરંતુ એમની સંખ્યા ખૂબ જ ઓછી છે. કાનજીસ્વામી પંથ : ૨૦મી શતાબ્દીમાં દિગંબર પરંપરામાં કાનજીસ્વામીનો 58 For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાયની પરંપરા પંથ ઊભો થયો છે. કાનજીસ્વામી શ્વેતાંબર સ્થાનકવાસી હતા પરંતુ દિગંબર આચાર્ય કુંદકુંદના નિશ્ચયનય પ્રરૂપણાથી ખૂબ પ્રભાવિત થયા અને વ્યવહારનય છોડીને પૂરો ભાર નિશ્ચય પર આપવા લાગ્યા. છેલ્લા દસકામાં આના અનુયાયી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વધી ગયા છે. આ પંથનાં મુખ્ય કેન્દ્રો સૌરાષ્ટ્રમાં સોનગઢ અને રાજસ્થાનમાં જયપુરમાં છે. ધીરે ધીરે ભારત અને વિદેશોમાં તેઓ પોતાનાં મંદિરો સ્થાપવા લાગ્યા છે અને પોતાના વિચારોને અનુરૂપ ઘણી ધર્મસામગ્રીનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ૨૦મી શતાબ્દીમાં મુખ્ય દિગંબર આચાર્ય સ્વર્ગીય શાંતિસાગરજી (૧૮૭ર૧૯૫૫), સ્વ. આચાર્ય આદિસાગરજી (૧૮૬૯-૧૯૪૩) તથા વર્તમાનમાં આચાર્ય વિદ્યાનંદજી, આચાર્ય વિમલસાગરજી, આચાર્ય વિદ્યાસાગરજી, આચાર્ય પુષ્પદંત સાગરજી, આચાર્ય વિદ્યાનંદજી થયા છે. તરુણ મુનિઓમાં વિશેષ વિખ્યાત રહ્યા છે મુનિશ્રી તરુણસાગરજી અને આર્થિકા જ્ઞાનમતી માતાજી. શ્વેતાંબર પંથ : શ્વેતાંબર પરંપરા વહેંચાઈ ગઈ છે મુખ્ય ત્રણ પંથોમાં. (૧) મૂર્તિપૂજક અથવા દેરાવાસી, (૨) સ્થાનકવાસી, (૩) તેરાપંથી. ઉપરાંત વીરાયતન સંપ્રદાય અને શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય સંઘ પણ એમની જન્મશતાબ્દી જયંતિના સમયથી ગુજરાતમાં અને ગુજરાતી સમાજોમાં વધુ સક્રિય થઈ ગયો છે. મૂર્તિપૂજક અથવા દેરાવાસી : શ્વેતાંબર મૂર્તિપૂજક અને દેરાવાસની સંખ્યા વધુ છે અને તેમની સર્વાધિક સંખ્યા ગુજરાતમાં જોવા મળે છે. આમ તો તેઓ હવે ભારતમાં બધા ભાગોમાં અને વિદેશમાં પણ ફેલાઈ ગયા છે. મૂર્તિપૂજક સમાજ પૂજા સમયે ફળ, ફૂલ, કેસર વગેરે ચઢાવે છે અને તીર્થકરોની મૂર્તિઓને રત્ન, પુષ્પ વગેરેથી સજાવે છે. પર્યુષણ પર્વના આઠ દિવસમાં આકર્ષક આંગીની પ્રથા ઘણી પ્રચલિત છે. સમયાનુક્રમે મૂર્તિપૂજકોમાં પણ ઉપશાખાઓ બની. એમનામાં વિવિધ ગચ્છ 59. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ થઈ ગયા. ખરતગચ્છ સંપ્રદાયના ઘણા અનુયાયી વિશેષ કરીને મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં છે. આ ગચ્છ આચાર્ય જિનેશ્વરસૂરિ દ્વારા પ્રવર્તિત છે અને શાસ્ત્રસમ્મત શ્રમણ પરંપરા કહીને એને વર્ણિત કરવામાં આવે છે. આમાં અત્યાર સુધી ચાર દાદા ગુરુ થયા છે : શ્રી જિનદત્તસૂરિજી (૧૨મી શતાબ્દી), મણિધારી જિનચંદ્રસૂરિજી (૧૩મી શતાબ્દી), જિનકુશલસૂરિજી (૧૪મી શતાબ્દી) તથા જિનચંદ્રસૂરિજી (૧૭મી શતાબ્દી). આ ગચ્છની વિશિષ્ટતા એ છે કે ભારતમાં કેટલાંય સ્થાનોમાં સુરમ્ય વાતાવરણમાં દાદાવાડીની સ્થાપના થઈ છે, જેમાં દાદાગુરુઓનાં પાદચિહ્ન રાખવામાં આવ્યાં છે અને તેની પૂજા કરવામાં આવે છે. ચૈત્યવાસી પરંપરાના મુનિઓએ વિહાર છોડીને મંદિરોમાં રહેવાનું શરૂ કર્યું હતું અને તેઓ યતિ-જતિ કહેવાયા. આ પરંપરા હવે ઘણી ક્ષીણ થઈ ગઈ છે. સ્થાનકવાસી : આ પંથનો પ્રારંભ ઈ. સ. ૧૪૭૪માં લોકાશાહ દ્વારા થયો હતો અને આનું મુખ્ય તત્ત્વ હતું મંદિરોની જગ્યાએ સ્થાનકોમાં સાધના, ભક્તિ અને ઉપાસના કરવી અને મૂર્તિપૂજા ન કરવી. આ એક અધ્યાત્મપ્રધાન સંપ્રદાય છે માટે એને હૂંઢિયા તથા સાધુમાર્ગી કહીને પણ બોલાવવામાં આવે છે. આ પંથ પોતાને શ્રમણસંસ્કૃતિની ક્રાંતિકારી પરંપરા રૂપે જુએ છે. તેણે સાધના, ભક્તિ અને ઉપાસનાને પ્રાધાન્ય આપ્યું. તેમાં મુનિ અને મહાસતીજીઓ મોં ઉપર આખો સમય મુહપત્તી (પટ્ટી) બાંધે છે અને શ્વેત વસ્ત્રો પહેરે છે. સ્થાનકવાસી ૪૫ શ્વેતાંબર શાસ્ત્રો (આગમો)માંથી માત્ર ૩૨ને મૌલિક માને છે. સ્થાનકવાસી મોટાભાગે ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. પણ હવે દેશના કેટલાય ભાગોમાં ફેલાઈ ગયા છે. આ સંપ્રદાયે ૧૯૫૨માં શ્રમણ સંઘની સ્થાપના કરી અને અત્યાર સુધીમાં આચાર્ય આત્મારામજી (પ્રથમ), આચાર્ય આનંદઋષિજી (દ્વિતીય), આચાર્ય દેવેન્દ્રમુનિજી (તૃતીય) તથા વર્તમાનમાં આચાર્ય ડૉ. શિવમુનિ (ચોથા પટ્ટધ૨) થયા છે. પટ્ટધરોના પૂર્વ વિખ્યાત આચાર્ય અમરસિંહજી, તુલસીદાસજી, સુજાનમલજી, જ્ઞાનમલજી, પૂનમચંદજી, જેઠમલજી, પુષ્કરમુનિજી થઈ ગયા છે. આચાર્ય દેવેન્દ્ર મુનિજી પ્રકાંડ વિદ્વાન હતા અને એમણે 60 For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાયની પરંપરા જૈન ધર્મ પર લગભગ ૩૦૦ જેટલાં પુસ્તકો અને શાસ્ત્રો પર ટીકાઓ લખ્યાં છે. આ સંપ્રદાયમાં કેટલીય વિદુષી સાધ્વીઓ પણ થઈ ગઈ છે. - તેરાપંથી : ઈ. સ. ૧૭૬૦માં સ્વામી ભિકનજી મહારાજે આ સંપ્રદાયની સ્થાપના કરી. આને તેરાપંથી નામ એટલા માટે મળ્યું કે આમાં ૧૩ ધાર્મિક સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવ્યો છે. (પાંચ મહાવ્રત - અણુવ્રત, પાંચ નિયમ અને ૩ જાતના સંયમ). આનું કારણ એ પણ માનવામાં આવે છે કે મુખ્ય શ્વેતાંબર સંપ્રદાયમાંથી ૧૩ સાધુઓએ અલગ થઈને આ પંથની શરૂઆત કરી. આ પંથનો વિશિષ્ટ વિકાસ અને ખ્યાતિ આચાર્ય તુલસી (૧૯૧૪-૧૯૯૭)ના નેતૃત્વમાં થયાં. એમણે અણુવ્રત આંદોલનનો ૧૯૪૯માં પ્રારંભ કર્યો અને સાથે જ પ્રેક્ષાધ્યાનનો પ્રચાર-પ્રસાર કર્યો. રાજસ્થાનમાં લાડનૂમાં એમણે વિશ્વવિદ્યાલયની પણ સ્થાપના કરી, જેના દ્વારા જૈન ધર્મ વિશે વિપુલ સાહિત્ય પ્રકાશિત કર્યું છે. ગણાધિપતિ તુલસી અને એમના પછી એમના ઉત્તરાધિકારી આચાર્ય મહાપ્રજ્ઞજીએ દેશવિદેશમાં અહિંસા ધર્મની ખ્યાતિ ખૂબ ફેલાવી અને કેટલાંય આંતરરાષ્ટ્રીય સંમેલન આયોજિત કરીને જૈન સિદ્ધાંતો પર ગહન વિવેચન પણ કર્યું છે. આચાર્ય મહાપ્રજ્ઞજી પ્રકાંડ વિદ્વાન છે અને ગહન ચિંતક પણ. એમણે જૈન ધર્મનાં વિભિન્ન પાસાંઓ પર મૂલ્યવાન પુસ્તકો લખ્યાં છે. વર્તમાન આચાર્ય મહાપ્રજ્ઞજી ઈ. સ. ૨૦૦૧થી શરૂ થયેલી અહિંસા પદયાત્રા પર રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈને પુનઃ રાજસ્થાનથી છેલ્લે દિલ્હી પહોંચી ગયા છે. આ વ્યાપક સર્વધર્મ જનસંપર્કથી અહિંસાની ચેતના અને નૈતિક મૂલ્યોના વિકાસને સારી એવી ગતિ મળી છે. વિરાયતન : ઉપાધ્યાય અમરમુનિજી (૧૯૦૧-૧૯૯૨)ની મુખ્ય શિષ્યા આચાર્ય ચંદનાજીએ વીરાયતનની સ્થાપના ભગવાન મહાવીરના નિર્વાણ સ્થળ પર બિહારમાં રાજગીરી પાસે કરી અને અહિંસા સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ અને સ્વાથ્યના ક્ષેત્રમાં અનુપમ સેવાકાર્યો કર્યા છે. આને જૈન ધર્મનું જ્વલંત પ્રતીક For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ માનવામાં આવે છે. પુણે (મહારાષ્ટ્ર)માં નવલ વીરાયતન નામની આની શાખા છે અને વીરાયતનની શાખાઓ અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, સિંગાપુર અને કેનિયામાં પણ ચાલી રહી છે. શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય સંઘ : ત્યાગમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીનો જીવનકાળ માત્ર ૩૩ વર્ષનો હતો. (૧૮૯૭-૧૯૦૧). પરંતુ એમની ખ્યાતિ મહાત્મા ગાંધીના પ્રેરક ધર્મગુરુના રૂપમાં ખૂબ ફેલાઈ. એમના નામ પર સ્વામી આત્માનંદજી ગુજરાતના કોબામાં શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર ચલાવી રહ્યા છે. શ્રીમદ્ રાજચંદ્રજીના અનુયાયીઓ મુખ્યત્વે ગુજરાતમાં છે અને એમને (શ્રીમ) શ્રદ્ધાથી કૃપાળુદેવ કહીને બોલાવે છે. એમના દ્વારા લખાયેલી મોક્ષમાળા અને આત્મસિદ્ધિશાસ્ત્ર વિશેષ રૂપે પ્રસિદ્ધ છે અને ભક્તોમાં લોકપ્રિય ~~ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૨ વિરાટ સંસ્કૃતિના સ્તંભ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ | . जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिणे । एगं जिणेज्ज अप्पाणं एस मे परमो जओ ।। – ઉત્તરાંચન સૂત્ર, ૬-૩૪ દુર્રીય સંગ્રામમાં દસ લાખ શત્રુઓને માણસ હરાવે તેના કરતાં પોતાના આત્મા ઉપર વિજય મેળવે એ જ પરમ વિજય છે. – ઉત્તરાધ્યયન સૂત્ર, ૯-૩૪ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૯ અહિંસા સંસ્કૃતિ ઐતિહાસિક સંદર્ભ : પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયથી જ જૈન ધર્મની આધારશિલા અહિંસાનો સિદ્ધાંત રહી છે. આ એક જ એવો ધર્મ કે આસ્થા છે, કે જેણે યુગે-યુગે બદલતા ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં પણ ક્યારેય અહિંસાના સંબંધમાં કોઈ બાંધછોડ નથી કરી. દરેક તીર્થંકરે પોતાના જીવનકાળમાં વધતી જતી હિંસા અને હિંસક પ્રવૃત્તિનો સામનો કર્યો છે. દરેક તીર્થંકરનું જીવન દર્શાવે છે કે એમણે અહિંસાની સંસ્કૃતિને પ્રત્યેક પગલે મજબૂત કરી, એને જીવંત રાખી અને હિંસક વ્યવહાર રોકવા માટે કેટલીય મુશ્કેલીઓ અને અવરોધો પાર કરવામાં વીતરાગી શક્તિ, અતુલ મનોબળ, અસીમ ધૈર્ય અને અદમ્ય સાહસ દર્શાવ્યાં છે. આ સંદર્ભમાં ભગવાન મહાવીરનો યુગ પડકાર સમો હતો, કારણ કે હિંદુ ધર્મની રોજિંદી પ્રક્રિયામાં માત્ર કર્મકાંડ જ છવાયો નહોતો, પરંતુ પશુની આહુતિ વિના યજ્ઞ અને હવન અધૂરા મનાવા લાગ્યા હતા. પ્રાણીજગત પ્રત્યે આવા હિંસક અસહિષ્ણુ વ્યવહારે જનસમાજમાં રોષ અને ક્ષોભની સ્વાભાવિક પ્રતિક્રિયા 65 For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ પેદા કરી હતી. રાજા અને રંક બંનેને મહાવીર દ્વારા સ્થપાયેલી અહિંસાનું મહત્ત્વ સમજાવા લાગ્યું. મહાવીરે તો માનવજીવનની તરાહ જ બદલી નાખી. તેઓ એને હિંસાથી અહિંસા, વેરથી ક્ષમા, ધૃણાથી પ્રેમ, તૃષ્ણાથી ત્યાગ, અસહિષ્ણુતાથી સહિષ્ણુતા, નિર્દયતાથી કરુણાની તરફ લઈ ગયા. મહાવીરે મનુષ્યને અદ્ભુત આત્મબળ આપ્યું. અહિંસાના સંદેશનો જનજીવન પર અને એના રીતરિવાજ પર ગાઢ પ્રભાવ પડ્યો. જૈન વિદ્વાન નાથુલાલજી શાસ્ત્રી પોતાના પુસ્તકમાં લખે છે કે “ગોભિલ્લ ગૃહ્યસૂત્ર'ના અનુસાર પ્રાચીનકાળમાં વિવાહમાં બળદની હિંસા કરી, એના લોહીથી ભીંજાયેલું વસ્ત્ર વર-વધૂને ઓઢાડવામાં આવતું હતું, પરંતુ અહિંસક સમાજે એમાં પરિવર્તન કરીને લાલ રંગનું કપડું વિવાહમાં ઓઢાડવાનો રિવાજ શરૂ કર્યો. આ સમયથી પ્રાણીહત્યા બંધ થઈ ગઈ અને લાલ રંગ એ મંગલ અને અનુરાગનું પ્રતીક બની ગયો. કિંવદંતી પ્રમાણે એવા ઉત્સવ વખતે દેવતાને બલિ ચડાવવા માણસની ખોપરી લઈને વર ચાલતો હતો, પરંતુ એના સ્થાને માંગલિક રૂપમાં એવા આકારનું શ્રીફળ ચલણમાં આવી ગયું અને અહિંસક મંગળનું પ્રતીક બની ગયું. ગૌતમ બુદ્ધ સ્વયં જૈન દર્શનથી અત્યંત પ્રભાવિત અને પ્રેરિત હતા અને કેટલાય બૌદ્ધ ધર્મગ્રંથોમાં જૈનોનો અહિંસાદર્શન પ્રત્યે શ્રદ્ધા અને આદર સહિત ઉલ્લેખ છે. અહિંસાના અમલમાં બૌદ્ધ ધર્મમાં કેટલીક છૂટછાટ કે બાંધછોડ હોય, પણ એ તો સ્પષ્ટ છે કે સમ્રાટ અશોકની પહેલ અને પ્રયત્નોથી બૌદ્ધ ધર્મ વિદેશમાં ફેલાયો અને કરુણા, દયા અને અહિંસાનો સંદેશ એના મૂળ આત્મા બની રહ્યા. આથી કલિંગના યુદ્ધ બાદ યુદ્ધમાં થયેલી હૃદયદ્રાવક હિંસાને જોઈને સમ્રાટ અશોકનું દિલ દ્રવી ઊર્યું અને એમણે યુદ્ધનો રસ્તો છોડીને શાંતિનો માર્ગ અપનાવ્યો. એમની પ્રખ્યાત ઉક્તિ છે : “યુદ્ધની જીતથી શાંતિની જીત કેટલીય વધુ સ્થાયી અને ગતિશીલ હોય છે.” ભારતીય ઇતિહાસમાં સમયની સાથે કેટલીય ઊથલપાથલભરી ઘટનાઓનો ક્રમ ચાલ્યો. એક સામ્રાજ્ય આવ્યું, લુપ્ત થયું; બીજું સામ્રાજ્ય સ્થપાયું અને ફરી નષ્ટ થયું. બહારના આક્રમક હુમલાઓએ ભારતને લૂટ્યું. મોગલ સામ્રાજ્ય અને બ્રિટિશ સામ્રાજ્યના લાંબા ગુલામકાળમાં ભારતીય રહેણી-કરણી, કલા-સંગીત, 66 For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ અહિંસા સંસ્કૃતિ સ્થાપત્ય-શિલ્પ, ભાષા-વ્યવહારમાં કેટલાય નવા સંસ્કાર પડ્યા, પરંતુ ભારતીય સભ્યતા પર જૈન ધર્મની અહિંસાનો વારસો જીવંત રહ્યો છે. મહાવીરે ઈસવીસન પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં અહિંસાને બુલંદ કરી અને એના લગભગ ૨૫૦૦ વર્ષ પછી મહાત્મા ગાંધીએ એમાં નવી સ્ફૂર્તિ, નવી સંજીવની અને અભિનવ ગતિશીલતા ઉમેરી. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યએ આખા ભારતમાં જૈન સિદ્ધાંતોનો પ્રસાર કરતાં સ્વયં મુનિજીવનમાં પદાર્પણ કર્યું. એમના પૌત્ર સમ્રાટ અશોકે સમગ્ર સંસારમાં અહિંસાનો ધ્વજ લહેરાવ્યો, પરંતુ બાળપણથી જૈન ગુરુથી પ્રભાવિત અને જૈન સંસ્કારોમાં ઊછરેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ તો અહિંસાના માધ્યમથી ભારતને શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યથી સ્વાધીનતા અપાવી દીધી, જે અંગ્રેજ શાસન માટે કહેવાતું કે સૂર્ય ક્યારેય પણ ડૂબતો નથી. રાજનૈતિક અને સામાજિક સુધારક્ષેત્રોમાં અહિંસાના માધ્યમથી આમૂલ પરિવર્તન લાવીને ભગવાન મહાવીર પછી મહાત્મા ગાંધી માનવતાના ઇતિહાસમાં અહિંસાના મસીહા બની રહ્યા. ભગવાન મહાવીરે આત્મબોધ જગાવ્યો, તો મહાત્મા ગાંધીએ સમાજબોધ. એક વિચારકનું કહેવું છે કે ‘જો મહાવીર અને ગાંધીને જોડી દઈએ તો આ બહાર-અંદરની વિરોધી બાબતો સમાપ્ત થશે અને મનુષ્ય અહિંસાનો સાચો યાત્રી બની શકશે.’ ભારતીય સભ્યતાનાં વિકાસ અને પ્રગતિમાં અહિંસા સંસ્કૃતિની સંગીન ભૂમિકા રહી છે, આથી વિશ્વમાં ભારતને પારંપરિક રૂપથી શાંતિપ્રિય દેશ માનવામાં આવે છે. આજે જ્યારે આખું વિશ્વ સંપર્કોથી નજીક આવી ગયું છે, ત્યારે અહિંસા સંસ્કૃતિને વિશ્વની વિચારધારામાં સ્થાયી રૂપે લાવવાનો સોનેરી અવસર આવી ગયો છે. આ સંદર્ભમાં જૈન ધર્મને માટે એક ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે, જ્યારે તે સમગ્ર વિશ્વને અહિંસા સંસ્કૃતિથી અભિભૂત કરે અને અહિંસાને માનવજીવનદર્શનનું મૂળભૂત અંગ બનાવવા માટે પ્રયત્ન કરે. ૨૧મી શતાબ્દીમાં અથવા એનાથી પણ આગળ દીર્ઘદ્રષ્ટિથી હાલ પ્રારંભ થયેલી તૃતીય સહસ્રાબ્દી (મિલેનિયમ)માં અહિંસા સંસ્કૃતિનો વિશ્વમાં પ્રસાર થાય; જનમાનસ, વિભિન્ન ધર્મગુરુઓ, વિભિન્ન રાષ્ટ્રશાસનો દ્વારા સ્વીકાર અને 67 For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ જેને ધર્મ: વારસો અને વૈભવ અમલીકરણ થાય, તે જરૂરી છે. ૨૧મી શતાબ્દીનો પ્રારંભ જ ભયાવહ આતંકવાદથી થયો છે. અત્યાર સુધી તો રાષ્ટ્રની સરકારો યુદ્ધ શરૂ કરતી હતી. હવે તો ઉગ્રતમ રૂપથી નિર્મમ અલકાયદા અને લશ્કરે તોયબા જેવાં ગેરસરકારી આતંકવાદી સંગઠનો ધર્માધતાથી માસૂમ જનતા પર હિંસાનો કેર વરસાવે છે. આપણે પણ અહિંસા ફેલાવવા માટે ખૂબ મક્કમ સંકલ્પ કરવો પડશે. હિંસાને પ્રોત્સાહન આપવું ખૂબ સરળ છે. માનવી આજે અશાંત વાતાવરણમાં જીવી રહ્યો છે. જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં અને દરેક સ્તરે હિંસા અડ્ડો જમાવીને બેસી ગઈ છે, કારણ કે એને દુનિયાના સત્તા-દલાલો શક્તિપ્રદર્શનનું તત્કાળ ઘાતક શસ્ત્ર માને છે. હિંસાને સમાપ્ત કરવા માટે વધુ હિંસા કરવામાં આવે છે અને પછી કહેવાય છે કે આ જ શાંતિનો માર્ગ છે. એક સારગર્ભિત અમેરિકન રિપોર્ટ “Vision, 2000 revisited'માં કહેવાયું છે : “આવનારી સહસ્રાબ્દમાં સંસારમાં જનસંખ્યા વધીને ભીડનું રૂપ લઈ લેશે, પ્રદૂષણ અત્યંત વધી જશે, રાજનૈતિક અને સામાજિક અસ્થિરતા વધશે અને આર્થિક તેમજ પર્યાવરણીય ક્ષેત્રોમાં માનવી વધુ હિંસક પ્રવૃત્તિઓનો શિકાર બનવાના અણસાર છે.” કષ્ટ સહન કરવાની આપણી ક્ષમતા ઘટી ગઈ છે. બીજા ઉપર કષ્ટ અને ક્રૂરતા લાદવાની મનોવૃત્તિ વધી ગઈ છે. સહનશીલતા અને સહિષ્ણુતા લગભગ લુપ્ત થવા લાગી છે. એટલા માટે હિંસાનું સામ્રાજ્ય રોજ નવી વિભીષિકાથી વકરી રહ્યું છે. હિંસક મનોવૃત્તિનું દમન હિંસાના કીટાણુને જડમૂળથી દૂર કરવા જેવું છે. જેવી રીતે તકલીથી સૂતર કાંતી શકાય છે અને સૂતરથી કપડું બને છે, જે શરીરને ઢાંકે છે; પરંતુ હિંસક પ્રવૃત્તિવાળો મનુષ્ય તકલી વડે સૂતર ન કાંતતાં એને કોઈની આંખોમાં ખોસીને એને આંધળો પણ બનાવી શકે છે. અહિંસાની વ્યાપક પરિભાષા : જૈન ધર્મમાં અહિંસાની કઈ રીતે વ્યાખ્યા કરવામાં આવી છે, તે આપણે જોઈએ. સર્વપ્રથમ અહિંસા ભાષાકીય દૃષ્ટિએ હિંસાનો વિરોધી શબ્દ ભલે હોય, અહિંસાને સૂક્ષ્મ રીતે અને વ્યાપક સંદર્ભમાં જોવી જરૂરી છે. બીજું, આ માત્ર 68 For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ અહિંસા સંસ્કૃતિ જ શાસ્ત્રોમાં લખાયેલ પાઠનું માત્ર પઠન કે પૂજન-અર્ચન નથી. જૈન દર્શને પ્રારંભથી જ અહિંસાને વિસ્તૃત રૂપમાં જોઈ છે કારણ કે જીવનનું પૂરેપૂરું વાતાવરણ અહિંસામય હોય તો જ તે શાંતિ અને કલ્યાણની ચાવી બની શકે. સાથોસાથ માત્ર આસ્થા જ નહીં, પરંતુ રોજબરોજના જીવનવ્યવહારમાં અહિંસા સ્થાનિક સમાજ અને વ્યક્તિ-સ્તર ૫૨ હોવાથી અહિંસાના સંસ્કારનો પાયો ઊંડો અને મજબૂત બનશે. જ્યારે આપણે અહિંસાના વિષયમાં વિચારીએ ત્યારે જેમ અંગ્રેજી ભાષામાં કહેવાય છે કે "We must think globally, but act locally' આપણે વિચારીએ વિશ્વ સ્તર પર, પરંતુ એ કાર્યનો અમલ કરીએ સ્થાનિક સ્તરે. અર્થાત્ આપણી વિચારસૃષ્ટિ વિશ્વવ્યાપી હોય, પરંતુ આપણું આચરણ તો સ્થાનિક વ્યક્તિગત રીતે થતું હોય છે. એક માર્મિક ટિપ્પણીમાં પ્રસિદ્ધ અમેરિકન વૈજ્ઞાનિક - દાર્શનિક કાર્લ સેગને કહ્યું છે : “માત્ર જૈન ધર્મ સિવાયના સંસારના કોઈ ધર્મએ ‘જીવવાના અધિકાર (Right to life)ના સિદ્ધાંતને નૈતિકતાના સર્વોચ્ચ શિખર પર પ્રતિષ્ઠિત નથી કર્યો.” ભગવાન મહાવીરે કહ્યું છે : “અહિંસા એક પરમાણુ જેટલી સૂક્ષ્મ અને સંવેદનશીલ છે અને આકાશ જેટલી વ્યાપક અને વિસ્તૃત છે.” ‘દશવૈકાલિક સૂત્ર'માં કહ્યું છે : सव्वे जीवा वि इच्छन्ति, जीवीऊँ न मरिज्जिउँ तन्हा पाणिवहं घोर, निग्गंथा वज्जयंति णं । (બધા જીવ જીવવાની ઇચ્છા ધરાવે છે, કોઈ પણ મરવા નથી ઇચ્છતું. તેથી નિગ્રંથો પ્રાણીવધરૂપી ઘોર પાપનો ત્યાગ કરે છે.) ‘નિગ્રંથ પ્રવચન’માં મહાવીરનો ઉપદેશ છે : જીવનને ક્ષણભંગુર સમજે એ મનુષ્ય વિવેકશીલ અને વિદ્વાન છે અને તે નાનાંમોટાં બધાં પ્રાણીઓને પોતાના જેટલો જ આદર આપે છે. જૈન ધર્મ અહિંસાને સર્વોચ્ચ ધર્મ માને છે. જૈન ધર્મ માને છે કે અહિંસાના મૂળતત્ત્વમાં જૈન ધર્મનાં સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને 69 For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ પરિગ્રહત્યાગ જેવા અન્ય સિદ્ધાંતો અંતરંગરૂપે સમાવિષ્ટ છે. જૈન ધર્મના મુખ્ય સ્તંભો છે અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત. અપરિગ્રહ અને અનેકાંત અહિંસા તત્ત્વમાંથી જ પ્રવાહિત થાય છે અને એમાં જ સમાઈ જાય છે. અહિંસા સંપૂર્ણ જીવજગતના જીવવાના અધિકાર, અપરિગ્રહ પારસ્પરિક નિર્ભરતા તથા અનેકાંત આચાર અને વિચારમાં સહિષ્ણુતા અને સહઅસ્તિત્વને પ્રતિષ્ઠિત કરે છે. આ ત્રણે તત્ત્વો સમરસ થઈને અહિંસા સંસ્કૃતિનો વિસ્તૃત, ગહન અને વ્યાપક નિયત માર્ગ દર્શાવે છે અને શાંતિ, તટસ્થતા તથા સૌહાર્દના પાયાને મજબૂત કરે છે. વસ્તુત: અહિંસા અને હિંસા સારા અને ખરાબનાં પ્રતીક છે. અહિંસા સમ્યકત્વ છે તો હિંસા મિથ્યાત્વ. આચાર્ય શ્રી રજનીશ ‘આચાર્યદર્શન'માં લખે છે : “આત્માની શુદ્ધ પરિણતિ અહિંસા છે, અશુદ્ધ પરિણતિ હિંસા છે. તે વ્યવહારની નહીં, મુખ્યત્વે સત્યની સૂચના છે. પહેલાં સત્યશુદ્ધિ કરવાની હોય છે. વ્યવહાર તો આપમેળે બદલાઈ જાય છે. જ્ઞાન પરિવર્તિત હોય તો આચારમાં પરિવર્તન થઈ જાય છે.” ભગવાન મહાવીરે કહ્યું છે કે અહિંસાનું આચરણ માત્ર બીજા પ્રતિ કૃપા, યા અથવા દાનના ગુણ દર્શાવવાની ઇચ્છાથી નહીં, પરંતુ એનાથી ઘણી વધુ સ્વયંની આત્મશુદ્ધિ અને કલ્યાણને માટે છે. આ ભાવનાથી આપણે અહિંસક આચરણ કરીશું તો આપણી નિષ્ઠા વધુ દૃઢ થશે. આમાં સ્વહિત અને ૫૨માર્થવૃદ્ધિનો સુંદર સુમેળ થાય છે. અહિંસાનું મુખ્ય તત્ત્વ આત્મનિયંત્રણ છે. કારણ કે આપણો અનિયંત્રિત આવેશ જ આપણી વૃત્તિઓ અને વિચારોને હિંસક બનાવે છે. જૈન ધર્મની અહિંસા એ એક સક્રિય તત્ત્વ છે. એ કહેવા માટે કે પુનરાવર્તન માટે નથી, કિંતુ આચરણ માટે છે. જૈન આગમો અને ધર્મગ્રંથોમાં લખ્યું છે કે વ્યક્તિએ બીજાં પ્રાણીઓ પ્રત્યે પાપવર્ધક હિંસક વ્યવહાર કરવો નહીં, કરાવવો નહીં કે કોઈ કરે તો તેને અનુમોદન આપવું નહીં. અહીં “અહિંસાનું સામાજિક અનુશાસન (Social discipline of non-violence) દર્શાવ્યું છે.” અહિંસા માત્ર હિંસાથી બચવા માટે નથી. અહિંસા માંગે છે બીજા પ્રત્યે પ્રેમ અને ઉદારતા. ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, ૫૨દુ:ખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે' આ સ્પષ્ટ દર્શાવે 70 For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ અહિંસા સંસ્કૃતિ છે. મંદિર જઈને માત્ર જપ કરવો કે “પ્રભુ બચાવો - મારી ભવ-બાધા હરો” એથી અહિંસા ધર્મ નથી ચાલતો અને ન તો મુક્તિ મળે છે. આહારમાં હિંસા દૂર કરવી અને શાકાહારી બનવું જરૂરી છે, પરંતુ પર્યાપ્ત નથી. એની સાથે જો આપણે આપણી હિંસક, શોષક અને રાગદ્વેષભરી મનોવૃત્તિ નહીં બદલીએ તો આપણે પૂર્ણ રીતે અહિંસક નહીં બની શકીએ. અહિંસા ધર્મીને માત્ર ભક્તિ, ભોજન અને ભાવનામાં ઘેરીને હિંસાથી પીછો છોડાવવો હોય, તો પ્રભુ મહાવીરના સંદેશાને આપણે સમજ્યા નથી. અહિંસાના વ્યાપક રૂપને જીવનવ્યવહારમાં, વ્યાપારમાં, સામાજિક પરિપાટી અને રહેણીકરણીમાં લાવવાની જરૂર છે. મારા સ્વર્ગીય મિત્ર અને સર્વોદયી જૈન શ્રી માણેક કટારિયાએ લખ્યું છે : “ક્યાંય એવું તો નથી ને કે નાની નાની હિંસાઓથી તો આપણે જાતને બચાવી લીધી અને મોટી મોટી વિનાશકારી હિંસાઓ સાથે આપણે જોડાતા ગયા? હું ખૂબ મમતા સાથે ગાયને ઘાસ તો ખવરાવું છું પણ પગમાં નરમ કૉફ શૂ (વાછરડાના મુલાયમ ચામડાથી બનેલા જૂતા) પહેરું છું. પીવાનું પાણી ગાળીને લઉં છું અને મારા કારખાનાના ઝેરી પાણીથી માઈલો સુધી માછલીઓ મરતી જાય છે. હું અનાજ અને ભાજીની શુદ્ધિમાં લાગેલો છું, પણ મારી કીટનાશક દવાઓએ અબજો કીટ અને પતંગિયાંઓને નષ્ટ કરી દીધાં.” યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર અહિંસા વ્યવહારની વ્યાપક વ્યાખ્યા કરતાં લખે છે : “અહિંસા સર્વોચ્ચ ધર્મ છે. પ્રાણીજગતને કોઈ આઘાત ન પહોંચાડવો, સર્વોચ્ચ નૈતિકતા છે; જીવનને ભયથી મુક્ત કરવું એ જ સર્વોચ્ચ દાનશીલતા છે; અહિંસા સર્વોચ્ચ તપની સાધના છે.” જૈન આગમ “શ્રી આચારાંગસૂત્ર' આ ગુણતત્ત્વને વધુ સ્પષ્ટ કરે છે કે બીજા પ્રત્યે કરાયેલી હિંસાએ સ્વયંના આત્મા પરનો હિંસક હુમલો છે. “શ્રી આચારાંગ સૂત્ર'માં લખ્યું છે : “એ વ્યક્તિ જે બીજાં પ્રાણીઓની ઉપેક્ષા કરે છે, એમને દુ:ખ પહોંચાડે છે અથવા એમના પ્રાણોનો ઘાતક હોય છે, એ વસ્તુત: સ્વયં પોતાની જ ઉપેક્ષા કરે છે. પોતાની જાતને જ દુઃખ પહોંચાડે છે અથવા પોતાના આત્માને ઊંડો આઘાત આપે છે. જેની પર તમે યાતના ઠોકી બેસાડો છો તે તો અંતમાં તમે પોતે જ છો. 71 For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ જ્યારે તમે કોઈ બીજાને દુ:ખ પહોંચાડો છો અથવા હણો છો, તો તમે સ્વયંને પણ જખી કરો છો.” “પ્રશ્નવ્યાકરણ સૂત્ર'માં મહાવીર કહે છે : “અહિંસા સમસ્ત જગતને માટે પથપ્રદર્શક દીપક છે. ડૂબતા પ્રાણીને સહારો આપવા માટે દ્વીપ છે, રક્ષણ છે, શરણ છે, ગતિ છે, પ્રતિષ્ઠા છે. આ ભગવતી અહિંસા ભયભીતો માટે શરણ છે, સમુદ્રમાં જહાજ સમાન છે, રોગીઓ માટે ઔષધ સમાન છે. આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બીજ, લીલોતરી, જલચર, સ્થળચર, સ્થાવર વગેરે બધાં પ્રાણીઓ માટે મંગળમય છે. અહિંસા અમૃતનો અક્ષય કોશ છે, અને હિંસા ઝેરનો ભંડાર છે.” ભગવાન મહાવીરે કહ્યું છે : “જે હું પાછું આપી શક્તો નથી, એ હું કેવી રીતે ખતમ કરી શકું? કોઈ પણ જીવનને પાછું મેળવી શકાતું નથી, માટે આપણને કોઈના જીવને દુઃખ પહોંચાડવાનો અથવા એનો અંત આણવાનો અધિકાર નથી.” જ્ઞાનાર્ણવ ધર્મગ્રંથમાં શ્રી શુભચંદ્રાચાર્યએ અહિંસાનો આસ્થા-વર્ધક મહિમા ગાયો છે : “अहिंसा ही जगत की रक्षिका माता है, अहिंसा ही आनंद का स्रोत है, अहिंसा ही अविनाशी लक्ष्मी है, अहिंसा ही उत्तम गति होती हैं, अहिंसा ही मोक्ष-सुख देती है, अहिंसा ही परम हितकारी है; अहिंसा ही सर्व आपदाओं का नाश करती हैं." (છંદ્ર રૂ.૮) तपस्या, शास्त्रज्ञान, महाव्रत, आत्मज्ञान धर्म ध्यान, दान आदि शुभकर्म, सत्य, शील, व्रत, आदि की माता अहिंसा है. अहिंसा होने पर ही यह सब यथार्थ है. (છંદ રૂરૂ.૮) For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ અહિંસા સંસ્કૃતિ આની સાથે અહિંસાની વ્યાખ્યા કરતાં શુભચંદ્રાચાર્ય આગળ કહે છે : अभयंयच्छभूतेषु कुरु मैत्रीमनिन्दिताम्, पश्चात्मसहशं विश्व जीवलोकं चराचरम्. (છંદ ૨.૮) અર્થાત્ બધાં પ્રાણીઓને અભયદાન આપો, એમના પ્રાણોની રક્ષા કરો, બધાં સાથે મૈત્રી સંબંધ રાખો. જગતનાં બધાં સ્થાવર અને ત્રણ પ્રાણીઓને પોતાના સમાન જુઓ. છંદ ૪૮.૮માં માર્મિક રૂપે તેઓ લખે છે : “જે મનુષ્ય પોતાના શરીરમાં તણખલું વાગવાથી પણ પોતાની જાતને દુ:ખી માને છે, તે નિર્દયી થઈને બીજાના દેહ પર શસ્ત્ર ચલાવીને કઈ રીતે અનર્થ કરી શકે ?” જૈન ધર્મમાં સમર્થન પામેલી અહિંસાની વ્યાખ્યા પ્રતિબિંબિત છે પ્રસિદ્ધ પાશ્ચાત્ય દાર્શનિક આલ્બર્ટ થાઇલ્બરના આ વક્તવ્યમાં – “જે ધર્મ જીવવાના અધિકાર પર આધારિત ના હોય એ સાચો ધર્મ જ નથી. જ્યાં સુધી મનુષ્ય પોતાની દયા અને કરુણાનું સામ્રાજ્ય સંપૂર્ણ જીવજગત સુધી નહીં લાવે, તો તે ક્યારેય શાંતિ નહીં મેળવી શકે.” ગુરુદેવ ચિત્રભાનુજીએ રચેલું પ્રિય ગુજરાતી ગીત છે : “મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.” અહિંસાનું સંપૂર્ણ સ્વરૂપ જૈન ધર્મમાં અહિંસાના સંપૂર્ણ સ્વરૂપને હિંસાને સ્પષ્ટત: પરિભાષિત કરીને જોવામાં આવ્યું છે. હિંસાને ભાવહિંસા અને દ્રવ્યહિંસામાં વિભાજિત કરવામાં આવી છે. ભાવહિંસા વિચારહિંસા છે, જ્યારે મનમાં આપણે કોઈના વિશે ખરાબ વિચારીએ અથવા એને યાતના પહોંચાડવાનો વિચાર કરીએ, ત્યારે ભાવહિંસા પેદા થાય છે. રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, વૈમનસ્ય, ધૃણા, પ્રતિકાર, 73 For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ જેન ધર્મઃ વારસો અને વૈભવ અહંકાર આપણા મનમાં કષાય ભરી દે છે અને ભાવહિંસા થાય છે. જ્યારે દ્રવ્યહિંસામાં પ્રત્યક્ષ યાતના પહોંચાડવી અથવા ઘાતક હુમલો કરાય છે, જે ભાવહિંસાથી પ્રેરિત હોય છે. આથી મનમાં અહિંસાના સંકલ્પને સુદઢ કરવો આવશ્યક છે. વિશેષ કરીને ગૃહસ્થોને માટે જૈન ધર્મમાં અહિંસાને તર્કસંગત અને વ્યવહારિક રૂપ આપવામાં આવ્યું છે. હિંસાના પ્રકારોને સ્પષ્ટ દૃષ્ટિકોણથી જોવામાં આવ્યા છે. તેમાં વ્યાવહારિકતાનો અંશ પણ છે. હિંસા ચાર પ્રકારની હોઈ શકે : (૧) ઇરાદાપૂર્વક થયેલ – સંકલ્પી, (૨) આરંભી અથવા આકસ્મિક, (૩) ઉદ્યમી, (૪) વિરોધી. - સંકલ્પી (ઇરાદાપૂર્વકની) હિંસા જાણીબૂઝીને કરવામાં આવે છે. ધર્મના નામે યજ્ઞમાં પશુબલિ ચડાવવો, માંસાહાર કરવો કે જીભના સ્વાદને માટે પશુઓના પ્રાણ લેવા. આતંકવાદીનું હિંસક અભિયાન, બીજા દેશ પર યુદ્ધનું એલાન અને બૉબવર્ષા અથવા હિરોશિમા પર અણુબોંબ વિસ્ફોટ એ સંકલ્પી હિંસા છે. તે દૃઢ નિશ્ચય અને સાહસથી કરાય છે. સંકલ્પી હિંસાએ ધીરે ધીરે એટલું વિકરાળ રૂપ લઈ લીધું છે કે એને સમાપ્ત કરવા માટે અહિંસાની પૂરી શક્તિ જનમાનસમાં જગાવવી પડશે. આકસ્મિક અને આરંભી હિંસામાં મુખ્ય સંકલ્પ કોઈ બીજો છે, પરંતુ સાથે આકસ્મિક હિંસા બની જાય છે. એને ઓછામાં ઓછા સ્તર પર રાખી અને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. ઉદ્યમી વ્યક્તિ જ્યારે ખેતીવાડી કરે છે, કારખાનાં ચલાવે છે, વાણિજ્યકર્મ કરે છે, શિલ્પ અને નિર્માણ કાર્ય કરે છે, તો જીવહિંસા થાય છે. એ જ રીતે દેશ પર અથવા વ્યક્તિ પર આક્રમણખોરોનો હુમલો થાય, ત્યારે સુરક્ષા માટે વિરોધી હિંસા થઈ શકે છે. પ્રત્યક્ષ જીવનમાં આવા અનુભવ વ્યાપકપણે આવે છે. ભામાશાહે મહારાણા પ્રતાપને પોતાના દેશની સ્વતંત્રતા બચાવવા માટે પોતાના જીવનભરની કમાણી યુદ્ધહેતુ માટે આપી દીધી. ભારત-પાકિસ્તાનના યુદ્ધ સમયે લોકોએ ધન, આભૂષણ સમર્પી દીધાં હતાં. પૌરાણિક ગાથામાં એક 74 For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ અહિંસા સંસ્કૃતિ મજાનું ઉદાહરણ છે, જ્યારે એક ધનાઢ્ય મુનિરાજ પર જંગલમાં એક સિંહે હુમલો કર્યો, એક જંગલી સૂવર મુનિરાજને બચાવવા સિંહ પર ત્રાટક્યો અને એને મારી નાખ્યો. પરંતુ સિંહે મરતાં મરતાં સૂવરને મારી નાખ્યો. જૈન શાસ્ત્રોમાં સિંહ નરકમાં ગયો અને સૂવર સ્વર્ગમાં. સિંહનો ઉદ્દેશ મારવાનો હતો, સૂવરનો ઉદ્દેશ બચાવવાનો હતો. મારવું સહજ હિંસક પ્રવૃત્તિ છે, બચાવવું એ મોટા સાહસનું કામ છે. ગૃહસ્થ ધર્મમાં એવી જોગવાઈ રાખવામાં આવી છે કે હિંસાની માત્રા ન્યૂનતમ હોય અને તે કોઈ પણ દૃષ્ટિથી સંકલ્પી ન થઈ જાય. પરંતુ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગનાં પાંચ મહાવ્રતો રાખનારા શ્રમણો તપમાં લીન રહે છે, એમની જીવનચર્યામાં આરંભી હિંસાનું સ્થાન નથી અને એમની આચારસંહિતામાં આ સંબંધમાં કઠોર અનુશાસનનો પ્રબંધ છે. આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ માટે અહિંસાપાલન, સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચરિત્રના વર્તુળમાં રહેવાનું શાસ્ત્રોમાં વારંવાર દોહરાવવામાં આવ્યું છે. પ્રાણીજગતની વિવિધતા તથા પરસ્પરોપગ્રહો જીવાનામ્ : અહિંસાના સંદર્ભમાં જૈન ધર્મમાં પ્રાણીજગતનું વર્ણન બહુ વિસ્તૃત અને વિશદ રૂપે કરવામાં આવ્યું છે. આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે જૈનોમાં સમર્થન પામેલો દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક અને ગાઢ અધ્યયનશીલ છે – તેઓ માત્ર ભાવનાત્મક પ્રવાહમાં તણાયા નથી. જૈન શાસ્ત્રોમાં બધા જીવોની ચાર ગતિ બતાવવામાં આવી છે : તિર્યંચગતિ, મનુષ્યગતિ, નરકગતિ, દેવગતિ. જીવાત્માની યાત્રા પોતાનાં શુભ અથવા અશુભ કર્મો અનુસાર જન્મ-મરણના ચક્રમાં તિર્યંચગતિથી મનુષ્યમાં જન્મજન્માંતર સુધી ચાલતી રહી છે. પૂજ્યપાદ સ્વામી સર્વાર્થસિદ્ધિમાં કહે છે : “અત્ર જીવા અનાદિ સંસારેડનંતકાલ નાનાયોનિષ દુ:ખ ભોગ ભોગે પર્યટન્તિ” (આ જગતમાં જીવ અનાદિકાળથી અનંતકાળ સુધી અનેક યોનિઓનાં દુ:ખ ભોગવતા ભ્રમણ કર્યા કરે છે.) જૈનોનો અહિંસાધર્મ કોઈ પણ જીવ, સૂક્ષ્મતમ અથવા મોટો - બધા આત્માઓને સમાન દરજ્જો આપે છે. જો માનવજીવન પામીને પણ માનવ YYY 15. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ જીવનમાં અનૈતિક, હિંસક તથા દુરાચારી કામ કરે અને અન્ય જીવોને દુ:ખ પહોંચાડે – તો એને પુનઃ તિર્યંચગતિમાં જવું પડશે. બધા જીવોના આત્મા એક સ્તરના છે. એક અર્થમાં આને જૈન ધર્મ દ્વારા સમર્થિત આધ્યાત્મિક સમાજવાદ (spiritual Socialism) કહી શકાય. આની પાછળ સમાનતા, સહિષ્ણુતા અને પારસ્પરિક નિર્ભયતાની ભાવના છુપાયેલી છે. સમગ્ર સંસારમાં જીવોનો ફેલાવો સર્વવ્યાપી છે. જૈન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે તિર્યંચો એવા પ્રકારના જીવરૂપો છે, જેની સંવેદનશીલતાનો આદર કરવો અહિંસા ધર્મનું મૂળતત્ત્વ છે. (૧) એકેન્દ્રિય સ્થાવર : જેમાં પૃથ્વીકાય, જલકાય, વાયુકાય, અગ્નિકાય તથા વનસ્પતિકાય. આ બધા સચિત્ત દશામાં હવા પર જીવે છે. વૃદ્ધિ પામે છે અને હવા ન મળવાથી નાશ પામે છે. જીવસહિતના સચિત્ત પદાર્થોનાં ઉદાહરણ છે, ખેતરની માટી, કૂવા, વાવ, નદીનું પાણી, સળગતો અગ્નિ, ભેજવાળી હવા, ફળફૂલ, પાંદડાં-ડાળીઓ અને હરિયાળી. એકેન્દ્રિય જીવ સ્પર્શની અનુભૂતિ કરી શકે છે. (૨)બેઇન્દ્રિય : જેમ કે શંખ, છીપ, અળસિયું, અગ્નિની ઝાળ - આ બધાંને સ્પર્શ અને સ્વાદ, એમ બે ઇન્દ્રિય હોય છે. (૩) ત્રેઇન્દ્રિય : જેમ કે મંકોડા, વીંછી, ધનેડું, જૂ, માંકડ વગેરે - આ બધાંને સ્પર્શ, સ્વાદ અને ગંધ એમ ત્રણ ઇન્દ્રિય હોય છે. (૪) ચૌરેન્દ્રિય : જેમકે મચ્છર, ભમરો, પતંગિયું, માખી વગેરેને સ્પર્શ, સ્વાદ, ગંધ અને દૃષ્ટિ એમ ચાર ઇન્દ્રિયો હોય છે. (૫) પંચેન્દ્રિય : મનરહિત અસંગ્લી : જેમકે પાણીમાં પેદા થનારા સર્પ, એને સ્પર્શ, સ્વાદ, ગંધ, દૃષ્ટિ અને શ્રવણ એમ પાંચ ઇન્દ્રિયો હોય છે. (૯) પંચેન્દ્રિય : મનસહિત સંજ્ઞી : જેમાં ચાર પગવાળાં ગાય, ભેંસ, હરણ, કૂતરો, બિલાડી, હાથી, ઘેટા, ઊંટ; બે પગવાળાં પક્ષી જેમાં મોર, કબૂતર, સમડી, હંસ, મેના, પોપટ વગેરે; પેટથી ચાલનારાં નાગ તથા પાણીમાં રહેવાવાળી માછલી, મગર, કાચબો વગેરે. આ બધાંની અંદર મન એક સૂક્ષ્મ હૃદયાવસ્થામાં 1 76. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ અહિંસા સંસ્કૃતિ કમળના આકારનું હોય છે. જેની શક્તિથી પ્રાણી સંકેત સમજી શકે છે, શીખી શકે છે અને વિચારી શકે છે. મનુષ્યમાં આ માનસિક શક્તિ ઘણી જાગ્રત છે. જૈન ધર્મમાં જીવજગતનું આખું વર્ણન મનુષ્યને પ્રતિક્ષણ યાદ અપાવે છે કે સ્વયંની ઉન્નતિ, સુખ અને આરોગ્યને માટે સૃષ્ટિના તમામ જીવો સાથે સહઅસ્તિત્વ જરૂરી છે. વિખ્યાત જૈન ધર્મગ્રંથ “તત્ત્વાર્થસૂત્રમાં આને પરસ્પરોપગ્રહો જીવાનામ્”ની સંજ્ઞા આપવામાં આવી છે. આ છે અહિંસાના વ્યાપક ક્ષેત્રનું દર્પણ. જૈન ધર્મમાં અહિંસાનું સકારાત્મક રૂપ હિંસાને જન્મ આપતા દોષોને દૂર કરવાનું કહે છે. અહિંસાનો મન, વચન અને કાયા ત્રણેથી સંબંધ જોડાયેલો છે. કાયિક અથવા શારીરિક હિંસાનો ઉદ્દભવ દૂષિત, લૂષિત મન અને વચનથી થાય હિંસાભાવ, હિંસક ઉત્તેજના અને હિંસક પ્રવૃત્તિનું કારણ છે ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર, છળ-કપટ, ઈર્ષા, હરીફાઈ, બદલાની ભાવના, નિર્મમતા, રાગ-દ્વેષની જંજાળ. જ્યાં સુધી એનું સ્થાન સમતાભાવ, ત્યાગ, સંયમ, અહમનું વિસર્જન, ઈમાનદારી, ઉદારતા, દયા, કરુણા, પ્રેમ, સહાનુભૂતિ, ઇચ્છાદમન અને અપરિગ્રહ નહીં લે, ત્યાં સુધી હિંસા મૂળથી નાબૂદ નહીં થાય અને વારંવાર એક યા બીજા સ્વરૂપે પ્રગટ થશે. અહિંસાભાવ વધારવા માટે જૈન ધર્મમાં વ્યાવહારિક રૂપે આ ગુણોને રોજબરોજના જીવનમાં ઉતારવા માટેનો રસ્તો બતાવાયો છે. તે માટે પ્રેરણા આપવામાં આવી છે. આ વાતને ૨૧મી શતાબ્દીના યુગમાં આપણે સમજવાની અને જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. કારણ કે વ્યક્તિગત સ્તરે, સામાજિક સ્તરે, રાષ્ટ્રીય સ્તરે અથવા વિશ્વસ્તરે સ્થાયી શાંતિ આ અહિંસક સંસ્કૃતિથી આવી શકશે. “વસુધૈવ કુટુમ્બકમ્'નો ભાવ પણ અહિંસાની આ ધરી પર જ ટકેલો છે. અહિંસા અને સહિષ્ણુતા ? અહિંસા ભાવની વૃદ્ધિ સહિષ્ણુતા વધવા અને વધારવા સાથે છે. સહનશીલતા હોવાથી જ સહિષ્ણુતા સહજ હોય છે. સહનશીલતાનો ગુણ મનની અંદર રહેલા અહિંસક સંસ્કારોથી જ પેદા થાય છે અને એમાં ત્યાગ અને કરુણા For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ બંનેના અંશો રહેલા હોય છે. જો કષ્ટ, વ્યથા, ત્યાગ સહન કરવાની શક્તિ ઘટી જાય તો હિંસાની પ્રવૃત્તિ ઊપસી આવે છે. આ હિંસાની પ્રવૃત્તિ માનસિક અને શારીરિક બંને હોઈ શકે છે. એટલે જૈન ધર્મમાં સંયમ, ત્યાગ, વ્રત, ઉપવાસ, ધ્યાન, સામાયિક, સ્વનિયંત્રણ તથા અપરિગ્રહ પર વધુ ભાર આપવામાં આવ્યો છે. જો આપણે પોતાના આત્માને અનુશાસિત રાખીએ, ઇચ્છાશક્તિને નિયંત્રિત રાખીએ તો, હિંસાપ્રવૃત્તિ ક્ષીણ થશે અને અહિંસા આંતરિક ઊર્જા અને શક્તિનો વિકાસ કરી દેશે. જૈનદર્શનમાં ભાર અપાયો છે કે પહેલાં જાતે પોતાના પ્રત્યે અહિંસક બનો અને પછી બીજા પ્રત્યે. કારણ કે આ રાગદ્વેષના કોલાહલથી ભરેલી દુનિયામાં દુઃખ અને વ્યથાની એવી થપાટો આવે છે કે કેટલાય મનુષ્ય આત્મહત્યા કરી દે છે. આપણા આત્માના અહિંસક સંસ્કાર આપણને આવેશ અને આવેગમાં આવવાથી રોકશે. આપણો વધતો જતો આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નો જ આપણને અહિંસાની શક્તિનો પરિચય કરાવશે ત્યારે અહિંસાનો સૂર્યોદય થશે. એક ગુજરાતી કવિએ યોગ્ય જ કહ્યું છે : “રવિ રવિ કરતા રે રજની નહીં ટકે રે જી, પણ અંધારું હો અર્ક ઊગ્યાથી રે જાયે.” આચાર્યપ્રવર મહાપ્રજ્ઞજી લખે છે : “જો સુખશાંતિથી જીવવું હોય તો અહિંસાની આસ્થા પેદા કરવી પડશે. અહિંસાની આસ્થા પેદા કરવી હોય તો સુવિધાકારી અને પદાર્થવાદી દૃષ્ટિકોણને બદલવો પડશે. આ ખૂબ “સાંકડી ગલી” છે, પણ આમાંથી નીકળ્યા વગર આપણે સામાજિક મૂલ્યોના વિકાસની વાત અથવા શાંતિપૂર્ણ જીવન જીવવાની વાત વિચારી પણ નહીં શકીએ, માટે આપણે સહિષ્ણુતા અથવા વૈર્ય-વિકાસ કરવો જ પડશે.” જૈન ધર્મમાં “અહિંસા પરમો ધર્મ:' કહેવામાં આવ્યું છે. અહિંસાને શિખરની ઉપર મહાધર્મ રૂપે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો છે. ઉચ્ચતમ શિખર ઉપર પહોંચવું સરળ નથી; કેટલીય મુશ્કેલીઓ છે, કેટલાય વિચ્છેદ છે; મનુષ્યના સ્તરે કર્મબંધન છે; સામાજિક સ્તરે સામૂહિક, નૈતિક ઉત્તરદાયિત્વની ખોટ છે એટલે અહિંસાના '* For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ અહિંસા સંસ્કૃતિ સંસ્કારને વિકસિત અને પલ્લવિત કરતા રહેવાના સતત પ્રયત્નો જરૂરી બની જાય છે. હિંસાનો સામનો કઈ રીતે કરવો ? હિંસા સાથે ટક્કર લેવા માટે અને એના પર અંકુશ મૂકવા માટે આખી વસ્તુસ્થિતિ સ્પષ્ટ હોવી જોઈએ. હિંસાને આપણે પૂરી રીતે તો ભાગ્યે જ મિટાવી શકીએ. અગાઉનાં બાંધેલાં કર્મબંધનોના કારણે માનવસ્વભાવમાં કોઈ ને કોઈ કસર રહે છે અને વધુ હિંસક પ્રવૃત્તિવાળા મનુષ્ય સાથે સંબંધમાં આવે ત્યારે મોટાભાગે કોઈ પ્રતિક્રિયાના રૂપમાં ઊપસી આવે છે. વાતાવરણ અને પરિસ્થિતિ પણ હિંસાને ભડકાવે છે અને કેટલાય શાંત સ્વભાવવાળા પણ ઉત્તેજનામાં આવીને હિંસા કરી બેસે છે. સામાજિક સ્તરે અથવા રાષ્ટ્રીય સ્તરે પણ હિંસાની વાસ્તવિકતા દેશો વચ્ચેની હથિયારોની સ્પર્ધામાં દેખાય છે. શાંતિ અને સમાધાન શોધવાને બદલે આપણે વધુ સંહારક અસ્ત્ર-શસ્ત્ર બનાવવામાં લાગી જઈએ છીએ. હિંસાને મિટાવવા માટે સમાજમાં હિંસક પ્રવૃત્તિને ધીમે ધીમે ઓછી કરવી પડશે અને એ ત્યારે થશે જ્યારે વ્યક્તિગત સ્તરે અને સમાજના સ્તરે અહિંસાની શક્તિને સમજવામાં આવે અને સમજાવવામાં આવે. અહિંસા માટે સમાજમાં પ્રશિક્ષણ ઇચ્છનીય છે અને સાથે શાંતિવર્ધક દૃષ્ટિકોણ અને મનોવૃત્તિ પણ જરૂરી છે. આખરે જૈન દર્શન અનુસાર અહિંસા વિકસશે, ત્યારે આપણે બધા આત્માનુશાસન તરફ આગળ વધીશું, સ્વાર્થની વૃત્તિને ઓછી કરીશું અને અધિકાધિક સહિષ્ણુ અને ઉદાર થવાનું શીખીશું. હિંસા અને અહિંસાનો યુગ-યુગાંતરથી સંઘર્ષ ચાલે છે. જ્યારે જ્યારે શાંતિ છવાયેલી રહી અને અહિંસક વાતાવરણ રહ્યું, ત્યારે સદેવ સભ્યતા, સંસ્કૃતિ અને લલિતકળાઓ ઉન્નત થઈ છે. આજે હિંસાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે, ત્યારે અહિંસાના સંદેશને હિંમત, ધીરજ અને સૂઝબૂઝથી ખૂબ સુનિયોજિત રૂપે ફેલાવવો પડશે. જૈન ધર્મનો શાશ્વત સંદેશ એ છે કે અહિંસા ધર્મ બધે વ્યાપ્ત બને. એમાં માનવનું, પ્રકૃતિનું, પ્રાણી જગતનું અને સમગ્ર પર્યાવરણનું કલ્યાણ છે. 79. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ હિંસાના વધતા વિસ્ફોટક હુમલાઓથી જો આપણે હતાશ થઈ જઈશું તો એ કાયરતા કહેવાશે. હિંસાનો સામનો સફળતાથી કરી શકાય છે, એનાં કેટલાંય પ્રેરક અને જ્વલંત ઉદાહરણ છે : મહાત્મા ગાંધીએ ભારતને સંપૂર્ણપણે અહિંસક આંદોલન દ્વારા આઝાદી અપાવી. એ સમયે શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્ય સામે કોણ ટક્કર લેવાની હિંમત કરી શકતું હતું ! ભારતીય દેશભક્તોની હિંસક પ્રવૃત્તિ નાકામયાબ રહી. ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીને ફાંસીની શૂળી પર ચઢાવી દેવામાં આવ્યા. ૧૮૫૭ની આઝાદીની લડાઈને એક વિપ્લવ જાહેર કરીને કચડી દેવામાં આવી. પરંતુ જ્યારે ગાંધીએ પોતાનો સત્યાગ્રહ શરૂ કર્યો તો એ જ બ્રિટિશ શક્તિશાળી સામ્રાજ્યની પાયાની ઈંટ હલી ગઈ. જમીનદારોના ખેડૂતો અને ભૂમિહીનો પર થયેલા અત્યાચારો અને અન્યાયની ગાથાઓ સર્વત્ર જાણીતી છે. કેટલીય નવલકથાઓ લખાઈ છે અને કેટલાંય ચિત્રપટો બન્યાં છે. ગાંધીજીના સાથી વિનોબા ભાવેએ આ શોષણની સમસ્યાનું અહિંસક સમાધાન વાતચીત અને સમજાવટમાં શોધ્યું. ફળસ્વરૂપે જમીનદારોએ પોતે પડાવી લીધેલી જમીનનો ઘણો મોટો ભાગ “ભૂદાન આંદોલન'માં કિસાનો અને ભૂમિહીનોને સ્વેચ્છાએ આપી દીધો. આ અહિંસા, પ્યાર અને સભાવનાની જીત હતી. ચંબલ ઘાટીમાં લૂંટફાટની સમસ્યા જટિલ બની ગઈ અને ડાકુઓનો આતંક ભયાનક બની ગયો ત્યારે ૧૯૮૦ના દશકામાં મધ્યપ્રદેશની રાજ્ય સરકારે એનો શાંતિપૂર્ણ મસલતોથી ઉકેલ આણ્યો. કુખ્યાત ડાકુરાણી ફૂલનદેવીએ કેટલાય નિર્દોષ વ્યક્તિઓના જાન લીધા હતા, એણે પોતાની જાત સમર્પિત કરી દીધી, અને મુખ્યમંત્રીને રાખડી બાંધી લૂંટફાટને અલવિદા કરી. પાછળથી ફૂલનદેવી સંસદમાં લોકસભાની સભ્ય બની ગઈ. આંતરરાષ્ટ્રીય સ્તરે અહિંસા ધર્મના સંદર્ભમાં એક અત્યંત આધુનિક રાજનૈતિક ઉદાહરણ છે. ઈ. સ. ૧૯૯૦માં પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ખૂનખરાબી સિવાય પૂર્ણ સદ્ભાવ અને સૌહાર્દથી થઈ ગયું. 80 For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ અહિંસા સંસ્કૃતિ એનાથી પણ મહત્ત્વપૂર્ણ સંયોગ એ રહ્યો કે જર્મન સંસદે યહૂદીઓની ક્ષમાયાચના કરી. સાઈઠ લાખ યહૂદીઓની ‘કોન્સેન્ટ્રેશન કૅમ્પસ'માં હત્યા થઈ હતી. એમણે કહ્યું કે ‘અમે જર્મન ઇતિહાસના બોજાનો સ્વીકાર કરીએ છીએ. દુ:ખ અને શરમ અનુભવીએ છીએ. અમે યહૂદીઓના માનસિક અને ભૌતિક આઘાતોને ઓછા કરવાનું ઇચ્છીએ છીએ.' આ હતું અહિંસાનું સાહસ અને અહિંસાની શક્તિ. આ હતી હિંસાથી અહિંસાની તરફ એક હરણફાળ. વિશ્વ ધર્મ સંસદ (Parliament of World's Religions)ના દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહે૨માં થયેલા આંત૨૨ાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરતાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ સ્વીકાર કર્યો કે જ્યારે રંગભેદ શાસને એમને વર્ષો સુધી જેલમાં ગોંધી રાખ્યા, ત્યારે તેમણે ગાંધીજીના અહિંસા અને સત્યાગ્રહના સંદેશામાં અતૂટ શ્રદ્ધા રાખી હતી અને તેમને એ વિશ્વાસ હતો કે એક દિવસ તેઓને ન્યાય મળશે અને વિજય થશે. લાંબા અને યાતનામય જેલજીવન દરમ્યાન નેલ્સન મંડેલાએ પોતાના હૃદયમાં અહિંસક સહનશીલતાની શક્તિ ટકાવી રાખી અને છેવટે એમનો વિજય થયો અને ગોરા લોકોના પ્રભુત્વવાળા દેશમાં તેઓ સર્વસંમતિથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. અમેરિકામાં માર્ટિન લ્યૂથર કિંગે ગાંધીજી પાસેથી પ્રેરણા લઈને રંગભેદના વિરોધમાં પોતાની લડત શાંતિમય બનાવી. મોન્ટગોમરીમાં અશ્વેતોની એક વિશાળ સભામાં તેઓએ નીચેના ચિરસ્મરણીય શબ્દો ઉચ્ચાર્યા : “પચાસ હજાર અશ્વેતોએ રંગભેદ વિરોધી સંઘર્ષમાં અહિંસાના સિદ્ધાંતોને આત્મસાત્ કરી લીધા અને પોતાના અધિકારોને પ્રાપ્ત કરવા માટે એમણે સફળતાથી પ્રેમનું શસ્ત્ર અજમાવ્યું અને આ સંઘર્ષકાળમાં એમને પોતાની માનવીય ગરિમા સમજાઈ.” આ ઉદાહરણોની તુલનામાં આપણે હિરોશીમામાં ઍટમબૉમ્બથી થયેલા નરસંહારનો વિચાર કરીએ અથવા કમ્બોડિયામાં પૉલ પૉટ (Pol Pot) 81 For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ શાસન દ્વારા કુખ્યાત હત્યા ક્ષેત્રો (Killing Fields)માં હજારો નિર્દોષ માનવીઓને દફનાવાયેલા જોઈએ કે દ્વિતીય મહાયુદ્ધમાં નાઝીઓ દ્વારા યાતના-છાવણીમાં થયેલા અત્યાચારોનો હિસાબકિતાબ જોઈએ ત્યારે હૃદય દ્રવી જાય છે. જો એ બધી જગ્યાએ મહાત્મા ગાંધી જેવા કોઈ શાંતિદૂત હોત તો કદાચ ઇતિહાસ જ બદલાઈ જાત. આ ઘટનાઓ દર્શાવે છે કે હિંસા દુર્જનો અને કાયરોનું હથિયાર છે. નેપાળમાં ભારતીય રાજદૂતની કામગીરી બજાવતો હતો, ત્યારે એક વખત મધર ટેરેસા રાજધાની કાઠમાંડુમાં આવ્યાં હતાં. પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરની પાસે એક વૃદ્ધાશ્રમમાં હું એમની સાથે ગયો. તેઓ બે કલાક સુધી વૃદ્ધ મરણોન્મુખ માનવીઓની સેવા-શુશ્રુષા કરતાં રહ્યાં. મેં પૂછ્યું કે ‘કમનસીબે આ બધા એવી અવસ્થા અને સ્થિતિમાં છે કે એમને કોઈ દવાઓ બચાવી શકે તેમ નથી, ત્યારે મધર, આપની આ સેવાથી એમને શું લાભ મળે ?” ખૂબ સહજ મમત્વથી મધર ટેરેસાએ કહ્યું, “મને ખબર છે આ કોઈ પણ ક્ષણે આંખ મીંચી દેશે. પરંતુ આ લોકો માત્ર શારીરિક બીમારીનાં દર્દી નથી; એમના પરિવારજનોએ એમને અસહાય બનાવીને અહીં ભગવાનના શરણમાં મોકલી દીધાં. આ તો હૃદયહિંસા થઈ કહેવાય. આ લોકો પ્રેમના ભૂખ્યાં છે. એમને બીજી કોઈ લાલસા નથી. જુઓ વાત્સલ્યભેર પંપાળવાથી એમના ચહેરાની કરચલીઓમાં હળવું હાસ્ય ફૂટવાની તૈયારી કરી રહ્યું છે. બસ આ જ મારી સેવાનો ઉદ્દેશ છે કે અંતિમ સમયે એમના હૃદયમાં એમ લાગે કે જાણે કોઈ પ્રેમની જ્યોત ફરીથી જગાવી ગયું. ” આ છે અહિંસાનું ઉદાત્ત અને ક્રુણામય રૂપ. આ અનુપમ ક્ષણોમાં મને યાદ આવી ગયો સંત કબી૨નો એક દુહો : “પોથી પઢ પઢ જગ મુઆ, પંડિત ભયા ન કોય, ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય.” જૈન આચાર્ય મહાપ્રજ્ઞજીએ ગુજરાતમાં અહિંસાયાત્રા કરીને એમનાં પ્રવચનો અને વિહારથી હિંસા અને શત્રુતાના વાતાવરણ વચ્ચે શાંતિ અને 82 For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ અહિંસા સંસ્કૃતિ ભાઈચારાના સંદેશને સફળતાપૂર્વક પ્રસારિત કર્યો હતો. રાજ્ય સરકારને કોમી તોફાનોની દહેશત હતી, પરંતુ એમના દ્વારા નીકળેલી શાંતિયાત્રામાં બધા સંપ્રદાયો સામેલ થયા અને કોમી ભાઈચારો જળવાઈ રહ્યો. અહિંસાનું પ્રશિક્ષણ : સરમુખત્યારોના નિરંકુશ શાસનમાં દમનનું મુખ્ય શસ્ત્ર હિંસા છે અને દયા, કરુણા બાજુમાં હડસેલાઈ જાય છે; જ્યારે લોકશાહી વ્યવસ્થામાં જો હિંસા, હત્યા, ખૂનખરાબા અને બોમ્બવિસ્ફોટ અવારનવાર થયા કરે, તો એવું લાગે છે કે જનતાને અહિંસાનું શિક્ષણ નથી મળ્યું. એથી હિંસાના સંસ્કાર વધતા જાય છે. જૈન ધર્મમાં અહિંસાનું મહાભ્ય એ છે કે તે અહિંસાનાં અનુશાસન, પાલન અને સંસ્કારને મનુષ્યમાં સ્વેચ્છાએ પ્રગટાવે છે અને એને શીખવે છે કે અહિંસાધર્મનું આત્મકલ્યાણ જેટલું જ ઉત્તરદાયિત્વ સામાજિક છે. અહિંસાધર્મને જીવનવિજ્ઞાન (Science of living)ના રૂપમાં સ્કૂલો, કૉલેજો તથા પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો અને લશ્કરમાં શીખવવાથી મનોબળ, શરીરબળ અને ઇચ્છાબળ વધશે. તેઓ અહિંસાપાઠથી કાયર નહીં, પરંતુ વધારે સંકલ્પી બની શકશે. અહિંસાના વ્યવસ્થિત પ્રશિક્ષણ તરફ માત્ર રાષ્ટ્રીય સરકાર નહીં, પરંતુ UNESCO જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ગંભીરતાપૂર્વક પહેલ કરવી જોઈએ. આ ક્ષેત્રમાં જૈન અણુવ્રત આંદોલને દેશવિદેશમાં બહુમૂલ્ય કાર્યનો પ્રારંભ કર્યો છે અને એનાં ઘણાં પ્રોત્સાહક પરિણામો મળ્યાં છે. જગતમાં વધતા જતા હિંસાના પ્રચાર અને અસંયમને જોતાં આ પગલું સાગરમાં એક બુંદ સમાન છે. પરંતુ એની શરૂઆત થઈ છે અને વૈશ્વિક જૈન સમાજે એને નવા જીવનદર્શનના રૂપમાં ફેલાવવો જોઈએ. 83. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ સંસ્કૃતિ ૧૦. અપરિગ્રહનું અહિંસાધર્મમાં મહત્ત્વ : અહિંસાધર્મની સંપૂર્ણતામાં અપરિગ્રહ સંસ્કૃતિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સંયમ, ત્યાગ, આત્મનિયંત્રણ, ઇંદ્રિયદમન અને ઇચ્છાઓ પર અંકુશ મનુષ્યને સંતોષી, ઉદાર અને પરોપકારી બનાવે છે. સંગ્રહપ્રવૃત્તિ મનુષ્યમાં મૃગતૃષ્ણા, અહંકાર, મિથ્યાત્વ, અસમાનતા અને હિંસક આચાર-વિચાર લાવે છે. “દેવ-શાસ્ત્ર-ગુરુપૂજન'માં ગવાતા એક ગીતમાં યોગ્ય કહ્યું છે : “વહુમૂલ્ય ગતિ વશ વૈમા યહ, क्या हमको सुखी बना सकता ? अरे पूर्णता पाने में इसकी क्या है आवश्यकता ? मैं स्वयं पूर्ण हूँ अपने में, प्रभु है अनर्घ्य मेरी माया, बहुमूल्य द्रव्यमय अर्घ्य लिए, મા દેતુ વિના માથા ” પરિગ્રહની પરિભાષા : અપરિગ્રહ પરિગ્રહની સમાપ્તિ છે. પરિગ્રહનો શાબ્દિક અર્થ “ગ્રહ” અર્થાત્ ગ્રહણ અથવા સંગ્રહ અને પરિ” અર્થાત્ એનાથી ઘેરાઈ જવું. સંગ્રહપ્રવૃત્તિની 84 For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ સંસ્કૃતિ પાછળ લોભ, લાલચ અને ભૌતિક ભોગની ભાવના રહે છે. પરિગ્રહને કોઈ સીમા નથી. એમાં સતત વૃદ્ધિ થતી રહે છે અને મનુષ્ય અસંયમી ૨હે તો માયાજાળ અને કર્મબંધનોમાં સપડાતો જાય છે. આનો અર્થ એ નથી કે આ પ્રગતિયુગમાં આપણે અભાવગ્રસ્ત બનીને જીવીએ અથવા પોતાની યોગ્યતા પ્રમાણે જીવનસ્તર ન રાખીએ. મહત્ત્વની વાત એ છે કે આપણે જે કોઈ જીવનધોરણ ધરાવતા હોઈએ, કિંતુ જીવનદર્શનના રૂપમાં આપણે અનાસક્તિ (અમૂર્છા)નો દૃષ્ટિકોણ નિરંતર આપણી સમક્ષ રાખવો જોઈએ અને ક્યારેય અનિયંત્રિત ઇચ્છાઓના ગુલામ ન બનવું જોઈએ. કુંદકુંદાચાર્ય ‘સમયસાર'માં લખે છે : " कितना भी भोग करो, चाह की दाह कभी नहीं मिटती, जैसे जोंक विकारी खून को तृष्णावत् पीती रहती हैं, और अंत में मर जाती हैं ।" ચાહે કેટલાય ભોગોને ભોગવ્યા કરો, લાલસાનો અગ્નિ બૂઝશે નહિ, જેમ જૂ તૃષ્ણાથી સતત લોહી ચૂસ્યા કરે છે અને મરી જાય છે. સ્વામી સમંતભદ્રએ જૈન શાસ્ત્ર ‘રત્નકદંડશ્રાવકાચાર'માં કહ્યું છે: “જેમ ઈંધણથી આગ તૃપ્ત થતી નથી, હજારો નદીઓ સમુદ્રને તૃપ્ત કરી શકતી નથી, એ રીતે માનવીની ઇચ્છાઓ ક્યારેય તૃપ્ત થતી નથી.” જૈન શાસ્ત્રોમાં પરિગ્રહને બાહ્ય અને આંતરિક રૂપે સમજાવવામાં આવે છે. બાહ્ય પરિગ્રહ નવ જાતના હોય છે. ખેતીવાડી, સ્થાવર જમીન અને મકાન, ધનરાશિ, ઘરેણાં આભૂષણ, પશુસંપદા, ગૃહસજાવટની ચીજવસ્તુ, વિવિધ સંપત્તિ, ધાન્ય, ઉદ્યોગધંધા અને કારખાનાં, ચલ-સંપત્તિ (મોટરગાડી વગેરે). આંતરિક પરિગ્રહનું રૂપ છે કષાય, અવિરતિ, પ્રમાદ, શોક, ક્રોધ, માન, માયા, લોભ, ભોગવિલાસ ભાવ તથા મિથ્યાત્વ ભાવ વગેરે. બાહ્ય હોય કે અત્યંતર બંને પ્રકારના પરિગ્રહમાં કેવળ સંગ્રહ પરિગ્રહ નથી, પરંતુ એનાથી અધિક એવી સંગ્રહવૃત્તિ અથવા સંગ્રહ-આસક્તિ છે. ‘શ્રી દશવૈકાલિક સૂત્ર'માં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી એ વસ્તુના મોહનો ત્યાગ ન થાય, ત્યાં સુધી કોઈ વસ્તુનો માત્ર ત્યાગ પૂરતો નથી. 85 For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ આ સર્વ પ્રકારના પરિગ્રહોની પાછળ અસીમિત અને અનિયંત્રિત તૃષ્ણાની ભાવના રહે છે. જૈન પુરાણોમાં યોગ્ય જ કહ્યું છે : “7 નગી, વચમેચ ની” અર્થાત્ મનુષ્યનું આયુષ્ય પૂરું થઈ જાય, પરંતુ એની તૃષ્ણા પૂરી થતી નથી. વિશ્લેષણાત્મક દૃષ્ટિએ જૈન ધર્મમાં પરિગ્રહના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) કર્મ ઉપધિ (૨) શરીર ઉપધિ અને (૩) ભંડોપકરણ ઉપાધિ. (૧) બધાની પાસે કોઈ ને કોઈ માત્રામાં કર્મ હોય જ છે અને કર્મબંધનોથી છુટકારો મેળવવાનો રસ્તો જૈન ધર્મમાં દર્શાવવામાં આવ્યો છે. મનુષ્યના જીવન સાથે જોડાયેલો આ એક પ્રકારનો મૂળભૂત પરિગ્રહ છે. (૨) શરીર સર્વને પ્રાપ્ત થયું હોય છે. માનવી જીવે છે, ત્યાં સુધી એનો આત્મા શરીરમાં વસે છે. જ્યારે મૃત્યુ આવે છે અને આત્મા ઊડી જાય છે, ત્યારે આપણે મૃત શરીરનો અગ્નિસંસ્કાર કરી દઈએ છીએ અને એનાથી શરીરનો પરિગ્રહ છૂટી જાય છે. (૩) ભંડોપકરણ ઉપધિમાં તમામ પ્રકારની સાંસારિક મોહ-માયાનો સંગ્રહ આવી જાય છે. જીવનમાં આ પરિગ્રહ વધતો જાય છે. એમાંથી છૂટવા માંગતા હોવા છતાં છૂટતો નથી. આ પરિસ્થિતિમાં અપરિગ્રહને વ્યવહારમાં લાવવો એક. દઢ સંકલ્પ અને નિષ્ઠાપૂર્ણ આધ્યાત્મિક વિચાર માગે છે. એ સ્પષ્ટ રીતે સમજાય કે વસ્તુઓનો સઘળો ભંડાર મૃત્યુ પછી પોતાની સાથે લઈ જવાનો નથી, તો મનુષ્ય અપરિગ્રહની તરફ આગળ વધી શકે. પરિગ્રહ જડ અથવા ચેતન વસ્તુથી, રૂપી અને અરૂપી વસ્તુઓ અથવા વિચારોથી અથવા સ્કૂલ અને સૂક્ષ્મ વસ્તુઓથી થઈ જાય છે. માત્રા અથવા પ્રકાર નાના હોય કે મોટા, પરિગ્રહ એ પરિગ્રહ છે. એ સમજવું જરૂરી છે. અપરિગ્રહી ગાંધી : અતિવ્યસ્ત રાજનૈતિક અને સામાજિક જીવનમાં રહીને પણ મહાત્મા ગાંધી સાદી, સરળ અને સંયમિત જીવનશૈલી પર ચાલ્યા. એ દૃષ્ટિથી તેઓ અપરિગ્રહને માટે એક રોલ-મોડેલ બની ગયા. એમનાં “સાદું જીવન અને ઉચ્ચ વિચાર' જોઈને વૈજ્ઞાનિક અલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું કે, “ભવિષ્યમાં કોઈ વિશ્વાસ નહીં કરી શકે For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ સંસ્કૃતિ કે આવી મહાન વ્યક્તિ મારા-તમારા જેવું જીવન લઈને ધરતી પર આવી હતી.” ગાંધીજીએ મમતાને ત્યજી દીધી અને તૃષ્ણા પર અંકુશ મૂક્યો. અપરિગ્રહની તરફ કઈ રીતે આગળ વધવું ? આસક્તિ અને મોહ ત્યાગીને અનાસક્તિ તરફ જવા માટે જૈન પુરાણોમાં અનેક સ્થળોએ રસ્તો બતાવવામાં આવ્યો છે અને અપરિગ્રહી બનવાને માટે ઇચ્છાશક્તિ અને મનોબળ વધારવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. નિગ્રંથ મુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તીને ખૂબ સુંદર રીતે સમજાવ્યું : "सव्व विलवियं गीयं सव् नर्से विडिविय, સર્વે મમરા મારા, સર્વે વામ કુટીવ (અર્થાત્ આ બધાં ગીત વિલાપ છે, બધાં નાટક વિડંબના છે; બધાં આભૂષણ ભારરૂપ છે; બધાં કામભોગ દુઃખોને આમંત્રણ કરવાવાળા છે.) જ્યારે આપણને નીચેનાં ધર્મ-સત્યો સમજાઈ જાય ત્યારે... (૧) વાસ્તવિક સુખ, તૃપ્તિ અને શાંતિ તો આત્માની અંદર છે – બહારથી મેળવી શકાતી નથી. જે બહારથી મેળવાય છે તે તો માયા છે. (૨) જીવનમાં ભૌતિક સુખ-સુવિધાનો સરંજામ ઉપયોગ માટે છે, મમત્વ પેદા કરીને એની અનિયંત્રિત સંગ્રહ કરવા માટે નહીં. જે કંઈ પણ આ સંસારમાં છે એનું સ્વામિત્વ અંતે તો પ્રકૃતિનું છે – મારું-તમારું નહીં. (૩) દરેક મનુષ્યમાં પ્રદત્ત ઊર્જા, શક્તિ, પ્રતિભા, ગુણસંપદા અને નેતૃત્વના ગુણતત્ત્વો રહે છે, જે બાહ્ય સામગ્રી અથવા સંપત્તિના હોવા યા ન હોવા પર આધાર રાખતા નથી. રસ્તાની સ્ટ્રીટલાઇટની નીચે ભણનારા નિર્ધન પરિવારના લાલ બહાદુર શાસ્ત્રી પોતાના ગુણો અને યોગ્યતાની શક્તિથી ભારતના પ્રધાનમંત્રી પદ સુધી પહોંચી ગયા. એવાં કેટલાંય ઉદાહરણ દરેક દેશના ઇતિહાસમાં જોવા મળે છે. (૪) જૈન ધર્મ સમજાવે છે કે ક્રોધ, ઈર્ષા, અહંકાર, માયા, લોભ, દગાબાજી, આસક્તિના ભાવ અંતરાત્માના નથી પરંતુ પેદા થતા બાહ્ય પદાર્થોના આકર્ષણ અને મોહને કારણે આવી જાય છે. આ દુર્ગુણોને દૂર કરી શકાય છે, માત્ર સ્વૈચ્છિક અનુશાસન, સ્વનિયંત્રણ અને સંયમથી. 87 For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ (૫) ધર્મની માન્યતા છે કે જીવન ક્ષણભંગુર છે, નિરંતર યાત્રા કરતા આત્માનું તે વિરામસ્થાન માત્ર છે. એટલે જરૂરી છે કે પરિગ્રહની જાળમાંથી નીકળીને કર્મબંધનોથી મુક્ત થવાના પ્રયત્નો મનુષ્ય કરવા જોઈએ. તે માટે જેન ધર્મમાં મુનિઓને માટે નિર્ધારિત પાંચ મહાવ્રતો અને સામાન્ય શ્રાવકોને માટે નિર્ધારિત પાંચ અણુવ્રતોમાં અપરિગ્રહને સામેલ કરવામાં આવ્યો છે. આ વ્રતો છે - સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. સ્પષ્ટ છે કે આ વ્રતોના પાલનમાં શ્રમણ વર્ગે અધિક ત્યાગ, સાધના, ઉપાસના અને તપસ્યાનો માર્ગ અપનાવવો પડે. સાધુઓએ તો પાંચ ભાવનાઓથી સતત ભાવિત રહેવું પડે. આ ભાવનામાં એટલે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં પરિગ્રહ ન રાખવો, ત્યારે બધી ઇન્દ્રિયો પર કાબૂ રહે છે. સંતોનું જીવન વધારે અપરિગ્રહી હોય છે અને એની આચારસંહિતા ખૂબ મુશ્કેલ હોય છે. સાધારણ ગૃહસ્થ એના જીવનમાં વ્યાવહારિક અને સીમિત રૂપે આ વ્રતોને પાળી શકે. શ્રમણાચાર અને શ્રાવકાચાર પર જૈન શાસ્ત્રોમાં વિસ્તૃત રૂપે સમજાવવામાં આવ્યું છે અને નિયમ તથા અનુશાસન નક્કી કરવામાં આવ્યાં છે. (૬) ઇંદ્રિયદમન, ઇચ્છા-નિયંત્રણને માટે જૈન ધર્મમાં પરિગ્રહ પરિમાણ વ્રત તથા અન્ય વ્રતો, ઉપવાસ, પ્રતિક્રમણ અને સામાયિકનું મહત્ત્વ છે. વ્રત તથા ઉપવાસથી શરીર ઉપર નિયંત્રણ આવે છે અને ઇચ્છા અને આવશ્યકતાની વચ્ચે સ્પષ્ટ ભેદ પડી જાય છે. તપ અને વ્રત-ઉપવાસથી ઇચ્છાઓનો નિરોધ થાય છે અને પરિગ્રહ ઓછો થતો જાય છે. મુનિઓનાં તપ વધુ સાધનામય અને ત્યાગમય હોય છે. ગૃહસ્થ પોતાની શક્તિ મુજબ પોતાની જાત પર નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરે છે. તપ ૧૨ પ્રકારનાં હોય છે. છ અંતરંગ અને છ બાહ્ય. અંતરંગ તપોમાં આવે છે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય (સેવાભાવ), સ્વાધ્યાય, વ્યુત્સર્ગ (શરીર અને અન્ય વસ્તુઓના મમત્વ અને આસક્તિનો ત્યાગ કરવો) અને ધ્યાન. બાહ્ય તપ છે ઉપવાસ. ઉણોદર (ભૂખથી ઓછું ખાવું-પીવું), વૃત્તિ સંક્ષેપ, રસ-પરિત્યાગ, વિવિક્ત શવ્યાસન કે સંલીનતા (એકાન્તમાં ધર્મધ્યાન, સૂવું, બેસવું) તથા કાયક્લેશ (શારીરિક તકલીફો સમભાવ અને ખુશીથી સહન કરવી.). 88 For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ સંસ્કૃતિ જૈન ધર્મમાં ઉપવાસનું વ્રત માત્ર સાધુઓ માટે નથી, ગૃહસ્થો માટે પણ છે. વિશેષતઃ ચાતુર્માસમાં ગૃહસ્થ પણ સામાન્ય રીતે ૧ દિવસ, ૨ દિવસ, ૩ દિવસ, ૮ દિવસથી લઈને એક મહિનાથી વધુ દિવસ સુધીના ઉપવાસો કરે છે. આનાથી શરીર અને મન બંને નિર્મલ, વિમલ, પરિગ્રહ-રહિત થઈ જાય છે. હાલમાં સપ્ટેમ્બર ૨૦૦૨માં “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં છપાયેલી એક ખબર અનુસાર અમદાવાદ (ગુજરાત)માં એક ૧૪ વર્ષના જૈન એન્જિનિયર સજ્જને અન્નરહિત ૪૧૧ દિવસના ઉપવાસ કર્યા અને તેઓ માત્ર ઉકાળેલા પાણી અને સુરજનાં કિરણો પર જીવિત રહ્યા. એમના ઉદાહરણને જોઈને અમેરિકામાં સંશોધન થવા લાગ્યું છે કે કઈ રીતે ખાધા સિવાય લાંબા સમય સુધી જીવી શકાય છે. મન અને શરીરમાં ક્યા પ્રકારનું નવું સંતુલન ઉપવાસના માધ્યમથી સ્થાપિત કરી શકાય છે? નિયમિત સામાયિકથી પણ માનસિક સંતુલન સકારાત્મક અને નિરાસક્ત થવા લાગે છે. એના માધ્યમથી શરીર અને આત્મા બંને પર અનુશાસન વધે છે, આત્મ-તૃપ્તિનો અહેસાસ થવા લાગે છે અને પરમ શાંતિની અનુભૂતિ થવા લાગે છે. વ્રત-ઉપવાસ સિવાય રાત્રિભોજન ત્યાગ, ખાદ્ય, પીણાં અથવા ઉપભોગ્ય પદાર્થનો ત્યાગ થોડા સમય માટે અથવા કાયમ માટે પણ કરવામાં આવે છે. બે ઘડી (૪૮ મિનિટ), ચાર અથવા છ ઘડી એમ દિવસમાં ત્રણ વાર ચિન્મય બનીને નિશ્ચલ અવસ્થામાં કરેલા આત્મધ્યાનને સામાયિક કહેવાય છે અને આ મનની ચંચળતા અને વ્યર્થની હલચલને નિયંત્રણમાં લાવીને અપરિગ્રહી બનવાની માનસિક અને આધ્યાત્મિક તૈયારીનો નિર્દેશ કરે છે. દાનનું મહત્ત્વઃ દાન, પરોપકાર પણ અપરિગ્રહ તરફ જવામાં સહાયક બને છે. કેટલાય જેનો આખા જીવન માટે કેટલાય પદાર્થ સ્વેચ્છાએ છોડી દે છે જેમકે ચામડાની વસ્તુઓનો ઉપયોગ ન કરવો, કાંદા, બટાકા, કંદમૂળનો હંમેશને માટે ત્યાગ કરવો, આજીવન રાત્રિભોજન ન કરવું, કપડાંની અમુક જ જોડ રાખવી વગેરે. કેટલાંક દાનશીલ ધનિકો અને ઊંચી આવક ધરાવનારાઓ નિયમ કરે કે આવકનો કેટલોક હિસ્સો એમના પોતાના માટે અને પરિવારના ઉપભોગ માટે જરૂરી છે, અને એના ઉપરની આવકનું તેઓ દાન કરે છે. અપરિગ્રહનો સિદ્ધાંત કહે છે કે જેટલું આપશો એટલું વધુ મળશે અને આ ક્રમ ચાલતો રહેશે. અર્થાત્ 89. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ પરિગ્રહ છોડવાથી સામાન્ય સુખ-સુવિધાઓથી વંચિત નથી થઈ જવાતું. જો અપરિગ્રહનું આ વ્યાવહારિક રૂ૫ સમાજમાં આવી જાય, તો પરિગ્રહનો ક્રમશ: ત્યાગ આસાન થઈ જાય છે. પરિગ્રહથી છુટકારો મેળવવા માટે ધર્મશાસ્ત્રોમાં દાનની મહત્તાનો ઉલ્લેખ છે. દાન કૃપા કરવાની કે યશ કમાવવાની દૃષ્ટિથી આપવામાં આવે તો તે પરિગ્રહ જ રહેશે કારણ કે એમાં અહમ્ અને અહંકારનો અંશ છે. દાન આપનારાના હૃદયમાં શ્રદ્ધા, વિનમ્રતા, સંતોષ, સેવા, નિર્લોભપણું અને પીડિત લોકોને માટે કરુણા હોય તો દાન સાર્થક થાય છે અને જીવનમાં અપરિગ્રહની ગુણવત્તા વધે છે. દાનના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે : (૧) આહાર દાન, (૨) ઔષધિ દાન, (૩) જ્ઞાન દાન અને (૪) અભય દાન. તત્ત્વાર્થસૂત્રમાં કહેવામાં આવ્યું છે : “અનુદીર્થ સ્થાતિ વાનમ રૂટ विधि द्रव्य दातृ पात्र विशेषान्तद्विशेष ।।३९ ।।" અર્થાતુ પોતાના અને બીજાના ભલા માટે સ્વાર્થ કે ફળની અપેક્ષા વિના ત્યાગ કરવો એ દાન છે. આવા દાનમાં દ્રવ્ય, દાતા, પાત્ર અને વિધિની વિશેષતાથી વિશેષ ફળ મળે છે. ગાંધીજીએ પોતાના ટ્રસ્ટીશીપ સિદ્ધાંતથી દાન અને અપરિગ્રહની કડીને મજબૂત કરી દીધી. એમણે ધનવાનોને કહ્યું તમે સમગ્ર સમાજના હિત માટે કે તમારી પાસેની જરૂરિયાતથી વધારાની મિલકતના ટ્રસ્ટી બની રહો. એ મિલકત માટેનું મમત્વ છોડી દો અને એને પરોપકારનાં કાર્યોમાં વાપરો. દાન અને દાનશીલતા પુણ્યકાર્ય માનવામાં આવ્યાં છે. પણ એ ત્યારે કે આપણે એને બીજાના પર કરવામાં આવેલી મહેરબાનીના રૂપમાં ન જોઈએ કે મૂલવીએ. આપણી દાનશીલતા અને સ્વયંની ઉપભોગ પ્રવૃત્તિમાં સંયમ અને નિયંત્રણની માત્રા સાથે જેનો મેળ ખાય, તે દાન સાચું. પોતાના અનિયંત્રિત ઉપભોગ પર વ્યાજબી નિયંત્રણ મૂક્યા સિવાય દાન આપનારા લોકોનું ભલું ભલે કરે, એનો ગુણ દાન દેનારના જીવનને અસર નહીં કરે. 90 For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ સંસ્કૃતિ અપરિગ્રહી વ્યક્તિમાં આત્મશાંતિ, આત્મશક્તિ, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની માત્રા ઊંચા સ્તરે પહોંચી જાય છે અને તે જીવનમાં આવતાં શારીરિક અથવા માનસિક સંકટો અને વ્યાકુળતાઓનો સામનો શાંતિ, મધ્યસ્થતા, સૌમ્યતા અને વૈર્યથી કરી શકવા માટે સમર્થ હોય છે. કબીરે આ સંદર્ભમાં સાચી દિશામાં માર્ગ બતાવ્યો છે : "सांई इतना दीजिए, जामें कुटुंब समाये । મૈ ભી મૂત્રા ર, સાધુ મી મૂત્રા ર ગાયે !” ધર્મશાસ્ત્રોમાં અપરિગ્રહની તરફ આગળ વધવા માટે દુર્બસનોનો ત્યાગ કરવો એ મહત્ત્વનું ગણવામાં આવ્યું છે. દુર્વ્યસનોમાં (૧) માંસાહાર, (૨) મદિરાપાન, (૩) શિકાર, (૪) ચોરી, (૫) પરસ્ત્રીભોગ, () વેશ્યાગમન અને (૭) જુગારનો ઉલ્લેખ આવે છે. ખરાબ આદતો મફતમાં પરિગ્રહની જાળ વધારી દે છે અને પાપ-કર્મોને વધારવામાં સહાયક થાય છે. પરિગ્રહની માનસિકતા : પરિગ્રહથી માનવી એટલો ટેવાઈ જાય છે કે એ એક આદત બની જાય છે. ભોગ અને સંગ્રહપ્રવૃત્તિ પરિગ્રહનો ભંડાર વધારે છે. આપણી પાસે સઘળું હોવું જોઈએ એ ભાવના સર્વોપરિ થઈ જાય છે, ભલે પછી આપણને એ વસ્તુઓની જરૂર ન હોય. પરિગ્રહને છોડવો એટલે મનથી મોહ, માયા, લાલચ અને પૂંજી – માલમિલકતની મમત્વ-પ્રવૃત્તિને હટાવી દેવી. જૈન ધર્મ કહે છે કે પરિગ્રહ છોડવો જરૂરી છે પરંતુ એના માટે મનોબળથી સંકલ્પ કરવો ખૂબ મુશ્કેલ છે. એ મુશ્કેલીઓનો સામનો કરીને ઇચ્છાઓ પર જો આપણે કાબૂ મેળવી લઈએ તો આત્મશાંતિની સાથે જ પરોપકાર તરફ એક નિર્ણાયક કદમ ઉઠાવી શકીશું. આનંદ, ઇચ્છાશક્તિ અને સંકલ્પથી જ પરિગ્રહ-ત્યાગ : જૈન ધર્મમાં અપરિગ્રહની તરફ મનુષ્ય સફળતાથી ત્યારે આગળ વધી શકે છે જ્યારે આપણે સ્વેચ્છા, હર્ષ અને સંકલ્પથી પોતાની માંગણીઓ અને ઇચ્છાઓ પર નિયંત્રણ મૂકીએ અને કોઈ પ્રકારનો ખેદ મનમાં ન લાવીએ. ગૃહસ્થોને માટે અણુવ્રત તેમજ મુનિઓને માટે મહાવ્રત એ કઠિન વ્રત છે પરંતુ તેનો પાલન 91 For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ કરનાર ત્યાગ કરતી વખતે આનંદનો અનુભવ કરે; પીડા, દુ:ખ કે કસક ન અનુભવે ત્યારે તે આસાન બની જાય છે. પરિગ્રહના ત્યાગ પર વધુ ભાર આપવાના કારણે સમાજની સામાન્ય ધારણામાં જૈન ધર્મ સમજવામાં કઠણ અને પીડાદાયક ધર્મ માનવામાં આવે છે. પરંતુ જો જૈન ધર્મના અપરિગ્રહ અનુશાસનનો આપણે સહર્ષ સ્વીકાર કરીએ તો આપણું જીવન વધુ સંતુલિત, નિયંત્રિત અને વ્યવસ્થિત થઈ જાય છે. કેટલાક આંતરરાષ્ટ્રીય અનુભવ : અમેરિકામાં એક અમેરિકન મહિલા સુશ્રી બેરિલનો જૈન ધર્મ સાથે સંપર્ક થયો ત્યારે એને લાગ્યું કે તેણે ધીરે-ધીરે પણ ઇચ્છાઓના નિયંત્રણની તરફ આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એણે શાંતિથી આત્મચિંતન કર્યું ત્યારે એને લાગ્યું કે એના ઘરમાં બધા જ રૂમોમાં (ઓરડાઓમાં) ટી.વી. છે પરંતુ તે માત્ર એક બેઠકરૂમના ટી.વી.નો જ ઉપયોગ કરે છે. એણે એક ટી.વી. રાખ્યું અને જેમની પાસે એક પણ ટેલિવિઝન નહોતું તેમને ત્રણ ટેલિવિઝન વહેંચી આપ્યાં. એમની પાસે અનેક આકર્ષક પહેરવેશ હતા જેમાંથી કેટલાક તો તે ભૂલી પણ ગઈ હતી કારણ કે કબાટમાં લટકાવ્યા પછી એક અથવા બે વાર ઉપયોગમાં લીધા પછી તે એમના એમ જ પડ્યા રહ્યા હતા. એણે કેટલાંય વસ્ત્રો વહેંચી દીધાં. પોતાનાં ઘરેણાં અને જમીન વેચીને દેવું ચૂકવી દીધું. પછી તેમણે ભોજન ઉપર કાબૂ મેળવવાનું શરૂ કરી દીધું. પહેલાં માંસભક્ષણનો ત્યાગ કર્યો પછી ધીરે ધીરે માછલી-સેવન છોડી દીધું. એને લાગ્યું કે ફળ, શાકભાજીથી ભોજન વધુ સાત્ત્વિક અને શાંતિપ્રદ બની ગયું છે. આ મહિલાએ માત્ર જૈન ધર્મના મર્મને જાણ્યો જ નહીં પરંતુ આત્મસાત્ કરી લીધો. ભલે તે ક્યારેય જૈન મંદિર (દેરાસર) ગઈ ન હોય પરંતુ તે એક સારી જૈન બની ગઈ. એણે પોતાના મિત્રને એક પત્રમાં પોતાના ઉદ્ગારો લખ્યા : “I do not want things, I want freedom from Karma; No clinging, No heaviness, No desire, no demands, no frustrations.” (મારે વસ્તુઓની જરૂર નથી; મારે કર્મબંધન તોડવું છે; હવે વધુ આસક્તિ - For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ સંસ્કૃતિ અને મમત્વનો ભાર અને ઇચ્છાઓ અને માંગણીઓ તથા વધુ નિરાશા મારે નથી જોઈતી, નથી જોઈતી.) મધર ટેરેસાનો પરોપકારી અપરિગ્રહ : મને યાદ આવે છે કે જ્યારે હું નેપાળમાં ભારતનો રાજદૂત હતો ત્યારે એક વાર “ભારતરત્ન' મધર ટેરેસા કાઠમાંડુ આવ્યાં. હું એમને હવાઈ અડ્ડા પર લેવા ગયો. બધા યાત્રીઓ હવાઈ જહાજમાંથી ઊતરી ગયા. એ બેસી રહ્યાં એ જિદ લઈને કે બધા યાત્રીઓનું એઠું એકઠું કરીને એમને આપવામાં આવે. આખરે એમણે એંઠાંનું પેકેટ લીધું અને ઊતર્યા. હું એમને સીધાં રાજદૂતનિવાસ લઈ જવા ઇચ્છતો હતો, પરંતુ તેઓ બોલ્યાં “પહેલાં ગરીબ વસ્તીમાં જઈને આ વહેંચી દઈએ.” વહેંચતી વખતના સમયની એમના ચહેરા પર ઉલ્લાસની આભા હું ક્યારેય વિસરીશ નહીં. એમણે સામૂહિક અપરિગ્રહની જવાબદારી પાર પાડી. એટલું જ લો જેટલાની તમારે જરૂર છે, વધુ લઈને નકામું ફેંકો નહીં. જેને તમે ફોગટના રૂપમાં ફેંકી રહ્યા છો તે અન્ય માટે જીવનદાયી થઈ શકે છે, જેને પેટ ભરવા રોટી નસીબમાં નથી. આ વાત એમણે પછીથી રાજદૂતનિવાસમાં રખાયેલી જનસભામાં કરી. સ્વનિયંત્રણ અને પરોપકાર તથા સમાજસેવા બંને સાથે સાથે ચાલી શકે છે; જો માનવી સ્વાર્થ અને લોભ-લાલચનો પરિગ્રહ છોડીને બીજાની જરૂરિયાતો અને પડાઓમાં ભાગ પડાવે. " સિકંદરની વાર્તામાં ત્યાગીની શક્તિ : અપરિગ્રહથી આત્મિક આનંદની અનુભૂતિ થાય છે તથા અપાર શક્તિની ઊર્જા વધે છે. આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે - સિકંદરની એક જૈન મુનિ સાથેની ઘટના. જ્યારે સિકંદર પોતાના સામ્રાજ્યના વિસ્તાર માટે ભારત પહોંચ્યા ત્યારે એમની નજર સિંધુ નદીની પાસે ધ્યાનમાં લીન એક જૈન મુનિ ઉપર પડી. એમણે નિર્ધન સમજીને મુનિને કહ્યું કે જે તમે માંગશો તે તમને હું આપીશ.' મુનિવર બોલ્યા, “બાદશાહ, હું સુખ વહેંચું છું; શાંતિ ફેલાવું છું. મારે કશું નથી જોઈતું.” ક્રોધે ભરાઈને સિકંદરે મુનિને જેલમાં નાખી દીધા. બીજા દિવસે એમને મનમાં થયું કે એમણે બરાબર નથી કર્યું. એમને લાગ્યું કે આ વ્યક્તિ કોઈ અભાવગ્રસ્ત ભિખારી નહોતો. એ જેલમાં ગયા અને મુનિની ક્ષમા માગી અને કહ્યું, “બોલો શું જોઈએ છે ? જે માંગો તે આપવા 93 For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ માટે તૈયાર છું.” મુનિવર બોલ્યા, “રાજન, હું આપનો આગ્રહ જોઈને એક ચીજ માગું છું. “જેને તમે લઈને પાછું ન આપી શકો તે ન લો.” કોઈનું જીવન લઈને તે પાછું નથી આપી શકતા તો લોકોને લૂંટવા-મારવાનું બંધ કરી દો, જેને તમે શક્તિસંચય સમજી રહ્યા છો, તે માત્ર તૃષ્ણા છે.” સિકંદરને ત્યાગની શક્તિનો અહેસાસ થયો અને એમાં એમણે જોયો ભારતીય સભ્યતાનો સશક્ત આત્મા. પોતાને વિશ્વવિજેતા માનવાવાળો સિકંદર ભારતને જીતી ન શક્યો અને સ્વદેશ પાછો ફરી ગયો. મનુષ્ય અને ચકલીની વાર્તાઃ એક વાર ગામમાં પૂર આવ્યું. જીવ બચાવવા માટે એક માણસ ઝાડ પર ચઢીને બેસી ગયો. એની પાસેની જ ડાળ પર એક ચકલી બેઠી હતી. નીચે ભયાનક પૂરનો પ્રકોપ હતો. એ માણસ સલામત સ્થાન પર પહોંચીને પણ ડરતો હતો. જો કદાચ આ ડાળ તૂટી જશે તો પૂરમાં તણાઈ જઈશ. ચકલી કલરવ કરી રહી હતી. જો ડાળ તૂટશે તો તે ઊડીને અન્ય કોઈ ઠેકાણું શોધવા માટે પોતાની જાતે સમર્થ હતી. માણસ તે ડાળની શક્તિ પર નિર્ભર હતો. આ ખૂબ ઉચિત ઉદાહરણ છે કે માણસ ઇચ્છાઓના પરિગ્રહની ડાળ પર બેસીને આત્મનિર્ભરતા ખોઈ બેસે છે અને એનું જીવન તનાવગ્રસ્ત બની જાય છે. એક મેક્સિકન લોકકથા : જ્યારે હું મેક્સિકોમાં ભારતનો રાજદૂત હતો, ત્યારે જૈન ધર્મની અપરિગ્રહી સંસ્કૃતિનો સાર મને મેક્સિકોની પ્રાચીન માયાસંસ્કૃતિ સાથે સંબંધિત એક કિસ્સાની લોકકથામાં નજરે પડ્યો. વાર્તા આ પ્રમાણે છેઃ જ્યારે સ્પેનિશ ઉપનિવેશવાદી મેક્સિકો આવ્યા ત્યારે પોતાનું સામ્રાજ્ય સ્થાપીને ત્યાંનાં સોનું અને ચાંદીની ખાણોની અપાર સંપત્તિ લૂંટીને સ્પેન લઈ ગયા. ખાણોના પ્રદેશમાં એક સ્પેનિશ જિલ્લાધિકારીની નવી નિમણૂક થઈ. એને માલુમ પડ્યું કે ગામમાં ૭૦ વર્ષના એક વૃદ્ધ છે અને માત્ર એમને જ બાજુના જંગલમાં સોનાની ખાણોની ખબર છે. એમણે એ વૃદ્ધને ખૂબ અનુરોધ કર્યો કે એ એમને ખાણનો રસ્તો બતાવી દે. વૃદ્ધ પુરુષે ખૂબ દબાણ થવાથી એક શરતે રસ્તો બતાવવાનો સ્વીકાર કર્યો કે ત્યાં જવામાં સ્પેનિશ અધિકારીએ આંખો પર આખા રસ્તે પાટો બાંધવાનો રહેશે. બંને પોતપોતાના ઘોડા પર રવાના થયા. અધિકારી 94 For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ સંસ્કૃતિ આગળ અને વૃદ્ધ મેક્સિકન પાછળ. ખાણ પર પહોંચીને સ્પેનિશ અધિકારીની પટ્ટી ખોલતાં સોનાનો ભંડાર જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. એણે મોટા થેલામાં ખૂબ સોનું એકઠું કર્યું અને ઘોડા પર બાંધી દીધું. કારણ કે અધિકારીને માત્ર એક વાર લઈ જવા માટે વૃદ્ધ વાયદો કર્યો હતો, બીજી વખત માટે નહીં. અધિકારી ખુશી થતો પાછો ફર્યો અને ગામમાં પાછા આવ્યા પછી એક સભા ભરીને એણે એ વૃદ્ધ મેક્સિકનનું સન્માન કર્યું. સન્માનનો પુરસ્કાર મેળવીને વૃદ્ધ મેક્સિકને ધન્યવાદના બે શબ્દો કહીને પોતાના ખિસ્સામાંથી એક પોટલી કાઢી અને સ્પેનિશ અધિકારીને ભેટ આપી. સ્પેનિશ અધિકારીએ ખોલી તો એમાં મકાઈના દાણા જોયા. વૃદ્ધ મેક્સિકને કહ્યું કે, “તમે આ દાણા રસ્તામાં નાખતા જતા હતા અને હું તે ઉઠાવતો જતો હતો. એણે દાણા વેર્યા એટલા માટે કે પાછા ફરીને તે ખાણનો રસ્તો વૃદ્ધની મદદ સિવાય સ્વયં શોધી શકે. પૃથ્વીપુત્ર મેક્સિકને એ લાલચને પકડી પાડી. મોહમાયાની જાળમાંથી છૂટવા માટે આપણે આ રીતે બીજાને પ્રેરિત કરી શકીએ અથવા પાઠ શીખવી શકીએ છીએ. ઉપરોક્ત વિશ્લેષણ તથા આંતરરાષ્ટ્રીય અનુભવો અને ઘટનાઓના આધારે એ તો નિશ્ચિત કહી શકાય કે અપરિગ્રહ એ વ્યક્તિ અને સમાજ બંનેમાં સુખ-શાંતિ અને સંતોષનું કીમતી પ્રદાન કરી શકે છે. અપરિગ્રહ કોઈ સંકીર્ણ ધાર્મિક પ્રક્રિયા અથવા અનુષ્ઠાન નથી; તે તો વ્યક્તિ માત્રનો ધર્મ છે. આ તો જીવનશૈલીની એવી ચાવી છે જે સમાજના આર્થિક, સામાજિક પડકારો અને વ્યક્તિની પારિવારિક અને સામાજિક સમસ્યાઓ, મુશ્કેલીઓ અને વિષમતાઓને દૂર કરી શકે છે. આખરે તો અપરિગ્રહમાં ત્યાગ અને પરોપકારની એકીસાથે ગૂંથાયેલી ભાવના સામેલ છે. ઉપભોક્તાવાદ : આજના સંસારમાં સર્વત્ર ઉપભોક્તાવાદ છવાયેલો છે. ઉપભોક્તાવાદમાં કેટલીય વાર સંસાધનોનો દુરુપયોગ થયા કરે છે. ધનાઢ્ય દેશોમાં અને ધનિક વર્ગોમાં આ સામાન્ય થઈ ગયું છે. સંસારની ૨/૩ જનસંખ્યા અભાવ, નિર્ધનતા અને વિકાસણીનતાથી ગ્રસ્ત છે જ્યારે ૧/૩ સમૃદ્ધ પ્રદેશોમાં અપાર સંસાધનો ઓછી જનસંખ્યાની સુખસુવિધા અને વિલાસિતામાં સમેટાઈ ગયાં છે. સમૃદ્ધ દેશોમાં સંસારની સમગ્ર વસ્તીનો માત્ર ૨૫ ટકા ભાગ વસે છે. પરંતુ એમણે સમગ્ર mon For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ સંસારની ઊપજનો ૮૦ ટકાથી વધુ હિસ્સો ઝડપી લીધો છે. વિકાસશીલ અને અવિકસિત દેશોમાં કરોડો લોકોને દરરોજ પૂરતો અને પોષક ખોરાક અને આશ્રય માટે છત-ઘરનું છાપરું મળતું નથી. બીમારી, ભૂખમરો, દુકાળ, પૂર અને માનવીય શોષણ નિર્ધન વર્ગને નિરાંત લેવા દેતાં નથી અને દર વર્ષે અસંખ્ય વ્યક્તિઓ મોતના મોંમાં આવી જાય છે. યૂનેસ્કોના ડાયરેક્ટર જનરલ ફેડેરિયો મેયરે યોગ્ય જ કહ્યું છે : “આખા સંસારની વસ્તીને ઉત્તર અમેરિકાના ઉપભોગ સ્તરે પહોંચાડવા માટે ત્રણ પૃથ્વી જેટલાં સંસાધનોની જરૂર પડે.” એક તરફ અત્યંત આધુનિક અને વિનાશકારી હથિયારો અને યુદ્ધસામગ્રી માટે દર વર્ષે ૮૦,૦૦૦ કરોડ ડૉલરથી વધુ ખર્ચ કરવામાં આવે છે. જ્યારે સંસારના મોટાભાગના અવિકસિત પ્રદેશોમાં પીવાના પાણીની તંગી છે, પ્રાથમિક શિક્ષણ માટે શાળાઓ નથી કે આરોગ્ય માટે ડૉક્ટર કે હૉસ્પિટલો નથી. આપણા દેશ અને સમાજ તરફ જ નજર કરો. રોજબરોજના જીવનમાં ખાવા-પીવામાં, પહેરવેશ કે સાજ-શણગારમાં બિનજરૂરી આડંબરની આદત કે ફેશન કેટલી વધી ગઈ છે ! વિવાહ અને બીજા એવા પ્રસંગોએ થતા મોટા ભોજનસમારંભોમાં આપણે કેટલું બધું એઠું ખાવાનું કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ, જ્યારે આપણા જ પડોસમાં અનેક પરિવારો એક-એક રોટી માટે તરસે છે. વાસ્તવમાં જોઈએ તો “આડંબર'નો પરિગ્રહ આપણા સમાજમાં કેન્સરના રોગની જેમ ફેલાઈ ગયો છે અને એમાં સંસાધનોની બરબાદી અને દુર્ભય આપણે હાથેથી જ કરી રહ્યા છીએ. પુણ્ય માત્ર મંદિરમાં પૂજા કરવાથી ભેગું નથી થતું. જૈન ધર્મમાં રોજબરોજના જીવનમાં વિવેક, સંયમ અને અપરિગ્રહને એટલા માટે સર્વોપરિ સ્થાન આપવામાં આવ્યું છે. આત્મશુદ્ધિ માત્ર જાપથી નહિ, જીવનશૈલીમાં નૈતિકતા અને સંયમ લાવવાથી પ્રાપ્ત થઈ શકે છે. તેથી ૨૧મી શતાબ્દીમાં આપણે અપરિગ્રહને એક સામાજિક જવાબદારી અને પડકારના રૂપમાં જોવો પડશે. અપરિગ્રહથી વ્યક્તિનું આત્મકલ્યાણ તો થાય છે જ, પરંતુ સાથે સાથે અપરિગ્રહ સંસ્કૃતિ સામાજિક કલ્યાણ અને પ્રગતિમાં For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ સંસ્કૃતિ કીમતી પ્રદાન આપી શકે. આ માટે આવશ્યક છે અપરિગ્રહને એક સામાજિક સામૂહિક સંસ્કારના રૂપમાં વધારવાની અને નિભાવવાની. અપરિગ્રહ અહિંસા ધર્મનું “રડાર અપરિગ્રહ વ્યક્તિ અથવા સમાજને ઊંચે જતા જીવનસ્તરના ઉપભોગથી વંચિત રાખવાની પ્રક્રિયા નથી. પરંતુ એવા સંસ્કાર છે જે જીવનને અનુશાસનયુક્ત અને ઉપભોગને સંયમિત અને સંતુલિત બનાવે છે. સંસારમાં સ્થાયી શાંતિ સુખ મેળવવા હોય, તનાવોને દૂર કરવા હોય તો મનુષ્યએ દરેક વસ્તુ હાથ કરી લેવાની કે સંગ્રહ કરવાની આદત અને લોભને ભુલાવવાં પડશે. અપરિગ્રહ આ યુગને માટે સંયમ પ્રેરિત સમતાભાવથી ભરેલી સામાજિક ક્રાંતિનો સૂત્રધાર બની શકે છે. એક વિચારકે કહ્યું છે : “અપરિગ્રહ અહિંસા ધર્મનું રડાર' (દિશાદર્શક) છે જે મનુષ્ય તોડી નાખ્યું છે. જેને મળ્યું છે એ પણ સંગ્રહમાં લાગ્યો છે અને જેની પાસે નથી તે પણ એ જ કરે છે. ધન અને વસ્તુની પુષ્કળતાને આપણે સહુથી વધુ પ્રતિષ્ઠા આપી છે.” એક સકારાત્મક ગુણ : મનુષ્ય સંગ્રહની લાલચ પર જરૂરિયાત પૂરી થયા પછી લગામ રાખવી પડશે. જેનાથી પ્રકૃતિ અને પ્રાણીજગતનું સ્વાર્થભર્યું શોષણ ન થાય કે માનવનું માનવ દ્વારા શોષણ ન થાય. પરિગ્રહની પશુતાને જડમૂળથી ઉખેડવી તે જ અપરિગ્રહ છે. અપરિગ્રહ એક ઉદારતાભર્યો સકારાત્મક ગુણ છે. અનૈતિક મિથ્યાતત્ત્વની જાળમાંથી આપણે બહાર નીકળવું જ પડશે. વસ્તુત: અપરિગ્રહનું મૂળ સમાધાન તથા સંતોષમાં છે અને વ્યક્તિ અને સમાજ બંનેએ પ્રગતિ અને ઉન્નતિના રસ્તાને છોડ્યા સિવાય, એને અપનાવવો પડશે અને એનો અભ્યાસ કરવો પડશે. આડંબરનો કે ઉપરછલ્લો અપરિગ્રહ જૈન ધર્મનો માર્ગ નથી. અપરિગ્રહ ટુકડાઓમાં નહીં ચાલે, એની સંપૂર્ણ સંસ્કૃતિનો વિકાસ કરવો પડશે; જેનાથી તે એક સમગ્ર ધર્મના રૂપમાં પ્રગટ થઈને માનવસમાજને સાચી દિશામાં લઈ જાય. મનુષ્યનું સમગ્ર જીવન બાહ્ય અને આંતરિક રીતે બદલવા માટે અપરિગ્રહ સંસ્કૃતિ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ સમર્થ છે. એકઠું કરવાનું છોડી, વહેંચવાનું શીખો; શોષણનો ત્યાગ કરી સમાનતાને અપનાવો; લેપાવ નહીં, નિર્લેપ રહેતા શીખો; અહંકાર છોડી, પ્રેમનો ફેલાવો કરો; તૃષ્ણા અને લાલચમાં ન ફસાતાં કરુણા અને સહયોગના રસ્તાને પસંદ કરો; ધર્મના સ્વરથી વાણીવિલાસમાં ન રાચતાં, સાચો ધર્મ સંયમ, મર્યાદા અને દયાનાં કાર્યોમાં જુઓ. આ જ અપરિગ્રહ છે; આ જ અહિંસા ધર્મની આધારશિલા છે; આ જ અધ્યાત્મની સંવેદનશીલતાનો સાર છે; આ જ જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિનો એક ચમકતો તારો છે. 98 For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત સંસ્કૃતિ અનેકાંત દષ્ટિ એ જૈન ધર્મની માનવતાને અદ્ભુત ભેટ છે. આ એક સત્ય-જ્ઞાનવર્ધક અને સમ્યદૃષ્ટિપૂરક અનેકાંતાત્મક સર્વોદય સ્વરૂપનો સિદ્ધાંત છે. અનેકાંત અને સ્વાદ્વાદે અહિંસા ધર્મને સંપૂર્ણ બનાવ્યો છે. અનેકાંત દૃષ્ટિકોણ અને વિચાર મનુષ્યને એકાંગી અથવા એકતરફી થતા રોકે છે. અહિંસાના આચાર અને વિચાર એવા બે પક્ષો છે. એક છે શારીરિક માધ્યમથી જીવહિંસા ન કરવી અને બીજો પક્ષ છે વૈચારિક માધ્યમથી અનેકાંત અને એના માધ્યમથી સમન્વય ભાવનાને શક્તિશાળી બનાવવી. જ્યારે સમન્વય અને સહઅસ્તિત્વ મજબૂત થશે ત્યારે વૈચારિક અને વ્યવહારિક હિંસા તેની જાતે જ ઓછી થતી જશે. કોઈ પણ વસ્તુ અથવા પરિસ્થિતિના બધા પાસાઓ, મતો, દૃષ્ટિકોણોને જાણ્યા પછી જ સત્યની શોધ વિવેકશીલ, સમ્યફ અને સાચી હશે. એ જ સાચું અને વિશુદ્ધ જ્ઞાન છે જે વિરોધાભાસો, તર્ક અને વિભિન્ન મત-મતાંતરોની અગ્નિપરીક્ષામાંથી પસાર થઈને પોતાને યથાર્થ સાબિત કરી શકે. જો આપણે માત્ર આપણા મત અથવા દૃષ્ટિકોણને જ સંપૂર્ણ સત્ય માની લઈએ તો સંભવ છે કે આપણે વસ્તુ અથવા સ્થિતિનો 99 For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ માત્ર એક અંશ અથવા અંગ જ જોઈ શકીએ અને અંધવિશ્વાસ, પૂર્વગ્રહયુક્ત વિચારધારા કે અહમના આધારે પોતાનો કક્કો જ સાચો ઠેરવીએ. મનુષ્ય અધ્યાત્મદૃષ્ટિથી મુક્તિ શોધવાનો રસ્તો પોતાના જીવનમાં શોધે છે અને એના માટે કાર્ય કરે છે. જૈનદર્શનમાં શુદ્ધ બોધને મુક્તિનું સાધન માનવામાં આવ્યું છે. પરંતુ આ એક બેધારી તલવાર જેવું છે. શુદ્ધ બોધના સ્થાને જો આપણે મિથ્યા બોધને જ શુદ્ધ બોધ સમજી બેસીએ તો આપણે ગેરમાર્ગે દોરવાઈ જઈશું. પોતાના પુસ્તક “જૈન ધર્મમાં (પૃષ્ઠ ૨૩૮) ગુરુજી આચાર્ય સુશીલ મુનિએ આને ખૂબ સુંદર રીતે આ પ્રમાણે સમજાવ્યું છે : “જ્ઞાનની સાથે જો નમ્રતા હોય, ઉદારતા હોય, નિષ્પક્ષતા હોય, સાત્ત્વિક જિજ્ઞાસા હોય, સહિષ્ણુતા હોય, તો જ જ્ઞાન, આત્મવિશ્વાસનું સાધન બની શકે છે. એનાથી વિપરીત જ્ઞાનની સાથે જો ઉદ્દેડતા, સંકીર્ણતા, પક્ષપાત તથા અસહિષ્ણુતા ઉત્પન્ન થઈ જાય તો તે અધ:પતનનું કારણ બની જાય છે. માનવીય નબળાઈથી ઉત્પન્ન આ અનિચ્છનીય વૃત્તિઓ અમૃતને પણ વિષ બનાવી દે છે. જૈન ધર્મે કલાનો આવિષ્કાર કર્યો છે. એ કલા જ્ઞાનને સત્ય, શિવ અને સુંદર બનાવે છે. એ કલાને જૈન દર્શને અનેકાંત દૃષ્ટિનું નામ આપ્યું છે. આ દૃષ્ટિ પરસ્પર વિરોધી વાદો વચ્ચે સમન્વય કરનારી, પરિપૂર્ણ સત્યની પ્રતિષ્ઠા કરનારી અને બુદ્ધિમાં ઉદારતા, નમ્રતા, સહિષ્ણુતા અને સાત્ત્વિકતા ઉત્પન્ન કરનારી છે. દાર્શનિક જગતને માટે અનેકાંત એક મહાન વરદાન છે.” અનેકાંતનાં જીવનદૃષ્ટાંત : - સૂર્યનાં કિરણો : સત્યમાં સૂર્યનાં કિરણોની જેમ કેટલાંય કિરણો હોય છે. સત્યનું એકાંગી વર્ણન ભલે એક કે બે વૃક્ષ ઓળખે, પરંતુ આખા જંગલને ઓળખવાનું ભૂલી જાય છે અથવા સંપૂર્ણ સત્યની ઉપેક્ષા કરી દે છે. કારણ એ છે કે વસ્તુ અથવા સ્થિતિનો સ્વભાવ અનેકાંતાત્મક છે. એના સંબંધમાં તથ્ય એકથી વધુ અનંત પણ હોઈ શકે છે. અંતનો મતલબ છે વસ્તુનો ગુણ. પારિવારિક સંબંધ : એ સરળ ઉદાહરણ છે કારણ કે મનુષ્ય એક જ સમયે પોતાના પારિવારિક તાણાવાણામાં પુત્ર, પિતા, પતિ, દાદા, નાના, કાકા, મિત્ર 100 For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત સંસ્કૃતિ છે. આ બધાં સત્ય છે - પરંતુ આ સત્ય અલગ-અલગ વિભિન્ન સંબંધોના દૃષ્ટિકોણથી છે. આ અનેકાંત છે અને એમાં સંદેશ છે કે વિભિન્ન દૃષ્ટિકોણો વચ્ચે તકરાર અને સંઘર્ષ કરવાના બદલે સમભાવ, સૌહાર્દ, સમજ અને સહિષ્ણુતા શોધો. આખરે એક વ્યક્તિને એક જ સમયે સારો પુત્ર, પતિ અને પિતા થવું પડે છે અને આ બધાં સત્ય નિભાવવાને માટે એણે સામંજસ્ય, સૌમ્યતા અને સમતા સાથે સંબંધના વિભિન્ન ગુણતત્ત્વો વચ્ચે સમતોલન પેદા કરવાનું હોય છે. ટ્રાફિક પોલીસનું કામ અને અનેકાંત સંસ્કૃતિ ટ્રાફિક પોલીસનું કામ પણ અનેકાંત દૃષ્ટિનું સહજ ઉદાહરણ છે. પોલીસ પોતાના સંકેતોથી જુદી જુદી દિશામાંથી આવતાં-જતાં વાહનોને પરસ્પર અથડાવાથી બચાવે છે અને દરેકની ઇચ્છિત દિશામાં સુરક્ષિત રીતે જવા માટે સૂચિત કરે છે. બરાબર એ જ પ્રકારે અનેકાંત વિભિન્ન વિચારોના વિરોધને દૂર કરે છે. તાત્પર્ય એ કે ન્યાયોચિત, સંતુલિત અને સહિષ્ણુ લોકવ્યવહારને માટે અનેકાંત દષ્ટિ ખૂબ સહાયક છે. આ જ વાત વિભિન્ન ધર્મો અથવા રાજનીતિક વાદોમાં ચાલતા મતમતાંતરોને લાગુ પડે છે. અંગ્રેજીમાં કહેવત છે કે “All Roads Lead to Rome' અર્થાત્ બધા રસ્તા તમને ‘રોમ” શહેર પહોંચાડી દે છે. અર્થાત્ કોઈ એક જ રસ્તો પૂર્ણ સત્ય નથી. ઇન્દ્રભૂતિ ગૌતમનું ઉદાહરણ : જ્યારે પ્રકાંડ વેદજ્ઞાતા ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરની પાસે એમના દિવ્ય સમવસરણમાં પોતાના ૫૦૦ શિષ્યોને લઈને આવ્યા ત્યારે એમના મગજમાં આત્માના સ્વતંત્ર અસ્તિત્વ વિશે સંદેહ હતો. એમને પોતાના વૈદિક જ્ઞાનનો અહમ્ પણ હતો અને તેઓ શાસ્ત્રાર્થને માટે તૈયાર હતા. પરંતુ જ્યારે મહાવીરે પોતાના દિવ્ય ધ્વનિમાં જૈનદર્શનની મીમાંસા કરી અને તર્કનો જવાબ તર્ક અને જ્ઞાનબોધને ભેગા કરીને આપ્યો તો એમણે વિશ્વાસ અને વિનમ્રતાની સાથે સ્વીકાર કર્યો કે આ સંપૂર્ણ સત્ય છે કે તેઓ અત્યાર સુધી 101 For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વારસો અને વૈભવ પૂરું જોઈ શક્યા નહોતા. ગૌતમને ભગવાન મહાવીરનો સમન્વયાત્મક દૃષ્ટિકોણ ખૂબ જચી ગયો. વિશ્વ ધર્મ પરિષદનો અનુભવઃ જ્યારે ૧૦૦ વર્ષ પછી વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ (વિશ્વ ધર્મ પરિષદ)નું દ્વિતીય સંમેલન અમેરિકાના શિકાગો શહેરમાં ઈ. સ. ૧૯૯૩માં થયું ત્યારે આપણે બધા જે વિશ્વ નૈતિકતા ઉપર ઘોષણાપત્રનો મુસદ્દો તૈયાર કરી રહ્યા હતા, એમને લાગ્યું કે વિભિન્ન ધર્મોના પ્રતિનિધિઓ વચ્ચે કઈ રીતે ન્યૂનતમ અને ત્યાર પછી મહત્તમ મતની એકતા શોધાય ? કેટલાય સંતમહર્ષિ, પાદરી, ઇમામ, પોતાના ધર્મને જ “અંતિમ સત્ય મનાવવા પર દઢ હતા. મતમતાંતરનું અજબ પ્રદર્શન હતું. આ સમયે જૈન પ્રતિનિધિમંડળનો “અનેકાંત' દૃષ્ટિકોણ લોકોને પસંદ પડી ગયો. અમે બધા ધર્મોના મૂળ સિદ્ધાંતો શોધી કાઢ્યા અને એમ નક્કી કર્યું કે જેના પર એકતા છે એની ઉપર બધા ધર્મો વચ્ચે રચનાત્મક સહયોગ (creative engagement) કેળવવામાં આવે જેથી માનવતા, સમસ્ત પ્રાણીજગત અને પ્રકૃતિને આપણે સૌહાર્દ, સહઅસ્તિત્વ, સમભાવ, સહયોગની દિશામાં આગળ વધારી શકીએ. આ વિશદ ચર્ચાનો સાર એ નીકળ્યો કે વ્યાપક સ્તરે આધ્યાત્મિક જનજાગરણ માટે આપણે ધર્મ, નૈતિકતા અને વિજ્ઞાનની વચ્ચે મેળ ઊભો કરીએ અને વધારીએ. એ સર્વમાન્ય નિર્ણય થઈ ગયો કે અહિંસા જ વિશ્વ-નૈતિકતાની આધારશિલા હોવી જોઈએ અને અહિંસક વ્યવહાર માત્ર માનવો વચ્ચે જ નહીં આખી સૃષ્ટિ પ્રત્યે લાગુ પડવો જોઈએ. બધા ધર્મોએ સાથે મળીને પર્યાવરણસંરક્ષણ માટે કામ કરવું જોઈએ. આ માત્ર અહિંસાની જ નહીં, પરંતુ અહિંસા સાથે વણાયેલી અનેકાંત સંસ્કૃતિની જીત હતી. રાજનૈતિક અનુભવ : મારા પોતાના રાજકીય જીવનનો એક પ્રસંગ યાદ આવે છે જ્યારે મારે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના રાજદૂતની હેસિયતથી ૧૯૭૦-૭૧માં બાંગ્લાદેશની સ્થાપનાના મુદ્દા પર કેટલાય રાજદૂતો સાથે ચર્ચા કરવી પડી. એક આરબ રાજદૂતે કહ્યું કે પૂર્વ પાકિસ્તાન, પાકિસ્તાનનું વિધિવત્ અંગ છે અને માટે પાકિસ્તાનથી એને અલગ કરવાનો વિરોધ યુક્તિસંગત છે. મેં કહ્યું કે પાકિસ્તાનની દૃષ્ટિથી આ સત્ય હોય, પણ બદલાયેલી પરિસ્થિતિઓમાં આ 102 For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત સંસ્કૃતિ પૂર્ણ સત્ય નથી રહ્યું. સ્વયં પાકિસ્તાનના દમનને કારણે પૂર્વ પાકિસ્તાનના બંગાળી લોકો પોતાનો સ્વતંત્ર દેશ ઇચ્છે છે. એમને માટે એ પૂર્ણ સત્ય છે કેમ કે એમનો પાકિસ્તાન પરનો વિશ્વાસ ઊઠી ગયો. સમસ્ત સંસારે એનું સમર્થન કર્યું. અનેકાંત દૃષ્ટિથી જૂના સત્ય અને નવા સત્ય વચ્ચે સમાધાન એ જ નીકળ્યું કે આંતરરાષ્ટ્રીય એકતા જોઈને પાકિસ્તાનને સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્રરૂપે બાંગ્લાદેશને માન્યતા આપવી પડી. આ રીતે આપણે રાજનૈતિક સંબંધો અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં પણ અનેકાંત દૃષ્ટિ રાખીએ તો સંઘર્ષ કે યુદ્ધ સિવાય પણ કેટલીય સમસ્યાઓનાં સમાધાન શોધી શકાય છે. અનેકાંત દૃષ્ટિમાં સાપેક્ષ સિદ્ધાંત (Theory of relativity) છૂપાયેલો છે. તે અનેકાંત સત્યનું સંયોજિત રૂપે પ્રગટ કરે છે. તીર્થકર મહાવીર અને અનેકાંત : જૈન ધર્મની ખૂબીને સરળ ભાષામાં કહીએ તો તે વ્યવહારમાં અહિંસા, આચારમાં અપરિગ્રહ અને વિચારમાં અનેકાંતની વાત કહે છે. આ ત્રણે ગુણતત્ત્વ જુદાં જુદાં સત્ય નથી, એક જ સત્યનાં એકબીજા સાથે ગૂંથાયેલાં તત્ત્વો છે. જ્યારે ભગવાન મહાવીરે પોતાના યુગમાં ૩૬૩ મત-મતાંતરો વચ્ચે વધતી વિષમતા જોઈ, તો એમણે સમન્વયવાદ પર ભાર આપ્યો. એમણે બીજાના મત ઉપર ક્યારેય કાદવ ન ઉછાળ્યો, એની નિંદા ન કરી, એને વખોડવા લાયક ન કહ્યું. એમની માન્યતા હતી કે વિચારોનું આદાનપ્રદાન કરો અને એમાં પોતાની વાત શ્રદ્ધા, દઢતા અને તાર્કિક રીતે સામે રાખો તો શક્ય છે કે અન્ય મતવાળા લોકો સમજે કે આમાં સત્યનું પ્રતિબિંબ છે, જે તેઓ અત્યાર સુધી સમજ્યા નહોતા, અથવા એ કે આ “પણ” સત્યનું એક અંગ છે, અને માત્ર એમની માન્યતા “જ” એકમાત્ર સત્ય નથી. મહાવીરના સમયમાં હિંદુ સમાજમાં કર્મકાંડ અને અંધશ્રદ્ધા તીવ્રતાથી સર્વત્ર ફેલાઈ ગયાં હતાં. ધર્મના નામે યજ્ઞોમાં પશુબલિ ઉચિત ગણાવા લાગ્યા હતા. પુરોહિતોએ તો ત્યાં સુધી કહેવાનું શરૂ કરી દીધું હતું કે “વૈદિક હિંસા હિંસા ન ભવતિ'. એવી મિથ્યા માન્યતા ફેલાવા લાગી હતી કે પશુબલિથી આપણે પશુનો પણ ઉદ્ધાર કરી રહ્યા છીએ અને એનો પુણ્ય-ઉદય છે કે એને પશુબલિ માટે પસંદ કરવામાં આવ્યો છે. 103 For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ આવા વાતાવરણમાં મહાવીરે અહિંસાને સર્વોચ્ચ ધર્મ બનાવવાની વાત ઉચ્ચારી પરંતુ અહિંસા ધર્મના સત્યને જાણવા માટે એમણે પોતે ગહન સાધના કરી, રાજપાટનો વૈભવ છોડ્યો, યાતનાઓ સહન કરી. ત્યારે બીજાઓને લાગ્યું કે મહાવીર કોઈ પોથી વાંચીને ઉપદેશ નથી આપી રહ્યા. તેઓ અંધશ્રદ્ધાળુ કે રૂઢિચુસ્ત નથી. તેઓ કોઈ પૂર્વગ્રહથી પીડાતા નથી. તેઓ જે કંઈ કરી રહ્યા છે તે ‘સર્વોદય માટે છે. બધાંનાં કલ્યાણને માટે છે અને એમનો દૃષ્ટિકોણ સમન્વયી અનેકાંતનો છે. ઇતિહાસની ૨૫૦૦ વર્ષની ઊથલપાથલ પછી પણ મહાવીરનો અહિંસાનો સંદેશ જીવંત છે. આ છે “અનેકાંત” દૃષ્ટિકોણનું મંગળ પરિણામ. આ જોઈને જૈનાચાર્ય સમન્તભદ્રસ્વામીએ યુજ્યનુશાસનમાં લખ્યું : "सर्वान्तवत्तदगुणमुख्यकल्पं, सर्वान्त शून्यं च मिथोडनपेक्षं, सर्वा पदामन्तकरं निरन्तं सर्वोदयं तीर्थमिदं तवैव." (અર્થાત્ વસ્તુ અનંત ધર્માત્મક છે. અનેકાંત વસ્તુનાં તમામ (પરસ્પર વિરોધી પણ) પાસાં પર દૃષ્ટિ નાખે છે, બધાંને પ્રકાશિત કરે છે, એની સત્તાનો સ્વીકાર કરે છે. વિરોધી સ્વભાવોને ગૌણ કરીને મુખ્ય રૂપે સ્યાદ્વાદ શૈલીથી સાબિત કરે છે. જે દૃષ્ટિ સર્વધર્મી ન હોઈને કોઈ એક બાજુને માન્ય કરે છે, અન્ય વિરોધી બાજુઓની ઉપેક્ષા કરે છે, તે મિથ્યા છે. આ અનેકાંત રૂપ સર્વોદય તીર્થ ભગવાન મહાવીરની ભેટ છે. આનાથી તમામ આસક્તિઓનો નાશ થાય છે - આ જ શાશ્વત છે.). વિભિન્ન મતોનો આદર કરતા મહાવીરે વિષમતા, જાતિવાદ, ભાષાવાદ, ઈશ્વરવાદ અને હિંસક પ્રવૃત્તિઓના વિરોધમાં અહિંસક ક્રાંતિનું આહવાન કર્યું. એમના વિચારોમાં તે સમ્યકજ્ઞાનનું પ્રતિબિંબ હતું જેણે એમને વિશુદ્ધ નિસ્વાર્થ માનવતાવાદી અને કરુણાપ્રધાન દૃષ્ટિ આપી. “અનેકાંતના માધ્યમથી એમણે પ્રેમ, સમતા, મૈત્રી, સમન્વય, કરુણા અને પરસ્પરોપગ્રહો જીવાનામ'નો શાશ્વત સંદેશો આપ્યો. 104 For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત સંસ્કૃતિ અનેકાંતની વ્યાખ્યા : જૈન ધર્મની માન્યતા છે કે વસ્તુસ્વરૂપ જ ધર્મ છે અને જો સમ્યકજ્ઞાન તરફ આગળ વધવું હોય તો વસ્તુસ્વરૂપ કે જે અનેકાંતાત્મક છે, સમજવા માટે એના વિભિન્ન પક્ષોને જાણવાનો અને સમજવાનો પ્રયાસ મનુષ્યોએ જિજ્ઞાસાભાવથી કરવો જોઈએ, જેથી તે મિથ્યાત્વના ઘેરામાં ફસાઈ ન જાય. એ સ્પષ્ટ છે કે અનેકાંતમાં સત્યનો જૂઠ સાથે મેળ નથી, આ તો સંપૂર્ણ સત્ય શોધવાનું એક માધ્યમ છે. એકાંતિક દૃષ્ટિ તે નિશ્ચયકાંત હોય અથવા વ્યવહારકાંત; તે અપર્યાપ્ત છે કારણ કે તુલનાત્મક દૃષ્ટિથી એના ગુણ-દોષ સ્પષ્ટ થવાનો મોકો રહેતો નથી. ઇતિહાસ સાક્ષી છે કે સીમિત જ્ઞાન અને એકાંગી અનુભવો અંતર્ગત કરવામાં આવેલા પ્રયાસો અને એનાં પરિણામ પૂર્ણ સત્યની શોધમાં અપૂર્ણ રહ્યાં અને સર્વમાન્ય ન થઈ શક્યાં માટે સમત્વપૂર્ણ એકતાના અભાવમાં વિશ્વમાં નવા-નવા મતમતાંતરોની દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ થતી રહી છે અને આખો માનવસમાજ વિભિન્ન ધર્મોમાં, રાજનૈતિક વ્યવસ્થાઓમાં અને સામાજિક સંપ્રદાયવાદમાં પીંખાતો રહ્યો છે. રાજનીતિમાં જ જુઓ, કેટલા પ્રયોગ થતા રહ્યા. પૂંજીવાદી શિખર પર પહોંચ્યો, એને પાડીને સામ્યવાદ ઊભો થયો. એ પણ ખતમ થઈ ગયો. ઉપનિવેશવાદ ગયો, સામ્રાજ્યવાદ ખતમ થયો. દરેક વાદ પોતાના સમયમાં પોતાની જાતને પૂર્ણ સત્ય માનવાનો દંભ કરતો રહ્યો. આજે આપણે વૈશ્વિકકરણની વાત કરી રહ્યા છીએ અને માનવનું માનવ પ્રત્યે શોષણ ચાલુ જ છે. વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેનું અંતર વધતું રહ્યું છે. અસલી સત્ય તો ઉપેક્ષિત થઈ ગયું અને આપણે કહેવાતાં સત્યોના ભ્રમમાં આવીને પ્રયોગ પર પ્રયોગ કરી રહ્યા છીએ. તેથી ઇતિહાસ પોતાની ભૂલો દોહરાવે છે, યુદ્ધો થતા રહે છે, તનાવ સતત રહે છે અને શાંતિની શોધ મૃગતૃષ્ણા બની રહે છે. આવી જ વસ્તુસ્થિતિને પોતાના સમયમાં જોઈને ભગવાન મહાવીરે સમદષ્ટિ' પ્રોત્સાહિત કરવાનો ઉપદેશ આપ્યો, જેનાથી સંસારનાં દુ:ખો જે ભૂમબુદ્ધિ (મિથ્યાદર્શન), અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) અને અસંયમ (મિથ્થા-ચરિત્ર 105 For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ દુરાચાર)થી છે તે દૂર થઈ શકે અને મનુષ્ય મોહમાયા અને સ્વાર્થભર્યા કર્મબંધનોથી જ્ઞાનપૂર્વક છૂટકારો મેળવી શકે. ધર્મગ્રંથોમાં વસ્તુના સર્વાગીણ જ્ઞાનને પ્રમાણ કહે છે તથા એકાંગી અંશાત્મક જ્ઞાનને નય કહે છે. આ નય પ્રમાણનો અંશ હોવાથી વસ્તુનો જ અંશ અંશરૂપમાં યથાર્થ જ્ઞાન કરાવવામાં સહાયક થઈ શકે છે; પરંતુ નયોના કથનમાં પરસ્પર સાપેક્ષતા હોવી જોઈએ, કારણ કે વસ્તુનાં ગુણતત્ત્વોમાં પરસ્પર સાપેક્ષતા રહ્યા કરે છે. સરળ ભાષામાં કોઈ પણ વસ્તુ અથવા વસ્તુસ્થિતિને આપણે આ સફેદ છે અને આ લાલ છે એમ નથી જોઈ શકતા. એમાં જે વિરોધાભાસ રહેશે તે સંઘર્ષને જન્મ આપશે. જૈન ધર્મ શીખવે છે કે વિભિન્ન નયોંની વચ્ચે કેટલી હદ સુધી સર્વમાન્ય સમભાવ શોધી શકાય છે. અનેકાંત દર્શન વસ્તુ અથવા સ્થિતિના પારસ્પરિક વિરોધી મતોના મંથનની શક્તિ રાખે છે અને સમન્વય કરીને એને એકતાના સૂત્રમાં જોડવાની ક્ષમતા રાખે છે; જ્યારે મતમતાંતર એકબીજાના મત અથવા દૃષ્ટિકોણને અસત્ય ઠરાવીને સ્વયંભૂ સત્યના તથાકથિત ઠેકેદાર બનીને પરસ્પર વિવાદ અને ભેદભાવની દિવાલો ઊભી કરતા રહે છે. કાત્રિશિકામાં અનેકાંતની સમન્વયશક્તિને ખૂબ જ સુંદર શબ્દોમાં વ્યક્ત કરવામાં આવી છે : - “ઘા વિવંસર્વસિઘવા, સમુવીસમી સાથે કૃષ્ટ: ___ न य तासु भवान् प्रदृश्यंतै, प्रविभक्तासु सरितत्स्विवोदधिः ।।" (અર્થાત્ અનેક નદીઓ સમુદ્રમાં મળે છે. એ પ્રકારે અનેક દૃષ્ટિઓ (મત) અનેકાંતરૂપી પરમેશ્વરમાં મળે છે. અલગ અલગમાં અનેકાંત (પરમેશ્વર)નાં દર્શન નથી થતાં.). કુંદકુંદાચાર્યના સમયસારની “આત્મખ્યાતિ' ટીકામાં આચાર્ય અમૃતચંદ્ર સમજાવ્યું છે : વસ્તુના અનેકાંત સ્વરૂપને સમજનારી સાપેક્ષ કથનપદ્ધતિને સાદ્વાદ કહે છે. અનેકાંત અને સ્યાદ્વાદમાં ઘોત્ય અને દ્યોતક સંબંધ છે. સ્યાદ્વાદ બધી વસ્તુઓના સ્વરૂપને સિદ્ધ કરનાર અહંત સર્વજ્ઞનો નિબંધ ઉપદેશ છે. સ્યાદ્વાદ 106 For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત સંસ્કૃતિ કહે છે કે અનેકાંત સ્વભાવવાળી હોવાથી બધી વસ્તુઓ અનેકાંતાત્મક છે. જે વસ્તુ તત્ છે એ જ અત છે. જે એક છે તે જ અનેક છે, જે સત્ છે તે જ અસત્ છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે. આ રીતે એક વસ્તુમાં વસ્તુત્વની ઉત્પાદક પરસ્પર વિરોધી બે શક્તિઓનું પ્રગટીકરણ હોવું અનેકાંત છે.” પોતાના પુસ્તક “તીર્થંકર મહાવીર ઔર ઉનકા સર્વોદય તીર્થમાં વિખ્યાત જૈન વિદ્વાન ડૉ. હુકમચંદ ભારિë એક માર્મિક ટિપ્પણીમાં કહ્યું છે : “દરેક વસ્તુમાં અનંત ધર્મ છે. એ બધાનું કથન એકસાથે તો સંભવ નથી, કારણ કે શબ્દોની શક્તિ સીમિત છે. તે એક સમયમાં એક જ ધર્મને કહી શકે છે. તેથી અનંત ધર્મોમાં એક વિવણિત ધર્મ મુખ્ય માનીને એનું પ્રતિપાદન કરવામાં આવે છે. બાકી અન્ય બધા ધર્મ ગૌણ બની જાય છે કારણ કે એના સંબંધમાં અત્યારે કંઈ કહેવામાં આવતું નથી. આ મુખ્યતા અને ગૌણતા વસ્તુમાં વિદ્યમાન ગુણોની અપેક્ષાએ નથી, પરંતુ વક્તાની ઇચ્છાનુસાર હોય છે. વિપક્ષા અને અવિવક્ષા વાણીના ભેદ છે, વસ્તુના નહીં. વસ્તુમાં તો બધા ધર્મ દરેક સમયે પોતાની પૂરી હેસિયતથી વિદ્યમાન રહે છે, એમાં મુખ્ય-ગૌણનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે વસ્તુમાં તો આ પરસ્પર વિરોધી ધર્મોને પોતાનામાં ધારણ કરવાની શક્તિ છે.” આ રીતે એ સ્પષ્ટ થઈ જાય છે કે અનેકાંત અને સ્વાવાદમાં એક વસ્તુની બધી સંભાવનાઓ અને નયોને દૃષ્ટિગત રાખીને વિભિન્ન એકાંતોની વચ્ચે વિરોધ સમાપ્ત કરવાનું સામર્થ્ય છે, કારણ કે વિરોધ વસ્તુમાં નહીં, આપણા અજ્ઞાન અથવા અધૂરા જ્ઞાનમાં છે. જેવી રીતે એક હાથીને કેટલાક આંધળા સ્પર્શ કરીને જાણવાની કોશિશ કરે તો એક હાથીના પગને અડીને કહેશે કે તે સ્તંભ છે, બીજો કાનને સ્પર્શ કરીને કહેશે કે આ તો સૂપડું છે, ત્રીજો પેટને અડીને કહેશે કે આ તો પોલી પોલી દીવાલ છે. સૂઢ પકડનારને લાગશે કે આ તે ક્યા પ્રકારનો સાપ છે. આ બધાં કથન સંપૂર્ણ હાથીની બાબતમાં સાચાં નથી કારણ કે દરેકે જોયો છે માત્ર એક અંશ અને એનાથી એ પૂર્ણ વસ્તુની કલ્પના કરી રહ્યો છે જે ખોટી છે, મિથ્યા ઉપરોક્ત વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે કે અનેકાંત સ્યાદ્વાદના સિદ્ધાંતને 107 For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ ગહનતા અને ઝીણવટથી સમજવો જરૂરી છે, નહીં તો એ વિશે ખોટી ધારણા ઊભી થઈ શકે. શંકરાચાર્યએ આને સંશયવાદ કહીને બાતલ કરી દીધો. કેટલાય વિદ્વાનોએ આને “સંશયવાદ' અથવા “સંભાવનાવાદ' કહીને સંકુચિત બનાવી દીધો. અનેકાંતનું તો વ્યાપક રૂપ છે કારણ કે તે પ્રત્યેક વસ્તુસ્થિતિ અથવા પરિસ્થિતિની તપાસ અને વિશ્લેષણ આ વસ્તુનાં બધાં ગુણતત્ત્વોને દૃષ્ટિમાં રાખીને કરે છે. વર્તમાન યુગમાં Theory of relativity (સાપેક્ષતાનો સિદ્ધાંત) પણ અનેકાંત દ્વારા સત્યના અન્વેષણનો જ આધાર લે છે. આખી સૃષ્ટિનું અનેકાંત સિદ્ધાંત પર સંચાલન થાય છે કારણ કે વિભિન્ન ચેતન અને અચેતન પદાર્થોનાં વિભિન્ન ગુણતત્ત્વો સંવાદિત થઈને પોતાની રચનાત્મક શક્તિ વિકસાવે છે અને એનાથી પૃથ્વી પર જીવન નિરંતર પ્રગતિ કરે છે. અનેકાંતનું મહત્ત્વ : ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ શર્માએ સરળ ભાષામાં અનેકાંતનું મહત્ત્વ પોતાના એક ભાષણમાં ઈ. સ. ૧૯૯૬માં ખૂબ જ સારગર્ભિત રૂપે સમજાવ્યું. તેઓ શ્વેતાંબર જૈનાચાર્ય શ્રી જયંતસૂરિને “અનેકાંતરત્ન'ની પદવી એક વિશેષ સમારોહમાં પ્રદાન કરી રહ્યા હતા. એમણે કહ્યું : વસ્તુત: અનેકાંતવાદ જીવન તથા વસ્તુની પ્રત્યે ઉદાર દૃષ્ટિકોણનું જ બીજું નામ છે. આ દર્શન વ્યક્તિત્વના માનસિક તનાવને દૂર કરવાનું તથા બીજાની સાથે થતી બિનજરૂરી ટક્કરોને ટાળવા માટે મહત્ત્વપૂર્ણ કામ કરે છે. આનાથી નિશ્ચિત રૂપે એવા સમાજની સ્થાપનામાં મદદ મળશે જે પોતાની શક્તિનો ઉપયોગ રચનાત્મક કાર્યોમાં કરે.” આજે આપણે લોકશાહીતંત્રમાં વસી રહ્યા છીએ. આ રાજનૈતિક પ્રણાલી મૂળ રૂપથી સત્તાપક્ષ અને વિરોધપક્ષના સહઅસ્તિત્વ અને સુમેળ પર આધારિત વ્યવસ્થા છે. આપણી રાજનૈતિક પ્રણાલીમાં અનેકાંતના આ મહાન ઐતિહાસિક વિચારનું યોગ્ય રૂપે પાલન કરી આપણે લોકોની સામે એક ઉચ્ચ આદર્શ પ્રસ્તુત કરી શકીએ.” 108 For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત સંસ્કૃતિ “અનેકાંત સિદ્ધાંત વિરોધપક્ષના વિચારો પ્રત્યે આપણું ધ્યાન આકર્ષિત કરે છે. જ્યાં સુધી વિરોધપક્ષ નહીં હોય ત્યાં સુધી એક સ્થાપિત વિચારના વિષયમાં બીજા વિચારને સ્થાન નહીં મળે. એક રીતે અનેકાંત સિદ્ધાંત વિકાસની સંભાવનાઓનો માર્ગ પણ છે.” ડૉ. શર્માના ઉપરોક્ત કથનથી એ વાત સ્પષ્ટ થાય છે કે અનેકાંતવાદને જીવનના દરેક ક્ષેત્રમાં અપનાવવાની જરૂર છે. અલગ અલગ રાજનૈતિક પ્રણાલીવાળા દેશો વચ્ચે સારા સંબંધ ટકાવી રાખવામાં પણ આ સિદ્ધાંત ઉપયોગી બને છે. વાસ્તવમાં જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય કે ગતિવિધિ હોય, અનેકાંતવાદ સુમેળ સ્થાપિત કરવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. અનેકાંતમાં વિશ્વાસ થવાથી ‘વિવિધતામાં એકતા' (Unity in diversity) સ્થાપિત કરી શકાય છે. અનેકાંત અને વિદેશનીતિ : અનેકાંતવાદે ભારતીય સંસ્કૃતિ ૫૨ પોતાની અમીટ છાપ ઉપસાવી છે. પંડિત જવાહરલાલ નેહરુએ ચીનની સાથે સંબંધ સુધારવા માટે પંચશીલ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા તે શું હતું - અનેકાંતનો બંને દેશો દ્વારા આદર. એ સમજૂતીથી ભલે આજ સુધી સીમા-વિવાદનો ઉકેલ ન આવ્યો હોય પણ સીમા પર ફરીથી યુદ્ધ તો નથી જ થયું. આ અનેકાંત દર્શનની તો ભેટ છે. ભારતની વિશ્વ શાંતિવર્ધક વિદેશ નીતિમાં નિરંતર ‘શાંતિમય સહઅસ્તિત્વ’ની વાત કહેવામાં આવી છે. ‘શાંતિમય સહઅસ્તિત્વ’ તો આ યુગના આંતરરાષ્ટ્રીય રાજનૈતિક સંબંધોમાં પણ એક મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ તથા સંબંધોની વ્યવસ્થા બની આગળ આવ્યું છે. ‘શાંતિમય સહ અસ્તિત્વ' અનેકાંતવાદનું જ બીજું નામ છે. ‘સહિષ્ણુતા' અને ‘ક્ષમાભાવ’ પણ અનેકાંત દર્શનનાં જ મૂળભૂત ગુણતત્ત્વ છે. ‘ખુલ્લો નિષ્પક્ષ અને ઉદાર દૃષ્ટિકોણ' પણ અનેકાંતવાદનું બીજું રૂપ છે. અનેકાંતવાદ બીજાના દૃષ્ટિકોણને સમ્યક્ રૂપથી સમજવાનો પૂરો પ્રયત્ન કરે છે. આમાં સમતાભાવ ઠાંસી ઠાંસીને ભરેલો છે. વિભિન્ન ધર્મ, દૃષ્ટિકોણ, જીવનપ્રણાલીમાં પણ ઊંડાણથી જોવાનો પ્રયત્ન કરીએ તો કંઈ ને કંઈ તો સારું મળશે જ. જ્યારે આપણે દોષોમાં પણ કંઈક સારું 109 For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ હોવાનો અંશ અનેફાંતના પ્રયોગથી જોઈશું ત્યારે મૈત્રી અને સૌહાર્દને શત્રુના હૃદયમાં પણ પ્રગટ કરવા સમર્થ થઈશું – અંગ્રેજીમાં એક કહેવત છે : There is something bad in the best of us; There is something good in the worst of us.. અનેકાંત દર્શન આપણને એ દૃષ્ટિકોણ આપે છે કે આપણે સંસારમાં સાર૫ (ગુણો) શોધીએ અને ઓળખીએ. પૂર્ણ સત્ય ફેલાઈને સંસારમાં સદ્ભાવના અને સૌહાર્દ ફેલાવશે. અનેકાંત સાથે જોડાયેલો મહાવીરનો સંદેશ પણ આ જ હતો : મિત્તી મેં સળમૂાસુ, વેરંમજ્ઞા જ વેળરૂં ' (અર્થાત્ મારી સંસારનાં બધાં પ્રાણીઓ સાથે મિત્રતા છે, મારે સંસારમાં કોઈ સાથે વેર નથી.) અનેકાંત એક સમગ્ર સંસ્કૃતિ : અનેકાંતવાદ જૈન ધર્મના મુખ્ય આધારસ્તંભોમાંથી એક છે, કારણ કે આ અહિંસા ધર્મનું જ અંતરંગ ગુણતત્ત્વ છે. પરંતુ જૈન ધર્મનો સંદેશ જૈન ધર્માવલંબી માટે જ સીમિત નથી, એ તો પૂરી માનવતાના માટે છે. જૈન ધર્મ એક ફક્ત આધ્યાત્મિક આસ્થા નથી, એ તો નૈતિકતાથી ઓતપ્રોત જીવનશૈલી છે. અનેકાંત અને સ્યાદ્વાદ એવા દૃષ્ટિકોણ છે જેને જીવનના દરેક ક્ષેત્રમાં અપનાવી શકાય છે. તનાવ, મનભેદ, ભેદભાવ દૂર થઈ શકે છે. સંકુચિતતાથી છુટકારો મેળવીને માનવજીવનને વ્યાપક ફલક મળી શકે છે. વસ્તુત: જૈન ધર્મમાં અનેકાંત કોઈ એક ખૂણામાં દબાઈને બેઠેલો વિચાર માત્ર નથી. આ તો વિચારના દિશાદર્શન માટે એક સમગ્ર સંસ્કૃતિ છે જે અહિંસા અને અપરિગ્રહથી પોષણ પામે છે અને એને પોષણ આપે છે. આવશ્યક એ છે કે જૈન સમાજ આ સિદ્ધાંતની સંપૂર્ણ સંસ્કૃતિને એની સારી અજોડ, જ્ઞાનવર્ધક, કલ્યાણકારી સંભાવનાઓની સાથે વિશ્વ સમાજને જાણ કરાવે. આજના યુગમાં અનેકાંત અને સાદ્વાદની આ સંઘર્ષરત, કોલાહલભર્યા, પ્રદૂષિત, વૈમનસ્યથી વિભાજિત સંસારને જરૂર છે. આખો સંસાર આજે આતંકવાદના ઉગ્ર રૂપને જોઈને દહેશતમાં છે. ધર્મોમાં 110 10 For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત સંસ્કૃતિ (Fundamentalism) ઉગ્રવાદે પોતાનું માથું ઊંચું કર્યું છે. આનાથી અસહિષ્ણુતાનું વિષ ફેલાઈને માનવ-સમાજને અશાંત, ઉદ્વિગ્ન અને અસ્થિર કરી રહ્યું છે. માનવસમાજના અગણિત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કીર્તિમાનો ધૂંધળા થઈ રહ્યા છે. માનવતાની સામે એક નિરંકુશ એકાંગી વિચા૨ના વધતા દુ:સાહસનો ગંભી૨ પડકાર છે એને અહિંસા પ્રેરિત અનેકાંત સંસ્કૃતિથી દૂર કરી શકાય છે. અનેકાંત દૃષ્ટિકોણ આપણા સહુના હૃદયમાં માત્ર વિશ્વાસ જગાવશે એટલું જ નહીં, પણ સાથે સાથે સામૂહિક સૌહાર્દભર્યા પ્રગતિનાં દ્વાર પણ ખોલશે. માત્ર એક જ ફૂલ ખીલવાથી બગીચો વિરાન લાગે છે. જ્યારે હજારો રંગબેરંગી ફૂલ એક સાથે ખીલશે ત્યારે દેખાવ બીજો જ હશે. એની સામૂહિક સુગંધ અને એની વિવિધતામાં છુપાયેલી સૌંદર્યની લહેર આ સંસારને એક ઉપવન બનાવી દેશે અને દરેક ફૂલનો પોતાનો અદ્ભુત રંગ અને પોતાની અલગ સુગંધ પણ જનમનને હર્ષ આપતાં રહેશે. આજે જ્યારે આર્થિક ક્ષેત્રમાં આપણે વૈશ્વિકીકરણને અપનાવી લીધું છે અને વૈજ્ઞાનિક પ્રગતિએ અંતરને ઘટાડી દીધું છે અને સંચાર સંપર્ક ખૂબ વિકસિત કરી દીધા છે ત્યારે આપણે સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રોમાં પણ શા માટે એકતા સૂત્રને મજબૂત ન બનાવીએ ? આ કાર્યમાં અનેકાંત સંસ્કૃતિ નિરંતર પ્રેરણાનો સ્રોત બને અને પ્રગતિશીલ તથા મજબૂત માર્ગદર્શક પણ બને. અનેકાંત જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિનું અવિભાજ્ય અને સૌહાર્દપોષક ગુણતત્ત્વ છે જેની આ યુગમાં વિશ્વસ્તરે માંગ છે. 111 For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ સંસ્કૃતિ પર્યાવરણ પ્રત્યે વધતી જતી ચેતના : વર્તમાન સમયમાં પર્યાવરણ બહુચર્ચિત વિષય બની ગયો છે. છેલ્લાં ૩૦ વર્ષોમાં વિશેષ કરીને પર્યાવરણની બાબતમાં સમગ્ર માનવસમાજમાં ચેતના અને જાગૃતિ ફેલાયેલી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ, વિભિન્ન રાષ્ટ્રીય સરકારો તથા કેટલાંય લોકસેવા-સંગઠનો વચ્ચે પર્યાવરણનાં સંરક્ષણ અને સંવર્ધન પર વિસ્તૃત વિચારવિમર્શ થયો છે. ૧૯૭રમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં પ્રથમ પર્યાવરણ શિખર સંમેલન યોજાયું જેમાં વિભિન્ન દેશોના પ્રમુખો, પ્રધાનમંત્રીઓએ ભાગ લીધો. પર્યાવરણના મૂળભૂત મુદ્દાઓ પર ૧૯૯૨માં બ્રાઝિલના શહેર રિયો ડી જાનેરોમાં વિરાટ શિખર સંમેલન યોજાયું જેને પ્રથમ વિશ્વ શિખર સંમેલન તરીકે ઓળખવામાં આવ્યું. દસ વર્ષ પછી દ્વિતીય વિશ્વ શિખર સંમેલન દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં સપ્ટેમ્બર ૨૦૦૨માં સંપન્ન થયું. ડામાડોળ પ્રાકૃતિક સમતોલન : અગ્નિ, ભૂમિ, જલ, હવા, જંગલ અથવા આકાશ કોઈ પણ પ્રાકૃતિક વિસ્તારનું ક્ષેત્ર લઈએ, પર્યાવરણ દૂષિત, વિકૃત, ઝેરી થઈ રહ્યું છે. પ્રદૂષણની માત્રા ઊંડી ચિંતાનો વિષય બની ગઈ છે. ઊંડાણથી જોઈએ અને 112 112 For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ સંસ્કૃતિ વિચારીએ તો સૃષ્ટિનું પ્રાકૃતિક સમતોલન મનુષ્યનાં શોષણ, ઉન્માદ, લાપરવાહી, દખલઅંદાજી, સિદ્ધાંતહીન તથા અનૈતિક દૃષ્ટિકોણના કારણે ડામાડોળ થઈ ગયું છે. પ્રકૃતિ આપણું પોષક અને રક્ષક તત્ત્વ છે પરંતુ આપણે એને ભોગ્ય માની લીધું છે, સમજી લીધું છે. વિકાસના માર્ગે પર્યાવરણીય પ્રશ્નોનું મહત્ત્વપૂર્ણ અને સંતોષપ્રદ સમાધાન ખાસ કરીને વિકાસશીલ દેશોમાં નથી મળી શકતું. ન તો વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે અને ન પર્યાવરણની યોગ્ય સંભાળ લેવામાં આવે છે. વિકસિત દેશો પોતાની જૂની પ્રદૂષણવર્ધક ટેકનીકની નિકાસ કરીને વિકાસશીલ દેશોમાં વાયુ, ધ્વનિ, જલ, સ્થળ, પ્રદૂષણ વધારી રહ્યા છે. શ્રીમતી ઇંદિરા ગાંધીએ સ્ટોકહોમ શિખર સંમેલનમાં કહ્યું હતું કે વિકાસશીલ દેશોમાં ગરીબી સહુથી વધારે પ્રદૂષણ ફેલાવે છે. માટે વિકાસ અને પર્યાવરણમાં આર્થિક અને નૈતિક દૃષ્ટિએ સમતોલન કરવાની તાતી જરૂર છે. સમગ્ર સંસારના વિદ્વાનો, રાજનીતિજ્ઞો, સમાજસેવકો, પ્રકૃતિપ્રેમીઓ અને ધર્મનિષ્ઠ લોકોમાં એ ધારણા જોર પકડતી જાય છે કે પર્યાવરણને બચાવવા માટે ધાર્મિક, વૈજ્ઞાનિક, ટેકનિકલ, પર્યાવરણ-સમર્પિત અને વિકાસકાર્યોમાં જોડાયેલા લોકોએ એકસાથે મળીને એક સુયોજિત કાર્યયોજના અને દૃષ્ટિકોણને મૂર્ત રૂપ આપવું પડશે. આપણે આગળ આ અધ્યાયમાં જોઈશું કે વિશ્વ સ્તરે આ સમસ્યા કેટલી મુશ્કેલ, ચિંતાજનક અને મોટા વિસ્તારમાં ફેલાયેલી છે. પર્યાવરણ – જૈન ધર્મનું પ્રાણતત્ત્વ : આવી પરિસ્થિતિમાં આપણે જૈન ધર્મના સિદ્ધાંતોમાં સમાયેલા અને સ્વીકારાયેલા પર્યાવરણીય દૃષ્ટિકોણ અને તત્ત્વજ્ઞાનને સ્પષ્ટ રૂપે સમજીએ; એની ઉપયોગિતા, સામયિકતા અને પ્રાસંગિકતાનો ઝીણવટથી હિસાબ લઈએ અને સંસારને સચેત કરીએ. ૨૧મી શતાબ્દીમાં આ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે જેના દ્વારા આપણે વિશ્વ સામે જૈન વિચાર અને આચારની વ્યવહારિકતા, ઉપયોગિતા દર્શાવીએ અને જૈન ધર્મની પર્યાવરણીય માન્યતાનું સમર્થન કરી શકીએ. પર્યાવરણ જૈન ધર્મનું પ્રાણતત્ત્વ છે. “પરિ'નો અર્થ છે ચારે બાજુથી અને “આવરણ'નો અર્થ છે આવરનાર (ઢાંકનાર). પ્રકૃતિ, પુરુષ અને પ્રાણીજગત વચ્ચે અંતરંગ કડીના રૂપમાં પર્યાવરણ એક સામૂહિક ઓળખ છે. આ ત્રણે વચ્ચે પારસ્પરિક અવલંબન અને સહઅસ્તિત્વથી પ્રેરાયેલ અને નિર્માણ પામેલ સમતોલનને જુદા જુદા ધર્મોમાં દિવ્ય સંબંધની સંજ્ઞા આપવામાં આવી છે. 113 For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ઃ વારસો અને વૈભવ પૃથ્વી, પ્રકૃતિ, પ્રાણી અને પુરુષ : અનંત અને વિસ્તૃત બ્રહ્માંડમાં આપણી પૃથ્વી એક રત્નમણિ જેવી છે. માત્ર આ એક જ એવો ગ્રહ છે જેના પર આકર્ષક વિવિધતાવાળા પ્રાણી-જગત, ફળદ્રુપ જમીન, સંપન્ન ભૂગર્ભ, ઘેઘૂર જંગલો, સરોવરો, નદીઓ, સમુદ્રો અને ખુલ્લા આકાશ જેવું જીવંત વાતાવરણ છે. એટલે અહીં જીવન ઊછર્યું છે, સભ્યતા બની છે અને મનુષ્ય પોતાની સૂઝબૂઝ અને સાહસથી પોતાના જીવનસ્તરને વૈજ્ઞાનિક પ્રગતિના માધ્યમથી અતિ આધુનિક, આરામદાયક અને સુવિધાપ્રદ બનાવી દીધું છે. - સૂર્ય, ચંદ્ર અને તારા અને પૃથ્વીના જલાવરણ, ભૂ-આવરણ અને જીવઆવરણ સાથે પૃથ્વીનો અંતરંગ સંબંધ છે. ઇકૉલોજી (પર્યાવરણવિજ્ઞાન), જીવજગત અને એની આસપાસની આ સૃષ્ટિ વચ્ચે પારસ્પરિક સંબંધની સંસ્કૃતિ છે. સહયોગી પારસ્પરિક નિર્ભરતા, શાંતિમય સહઅસ્તિત્વ અને અભુત નૈસર્ગિક સમતોલન પર તેની આધારશિલા છે. આને જૈન શાસ્ત્રના તત્ત્વાર્થસૂત્રમાં પરસ્પરોપગ્રહો જીવાનામુની સંજ્ઞા આપવામાં આવી છે. ભગવાન મહાવીરે કહ્યું છે, “સર્વ સર્વેમાં સત્ત્વમ્' અર્થાત્ સંસારમાં રહેલી સમસ્ત જીવિત અને નિર્જીવ વસ્તુઓ એકબીજી સાથે સંતુલિત ચક્રમાં જોડાયેલી છે. ખૂબ જ માર્મિક શબ્દોમાં આચાર્ય મહાપ્રજ્ઞજીએ લખ્યું છે : “પશુ-પક્ષી, કીડી-મકોડા વગેરે તથા પૃથ્વી, પાણી, અગ્નિ, હવા તથા વનસ્પતિના સ્થાવર જીવોની સાથે એકતા સાધવી એ અહિંસાની જ ઉપાસના છે. વિશ્વમાં જે કંઈ છે અને એ જ રીતે રહેવા દેવું, એની સાથે છેડછાડ ન કરવી તે અહિંસા છે. વિશ્વની સંરચના પરસ્પર એવી રીતે તાણાવાણાથી વણાયેલી છે કે એક તારને અડવાથી આખું બ્રહ્માંડ ઝણઝણી ઊઠે છે. સંસારમાં જોવા મળતી સમસ્ત જીવિત તથા નિર્જીવ વસ્તુઓ પરસ્પર એ રીતે જોડાયેલી છે, જેવી રીતે માળાનાં મોતી.” પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ બધાંની સ્વતંત્ર સત્તા છે. તેઓ હશે, રહેશે, બચશે તો મનુષ્ય જીવી શકશે. આ માત્ર મનુષ્યના ઉપયોગ અથવા દુરુપયોગને માટેનું એના હાથમાંનું રમકડું અથવા સાધન માત્ર નથી જેનું તે 114 For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ સંસ્કૃતિ પોતાની મરજી મુજબ શોષણ કર્યા કરે. મનુષ્યની હિંસક, ઉલ્લંઘનભરી અને ટૂંકી નજરવાળી પ્રવૃત્તિઓના કારણે જ પર્યાવરણ આટલું પ્રદૂષિત થઈ ગયું છે. નૈસર્ગિક શૃંખલા અને સમતુલા છિન્નભિન્ન થઈ ગઈ છે અને આપણે વિનાશના આરે પહોંચી ગયા છીએ. આ વિનાશથી બચવા માટે માત્ર વૈજ્ઞાનિક અથવા સરકારી કાર્યવાહી પૂરતી નથી. સર્વપ્રથમ મનુષ્ય પોતાનો મિથ્યા દૃષ્ટિકોણ બદલવો પડશે કે તે આ સૃષ્ટિનો માલિક છે. સમ્યફ અને વિવેકપૂર્ણ દૃષ્ટિકોણને અપનાવવો પડશે. જૈન ધર્મમાં આવા જ સમ્યક્ દૃષ્ટિકોણની વિશદ વ્યાખ્યા છે. મનુષ્યના વિચાર અહિંસક, સહિષ્ણુ, સહકારી, અહમવિહીન અને સહયોગી થઈ જાય તો મનુષ્ય પુનઃ પ્રકૃતિ અને પ્રાણીજગત સાથે મનભાવન લેખાંજોખાં અને સુમેળ સ્થાપી શકે છે. જૈનદર્શન અને અન્ય કેટલાંય દર્શનોમાં સમજાવવામાં પણ આવ્યું છે કે માનવ, પ્રકૃતિ અને પ્રાણીજગત પૃથ્વીને સંભાળીને રાખનારા બરાબરના ભાગીદાર છે. મનુષ્યને કોઈ વિશેષ અથવા નિરંકુશ અધિકાર બાપદાદાએ કે પટ્ટ પરંપરાએ કાયદેસર રીતે આપ્યા નથી. આધુનિક ભાષામાં પૃથ્વીનું સંચાલન આધ્યાત્મિક સમાજવાદ (spiritual socialism)ના નિરીક્ષણ હેઠળ છે અને પર્યાવરણ માનવથી લઈને પ્રાકૃતિક તત્ત્વોનું સામૂહિક સંચલન છે. વળી ભારતીય ધર્મોમાં પૃથ્વીને ધરતીમાતાનું પદ આપવામાં આવ્યું છે. વેદોમાં ધરતીમાતાની સ્તુતિમાં કહેવામાં આવ્યું છે : “સમુદ્ર તમારી કટિમેખલા છે, પહાડ તમારાં વક્ષસ્થળ છે, ઓ ધરતીમાતા, મારા પ્રણામ સ્વીકાર કરો અને મને ક્ષમા કરો કે હું તમારા પર પગ રાખીને ચાલવાનું દુ:સાહસ કરી રહ્યો છું.” ભગવાન મહાવીરે કહ્યું છે : “જે પૃથ્વી, જલ, અગ્નિ, પવન અને વનસ્પતિની ઉપેક્ષા કરે છે તે પોતાના અસ્તિત્વના આધારની ઉપેક્ષા કરે છે કારણ કે તે આ બધાની સાથે તાણાવાણાથી વણાયેલો છે.” સુખ હોય કે દુ:ખ, ખુશી હોય કે શોક – સમગ્ર પ્રાણીજગતને આપણે 115 For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ આપણા જેવું માનવું જોઈએ. જે યાતના અને પીડા આપણાથી સહન નથી થતી એવી કોઈને પીડા કરવાથી આપણે દૂર રહેવું જોઈએ. આપણે સમસ્ત પ્રાણીજગત અને પ્રકૃતિનાં તત્ત્વોની સાથે માધ્યચ્યભાવ વધારવો જોઈએ. આ જ વાત સુપ્રસિદ્ધ પાશ્ચાત્ય દાર્શનિક ટી. એચ. હક્સલે એક શતાબ્દી પૂર્વે ઉચ્ચારી હતી. "The question of all questions for humanity is the determination of man's place in nature and his relation to the cosmos. Whence our race came, what sort of limits are set to our power over nature and to nature's power over us, to what goals are we striving, are the problems which present themselves afresh with undiminished interest to every human being of earth.” અર્થાત્ “પ્રકૃતિમાં મનુષ્યના સ્થાન અને સૃષ્ટિના પર્યાવરણ સાથેના એના સંબંધનું નિર્ધારણ માનવતા માટે બહુ મોટો સવાલ છે. માનવજાતિનો ઉદ્ભવ કેવી રીતે થયો. મનુષ્યની પ્રકૃતિ ઉપરના અધિકારની અને એ જ રીતે પ્રકૃતિની મનુષ્ય ઉપર પ્રભાવની કઈ મર્યાદાઓ છે અને આપણે કયા ધ્યેયને સિદ્ધ કરવા મથી રહ્યા છીએ – આ બધી સમસ્યાઓ એવી છે જે આ ધરતી પર જન્મ લેનાર દરેક મનુષ્યની સામે જ્વલંત ખડી થઈ જાય છે.” દસ વર્ષ પૂર્વે પ્રકાશિત પોતાના પુસ્તકમાં અહિંસાના પ્રબળ સમર્થક સંયુક્ત રાષ્ટ્રસંઘના પૂર્વ ઉપ-સેક્રેટરી જનરલ રૉબર્ટ મૂલરે આ વસ્તુ-સ્થિતિને ખૂબ સહજતાથી આ રીતે વ્યક્ત કરી છે : “Know this planet; love this planet; Care for this planet For you come from Mother Earth You are made of her elements You are the earth became conscious of her self, her mind and heart.” 116. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ સંસ્કૃતિ (અર્થાતુ પોતાની ધરતીને ઓળખો, એને પ્યાર કરો, એની સંભાળ લો, કારણ કે તમે સ્વયં ધરતી માતાના જ સંતાન છો. તમારી રચના એનાં તત્ત્વોથી તો થઈ છે; તમે જ છો જીવંત પૃથ્વીના ચેતનરૂપ એનું મસ્તિષ્ક અને હૃદય.) પર્યાવરણ વિષે જૈન આગમ : પર્યાવરણ પ્રકૃતિનું અનુશાસન છે. પર્યાવરણ-સંરક્ષણ માટે પ્રાકૃતિક અને ભૌગોલિક બને તથ્યો પર ધ્યાન રાખવું જરૂરી છે. જેવી રીતે ભૂ-વૈજ્ઞાનિકોએ ભૌગોલિક દૃષ્ટિએ પર્યાવરણનું વિશ્લેષણ કર્યું છે, એનાથી કેટલાંય ગણું વધુ સારગર્ભિત, તાત્ત્વિક, સૂક્ષ્મ, ગહન અને વિશદ વિવેચન જૈન આગમ સાહિત્યમાં જોવા મળે છે. જૈન ધર્મમાં વ્યાપક ફલકમાં પ્રકૃતિને જીવન અને જગતનું પોષક તત્ત્વ માનવામાં આવ્યું છે. જૈન આગમોમાં તો પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય આ પાંચે સ્થાવર જીવોની બાબતમાં વિસ્તાર અને ઊંડાણથી નિરૂપણ થયું છે. તથા માનવીય જીવન સાથે પરસ્પર ઘનિષ્ઠ સંબંધ તથા ઉપકાર્ય ઉપકારક ભાવ પણ બતાવ્યો છે. જૈન ધર્મ પ્રાણીમાત્રની ઉપેક્ષાથી પ્રાણીવિનાશ અને જીવનસૃષ્ટિની માનહાનિની દૃષ્ટિથી અહિંસા અને સંયમનો વિચાર રજૂ કરે છે. જૈન ધર્મમાં પર્યાવરણને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવ્યું છે. જૈન ધર્મનો રસ્તો છેશારીરિક, માનસિક, આધ્યાત્મિક અને પર્યાવરણીય આરોગ્યનો અને સાચા સમ્યફ બોધિલાભનો. એ “જીવો અને જીવવા દો'ના સિદ્ધાંતમાં સમાઈ જાય છે. જીવ બે પ્રકારના હોય છે : ત્રાસ અને સ્થાવર. બે ઇન્દ્રિયોથી લઈને પાંચ ઇન્દ્રિયોવાળા જીવો ત્રસ કહેવાય છે તથા પૃથ્વીકાય, વાયુકાય, વનસ્પતિકાય, તેજસ-કાય, અપકાય – આ સ્થાવરકાય છે. પર્યાવરણનો આ બધા જીવો સાથે ઊંડો સબંધ છે. પર્યાવરણનાં મૂળ તત્ત્વ છે : (૧) જીવમંડળ, (૨) સ્થળમંડળ, (૩) જળમંડળ, (૪) વાયુમંડળ, (૫) ધ્વનિક્ષેત્ર, (૬) અગ્નિક્ષેત્ર, (૭) વનસ્પતિક્ષેત્ર. (૧) જીવમંડળ: જીવમંડળમાં મનુષ્ય ઉપરાંત આખું પ્રાણીજગત આવે છે જે 117 For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ બધાં પ્રાકૃતિક સાધનો વડે ફૂલેફાલે છે. એટલે બધા જીવોની પ્રજાતિઓનું જ રક્ષણ થાય તે પૂરતું નથી પરંતુ સાથે સાથે પ્રાકૃતિક સંસાધનોનું પણ રક્ષણ થવું જોઈએ. આજના હિંસક યુગમાં જીવોની કેટલીય પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે અને થતી રહે છે. (૨) સ્થળમંડળ : સ્થળમંડળમાં આવે છે પૃથ્વી જેના ગર્ભમાં વિવિધ પ્રકારના ખનીજ પદાર્થ અને જળસંપત્તિ રહે છે. એની સપાટી પર માટી, પર્વત, મેદાન, જંગલ, નદીઓ, સરોવર, તળાવ વગેરે હોય છે. પૃથ્વી પર અનેક જલચર, સ્થળચર, ખેચર પ્રાણી અને પક્ષી વિચરણ કરે છે. પૃથ્વી અને એની સાથે સાથે સઘળા પર્યાવરણનું સાચા અર્થમાં સંરક્ષણ કરવું એ ખૂબ જરૂરી છે. પૃથ્વીના અનિયંત્રિત અને દીર્ઘદૃષ્ટિપૂર્ણ વિચારના અભાવના કારણે બિનજરૂરી થઈ રહેલા દુર્બયથી ભૂગર્ભ સંપત્તિ (ખનિજ, કોલસો, સોનું, ચાંદી વગેરે) ખલાસ થતા જઈ રહ્યા છે. જંગલોનો નાશ થતો જાય છે, જમીન વેરાન થતી જાય છે અને રણનો વિસ્તાર વધતો જાય છે. બારૂત દ્વારા થતા અનેક વિસ્ફોટોના કારણે જમીન નીચે ખસતી જાય છે અને આ કારણે ભૂકંપ, પૂર વગેરે વધારે (ભારે) પ્રમાણમાં આવવા લાગ્યાં છે. ભગવાન મહાવીરે આજથી ૨૬૦૦ વર્ષ પહેલાં કહ્યું હતું, “સગ્રુહસ્થ લોકોએ સ્ફોટક કર્મ ન કરવું જોઈએ કે ન કરાવવું જોઈએ. મનુષ્ય પૃથ્વીકાય જીવોની હિંસા કરવાની સાથોસાથ મનુષ્યની જ નહીં પરંતુ અનેક સંબંધિત પ્રાણીઓની હિંસા કરે છે.” (આચારાંગ ૧-૧-૩૪) (૩) જળમંડળ : જળમંડળમાં આવે છે પૃથ્વી પર અને એને ઘેરી રહેલા જળના સ્ત્રોત, જેનું સંરક્ષણ અહિંસાધર્મ થઈ જાય છે કારણ કે જો જળ પ્રદૂષિત થાય કે જલનો અભાવ થઈ જાય તો મનુષ્ય અને પ્રાણીજગતની સામે એક જટીલ સમસ્યા ઊભી થઈ જશે. પાણીનો વ્યર્થ વ્યય ન કરવો, એને ગાળીને પીવું, એને દૂષિત, ઝેરી કે વિકૃત ન થવા દેવું એ માનવની જિંદગીને માટે મહત્ત્વપૂર્ણ છે. જૈન ધર્મની દૃષ્ટિએ પાણી પણ એક સજીવ તત્ત્વ છે. એમાં અપકાયિક સ્થાવર જીવ જોવા મળે છે. એટલું જ નહીં, જળકાય જીવોના આશ્રયે 18. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ સંસ્કૃતિ વનસ્પતિકાયના તથા બે અને ત્રણ ઇન્દ્રિય ધરાવતા પ્રાણીઓ વગેરે જીવજંતુઓ ઊછરે છે. જ્યારે મનુષ્ય પાણીમાં ગંદકી, કચરો, ઝેરી રાસાયણિક પદાર્થ વગેરે. નાખીને એને મેલું કરે છે ત્યારે એમાં કેટલાય હાનિકારક કીટાણુ પેદા થઈ જાય છે. જર્મનીની રાઇન નદીમાં જળપ્રદૂષણના કારણે લાખો માછલીઓ મરી ગઈ. આપણા દેશની ગંગા, યમુના, નર્મદા, કાવેરી અને બધી નદીઓ જેને આપણે માતા સમાન પૂજીએ છીએ, તે આજે આપણી ઔદ્યોગિક નીતિના કારણે અત્યંત પ્રદૂષિત થઈ ગઈ છે. ભગવાન મહાવીરે કહ્યું હતું : “જે આ નાના પ્રકારના (પ્રદૂષણવર્ધક કચરો, મળમૂત્ર વગેરે) શસ્ત્રોથી જલકર્મ-સમારંભના માટે હિંસા કરે છે, તેઓ જળની જ નહીં, તેના આશ્રિત અનેકાનેક પ્રાણીઓની હિંસા કરે છે.” (આચારાંગ - ૧-૧-૩-૨૫)” શહેર અને ગામની ગટરોમાં રહેલા પાણીના ભયંકર પ્રદૂષણે જીવનને દુર્ગધ અને દુર્ગધજન્ય રોગોનો શિકાર બનાવી દીધાં છે. એક કવિ લખે છે : “મારા ઘરની પાછળ, એક નાળું છે, નાળામાં કીડા છે, કીડા કિલ્લોલ કરે છે. આ પણ કંઈ જીવન છે?” (૪) વાયુમંડળ : વાયુમંડળ જળની જેમ જ મહત્ત્વપૂર્ણ છે. વાયુ અને વનસ્પતિ પણ સજીવ હોય છે. આચારાંગસૂત્રમાં જળ, અગ્નિ, વાયુની સજીવતા સિદ્ધ કરવામાં આવી છે અને એના સંરક્ષણનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આજે વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યારૂપે આપણી સામે છે. કારખાનાંઓના ધુમાડા, મોટરકાર, રેલવે એન્જિન, સ્કૂટર, એરોપ્લેન – આ બધાં પેટ્રોલ કે ડીઝલથી ચાલે છે, જેનો ધુમાડો વાયુમંડળને ઝેરી અને પ્રદૂષિત કરે છે. છેલ્લી શતાબ્દીમાં હવામાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં ૧૬ ટકાનો વધારો થયો છે. એનાથી જરૂરી પ્રાણવાયુ (ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, પરિણામે શ્વાસરોગ, દમ, હૃદયરોગ, બ્લડપ્રેશર, કેન્સર, નેત્રરોગ, ત્વચારોગ અને ક્ષયરોગ વગેરે વધી રહ્યા છે. 119 For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ કુદરતી શુદ્ધ હવા પ્રદૂષિત થઈ ગઈ છે. કોલસો, લાકડું વગેરે બળતણ, ગેસ ચીમનીઓ, ડીઝલ અને પેટ્રોલથી ચાલતાં વાહન વગેરેનો ધુમાડો હવાને પ્રદૂષિત કરીને અનેક બીમારીઓ ફેલાવે છે. જૈન શાસ્ત્રોમાં વાયુને સચિત્ત-સજીવ બતાવીને વાયુના પ્રદૂષણથી વાયુકાય જીવો તથા તેના આશ્રયના જીવોનો નાશ અને એના પ્રદૂષણથી થનારા નુકસાન વિશે કહેવામાં આવ્યું છે : “જે વિવિધ પ્રકારના શસ્ત્રો (સાધનો)થી વાયુકાયની હિંસા કરે છે, એને આશ્રિત અનેક જીવોની પણ સાથે હિંસા કરે છે. આ જાણીને બુદ્ધિમાન સાધકે વાયુકાયની સ્વયં હિંસા ન કરવી જોઈએ, ન બીજા પાસે કરાવવી જોઈએ કે ન કરનારાઓને સમર્થન આપવું જોઈએ. કારણ કે આ હિંસા અહિતકર અને સમ્યક બોધથી રહિત કરનારી છે.” (૫) ધ્વનિક્ષેત્ર : સંસારમાં ધ્વનિ પ્રદૂષણમાં પણ વધારો થયો છે અને તીવ્ર ધ્વનિના પરિણામે મનુષ્યની શ્રવણશક્તિ અને આંતરિક ઊર્જા ક્ષીણ થઈ રહી છે. આવાગમનનો કોલાહલ, મશીનોનો ખખડાટ, વિમાનનો કર્ણભેદી સ્વર, વિસ્ફોટક ધ્વનિની તીવ્રતા મનુષ્યના સ્વાથ્ય પર હાનિકારક અસર કરી રહ્યા છે. જૈન ધર્મના ગ્રંથ “આચારાંગ” (૧-૧-૭-૫૭)માં કહેવામાં આવ્યું છે : “જે સત્ય યા સમત્વને જાણે છે, સમ્યકદષ્ટિથી બોલે છે, તે જ મૌનનું મહત્ત્વ જાણી શકે છે.” - ધ્વનિ પ્રદૂષણથી બચવા માટે ભગવાન મહાવીરે વાફ-સંયમ, વચનગુપ્તિ, ભાષાસમિતિ, ચતુર્વિધ વિકથાત્યાગ વગેરે પર ભાર આપ્યો છે અને વિનયશીલતા અને સૌમ્યતાને પ્રોત્સાહિત કરી છે. (ક) અગ્નિક્ષેત્ર : અગ્નિકાયથી થનારા પ્રદૂષણ પણ વાયુ-પ્રદૂષણ સાથે સંબંધિત છે. બળતણ અને વાયુ પ્રદૂષણથી વાયુમંડળનો ઓઝોનનો સ્તર ખલાસ થઈ રહ્યો છે જે પૃથ્વી પરના જીવન માટે અત્યંત હાનિકારક છે અને જેનાથી પૃથ્વી પર ગરમીનો વ્યાપ (Global warming) વધી રહ્યો છે અને જલવાયુમાં અજબગજબ પરિવર્તન આવી રહ્યું છે. કહે છે કે એક ટન કોલસો બાળવાથી એક 120 For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ સંસ્કૃતિ મનુષ્યને આખા વર્ષ માટે જરૂરી હોય એટલો ઑક્સિજન નષ્ટ થઈ જાય છે. ધૂમ્રપાન, તમાકુ, ગુટકા સેવનથી કેન્સર, માથાના રોગ, ઇન્દ્રિય-નબળાઈ અને વિવેકમાં ઓછપ આવે છે. માટે જગતનાં બધાં સાર્વજનિક સ્થળો, હવાઈ યાત્રાઓ વગેરેમાં ધૂમ્રપાનનો નિષેધ ફરમાવવામાં આવ્યો છે. ધૂમ્રપાનથી તેજસૂકાયની હિંસા તથા વાયુ પ્રદૂષિત થાય છે. આ માત્ર હિંસા નથી, આત્મહત્યા સમાન છે. ધીમા મૃત્યુને નિમંત્રણ આપવા બરાબર છે. આચારાંગ (૧-૧-૪-૩ર)માં કહેવામાં આવ્યું છે : “જે અગ્નિકાય જીવોના અસ્તિત્વની અવગણના કરે છે તે પોતાના અસ્તિત્વની પણ અવગણના કરે છે.” “જે વ્યક્તિ અગ્નિ, શસ્ત્રના સ્વરૂપ તથા એનાથી થનારી ભયંકર હાનિને જાણે છે, તે સંયમને જાણે છે અને જે સંયમને જાણે છે, તે અગ્નિકાય શસ્ત્રના સ્વરૂપને જાણે છે.” (૭) વનસ્પતિક્ષેત્ર વનસ્પતિકાયની હિંસાથી પણ ઑક્સિજનનો નાશ થઈ રહ્યો છે તથા ભૂરક્ષણ અને ભૂખ્ખલન વધતાં ગયાં છે. ઝાડ-છોડ, શાકભાજી, અનાજ, ફળ-ફૂલ, દાળ, વનૌષધિઓ, સૂકો મેવો, મરી-મસાલા વગેરે બધા વનસ્પતિજન્ય છે. વનસ્પતિમાં જીવ છે એવું જૈન ધર્મમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. ૨૫૦૦ વર્ષ પહેલાં લખાયેલા આગમોની આ વાત જીવ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે શોધ રૂપે વીસમી શતાબ્દીમાં કહી. એમણે સાબિત કરી આપ્યું કે વનસ્પતિમાં જીવ છે, અનુભૂતિ છે, સંવેદના છે. ઝાડ-છોડ કાપવાને કારણે મનુષ્ય અને પશુઓનાં જીવન પ્રકૃતિથી દૂર જઈ રહ્યાં છે. એમાં કૃત્રિમતા આવે છે અને પર્યાવરણનું સંતુલન બગડી જાય છે. જૈન આગમ “આચારાંગ' (૧-૧-૫-૪૪)માં કહેવામાં આવ્યું છે : જે વ્યક્તિ વિવિધ પ્રકારનાં શસ્ત્રો (ખાતર, ઝેરી રસાયણ, જંતુનાશક દવાઓ વગેરે)થી જીવોનો નાશ કરે છે, તેઓ એનાથી આશ્રિત વિવિધ પ્રકારના જીવોનો પણ ઘાત કરે છે.” જૈન ધર્મગ્રંથોમાં પર્યાવરણ-સંરક્ષણ અને પ્રદૂષણ-નિવારણ માટે જીવ અને અજીવ બંને પદાર્થો પ્રત્યે ૧૭ પ્રકારના સંયમ બતાવવામાં આવ્યા છે : 121 For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ જ (૧) પ્રથ્વીકાય સંયમ (૨) અપકાય સયમ (૩) તેજસુકાય સંયમ (૪) વાયુકાયસંયમ (૫) વનસ્પતિકાય સંયમ (૬) બેઇંદ્રિય જીવસંયમ, (૭) ત્રેઇન્દ્રિય જીવસંયમ (૮) ચૌરેન્દ્રિય જીવસંયમ (૯) પંચેન્દ્રિય જીવસંયમ (૧૦) અજીવકાય સંયમ (૧૧) પ્રેક્ષા સંયમ (૧૨) ઉપેક્ષા સંયમ (૧૩) અપહત્ય સંયમ (૧૪) પ્રમાર્જન સંયમ (૧૫) મનસંયમ (૧૬) વચનસંયમ (૧૭) કાયસંયમ. ૧થી ૧૪ સુધીના સંયમનો અર્થ છે દરેક વસ્તુ લેતી વખતે, ઉઠાવતી વખતે, રાખતી વખતે અથવા વાપરતી વખતે ધીમેથી ઉઠાવો, સાવધાની રાખો, હિંસક પ્રવૃત્તિ ન આચરવા દો જેનાથી કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારની પીડા અથવા દર્દ ન થાય અને ન એના પ્રાણ ઉપર હુમલો થાય. માનસિક, વૈચારિક, શાબ્દિક અને કાયિક પ્રદૂષણ : માનસિક પ્રદૂષણ : હિંસાનો ફેલાવો માનસિક, વૈચારિક, શાબ્દિક અને કાયિક પ્રદૂષણથી થાય છે. અહિંસાના સંસ્કારને સ્થિર અને ગતિશીલ બનાવવા માટે આ પ્રદૂષણો દૂર કરવા ઉપર જૈનદર્શનમાં ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રદૂષણને દૂર કરવા માટે ઉપરના સંયમ ખાસ કરીને ૧૧થી ૧૭ પ્રેક્ષાસંયમ, ઉપેક્ષાસંયમ, વચનસંયમ અને કાયસંયમ જરૂરી માનવામાં આવ્યા છે. વૈચારિક પ્રદૂષણ : મનુષ્યના મનમાં કદાચ ખરાબ, લોભ-લાલચ, ધૃણા, ક્રૂરતા, ચોરી, હિંસા, ઈર્ષાના વિચાર આવે તો એનું મગજ તો અસંતુલિત અને અનિયંત્રિત થઈ જ જાય છે, સાથે સાથે એવા વિચાર તીવ્ર તરંગ બનીને એની આસપાસના પરિવારજનો, મિત્રો, સગાં-સંબંધીઓના વિચારને પણ પ્રદૂષિત કરે છે. જૈનધર્મ અનુસાર સદ્વિચાર, મંગલભાવના વાયુમંડળને શુદ્ધ કરે છે. મંત્રજાપ, મંગલપાઠ, સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, શાંતચિત્તે ધ્યાન, ભજનકીર્તન, મંડલવિધાન અને આવી ધાર્મિક પ્રક્રિયા વગેરેથી વાયુમંડળમાં દૂર સુધી તરંગો પ્રવાહિત થાય છે અને નિર્મલ-વિમલ પર્યાવરણ નિર્માણ કરે છે. શાબ્દિક પ્રદૂષણ : ખરાબ વિચારોની જેમ ખરાબ, અપ્રિય, કઠોર શબ્દ, નિંદા, ક્રોધ અથવા અહંકારમાં બોલાયેલાં વચન પણ વાયુમંડળને પ્રદૂષિત કરે છે તથા હૃદયને ઉત્તેજિત (ઉદ્વિગ્ન) કરી દુર્ભાવના ફેલાવે છે. જૈન આગમોમાં 122 For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ સંસ્કૃતિ આહ્વાન કરવામાં આવ્યું છે : ‘કર્કશકારી, કઠોરકારી, છેદકારી, ભેદકારી, પરજીવોને પીડનારી, ક્લેશકા૨ી ભાષા ન બોલો.’ (મૂલાચાર ગા. ૩૫૩) કાયિક પ્રદૂષણ ઃ શરી૨ ઉપ૨ સંયમ પર્યાવરણ માટે ખૂબ ઇચ્છનીય છે. ઉત્તેજિત થઈને અને આવેશમાં આવીને, સામાન્ય મનુષ્ય પણ કોઈ કોઈ વાર હિંસા પર આવી જાય છે. અસહ્ય ભીડ, સરઘસો અને ઝઘડાના વિષયમાં કેટલીય વાર લોકો મારામારી ઉપર ઊતરી આવે છે. આજકાલ તો આવા દેખાવો દુર્ભાગ્યવશ આપણા દેશની સંસદ અને વિધાનસભાઓમાં પણ જોવા મળે છે. જોરજોરથી નારાબાજી કરવામાં ધ્વનિપ્રદૂષણ તો થાય છે જ, પરંતુ એની સાથેસાથે ઉત્તેજનામાં એકબીજા ઉપર ટેબલ, ખુરશી, પેપર-વેઇટ, બૂટ-ચંપલ ફેંકવાનું શરૂ થઈ જાય છે. આ આજુબાજુ અને દૂરના વાયુમંડળને પ્રદૂષિત કરે છે. ટેલિવિઝન પર આવા દેખાવો જો બાળકો અથવા યુવકો જુએ તો એનાથી ખોટી રીતે પ્રેરાઈને પોતપોતાના ક્ષેત્રમાં આવું જ પ્રદૂષણ ફેલાવીને સમાજના નૈતિક અનુશાસન અને સંયમને હિંસક ઠેસ પહોંચાડી શકે છે. જૈન તત્ત્વજ્ઞાનનો પર્યાવરણના સંબંધમાં આ જ સાર અને ઉકેલ નીકળે છે કે બધા પ્રકારના બાહ્ય અને આંતરિક પ્રદૂષણને રોકી શાંતિ સાથે સમાજના ઘટક બનીને જીવવું એ બધાંનું કર્તવ્ય અને જવાબદારી છે. અંતે તો તે જ માનવતા છે એ અને એમાં જ માનવતાની ગરિમા છે. માનવસમાજનું ઉત્તરદાયિત્વ : ઉપરોક્ત વિશદ વિવેચનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે જૈન ધર્મ પર્યાવરણધર્મ છે. જૈન આચાર-વિજ્ઞાન, જ્ઞાન અને ચારિત્ર, દર્શન અને મનનમાં સર્વોપરિ ભાવના છે કે આખા પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન જૈન ધર્મના સમ્યક્પાલનનું અવિભાજ્ય અંગ છે. સંસારના બધા પ્રાણીજગતમાં મુખ્યત્વે મનુષ્ય સહુથી વધારે ચૈતન્યવાળું, સર્જનશીલ, કર્મઠ, સક્ષમ, સાહસિક, સંવેદનશીલ, જ્ઞાનવાન અને વિવેકસંપન્ન છે. એનામાં ઊંડાણ છે અને એના ચિંતનમાં નિરંતર આખી સૃષ્ટિની સાથે એકતાનું ધ્યાન છે. એટલે તો માનવસમાજે પૃથ્વી ૫૨ વિભિન્ન સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને આસ્થાઓનો વિકાસ કર્યો છે. 123 For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ પરંતુ એનો બીજો ચહેરો વિપરીત દિશામાં છે. એણે ધર્મને અંધવિશ્વાસ અને કુરીતિની કાળી કોટડીમાં બંધ કરી દીધો છે. માનવ માનવ વચ્ચે ધૃણા, રંગભેદ, જાતિભેદ, વર્ગભેદ, ધર્મભેદ, અમીર-ગરીબ ભેદ - વગેરેની દીવાલો ઊભી કરી દીધી છે. એવી દીવાલો જેમણે હિંસક મનોવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું છે અને ઇતિહાસ, યુદ્ધો, સંઘર્ષો અને અવારનવાર થતી લડાઈઓથી ભરેલો છે. માનવના અહમ્ અને સ્વાર્થે એના અંતરને કષાયથી ભરી પ્રદૂષિત કરી દીધું છે. પોતાનાં સુખ-સુવિધાઓના ગુલામ બનીને માનવે પ્રકૃતિ અને જીવજગતનું બેરહમ શોષણ કર્યું છે અને સમગ્ર પ્રાકૃતિક સમતોલન અને દેવતાઈ કડીઓને વિખેરી નાખી છે વિનાશ તરફ આગળ વધી રહ્યો છે. જૈન ધર્મ એ દર્શાવે છે કે માર્ગ ભૂલેલો માનવી પોતાની સંચેતના, જાગૃતિ અને ઇચ્છાબળથી વ્યવસ્થિત રસ્તો મેળવીને પોતાનું આંતરિક અને બાહ્ય પર્યાવરણ સુધારી શકે છે. એને એકસાથે કર્મવીર અને ધર્મવીર થવું પડશે. એણે એ સમજવું પડશે કે તે પ્રકૃતિનો સેવક છે, સ્વામી નહીં. જો મનુષ્ય પર્યાવરણ પર પ્રભુત્વ સ્થાપિત કરવા ઇચ્છતો હોય તો એણે પ્રકૃતિના નિયમો અને પર્યાવરણના સિદ્ધાંતો પર ચાલવું ખૂબ આવશ્યક અને ઇચ્છનીય છે. સંસારની વસ્તી ૬૦૦ કરોડથી ઉપર પહોંચી ગઈ છે. મનુષ્યની માગણીઓ વધી રહી છે, પરંતુ દૂષિત પર્યાવરણે પ્રકૃતિને કમજોર બનાવી દીધી છે અને આપણી વધતી જતી માંગણીઓનો ભાર પ્રાકૃતિક સંસાધનો ભાગ્યે જ ઉઠાવી શકે કારણ કે સંસાધનો ઘટતાં જાય છે, ખતમ થઈ રહ્યાં છે અથવા તો પ્રદૂષિત થતાં જાય છે. માત્ર આધ્યાત્મિક દૃષ્ટિથી નહીં પરંતુ આર્થિક દૃષ્ટિએ પણ પર્યાવરણમાં સુધારો ખૂબ આવશ્યક છે. દરેક મનુષ્યએ નવી ફૂર્તિ અને આધ્યાત્મિક ઉત્સાહ અને નિષ્ઠા સાથે એવાં કામોમાં લાગી જવું જોઈએ જેનાથી પ્રદૂષણ રોકાઈ શકે અને પર્યાવરણ સ્વાથ્યવર્ધન અને વિકારનો નાશ કરવાના પંથ ઉપર આગળ વધી શકે. જો તે જૈન વિચાર અનુરૂપ આત્મજયી અને આત્મદર્શી થઈ શકે, તો એનો માર્ગ સરળ થઈ જશે કારણ કે એના હૃદય અને આખા વ્યક્તિત્વમાં સહિષ્ણુતા, કરુણા અને બધાને જોડવાની ભાવના મજબૂત થઈ જશે. 124 For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ સંસ્કૃતિ પરસ્પરોપગ્રહો જીવાનામ્ : જૈન સિદ્ધાંત “પરસ્પરોપગ્રહો જીવાનામ્' – મનુષ્યને પ્રેરણા આપે છે કે તે પ્રકૃતિ અને પ્રાણીજગત સાથે મનમેળ બનાવી પોતાના અંગત સ્વાર્થ ત્યજે અને આખા સંસારના સ્વસ્થ અસ્તિત્વનો રક્ષક તથા સંરક્ષક બને. એક અંગ્રેજ કવિએ ખૂબ સુંદરતાથી આ ભાવને નીચેની કવિતામાં વ્યક્ત કર્યો છે : We live in all things, all things live in us, We live by the sun, We move with the stars, We eat from the earth, we drink from the rain We breathe from the Air, we depend on the forest. અર્થાત્ આપણે બધા પદાર્થોથી જીવિત છીએ, બધા પદાર્થો આપણામાં જીવિત છે. આપણી સૂરજની સાથે જીવનકડી છે, આપણને તારાઓનો સાથે છે. પૃથ્વી આપણને ખાવાનું આપે છે, વરસાદથી આપણને પીવાનું પાણી મળે છે. પવનથી આપણે શ્વાસ લઈએ છીએ, અને વનસ્પતિ પર આપણે નિર્ભર છીએ.” આપણે તો પ્રકૃતિની ક્ષમા માગવી જોઈએ કે આપણે એને આટલી લૂંટી, સતાવી અને બરબાદ કરી. આપણે આપણા દૃષ્ટિકોણ અને રીતભાતમાં પરિવર્તન લાવવું જોઈએ જેથી પ્રકૃતિની સાથે પુનઃ સ્વાભાવિક ક્રમ પ્રાપ્ત થાય. વિશ્વમાં ફેલાયેલા જૈન સમાજને આ એક પડકાર છે; સાથે અવસર પણ છે કે તે પર્યાવરણીય ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગનું સમર્થન કરે અને અહિંસાપૂર્વક પર્યાવરણના ઉપયોગ માટે સંકલ્પ કરે. આ પડકાર સહેલો નથી કારણ કે પહેલાં તો આપણે પોતાની જાતને ધર્મના નૈતિક રસ્તા પર પાછી વાળવી પડશે, આપણે પ્રકૃતિનો આદર કરતાં શીખવું પડશે, અને જીવદયાને પ્રેરણાસ્તંભ બનાવવાની છે. આપણી શોષણની રીતભાતોએ ગંભીર સંકટ ઊભું કરી દીધું છે. કવિના શબ્દોમાં : Now the land is barren The waters are poisoned 125 For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ The Air is polluted The forests are dying The creatures are disappearing. અર્થાત્ “હવે ધરતી વેરાન થઈ ગઈ, જલ ઝેરી બની ગયું, જંગલ મૃત્યુના કિનારે પહોંચ્યું, પ્રાણીજગત નામશેષ બની રહ્યું. આને સુધારવામાં સમય લાગશે. આપણે જેટલો વધુ વિલંબ કરીશું અથવા ઉપેક્ષા કરીશું, તેટલું સંકટ વધતું જ જશે. વિલંબ કરવાને બદલે આપણે પ્રકૃતિની સાથેનો આપણો ભાવનાત્મક સંબંધ પુન: જલ્દીથી જોડી લેવો જોઈએ. એમાં જ જૈનદર્શન આત્મકલ્યાણ અને પરોપકારનો સંગમ જુએ છે. ગુરુદેવ ચિત્રભાનુના એક અમેરિકન શિષ્યએ આ ભાવનાને એક કવિતામાં ખૂબ સંવેદનશીલતાથી વ્યક્ત કરી છે : The trees were dancing gaily in the breeze. “Why do you so dance O tree!' I asked, Nodding their foliage merrily, they replied, 'We bore the searing heat of the sun giving shade to the weary traveller and the drooping bird. We readily offered our fruit to the hungry. Should we not dance now, happy in the fulfillment of fortitude and compassion?' અર્થાત્ વૃક્ષ હવામાં ખુશીથી નાચી રહ્યાં હતાં, મેં પ્રિય વૃક્ષોને પૂછ્યું, “આમ શા માટે ?” પોતાની ડાળીઓને હર્ષથી હલાવીને વૃક્ષોએ ઉત્તર આપ્યો, “અમે સૂર્યનાં કિરણોની ગરમી સહન કરીને, થાકેલા માંદા રાહદારીઓ અને થાકેલાં પંખીઓને છાંયડો આપ્યો. અમે સહર્ષ પોતાનાં ફળોથી ભૂખ્યાઓની ભૂખ મિટાવી, હવે અમે શું કામ ન નાચીએ. અમે પોતાના પૈર્ય અને દયાના ગુણોના ફળને પામીને ખુશ છીએ.” મનુષ્ય આવો વ્યાપક પર્યાવરણીય દૃષ્ટિકોણ વૃક્ષો, અન્ય પ્રાકૃતિક તત્ત્વો 126 For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ સંસ્કૃતિ અને પ્રાણીજગત પાસે શીખવાની વિનયશીલતા અને સહિષ્ણુતા પોતાનામાં જાગ્રત કરે તો આત્મબોધ તો થશે જ, પરંતુ એ કલ્યાણની ગંગામાં પર્યાવરણ ડૂબકી લગાવીને નિર્મળ વિમળ થઈ જશે. આ સંદર્ભમાં પોતાના પુસ્તક ‘Life force - The world of Jainism'માં વિખ્યાત અમેરિકન જૈન વિદ્વાન માઇકલ ટોબાયસે ખૂબ ઊંડાણથી લખીને જૈન ધર્મની શક્તિને સંજીવની આપી છે : “આપણે આ પેઢીમાં માત્ર આપણું સુખ નથી મેળવવાનું પરંતુ આખા સંસારના સુખને જોડવાનું છે. જ્યાં સુધી દરેક પ્રાણી શાંતિથી સૂઈ ન શકે, ત્યાં સુધી આપણે પણ સૂઈ ન શકીએ. અન્ય પ્રાણીઓને પોષક ભોજન ન મળે ત્યાં સુધી આપણે ભોજન નહીં લઈએ. જે પૃથ્વીનો અને એના ઉત્તમ ગુણતત્ત્વોનો દુરુપયોગ કરે એવી નિર્દયતાનો વિરોધ કરીશું.” “આપણી અંદર આ જીવનશક્તિ વિદ્યમાન છે. આપણે જન્મ લઈને મરીએ છીએ, પુનર્જીવન પામીએ છીએ, પ્રેમ કરવાનું અને એકબીજાને સમજવાનું પણ શીખીએ છીએ. આ ન હોય તો જીવન શૂન્ય થઈ જશે અને જ્યાં સુધી આ જીવનશક્તિ અને વિકાસનું સ્વાતંત્ર્ય આપણે દરેક જીવતત્ત્વમાં આરોપી શકીએ નહીં ત્યાં સુધી આપણે સંતોષ નહીં મેળવી શકીએ. એક ક્ષણ પણ થોભવાનો સમય નથી.” સાર એ નીકળે છે કે વર્તમાન પર્યાવરણ-સંકટ મનુષ્યના આધ્યાત્મિક સંકટનું પ્રતીક છે. મનુષ્ય ખોટા રસ્તે ભટકી રહ્યો છે અને એને હવે પોતાની મુશ્કેલીઓ ૫૨થી બોધ લઈને સ્વસ્થ અને સંતુલિત જીવનપથ પર પાછા ફરવું જોઈએ. દરેક મનુષ્યની સામે આ એક જવાબ માગતો પડકાર છે કે તે અંધકારનો ત્યાગ કરે અને આત્મપ્રકાશની તરફ આગળ વધે. મનુષ્યએ પોતાના દૃષ્ટિકોણ અને નૈતિક માપદંડમાં જડમૂળથી પરિવર્તન લાવવું જોઈએ. આ ત્યારે જ થશે જ્યારે આપણાં કાર્યોમાં આપણે પ્રકૃતિના નિયમો પ્રત્યે પુનઃ આદર, શ્રદ્ધા અને સાથે સાથે આપણી ભાવનાઓ જાગ્રત કરી દઈએ. આ જ જૈન ધર્મનો સંદેશ છે જે ગણાધિપતિ તુલસીના અણુવ્રત ગીતમાં સમાયેલો છે : 127 For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ "संयम जीवन हो नैतिकता की सुर-सरिता में, जन जन जन पावन हो मैत्री भाव हमारा सबसे; प्रतिदिन बढ़ता जाये समता, सहअस्तित्व, सम्यक् नीति सफलता पाये.” શાંતિમય અને અહિંસક પદ્ધતિઓને પ્રોત્સાહન આપીને પર્યાવરણનાં સંરક્ષણ અને સંવર્ધનની અલખ આપણે આખા સંસારમાં જગાડવાની છે. જૈન ધર્મ એ જ શીખવે છે કે પહેલાં આપણે આપણું જીવન અને પર્યાવરણ સુધારીએ. તે આપણને આખા સંસાર અને સમગ્ર માનવસમાજના પર્યાવરણને સુધારવા માટેની શક્તિ, સાહસ અને પ્રેરણા આપશે. જેમ વસંત આવતાં વૃક્ષની એક ડાળ લીલી થવા લાગે છે અને લીલાં પાંદડા ઊગવા લાગે છે તેમ આ શરૂઆત છે. જલ્દીથી આખું વૃક્ષ હર્યું-ભર્યું બની જાય છે. વિશ્વમાં ફેલાયેલા જૈન સમાજ માટે ૨૧મી શતાબ્દીમાં આખી સૃષ્ટિને હરીભરી બનાવવાનું બીડું ઝડપવા માટેનો ગંભીર પડકાર અને સોનેરી અવસર છે. આપણે બહેરા-બોબડા સમાન રહીને આપણા પોતાના આત્મકલ્યાણ અંગે જ વિચાર નથી કરતા. એ તો મોટી ભૂલ કહેવાય. સમગ્ર પ્રાણીજગત, માનવસમાજ અને પ્રકૃતિને સાથે રાખીને ચાલીશું તો બધાંનું કલ્યાણ થશે અને જ્યારે બધાંનું કલ્યાણ અને મંગળ થશે ત્યારે આપણું જીવન સાર્થક થઈ જશે. માટે જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિમાં પર્યાવરણ-સંસ્કૃતિની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. પર્યાવરણનાં સંરક્ષણ અને સંવર્ધનના અભાવમાં આ વિરાટ સંસ્કૃતિ અધૂરી અને અપંગ જેવી રહેશે. ~ | 128 For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શાકાહાર સંસ્કૃતિ આહારચર્યા : અહિંસા તથા અપરિગ્રહના ઉદાત્ત સિદ્ધાંતોને પ્રત્યક્ષ રોજબરોજના જીવનમાં ઉતારવા માટે જૈન ધર્મમાં આહારચર્યા અને આહાર-સંયમને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. જૈન શાસ્ત્રોમાં શ્રમણ વર્ગ અને શ્રાવક વર્ગ બંને માટે આહારમાં નિયંત્રણ અને સંયમ કેવી રીતે વધારી શકાય તેનું વિસ્તૃત વર્ણન છે. આહારને માત્ર ઉદરભરણ ન માનતાં, એને સંસ્કાર અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવ્યો છે, તથા એમાં તન-મન બંનેની સ્વસ્થ માવજતનું ધ્યાન સંતુલિત રીતે રાખવામાં આવ્યું છે. અહિંસક આહારચર્યામાં જીવદયા મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. માટે જૈન ધર્મમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવોની સુરક્ષા કરવા માટે અને એની સાથે હિંસક વ્યવહાર ન કરવા માટે સ્પષ્ટ જોગવાઈ છે. માંસ, મધ, મઘ અને મર્યાદાથી બહારની વસ્તુઓને અભક્ષ્ય કહેવામાં આવી છે. ખાસ કરીને માંસાહાર કરવાની વસ્તુઓને અનેક અનર્થોનું મૂળ માનવામાં આવ્યું છે. ભોજન અહિંસક અને સાત્ત્વિક હોવા ૫૨ ભાર મૂકવામાં આવ્યો છે. રાજસિક ભોજન દુષ્પાચ્ય 129 For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ અને અહંકારવર્ધક તથા તામસિક ભોજનને વિકારોનું મૂળ કહેવામાં આવ્યું છે. અભક્ષ્ય પદાર્થના પાંચ પ્રકાર બતાવ્યા છે. (૧) જેના સેવનથી બે ઇન્દ્રિયોથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવોની હિંસા થાય એ માંસાહાર. (૨) જેના સેવનથી અનંત સ્થાવર (એકેન્દ્રિય) જીવોનો ઘાત થાય જે ખાસ કરીને એટલા માટે કે એ જમીનની અંદર ઊગે છે. જેમ કે કંદમૂળ, બટાકા, ગાજર, અળવી, સૂરણ, આદુ, ડુંગળી, લસણ વગેરે. આ “સાધારણ વનસ્પતિ કહેવાય છે. જેમાં વનસ્પતિરૂપે એક શરીરમાં અનંત જીવ રહે છે. (૩) એવા પદાર્થો જે તાજા હોય તો ખાઈ શકાય છે પરંતુ મર્યાદાથી બહાર જતાં સડવા, બગડવાથી એમાં કેટલાય સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. જેમ કે સડેલા-ગણેલાં ફળો, જૂનો વાસી લોટ, બેસન તથા અન્ય દળેલું અનાજ (ઠંડીના દિવસોમાં ૭ દિવસથી વધુ સમય બાદ; ગરમીમાં પાંચ દિવસથી વધુ દિવસ અને વરસાદમાં ૩ દિવસથી વધુ દિવસનું), એ જ રીતે દહીં પણ માત્ર 2 કલાક સુધી ખાવાલાયક માનવામાં આવ્યું છે. (૪) એવા ખાવાલાયક પદાર્થ જે વ્યક્તિના પોતાના સ્વાથ્યની દૃષ્ટિએ હાનિકારક હોય કેવી રીતે ખાંસીના દર્દીને માટે ખટાશ, અશુદ્ધ અને વાસી ખાવાપીવાનું વગેરે. (૫) એવા પદાર્થ – જેમ કે મળ-મૂત્ર જે સેવન કરવા યોગ્ય નથી. “જૈન શાસ્ત્રોમાં ૨૨ પ્રકારની અભક્ષ્ય ચીજોનું વર્ણન મળે છે.” કરા, ઘોલવડા, રાત્રિભોજન, બહુબીજ, રીંગણ, સંધાન, વડ, પીપળ, ઉમર, કઠઉમર, પાકર, ફળ જે હોય અજાણ, કંદમૂળ, માટી, વિષ, માંસ, મધ, માખણ અને મદિરા પાન. ફળ અતિ તુચ્છ, તુષાર, ચલિત રસ આ બાવીસ અભક્ષ્ય બાબત. શાકાહારની સાથે સાથે ગાળેલું અથવા ઉકાળેલું પાણી પીવું, તાજું ભોજન ખાવું અને રાત્રિ-ભોજન ન કરવું એ પણ અહિંસક વૃત્તિનાં અંગ માનવામાં આવે છે. આ રીતે જૈન ધર્મમાં શાકાહારને ખૂબ વિસ્તૃત રૂપમાં જોવામાં આવ્યો છે અને 130 For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર સંસ્કૃતિ જીવદયા અને સ્વયંની સ્વાસ્થ્ય રક્ષા અને સંયમિત મર્યાદાપાલન એના મહત્ત્વપૂર્ણ પાસાં છે. માનવનું સ્વાભાવિક ભોજન : આહારચર્યાનું એક વૈજ્ઞાનિક તથ્ય એ પણ છે કે શાકાહાર માનવનું સ્વાભાવિક અને પ્રાકૃતિક ભોજન છે. મનુષ્યના શરીરની રચના શાકાહારી પશુઓ જેવી છે. મનુષ્યની પાચનશક્તિ, ચામડી અને શારીરિક અંગબનાવટ પણ શાકાહારી પશુઓ જેવી છે. શાકાહારી પશુઓનાં જડબાં ગોળ હોય છે, દાંત નાના, ધાર વગરના અને બાજુબાજુમાં લાઇનમાં હોય છે. એ પાણી હોઠ અંડાડીને પીવે છે અને એના નખ ચપટા હોય છે. માંસાહારી પશુના નખ તીક્ષ્ણ, જડબાં લાંબાં, દાંત અણીદાર તેજ અને કઠણ હોય છે અને તે પાણીને જીભથી ચાટી ચાટીને પીએ છે. મનુષ્યની શાકાહારી શ૨ી૨૨ચના સાથે એના હૃદયમાં ઊભરાતી કરુણા અને જીવદયા જોડી દઈએ તો આહારચર્યામાં જૈન ધર્મ દ્વારા શાકાહાર ૫૨ સહુથી વધુ ભાર તર્ક અને ભાવનાત્મક એમ બંને દૃષ્ટિકોણ દ્વારા સમજમાં આવી જાય. શાકાહાર એક સંપૂર્ણ સંસ્કૃતિ : શાકાહારને જૈન દર્શન અને ચારિત્ર બંનેમાં સર્વોપરિ સ્થાન આપવામાં આવ્યું છે. આ માત્ર ખાવા-પીવાનો અભ્યાસ અથવા પસંદગી નથી, શાકાહારની પાછળ જીવ-દયાનો ગુણભંડાર છે. માટે વિશાળ અહિંસા સંસ્કૃતિનું અંગ હોવા છતાં પણ શાકાહાર અલગથી એક સંપૂર્ણ સંસ્કૃતિ છે, જેની સાથે ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક, ભાવાત્મક, પોષણ અને સ્વાસ્થ્ય વગેરે પાસાં જોડાયેલાં છે. આ બધાં પાસાંઓને આજના યુગની જીવનશૈલીમાં મૂલવવાની જરૂર છે. જેથી શાકાહારના પ્રચારથી અહિંસક વિચારધારાને ગતિશીલતા મળે. એક શાકાહારી માત્ર પોતાનું જ ભલું નથી કરતો. આપણે આગળ જોઈશું કે પ્રાકૃતિક સંસાધનોના સંતુલિત દોહનમાં પણ શાકાહાર મુખ્ય ભૂમિકા ભજવે છે. ધાર્મિક અને આધ્યાત્મિક પક્ષ : જૈન ધર્મમાં નિર્ધારિત શાકાહારી નિયમોને આપણે અત્યંત મુશ્કેલ, ચુસ્ત - 131 For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ શાસ્ત્રીય અને આજના ગતિશીલ જીવનમાં અવ્યાવહારિક કહીને આપણી જાત સાથે આપણે છેતરપિંડી કરીએ છીએ. રાત્રિ-ભોજનત્યાગ અથવા ગાળેલાં પાણી પીવાનો નિયમ અથવા સૂર્યાસ્ત પછી માત્ર ભોજન નહીં પણ જલ પણ ગ્રહણ નહીં ક૨વાનો નિયમ, અવારનવાર તપ, ઉપવાસ, વારંવાર ખાવું, કેટલાક પદાર્થોનો ત્યાગ કરવો ઇત્યાદિ ધર્મની કોઈ અદીઠ પ્રક્રિયા પાછળ વિવેકગુણનું તત્ત્વ છે, સંયમ અને સંતુલનની ભાવના છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવજંતુઓની સુરક્ષાનું ધ્યાન છે. આ બધાં જીવદયા, સામૂહિક, શાંતિમય સહઅસ્તિત્વ અને પ્રકૃતિએ આપેલી પારસ્પરિક નિર્ભરતાનાં જીવંત અને ખૂબ વ્યાવહારિક પ્રતીક છે. જૈન ધર્મગ્રંથ ‘આચારાંગ સૂત્ર' કહે છે : (૧) ‘સંતિ વાળા પુદ્ધો સિયા લગ્નમાળા પુટ્ટો પાસ’ અર્થાત્ સંસારમાં અનેક પ્રાણવાન જીવ છે; તે અલગ-અલગ છે, એમને શરમાતા જુઓ, તેઓ સચેતન છે, એનામાં પણ પ્રાણ છે; એનું સંરક્ષણ પ્રાણીમાત્રનું સંરક્ષણ છે. (૨) બધાં શ્વાસ લેતાં, જીવતાં અને સ્પંદનશીલ પ્રાણીઓને ન તો મારવા જોઈએ, ન એમના પ્રત્યે હિંસક વ્યવહા૨ ક૨વો જોઈએ, ન એનું શોષણ કરવું જોઈએ, ન ત્રાસ આપવો જોઈએ કે ન એમને અપમાનિત કરવાં જોઈએ. આ એક પવિત્ર અને શાશ્વત નિયમ છે જેને બદલી ન શકાય. આ વિચારોની પાછળ ભાવના એ પણ છે કે આધ્યાત્મિક દૃષ્ટિએ બીજા પ્રત્યે આચરવામાં આવેલી હિંસા અંતે તો પોતાના આત્મા પ્રત્યે હિંસા છે કારણ કે આવી હિંસા હૃદયમાં ધૃણા, શોષણ, અસહિષ્ણુતા અને ક્રૂરતાની વૃત્તિ જગાવે છે અને આવી હિંસા પોતાનામાં ક્લુષિત અને કષાયભરી ભાવનાઓના કારણને જન્મ આપે છે. આહાર સંબંધી આધ્યાત્મિક દૃષ્ટિકોણમાં જૈન વિચારદર્શન સાથે સંસારની બીજી સંસ્કૃતિ, ધર્મ અને ગહન ચિંતકો પણ સહમત છે. શાકાહારના વિશ્વસ્તરના પ્રસારમાં આવો અભિપ્રાય અને અભિવ્યક્તિ ખૂબ સહાયક બની શકે. અમેરિકામાં શાકાહાર-પ્રસારના પ્રબળ સમર્થક જોન રોબિન્સન પોતાના પુસ્તક એ ડાયેટ ફોર એ ન્યૂ અમેરિકા’ (A diet for a new America)માં લખે છે : 132 For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર સંસ્કૃતિ “અહિંસક સંસારનું મૂળ અહિંસક ભોજનપ્રક્રિયામાં જ સમાયેલું છે.” જિસસ ક્રાઇસ્ટે પણ કહ્યું છે : “જે બીજાના પ્રાણ લે છે તે પોતાની જાતને મારી રહ્યો છે. જે મરેલા જાનવરનું માંસ ખાય છે તે મૃત્યુના શરીરને ખાય છે.” મનુસ્મૃતિમાં મનુએ પણ જે જાનવરોને મારે છે તેમની જ માત્ર નિંદા કરી નથી પરંતુ સાથે સાથે જ આવું કરવા માટે પ્રોત્સાહન આપે છે અથવા આવું કરવા માટે નિર્દેશ કરે છે તેમની તથા આવા માંસનો વેપાર કરનારની તેમજ રસોઈ કે ભક્ષણ કરનારની પણ નિંદા કરી છે. વિખ્યાત સાહિત્યકાર જ્યૉર્જ બર્નાર્ડ શો (જે સ્વયં એક શાકાહારી હતા)ની ટીકા ખૂબ અસરકારક છે અને શાકાહારીની દરેક ચર્ચામાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે : “હું એક મનુષ્ય છું, નહીં કે મૃત જાનવરોનું કબ્રસ્તાન.” એક માર્મિક કાવ્યાત્મક ટિપ્પણીમાં તેઓ આગળ કહે છે : “કા કા કરતા કાગડાઓની જેમ, આપણે માંસ ખાઈને પેટ ભરીએ છીએ અને જીવીએ છીએ; આપણને ખબર નથી પડતી કે આપણે, પ્રાણી જગતને કેટલી પીડા પહોંચાડી રહ્યા છીએ. જો આપણે જાનવરો પ્રત્યે આ નિર્દયતાથી વ્યવહાર આપણા લાભ અથવા ખેલકૂદનો આનંદ મેળવવા કરીએ છીએ, તો આપણે કેવી રીતે આ સંસારમાં એ શાંતિ લાવી શકીશું જેના માટે આપણે બધા આટલા આતુર છીએ.” આવા જ વિચાર વ્યક્ત કરવામાં આવ્યા છે. પ્રાચીન જૈન ધર્મગ્રંથ “પુરુષાર્થ સિદ્ધપાય'માં આચાર્ય અમૃતચંદ્ર લખ્યું છે : 'न विना प्राणिविधाता त्मांसस्योत्पत्ति रिश्यते यस्मात । .मांसं भजतस्तस्तमात् प्रसरत्यनिवारिता हिंसा ।।५।। 133 For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ यदपि किल भवति मांसं स्वयमेव म तस्यमहिशव राभादेः । तत्रापि भवति हिंसा तदाश्रित निगोत निमर्थनात ।। ६६ । । आमा स्वपि पक्कास्वपि विपच्मानासु मांस पेशीशु । सातत्येोत्पादस्त ज्जतीनां निगोताम ।।૬૦ || आमां वा पक्वां वा खादति यः रूप शति व शितपेशीम । हिन्ति सतत् निचितं पिंड बाहुजीव कोटीनाम ।। ६८ ।। અર્થાત્ જાનવરોને માર્યા સિવાય માંસ નથી મળી શકતું, એટલા માટે એક માંસાહારીને માટે હિંસા કરવી જરૂરી બની જાય છે. સ્વાભાવિક મોતથી મરેલાં પશુઓનું માંસ હિંસા નથી એમ કહેવું ક્યારેય નીતિસંગત નથી. કારણ કે મૃત પશુના માંસમાં અસંખ્ય જીવજંતુઓ રહે છે. તે માંસ ખાઈને તે દ્વારા તેમની હત્યા કરે છે. કોઈ પણ આ માંસ કાચું કે પકવીને ખાય તે કેટલાય જીવોના પ્રાણ લે છે. જ્યારે જ્યારે સંસારમાં ક્યાંય પણ મનુષ્યને નિર્દયતાથી સતાવવામાં આવે અથવા શોષણ કરવામાં આવે છે અથવા એનો પ્રાણ લેવામાં આવે છે ત્યારે માનવઅધિકારો માટે કેટલો હોબાળો મચી જાય છે. માનવનો માનવ પ્રત્યે હિંસક વ્યવહાર ઘૃણાસ્પદ તો છે જ. હિટલરયુગમાં યહૂદીઓની સાથે Concentration campsમાં થયેલા નિર્દયી વ્યવહા૨ને અવારનવાર કરુણાના પ્રવાહમાં આપણે યાદ કરીએ છીએ. અવારનવાર આપણે દોષ દઈએ છીએ હિરોશીમા પર થયેલા ઍટમ બૉમ્બ વિસ્ફોટને અથવા ભોપાલના ગૅસ કાંડને જેમાં સેંકડો વ્યક્તિઓના પ્રાણ ગયા અને જીવતા રહેલા લોકોને લંગડા, લૂલા, આંધળા અને અપંગ બનાવી દીધા. આવી ફળ-ફૂલ અને શાકભાજીથી સંપન્ન ધરતીમાં આપણે પશુઓ, પક્ષીઓ અને માછલીઓને મારીને પોતાની ભૂખ મિટાવીએ એ માટે આવો અપાર કરુણાભર્યો અંતરાત્મા આપણને કઈ રીતે મંજૂરી આપે ? આ એક નિકૃષ્ટ અને વિકૃત માનસિકતા છે જે આપણને અનૈતિકતાની ત૨ફ ધકેલે છે: શાકાહારની પાછળ એ જૈન સિદ્ધાંત છે જે વિખ્યાત પ્રાચીન જૈન શાસ્ત્ર ‘તત્ત્વાર્થસૂત્ર’માં ઉલ્લેખિત છે : ‘પરસ્પરોપગ્રહો જીવાનામ્’. સંસારમાં બધાં પ્રાણી નાનાં અથવા મોટાં પરસ્પર અવલંબનની કડીમાં બંધાયેલાં છે. આ કડીને તોડવી 134 For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર સંસ્કૃતિ અથવા કોઈ પણ પશુઓના પ્રાણ લઈને પ્રાકૃતિક સમતુલામાં વિક્ષેપ કરવો એ અક્ષમ્ય પાપ છે. બરાબર આ જ ભાવના અમેરિકાના રેડ ઇન્ડિયન સરદાર સિયેટલે સો વર્ષ પહેલાં નીચેના શબ્દોમાં વ્યક્ત કરી હતી. “પશુઓ વગર મનુષ્ય ક્યાં રહેશે ? જો પશુઓનો સંહાર થાય તો મનુષ્ય પણ ખલાસ થઈ જશે. પશુસંહાર મનુષ્યના આત્માને ભાવનાહીન - વેરાન બનાવશે. પશુઓને જે કંઈ થાય તે આગળપાછળ મનુષ્યને પણ ભોગવવું પડે છે. સંસારમાં બધી વસ્તુઓ બરાબર આ રીતે એકબીજી સાથે જોડાયેલી છે, જેમ લોહી કે રક્તના સંબંધો આપણા પરિવારને જોડે છે. મનુષ્યએ સૃષ્ટિમાં જીવનના તાણાવાણા નથી રચ્ય, એ તો તાણાવાણાનો એક કણ માત્ર છે. જે મનુષ્ય આ તાણાવાણાની છેડછાડ કરે છે તે પોતાની જાત માટે મુસીબતને નોતરું આપે છે.” કોઈએ બરાબર જ લખ્યું છે કે મનુષ્ય શિશુઓ પાસેથી શીખવું જોઈએ. જો એક શિશુને એના પારણામાં એક સફરજન અને એક સસલું આપવામાં આવે તો એની સ્વાભાવિક પ્રતિક્રિયા હશે સસલા સાથે રમવાની અને સફરજન ખાવાની. મનુષ્યની સ્વાભાવિક મનોવૃત્તિ શાકાહારી છે. જ્યારે મનુષ્ય માંસાહારી બની જાય છે ત્યારે એની પાશવિક વૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. શાકાહાર સંસ્કૃતિનું આધ્યાત્મિક પાસું એ કહી શકાય કે મનુષ્ય માત્ર હાડકાં-પિંજરનું શરીર માત્ર નથી જે ભૂખ શમાવવામાં જ રત રહે. તે તો ચેતનામય આત્મા પણ છે. માટે આહાર એવો હોવો જોઈએ કે જે એની ભૂખ શમાવે અને સાથે સાથે એને આત્મતૃપ્તિ આપે, એના વિવેકને જાગ્રત રાખે અને હૃદયને કરુણાથી ભર્યું રાખે. સકારાત્મક આધ્યાત્મિક વિકાસમાં શાકાહારનું વિશિષ્ટ મહત્ત્વ છે કારણ કે તે મનુષ્યને માટે પ્રાકૃતિક ભોજન છે. માંસાહારની સાથે પ્રાણીહિંસાની ક્રૂરતા અને અવિવેક જોડાયેલાં છે. એવો વૈજ્ઞાનિક મત છે કે આહારથી પોસાતા ન્યૂરો ટ્રાન્સમીટર આપણા આચાર-વિચારને પ્રભાવિત કરે છે. આહારને ધર્મ, અધ્યાત્મ અને નૈતિકતાના દૃષ્ટિકોણથી જોવાનું માનવસમાજને માટે અત્યંત જરૂરી છે. અંગ્રેજીમાં બહુચર્ચિત કહેવત છે : “Man 135 For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ does not live by bread alone” અર્થાત્ મનુષ્ય માત્ર રોટી ખાવાને માટે નથી જીવતો. જીવવા માટે જરૂરી માનસિક સંસ્કારોનો આકાર શાકાહારી ભોજનના માધ્યમથી બંધાય છે. માંસાહારે વિશ્વભરમાં માનવવ્યવહારમાં હિંસાજન્ય વિકૃતિઓ ઉત્પન્ન કરી દીધી છે. માટે આશ્ચર્ય નથી કે પાછલાં કેટલાંક વર્ષોમાં શાકાહારનો પ્રચાર પશ્ચિમના દેશોમાં કંઈક વેગ, ઉત્સાહ અને વિશ્વાસથી થવા લાગ્યો છે. જૈન ધર્મથી પ્રભાવિત અને પ્રેરિત થયેલી એક વિદુષી અમેરિકન મહિલા ક્લયર સોજેનફીલ્ડના હૃદયમાં શાકાહારી બન્યા પછી કેવા આધ્યાત્મિક સંસ્કાર જાગ્યા એ આ સંક્ષિપ્ત પણ અર્થપૂર્ણ ટિપ્પણીમાં પ્રતિબિંબિત થાય છે : શાકાહારી જીવનપદ્ધતિ અપનાવવાથી આપણે હિંસક વૃત્તિઓથી દૂર થઈ જઈએ છીએ અને અસહાય પ્રાણીજગત પ્રત્યે ઉપેક્ષા, તુચ્છતા અને રૂક્ષ વ્યવહારનો ભાવ દૂર થઈ જાય છે. એટલું જ નહીં, શાકાહારી બનવાથી જીવનમાં એક નવો સહજહૂર્ત દૃષ્ટિકોણ વિકસે છે. મને આખી દુનિયા સાથે એકતાનો ભાવ મહેસૂસ થવા લાગ્યો છે. બીજાં પ્રાણીઓની સાથે સંબંધની ભાવનામાં વૃદ્ધિ થવા લાગી છે; કારણ કે આપણે બધા સાથે મળીને આ ધરતી પર જીવી રહ્યા છીએ. મને એવું લાગે છે કે જાણે એક જીવંત ઊર્જાએ મારા જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સંજીવની છાંટી ન હોય !” નૈતિક અને ભાવનાત્મક પક્ષઃ ધાર્મિક અને આધ્યાત્મિક પક્ષથી જોડાયેલો છે શાકાહારનો નૈતિક અને ભાવનાત્મક પક્ષ. સંસારના સમગ્ર પ્રાણીજગતમાં મનુષ્યનું સ્થાન સૌથી ઉપર છે કારણ કે એનામાં વિવેક, ચિંતન, સમજણશક્તિ, કલ્પનાભાવના, આકાંક્ષા, જિજ્ઞાસા, સંવેદનશીલતા અને વ્યાપક દૃષ્ટિકોણની માત્રા બીજાં પ્રાણીઓ કરતાં ઘણી વધુ છે, પરિણામે તો માનવસમાજે પોતાનો ગૌરવશાળી ઇતિહાસ આ પૃથ્વી પર રચ્યો છે, સભ્યતાઓનું નિર્માણ કર્યું છે અને પ્રગતિના નવા વિક્રમો સ્થાપ્યા છે. દાર્શનિક એરિસ્ટોટલનું કહેવું હતું કે “બધાં પશુઓની તુલનામાં એના કદ પ્રમાણે મનુષ્યનું મગજ સૌથી મોટું છે. દાર્શનિક ઓવિડે પોતાની અમર રચના 136 For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર સંસ્કૃતિ મેટેમારફસિસ'માં લખ્યું છે કે “ઈશ્વરે માત્ર મનુષ્યને ઉપર જોઈ શકે તેવો ચહેરો આપ્યો છે, જેનાથી તે હંમેશાં સીધા ઊભા રહીને સ્વર્ગની તરફ જોઈ શકે, એની સરખામણીમાં બાકીનાં બધાં ચોપગાં પશુ નીચે ધરતી તરફ જ જોતા રહે છે.” આ બધાં ગુણતત્ત્વોનો નિર્દેશ એ છે કે મનુષ્ય પ્રાણીજગતની મોટા ભાઈ અથવા સંરક્ષક અથવા મોનિટરના રૂપે રક્ષા કરે, ન કે એને ખતમ કરી પોતાની ક્ષણિક ભૂખ મિટાવે. મહાવીર વારંવાર પોતાનાં પ્રવચનોમાં કહેતા હતા કે જ્યારે આપણે કોઈને પ્રાણ આપી નથી શકતા તો આપણને શું અધિકાર છે એના પ્રાણ લેવાનો ? પ્રાણીજગતને ત્રાસ આપવો કે એના પ્રાણ લેવા એ તો બતાવે છે કે સભ્ય અને સુસંસ્કૃત માનવીનું કેટલું નૈતિક પતન થઈ ગયું છે ! એના લોભ, શોષણ અને અહંકાર કેટલા અનિયંત્રિત અને નિરંકુશ બની ગયા છે, તે પ્રાણીજગતનું ભક્ષણ એવી રીતે કરવા લાગ્યો છે કે જાણે તે આત્મારહિત જડ પદાર્થ હોય. આ વાત પર જૈન ધર્મમાં, આપણે અગાઉના અધ્યાયમાં જોયું તે પ્રમાણે સમગ્ર જીવજગતના અસ્તિત્વનું અને સાથે જ આત્માની સમાનતા અને પારસ્પરિક નિર્ભરતાનું વિસ્તૃત વિવરણ મળે છે. આ સંદર્ભમાં માનવી પોતાની નૈતિક પ્રવૃત્તિ સાથે સમજૂતી કરીને માંસાહાર માટે પ્રાણીજગત પર કેવા કેર વર્તાવે છે ! કતલખાનામાં કેટલી નિર્દયતા, નિર્મમતા અને કઠોર યંત્રવત્ પ્રક્રિયાથી પ્રાણીની ચીસો - ચિત્કારની ઉપેક્ષા કરીને એને મારી નાખવામાં આવે છે. અસહ્ય વેદના, હતાશા, ક્રોધ અને યાતનામાંથી પસાર થઈ રહેલાં પશુઓનું માંસ ખાવાથી મનુષ્યના માનસમાં પણ એવી જ ભાવનાઓ જન્મ લેશે અને એને વધુ અસહિષ્ણુ બનાવશે. થોડા સમય અગાઉ મારા અમેરિકાના પ્રવાસ દરમિયાન મેં તલખાના ઉપર એક અમેરિકનનો લેખ વાંચ્યો હતો. એનો એક હૃદયદ્રાવક અંશ અહીં આપી રહ્યો છું: ગાય, વાછરડા, ભેંસને એક સાંકડી ગલીમાં નીચે ફેંકવામાં આવતાં હતાં. એક પછી એક બંધ થતાં કાણામાંથી નીચે પડી રહ્યાં હતાં. એમનો એક પગ દોરડાથી બાંધેલો હતો અને બીજો લટકી રહ્યો હતો. તેઓ બેહોશ બની ગયાં હતાં 137 For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ અને અસીમ યાતનામાંથી પસાર થતાં હતાં. એક માણસે એમનાં ગળાં લાંબા છરા વડે કાપ્યાં અને લોહીની નદી વહેવા લાગી. તેઓના પ્રાણ નીકળી ગયા અને મનુષ્યને માટે ભોજન તૈયાર થઈ ગયું.” એક બાજુ આખી દુનિયામાં પશુઓ પ્રત્યેના નિર્દય વ્યવહારને રોકવા માટે કેટલીય સંસ્થાઓ આંદોલન ચલાવી રહી છે. પરંતુ જે ગતિથી કતલખાનાંઓમાં પશુ-સંપત્તિનો વિનાશ થઈ રહ્યો છે, એ જોઈને લાગે છે કે કેટલાંય પ્રકારનાં વિશિષ્ટ પશુઓ, જંતુઓ અને પ્રાણીઓ સૃષ્ટિમાંથી સદંતર નાબૂદ થઈ જશે. મેક્સિકો દેશના વિશ્વવિખ્યાત પર્યાવરણવિદ્ હોન્સ આરઝેસે લખ્યું છે કે “આપણે પૃથ્વીના જીવનના અદ્ભુત પ્રકારોને મારીને પારસ્પરિક નિર્ભરતા અને સહઅસ્તિત્વના તાણાવાણા ખતમ કરી રહ્યા છીએ.” અગ્રણી જૈન આચાર્ય શ્રી વિદ્યાસાગરજીએ પાછલાં કેટલાંક વર્ષોથી ભારતમાંથી થતી માંસની નિકાસને રોકવા માટે એક ઉગ્ર આંદોલન ઊભું કર્યું છે જેનાથી નિકાસ માટે મારવામાં આવતાં મૂંગાં પ્રાણીઓ બચી શકે. આ અભિયાન “જીવદયા” અને “જીવરક્ષા”નું અભિન્ન અંગ છે. જેમાં કેટલાંય અગ્રણી જૈન સંગઠનો કતલખાનાંઓ બંધ કરવા અને નવાં કતલખાનાંઓને અનુમતિ ન આપવા સરકાર પર જનમત દ્વારા દબાણ કરી રહ્યા છે. માંસની નિકાસ જે ૧૯૭૩-૭૪માં માત્ર ૧૦,૦૦૦ મેટ્રિક ટન હતી જે ૨૦૦૧માં વધીને ૨,૦૦,૦૦૦ મેટ્રિક ટનથી પણ આગળ વધી ગઈ છે. કહેવાય છે કે ૨૦૦૦ કરોડ રૂપિયા કમાવા માટે ૧,૭૦,૦૦૦ ભેંસોની કતલ કરવામાં આવે છે. આ ભેંસો જો વધુ પાંચ વર્ષ પણ જીવતી રહી હોત તો એનું છાણ ૧૯ કરોડ ટન થયું હોત. જે ખાતર બનીને ૭ કરોડ ટન વધુ અનાજ પેદા કરવા માટે સહાયક થાત. જીવદયા' વિશે વિશેષજ્ઞ જૈન મહિલા શ્રીમતી શિલ્પા શાહ લખે છે : “દર વર્ષે ગૃહઉપયોગ અને સજાવટની વસ્તુઓ માટેના સંશોધનમાં ૧.૪ કરોડ જાનવરોને ત્રાસ આપવામાં આવે છે અને કેટલાંય મરી પણ જાય છે. દંતમંજન (ટૂથપેસ્ટ), લિપસ્ટિક, વાસણ સાફ કરવાનો સાબુ, ફર્નિચર પૉલિશ, આવા બધા પદાર્થોનો પહેલા સસલાં અને કૂતરાં પર પ્રયોગ કરવામાં આવે છે. આંખોમાં નાંખવામાં આવતી દવાઓનો જ્યારે સસલાં ઉપર કરવામાં આવે છે 138 For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર સંસ્કૃતિ ત્યારે એના દર્દથી બચવા માટે ભાગવાના પ્રયત્નમાં કેટલીય વાર તે પોતાની ગરદન મરડી નાખે છે. આવા પ્રયોગોમાં કેટલાંય પશુઓ મરી પણ જાય છે અથવા અંધ થઈ જાય છે.” હાલમાં જ શ્રીમતી મેનકા ગાંધી અને અન્ય સંગઠનો જેવાં કે “પીપલ ફૉર એનિમલ્સ' વગેરેએ થઈ રહેલી શોધો માટે જાનવરોની દયનીય અને બીમાર દશા થતી હોવાથી તેના ઉપયોગ માટે ઘોર વિરોધ કર્યો છે. પર્યાવરણીય પક્ષ : - મનુષ્યની માનસિકતાનું દૃષ્ટાંત જુઓ. શસ્ત્ર અને ગાંજા-અફીણના વિશ્વવ્યાપી ગેરકાયદેસર વ્યાપાર પછીના નંબરે આવે છે એવી બહુમૂલ્ય પશુસંપત્તિ જેવી કે દુર્લભ જાતિના વાનર, સિંહ, સમુદ્રી કાચબા, રીંછનું બચ્ચું, ચિત્તો, ગેંડા, હાથી, કૂતરા વગેરે પશુઓનાં માંસ, નખ, ચામડા અથવા શીંગડાંનો ગેરકાયદેસર વ્યાપાર. લગભગ ૧૦૦૦ કરોડ ડૉલરથી વધુ વ્યાપાર દર વર્ષે થાય છે. શિયાળ, સસલું અને બીજા દુર્લભ ફરવાળાં પશુ નિર્દયતાથી મારી નાંખવામાં આવે છે. મનુષ્ય માટે ફર કોડ, ફર જૂતા અને ફર ટોપી અથવા સુંવાળી શાલ બનાવવા માટે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાંચલમાં દર વર્ષે ૨ લાખથી વધુ નોળિયા અને ખિસકોલીને મારી નાખવામાં આવે છે. બેંગ્લોર નજીકના એક ગામમાં શિયાળોનું મોટું સીવીને, કાન કાપીને આખા ગામમાં ફેરવવાની પ્રથા છે, જેથી ઇન્દ્ર દેવ ખુશ થઈને વરસાદ આપે. જનસેવી સંગઠન “પેટા' (પીપલ્સ ફૉર ધ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ)એ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જાનવરોનાં મોતના પરિણામે પ્રગતિ કરતા ઉદ્યોગો સામે ઉગ્ર આંદોલન ચાલુ કર્યું છે. જૈન આચાર્ય વિદ્યાસાગરજીએ પણ લોકોને કહ્યું છે કે “તેઓ ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવાનું બંધ કરે.” માંસાહારના કારણે સંસારની અજોડ અને બહુમૂલ્ય જૈવિક વિવિધતા હિંસાનો ભોગ બની છે. (Biological diversity). લગભગ ૨૫ ટકા વિવિધતા નાશ પામી છે. કહેવાય છે કે લગભગ ૧૦૦૦ જીવજંતુની પ્રજાતિ દર વર્ષે નાશ પામી રહી છે. એક તરફ માનવ જનસંખ્યા દર વર્ષે એક કરોડથી વધીને હવે ૬૦૦ કરોડથી 139 For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ વધુ થઈ ગઈ છે; બીજી બાજુ પશુ-પક્ષી ઓછાં થતાં જાય છે. કહેવાય છે કે માછલીની ૮૫ જાતિ તથા સાપની ૨૧ જાતિઓનો લગભગ નાશ થઈ ચૂક્યો છે. માંસાહારે તો પશુ-ખેતરોને તાજાં કર્યા છે જ્યાં પશુ માંસ માટે જ પેદા કરવામાં આવે છે. વિડંબના એ છે કે એક એકર જમીન ઉપર લગભગ ૧૦૦૦૦ કિલોથી વધુ બટાકા પેદા કરી શકાય છે. પરંતુ એટલી જ જમીન પર પાળવામાં આવતાં જાનવરોનું માંસ માત્ર ૯ કિલો જેટલું હોય છે. એ જ રીતે અડધો કિલો માંસ બનાવવા માટે ચોખાની સરખામણીએ ૧૦ ગણું પાણી જોઈએ છે. આ રીતે માંસાહાર પ્રાકૃતિક સંસાધનોના દુરુપયોગને પ્રોત્સાહિત કરે છે, એની ક્ષમતાનો વિનાશ કરે છે અને એનું ભયંકર શોષણ કરે છે. તાત્પર્ય એ છે કે જે જીવજગતના દિવ્ય તાણાવાણા છે એને ઊંડો ઘા લાગ્યો છે અને પરસ્પરની નિર્ભયતાને આઘાત પહોંચાડી મનુષ્ય પર્યાવરણ સાથે મજાક કરી છે જે આવનારી માનવપેઢીને સંકટમાં મૂકશે અને પૃથ્વી પર અશાંતિ ફેલાવી દેશે. જૈન ધર્મ અનુસાર પર્યાવરણના સંતુલન અને વિભિન્ન જીવોના સહઅસ્તિત્વમાં કૃત્રિમ અને હિંસક વિનાશકારી દખલ પ્રાકૃતિક તાણાવાણાને વિખેરી દે છે. નૈતિક દૃષ્ટિએ આ મનુષ્ય દ્વારા પ્રકૃતિની સાથે ચોરી અને લૂંટફાટ જેવો વર્તાવ છે. માનવીની હિંસક ડખલગીરી પૃથ્વી અને એના પ્રાકૃતિક સ્રોતોની સુસંબંધ સ્વાયત્તતાનો નાશ કરનારી છે. તેથી આધુનિક યુગમાં અહિંસાના મસીહા મહાત્મા ગાંધી કહેતા હતા કે – પૃથ્વી પાસેથી માત્ર જરૂરિયાત પૂરતું જ લો, લાલચમાં આવીને એનું All431 + $21. (live by need and not by greed).” પર્યાવરણીય દૃષ્ટિકોણ એ છે કે મનુષ્ય અન્ય સ્ત્રોતો અને જીવતત્ત્વોની પાસેથી ઉદારતા અને દરિયાદિલી શીખે. દાખલા તરીકે નદી ક્યારેય પોતાનું પાણી નથી પીતી, ગાય ક્યારેય પોતાનું દૂધ નથી પીતી, વૃક્ષ ક્યારેય પોતાનું ફળ નથી ખાતાં. તેઓ હંમેશાં બીજાની સુધા શાંત કરે છે. શાકાહારનો રસ્તો અપનાવીને મનુષ્ય એ દિશામાં મહત્ત્વપૂર્ણ અને ખૂબ સકારાત્મક વૃત્તિને ગતિશીલ બનાવી શકે છે. જો આમ થાય તો સૃષ્ટિ પર જીવનનું વૈવિધ્ય વિકસશે અને તે સાથે વધતી માનવવસ્તીની જરૂરિયાતો સંતોષી શકાશે. 140 For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર સંસ્કૃતિ પોષણ અને આરોગ્ય : - શાકાહારનો પ્રચાર પોષણ અને આરોગ્ય સાથે પણ જોડાયેલો છે. આ ગુણતત્ત્વથી પણ જૈન ધર્મનો “શાકાહાર'ની અનિવાર્યતા અને માંસાહાર નિષેધનો નિર્દેશ ઘણો પ્રસંગોચિત છે. એ પણ ધ્યાનમાં રહેવું જોઈએ કે માંસાહારની વૃત્તિથી લોકો દૂર રહે અને જુદા જુદા ધર્માનુયાયીઓમાં શાકાહારને લોકપ્રિયતા અપાવવામાં સફળતા મળે. જૈન ધર્મ ક્યારેય કોઈને જૈન ધર્મ અંગીકાર કરવા માટે વિવશ નથી કરતો. પરંતુ જ્યાં સુધી માંસાહારથી શાકાહાર તરફ લઈ જવાની વાત છે – એ માટે હૃદયપરિવર્તન જૈનદર્શનમાં લાભદાયક અને અત્યંત જરૂરી માનવામાં આવે છે. મુખ્ય શાકાહારના પ્રકારો : શાકાહાર શબ્દ અંગ્રેજી ભાષામાં “વેજિટેરિયન લેટિન ભાષાના “વેજિટ્સ' શબ્દથી બનેલો છે, જેનો મૂળ અર્થ છે સંપૂર્ણ, ઊર્જાયુક્ત અને તાજગીદાયક. શાકાહારીઓમાં હવે મુખ્ય ચાર પ્રકારના લોકો છેઃ (૧) શાકાહારી –Lacto-ovo-vegetarian, જે દૂધ તથા એના પદાર્થો તથા ઈંડાનું સેવન કરે છે. (૨) શાકાહારી – Lacto-vegetarian, જે દૂધ તથા એના પદાર્થો લે છે પરંતુ ઈંડાં નહીં. (૩) શાકાહારી - Vegans, જે શાકભાજીની સાથે કોઈ પણ પશુજન્ય પદાર્થ નથી લેતા. ત્યાં સુધી કે તેઓ દૂધ સુધ્ધાં નથી લેતા. (૪) અતિવિશુદ્ધ જૈન શાકાહારી જે જમીનની અંદર જંતુઓથી ઘેરાયેલાં શાકભાજી જેવાં કે બટાકા, કાંદા (ડુંગળી), કંદમૂળ વગેરે નથી ખાતા અને વરસાદના દિવસોમાં લીલાં શાકભાજી પણ છોડી દે છે. કેટલાય જેનો કોબીફલાવર પણ નથી ખાતા કારણ કે એની અંદર ખાસ કરીને વરસાદમાં ઇયળો અને જીવજંતુ પેદા થઈ જાય છે. સામાન્ય રીતે મોટા ભાગના શાકાહારી લોકો શાક તથા ફળોની સાથે દૂધ તથા દૂધના પદાર્થ લે છે. પરંતુ પશ્ચિમમાં અને મુખ્યત્વે ભારત બહાર વસેલા જૈન 14 For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ સમાજમાં ‘વેગન'ની સંખ્યા વધી રહી છે. શાકાહારના પ્રબળ સમર્થક મેનકા ગાંધી પણ “વેગન' શાકાહારના પક્ષમાં છે અને એમણે ત્યાં સુધી કહ્યું છે દૂધ પીવું પશુના લોહી પીવા સમાન છે. “વેગન’ પક્ષની માન્યતા છે કે દૂધ તથા દૂધના પદાર્થનું સેવન નહીં કરવાથી કૉલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર અને હૃદયરોગ કાબૂમાં આવી જાય છે. વેગન પક્ષનું કહેવું છે કે ગાય અથવા ભેંસનું દૂધ એનાં વાછરડાંઓ માટે હોય છે. કોઈ પણ પ્રાણી અન્ય કોઈ પ્રાણીનું દૂધ ક્યારેય નથી પીતા અને વળી આજકાલ તો વધુ આધુનિક ડેરીઓમાં ગાયોનું દૂધ મશીન દ્વારા દોહવામાં આવે છે અને એમાં પશુને બહુ વેદના થાય છે. એને કૃત્રિમ રીતે ગાભણી કરવામાં આવે છે જેથી વધુ દૂધ મેળવી શકાય. સામાન્ય રીતે એક ગાયનું સરેરાશ જીવન ૧૫ વર્ષ છે, પરંતુ ૪-૫ વર્ષ પછી એની દૂધ ઉત્પાદન-ક્ષમતા ઘણી ક્ષીણ થઈ જાય છે અને ત્યારે એને તરત કતલખાને મોકલવામાં આવે છે. વેગન લોકોનો એ પણ મત છે કે સ્વાથ્યને માટે દૂધ અને એનાથી બનેલા પદાર્થો જરૂરી નથી. બલ્ક દૂધ પીવાથી કૉલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે. શ્રી પ્રવીણ શાહ, જે નોર્થ કેરોલીના, અમેરિકામાં જૈન સ્ટડી સેન્ટરનું સંચાલન કરી રહ્યા છે, ૧૯૯પથી પાકા વેગન બની ગયા છે. ઈ. સ. ૨૦૦૦માં શિકાગોમાં તેમની સાથે મારી મુલાકાત થઈ ત્યારે એમણે જણાવ્યું કે વેગન બન્યા તે પૂર્વે એમનું કૉલેસ્ટ્રોલ ૨૦૫ હતું જે બે વર્ષ પછી ૧૯૯૭માં ઘટીને ૧૭૦ થઈ ગયું. સ્વાસ્થ પક્ષઃ પાશ્ચાત્ય દેશોમાં કરવામાં આવેલાં સંશોધનોથી સ્પષ્ટ થઈ ગયું છે કે માંસાહારનો શારીરિક અને માનસિક સ્વાથ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. માંસાહારી વ્યક્તિઓને કેન્સર, હૃદયરોગ, અકાળે વૃદ્ધત્વ આવવું, અને ન્યૂરોલૉજિકલ તકલીફ સંબંધી ગંભીર બીમારીઓ વધુ માત્રામાં થાય છે. માંસાહારીઓમાં ખાસ કરીને પેટનું કેન્સર મોટા પ્રમાણમાં જોવા મળે છે. માંસમાં કૉલેસ્ટ્રોલની માત્રા વિશેષ છે જે નીચે દર્શાવેલી સૂચિમાં સ્પષ્ટ જોવા મળે છે. 142 For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર સંસ્કૃતિ ૦ ૦ ૩૦૦ ૦ છO ૦ ૦ મૂર્ગા GO ૦ ૦ પશુઆહાર (Animal Food) PULSIEL (Plant Food) કૉલેસ્ટ્રોલ માત્રા ૧૦૦ ગ્રામમાં મિલિગ્રામ કૉલેસ્ટ્રોલ માત્રા ૧૦૦ ગ્રામમાં મિલિગ્રામ ઈંડાં પપ0 બધાં અનાજ ૦ ગાય કિડની ૩૭૫ બધાં શાકભાજી ગાય લીવર બધા સૂકા મેવા બીફ સ્ટોક ૭૦ (જેમકે બદામ, સીંગ, કાજુ વગેરે) ઘેટા માંસ ૭૦ બધાં બીયાં સૂવર માંસ ૭૦ બધાં ફળ બધી લીલી ભાજી આઇસક્રીમ ૪૫. બધાં વનસ્પતિ તેલ માખણ ૨૫૦ મલાઈ, પનીર (ક્રીમ ચીજ) ૧૨૦ એમ પણ માનવામાં આવે છે કે શાકાહારીની જીવનમર્યાદા વધારે હોય છે અને એને માનસિક તાણ, ડાયાબિટીસ વગેરે બીમારીઓ માંસાહારીઓની સરખામણીએ ઓછી જોવા મળે છે. હૃદય અને હૃદયસંબંધી રોગોમાં પણ માંસાહાર હાનિકારક છે. માંસાહારીઓમાં મૅગેનીઝની ઓછપના કારણે ગંભીર બીમારીઓ ઘર કરી જાય છે. - શાકાહારી ભોજનમાં કેરોટિન અને એન્ટિ ઓક્સિડંટ, વિટામિન “સી” અને ‘ઈ’ હોવાથી કેન્સરથી બચવામાં મદદ થાય છે. એવું પણ જોવા મળ્યું છે કે જેટલાં વધુ પશુ પ્રોટિન લેવામાં આવે એટલી કિડનીમાં પથરીની બીમારી થવાની શક્યતા વધે છે. સ્વાથ્યની દૃષ્ટિએ શાકાહારી ભોજન સાત્ત્વિક અને સ્વાથ્યવર્ધક હોવાની સાથે સાથે વધુ શુદ્ધ અને તાજું રહે છે, જ્યારે માંસાહારી ભોજનમાં કેટલાય વિકાર પેદા થાય છે. વેગન પક્ષનું કહેવું છે કે દૂધમાં પણ પ્રદૂષિત તત્ત્વ ખૂબ હોય છે જે સ્વાથ્યને માટે હાનિકારક છે કારણ કે ગાય, ભેંસના આહારમાં લેવાતા 143 For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ ઘાસ વગેરેમાં પેસ્ટિસાઈડની માત્રા હોય છે અને ગાય-ભેંસ ગંદું પાણી પીએ છે જેમાં સાબુ, રાસાયણિક પદાર્થ, ખાવાનું તેલ વગેરે કોઈ ને કોઈ માત્રામાં હોય છે અને દૂધનાં ગુણતત્ત્વને પ્રભાવિત કરે છે. વધુ પડતા ઠંડા પ્રદેશોમાં શરદ ઋતુમાં તાકાત માટે માંસાહાર આવશ્યક છે એ માન્યતા હવે બેબુનિયાદ સાબિત થઈ ચૂકી પોષણ પક્ષ સંશોધનોથી એ સાબિત થઈ ચૂક્યું છે કે શાકાહારી ભોજન પોષણ-ન્યૂટ્રિશનની દૃષ્ટિએ માંસાહારની સરખામણીમાં જરા પણ ઊતરતું નથી. સામાન્ય રીતે ભારત જેવા ગરમ પ્રદેશમાં તો ખોરાકને સંતુલિત કરવા માટે પણ માંસાહારી લોકો નિયમિત શાકાહારી ખોરાક લે છે. શાકાહારી ખોરાકમાં બધાં આવશ્યક વિટામિન, મિનરલ પદાર્થ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ચરબી તથા ખાદ્ય ફાઇબર હોય છે જે માંસાહારી ખોરાકમાં એટલા સંતુલિત પ્રમાણમાં નથી મળતાં. નીચેની સરખામણી રોચક છે : (૧) શાકાહારી પુરુષની સરેરાશ સમય હાનિ ૩ ટકા (AverageTimeLoss) (૨) માંસાહારી પુરુષની સરેરાશ સમય હાનિ ૭ ટકા (૩) શાકાહારી સ્ત્રીની સરેરાશ સમય હાનિ ૧૮ ટકા (૪) માંસાહારી સ્ત્રીની સરેરાશ સમય હાનિ ૩૫ ટકા સ્વાથ્ય અને પોષણની દૃષ્ટિએ પ્રોટીનનું પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી માનવામાં આવ્યું છે. માંસ, ઈંડાં અને માછલીમાં પ્રોટીન માત્ર ૧૦ ટકા રહે છે. પરંતુ તેની સરખામણીએ પસંદ કરવામાં આવેલી દાળો, ફળો અને સૂકા મેવામાં તે પૂરતું હોય છે. જોકે ચોખા અને ઘઉંનું પ્રમાણ ખોરાકમાં પૂરતું હોવાના કારણે પ્રોટીનની ઊણપની માત્રા એટલી ગંભીર નથી. ઈંડાંમાં સહુથી વધારે NPU [Net Protein Utilisation] રહે છે, પરંતુ ખાવામાં માત્ર ઈંડાંથી તો કામ ચાલી શકે નહિ અને ઈંડાંમાં કોલેસ્ટ્રોલ પણ ખૂબ હોય છે. એની સરખામણીમાં તાજું દૂધ અને બ્રેડ મળીને પૂરતું પ્રોટીન આપે છે. દાળમાં પણ લાઇસિન ભલે ઓછું હોય પણ એમાં મેથિઓનિનનું પ્રમાણ ઘણું રહે છે. હવે તો માંસાહારી દેશોમાં પણ ઈંડાં ખાવાનું પ્રમાણ ઘણું ઓછું થતું જાય છે. 144 For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર સંસ્કૃતિ Mad Cow અને Foot in the month બીમારીઓ ફેલાયા પછી ઇંડાં પણ એટલા ઉપયોગમાં નથી રહ્યાં જેટલો એનો અગાઉ વપરાશ હતો. શાકાહારી ખોરાકમાં વનસ્પતિ તેલ અને વનસ્પતિ ઘીમાં ૧૦૦ ટકા ચરબી મળે છે. પૂરતી ચરબીની માત્રા શાકાહારી ખોરાકમાં પ્રોટીનની ઊણપને દૂર કરી શાકાહારી ખાદ્ય પદાર્થોના પોષક ગુણતત્ત્વ મગ વગેરે ફણગાવીને વધારી પણ શકાય છે. ફણગાવવાથી એમાં પોષક વિટામિનોનું પ્રમાણ ઘણું વધી જાય છે. શાકાહાર અભિયાન : અત્યાર સુધી કટ્ટર માંસાહારી માનવામાં આવતા પાશ્ચાત્ય દેશોમાં શાકાહારની લહેર ફેલાવા લાગી છે અને ધીરે ધીરે એ તરફ સમાજની રૂચિ વધવા લાગી છે. જોકે હું ભારતીય રાજદૂત તરીકે અને એ પૂર્વે અન્ય પદો પર ભારતીય રાજદૂતાવાસમાં લગભગ ૪૦ વર્ષ વિભિન્ન દેશોમાં રહ્યો, મેં આ પરિવર્તનનો જાતઅનુભવ કર્યો છે. જો આપણે શાકાહારી રહીને લોકોને શાકાહારી બનાવવાનો સંકલ્પ અને સાહસ કરીએ અને શાકાહારનાં ગુણતત્ત્વો વિદેશી લોકો સમક્ષ રજૂ કરીએ તો વધુ ને વધુ લોકો શાકાહાર તરફ ખેંચાશે. આમ તો આ અભિયાન ભારતમાં પણ જોશપૂર્વક ચલાવવાની જરૂર છે, કારણ કે ફેશન અથવા નકલના નામે કેટલાય શાકાહારી પરિવારોનાં યુવકયુવતીઓ માંસાહારી બની રહ્યાં છે. ભારતમાં આ બાબતમાં જાગૃતિ લાવવાનું વાતાવરણ તૈયાર કરવું મુશ્કેલ નથી, પરંતુ સમર્પિત અને સુનિયોજિત પ્રયાસો વગર આ ફળીભૂત નહીં બને. આ અભિયાનમાં ધર્મગુરુઓ વિશેષ રુચિ લે તો શાકાહારી સંસ્કારનાં બીજ સમાજમાં વધુ સહેલાઈથી ઊછરશે. લાંબા સમયથી મારો અનુભવ રહ્યો છે કે અહિંસા સંસ્કૃતિનાં મૂળ આખા સંસારમાં મજબૂત કરવા “શાકાહાર' એક પ્રભાવક આંદોલન બની શકે છે. શાકાહારી બની ગયા પછી જીવદયા, કરુણા, અહિંસક પ્રવૃત્તિની ભાવનાઓ આપોઆપ હૃદયમાં ઘર કરવા લાગે છે. દેશ હોય કે વિદેશ; દરેક શાકાહારીએ દર વર્ષે ૧, ૧૧, ૨૧, ૧૦૧ શાકાહારી બનાવવાનો સંકલ્પ લઈને એને પૂરો કરવો 145 For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ જોઈએ, જેમ ઉત્સાહથી કોઈ વ્રતનો સંકલ્પ લઈને આપણે એને પૂરો કરીએ છીએ. આપણે તે મનોવૃત્તિ હટાવવી પડશે કે માંસાહારી દુનિયામાં શાકાહારનો પક્ષ નબળો છે અને આપણને કોણ સાંભળશે વગેરે. આખરે તે યાદ રાખવાની જરૂરત છે કે શાકાહાર-પ્રેમીઓમાં કેટલીક વિશ્વવિખ્યાત પાશ્ચાત્ય હસ્તીઓનો પણ સમાવેશ થયેલો છે જેવી કે દાર્શનિક લૂટાર્ક, પ્લેટો, સોક્રેટિસ લેખક અને કવિ જેવા કે લિયો ટૉલ્સ્ટૉય, એલેક્ઝાંડર પોપ, જ્યોર્જ બર્નાર્ડ શૉ; કલાકારો જેવા કે લિયોનાર્ડો દ વિંચી, શોપેન હાવર; ડૉક્ટર જેવા કે આલ્બર્ટ થાઇલ્ઝર. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ પણ વર્ષોથી શાકાહારી છે. આંતરરાષ્ટ્રીય અનુભવ : જ્યારે ૧૯૮૨-૮૪ની વચ્ચે હું મેક્સિકોમાં ભારતનો રાજદૂત હતો, તો રાજધાની મેક્સિકોથી દૂર એક શહેરમાં મેં ત્રણ-દિવસીય ભારતીય સાંસ્કૃતિક સમારોહનું આયોજન કર્યું, જેમાં ભારતનાટ્યમ્, લોકનૃત્ય, ગીત, સંગીત પ્રસ્તુતિ, બિહારના પ્રસિદ્ધ મધુબની ચિત્રોનું પ્રદર્શન અને ભારતીય સાંસ્કૃતિક વારસો વિશે મારું ભાષણ પણ સામેલ હતું. શહેરના મેયરે મારા સન્માનમાં મોટા ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જ્યારે મેં હું અને મારું આખું સાંસ્કૃતિક દળ શાકાહારી હોવાનું જણાવ્યું તો પહેલાં તો એમને લાગ્યું કે આ માંસાહારી દેશમાં કઈ રીતે આ બંદોબસ્ત થશે. પરંતુ જ્યારે એમણે પોતાની દાદી સાથે ચર્ચા કરી ત્યારે એમને પ્રાચીન કેટલાય મેક્સિકન શાકાહારી વ્યંજનો મળી ગયાં જે મેક્સિકન જનતા સ્પેનના ઉપનિવેશવાદી પ્રભાવમાં માંસાહારી બનવાથી લગભગ ભુલાઈ જવા પામ્યા હતા. જ્યારે અમે ભોજન માટે પહોંચ્યા ત્યારે ખબર પડી કે બધા જ ૨૦૦ લોકો માટે માત્ર શાકાહારી ભોજન બનાવવામાં આવ્યું હતું. પોતાના ભાષણમાં મેયર અલબર્ટો ગોન્સાલ્વિસે કહ્યું કે તેઓ ભારતીય રાજદૂતના આભારી છે કે એમણે લીલાં શાકભાજી અને વિવિધ ફળો ઉત્પન્ન કરતા મેક્સિકોને એની શાકાહારી સંપત્તિની યાદ અપાવી. આવા જ એક અન્ય જાતઅનુભવે મારામાં શાકાહારી બની રહેવાનો અને બીજાને તેવા બનાવવાના સાહસને મૂળમાંથી પકડી રાખવાનો અનુરોધ કર્યો, ત્યારે હું બેલ્જિયમમાં ભારતીય રાજદૂત (૧૯૮૬-૮૯) હતો. એક વખત મારા 146 For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર સંસ્કૃતિ અને મારી પત્નીના સન્માનમાં બ્રિટિશ રાજદૂતે ભોજનનું આયોજન કર્યું. બે દિવસ અગાઉ મારા પર ફોન આવ્યો કે એક વિદેશી મહિલા જે એક વરિષ્ઠ રાજનેતાની પત્ની છે તે મારા ટેબલ પર મારી પાસે બેસવા ઇચ્છે છે. મને શું મુશ્કેલી હોઈ શકે ? પરંતુ મેં પૂછ્યું કે આ પ્રશ્ન શા માટે પૂછવામાં આવે છે ? ત્યારે રાજદૂતના સચિવે કહ્યું કે તે તો આપને ભોજન સમયે જ સમજાઈ જશે. બનાવ એવો બન્યો હતો કે નાટો(NATO)ના સેક્રેટરી-જનરલ જે બ્રિટિશ ફોજના જનરલ રહી ચૂક્યા હતા, એની પત્ની મારી પાસે એટલા માટે બેસવા ઇચ્છતી હતી કે તેઓ શાકાહારી ખાવાનું ખાઈ શકે. એ સમયે નાટો સાથે ભારતના રાજકીય સંબંધ નહોતા. મને સુખદ આશ્ચર્ય થયું કે તે શાકાહારી હતી અને ભારતીય સંસ્કૃતિ વિશે વાંચ્યા પછી તેને માંસાહારથી ગ્લાનિ થતી હતી. અમેરિકામાં સફળ અભિયાન : અમેરિકામાં ૧૯૭૦થી પ્રારંભ કરાયેલા શાકાહાર અભિયાને ઓછાંમાં ઓછાં ૨૫૦૦ અમેરિકન સ્ત્રી અને પુરુષોને સ્વેચ્છાએ શાકાહારી બનવામાં સફળતા મેળવી છે. ગુરુદેવ ચિત્રભાનુએ અમેરિકામાં કેટલાંય મુખ્ય શહેરોમાં જૈન યોગ અને ધ્યાન કેન્દ્રો સ્થાપિત કરીને અહિંસાનો પ્રચાર કર્યો એટલું જ નહીં પરંતુ સાથે એમનાં પત્ની પ્રમોદાબહેને પણ અંગ્રેજીમાં પાશ્ચાત્ય ખાનપાનને માટે ઉપયોગી શાકાહારી રસોઈની રીત વિશેનાં પુસ્તકો લખ્યાં છે અને પોતે કેટલાય અમેરિકન પરિવારોને શાકાહાર માટે પ્રેરિત અને ઉત્સાહિત કર્યા છે અને ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું છે. અમેરિકન લોકો કઈ રીતે પ્રભાવિત થયા અને તેમને કેટલો લાભ થયો એનો અંદાજ એમના કેટલાક પત્રોમાં વ્યક્ત થયેલાં વિચારો અને ભાવનાઓ દ્વારા આવે છે. એનું વિસ્તૃત વર્ણન મેં મારા પુસ્તક ‘Wave of bliss' (વેવ ઑફ બ્લિસ)માં આપ્યું છે. કૅનેડાના શ્રી શ્રેવેન ગુરુદેવ ચિત્રભાનુને લખે છે : “આપે મારા અજ્ઞાનના અંધકારમાં પ્રકાશનાં કિરણોથી ઉજાસ ફેલાવી દીધો છે. મને સમજાઈ ગયું છે કે કઈ રીતે માત્ર જીભના સ્વાદ ખાતર અને પોતાની 147 For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ? વારસો અને વૈભવ ભૂખને સંતોષવા ખાતર જેમાં કતલ થયેલ પશુઓની, માછલીઓની, મરઘાંઓની ચીસો, દર્દ, યાતનાઓ અને ત્રાસ છુપાયેલ છે એવાં શોખીન અને પૂર્વગ્રહયુક્ત ભોજન આપણે આરોગીએ છીએ.” અમેરિકન પ્રોફેસર ફ્લેયર રાજેનફીલ્ડ જે સ્વયં શાકાહારી બની ગઈ છે તે એક માર્મિક ઉદ્ગારમાં લખે છે : “આ માંસાહારી મનોવૃત્તિ, જે હજારો જાનવરોનો જાન દરરોજ લઈ લે છે, એ તો એક ડગલું આગળ જતાં હજારો મનુષ્યોના પ્રાણ લેવામાં પણ કદાચ ન ખચકાય. જો આપણે અત્યંત અસહાય, મૂક, સુરક્ષાવિહીન પશુઓને સ્વાદ અને લાભને માટે મારી નાખીએ તો આપણે એક દિવસ આપણા સુંદર પુત્ર અને પુત્રીઓને યુદ્ધમાં મોકલી દઈશું તે માટે નવાઈ નહીં લાગે. મનુષ્ય હથિયારોની દોડ અને સશસ્ત્રીકરણની વિરુદ્ધમાં અવારનવાર અવાજ ઉઠાવે છે, પરંતુ ભોજનના ટેબલ ઉપર ભૂલી જાય છે કે આપણી ભૂખને માટે કેટલા પ્રાણ કુરબાન કરવામાં આવ્યા છે ? ક્યાં ખોવાઈ ગઈ છે આપણી સંવેદનશીલતા ? આપણે તો બેહોશીમાં દોડી રહ્યા છીએ – ઉપભોક્તાવાદના ગુલામ બનીને આપણી ઇન્દ્રિયોની વિચિત્રને બેફામ ઇચ્છાઓની પૂર્તિને માટે.” ન્યૂયોર્ક શહેરની એલિઝાબેથ કેટલ કહે છે : “હું પ્રસન્ન છું કે મેં શાકાહારી બનીને પોતાના અંતરતમની હાર્દિક ઇચ્છાઓને સંતોષ આપ્યો છે. શાકાહારે મારા હૃદયમાં અહિંસાભાવને પૂર્ણ રૂપે પ્રતિષ્ઠિત કરી દીધો છે.” અમેરિકન મહિલા નેન્સી ગ્રાસો જે જૈન ધર્મથી પ્રભાવિત થઈ ગઈ છે, તેણે પોતાનું નવું નામ શાંતિ રાવ રાખ્યું છે અને વર્ષોથી શાકાહારી છે – લખે છે : - “મને અપાર હર્ષ છે કે હું અંતે મારા આખા પરિવારને શાકાહારી બનાવવા માટે સફળ થઈ છું. હવે અમારા ઘરમાં બધાંએ માંસાહારનો ત્યાગ કર્યો છે, કારણ કે સાચા અર્થમાં બધાંનું દિલ માંસાહારથી ઊઠી ગયું છે અને અમે એને એક વિવેકહીન, હૃદયહીન ખાવાની પરંપરા માનવા લાગ્યા છીએ.” વેજિટેરિયન સોસાયટીના ચેરમેન એડવર્ડ કિરવીએ શાકાહાર પરના એક લેખમાં લખ્યું છે કે : 148 For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શાકાહાર સંસ્કૃતિ “શાકાહાર નીતિનું પાલન કરવાથી જ પૃથ્વી પર સ્થાયી શાંતિ, પ્રેમ અને આનંદ ફેલાઈ શકે છે.” આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે એક અહિંસા સમારોહમાં કહ્યું હતું કે : “જો સંસારમાંથી યુદ્ધોને દૂર કરવાં હોય તો માંસાહારને સહુથી પહેલાં દૂર કરવો અનિવાર્ય છે.” ઇંગ્લેન્ડની ઍનિમલ ફ્રેન્ડ્ઝ વીમા કંપનીએ શાકાહારીઓ માટે ઓછું પ્રીમિયમ લેવાનું શરૂ કર્યું છે કારણ કે માંસાહારની સરખામણીમાં શાકાહારીમાં રિસ્ક ફૅક્ટરનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. હાલમાં બ્રિટનમાં પશુઓમાં મેડકાઉ, ખુરપકા અને મુંહપકા બીમારીઓ પછી લોકોને શાકાહારની કીમત સમજાવા લાગી છે. સન ૨૦૦૦-૨૦૦૧માં સ્કોટલૅન્ડનાં ખેતરોમાં બીભત્સ દેખાવ હતો. આવાં રોગગ્રસ્ત જાનવરોને જાણે ઘાસની ગંજી બાળી મૂકતા હોય તે રીતે બાળી મૂકવામાં આવ્યાં હતાં. હવે તો જાનવરોને સોયાબીનનો ખાદ્ય પદાર્થ પશુ ખાદ્ય પદાર્થની જગ્યાએ આપવામાં આવે છે કારણ કે તે વધુ સ્વાસ્થવર્ધક, સાફ અને રોગરહિત છે. શાકાહાર : નવી જીવનસંસ્કૃતિ : જીવનમાં મળેલા અનુભવો ઉત્સાહવર્ધક છે અને આપણા સાહસમાં વધારો કરે છે આપણે શાકાહાર અભિયાન કોઈ પણ ખચકાટ કે સંકોચ વગર જોરશોરથી ચલાવવું જોઈએ. જ્યારે આપણે અહિંસાના પ્રચારની વાત કરીએ છીએ ત્યારે લગભગ તે સિદ્ધાંતોની વાત સુધી જ મર્યાદિત રહી જાય છે. ત્યાગ, સંયમ, ઇચ્છાનિયંત્રણ એ સાચી દિશામાં પડેલાં પગલાં છે, પરંતુ શાકાહારી બનવું, રહેવું અને બીજાને પણ બનાવવા એ ખૂબ નિર્ણાયક પગલું છે જે મનુષ્યના હૃદયનું પરિવર્તન કરી અને અહિંસા, કરુણા અને જીવદયાના રસ્તા પર લઈ જશે. જેમ જેમ શાકાહાર ફેલાશે, જનસમાજની મનોવૃત્તિમાં ફેરફાર થશે તેમ તે વધુ સૌમ્ય અને કરુણામય બનશે. સાર એ કે શાકાહાર માત્ર માંસાહારને છોડવો એ જ નથી પરંતુ એક નવી જીવન-સંસ્કૃતિનાં દ્વાર ખોલવાં એ છે. જ્યાં બધા જીવોની વચ્ચે મૈત્રીભર્યું સહઅસ્તિત્વ અને પ્રેમભાવ હશે, ત્યાં સહિષ્ણુતા, સમાનતા અને નૈતિક ન્યાય 149 For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ ગતિશીલ હશે. પ્રાણીજીવનમાં ભોજનની ખૂબ નિર્ણાયક ભૂમિકા રહે છે. યોગ્ય ભોજન આપણાં મન તથા પ્રવૃત્તિઓને સાચી દિશામાં અને યોગ્ય માત્રામાં પ્રોત્સાહન આપે છે. શાકાહાર સાચું ભોજન છે, જે આપણને અહિંસા પ્રત્યે વધુ જાગ્રત, તત્પર અને સમર્પિત બનાવે છે. ૨૧મી શતાબ્દીનો સંદેશ છે કે સંસારમાં શાકાહારનો ફેલાવો થાય અને એનાથી વ્યાપક જનકલ્યાણ થાય. આ કામ સંસદ અથવા કોર્ટોમાં લેવાતા નિર્ણયોથી નહીં થાય, આ થશે માત્ર સક્રિય પ્રયત્નોથી. આ રીતે વિશ્વ સ્તરે જૈન સમાજના ખભા ઉપર ગંભીર જવાબદારી આવી જાય છે. માત્ર શાકાહારી થઈ જવાથી આપણે પૂર્ણ રીતે અહિંસક નથી બની જતા. હિટલર પણ શાકાહારી હતો છતાં પણ કેટલો નિર્દયી હતો ? એના માટે શાકાહાર એક ભોજન માત્ર હતું જે એની શારીરિક હાલત માટે ઉપયોગી હતું. હિંસાથી ત્રાસેલી માનવતા માટે શાકાહાર અહિંસાના માધ્યમ અને પ્રભાવને જીવનમાં વધારવા માટેનું પ્રથમ ચરણ છે. જ્યારે શરીર અહિંસક બની જાય, ત્યારે મન, મિજાજ, વ્યવહાર અને સ્વભાવને પણ એ દિશામાં લઈ જવા માટે પ્રયત્નો કરવા જરૂરી છે. કારણ કે જો મનમાં હિંસા તત્ત્વ ઊછરતું રહે તો ઘૃણા, દ્વેષ, વેર, ક્રોધ, અહંકાર મનુષ્યને નીચે ધકેલતા જશે અને એના માટે શાકાહાર એક મહોરું માત્ર બનીને રહી જશે. એ પૂરતું નથી કે ઉપરછલ્લા આપણે અહિંસક બનીએ; કંદમૂળ, બટાકા, કોબી-ફ્લાવર ખાવામાં પણ હિંસા માનીએ, પરંતુ હૃદયમાં હિંસાને પ્રવેશવા દઈએ. શાકાહાર એક અહિંસક સંસ્કૃતિ ત્યારે બનશે જ્યારે આપણે એને માત્ર શરીરને હિંસાથી બચાવનારી નકારાત્મક પ્રક્રિયા ન માનીએ. અહિંસા-સંસ્કૃતિ છે બીજાના પ્રાણ ન લો, એને દુઃખ ન આપો, પરંતુ સાથે સાથે બે પગલાં આગળ વધો અને એને પ્રેમ આપો, મૈત્રી આપો. જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિમાં શાકાહારનું બહુમૂલ્ય પ્રદાન છે કારણ કે આ અહિંસા સંસ્કૃતિની ત૨ફ એક સંસ્કારપ્રેરક પગલું છે. 150 For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ ૧૪ અગાઉના અધ્યાયોમાં જૈન ધર્મના મુખ્ય આધારસ્તંભો અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત વિશે વિસ્તૃત રૂપે ચર્ચા કરી છે. આ સિદ્ધાંતોને વ્યાપક રૂપમાં જોવામાં આવ્યા છે કારણ કે ધર્મ એક વ્યક્તિમાં સમાઈને નથી રહી જતો; સમાજનો ધર્મ, દેશનો ધર્મ, વિશ્વનો ધર્મ અને યુગ ધર્મ બધા એકબીજા સાથે ગૂંથાયેલા છે. જૈન દર્શનને સંકુચિત ધર્મપંથના વર્તુળમાં ન બાંધતાં આપણે એ યાદ રાખવાનું છે કે તે કયા પ્રકારે સંપૂર્ણ માનવતાને સમ્યક કલ્યાણનો રસ્તો બતાવી શકે છે. આજના યુગમાં એક તરફ અલગ અલગ ધર્મોની હરીફાઈ ચાલી રહી છે, બીજી બાજુ સંસારમાં અધર્મ ફેલાઈ રહ્યો છે ત્યારે એ જરૂરી છે કે આપણે જૈન ધર્મના મૂળભૂત અધ્યાત્મના ઊંડાણને સમજીએ અને જૈન અધ્યાત્મ સંસ્કૃતિને આત્મસાત્ કરીએ. એનાથી આપણને અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના ભાવાર્થ અને સાર પણ સ્પષ્ટ થઈ જશે અને આપણે વધુ આત્મવિશ્વાસ અને સંકલ્પથી બીજાને સમજાવી શકીશું. જૈન અધ્યાત્મ સંસ્કૃતિમાં મુખ્યત્વે બે પ્રવાહો છે. એક છે કર્મવાદ અને બીજો છે રત્નત્રયનો રસ્તો. સમ્યફ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર વિશુદ્ધ 151 For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ આત્મબોધને માટે અને કર્મબંધનથી છુટકારો મેળવવા માટે ખૂબ આવશ્યક છે. ‘આચારાંગ’માં મહાવીર કહે છે : “જે આયાસે વિન્નાયા, જે વિન્નાયા સે આયા” અર્થાત્ જે આત્મા છે, તે વિજ્ઞાનવાન છે. જે વિજ્ઞાનવાન છે, તે જ આત્મા છે. સંસારની બધી ભૌતિક પ્રગતિની પાછળ આત્મવિજ્ઞાન છે. આત્મા અને વિજ્ઞાનના અભેદ સંબંધને ભૂલવો ન જોઈએ. બંને સાથે મળીને માનવજીવન માટે હિતકારી સંતુલન બનાવી દે છે. જૈન કર્મવાદ : જૈન ધર્મ આત્માના સ્વાવલંબનની આધારશિલા પર રહેલો છે. સંસારના સંપૂર્ણ જીવ જગતમાં બધા સરખા છે - તે મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, કીડો-મકોડો હોય અથવા સૂક્ષ્મ જીવંત ૫૨માણુ. દરેક આત્માને સુધરવાની અથવા બગડવાની સ્વતંત્રતા છે. કારણ કે પ્રત્યેક પ્રાણી પોતાના ભાગ્યનો સ્વયં નિર્માતા છે. જૈન ધર્મની સ્પષ્ટ માન્યતા છે કે ઉપર સ્વર્ગમાં બેસીને કોઈ ઈશ્વર આપણા ભાગ્યનું સંચાલન નથી કરતા. માટે એ ધારણા સાચી નથી કે ભગવાનની કૃપા, અનુકંપા, ઉદાર હૃદય અને કરુણાથી આપણાં બધાં પાપોનો નાશ થશે, અથવા તે કોઈ ચમત્કાર કરીને સુખસમૃદ્ધિનાં દ્વાર ખોલી નાખશે. જૈનદર્શન સ્પષ્ટ છે કે પરમાત્મા કોઈ એવું અદ્વિતીય તત્ત્વ નથી જે જીવ જગતથી અલગ હોય. જૈન ધર્મ દરેક આત્માને પરમાત્મા બનવાનો અધિકાર પ્રદાન કરે છે અને આત્માના અનંત વિકાસની સંભાવનાઓને આપણી સામે મૂકે છે. પ્રત્યેક નર નારાયણ બની શકે છે, પ્રત્યેક ભક્ત ભગવાન બની શકે છે. મનુષ્યનું મૂલ્યાંકન માત્ર સદ્ગુણ અને સદ્કર્મ પર ઃ જૈન ધર્મની વિશિષ્ટતા એ છે કે તે માનવ માનવ વચ્ચે જાતિ, કુળ, વંશ, લિંગ, જન્મસ્થાન રંગ અથવા સંપત્તિના આધાર પર ઊંચ-નીચ સ્વીકાર નથી કરતો. જૈન ધર્મમાં વર્ણવ્યવસ્થાને સ્થાન નથી. ગુણ અને કર્મના આધાર પર જ મનુષ્યનું મૂલ્યાંકન થાય એ તેની માન્યતા છે. નિગ્રંથ પ્રવચનભાષ્યમાં પૃષ્ઠ ૨૮૯માં કહેવામાં આવ્યું છે 152 For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ “એક વ્યક્તિ કુશીલ, અજ્ઞાન અને પ્રકૃતિથી તમોગુણી હોવા છતાં પણ કેટલાક વર્ણમાં જન્મ લેવાને કારણે સમાજમાં ઊંચી અને પૂજ્ય સમજવામાં આવે છે જ્યારે બીજી વ્યક્તિ સુશીલ, જ્ઞાની અને સદ્ગુણી હોવા છતાં પણ અમુક કુળમાં જન્મ લેવાને કારણે નીચ અને તિરસ્કૃત સમજવામાં આવે છે - આ વ્યવસ્થા સમાજને માટે ઘાતક છે. આવું માનવાથી તથા આવી ભેદભાવપૂર્ણ વ્યવસ્થામાં સગુણ અને સદાચારનો અનાદર થાય છે અને આખા સમાજનું અપમાન થાય છે. દુરાચાર, સદ્ગણ અને સદાચારથી ઊંચું સ્થાન પામે છે. અજ્ઞાન જ્ઞાન પર વિજયી દેખાવા લાગે છે. આ એવી સ્થિતિ છે જે ગુણગ્રાહી વિવેકશીલ લોકોને સહ્ય બનતી નથી.” આ વિચારને વધુ સ્પષ્ટ ભાષામાં શ્રમણવર્ગના સંદર્ભમાં પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. જૈન આગમ સૂત્રકૃતાંગમાં (૧ શ્ર. અ. ૧૩, ગાથા ૯-૧૦-૧૧) અને ઉત્તરાધ્યયન (અ-૨૫)માં : મસ્તક મંડાવાથી કોઈ શ્રમણ નથી બની જતું. ઓમકારના જાપ કરવા માત્રથી કોઈ બ્રાહ્મણ નથી બની જતું. કુશ-ચીરના પહેરવેશ માત્રથી કોઈ તપસ્વી નથી બની જતું. સમભાવના કારણે શ્રમણ, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ, જ્ઞાનની ઉપાસના કરવાથી મુનિ અને તપસ્યા-સાધનામાં રત રહેવાથી જ તપસ્વી કહેવાય છે.” પ્રાણીજગતની વિવિધતા અને કર્મબંધ : સંસારમાં પ્રાણીજગતમાં ખૂબ વિવિધતા અને વિચિત્રતા જોવામાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર સંસારમાં ચાર ગતિ અને ચોર્યાશી લાખ યોનિઓ છે. આ યોનિઓમાં જીવ ભ્રમણ કરતો રહે છે. વિભિન્ન દશાઓમાં મનુષ્ય, પક્ષી, પશુ કે કીડી-મકોડા બનવા છતાં આત્માનો મૂળ સ્વભાવમાં એક જ છે તો પછી આ ભેદ શા માટે છે ? એનો જવાબ છે : = નો ચિત્ર અર્થાત્ જીવોમાં જોવા મળતી વિચિત્રતા અને વિષમતાનું કારણ કર્મ છે. સરળ ભાષામાં કહેવામાં આવે તો જ્યારે કોઈ પ્રાણી રાગ, દ્વેષ, કષાય, 153 For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ અહંકાર, લોભ, લાલચ, ક્રોધ, હર્ષ, શોક, ચિંતા, ઉદારતા વગેરેથી પ્રેરાઈને મનમાં કંઈક વિચારે છે અથવા કંઈક બોલે છે અથવા કંઈક કરે છે તો આત્મામાં એક સ્પંદન જેવું થાય છે. આ લોકમાં કર્મ બનવાની ક્ષમતા રાખનારા સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુ આવી આવીને આત્મા સાથે જોડાઈને વિભિન્ન શુભ અથવા અશુભ સંસ્કાર પેદા કરે છે, તે કર્મ છે. કર્મ જીવની સાથે મળવાથી રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે જે કર્મની સાથે બંધન પેદા કરી દે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મા અને કર્મવર્ગણાઓનો સમૂહ બંને જ સૂક્ષ્મ છે. પરંતુ આ સૂક્ષ્મમાં અણુની જેમ અનંત શક્તિ અને ઊર્જા રહે છે. ઇન્દ્રિય અગોચર કર્મશક્તિ અદ્ભુત કામ કરે છે. જો અશુભ કર્મ હોય તો તે અનંત શક્તિવાળા આત્માના અનંત અને સમ્યકજ્ઞાન, દર્શન, ચરિત્ર વગેરે ગુણો પર આવરણ નાખી દે છે. કર્મના પુગલ પરમાણુ આત્મા સાથે દૂધમાં પાણીની જેમ મળી જાય છે. કાર્તિકેયાનુપ્રેક્ષામાં આચાર્ય કાર્તિકેય પુદ્ગલ પરમાણુઓની શક્તિનું આ પ્રમાણે વર્ણન કરે છે : कापि अपुव्वा दीसदि पुग्गल दव्वस एरिसी सत्ती । केवलणाण सहावो विणासिदो जाइ जीवस्स ।।२११ । । અર્થાત્ પુદ્ગલ દ્રવ્યની એવી અપૂર્વ શક્તિ છે કે જીવમાં કેવળજ્ઞાન સ્વભાવ હોવા છતાં પણ એને કમજોર બનાવીને વિકાર તરફ લઈ જાય છે. આવા કર્મબંધનથી છુટકારો ત્યારે જ મળી શકે છે જ્યારે આત્મા પોતાની અનંત શક્તિને સંયમ, સાધના, તપ કરીને ઓળખે અને એને સજીવન કરે. સંકલ્પયુક્ત આત્મા કર્મજાળ કાપવા માટે પણ સમર્થ થઈ શકે છે. દરેક આત્માને માટે માર્ગ ખુલ્લો છે; સારાં કર્મ કરીને ઉન્નતિ કરી શકે છે, ખરાબ કર્મ કરીને પતન તરફ પણ જઈ શકે છે. કર્મબંધનાં કારણ ? કર્મબંધનાં પાંચ કારણ માનવામાં આવે છે : (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય અને (૫) યોગ. મિથ્યાત્વ : જ્યારે શ્રદ્ધા, રુચિ અથવા વિચાર ઘર કરી લે અને જીવ મિથ્યા 154 For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ બુદ્ધિના કારણે તત્ત્વ અને અતત્ત્વમાં વિવેકશીલ ભેદ ન કરી શકે; અથવા પોતાની ધારણા ખોટી હોવા છતાં પણ એ સાચું હોવાનો હઠાગ્રહ કરે; અથવા સારા-ખરાબ ગુરુ, દેવ, ધર્મમાં વિવેક ન કરી શકે; અથવા સત્ય જાણવા છતાં પણ આવેશમાં બહેકી જાય; અથવા જિનવાણી પ્રત્યે સંશય ભાવ રાખે ત્યારે મિથ્યાત્વ લાગે છે. અવિરતિ : અવિરતિ બાર પ્રકારની હોય છે જે પાપોથી વિરામ નથી થવા દેતી; જેવી કે હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ વગેરે. પ્રમાદ : આળસને પ્રમાદ કહે છે. સાથે જ શરાબ, ભોગ, નિદ્રા, નિંદા વગેરેમાં લાગ્યા રહેવું અને તેમાં આનંદ મનાવવો પણ પ્રમાદ છે. કષાય : કષાય આત્માના સદ્ગણોનો નાશ કરે છે. ઈર્ષા, વૈમનસ્ય, વિરોધ, ધૃણા, આત્માના શત્રુ છે. ક્રોધ, માન, માયા અને લોભ ચાર મુખ્ય કષાય છે. યોગ : યોગનો અર્થ છે મન, વચન અને કાયાની ગતિવિધિ અને પ્રવૃત્તિ. જો પ્રવૃત્તિ શુભ હોય તો શુભ કર્મ ઉદય પામશે, અશુભ હશે તો અશુભ કર્મ વધશે. કર્મબંધનનાં ઉપરનાં પાંચ કારણોથી ભાવકર્મ અને દ્રવ્યકર્મ પેદા થાય છે. કર્મપુદ્ગલોને દ્રવ્ય કર્મ કહે છે અને મિથ્યાત્વ વગેરેના કારણે આવેલા ભાવોને ભાવકર્મ કહે છે. ભાવકર્મની તીવ્રતાથી દ્રવ્ય કર્મનો તીવ્ર બંધ થાય છે. કર્મ જડ છે પરંતુ આત્મા સાથે મળીને એકરસ બનીને તે પોતાનો પ્રભાવ એવી રીતે બતાવે છે જે રીતે એક દવા મનુષ્યના શરીરનો તાવ ઉતારી દે છે અથવા ગરમ ઊકળતા પાણીથી શરીર દાઝી શકે છે. જડ કર્મોમાં શુભ અથવા અશુભ ફળ આપવાની શક્તિ ચાર રીતે રહેલી હોય છે : (૧) પ્રકૃતિ બંધ (૨) સ્થિતિ બંધ (૩) અનુભાગ બંધ અને (૪) પ્રદેશ બંધ. પ્રકૃતિ બંધમાં કર્મ-પરમાણુનો સ્વભાવ આવે છે. સ્થિતિ બંધમાં સ્થિતિ; અનુભાગ બંધમાં ફળ આપવાની શક્તિ તથા પ્રદેશ બંધમાં સંદર્ભ અથવા પરિસ્થિતિ જેમાં જીવની સાથે કર્મ આવીને જોડાઈ જાય. એ જરૂરી નથી કે કર્મનું સારું કે ખરાબ ફળ તરત મળી જાય. કેટલીય વાર ફળ પછીના જન્મમાં પણ મળી શકે છે. એ ન વિચારવું જોઈએ કે દુરાચારી પ્રભાવશાળી રહેવાનો બંદોબસ્ત કરી લે તો પછી ખરાબ કર્મોનું ફળ એને મળે જ 155 For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ નહીં, દરેક પ્રાણીને સારાં અથવા ખરાબ કર્મોનું ફળ અવશ્ય મળે છે ભલે પછી એમાં વિલંબ થાય. આત્માના આઠ મૂળ ગુણોથી વિપરીત કર્મ પરમાણુ પણ આઠ હોય છે : (૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુ (૯) નામ (૭) ગોત્ર અને (૮) અંતરાય. જ્ઞાનાવરણ કર્મ : વસ્તુના સ્વરૂપને યથાર્થ રૂપથી જાણવું એ જ્ઞાન છે. જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ છે. જ્યારે અશુભ કર્મ એ જ્ઞાન પર પડદો નાખી દે ત્યારે એને જ્ઞાનાવરણ કર્મ કહેવામાં આવે છે. દર્શનાવરણ કર્મ : આ કર્મ આત્માના દર્શનગુણને ઢાંકી દે છે. વેદનીય કર્મ : વેદનીય કર્મના કારણે જીવને સુખ અને દુ:ખ બંને મળે છે પરંતુ એને અલગ સુખ નથી મળતું. એમાં દુ:ખનો અંશ પણ હોય છે. જેવી રીતે મધથી લેપાયેલી છરીથી (મીઠી છૂરી) મધના આસ્વાદ સાથે જીભ કપાવાનો ભય રહે છે. મોહનીય કર્મ : આત્માને મોહમાં નાખી વિકૃત કરે છે અને તેથી તે હિતઅહિતમાં વિવેક કરી શકતો નથી. મોહનીય કર્મ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એ બે પ્રકારે હોય છે. આયુ કર્મ : આયુ કર્મમાં જન્મ અને મરણ વચ્ચેનો કાળ તે આયુષ્ય છે. તે કર્મના ઉદયથી જીવ ચાર ગતિમાંથી કોઈ એક ગતિમાં રહે છે. એ ચાર પ્રકારે હોય છે : દેવાયુ, નરકાયુ, તિર્યંચાયુ અને મનુષ્યાયુ. નામ કર્મ : નામ કર્મ જીવના વિભિન્ન યોનિમાં તથા પ્રકારનાં રૂપ ઘડે છે તથા શરીરની આકૃતિ, રચના વગેરે બનાવે છે. બધાં કર્મોમાં નામકર્મની પ્રકૃતિનો વિસ્તાર વધુ છે. તે સવિશેષ દેહજન્ય છે. ગોત્ર કર્મ : ગોત્ર કર્મમાં ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર બે ભેદ છે. સારાં કર્મ કરવાથી ઉચ્ચ ગોત્રમાં જન્મ મળે છે. નીચ ગોત્રના ઉદયથી જીવનો હલકા કુળમાં જન્મ થાય. આત્માને ગોત્ર નથી, આ કર્મ આત્માના અગુરુલઘુ ગુણને રોકે છે. અંતરાય કર્મ : અંતરાયનો અર્થ છે બાધા, રુકાવટ અથવા વિપ્ન. જે 156 For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ જીવનના દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય(શક્તિ)ના પ્રગટ થવામાં બાધક હોય છે. આ આઠ કર્મોમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય ઘાતી કર્મ છે અને બાકી અઘાતી કર્મ છે. ઘાતી કર્મ આત્માના મૂળ સ્વાભાવિક ગુણોનો નાશ કરે છે. અઘાતી કર્મની પ્રકૃતિ શુભ કે અશુભ હોય છે. ઉપરોક્ત વિવેચન પરથી આપણે એ સારાંશ પર પહોંચીએ છીએ કે જૈન ધર્મનો કર્મસિદ્ધાંત આત્માની મુક્તિનો સિદ્ધાંત છે. આ પુરુષાર્થનો સિદ્ધાંત છે, કોરો ભાગ્યવાદ નથી. પ્રાણીમાં પુરુષાર્થ જગાવવો એટલે આત્મશક્તિને મજબૂત કરવી. આત્મબળ વધારવાનું છે અને સ્વભાવને પેદા કરવાનો છે. આત્મામાં કર્મોથી પેદા થયેલા વિકારોથી છુટકારો સમ્યકુદૃષ્ટિ વિકસિત કરવાથી થઈ શકે છે. સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્મચારિત્ર્યની પ્રાપ્તિના માર્ગે અગ્રેસર થવાથી સમ્યક્દૃષ્ટિમાં મનુષ્યનો વિવેક પૂર્ણરૂપે જાગ્રત, જીવંત અને શક્તિવંત બની જાય છે. રત્નત્રયની સાધના : સમ્યક્દર્શન, સમ્યફજ્ઞાન અને સમ્મચારિત્ર જૈન ધર્મનાં “ત્રણ રત્ન' (રત્નત્રય) છે; સંપૂર્ણ જૈનદર્શનનો મૂળ પાયો છે અને જૈન સંસ્કૃતિની પાવન ત્રિવેણી છે. અહિંસા, અપરિગ્રહ, અનેકાંતના આધ્યાત્મિક અને સાથે વ્યાવહારિક ગુણતત્ત્વોનો પૂરો લાભ મળે ત્યારે જ્યારે વ્યક્તિને વિશુદ્ધ આત્મબોધ થઈ જાય છે. આત્મબોધ સાધના, વીતરાગતા અને તત્ત્વાર્થનાં ચિંતન-મનન અને પાલનથી થાય છે. મનુષ્ય પોતાના જીવનમાં સમ્યષ્ટિની સાધના કરવાની છે. સમ્યદર્શન વિવેકશીલ તર્ક અને આસ્થા વચ્ચે સ્વસ્થ સંતુલન, માધ્યસ્થભાવના અને અનેકાંત વિચારપ્રવૃત્તિથી આકાર લે છે. આપણે માત્ર શ્વાસ લેવા માટે જીવી રહ્યા નથી. જીવનનું રહસ્ય શું છે, જીવનનું પ્રારબ્ધ શું છે, જીવનનો હેતુ શું છે, આપણે ક્યા પ્રકારનું સુખ, તૃપ્તિ અને આનંદ શોધી રહ્યા છીએ. એ મૂળભૂત પ્રશ્નો છે. મહાવીરે કહ્યું છે : “ગૌતમ ! જે જાણે છે તે જ બંધનોને તોડે છે. જ્ઞાનની સાર્થકતા અંધકારને દૂર કરીને આલોક (પ્રકાશ) પ્રાપ્ત કરવાની છે અને ચારિત્રધર્મની આવશ્યકતા આ 157 For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ઃ વારસો અને વૈભવ પ્રકાશમાં દૃષ્ટિગોચર થતા દોષોને દૂર કરીને આલોકિત સ્થાનને પાવન અને નિર્મળ બનાવવામાં છે.” જેનાથી તત્ત્વાર્થનો યથાર્થ બોધ થાય છે, તે સમ્યકજ્ઞાન કહેવાય છે. જેનાથી તત્ત્વાર્થ પર પરમ શ્રદ્ધા થાય છે એને સમ્યક્રદર્શન કહેવાય છે, અને જે આચારપ્રણાલી દ્વારા આત્માની વૃત્તિઓને નિયંત્રિત કરવામાં આવે છે અને જીવનના અંતરંગ અને બાહ્ય સ્વરૂપને સ્વસ્થ અને શુદ્ધ રાખવામાં આવે, એને સમ્મચારિત્રનું નામ આપવામાં આવ્યું છે. આ રત્નત્રયને મેળવવાનો પ્રયાસ પણ સાંસારિક માયાના કાદવમાં કમળ ખીલવવામાં મદદ કરે છે. જૈન ધર્મ આધ્યાત્મિક ઉદ્દેશો અને વ્યાવહારિક જીવનનો સુંદર સમન્વય કરે છે. આત્મમુક્તિ અને મોક્ષ તરફ અગ્રેસર થવા માટે મનુષ્ય આ ત્રણ ઈશ્વરીય ગુણો સમ્યફદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રથી સંપન્ન થાય તે આવશ્યક છે. સમ્યકજ્ઞાન સિવાયના કોઈ પણ પ્રકારનાં કર્મકાંડ, ક્રિયાકલાપ, તપ, જાપ વગેરેથી મનુષ્યનો ઉદ્ધાર નથી થઈ શકતો. સમ્યક્દર્શન પણ વસ્તુસ્વભાવને સાચા રૂપમાં સમજવા માટે જરૂરી છે અને આ બંનેથી પણ વધુ મહત્ત્વ રાખે છે સમ્યકૂચારિત્ર. જ્યાં સુધી આપણે આપણા સત્યદર્શન અને જ્ઞાનને ઉત્તમ ચારિત્રમાં પરિણત નહીં કરીએ ત્યાં સુધી ન તો વર્તમાન જીવન સુખી થશે અને ન આગળ મુક્તિનો રસ્તો ખૂલશે. આ “રત્નત્રય” એકબીજા સાથે ગૂંથાયેલાં છે અને મનુષ્યને જીવન વિતાવવાનો અને જીવન પછી મુક્તિનો રસ્તો બતાવે છે. આના વગર મનુષ્ય મિથ્યાત્વ, અંધવિશ્વાસ અને કર્મકાંડની સાંકડી કેડીઓની ભુલભુલામણીમાં ભટકતો રહે છે. સમ્યક્દર્શન : સમ્યક્દર્શનથી મનુષ્ય જીવનના સાચા રસ્તે જાય છે અને એને શુદ્ધ આત્મસ્વરૂપની ઝલક મળી જાય છે. તત્ત્વજ્ઞાન અને તત્ત્વશુદ્ધિ જ સમ્યક્દર્શન છે. સમ્યક્દર્શનનો વિરોધી ગુણ મિથ્યાત્વ છે, જે માનવને વિવેકનો રસ્તો ભુલાવી દે છે અને કેટલાય પરિગ્રહો અને પૂર્વગ્રહની માયાજાળમાં ફસાવી દે છે. સમ્યક્દર્શનનો સાર એટલે જે વસ્તુ જેવી છે, જે રૂપમાં સ્થિર છે, એનું એવું જ 158 For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ દર્શન કરવું. સમ્યક્દર્શન નૈસર્ગિક રૂપમાં આંતરિક ભાવો અને સંસ્કારોથી ઉત્પન્ન થાય છે અને અધિગમ દ્વારા અર્થાત્ ઉપદેશ, શાસ્ત્ર અથવા સ્વાધ્યાયથી પ્રાપ્ત થાય છે. સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા સમ્યક્દર્શન છે. સમ્યક્દર્શન મુક્તિમાર્ગની પ્રથમ સીડી છે. આધ્યયન સૂત્ર (૨૮-૩૦)માં કહેવામાં આવ્યું છે : ___“नांद सणिस्स नाणं, नाणेण बिना न हुंति चरण गुणा ।” અર્થાત્ સમ્યક્દર્શન રહિત જીવને સમ્યકજ્ઞાન નથી હોતું અને જ્ઞાન વગર સમ્મચારિત્ર નથી હોતું. આગમોમાં સંશય, વિભ્રમ અને વિપર્યાય રહિત જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે. જૈન શાસ્ત્રોમાં સમ્યક્દર્શનનાં આઠ અંગ બતાવવામાં આવ્યાં છે. તે છે : નિ:શંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિત, ઉપવૃંહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના.' સમ્યક્દર્શન નિ:શંકિત હોય છે. જ્યારે મનુષ્ય સાચા દેવ, શાસ્ત્ર અને ગુરુના દિવ્ય ઉપદેશોમાં અટલ આસ્થા અને શ્રદ્ધા રાખે છે ત્યારે એને સાત પ્રકારનાં ભય અથવા તત્ત્વોમાં સંશય નથી રહેતો. નિ:કાંક્ષિત હોવાનું તાત્પર્ય - ધર્માચરણ કરતાં એનાં ફળ માટે સાંસારિક ધન, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, ભોગવિલાસની ઇચ્છા ન કરવી અથવા આડંબરોમાં ન ફસાવું અથવા પરદ્રવ્યોની લાલસા ન રાખવી. નિર્વિચિકિત્સા અંતર્ગત મુનિ અને શ્રાવકના ગુણોને જોવા અને એના મલિન શરીર વગેરે પ્રત્યે ગ્લાનિ રહિત આચરણ રાખવું. અમૂઢ દૃષ્ટિમાં કુદેવ, કુધર્મ, કુગુરુની ચમત્કારિક વાતોમાં આવીને અને ભ્રમિત થઈ પોતાની ધાર્મિક શ્રદ્ધાથી વિચલિત ન થવું. ઉપબૃહણા અંગનો સાર છે ગુણગ્રાહી થવું, ગુણીજનોનો આદર કરવો અને બીજાના દોષ ન જોઈને એમના ગુણો ઉપર ધ્યાન આપવું, પરંતુ પાખંડી લોકોની સ્વાર્થી ભાવનાથી સચેત રહેવું. સ્થિરીકરણનો અર્થ છે સમ્યદૃષ્ટિના માર્ગથી વિચલિત ન થવું, ધર્મમાર્ગમાં સ્થિર રહેવું અને અન્યોને રાખવા. વાત્સલ્ય એટલે પ્રાણીજગત પ્રત્યે મૈત્રીભાવ રાખવો, સાથે ગુણીજનો અને ધર્મનિષ્ઠ લોકો પ્રત્યે આદર રાખવો તથા કપટ અને અભિમાનને પોતાની પાસે ફરકવા ન દેવાં. પ્રભાવના એટલે ધર્મનો પ્રભાવ વધે તેવું કામ કરવું તથા 159. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ ધર્મના સમ્યકુમાર્ગથી ભ્રષ્ટ અથવા વિચલિત લોકોને ધર્મનું સાચું જ્ઞાન નિસ્વાર્થ ભાવે કરાવવું અને એમનો ભ્રમ અને સંદેહ દૂર કરવા. સમ્યક્દર્શન પ્રાપ્તિમાં આઠ પ્રકારના મદ બાધક છે અને એનાથી દૂર રહી મનુષ્ય ધર્મપથ પર દઢ રહી શકે છે : (૧) જ્ઞાન મદ (૨) પ્રતિષ્ઠા મદ (૩) કુળ મદ (૪) જાતિ મદ (૫) શક્તિ મદ () ધન મદ (૭) તપ મદ અને (૮) પ્રભુતા મદ, સમ્યક્દર્શનની પ્રાપ્તિ માટે ત્રણ મૂઢતાઓથી પણ બચવું જરૂરી છે. દેવ મૂઢતાનો અર્થ છે મિથ્યાત્વભર્યા, રાગદ્વેષથી ઘેરાયેલાં દેવી-દેવતાઓને ઇષ્ટ દેવ માનવાં મૂર્ખતા છે. આ રીતે કુરીતિઓ, કુરૂઢિઓ અને અંધવિશ્વાસોમાં ધર્મ સમજવો લોકમૂઢતા છે. પાખંડી મૂઢતા પાખંડી સાધુ-સંતોની જાળમાં ફસાવું તે છે. મુખ્ય તત્ત્વ એ કે માયાચારથી દૂર રહીને આત્મકલ્યાણને માટે સ્વયંની આત્મશક્તિ અને સાધનાથી રસ્તો શોધવો. એ જૈન ધર્મની વિશેષતા છે. કુદેવ, કુગુરુ અને કુધર્મ પર શ્રદ્ધા તથા એના અનુયાયીઓની પ્રશંસા અથવા સ્તુતિ કરવી એ છે બાધક કહેવાય છે. આ રીતે સમ્યક્દર્શનના માર્ગમાં ૨૫ સંભવિત દોષ છે. (૧) આઠ અંગોના વિપરીત આઠ દોષ, (૨) ત્રણ મૂઢતા, (૩) છ અનાયતન (૪) આઠ મદ. સમ્યક્દર્શનનું મુખ્ય અને મૂળતત્ત્વ છે કે સૃષ્ટિસંબંધી સાતે તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને પોતાના વિચાર, આચાર અને વ્યવહારમાં એને ઉતારવું. આ તત્ત્વ છે : (૧) જીવ (૨) અજીવ (૩) આસવ (૪) બંધ (૫) સંવર (૬) નિર્જરા (૭) મોક્ષ. જીવ-અજીવ તત્ત્વનો સાર છે કે આત્મા જીવ છે અને શરીર - જેમાં તે વાસ કરે છે તે જડ છે અને આત્માથી ભિન્ન છે. આત્માથી શરીરનો માત્ર સંયોગ સંબંધ છે. આસવનો અર્થ છે રાગ-દ્વેષ અને અન્ય વિકૃત અને વિકારી વિચારોની આત્મા ઉપર ખોટી - અવળી અસર પડવી. બંધનો અર્થ છે કે લુષિત અને વિકારયુક્ત ભાવોનું કર્મરૂપમાં પરિણત થઈ જવું અને કર્મબંધની જાળ ફેલાવવી. સંવરનો અર્થ છે કર્મોના આસવને રોકવો અને સમભાવ રાખીને નવા કર્મોનો આસવને ન થવા દેવો. નિર્જરાનો અર્થ છે સાધના, તપ, ધ્યાન, ચિંતન, મનનથી 160 For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ શુદ્ધ ભાવોને આત્મામાં જગાડવા અને પૂર્વ કર્મબંધનોને દૂર કરવા. મોક્ષતત્ત્વ એ દર્શાવે છે કે નિર્જરા દ્વારા કર્મ-બંધનોનો ક્ષય કરી આત્માથી અલગ કરીને આત્માને સ્વતંત્ર કરવો એવો આત્મા મોક્ષ પથ પર મનુષ્યને અગ્રેસર કરે છે. ઉપરોક્ત વિવેચનથી સ્પષ્ટ છે કે જૈન ધર્મમાં સમ્યક દર્શનને યથાર્થ રૂપે સમજવા અને એને જીવનમાં ઉતારવા માટે ખૂબ જ વ્યાવહારિક, તાર્કિક અને સાથે જ સૈદ્ધાંતિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સમ્યક્દર્શનના મહિમાનું હૃદયસ્પર્શી વર્ણન આચાર્ય સમતભદ્ર “રત્નકંરડ શ્રાવકાચાર'માં કર્યું છે. એમણે લખ્યું છે “ર સમ્યકત્વ સમં વિંચિત્ કૈવજો ત્રિનત્ય | એચડશેયરશ્ય મિથ્યાત્વ સમં નાચતૂન મૃતાપ તારૂઢા' અર્થાત્ “જીવોને ત્રણ લોક અને ત્રણ કાળમાં પણ સમ્યક્દર્શન સમાન કલ્યાણકારી બીજું કશું નથી, સાથે જ મિથ્યાત્વ સમાન અહિતકારી અને દુ:ખદાયક પણ કોઈ નથી.” સમ્યકજ્ઞાન : સમ્યકજ્ઞાન-પ્રાપ્તિને માટે સમ્યક્દર્શનની ઉપલબ્ધિ નિતાંત આવશ્યક છે, નહીં તો તે મિથ્યા જ્ઞાન થઈ જશે. સમ્યકજ્ઞાન સંશય, વિમોહ, વિભ્રમ અને અસ્પષ્ટતા રહિત હોય છે. સમ્યફજ્ઞાન યથાર્થ બોધ છે જે જ્ઞાનાવરણ કર્મથી મુક્ત છે. સમ્યકજ્ઞાનનો આધાર સ્યાદ્વાદની ભાષામાં વર્ણવેલો અનેકાંતાત્મક વસ્તુસ્વરૂપનો વિચાર છે. તેમાં અંધશ્રદ્ધાને સ્થાન હોતું નથી. સમ્યકજ્ઞાનના પાંચ ભેદ છે : (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. આમાંથી પહેલા બે પરોક્ષ છે અને અંતિમ ત્રણ પ્રત્યક્ષ છે. મતિજ્ઞાન : મતિજ્ઞાન ઇન્દ્રિયજન્ય અને મનોજન્ય હોય છે. આમાં મતિ, મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિબોધ (અનુમાન) આવે છે. શ્રુતજ્ઞાન : શ્રુતજ્ઞાન સાંભળેલું જ્ઞાન છે જેની પહેલાં મતિજ્ઞાન આવશ્યક છે. અવધિજ્ઞાન : અવધિજ્ઞાન સાધનાથી પ્રાપ્ત થાય છે. 161 For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ મન:પર્યવજ્ઞાન : મન:પર્યવ જ્ઞાન વિશિષ્ટ સાધકને જ પ્રાપ્ત થાય છે જે ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે. કેવળજ્ઞાન : કેવળજ્ઞાનમાં જ્ઞાનની પરાકાષ્ઠા છે જે મળે છે કઠોર સાધના, તપસ્યા અને ગૂઢ ધ્યાન પછી. કેવળજ્ઞાન વિશુદ્ધ આત્મજ્ઞાન છે અને મનુષ્યની સાધનાનું અંતિમ ફળ છે. તત્ત્વાર્થજ્ઞાન પ્રમાણ (પૂફ), નય (તર્ક) અને નિક્ષેપ (વિશ્લેષણ)થી પ્રાપ્ત થાય છે. બોધપાહુડમાં કુંદકુંદાચાર્ય લખે છે : संजम संजुत्तस्स य सुझाण जोयस्स मोकरव मग्गस्स । णाणेण लहदि लक्खं तम्हा णाणं च णायव्यं ।।२०।। અર્થાત્ સંયમથી યુક્ત અને ધ્યાનને યોગ્ય જે મોક્ષનો માર્ગ છે એનું લક્ષ્ય તો શુદ્ધ આત્માનું સ્વરૂપ છે, તે સમ્યકજ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. માટે જ્ઞાનનું સ્વરૂપ જાણવું જરૂરી છે. ‘તત્ત્વજ્ઞાન તરંગિણી'માં જ્ઞાનભૂષણ ભટ્ટારક લખે છે : “જેને શ્રદ્ધા છે કે સર્વ વસ્તુ સત્રૂપ છે અને જે સ્યાત્ શબ્દની સાથે વાણી બોલે છે અર્થાત્ જે અનેકાંત પદાર્થને સમજવા માટે ભિન્ન ભિન્ન અપેક્ષાથી એક એક સ્વભાવને વધારે છે તથા જેને એ શ્રદ્ધા છે કે જ્ઞાન પોતાના વિષયની અપેક્ષાએ જગત વ્યાપી છે. તેને સમ્યદૃષ્ટિ અને સમ્યકજ્ઞાની કહેવાય છે.” સમ્યફચારિત્ર : જો સમ્યક્દર્શન ધર્મનું મૂળ છે તો સમચારિત્ર ધર્મ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે “વારિત્ત સ્ત્રનુ ઘમ્મો'. સમ્યક્ ચારિત્રમાં નિશ્ચય અને વ્યવહાર બંને આવે છે. શ્રાવકના અણુવ્રત અને મુનિના મહાવ્રત વ્યવહારચારિત્ર કહેવાય છે. સમ્યફચારિત્રમાં સમ્યક્ત્વાચરણ ચારિત્ર અને સંયમાચરણ ચારિત્રનાં બે રૂપ મળે છે. સમ્યફચારિત્રથી જ મુક્તિનાં દ્વાર ખૂલે છે. બધાં કષાય, પરિગ્રહ અને મોહનીય કર્મ નષ્ટ થઈ જાય છે અને મનુષ્ય સાચા અર્થમાં પુરુષાર્થી બને છે. તત્ત્વાર્થસૂત્ર અનુસાર સમ્યફચારિત્રની પ્રાપ્તિ માટે નીચેનાં ગુણતત્ત્વો 162 For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ આવશ્યક છે : (૧) સંયમ (૨) સ્વનિયંત્રણ (૩) સકારાત્મક વિચારો (૪) નૈતિક દૃષ્ટિકોણ (પ) કર્મો ઉપર વિજય (ક) અપરિગ્રહ અને ત્યાગ. સંયમ : સંયમમાં મન, વચન અને કાયા ત્રણેની પ્રવૃત્તિમાં સમ્યક મર્યાદા નક્કી કરવાની હોય છે. સ્વનિયંત્રણ : સ્વનિયંત્રણમાં ચાલતી વખતે સાવધાની અને સતર્કતા, લોભનું સંવરણ કરીને માત્ર આવશ્યકતાઓની પૂર્તિ કરવી, હિંસા ન થાય તે માટે વસ્તુઓ અને પદાર્થોનો ધ્યાનથી ઉપયોગ કરવો તથા વસ્તુઓનો દુરુપયોગ કરવાથી બચવું, એને નકામી ન થવા દેવી અને એની પર હિંસાનો પ્રયોગ ન કરવો અથવા બીજાને કરવા ન દેવો. નૈતિક દૃષ્ટિકોણ : નૈતિક દૃષ્ટિકોણમાં ક્ષમાભાવ, વિનમ્રતા, સત્યપ્રિયતા, સ્વઅનુશાસન, ત્યાગ, અપરિગ્રહ, ઇન્દ્રિયદમન અને વિકાર રહિત ઇચ્છાશક્તિ જેવાં ગુણતત્ત્વો આવે છે. સકારાત્મક વિચાર : સકારાત્મક વિચારમાં નીચેની મુખ્ય બાબતો આવે છે: (૧) ધર્મનો રસ્તો જ જીવનનો સાચો સંસ્કાર છે. (૨) જીવન એક સંક્રમણ છે અને જીવને કેટલીય યોનિઓમાં ભ્રમણ કરવું પડે છે. માટે શરીરશુદ્ધિને બદલે આત્મશુદ્ધિ તરફ વળવાથી જ જન્મમરણના ચક્રથી છૂટી શકીએ છીએ. (૩) આત્મા શરીરથી જુદું તત્ત્વ છે અને શરીર નશ્વર પરંતુ આત્મા અમર છે. (૪) પરિગ્રહ વધતાં કર્મબંધન વધી જાય છે. (૫) કર્મબંધનો કઈ રીતે ન થાય તે જોવું. (૯) કર્મકાળની કઈ રીતે નિર્જરા કરવી તે જોવું. અપરિગ્રહ અને ત્યાગ : અપરિગ્રહ અને ત્યાગમાં વ્યવહારની નીચેની બાબતો ખાસ કરીને આવે છે. (૧) લોભ, લાલચ અને મોહનો ત્યાગ; (૨) વ્રતઉપવાસ; (૩) સંયમિત અને નિયંત્રિત આહાર તથા પીણાં; (૪) ખાવા-પીવાની તથા અન્ય ઉપભોગની વસ્તુઓને નકામી જવા ન દેવી; (૫) આત્મસંયમ, ઇન્દ્રિયદમન, ઇચ્છાઓ પર અંકુશ; (૯) ભોગવિલાસથી બચવું; (૭) ખરાબ કામોનું પ્રાયશ્ચિત્ત, (૮) ધર્મગુરુઓનું સન્માન (૯) સંતોની સેવા (૧૦) ધર્મગ્રંથો 163 For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ અને અન્ય સારા સંસ્કારી ગ્રંથોનું અધ્યયન; (૧૧) આરાધના અને ધ્યાન; (૧૨) જૈન શાસ્ત્રોમાં બતાવાયેલી યોગ-પ્રક્રિયાઓનું પાલન. “મૂલાચાર સમયસારમાં વઢ઼કર સ્વામી કહે છે કે – “શાસ્ત્રનો નાનો કે મોટો જાણકાર હોય, જે ચારિત્રથી સંપન્ન છે તે જ સંસારને જીતે છે. જે ચારિત્રથી રહિત છે, એને બહુ શાસ્ત્રો જાણવાથી શું લાભ છે ? સાચા સુખનું મુખ્ય સાધન આત્માનુભવ છે.” थोवहिम सिक्निदे जिणई, बहुसुदं जो चरित्त संपुण्णो ।। जो पुण चरित्त होणो, किं तस्स सुदेण बहुएण ।। રત્નત્રયની પ્રાપ્તિથી જ સાંસારિક માયાજાળ અને કર્મબંધનથી છુટકારો મળી શકે છે. દૈનિક જીવનમાં નૈતિકતા વધારવા માટે રત્નત્રયની વિવેકદૃષ્ટિ મુખ્ય ફાળો આપી શકે. આધ્યાત્મિક અને ધાર્મિક દૃષ્ટિએ મોક્ષપ્રાપ્તિને માટે આનું મહત્ત્વ ધર્મગ્રંથોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. જેની પ્રાપ્તિ આધુનિક યુગમાં માત્ર મુનિઓ કે સંતોને જ થાય છે તેને આપણે ખાલી સૈદ્ધાંતિક કે અસ્પષ્ટ ધર્મતત્ત્વ સમજવું ન જોઈએ. રત્નત્રયને અંગીકાર કરવાથી આપણને સાચું જ્ઞાન અને સાચી ભક્તિના સુમેળનો જીવનમાં અનુભવ થશે. એની વિસ્તૃત વ્યાખ્યામાં વ્યાવહારિક જીવનના બધા સંશય, મુશ્કેલી, મર્યાદા અને બાધાઓને સમજી તેનાથી છુટકારો કેમ થાય તે દર્શાવ્યું છે. એક બીજી વાત આપણે રત્નત્રયથી શીખીએ છીએ અને તે એ છે કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એકબીજા સાથે અભિન્ન રૂપથી જોડાયેલાં છે. જો આપણું દર્શન અને જ્ઞાન શુદ્ધ છે, મિથ્યાત્વ દૂષિત નથી તો આપણી પ્રવૃત્તિઓ અને ચારિત્રમાં પણ આપણે મિથ્યાત્વને આવવા દઈશું નહીં. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર આપણા જીવનના એવા રડાર (નિયંત્રણયંત્રો) બની શકે છે જે આપણને જીવનમાં દરેક પગલે ભ્રષ્ટ, વિકૃત અને કષાયયુક્ત થવાથી બચાવે. જૈન ધર્મની અધ્યાત્મસંસ્કૃતિનો સાર એ છે કે કર્મવાદના રહસ્યને સમજવાને માટે અને જીવન-મરણના આ ચક્રથી મુક્તિ મેળવવાને માટે સમ્યક ધર્મનો માર્ગ અનુસરવો અત્યંત આવશ્યક છે. જૈન ધર્મ ગહન તત્ત્વજ્ઞાનથી 164 For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ છલોછલ છે, પરંતુ સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્ઝારિત્રની દિશામાં ગયા વગર મનુષ્ય પાર ન પામી શકે. જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિના આભામંડળનો લાભ વ્યક્તિ અને સમાજને લૌકિક અને લોકોત્તર કલ્યાણને માટે ત્યારે મળશે જ્યારે તે આત્માને અનુશાસિત કરીને “ધર્મ'ને પૂર્ણ આસ્થા અને વિશ્વાસ સાથે જીવનમાં કેન્દ્રબિંદુ બનાવશે. ધર્મમાં આસ્થા વગર સંસ્કૃતિ અધૂરી છે અને સંસ્કૃતિનો દૃષ્ટિકોણ રોજબરોજના ધાર્મિક જીવનને વ્યાવહારિક રૂપ આપે છે. કવિએ કહ્યું છે : ધર્મની વાત હિતકર છે, ધર્મની વાત સુંદર છે; ધર્મમાં શાંતિની ઊર્જા, મુક્તિનો સમંદર છે. જેમણે ધર્મને ધાર્યો, મળ્યો એમને કિનારો છે; જગતમાં પ્રાણીઓને બસ ધર્મનો જ સહારો છે. 165 For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ સત્ય અને સંયમ જૈન ધર્મના ત્રણ મુખ્ય સ્તંભો – અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતનો આધાર સત્ય અને સંયમનાં ગુણતત્ત્વો પર રહેલો છે. સત્યનો ઉલ્લેખ જૈન ધર્મનાં પાંચ મહાવ્રતોમાં આવે છે : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. સામાન્ય રીતે અહિંસાનો આત્મા સત્ય છે અને અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો આત્મા સંયમ છે. સત્ય અને સંયમ ચારિત્રગુણનાં નિર્મલ પર્યાય અને દિશાઓ છે. ચારિત્ર સાક્ષાત ધર્મ છે જેમાં સત્ય અને સંયમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, પરંતુ એનાં મૂળ સમ્યગદર્શન અને સમ્યકજ્ઞાનમાં છે. મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાન સદેવ સત્ય અને સંયમથી દૂર કરીને માનવને મિથ્યા, ભય, લોભ, દંભ અને ઈષ્યની તરફ લઈ જાય છે અને આપણે સત્ય અને સંયમના વિશુદ્ધ વિરાટ રૂપથી વિખૂટા પડી જઈએ છીએ. (૧) સત્ય : સત્ય ધર્મ માત્ર સત્ય વચન સુધી સીમિત નથી. જૈનદર્શનથી પ્રેરણા મેળવીને મહાત્મા ગાંધીજીએ સત્યનો વચનથી, સીમાથી ઉપર સ્વીકાર કર્યો અને હંમેશાં કહેતા રહ્યા કે તેઓ સત્યને ઈશ્વરના રૂપમાં જુએ 166 For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ સત્ય અને સંયમ છે. (Trust is God). એમણે પોતાની આત્મકથાનું શીર્ષક “સત્યના પ્રયોગો આપ્યું. શિકાગોમાં ૧૯૯૩માં યોજાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદ (વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન)માં ઘડાયેલા વિશ્વનૈતિકતાના ઘોષણાપત્રમાં જૈન ડેલિગેશનના પ્રયત્નોથી સત્ય વચન અને સત્ય આચરણનો માનવતાને માટે આવશ્યક ચાર દિશા-નિર્દેશક સિદ્ધાંતો (Guiding Principles)માં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા એમાંના ત્રણ અહિંસા, ઇમાનદારી અને એકબીજા પ્રત્યે સ્નેહ અને આદર. ઘોષણાપત્રમાં કહેવાયું છે કે : “આપણા બધા સંબંધોમાં આપણે અપ્રમાણિકતા, તકવાદિતા અને વિખવાદના સ્થાને સત્યને પોષણ અને સંવર્ધન આપવું જોઈએ. સત્યની સાધના નિર્ભયરૂપે કરવી જોઈએ. જીવનમાં તકવાદી સમાધાન કરવાને બદલે આપણે હંમેશાં વિશ્વાસપાત્ર અને ભરોસામંદ બનવું જોઈએ. નિર્ભીકતા, નિઃસ્વાર્થ, નિઃસંકોચ અને સાપેક્ષભાવ સત્ય આચરણ માટે જરૂરી ગુણતત્ત્વ અને વૃત્તિ છે. અનુભૂતિ, અભિવ્યક્તિ અને આચરણ ત્રણેમાં સત્ય પૂરી નિર્માતા સાથે પ્રતિબિંબિત થવું જરૂરી છે.” જૈન આચાર્યોએ વાણીની સચ્ચાઈ અને વાણીના સંયમને જીવનમાં ઉતારવા માટે ચાર સ્થાનોમાં વહેંચ્યાં છે. (૧) સત્યાણુવ્રત (૨) સત્ય મહાવ્રત (૩) ભાષાસમિતિ અને (૪) વચનગુપ્તિ. સામાન્ય રીતે સ્થૂળ જૂઠું ન બોલવું - સત્યાણુવ્રત છે. સૂક્ષ્મ જૂઠું પણ ન બોલવું અને કાયમ સત્ય જ બોલવું - સત્ય મહાવ્રત છે. સત્ય પણ કઠોર, અપ્રિય, અનિયંત્રિત ન બોલીને હિતકારી પ્રિયવચનોમાં બોલવું – ભાષાસમિતિ છે. બોલવું જ નહીં - વચનગુપ્તિ છે. આનું તાત્પર્ય સમજાવતાં જૈન વિદ્વાન ડૉ. હુકમચંદ ભારિલ લખે છે કે જો વગર બોલે ચાલતું હોય તો બોલો જ નહીં. ના ચાલે તો મધુર અને પ્રિય વચન બોલો અને તે પણ પૂર્ણતઃ સત્ય. જો સૂક્ષ્મ અસત્યથી ના બચી શકો તો ધૂળ અસત્ય તો ક્યારેય ન બોલો. આચારાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે, “હું ન તો મિથ્યા અથવા 167 For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ જૂઠાણાવાળો વ્યવહાર કરીશ, ન બીજાને આવું કરવા માટે સમર્થન, મજબૂર કે પ્રોત્સાહિત કરીશ.” અસત્ય વ્યવહાર, વિચાર અને વચનથી આપણે માત્ર આપણી જાતને જ દગો નથી કરતા પરંતુ સામાજિક સંબંધોમાં અવિવેક અને કડવાશ લાવીએ છીએ. સાધુ અને સાધ્વીઓ માટે તો ત્યાં સુધી કહેવાયું છે કે એમણે એવું જ સત્ય બોલવું જોઈએ કે જેનાથી કોઈને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે. અપ્રિય અસંગત સત્ય બોલવાના બદલે મૌન રહેવું હિતકર છે. જૈન ધર્મ કહે છે કે તન અને મન બંનેને સંવેદનશીલ, સ્વસ્થ, સંતુલિત, પ્રફુલ્લિત અને શાલીન રાખવાને માટે સત્ય માર્ગ પર અડગ રહેવું આવશ્યક છે. જૈન ધર્મમાં વ્યવહારસત્યની સાથે સાથે ઉત્તમ સત્ય (સત્ય ધર્મ)ની વ્યાખ્યા પણ આપવામાં આવી છે. વસ્તુનું સ્વરૂપ જ ધર્મ છે અને જ્યાં સુધી આપણો આત્મા આત્મતત્ત્વને તેના સત્યસ્વરૂપમાં નથી સમજતો, ત્યાં સુધી સત્યધર્મની ઉત્પત્તિ જ સંભવ નથી. વાસ્તવમાં અસત્ય વસ્તુમાં નહીં, એને જાણનારા જ્ઞાનમાં, માનવાવાળી શ્રદ્ધામાં અથવા કહેનારી વાણીમાં હોય છે. જ્યારે જ્ઞાન અને વાણી વસ્તુને અનુરૂપ હશે ત્યારે તે સત્ય હશે. જ્યારે આત્મા સતસ્વભાવી અને અનાસક્ત બનીને વીતરાગતાનું ધ્યેય પ્રાપ્ત કરશે ત્યારે તે સત્યધર્મથી સંપન્ન બનશે. માટે જૈન ધર્મગ્રંથોમાં ઉત્તમ સત્યને સમ્યગ્દર્શન અને સમ્યગુજ્ઞાન સહિત વીતરાગભાવની પરિભાષા આપવામાં આવી છે. સત્યની પ્રાપ્તિ માટે સ્વયંમાં નિમજ્જન કરવું જરૂરી છે. પરંતુ સત્યના પ્રચાર માટે એને બીજા સુધી પહોંચાડવું એ નૈતિક અને સામાજિક ફરજનો હિસ્સો છે. સત્યની પ્રાપ્તિ અને સત્યનો પ્રચાર બંને સત્ સંસ્કૃતિના વિસ્તાર માટે આવશ્યક છે. વિભિન્ન સભ્યતા અને સંસ્કૃતિઓમાં હંમેશાં એ જોવામાં આવ્યું છે કે સત્ય-આચરણ, મનન અને વચનથી - સદા માનવનું જ નહીં, સમસ્ત પ્રાણીજગત અને વસુધાનું કલ્યાણ થયું છે. ગાંધીજીએ રાજનીતિમાં “સત્યાગ્રહનાં મહિમા અને ગરિમાને પ્રતિષ્ઠિત કરીને અહિંસાના માધ્યમથી ભારતને આઝાદી અપાવી. સત્યાગ્રહમાં સમાયેલાં હતાં સત્યની સાધના અને સાહસ. અંતમાં કટુતારહિત વિજય મેળવીને શત્રુને પણ મિત્ર બનાવ્યો. ગાંધીજીએ સત્યના પ્રયોગો દ્વારા તો સફળતા દર્શાવી, સાથોસાથ સામૂહિક અને સામાજિક જીવનમાં પણ દર્શાવી. 168 For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ સત્ય અને સંયમ (૨) સંયમ : મહાવીર વાણીમાં સંયમને ઇચ્છાઓના દમન તથા સ્વ-અનુશાસનના રૂપમાં આત્મબળ અને ઊર્જા વધારવાનું માધ્યમ માનવામાં આવ્યું છે. મહાવીર કહી ગયા: वरं में अप्पा दंतो, संजमेण तवेण य ।। मऽहं परेहिं दम्मंतो, बंधणेहिं वहेहि या ।। અર્થાત્ હું સ્વયં સંયમ અને તપ દ્વારા પોતાના આત્મા, ઇંદ્રિયો અને ઇચ્છાઓને વશ કરું, તેમ કરતાં બીજા લોકો બંધન અથવા વધ દ્વારા મારું દમન કરે. ઇચ્છાઓ અનંત છે અને કષાયની જેમ વધતી જાય છે. જેટલી ઇચ્છાઓ પૂરી કરો, એટલી જ અતૃપ્તિ વધતી જાય છે. માટે ધર્મમાં અહિંસા અને તપની સાથે સંયમને ત્રીજું અંગ માનવામાં આવે છે. આગામોમાં કહ્યું છે : धम्मो मंगल मुक्किटुं, अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्स धम्मे सदा मणुआ ।। અર્થાત્ ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એનાં મુખ્ય અંગ છે. જેનું મન કાયમ ધર્મમાં રમે છે, એને દેવતા પણ નમસ્કાર કરે છે. દિગંબર પરંપરામાં ધર્મનાં દસ લક્ષણોમાં ઉત્તમ સંયમને ઉત્તમ ક્ષમા, મૃદુતા, સરળતા, સત્ય, શૌર્ય, તપ, ત્યાગ, આર્કિંગન્ય તથા બ્રહ્મચર્યની સાથે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો છે. ઉત્તમ સંયમધર્મમાં છકાય જીવોની રક્ષા તથા પાંચ ઇંદ્રિયો અને મનને વશ કરવાની વાત કહેવામાં આવી છે. વાચ કદ પ્રતિપાત, પંન્દ્રિય મન વશ વરો ! રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દની ઇંદ્રિયોની જાળમાં ફસાઈને માનવી જે સુખનો અનુભવ કરે છે તે વાસ્તવિક સુખ નથી. સંયમથી જ ઇંદ્રિયો પર નિયંત્રણ રહી શકે. પૂ. ગાંધીજી કહેતા હતા કે આપણે આવશ્યકતાઓને અનુકૂળ અને લોભલાલચથી પ્રતિકૂળ સંયમિત જીવન વિતાવવું જોઈએ. Man should live by need and not greed. પ્રવચનમાં આચાર્ય કુંદકુંદ લખે છે : 169 For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ જેને ધર્મઃ વારસો અને વૈભવ अत्थि अमुत्तं मुत्तं अदिदियं इंदियं च अत्थे सु । णाणं च तहा सोसवं जं तेसु परं च तं णेयं ।। અર્થાત્ જે રીતે જ્ઞાન મૂર્ત-અમૂર્ત અને ઇન્દ્રિય-અતીન્દ્રિય પ્રકારે હોય છે, એ રીતે સુખ પણ મૂર્ત-અમૂર્ત અને ઇન્દ્રિય-અતીન્દ્રિય હોય છે. આમાં ઇન્દ્રિયજ્ઞાન અને ઇન્દ્રિયસુખ હેય છે, અને અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખ ઉપાદેય છે. જૈન દર્શનમાં સંયમને બે રૂપોમાં જોવામાં આવ્યો છે : (૧) પ્રાણીસંયમ અને (૨) ઇંદ્રિયસંયમ. છ-કાયના જીવોના ઘાત તથા ઘાતના ભાવોના ત્યાગથી પ્રાણીસંયમ અને પંચેન્દ્રિય તથા મનના વિષયોના ત્યાગને ઇન્દ્રિયસંયમ કહેવામાં આવ્યો છે. આ રીતે સંયમના આચરણના બંને પાસા મહત્ત્વના છે. માનવની સામાજિક, આર્થિક, આધ્યાત્મિક અને પર્યાવરણીય ફરજો માત્ર માનવસમાજ પ્રત્યે જ નથી પરંતુ સમસ્ત પ્રાણીજગત તથા પ્રકૃતિ પ્રત્યે પણ છે. સંયમમાં બીજા પ્રત્યે કરુણા, સહાનુભૂતિ, સંવેદનશીલતા, સ્નેહ અને સહઅસ્તિત્વની ભાવના સમાયેલી છે. બીજાનું શોષણ ન કરવું, બીજાને દુઃખ ન પહોંચાડવું, બીજા પ્રત્યે હિંસક પ્રવૃત્તિ, ધૃણા, પ્રતિકાર અને ઈર્ષાની ભાવનાનું દમન કરવું સંયમ છે. એ જ રીતે સ્વયંને અનુશાસિત અને નિયંત્રણમાં રાખવું એ પણ સંયમ છે. આથી માનવી ભોગવિલાસ, લોભલાલચ અને અહંકારથી દૂર રહી શકે. સંયમના આ વ્યાપક રૂપને સમજવું અત્યંત આવશ્યક છે. જો આપણે સંયમને માત્ર રાત્રિભોજનત્યાગ, શાકાહારી બનવા અથવા વ્રત-ઉપવાસની પ્રક્રિયાઓ સુધી જ સીમિત રાખીશું તો આપણે પોતાની ઇંદ્રિયોને વશમાં નહીં રાખી શકીએ અને ભૌતિકતાની માયાજાળમાં ફસાઈ જઈશું. સંયમપાલન માત્ર ધાર્મિક પ્રક્રિયા જ નથી, નૈતિક જીવન જીવવાની એક શૈલી છે. સંયમથી જ અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતને જીવનવ્યવહારમાં યોગ્ય રૂપે લાવી શકાય છે. 170 For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નમોકાર મંત્રનું મહાત્મ્ય નમોકાર મંત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. નમસ્કાર હો અરિહંતોને, નમસ્કાર હો સિદ્ધોને, નમસ્કાર હો આચાર્યોને, નમસ્કાર હો ઉપાધ્યાયોને, નમસ્કાર હો સંસારના બધા સાધુભગવંતોને, આ પાંચ નમસ્કાર બધાં પાપોનો નાશ કરે છે, સર્વ મંગળ પાઠોમાં આ મંત્ર સર્વોત્તમ છે, જેના પઠનથી મંગળ જ મંગળ થાય છે. નમોકાર મંત્ર જૈન દર્શનની ગહનતા, વ્યાપકતા, સમ્યક્ત્વ, પારદર્શિતા અને સંપૂર્ણતાનું દર્પણ છે. આ મહામંત્ર એટલે જૈન ધર્મનો સાર અને સમસ્ત શ્રુત જ્ઞાનનું નવનીત. પૂજાપીઠિકામાં મંગલ વિધાનમાં જૈન ભક્ત ગાય છે : 171 For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ " हे अजेय विघ्नों का हर्ता, णमोकार यह मंत्र महा, सब मंगल में प्रथम सुमंगल, श्री जिनवरने सदा कहा ! सब पापों का है क्षयकारक, मंगल में सबसे पहला नमस्कार या णमोकार यह मंत्र जिनागम में पहला । " આનો દિવ્ય ધ્વનિ, સંતુલિત શબ્દોનો લય તથા સંપૂર્ણતા હૃદયમાં આત્મશક્તિ, સમભાવ અને સહિષ્ણુના સંસ્કાર, સાહસ અને સંકલ્પ જગાવે છે. મહામંત્રનો સંદેશ સકારાત્મક છે જે નકારાત્મક પ્રયોજનો, વિચારો અને કૃત્યોને હતોત્સાહિત કરે છે. જ્યારથી જૈન ધર્મની શરૂઆત થઈ અને તીર્થંકર વાણીએ માનવતા અને કલ્યાણનો રસ્તો બતાવ્યો, ત્યારથી આ મહામંત્ર પ્રત્યેક જૈન ધર્માવલંબીઓને માટે જૈનત્વની ઊર્જાનું પ્રતીક બની ગયો છે. જૈનત્વમાં વ્યક્તિની નહીં પરંતુ ગુણની પૂજા થાય છે અને મહામંત્ર ગુણપૂજાનું પ્રતીક છે. અનોખા લયમાં પૂરી મનોભાવનાથી કરેલું એનું સ્મરણ હૃદયમાં અતૂટ વિશ્વાસ જગાવે છે અને માનવને નૈતિક અને વિવેકપૂર્ણ જીવન વ્યતીત કરવા માટે આનંદ અને શ્રદ્ધાથી પ્રેરિત કરે છે. નવકાર મંત્રનો નિયમિત પાઠ, સ્મરણ અને એમાં આસ્થા મનમાં આધ્યાત્મિક આનંદ અને જાગરૂકતા પેદા કરે છે. જેને એક સાધારણ વ્યક્તિ મંત્રનો ચમત્કાર માને તે સામાન્ય રીતે આ મહામંત્રની ગૂઢતમ શક્તિ, ગતિશીલતા તથા નૈતિક સંવેદનશીલતા છે. આચાર્ય સિદ્ધસેને મહામંત્રને ‘ફિગ મુસ્મિ સૌમ્મ વામધુ' અર્થાત્ લૌકિક તથા પારલૌકિક સુખોને આપના૨ી કામધેનુ જણાવી છે. આ મહામંત્રના પાઠથી આત્મિક ગુણ વિકસિત થાય છે, વિનયભાવ વધે છે અને અહમ્ ઓગળી જાય છે. એક કવિતામાં મેં લખ્યું છે : मुक्त कंठ से बोलो मंत्र णमोकार अंतर के पट खोलो; मिल रहे सम्यक् संस्कार आत्म कल्याण का सार; 172 For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ નમોકાર મંત્રનું મહાભ્ય श्रद्धारत चित्तलीन महामंत्र का उच्चार; तन-मन में ले आता आस्था अपार; मनोबल का उपहार णमोकार का चिंतन उच्चारण, अनुसरण, प्रसारण हर पल स्मरण; है सदा मंगल करण करता सारे विघ्न हरण । જૈન ધર્મની કેટલીય સદીઓથી ચાલી આવતી યાત્રાની પશ્ચાદ્ભૂમાં નમોકાર મંત્રનો વિશેષ પ્રભાવ રહ્યો છે. આગમ લખાયા તે પૂર્વે કેટલીય શતાબ્દીઓથી જૈન ધર્મની મૌખિક પરંપરાને પ્રવાહિત રાખવામાં આ મંત્રનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે અને સતત પરિવર્તનશીલ ૨૧મી સદીમાં આપણે રહીએ છીએ, તેવા સમયે જૈન ધર્મને સશક્ત બનાવવામાં આ મહામંત્ર મુખ્ય ભૂમિકા ભજવવાની ક્ષમતા રાખે છે. આ મહામંત્રમાં ધર્મનો મર્મ સમાયેલો છે. ઐતિહાસિક સંદર્ભમાં નમોકાર મહામંત્રનું પ્રદાન અપૂર્વ રહ્યું છે અને આવતી કાલે પણ આનું પ્રદાન અપાર અને શાશ્વત રહેશે જો આપણે તેને સમ્યક્રષ્ટિથી સમજીએ, આપણા વ્યાવહારિક જીવનમાં આનું આસ્થાથી અનુસરણ કરીએ અને આની મહત્તાનો લાભ બીજા સુધી પહોંચાડીએ. હવે આપણે આ મહાન પંચ મંગલાત્મક મંત્રના અર્થ, તાત્પર્ય, વિચારતત્ત્વ અને નૈતિક પ્રેરણા શું છે તે જોઈએ. મહામંત્ર પાંચ પરમેષ્ઠીનું પુણ્યસ્મરણ છે. પંચ પરમેષ્ઠીમાં આવે છે અરિહંત (તીર્થકર), સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - એ મંત્રનો આધાર છે સિદ્ધ ભગવાન, ઉપકાર છે અરિહંતોનો અને સંસ્કાર છે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો. ભક્તની જાપની માળામાં ૧૦૮ મણકા હોય છે. આ પંચ પરમેષ્ઠીના કુલ ગુણોનાં પ્રતીક છે : અરિહંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨૫ અને સાધુના ૨૭. આમ કુલ ૧૦૮ ગુણોનું પ્રતીક છે. 173 For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ઃ વારસો અને વેભવ નમો અરિહંતાણં : મંત્રમાં સર્વપ્રથમ અરિહંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ પદનો એકાગ્રતાથી ઉચ્ચારણ અથવા જાપ કરવાથી અરિહંત-સ્વરૂપની સાથે તાદાસ્યભાવનો અનુભવ થાય છે. અરિહંત એવા માનવ છે જેમણે પોતાના માનવજીવનકાળમાં બધા પરિગ્રહોનો ત્યાગ કરી, વિતરાગી બની કઠોર અને લાંબી સાધના કરી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. “અરિનો અર્થ છે આંતરિક વિકારરૂપી શત્રુ. “હંત'નો અર્થ છે આ શત્રુઓ પર આત્મવિજય. કુલ આઠ પ્રકારનાં કર્મો જીવાત્માના શત્રુ છે. અરિહંત ચાર ઉપર વિજય મેળવે છે. તે છે મોહનીય, અંતરાય, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ. મોહનીય કર્મ જેવા કે રાગદ્વેષ, લોભ, અહમ્, માયા, ક્રોધ, મોહ આત્માના સહુથી બળવાન શત્રુ છે અને કર્મોના રાજા છે. અંતરાય કર્મ : અંતરાય કર્મથી આત્માની શક્તિનો વિસ્તાર અને વિકાસ રૂંધાઈ જાય છે. જ્ઞાનાવરણ કર્મ : જ્ઞાનાવરણ કર્મથી જ્ઞાનની શક્તિ ઓછી થઈને મિથ્યાજ્ઞાન સત્યજ્ઞાન ઉપર આવરણ થાય છે. દર્શનાવરણ કર્મ : દર્શનાવરણ કર્મથી સામાન્ય વિવેકપૂર્ણ બોધમાં અવરોધ આવી જાય છે. જીવનના આધ્યાત્મિક રહસ્યનો પાર પામવાથી અરિહંતોની દૃષ્ટિ સમ્યક અને વિવેકપૂર્ણ થઈ ગઈ અને એને સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યફચારિત્રનો ખજાનો મળી ગયો. આ દિવ્ય દૃષ્ટિની પ્રાપ્તિ પછી એમણે પોતાના નિર્વાણ સુધી આખા દેશમાં ભ્રમણ કરીને અહિંસા, અનેકાંત અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો અને ધર્મનો સ્રોત વહેવડાવી લોકોને તત્ત્વબોધ અને દિશા આપી. સ્વયંની આત્મઉપલબ્ધિના ઉદાહરણે એમનાં પ્રવચનોને ગ્રહણ કરવા યોગ્ય બનાવ્યાં. આવા ચોવીસ તીર્થંકરો થયા જેઓ અરિહંતોની શ્રેણીમાં આવે છે. તેઓ કર્મનાં બંધનોથી મુક્ત થઈ ગયા. એમને આત્મકલ્યાણ અને સર્વાર્થસિદ્ધિનો માર્ગ મળી ગયો છે એમણે બીજાને જ્ઞાન, દર્શન અને ચારિત્રની આભાથી બતાવ્યો. જો આપણે પણ 174 For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ નમોકાર મંત્રનું મહાત્મ્ય અરિહંત થવા ઇચ્છીએ તો બની શકીએ છીએ કારણ કે જેઓને અરિહંત પદ પ્રાપ્ત થયું તે એમની સતત અને અતૂટ સાધનાથી માનવજીવનના અધિકાળમાં જ થયું. અરિહંત આપણા એવા આદર્શ છે જે આ સંસારમાં જન્મ્યા અને પોતાની સાધનાનું કાર્યસ્થળ બનાવી અને અહીંથી જ નિર્વાણ પ્રાપ્ત કરીનેં જીવન-મરણના ચક્કરથી છુટકારો મેળવીને સિદ્ધ થઈ ગયા. નમો સિદ્ધાણં : એ બધા સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર જેમણે નિર્વાણપ્રાપ્તિ બાદ બંધા કર્મબંધનોથી મુક્ત થઈને પોતાના આત્માનું અમરત્વ મેળવ્યું. સાંસારિક જીવનમરણના ક્રમથી મુક્ત થઈ જેમણે ત્યાગ, સાધના તથા અંતમાં આત્મવિજયની ઉપલબ્ધિ કરી તેઓ માનવ સમાજને ધ્રુવતારાની જેમ ચમકીને યુગો યુગો સુધી પ્રેરણા અને દિશા દર્શન આપતા રહેશે. સિદ્ધ, જન્મમરણ રૂપ સંસારથી સર્વથા અને સર્વદા મુક્ત થઈ જાય છે. એક કવિએ કહ્યું છે : " सिद्धा जैसी जीव है, जीव सोही सिद्ध होय; कर्म-मैला आंतरा, बुझे बिरला હોય.” સિદ્ધાત્મા સંસારમુક્ત થઈને લોકના સર્વોચ્ચ અગ્રસ્થાન પર અર્ધચંદ્રાકાર સિદ્ધશિલા પર જ્યોતિર્મય રૂપમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. આ પદનું ઉચ્ચારણ કરીને શ્રાવકની શ્રદ્ધા સિદ્ધના જ્યોતિર્મય રૂપ પર કેન્દ્રિત થાય છે. સિદ્ધપદ પ્રાપ્ત કરવા માટે ચોવીસ તીર્થંકરોને કેટલીય યોનિઓમાંથી ગુજરવું પડ્યું. યાતનાઓ, દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અરિહંતના રૂપમાં ચારેય ઘાતીકર્મો ૫૨ વિજય મેળવીને અને સિદ્ધના રૂપમાં ચારેય અઘાતીકર્મ (વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય)નું પૂર્ણ દમન કરીને તેઓ સિદ્ધપદ પામ્યા. આઠે કર્મોના વિનાશથી આઠ આત્મગુણો ખીલી ઊઠે છે. તે છે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત ચારિત્ર, અનંત કાર્યશક્તિ, અરૂપિત્વ (નિરાકાર રૂપ), અગુરુલઘુ (સમભાવ) અને અવ્યયત્વ (અવિનાશીરૂપ). સરળ ભાષામાં કહીએ તો અરિહંત હોય છે ૫૨માત્માની શ૨ી૨ સહિત જીવનમુક્ત અવસ્થા અને સિદ્ધ હોય છે શરીરરહિત કે દેહમુક્ત અવસ્થા. 175 For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ નમો આયરિયાણં : એ બધા આચાર્યોને નમસ્કાર જે સંસારમાં પોતાના જીવનકાળમાં વરિષ્ઠ ધર્મગુરુના રૂપમાં માત્ર સ્વઆત્મશુદ્ધિ માટે સતત સાધનામાં ન લાગી રહ્યા પરંતુ સાથે સાથે પોતાનાં જ્ઞાન, સંચેતના, આત્મશક્તિનો લાભ સમગ્ર સમાજને અને પોતાના સંઘાડાના શિષ્યોને દિશાદર્શનના રૂપમાં આપતા રહે છે. ધર્મનાં તત્ત્વો ૫૨ એમની વ્યાખ્યાઓ અને સ્પષ્ટીકરણ સિદ્ધાંતોને સમજવા અને પાલન કરવામાં સફળતા આપે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને ધર્મનો ઉપદેશ આપવો, સદાચાર, સંયમનિયમ, આત્માનુશાસનનું પાલન કરવું તથા કરાવવું એ આચાર્યોની જવાબદારી છે. આચાર્ય ધર્મ સંઘના અગ્રણી સ્તંભ છે. આચાર્યોમાં ૩૬ ગુણ આવશ્યક માનવામાં આવ્યા છે. (૧-૫) પાંચ ઇન્દ્રિયો પર સંયમ. (૬-૧૪) નવ ગુપ્તિઓ સાથે બ્રહ્મચર્યપાલન. (૧૫-૧૮) ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયો પર વિજય મેળવવો. (૧૯-૨૩) પાંચે મહાવ્રતોનું પાલન કરવું. (૨૪-૨૮) જ્ઞાનાચા૨ આદિ પાંચ આચારોનું પાલન. (૨૯-૩૩) ઇર્યાસમિતિ વગેરે પાંચ સમિતિઓના ધારક. (૩૪-૩૬) મનોગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિના ધારક. આ ગુણો સિવાય આચાર્યોમાં સમયજ્ઞતા, પ્રભાવક પ્રવચનશક્તિ, જિનશાસન પ્રભાવના વગેરે અનેક વિશિષ્ટતાઓ પણ હોય છે. આ પદના ઉચ્ચારણથી હૃદયમાં સદાચારનો દૃઢ સંકલ્પ અને ધાર્મિક વૃત્તિનું મનોબળ જાગ્રત થાય છે. નમો ઉવજ્ઝાયાણં : એ ઉપાધ્યાયોને નમસ્કાર જે આધ્યાત્મિક વરિષ્ઠ ગુરુજન છે અને જે મુનિઓ, સાધ્વીઓ, સજ્જનોને પોતાની સતત ચાલતી સાધના અને જ્ઞાનદર્શનનો લાભ આપે છે અને એમને શાસ્ત્રોની વ્યાખ્યા તથા ધર્મનું તત્ત્વજ્ઞાન 176 For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ નમોકાર મંત્રનું મહાત્મા શીખવે છે. અગિયાર અંગ અને બાર ઉપાંગ આદિ શ્રુતજ્ઞાન (ગણિપિટક) જૈન ધર્મના જ્ઞાનનો મૂલાધાર છે. ઉપાધ્યાયનું ઉત્તરદાયિત્વ છે આ જ્ઞાનનું ઊંડું અધ્યયન કરવું અને ઉદારતાથી બીજાને અધ્યયન કરાવવું. આ પદનું ઉચ્ચારણ | જાપ જ્ઞાન તથા વિદ્યાનો અલખ જગાડે છે. નમો લોએ સવ્વ સાહૂણં : એ બધા સાધુઓ, સંતો અને મુનિઓને નમસ્કાર જે સાંસારિક મોહ-માયાનાં બંધનોનો ત્યાગ કરીને આત્મસાધનાના પથ પર ચાલી રહ્યા છે અને જે શ્રાવક સમાજને માટે સહુથી નજીકના આધ્યાત્મિક પુરુષ છે, જે સતત તપસ્યા, વ્રત, સંયમ અને ધર્મ અધ્યયનમાં લીન બનીને ક્રમશ: ઉપાધ્યાય અને આચાર્યપદ તરફ જઈ રહ્યા છે. મુનિ અથવા સાધ્વી બનતી વખતે પાંચ મહાવ્રત ધારણ કરવાં પડે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ. શાસ્ત્રોમાં સાધુના ૨૭ ગુણ બતાવવામાં આવ્યા છે. (૧-૫) પાંચ મહાવ્રતોના ધારક (૯-૧૦) પાંચ ઇન્દ્રિયો પર સંપૂર્ણ સંયમધારી (૧૧-૧૪) ચાર કષાયોને જીતનારા (૧૫) ભાવસત્ય – ભાવોમાં સદા સત્યની નિષ્ઠા (૧૩) કરણ સત્યક્રિયા - વ્યવહારમાં સદા સત્ય આચરણ (૧૭) યોગસત્ય - વાચિક | કાયિક ક્રિયામાં એકરૂપતા (૧૮) મનઃ સમધારણતા - મનથી સદા સમાધિયુક્ત સંતોષ (૧૯) વચન-સમધારણતા - વચનથી સદા સંયમી અને વિવેકપૂર્ણ (૨૦) કાય-સમધારણતા શરીરથી સંયમમાં પ્રવૃત્તિમાન (૨૧) ક્ષમાશીલ (૨૨) વૈરાગ્યભાવના યુક્ત (૨૩-૨૫) સમ્યકજ્ઞાન, દર્શન તથા ચારિત્રની સાધનામાં તલ્લીન (૨૩) વેદના અને પીડાને સમભાવપૂર્વક સહન કરનાર (૨૭) મૃત્યુ-ભયથી મુક્ત – નિર્ભય મનવાળા T For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ આ પદનું ઉચ્ચારણ કરતા મનમાં સત્ય-પરાયણતા, ચરિત્ર-નિર્માણ, સંયમ, સહિષ્ણુતા, કરુણા, ક્ષમા, ધૈર્ય, દયા વગેરેના ભાવ જાગ્રત થાય છે. અહીં એ ઉલ્લેખનીય છે કે નમોકાર મંત્રમાં જૈન ધર્મને અલગ પંથના રૂપમાં નથી જોવામાં આવ્યો. તેથી જૈન ધર્મનો કે જૈન આચાર્યો, ઉપાધ્યાયો અથવા સાધુઓનો વિશિષ્ટ ઉલ્લેખ નથી. એ દર્શાવે છે કે પ્રારંભથી જ તીર્થકરોએ જૈન ધર્મને માનવધર્મના રૂપમાં જ જોયો અને સમગ્ર માનવજાતિ અને સમાજના હિતવર્ધક કલ્યાણ અને આત્મિક સુખ એમના ઉદ્દેશ રહ્યા. નિશ્ચયાત્મક દૃષ્ટિએ કહેવું કદાચ સરળ નથી કે ભગવાન મહાવીરના જીવનકાળમાં પંચમાંગલિક નવકાર મંત્ર પ્રચલિત હતો કે નહીં, પરંતુ ઉત્તરાધ્યયન સૂત્રથી જણાય છે કે દીક્ષા લેતી વખતે મહાવીરે સિદ્ધોને નમસ્કાર કર્યા હતા અને ઉત્તરાધ્યયનના વીસમા અધ્યયનના પ્રારંભમાં સિદ્ધ અને સાધુઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ જ રીતે મહાનિશીથ સૂત્ર અનુસાર નવકાર મંત્ર સામાયિક સૂત્ર જેટલો જૂનો છે. કારણ કે સામાયિક પ્રારંભ કરતાં પહેલાં પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવે છે. જો ગૌતમ ગણધરને “સામાયિક'ના સર્જનહાર માનવામાં આવે તો તેઓ નવકાર મંત્રના વિધિવત્ પ્રયોગના પણ પ્રારંભ કરનાર ગણી શકાય. ઉલ્લેખનીય છે કે ખારવેલનો શિલાલેખ જે ઈ. સ. પૂર્વે ૧૫રનો છે, તેમાં “નમો અરિહંતાણં, નમો સવ્ય સિદ્ધાણં'નું વર્ણન મળે છે. આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ પોતાના પુસ્તક “એસો પંચ નમુક્કારો'માં લખે છે : “નમસ્કાર મહામંત્રમાં ચમત્કાર અને આત્મશોધન બંને પ્રકારનાં શક્તિબીજ સમાયેલાં છે. આત્મશોધનની દૃષ્ટિથી આનો જપ કરવામાં આવે છે ત્યારે એની સાથે બીજાક્ષરો જોડવામાં આવતા નથી. સિદ્ધિની દૃષ્ટિએ જપ કરવામાં આવે છે ત્યારે બીજાક્ષરો જોડવામાં આવે છે. બીજાક્ષર રહિત નમસ્કાર મહામંત્રના આધારે બીજા મંત્રો નીચે પ્રમાણે બને છે.” ૩૫ અક્ષરનો આખો નવકાર મંત્ર ૭ અક્ષર મંત્ર - નમો અરિહંતાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં ૫ અક્ષર મંત્ર - નમો સિદ્ધાણં ૯ અક્ષર મંત્ર - નમો લોએ સવ્વસાહૂણં 178 For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ નમોકાર મંત્રનું મહાભ્ય હેમચંદ્રાચાર્ય અને શુભચંદ્રાચાર્યએ મહામંત્રમાંથી ષોડશાક્ષરી વિદ્યા” (સોળ પરમ અક્ષરોવાળા) મંત્ર ઉદ્ધાર્યો છે. “અરિહંત - આયરિય - વિઝાય - સાહૂ આ ૧૬ અક્ષરોવાળો મંત્ર અત્યંત જ્યોતિર્મય છે. આચાર્ય માનતુંગ લખે છે કે એકાગ્રધ્યાનમાં અરિહંતનો રંગ સફેદ, સિદ્ધનો લાલ, આચાર્યનો સ્વર્ણ, ઉપાધ્યાયનો નીલમણિ સમાન અને સાધુઓનો શ્યામવર્ણ કલ્પનામાં દેખાય છે. શાસ્ત્રોમાં મહામંત્ર સાધનાની કેટલીય વિધિઓનું વર્ણન થયેલું છે. એમાં મુખ્ય છે આત્મશુદ્ધિમંત્ર, શુદ્ધિમંત્ર, આત્મરક્ષામંત્ર, લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર, મનોકામના પૂર્તિમંત્ર, વિદ્યાપ્રાપ્તિ મંત્ર, વશીકરણ મંત્ર, શત્રુ, ભૂત, ભયનિવારણ મંત્ર, રોગનિવારણ મંત્ર, બંદીખાના મુક્તિ મંત્ર, સુખ-સૌભાગ્ય પ્રાપ્તિકારક મંત્ર, સંકટનિવારણ મંત્ર, પ્રેમભાવવર્ધક મંત્ર, વિજયકારી મંત્ર, સર્વ સુખ સૌભાગ્યકારી મંત્ર તથા સિદ્ધ વિશેષ મંત્ર (“ૐ અ સિ આ ઉ સા નમ:') આચાર્યશ્રી મહાપ્રજ્ઞએ પોતાના પુસ્તક “નમસ્કાર મહામંત્ર” પર ધ્યાન પ્રયોગમાં ખૂબ જ સારગર્ભિતરૂપે નમોકાર મંત્રના મહાભ્યનું વિવેચન કર્યું છે. નમોકાર મંત્રનાં ચાર મુખ્ય તત્ત્વો : શબ્દ, ધ્વનિ, સંકલ્પ-શક્તિ તથા શ્રદ્ધા પર ચિંતન આ મહામંત્રના ઊંડાણ સુધી લઈ જાય છે. “શબ્દ અને અર્થમાં થોડું અંતર હોય છે. ધ્વનિ અર્થની કંઈક નજીક જાય છે. પરંતુ જેમ જેમ સંકલ્પશક્તિ દૃઢ થાય છે, ભાવનાનો પ્રયોગ થાય છે, ધ્વનિ સૂક્ષ્મ થતો રહે છે ત્યારે શબ્દ અને અર્થનું અંતર ઓછું થતું જાય છે. જ્યાં શબ્દ, ધ્વનિ અને સંકલ્પશક્તિ ત્રણેનો યોગ થાય છે, ત્યાં મંત્રની શક્તિ જાગ્રત થાય છે, મંત્રનો પૂરો પ્રભાવ પ્રગટ થાય છે. જ્યારે મંત્ર પ્રત્યે આપણા હૃદયમાં અખંડ શ્રદ્ધાભાવ હોય ત્યારે ચિત્ત એકાગ્ર બની જાય છે, શ્રદ્ધા ચિંતનને વિશ્વાસમાં બદલી નાખે છે અને આત્મિક ઊર્જા તન, મન, મસ્તિષ્ક, હૃદય – આપણા પૂરા વ્યક્તિત્વને ચૈતન્યમય બનાવી દે છે. આ મહામંત્ર દ્વારા ઇચ્છાઓની પૂર્તિ થતી નથી, બલ્ક ઇચ્છાઓનો સ્રોત જ સુકાઈ જાય છે. મંત્ર આપણને કામનાના ધરાતલથી ઊંચે ઉઠાવી લે છે. વિદેશીઓને મંત્રના અનુપમ અનુભવ થયા છે. પ્રસ્તુત છે બે ઉદાહરણ : જૈન ધર્મથી પ્રભાવિત પૅરિસ (ફ્રાન્સ)ના શ્રી અને શ્રીમતી સિમોનિન જ્યારે ગુરુદેવ ચિત્રભાનુજીની સાથે ૧૯૭૦માં જૈનતીર્થયાત્રા પર આવ્યાં ત્યારે “નમોકાર 179 For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ મંત્રના પાઠથી એમને ચરમ શાંતિ અને આત્મ-તૃપ્તિનો અનુભવ થયો. એમના જ ગ્રૂપના સુશ્રી રોશિતા (રશ્મિ) લખે છે : નમોકાર મંત્રને લયથી અને સંપૂર્ણ આલાપથી ઉચ્ચારિત કરવાથી હૃદય અદ્ભુત પ્રેમ અને આનંદથી ભરાઈ જાય છે. હું મારી જાતને સદ્ભાગી માનું છું કે મને આ પ્રાચીન અને શક્તિદાયક મહામંત્રને ગાવાનો અને એને રેકોર્ડ કરવાનો અપૂર્વ અવસર મળ્યો. ગાયન સમયે મને સંપૂર્ણત્વનો - આવો ભાવોદ્રેકપૂર્ણ અનુભવ ક્યારેય થયો નહોતો. પછીથી મેં જ્યારે આ મંત્રને ગિટાર પર વગાડ્યો તો મને અને મારા સાથી સંગીતકારને લાગ્યું કે અમારા અંતરમાં દિવ્ય ધ્વનિ ગુંજી રહ્યો છે. માટે મેં નમોકાર મંત્રના મારા આલ્બમનું શીર્ષક “પ્રકાશનું કિરણ આપ્યું છે.” અમેરિકાની સુશ્રી જેન હાઇન (જાગૃતિ) કહે છે : “હું દરરોજ ભવ્ય નમોકાર મંત્રનો પાઠ કરું છું. એનાથી મને આત્મિક અનુભૂતિ થાય છે અને મને લાગે છે કે પાશ્ચાત્ય દુનિયામાં આપણે શા માટે ભૌતિક સંપત્તિની પાછળ દોડ લગાવીએ છીએ ? મંત્ર આપણને એ સંસારમાં લઈ જાય છે જ્યાં શાંતિ અને તૃપ્તિનું સામ્રાજ્ય છે અને જ્યાં અનંત આનંદ છે.” આચાર્ય સુશીલકુમારજી કહેતા કે “નમોકાર મંત્રના મૂળ રૂપમાં ધ્વનિ અને વિચાર બંને એકબીજાના અંતરંગમાં લીન છે. જો સાત્ત્વિક ભાવના તથા ધ્વનિવિજ્ઞાનનું અનુસરણ કરીને નમોકાર મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે તો તે અદ્ભુત આત્મિક ઊર્જા પેદા કરી શકે છે.” ૧૯૯૨માં મેં આનો પ્રત્યક્ષ પ્રયોગ જોયો. આચાર્ય સુશીલકુમારજી અને મને બ્રાઝિલના શહેર રિયો ડિ જાનેરોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના દ્વિતીય વિશ્વ પર્યાવરણીય શિખર સંમેલનમાં સમાજની ચૂંટેલી ૬૦ પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. એ સમયે એ સંમેલનની સાથે સંસદીય નેતાઓ અને આધ્યાત્મિક સંતો અને વિદ્વાનોનું એક શિખર સંમેલન બ્રાઝિલ સંસદના વિશાળ હૉલમાં રાખવામાં આવ્યું હતું. ઊંચા ગુંબજવાળા આ હૉલમાં જ્યારે આચાર્ય સુશીલકુમારજીએ સંમેલનના પ્રારંભમાં નમોકાર મંત્રનો ધ્વનિ પ્રભાવક વાણીમાં કર્યો ત્યારે જાણે સર્વત્ર પરમ શાંતિ વ્યાપી ગઈ, આખો શ્રોતાગણ મંત્રમુગ્ધ બની ગયો અને એવું લાગ્યું કે આધ્યાત્મિક ઊર્જાની ગંગા જાણે વહી રહી છે. 180 For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ નમોકાર મંત્રનું મહાભ્ય નમોકાર મંત્રનો અર્થ ખૂબ ગહન અને આધ્યાત્મિક છે. “નમો” અર્થાત્ નમન', “નમસ્કાર', “પ્રણામમાં, અહંના ત્યાગની ભાવના અને ઉદાત્ત પ્રત્યે આદરની અભિવ્યક્તિ સમાયેલી છે. જ્યારે આપણે અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓને નમન કરીએ છીએ, ત્યારે આપણે અપરિગ્રહ અને વીતરાગને નમન કરીએ છીએ. એ બધાએ મોહ, માયા, અહંકાર બધાનો ત્યાગ કર્યો અને અનુસરણીય બની ગયા. એમનું ધ્યાન કરવાથી તન-મનના બધા કષાય ક્ષીણ થાય છે. મમત્વ અને રાગ-દ્વેષનું વિસર્જન થાય છે, ચેતના જાગ્રત થાય છે, આત્મસંકલ્પ વધે છે, સાધકનું આત્મબળ ગતિશીલ થઈ જાય છે અને ઇન્દ્રિયદમન વડે માનસિક શાંતિ મળે છે. મંત્રનું ઉચ્ચારણ અથવા જાપ આપણને પોતાના અંત:કરણના ઊંડાણ સુધી પહોંચાડવામાં સમર્થ બની આપણી આંતરિક શક્તિના વિકાસમાં બહુમૂલ્ય સહાયતા પ્રદાન કરે છે. ચિત્તની ચંચળતા થંભી જાય છે અને આત્મનિયંત્રણને માટે મનનું ધ્યાન અત્યંત કેન્દ્રિત બની જાય છે. જૈન સમાજની યુવાપેઢીમાં “નમોકાર મંત્ર'ના મહત્ત્વને સુચારુ રૂપે સમજાવવાની જરૂર છે, જેનાથી મંત્ર દ્વારા એમના હૃદયમાં પ્રારંભથી જ મંગળવાણી સાંભળવાની વૃત્તિ અને ઇચ્છા બળવાન થાય અને સાત્ત્વિક સંસ્કારનું મૂળ ધરબી શકાય. આમ પણ નમોકાર મંત્ર આખા જૈન સમાજને એકતાના સૂત્રમાં બાંધી રાખવામાં અત્યંત સાર્થક સિદ્ધ બની શકે છે. સાથે જ જૈનેતર સમાજમાં નમોકાર મંત્રની જાણકારી એના માહાભ્યને વ્યાપક રીતે પ્રસિદ્ધ કરશે. આજના ઝડપી યુગમાં સાધારણ વ્યક્તિ કદાચ ધર્મગ્રંથોનાં અધ્યયન માટે સમય ન પણ ફાળવી શકે પરંતુ જો તે “નમોકાર મંત્રને ધ્યાન અને નિષ્ઠાથી સાંભળે, રટણ કરે અને આત્મસાત્ કરી લે તો એના અંતરમાં જૈન ધર્મ અને દર્શનનાં મૂળ તત્ત્વો ખીલી ઊઠશે અને એને ભૌતિક જીવનની ભીંસ અને કોલાહલમાં પણ આધ્યાત્મિક ઊર્જા મળતી રહેશે. શ્વેતાંબર સ્થાનકવાસી પરંપરાના તૃતીય પટ્ટધર આચાર્ય શ્રી દેવેન્દ્રમુનિએ એક પ્રવચનમાં કહ્યું : સાચેસાચ નમોકાર પદના દીર્ઘકાળ સુધી, નિરંતર શ્રદ્ધા, સત્કાર તથા બહુમાનપૂર્વક શ્રવણ, રટણ અને સ્મરણથી ઊર્જાશક્તિ વધી જાય છે અને 181 For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ એકાગ્રતા વધવાથી જીવ તન્મય બનીને જેનું રટણ કરે છે એવા બનવાનો ભાવ તીવ્ર બની જાય છે.” ૨૧મી શતાબ્દીમાં, આપણે જો નમોકાર મંત્ર વિશે જિજ્ઞાસા, શ્રદ્ધા અને મંત્રચૈતન્ય જગતમાં વધા૨વાનો સંકલ્પ કરીશું તો તે પરમ કલ્યાણકારી બનશે. મંગલપાઠ चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू મંગત, केवलिपण्णत्तो धम्मो मंगलं 1 चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपण्णत्तो धम्मो लोगुत्तमां । चत्तारि सरणं पवज्जामि, अरिहंता सरणं पवज्जामि, सिद्धा सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपण्णत्तं ધો सरणं पवज्जामि અર્થાત્, અર્હત મંગલ છે, સિદ્ધ મંગલ છે, સાધુ મંગલ છે, કેવલી પ્રરૂપિત ધર્મ મંગલ છે. અર્હત લોકમાં ઉત્તમ છે, સિદ્ધ લોકમાં ઉત્તમ છે, સાધુ લોકમાં ઉત્તમ છે, કેવળી દ્વારા પ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે. અર્હતનું શરણ ગ્રહણ કરું છું, સિદ્ધનું શરણ ગ્રહણ કરું છું, સાધુનું શરણ ગ્રહણ કરું છું, કેવલી દ્વારા નિરૂપિત ધર્મનું શરણ ગ્રહણ કરું છું. 182 For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પર્યુષણ પર્વ જૈન ધર્મમાં પર્યુષણ પર્વને પર્વાધિરાજની સંજ્ઞા આપવામાં આવી છે. જૈન પર્વોમાં બે પ્રકાર છે : (૧) નિત્ય અને (૨) નૈમિત્તિક. નિત્યમાં આવે છે પર્યુષણ અને અષ્ટાહ્નિકા અને નૈમિત્તિકમાં મુખ્ય આવે છે ઋષભજયંતિ, મહાવીર જયંતિ, તીર્થંકર કલ્યાણક (ગર્ભ, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ), મહાવીર નિર્વાણ (દીપાવલી), અક્ષયતૃતીયા, જ્ઞાનપંચમી, વી૨ શાસન દિવસ અને રક્ષાબંધન. અષ્ટાહ્નિકા વર્ષમાં ત્રણ વા૨ ક્રમશ: અષાઢ, કારતક અને ફાગણ મહિનામાં આવે છે. આમ તો શાસ્ત્ર પ્રમાણે પર્યુષણ પર્વ પણ વર્ષમાં ત્રણ વાર ચૈત્ર, ભાદરવો અને માહમાં આવે છે. પરંતુ પરંપરાથી તે ભાદરવામાં મનાવવામાં આવે છે. પહેલા આઠ દિવસ (શ્રાવણ વદ ૧૩થી ભાદરવા સુદ ૫) શ્વેતાંબર પર્યુષણ મનાવવામાં આવે છે અને સામાન્યતઃ એ સમાપ્ત થાય છે સંવત્સરી પર્વના દિવસે. જ્યારે એ દિવસે દસ દિવસના દિગંબર પર્યુષણ (દશલક્ષણ) પર્વનો પ્રારંભ થાય છે અને તે દસમા દિવસે અનંત ચૌદશના દિવસે પૂરા થાય છે. એક દિવસ પછી ક્ષમાવાણી પર્વ મનાવવામાં આવે છે. કેટલાંક સ્થળોએ ક્ષમાવાણીના દિવસે અથવા એની આસપાસ શ્વેતાંબર 183 For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ અને દિગંબર મળીને એકતાના પ્રતીકરૂપે વિશ્વમૈત્રી દિવસ પણ મનાવવા લાગ્યા છે. એકતાના પ્રતીકરૂપે વિદેશોમાં મેં મારાં ભાષણોમાં જૈન સમાજ સન્મુખ વારંવાર ૧૮ દિવસનાં પર્યુષણ મનાવવાનો અનુરોધ કર્યો છે. ક્યાંક ક્યાંક લોકોએ સ્વેચ્છા અને ઉત્સાહથી પોતપોતાની પૂજન-અર્ચન પદ્ધતિથી આનો અમલ પણ કર્યો છે. જો જૈનસમાજ બધાં સ્થળોએ ૧૮ દિવસનાં પર્યુષણ પર્વ મનાવવા લાગે, તો વિવિધતામાં એકતાનું સૂત્ર મજબૂત બનશે કારણ કે બંનેમાં મૂળભૂત અહિંસા ધર્મ અને કર્મવાદ તો એક જ છે. પર્યુષણનો અર્થ : ‘પર્યુષણ’ શબ્દ ‘પરિ’ ઉપસર્ગપૂર્વક ‘વસ’ ધાતુથી ‘અન’ પ્રત્યય લગાવીને બન્યો છે અને આનો અર્થ છે આત્માની સમીપ રહેવું, આત્મસ્થ થવું, આત્મચિંતન ક૨વું અને નિજસ્વભાવમાં સ્થિર થવું. આત્મશુદ્ધિનું આ પર્વ લોકોત્તર પર્વ છે, લૌકિક પર્વ નથી કારણ કે આમાં કોઈ અન્ય તહેવા૨ની જેમ મોજમજાનો ઉત્સવ નથી હોતો પરંતુ લોકથી દૂર જઈને ત્યાગ, વૈરાગ્ય, તપ, દાન અને અધ્યાત્મ ૫૨ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. ઈ. સ. ૧૯૯૯માં અમેરિકન યુવાવર્ગને વૉશિંગ્ટનમાં આપેલા એક ભાષણમાં મેં કહ્યું હતું : “આ એક એવી વાર્ષિક ધાર્મિક શિબિર છે જે પૂર્ણ રીતે આત્મસાધના પ્રત્યે સમર્પિત છે. આ ખુદનું સ્વ-વિજય માટેનું ધાર્મિક અનુષ્ઠાન છે. માયાએ મનુષ્યને અકર્મણ્ય બનાવી દીધો છે. ભૌતિક સુખો હોવા છતાં એનો આત્મા પાંગળો છે. આ પર્વ આપણને મુક્તિનો બોધ અને શક્તિ આપે છે.” ‘Paryushan is a retreat to one's' અર્થાત્ ‘પર્યુષણ પર્વ - આપણે પોતાના અંતરાત્મામાં વિચરણ કરીએ છીએ.’ કોઈ વિદ્વાન ‘પર્યુષણ’નો શાબ્દિક અર્થ પૂજન, આરાધના, સેવા બતાવે છે. એની વ્યુત્પત્તિ સંસ્કૃતની ‘ઉપ્’ ધાતુથી જોડીને એનો અર્થ ‘મારવું’, ‘જલાવવું’ કરે છે. ‘પર્યુષ’ શબ્દનો અર્થ છે પરોઢ. માટે પર્યુષણને આપણે આધ્યાત્મિક પ્રભાત અથવા આધ્યાત્મિક જાગરણની પણ સંજ્ઞા આપી શકીએ છીએ. આ પર્વને પર્યુષમન પણ કહેવામાં આવે છે જેનો અર્થ છે માનસિક વિચારોને પૂર્ણ રીતે શાંત કરવા, સ્વચ્છ, પવિત્ર, સમભાવ પૂર્ણ તથા ધર્મમય બનાવવા. પર્યુષણ પર્વના દિવસોમાં જૈન લોકો ધર્મનું વિશેષ રૂપે આચરણ કરે છે. એના ૫૨ ચિંતન અને 184 For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અભ્યાસ કરે છે. કલ્પસૂત્ર કલ્પાર્થ બોધિની ટીકા અનુસાર પર્યુષણના પર્યાયવાચી શબ્દો છે : __“परियायववत्थवणा, पज्जोसमणा, पागड्या, परिवसना, पज्जुसणा, पढम समोसरण, ठवणा और जेठ्ठीगह ।” । ઈ. સ. ૧૯૭૯માં જ્યારે હું નેપાળમાં રાજદૂત હતો, ત્યારે પર્યુષણ પર્વ પર મેં એક કવિતા લખી હતી અને જૈન સમારોહમાં વાંચી હતી તે આ રીતે છે: માત્મા ન કીર્તન (પર્યુષણ આત્માનું કીર્તન) સુન પ્રવન (સાંભળ પ્રવચન) સીઝ દો વારિત્ર, જ્ઞાન, ટર્શન (સમ્યક બને ચારિત્ર, જ્ઞાન, દર્શન) માત્મ વિનય શ મયાન (આત્મવિજયનું અભિયાન) ન મહાવીર નય વર્ધમાન (જય મહાવીર જય વર્ધમાન) મ થી શક્ટિ (ભક્તિની શક્તિ) મારુ સે મુ િ(આસક્તિથી મુક્તિ) વેતન મનજી (ચેતન અનાસક્તિ) મંતર સ્વયં રહી પદવાન (અંતર સ્વયં મેળવે ઓળખાણ) જય મહાવીર નય વર્ધમાન (જય મહાવીર જય વર્ધમાન) આત્મિક સત્સ (આત્મીય સંગ) પુત સં સં (પુલકિત અંગ અંગ). હાથા થી મશાંતિ ભંગ (કાયાની અશાંતિ ભંગ). મન મેં મધુર તાન (મનમાં મધુર તાન). નય મહાવીર નય વર્ધમાન (જય મહાવીર જય વર્ધમાન). નિર્વિકાર હો નીવન કુળ (નિર્વિકાર બને જીવનદર્પણ) રાગ દ્વેષ ગ પૂર્ણ મન (રાગદ્વેષનું પૂર્ણ દમન) 1 સે માત્મવિદ્ વેતન (જડથી આત્મબિંદુ ચેતન) અપરિગ્રદ આ સ્થાન (અપરિગ્રહનું ઉત્થાન) ના મહાવીર નય વર્ધમાન (જય મહાવીર જય વર્ધમાન) નાગ્રત ત્નિ તત્ત્વજ્ઞાન (જાગ્રત સકલ તત્ત્વજ્ઞાન). 185 For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ વડર ઉપાસના (કર ઉપાસના). ત્યારે વર માયા વાસના (ત્યાગ કર માયા વાસના) વીતરા, વીયમાન (વીતરાગ ઉદયમાન) નય મહાવીર નચ વર્ધમાન (જય મહાવીર જય વર્ધમાન) ચાતુર્માસના પર્વની પ્રાસંગિકતા : પર્યુષણ પર્વ ચાતુર્માસમાં આવે છે, જેમાં સાધુ-સાધ્વીઓને એક સ્થાન પર નિવાસ કરવાની અનિવાર્યતા શાસ્ત્રોમાં નિશ્ચિત કરવામાં આવી છે. સંતો માટે વર્ષાવાસ પર્યુષણનું અનિવાર્ય વિધાન છે. સંતોના એક જ સ્થાને ચાતુર્માસના પરિણામે ભક્ત સમાજને એમના સત્સંગનો પૂરો લાભ મળે છે. તેની પરાકાષ્ઠા પર્યુષણ પર્વમાં આવે છે. કારણ કે એ દરમિયાન શ્રદ્ધા અનુસાર જૈન ધર્માવલંબી વ્રત, ઉપવાસ, સ્વાધ્યાય, સાધના, પ્રતિક્રમણ – વિશેષ નિષ્ઠા અને ઉત્સાહથી કરે છે, ભિન્ન પ્રકારનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સંબંધી પર્યાયોનું આચરણ કરવામાં આવે છે અને અપરિગ્રહ અને સંયમની ભાવનાને વધુ ને વધુ સાકાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ સઘળું દેવ-શાસ્ત્ર-ગુરુના સાંનિધ્યમાં થાય છે; ગુરુ નિમિત્ત બનીને તીર્થકરોનો સંદેશ અને જૈન શાસ્ત્રોનું તત્ત્વજ્ઞાન સામાન્ય માણસોને સમજાવે છે અને સાથે જ તપ-ધ્યાનના ધર્માચારની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. મહાસતી લીલાવતીજીએ યોગ્ય કહ્યું છે : “શ્રાવણ અને ભાદરવા માસમાં પર્યુષણ પર્વ આવે છે, જો શ્રાવણમાં ધર્મવચનનું શ્રવણ ન થાય તો, ભાદ્રપદ (ભાદરવા)માં અભદ્ર બનીએ અને આસોમાં કોરા જ રહી જવાય.' શ્વેતાંબર પર્યુષણ પર્વ : શ્વેતાંબર પરંપરામાં પર્યુષણ પર્વના આઠ દિવસમાં ધ્યાન કેન્દ્રિત થાય છે : (૧) આહારશુદ્ધિ (૨) સહકારશુદ્ધિ (૩) વ્યાપારશુદ્ધિ (૪) સંસ્કારશુદ્ધિ (૫) આચારશુદ્ધિ (ક) વિચારશુદ્ધિ (૭) વ્યવહારશુદ્ધિ (૮) આત્મશુદ્ધિ. પ્રથમ ત્રણ દિવસ પૂર્વાચાર્યો દ્વારા રચિત અષ્ટાહ્નિકા વ્યાખ્યાનનું વાચન થાય છે. આમાં જીવનશુદ્ધિને માટે પાંચ કર્તવ્યોનું પાલન કરવાની તત્પરતા જગાવવામાં આવે છે. પાંચ કર્તવ્યો છે : અમારિ પ્રવર્તન : (નિર્દોષ મૂક પ્રાણીઓની રક્ષા તથા જીવદયા વ્યવહાર) 186 For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ સાધર્મિક વાત્સલ્ય : (ધર્મપ્રેમી બંધુઓ સાથે સૌહાર્દવર્ધક વહેવાર) પરસ્પર ક્ષમાપના : (ચોર્યાસી લાખ યોનિઓના સમસ્ત જીવો પ્રત્યે ક્ષમા-ભાવનું આદાન-પ્રદાન). અઠ્ઠમ તપ : (ત્રણ દિવસ સુધી નિરાહાર ઉપવાસ) ચૈત્ય-પરિપાટી : (દરરોજ દેવ, ગુરુ, મંદિર દર્શન અને શાસ્ત્રજ્ઞાન લાભ) આ આચારોના પાલનમાં વ્યાવહારિક અને પારમાર્થિક બંને હેતુઓનો સમાવેશ છે. અમારિ પરિવર્તનમાં અહિંસાનો મૂળ આચાર સમાયેલો છે. પ્રયત્ન એવો રહે કે આસપાસ અથવા ક્ષેત્રમાં કોઈ પણ જીવહિંસા ન કરે. જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજીનાં પ્રવચનોથી પ્રેરાઈને સમ્રાટ અકબરે પોતાના આખા સામ્રાજ્યમાં પર્યુષણ પર્વ દરમિયાન પશુવધના નિષેધનાં ફરમાન બહાર પાડ્યા હતા. આ દિવસોમાં શ્રાવક કોઈ પણ પ્રકારે વિચાર, વાણી અથવા આચારમાં હિંસાજન્ય વ્યવહાર ન કરે. પંચાચાર પાલનમાં સમાયેલાં છે ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ અને વિનય, મૃદુતા, અપરિગ્રહ, કરુણા, સહિષ્ણુતા અને સૌમ્યભાવ ગુણસમૂહનો આત્મામાં વિકાસ. પર્યુષણના દિવસોમાં પંચાશ્રવ પરિત્યાગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તે છે (૧) પ્રાણાતિપાત ૨) મૃષાવાદ (૩) અદત્તાદાન (૪) મૈથુન અને (૫) પરિગ્રહ. તાત્પર્ય એ છે, સત્ય બોલવું, અચૌર્ય વ્યવહાર રાખવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, લોભ સંવરણ કરવો અને કોઈને સતાવવું નહીં અને ન સતાવવાનો ભાવ મનમાં લાવવો. - ત્રીજે દિવસે તપ સાધનામાં ધારણા છે કે આખા પર્યુષણમાં ધર્મશાસ્ત્રોના છ હજાર શ્લોકોનું વાચન અથવા સાઇઠ વાર નવકારવાળીનો જાપ. છ બાહ્ય-તપ છે: (૧) અનશન-નિરાહાર; ઉપવાસ (૨) ઉણોદરી - ભૂખથી ઓછું ભોજન (એકાસણા, બેસણા) વગેરે (૩) વૃત્તિ-સંક્ષેપ - ઓછી સંખ્યાના પદાર્થોનો આહાર; (૪) રસત્યાગ (ઘી, મીઠાઈ, દૂધ વગેરે) (૫) કાયા ફ્લેશ-સુખશીલ સાધનોથી દૂર રહેવું અને (૬) સંલીનતા. છ આત્યંતર તપ છે : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય (સેવા) (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) 187 For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ? વારસો અને વૈભવ કાયોત્સર્ગ. ચોથા દિવસે શ્રી કલ્પસૂત્રનું વાંચન. ભગવાન મહાવીરના છઠ્ઠા પટ્ટધર ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામી દ્વારા રચિત કલ્પસૂત્રની રચના પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાંથી ઉદ્ધતદશાશ્રુત સ્કંધ સૂત્રના આઠમા અધ્યયનના રૂપમાં છે. આમાં ભગવાન મહાવીરના ૨૩ પૂર્વ ભવોનું વર્ણન છે અને ૨૭ ભવમાં માતા ત્રિશલાદેવીનાં ચૌદ સ્વપ્નો, ભગવાન મહાવીરનું ગર્ભમાં આવવું અને ધર્મનિષ્ઠ અને પાર્શ્વનાથના ભક્ત ક્ષત્રિય રાજકુળમાં જન્મ લેવો. પાંચમો દિવસ કલ્પસૂત્રનો બીજો દિવસ છે. આ દિવસે કલ્પસૂત્રના વાચનમાં ચૌદ સ્વપ્નોનો દિવ્ય સંદેશ સમજવામાં આવે છે અને મહાવીર ભગવાનનું જન્મવાચન કરવામાં આવે છે. કેટલાક ધર્મનિષ્ઠ લોકો ઘરે પારણું લાવીને ધર્મલાભ લે છે. છઠ્ઠા દિવસે કલ્પસૂત્રના વાંચનમાં વર્ણન આવે છે. મહાવીરની બાલ્યાવસ્થાના દિવ્ય પ્રસંગોનું, યુવાવસ્થામાં વધતી વૈરાગ્ય પ્રવૃત્તિના લક્ષણ, દીક્ષા, કઠોર તપ અને સાધના, કેવળજ્ઞાનપ્રાપ્તિથી લઈને સંપૂર્ણ દેશભ્રમણ કરીને ધર્મપ્રસાર અને અંતમાં નિર્વાણનો પ્રસંગ. સાતમા દિવસે કલ્પસૂત્રમાંથી તીર્થકર ઋષભદેવ, નેમિનાથ અને પાર્શ્વનાથ ભગવાનનાં જીવનચરિત્ર સંભળાવવામાં આવે છે અથવા વાંચવામાં આવે છે, જેનાથી આપણને તીર્થકરોનાં પદચિહ્નો પર ચાલવાની પ્રેરણા મળે. આઠમા દિવસે સંવત્સરી મહાપર્વ મનાવવામાં આવે છે. એ દિવસે બધા જીવો સાથે ખમત ખામણા કરવામાં આવે છે. આ અવસર પર પરસ્પર અભિવાદન “મિચ્છા મિ દુક્કડમ્'થી થાય છે. આ રીતે આઠે દિવસોમાં કલ્પસૂત્ર અને અન્ય ધર્મગ્રંથોનું નિયમિત વાચન થાય છે અને સંતગણ એનો અર્થ સમજાવીને તીર્થકરોના જીવનના મહાભ્યને દર્શાવે છે. તીર્થકરોની તપસાધના, દીક્ષા, કેવળજ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણના પ્રસંગોનાં વર્ણન દ્વારા જૈન તત્ત્વજ્ઞાન સ્પષ્ટ રીતે સાધારણ વ્યક્તિને સમજાવવામાં સાર્થક બને છે. 188 For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ તે સાથે જ વ્રત, ઉપવાસ, પૂજા-પાઠ, વિશેષ નિષ્ઠા અને ઉત્સાહથી કરવામાં આવે છે. દેવ, શાસ્ત્ર અને ગુરુ વિશે વિશેષ જાણકારી લઈને ભક્તજન ધર્મના મર્મને સમજવામાં વિશેષ પ્રગતિ આ પર્વના દિવસોમાં કરે છે. આત્મશુદ્ધિને માટે દરરોજ છ અંગો પર ધ્યાન આપીને વિકારોની શુદ્ધિનો પ્રયત્ન કરવામાં આવે છે. છ અંગ છે : આલોચના : પોતાના અંતરના વિકારોનું નિરીક્ષણ. નિંદના : આત્મદોષોને માટે આત્મનિંદાભાવ. ગણા : ગુરુ અથવા મોટા લોકોની સામે પોતાની ભૂલનો સ્વીકાર કરવો. પ્રતિક્રમણ : વિકારોનું આક્રમણ હટાવી પુનઃ સ્વભાવમાં ધ્યાન કેન્દ્રિત કરવું અને ધ્યાન કેન્દ્રિત કરીને વિકાર રહિત થવાની સાધના કરવી. ક્ષમાપના : મન, વચન, કાયાથી કરેલા વ્યવહારદોષોને માટે બીજા પાસે ક્ષમાયાચના. પ્રાયશ્ચિત્ત વિશેષ અપરાધો અથવા દોષોના માટે પ્રાયશ્ચિત્ કરવું જેનાથી જૂનાં પાપ ધોવાઈ જાય અને નવાં પાપો ન કરવાનો સંકલ્પ મજબૂત બને. પ્રતિક્રમણ એક સર્વાગી ઉપાસના છે. તીર્થકરોની વંદના અને સ્તુતિની સાથે સાથે ભૂલો, આચરણદોષો પર ચિંતન અને પશ્ચાત્તાપ. આ રીતે પ્રતિક્રમણ શુભમંગલ અને પવિત્ર ધાર્મિક સંસ્કારોને પોષે છે અને આત્માની જાગરૂકતા અને ઊર્જાને વધારે છે. દશલક્ષણ પર્વ : દિગંબર પર્યુષણને દશલક્ષણ પર્વ એટલે કહેવામાં આવે છે કે દસ દિવસમાંથી દરેક દિવસ એક ગુણતત્ત્વનું વિવેચન અને ગ્રહણ કરવા માટે રાખવામાં આવ્યો છે. આ રીતે પર્યુષણ એ ગુણોની આરાધનાનું પર્વ છે. દસ ગુણતત્ત્વ છે : (૧) ઉત્તમ ક્ષમા (૨) ઉત્તમ માર્દવ (૩) ઉત્તમ આર્જવ (૪) ઉત્તમ શૌચા (૫) ઉત્તમ સત્ય (ક) ઉત્તમ સંયમ (૭) ઉત્તમ તપ (૮) ઉત્તમ ત્યાગ (૯) ઉત્તમ આકિંચન્ય (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય. આ દસ ગુણતત્ત્વોમાં જૈન ધર્મના બધા તત્ત્વજ્ઞાનનો સાર સમાઈ જાય છે. દસ દિવસ પછી તરત ક્ષમાવાણી આવી જાય 189 For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ છે. આ રીતે દશલક્ષણ પર્વ ક્ષમાથી શરૂ થઈને ક્ષમામાં અંત પામે છે. ખરેખર ક્ષમા અહિંસા ધર્મના આદિ અને અંતમાં સમાયેલી છે; અહિંસાની આધારશિલા છે ક્ષમાભાવ. (૧) ઉત્તમ ક્ષમા ઃ આત્મશુદ્ધિનું સર્વોત્તમ સાધન છે ક્ષમાભાવ. ક્ષમાભાવથી સહનશીલતા, સૌહાર્દ અને ઉદાર દૃષ્ટિકોણ વધે છે, દુરાગ્રહ ઘટે છે, ધૈર્ય અને સહિષ્ણુતા પ્રબળ બને છે, અહંકારનો નાશ થાય છે, ક્રોધભાવના નાશ પામે છે અને અહિંસાના સંસ્કાર ગતિશીલ બને છે. રાગદ્વેષ દૂર કરવામાં ક્ષમા ઘણી સહાયક બને છે. ક્ષમાથી તનમનની આકુળતાવ્યાકુળતા ખતમ થાય છે અને આત્મામાં સ્થિરતા, ધીરતા, સાહસ, વિશ્વાસ અને સાત્ત્વિક ભાવોનો સંચાર થાય છે. જૈન સાધુસાધ્વીઓ અને શ્રાવકવર્ગ ચોર્યાસી લાખ જીવયોનિઓ પાસે પોતાનાથી જાણે અજાણે થયેલા અપરાધો અને વિચાર, આચાર, વ્યવહાર અને અભિવ્યક્તિમાં થયેલી ભૂલો અને દુર્ભાવનાઓને માટે ક્ષમાયાચના કરે છે. આગમોમાં કહેવામાં આવ્યું છે : “જે મનુષ્ય વ્યાવહારિક કાર્યોમાં અથવા પોતાની આધ્યાત્મિક સાધનામાં કષ્ટનાં બધાં કારણો ઊભા હોવા છતાં પણ કોપ કરતો નથી, કોઈને પણ હાનિ પહોંચાડતો નથી એની જ સાચી ક્ષમા છે. કટુતા અને કઠોરતાથી વિચલિત થયા વગર એને સમભાવથી સહન કરી લેવી એ ઉત્તમ ક્ષમા છે. ક્ષમા પૃથ્વી સમાન માતા છે.” તીર્થંકરોએ સાધુઓને માટે તો વિશિષ્ટ ક્ષમાભાવનું દૃઢ વિધાન કર્યું છે. શાસ્ત્ર કહે છે : ‘હે સાધુઓ, તમારાથી કોઈ પ્રકારનો અપરાધ થયો હોય તો બધા કામ છોડી દો અને સૌથી પહેલાં ક્ષમા માગો.’ ભગવાન મહાવીરે કહ્યું છે : “खामेमी सव्वे जीवा, मित्ति मे सव्वभूएषु वेर એ ક્ષમાભાવમાં મન નિર્મળ, सव्वे जीवा खमंतु मे । मभ - झम न के गई ।।" કપટ અને દંભ વગરનું હોવું જોઈએ. 190 For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ ક્ષમાભાવનું આદાનપ્રદાન સહર્ષ અને નિસ્વાર્થ રૂપે કરવાથી મૈત્રીભાવ અને સામાજિક સુમેળ વધે છે. સાચી ક્ષમામાં અસીમ શક્તિ અને ઊર્જા હોય છે. માટે કહેવામાં આવ્યું છે : kk “क्षमा खड्ग करे यस्य, दुर्जनः किं करिष्यति 1 अत्र मे पतितो वन्हि, स्वयमेव प्रशाक्य יון અર્થાત્ જેની પાસે ક્ષમા છે, દુર્જન પણ એને હાનિ નથી પહોંચાડી શકતો. જ્યાં સળગે એવો પદાર્થ જ ન હોય ત્યાં અગ્નિ પડે તો પણ તે પોતાની જાતે જ શાંત થઈ જાય છે. આ રીતે ક્ષમાના ગુણને હૃદયસ્થ કરવો એ જીવનને પરમ નિર્મળ બનાવવાની અને આત્મશુદ્ધિની ત૨ફ જવા માટેની એક અતિવિશિષ્ટ કલા છે; તેની આધ્યાત્મિક શક્તિ અપાર છે. શ્વેતાંબર પરંપરામાં સંવત્સરી અને દિગંબર પરંપરામાં ક્ષમાવાણી અદ્ભુત પર્વ છે જે પર્યુષણ પર્વની સમાપ્તિએ આવે છે. અરસપરસની ક્ષમાયાચના, પોતાની જાત સાથે ક્ષમાયાચના આત્માના બારણાને ખોલી દે છે અને સમાજમાં સહજ વાત્સલ્ય અને સુમેળનું વાતાવરણ જાગ્રત કરી દે છે. (૨) ઉત્તમ માર્દવ : ‘મૃદોભવ: માર્દવમ્’ અર્થાત્ મૃદુતાનો ભાવ રાખવો માર્દવ છે. મૃદુતા હોય છે ચિત્તની, વિચારની, વાણીની અને કર્મની. જૈન આગમ કહે છે કે ‘ઇનસ્ત વિનઓનૂનં' (અર્થાત્ ધર્મનું મૂળ વિનય છે). માર્દવ શબ્દ ‘મૃદુ’થી વ્યુત્પન્ન છે. માર્દવ ચિત્તમાં કોમળતાને અને વ્યવહારમાં નમ્રતાને પ્રતિબિંબિત કરે છે. માર્દવગુણના પોષણને માટે જરૂરી છે કે જાતિ, કુળ, ધન, વૈભવ, સત્તાબળ, બુદ્ધિબળ, અહંકાર, અભિમાન વગેરેના મદનો ત્યાગ કરવો. એક કવિએ બરાબર જ કહ્યું છે : 'पत्थर अहं का क्या करें गलता ही नहीं; सब दीप जलते हैं, मगर मन का दीप जलता ही नहीं; 191 For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ खोजते खोजते ढल आती हैं, जीवन की शाम, सबका पता मिल जाता है, मगर अपना पता मिलता ही नहीं ।' જૈન ધર્મ વિનયમૂલક ધર્મ છે અને બીજા પ્રત્યે હીનતાનો ભાવ રાખવો એને પાપકર્મ માનવામાં આવે છે. માર્દવગુણથી ક્રૂરતા, દુર્જનતા, વેર-વૈમનસ્ય, ક્રોધ, પ્રતિશોધ જેવી બધી દુર્ભાવનાઓ કમજોર બનીને ધીરે ધીરે નાશ પામે છે. માર્દવગુણનો ધા૨ક મન, વચન અને કર્મમાં અહિંસા સંસ્કૃતિના માધુર્યથી પરિપૂર્ણ બની જાય છે. જેની ચિત્તવૃત્તિ સ્નિગ્ધ, શાંત અને મદરહિત છે એના ચિત્તમાં માર્દવ વ્યાપ્ત છે. વિખ્યાત દિગંબર જૈન આચાર્ય વિદ્યાસાગરજીએ કહ્યું છે : “ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ વગેરે દશધર્મ પરસ્પર એટલા જોડાયેલા છે કે તેઓ અલગ અલગ હોવા છતાં સંકલિત છે. માનસન્માનની આકાંક્ષા જીવનમાં કઠિનતા લાવે છે, મનમાં કઠોરતા આવવા લાગે છે. આ અનાદિકાળની કઠોરતાના કારણે જ આત્મા પોતાના માર્દવધર્મને ખોઈ બેઠો છે. આ કઠોરતાનો અથવા માન કરવારૂપ ભાવોનો પરિત્યાગ જ માર્દવ ધર્મના પ્રગટીકરણ માટે અનિવાર્ય છે.” (૩) ઉત્તમ આર્જવ : ‘મૃોવિઃ માર્રવક્’ અર્થાત્ ઋજુતા એટલે કે ચિત્તની સરળતાનું નામ આર્જવ છે. સ૨ળતા મનુષ્યમાં સદ્કાર્ય માટે એક અનુપમ ઊર્જા પેદા કરે છે. જે પ્રાણી મન, વચન, કાયાથી કુટિલતા, છળ, કપટ ન રાખતો હોય અને નિશ્ચલ હોય તે જ આર્જવધર્મને પાળી શકે છે. સ૨ળતાના કારણે મનુષ્ય હિંસા નહીં કરે, જિંદા હીં કરે અને કદાચ બીજા લોકો આમ કરતા હશે તો એનું સમર્થન નહીં કરે. આર્જવભાવ સમાજમાં પારસ્પરિક વિશ્વાસને દૃઢ કરે છે, દુર્ભાવ હટાવી દે છે અને મનુષ્યના ચિત્ત, વિચાર અને કાર્યને ક્લેશરહિત બનાવી દે છે. આર્જવધર્મી એવું કોઈ કામ નથી કરતો જેનાથી બીજાની કોઈ લાગણી ઘવાય અને એના મનને ઠેસ અથવા ધક્કો લાગે. આર્જવભાવમાં અહિંસાની સ્પષ્ટ ઝલક છે. વાંકદેખાપણું આત્મઘાતી છે અને બીજાને હાનિકારક છે. નિચ્છલતા અને નિષ્કપટતા આર્જવની ફળશ્રુતિ છે. 192 For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ આપણે દયાળુ દેખાવા માટે એક ખોટો સિક્કો ભિખારીને આપી દઈએ અથવા ગાયને એક રોટલી આપીએ અને પછી તરત જ શોષણ, નફાખોરી, ભ્રષ્ટાચારમાં લીન બની જઈએ એ આર્જવભાવ નથી. મંદિરમાં આત્મસાધના અને બહાર આવતાં જ શરીરસાધના ! આનાથી વધીને કુટિલતા અને બણગા હોઈ ન શકે. સરલતા આવે છે, પાપનો બોજ સંપૂર્ણતઃ દૂર કરવાથી અને સેવાના માધ્યમથી પુણ્ય કમાવાથી. આર્જવગુણના જ્વલંત પ્રતીક છે ભગવાન મહાવીર, બુદ્ધ, ગાંધી, વિનોબા, મધર ટેરેસા અને જૈન સમાજમાં આચાર્યા ચંદના, જેમણે માનવસેવાને જ પોતાનો ધર્મ સમજી અને એનું નિષ્ઠા અને સમર્પણથી પાલન કર્યું. મુનિશ્રી સમતાસાગરજીએ કહ્યું છે : “જે વૃક્ષ સરળતાથી પોતાના ફળો લુટાવે છે; એમાં વારંવાર ફળ આવે છે, પરંતુ જે પોતાનાં ફળો છુપાવે છે તે મૂળ સાથે સુકાઈ જાય છે.” આર્જવભાવ આપણને કપટી થવાથી બચાવે છે. હંસ અને બગલો એસરખા દેખાય છે, પરંતુ બંને સ્વભાવથી વિપરીત છે. આ જ કારણે લોકો હંસને પ્રેમ કરે છે અને બગલાને તિરસ્કાર. આચાર્ય પદ્મનદિએ લખ્યું છે કે – "मायित्वं कुरुते कृतं संकृर्दापच्छाया विधातं गुणे । ज्वाजातेयमिनोऽर्जितेष्विह गुरुकलेशैः शमादिष्वलम् ।। सर्व तत्र यदासते विनिभृता क्रोधाक्ष्यस्तत्वत । स्तत्पापवत येन दुर्गतिषथे जीवंश्चिरं भ्राक्यति ।।" અર્થાત્ જો મુનિ દ્વારા એક વાર પણ કપટ થઈ જાય તો સાધનાથી ભેગા કરેલા સમ્યગુણો ઢંકાઈ જાય છે. માયાચારરૂપી મકાનમાં ક્રોધ આદિ કષાયો છુપાયેલા રહે છે. આવા માયાચારથી થયેલાં પાપનો બોજો પ્રાણીઓને અનેક દુર્ગતિઓમાં ભ્રમણ કરાવે છે. (૪) ઉત્તમ શૌચ : “શુમતિ: શીવ - પવિત્રતાનો ભાવ એટલે શૌચ. લોભ-કષાયના દૂર થવાથી પવિત્રતા પ્રગટ થાય છે. સરળ ભાષામાં શુદ્ધતાનો અર્થ છે મનનું ચારે બાજુથી ખૂબ સાફ થઈ જવું. લોભમાં બધા પ્રકારના દુર્ગુણોનો સમાવેશ થાય છે. 193 For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ ઉચિત-અનુચિતનો ખ્યાલ રાખ્યા વગર ભેગું કરવાની હાય-હાયની માયાજાળમાં ફસાઈને મનુષ્યનું મન અપવિત્ર થઈ જાય છે. અશુદ્ધિના પરિવારમાં તો લોભની સાથે ક્રોધ, માન, માયા પણ આવે છે. પદ્મનદિ પંચવિશતિકા'માં કહેવામાં આવ્યું છે : “જે બીજા પદાર્થો પ્રત્યે નિસ્પૃહ છે, બધાં પ્રાણીઓ પ્રત્યે જેમનું ચિત્ત અહિંસક છે અને જેમણે ગાઢ અંતરંગ મળને ધોઈ નાખ્યો છે એવું પવિત્ર હૃદય જ ઉત્તમ શૌચ છે.” પવિત્રતા બાહ્ય અને અત્યંતર બે પ્રકારની છે. અંતરંગથી લોભ વગેરે કષાયોને દૂર કરવા એ અત્યંતર પવિત્રતા છે. મનુષ્યના જીવનમાં તુચ્છ પદાર્થનો લોભ પણ અનર્થકારક હોય છે અને લોભ બધા સદ્ગણોને ખત્મ કરી દે છે. બાહ્ય પવિત્રતા હોય છે, રોજબરોજના જીવનમાં પવિત્ર અને નિસ્પૃહ બનીને જીવવામાં, ખાવા-પીવામાં, રહેણીકરણીમાં અને અન્ય જીવનચર્યામાં. સ્વામી સમંતભદ્રએ “સ્વયંભૂસ્તોત્રમાં લખ્યું છે : "तृष्णार्चिष: परिदहन्ति न शांतिरासा મિદ્ધિાર્થ વિમવે. રવૃદ્ધિદેવ પીર ના અર્થાત્ “તૃષ્ણારૂપી જ્વાલા આ જીવને બાળી રહી છે. આ જીવ ઇન્દ્રિયોના ઇષ્ટ વિષય એકત્ર કરીને એનાથી તૃષ્ણાની જ્વાલાને શાંત કરવાનો પ્રયાસ કરે છે પણ એથી તેને શાંતિ થતી નથી. જે રીતે ઘીની આહુતિથી અગ્નિની વાલા શાંત થવાના બદલે વધુ પ્રજ્વલિત થાય છે એ જ પ્રકારે વિષયસામગ્રીથી તૃષ્ણારૂપી જ્વાલા વધુ પ્રજ્વલિત થાય છે. તેથી ઉત્તમ શુદ્ધતાનું પાલન કરીને તૃષ્ણાના પક્ષને નિયંત્રિત અને કમજોર બનાવી દેવો જોઈએ.' મુનિશ્રી સમતાસાગરજીએ ખૂબ જ ભાવુક સહજતાથી આ ગુણને સમજાવ્યો છે: નવ કપના મન પવિત્ર હોતા હૈ (જ્યારે આપણું મન પવિત્ર હોય છે;) હર વેદરે પર અપના વિત્ર હોતા હૈ, (દરેક ચહેરા પર આપણું ચિત્ર હોય છે.) ફિર તુમ હી બી વલ્લે ગાડ્યો; (પછી તમે ક્યાંય પણ ચાલ્યા જાઓ.) નો મિનતા હૈ અપના રી મિત્ર હોતા હૈ (જે મળે છે આપણો જ મિત્ર હોય છે.) 194 For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ (૫) ઉત્તમ સત્ય : “ો દિત સત્ય” જે સજ્જનો અને સદ્ગણોને હિતકર હોય તે સત્ય છે. ઉત્તમ સત્ય પૂર્ણત: માનવહિતને સર્વોપરિ માને છે. તેથી એને પાંચ મહાવ્રતો અને અણુવ્રતોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ક્ષુલ્લકગણેશપ્રસાદ વર્ણીએ પોતાના પુસ્તક “દશલક્ષણધર્મમાં લખ્યું છે : “અસત્ય ભાષણ પાપ છે કારણ કે એનું મૂળ કષાય છે અને જ્યાં કષાય છે, ત્યાં હિંસા થાય જ છે. સત્ય વગર ધર્મ નિપ્રાણ છે.” અહિંસા અને સત્ય એકબીજા સાથે ગૂંથાયેલાં છે. અહિંસાના દ્વાર પર પહોંચવા આત્મશક્તિને વધારવાની છે. પ્રશ્નવ્યાકરણ શાસ્ત્રમાં લખ્યું છે : “= સä તે શુ માવં ” અર્થાત્ “સત્ય જ ભગવાન છે. જ્યાં સત્ય છે, ત્યાં છળકપટ અને અન્ય ખરાબીઓ ટકી શકતી નથી. જીવનના મેદાનમાં સત્ય એક સજાગ ચોકીદારની જેમ છે. સત્યનું બળ જ સંકટમાં મનુષ્યનો આશરો બને છે અને તે જ એકમાત્ર કામ આવે છે.” આ જ વાત ખૂબ માર્મિક શબ્દોમાં વ્યક્ત કરી છે મુનિશ્રી સમતાસાગરજીએ : “સત્ય સૃષ્ટિનો સાર છે, સત્ય નિર્બળનું બળ છે, સત્ય સત્ય છે, સત્ય નિત્ય છે, અટલ અમલ છે, જીવનબાગમાં સરસ સત્યનું, ખીલતું દિવ્ય કમળ છે, ક્ષમા, નમ્રતા, ઋજુતા, શુદ્ધતાનું સત્ય જ આધાર છે.” વર્તમાન સ્થાનકવાસી ચતુર્થ પટ્ટધર આચાર્યશ્રી શિવમુનિજીએ કહ્યું છે : “સત્યપૂર્ણ જીવન અત્યંત જરૂરી છે. કેવળ સત્ય બોલવું પર્યાપ્ત નથી. આપણે સત્યને વૈયક્તિક અને સામાજિક ચેતનાનો અંતરંગ ભાગ બનાવવો જોઈએ. મહાત્મા ગાંધીજીએ સત્યની સર્વવ્યાપી સંસ્કૃતિનું પાલન અને પ્રસાર અહિંસા ધર્મપાલનની જેમ જ કર્યા છે.” જૈન શિષ્ટ મંડળના પ્રયત્નો અને આપણા બધાની કર્મઠ અને તાર્કિક રજૂઆતથી શિકાગોમાં ૧૯૯૩માં સંપન્ન વિશ્વધર્મ સંસદ (વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ 195 For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ રિલિજિયન્સ)માં પસાર થયેલા “વિશ્વનૈતિકતાના ઘોષણાપત્ર'માં સત્ય બોલવું અને સત્ય આચરણ કરવું માનવતાને માટે જરૂરી ચાર દિશા નિર્દેશક સિદ્ધાંતોમાં સામેલ કરવામાં આવ્યું છે. અન્ય ત્રણ છે અહિંસા, ઈમાનદારી અને એકબીજા પ્રત્યે આદર અને સ્નેહ. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે : "We must cultivate truthfulness in all our relationships instead of dishonesty, dissembling and opportunism, we must courageously serve the truth and we must remain constant and trustworthy instead of yielding to opportunistic accommodation to life.” અર્થાત્ “આપણા બધા સંબંધોમાં આપણે બેઈમાની, તકનો લાભ અને કડવાહટની જગ્યાએ સત્યને પોષણ આપીને અને સંવર્ધિત કરવું જોઈએ. સત્યની સાધના સાહસથી કરવી જોઈએ. જીવનમાં તક પ્રમાણે સમાધાન કરવાના બદલે આપણે નિરંતર ભરોસામંદ બનવું જોઈએ.” - નિર્ભીકતા, નિ:સ્વાર્થ, નિ:સંકોચ અને નિષ્પક્ષતા સત્ય આચરણને માટે ખાસ જરૂરી ગુણતત્ત્વો અને વૃત્તિઓ છે. સત્ય અનુભૂતિ, અભિવ્યક્તિ અને આચરણ ત્રણેમાં પૂરી નિર્મળતા સાથે પ્રતિબિંબિત થવું જોઈએ. આચાર્ય રજનીશે એક પ્રવચનમાં કહ્યું છે કે આપણે પરમ સત્યને નથી જાણતા પરંતુ વ્યક્તિગત સત્યને જાણીએ છીએ – એની સાથે રહેવાનું શીખીએ, એનો સ્વીકાર કરીએ અને જોઈએ. સત્યની સ્વીકૃતિ જ મનુષ્યની પ્રામાણિકતાનું મૂલ્ય છે. ઉદાહરણમાં એમણે સત્યકામ જાબાલીની વાર્તા સંભળાવી જેના નામ પર મધ્યપ્રદેશના જબલપુર શહેરનું નામ પડ્યું છે. જાબાલીની મા એક વેશ્યા હતી. જાબાલી સત્યની શોધમાં અને બ્રહ્મવિદ્યાની તલાશમાં ઋષિ હરિદ્રમતના આશ્રમ પર પહોંચ્યો. જ્યારે ઋષિએ એના પિતાનું નામ પૂછ્યું તો તે બોલ્યો, મારા પિતાની જાણકારી ન તો મને કે ન તો મારી વેશ્યા માતાને છે. આમ સત્યકામ કરતાં પણ વધુ હિંમત - સાચું બોલનારી એની માતામાં હતી. જેણે પુત્રના માધ્યમથી લોકોને જાણ કરી. મા અને પુત્ર સત્યના સાચા સાધક હતા. 196 For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ (૩) ઉત્તમ સંયમઃ મનોવૃત્તિઓ અને હૃદયમાં ઉત્પન્ન થનારી લાલસાઓ અને કામનાઓ પર અને ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખવો તે સંયમ છે. જૈન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે: “કુછ દુ માસ સમા મતિયા !” અર્થાત્ “જેમ આકાશ અનંત છે, એ રીતે ઇચ્છાઓ પણ અનંત છે. એક ઇચ્છાની પૂર્તિ થતાં પહેલાં જ અનેક નવી ઇચ્છાઓ પેદા થઈ જાય છે.” શાસ્ત્રકારોએ સંયમના બે ભેદ બતાવ્યા છે : (૧) ઇન્દ્રિયસંયમ અને (૨) પ્રાણીસંયમ. પાંચ ઇન્દ્રિયો અને ચંચલ મનની પ્રવૃત્તિઓને નિયંત્રણમાં રાખવી ઇન્દ્રિયસંયમ છે અને છ-કાયના જીવોની હિંસાથી વિરત રહેવું પ્રાણીસંયમ છે. મનુષ્ય બધાં પ્રાણીઓ ઉપર કરુણાભાવ રાખવો જોઈએ અને સ્પર્શ, રસના, ધ્રાણ, ચક્ષુ તથા શ્રુતઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. મનનો સ્વભાવ ચંચલ છે અને આત્માનો સ્વભાવ અને દિશાપરિવર્તન આપી સમ્પ્રવૃત્તિમાં જોડવાનો છે. સંયમ એક પ્રકારની લગામ છે જે મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને રાખે છે. આપણે સાધના કરવા ઇચ્છતા હોઈએ પણ જો ચિત્તવૃત્તિઓ અસંયમી બની ભાગ-દોડ કરતી રહે તો એનું નિયમન કરવું જોઈએ અને એને કાબૂમાં રાખવી જોઈએ. સંયમ વ્યવસ્થા છે અને સાધના ગતિ છે. સંયમ બ્રહ્મચર્ય વ્રતનો જ એક આયામ છે. તે તપ છે અને સંયમ આત્માનુશાસન છે. - સંયમ અપરિગ્રહનું અવિભાજ્ય અંગ છે કે જે આપણે અપરિગ્રહના અધ્યયનમાં જોઈ ચૂક્યા. સંયમથી પરિગ્રહ છોડવાની ઇચ્છાશક્તિ અને સાહસ જાગ્રત થાય છે. સંયમ વગર અપરિગ્રહ અધૂરો રહી જશે અને આપણે આપણી લાલસાઓની માયામાં ગૂંચવાઈ જઈશું. (૭) ઉત્તમ તપ : તપ શુદ્ધતાના ગુણનું વધુ એક સક્રિય અને શ્રદ્ધાપોષક રૂપ છે. સંયમ દ્વારા મનુષ્ય પોતાની આંતરિક શક્તિઓને કેન્દ્રિત કરી લે છે અને તપ દ્વારા એને કર્મબંધનોથી છોડાવી લે છે. તપ કર્મક્ષયનું મુખ્ય સાધન છે. એનાથી કર્મ-આસવ પર બ્રેક લાગે છે. નિર્જરાને માટે જે કઠોરસાધના કરવામાં આવે છે, તે તપ છે. 197 For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ સ્વાધ્યાય પણ તપ છે. સ્વાધ્યાયને તપોમાં સર્વશ્રેષ્ઠ તપ કહેવામાં આવ્યું છે. જૈન ધર્મમાં બે પ્રકારનાં તપ હોય છે : બાહ્ય તપ અને આત્યંતર તપ. બાહ્ય તપ શરીરની બાહ્ય ક્રિયાઓ સાથે સંબંધિત છે અને આત્યંતર તપનો સંબંધ મનના વિકારો અને કષાયોનું દમન ક૨વા સાથે છે. ઉપવાસ કરવો, ઓછું ખાવું, અમુક વસ્તુનો ઉપભોગ - ત્યાગ વગેરે બાહ્ય તપનાં ઉદાહરણ છે. પોતાની ભૂલોનો સ્વીકાર કરીને એના માટે પ્રાયશ્ચિત્ત કરવું, ગુરુજનોનો વિનય કરવો, બીજાની સેવા કરવી, સ્વાધ્યાય કરવો વગેરે આત્યંતર તપ છે. ૧૯મી સદીમાં જૈન વિદ્વાન પં. ટોડરમલજીએ એ સમયની જયપુરમાં પ્રચલિત લોકભાષામાં લખ્યું, “નો માન વાડ્ જે વાસ્તે વદ્યુત ૩૫વાસ સંગીાર રિ । બંધન જી ની મૂઆ મરે તો વિરૢ સિદ્ધિ નાહી ।।” આ રીતે તપ કોઈ માન, માયા, લોભ, પ્રશંસાને માટે નહીં પરંતુ આત્મશુદ્ધિને માટે હોય ત્યારે સાર્થક થાય છે . (૮) ઉત્તમ ત્યાગ : ન મળેલા ભોગોની ઇચ્છા ન કરવી અને મેળવેલા ભોગોથી અલગ થઈ જવું ઉત્તમ ત્યાગ છે. સંઘરવાની વૃત્તિ દૂર કરવાથી ત્યાગનો રસ્તો ખૂલી જાય છે. સાચો ત્યાગ ત્યારે થાય છે જ્યારે મનુષ્ય ઓછામાં ઓછી સાધન-સામગ્રીમાં સંતોષ કેળવી અને,આનંદમય રહેવા લાગે છે. આવા ત્યાગથી સામાજિક વિષમતા દૂર કરવાનું વાતાવરણ સર્જાય છે. ‘બારસ અણુવેક્ખા’માં કહેવામાં આવ્યું છે : “જે બધાં દ્રવ્યો પ્રત્યે મોહ છોડીને સંસાર, શરી૨ અને ભોગો પ્રત્યે વિરક્તિની ભાવના રાખે છે તે ત્યાગ ધર્મનું પાલન કરી શકે છે. ૫૨૫દાર્થો પ્રત્યે આસક્તિભાવ રાખવો પરિગ્રહ છે.” તપથી ચેતના જાગ્રત થાય છે અને ત્યાગથી આપણે આત્મશક્તિ વધારવા માટે સશક્ત અને સક્ષમ બનીએ છીએ. ‘પરત્વ’નો ત્યાગ અને ‘સ્વત્વ'નો વિસ્તાર એવા ગુણ છે, જે સહિષ્ણુતા વધારે છે. ત્યાગ અજ્ઞાનની, મનના મેલની, મનના કષાયની - એક સ્વૈચ્છિક સંકલિત 198 For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને સ્વાભાવિક પ્રક્રિયા હોવી જોઈએ. આત્મશુદ્ધિ અભિયાનમાં જે કંઈ પણ આડે આવી રહ્યું હોય, વ્યર્થ હોય, નિરર્થક હોય, અપ્રાસંગિક અને હાનિકારક હોય એને છોડવું એ જ ત્યાગ છે. આપણે તીર્થકરોની મૂર્તિઓમાં ખૂબ કલાથી એની વીતરાગતા ઉપસાવી અને એ પથ્થર, આરસ, ધાતુને પૂજવા લાગ્યા. પરંતુ એ વિતરાગ ભાવ તથા ત્યાગસાધના આપણા જીવનમાં ન ઉતારી શક્યા. પંચકલ્યાણકોની પ્રતિષ્ઠાઓમાં આપણે ઇન્દ્ર બનીને અથવા તીર્થંકરનાં માતાપિતા બનીને અનોખા સુખનો અહેસાસ કરીએ છીએ પરંતુ એ બધું ખરીદેલું છે. આપણે સ્વયં ક્યારે ત્યાગપ્રાપ્તિને માટે સ્વતંત્રતા-સંગ્રામમાં પોતાની તૃષ્ણા, ક્રોધ, ભય, હિંસા, લોભ અને અહંકારને પરાજિત કરીશું ! જ્યારે આ આત્મબોધ પર્યુષણ પર્વમાં થશે ત્યારે જીવનમાં નૈતિક મૂલ્યોના વિકાસ અને આત્મજાગરણના નવા દરવાજાઓ ખૂલી જશે. (૯) ઉત્તમ અકિંચન્ય : અકિંચનસ્ય ભાવ: આકિચન્ય અકિંચનપણાનો ભાવ આકિંચન્ય છે, જેની પાસે કશું નથી બચ્યું તે અકિંચન કહેવાય છે. પરિગ્રહનો ત્યાગ કરવાથી આકિન્ચન્ય ધર્મ પ્રગટ થઈ જાય છે. આચાર્યશ્રી કુન્દકુન્દ “ઇબ્દોપદેશ'માં કહ્યું “જેના હૃદયમાં પર દ્રવ્ય પ્રત્યે પરમાણુ માત્ર પણ રાગ છે; તે વ્યક્તિ ભલે બધા આગમોનો જ્ઞાતા હોય પરંતુ જો તે આત્માને યોગ્ય અને સાચા રૂપે ઓળખતો નથી તો તે કર્મોમાં બંધાઈ રહે છે. સાંસારિક પદાર્થો પ્રત્યે મોહ અને રાગ-દ્વેષનો ત્યાગ આવશ્યક છે.” આકિંચન્ય ગુણ મનુષ્યને નિરહંકારી, નિરાભિમાની અને નિષ્કલંક બનાવવામાં તાકાત આપે છે. એમાં આસક્તિનો અંશ પણ નથી રહી જતો અને તે સમત્વ ગુણથી પ્રેરિત થઈ ઊઠે છે. “હું કાંઈ નથી', “મારું કશું નથી'નો બોધ આત્મામાં અકિંચન્યભાવનો સંચાર કરે છે. આકિંચન્યની અનુભૂતિ મનને નિર્મળ બનાવે છે અને આત્માને અલૌકિક આનંદ આપે છે. આકિંચન્ય આત્માના બોજને 199 For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ હળવો કરી દે છે. વિપુલ સંપત્તિ હોવા છતાં પણ એમાં મૂછનું ન હોવું, અકિંચન્ય ધર્મ છે. મમત્વ અને સ્વામિત્વનું વિસર્જન આકિંચન્ય ગુણ વિકસિત કરે છે. આકિંચન્યની અનુભૂતિ બહુ જ દુર્લભ ગુણ છે. (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય : બ્રહ્મચર્ય ક્ષમાથી અકિંચન્ય સુધીની ચિત્તવૃત્તિઓનું સંકલિત રૂપ છે. બીજા શબ્દોમાં બ્રહ્મચર્ય, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શુદ્ધતા, સંયમ, તપ, ત્યાગ અને આકિંચન્યનો મહાયોગ છે. બ્રહ્મચર્યપાલન એક કઠોર સાધના અને ઘોર તપ છે. આના માટે માત્ર શરીર પર જ નહીં, મન, વાણી, ઇન્દ્રિયો અને કર્મ પર પણ નિયંત્રણ રાખવું આવશ્યક થઈ જાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ – આ ચાર ઇચ્છાઓ પ્રાણીઓને સ્વ-આત્મની ઊર્જા અને અવાજથી દૂર લઈ જાય છે. બાહ્ય રસ, ગંધ, સ્પર્શ અને ભૌતિક આકર્ષણમાં આપણે ખોવાઈ જઈએ છીએ. બ્રહ્મચર્ય આપણને સમ્યક્ પથ પર પાછા લાવીને આત્મહત્ત્વના સૌંદર્ય અને મધુર ઊંડાણની સમીપ લાવે છે. બ્રહ્મચર્ય આપણને પુન: આત્મકેન્દ્રિત કરી દે છે. બ્રહ્મચર્યની આ વ્યાપક અર્થની પરિધિમાં કામભોગ પર નિયંત્રણ પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે કામ-દોષ અને લાલસા આત્માના સદ્ગણોનો નાશ કરે છે. નૈતિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે અને આત્મજાગરણમાં વિકટ મુશ્કેલીઓ ઊભી કરે છે. પરંતુ કામભોગનો ત્યાગ માત્ર બ્રહ્મચર્ય નથી, તે તો એનો એક વ્યાવહારિક પ્રકાર છે. ખરું જોતાં “બ્રહ્મચર્યનું મૂળ તાત્પર્ય છે “બ્રહ્મ' એટલે “આત્મા' “ચર્ય” એટલે “ચર્યા' અર્થાત્ આત્માની સેવા, આત્માની સાધના, આત્માને ઓળખવો, આત્મસ્થ થવું. જ્યારે આપણે સમ્યકુચારિત્રના યોગ્ય વિકાસની તરફ આગળ વધીએ છીએ ત્યારે બ્રહ્મચર્યનું સર્વાગી રૂપ નીખરે છે. બ્રહ્મચર્ય ગુણ સમત્વથી પૂર્ણ છે અને શોષણથી બિલકુલ પર. ભગવાન મહાવીરે આ ગુણતત્ત્વને દૃષ્ટિસમક્ષ રાખીને જ બ્રહ્મચર્યને પાંચમા મહાવ્રત તથા અણુવ્રતના રૂપમાં જોડી દીધું. દશલક્ષણ પર્વમાં ઉપવાસ, સ્વાધ્યાય, સામાયિક, વંદના, પ્રતિક્રમણ, અભિષેક, પૂજન, સ્તવન, ધાર્મિક સંગોષ્ઠિઓનું આયોજન અને પરોપકારી કામ કરવું મુખ્ય ક્રિયાકલાપ હોય છે જે ધર્મના ઉત્તમ સંસ્કારો સાધકના હૃદયમાં મજબૂત કરે છે. 200 For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ દશલક્ષણ પર્વમાં વિશેષ રૂપથી તત્ત્વાર્થસૂત્રનો નિયમિત પાઠ કરવામાં આવે છે, જેનાથી જૈન તત્ત્વજ્ઞાનને ગ્રહણ કરી શકાય. ચાતુર્માસ કરી રહેલા મુનિવરોનાં પ્રવચન, શાસ્ત્રચર્યા અને આધ્યાત્મિક દિશાદર્શન ધર્મલાભને પ્રેરણાત્મક બનાવે છે. સમાજના લોકો એકઠા થઈ આ પર્વ ઊજવે છે તેથી સમાજના વૃદ્ધ, પ્રૌઢ, યુવાન બધા વર્ગોમાં સંચાર થાય છે કે ધર્મને માટે સમય કાઢવો અને ધર્મને સમ્યગૂ સમજવો કેટલું જરૂરી અને લાભપ્રદ છે. આજના યુગમાં વિશેષ પડકાર એ વાતનો છે કે આવા સામૂહિક તહેવાર દ્વારા આપણે યુવાન પેઢીને આકર્ષિત કરીએ અને ધર્મશ્રદ્ધા અને ધર્માચરણમાં જે ખાઈ વધી ગઈ છે તેને યુવાનો અને પ્રૌઢો વચ્ચે સંવાદ દ્વારા ઓછી કરીએ. દશલક્ષણ પર્વમાં સુગંધદશમીનું વધુ મહત્ત્વ છે. એ દિવસે જૈન મંદિરોમાં સુગંધિત દ્રવ્યો દ્વારા સુગંધ ફેલાવવામાં આવે છે અને ભક્તિ રસનું અનુપમ વાતાવરણ બની જાય છે. સુગંધ વિકારોના નાશનું પ્રતીક છે અને ઉત્તમ સંસ્કારોને ગ્રહણ કરવાનું પણ પ્રતીક છે. અનંત ચતુર્દશી – જે પર્વના દસમા દિવસે આવે છે એ મહાન દિવસ છે કારણ કે એ દિવસ તીર્થંકર અનંતનાથની જન્મજયંતિ છે અને એના નામ પર આ ચતુર્દશીનું નામ અનંત ચતુર્દશી પડી ગયું. આજના યુગમાં પ્રાસંગિકતા : સંક્ષેપમાં પર્યુષણ પર્વ - શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓનું એક મહાન પર્વ છે. જેમાં આપણે આત્મસ્વભાવની આરાધના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને વિશેષ તપસ્યા, આધ્યાત્મિક જ્ઞાન-અર્જન અને ભક્તિ-પ્રક્રિયાથી જૈન ધર્મનાં ગુણતત્ત્વોને સમજીને પોતાના જીવનમાં વિધિવત્ ઉતારવાને માટે ઇચ્છાશક્તિ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ બધું થાય છે જ્ઞાની અને ભક્તિલીન સાધુ-સાધ્વીઓના સાંનિધ્યમાં જે તે સમયે ચાતુર્માસ વિતાવવા માટે આવ્યાં હોય છે. પર્યુષણ પર્વ વ્યક્તિ અને સમાજમાં એક અદ્ભુત સ્કૂર્તિ, ઉલ્લાસ અને પ્રેરણાનો સંચાર કરે છે અને ધર્મના સંસ્કારોના પોષણમાં વેગ લાવે છે. તેથી એ જરૂરી છે કે આપણે આધુનિક યુગમાં આ પર્વાધિરાજ મનાવવાની પરંપરાને 201 For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ : જીવંત રાખીએ. એ પ્રસન્નતાનો વિષય છે કે વિદેશોમાં વસેલો જૈન સમાજ પણ પર્યુષણ પર્વ ખૂબ ઉત્સાહ, ભક્તિ-વાત્સલ્ય અને સાધનાસેવાથી મનાવી રહ્યો છે અને આ અવસર પર સાધુ-સાધ્વીઓને ભારતમાંથી બોલાવીને એમના સત્સંગનો લાભ ઉઠાવી રહ્યો છે. આનાથી યુવા પેઢીમાં પણ વિદેશી વાતાવરણમાં હોવા છતાં પણ ધર્મ પ્રત્યે લાગણી વધી રહી છે. એક પ્રાસંગિક વાતનો અહીં ઉલ્લેખ કરવો છે. પર્યુષણ પર્વમાં સ્વ-આત્મા પાસે જવાની અને એને જાણવાની પ્રેરણા મળે છે. સ્પષ્ટ છે કે બધા માટે કોઈ એક સ્ટાન્ડર્ડ ફૉર્મ્યુલા કે અનુશાસન અથવા ધર્માદેશ જૈન ધર્મ નથી આપતો. તપ, ત્યાગ, સાધના, ઉપાસના બધી વ્યક્તિની મનમરજી, સ્વસંકલ્પ અને સ્વઆસ્થા પર આધાર રાખે છે. તપ અને ત્યાગ એણે હર્ષ, ઉત્સાહ અને સ્ફૂર્તિથી કરવા જોઈએ. તપ અને ત્યાગ પ્રદર્શન માટે નથી. પુસ્તક ‘મહાવીર જીવન'માં લેખક કટારિયાએ ખૂબ સારગર્ભિત રૂપમાં લખ્યું છે : “હવે તમે કેટલું છોડો, ક્યારે છોડો અને કઈ રીતે છોડો - એ તો તમે જ નક્કી કરો. એનો કોઈ એક માપદંડ ન હોઈ શકે, ન તો ઉ૫૨થી લદાયેલો કાનૂન મનુષ્યને અંદરથી માંજે (સ્વચ્છ કરે). અંદરથી તો તે ત્યારે મંજાશે જ્યારે તે પોતાની મર્યાદાઓ સ્વયં નક્કી કરશે. પરંતુ એક વાત સાફ છે કે માત્ર પોતાની કાયાથી જોડાયેલો ત્યાગ સાથ નહીં આપે. એ સંયમ દરેક વસ્તુના ઉપભોગની સાથે જોડવો જોઈએ. તે તમારા પડોશી સાથે જોડવો જોઈએ, મહોલ્લાથી જોડવો જોઈએ, ગામ સાથે જોડવો જોઈએ અને સંપૂર્ણ સૃષ્ટિના પ્રાણીજગત સાથે જોડવો જોઈએ.” સંદેશ એ છે કે પર્યુષણ પર્વ આપણા હૃદયમાં આત્મકલ્યાણની ભાવના સાથે સામાજિક નિસબત પણ જગાવે જેનાથી આપણે જૈન ધર્મના મહાન સિદ્ધાંતોને સમાજના નૈતિક જીવનનો માપદંડ અને દિશાદર્શક બનાવી શકવામાં સમર્થ બનીએ. પર્યુષણપર્વમાં પ્રતિબિંબિત છે જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિ જે આપણને આત્મકલ્યાણ અને સમાજસેવા બંને ક્ષેત્રો તરફ જાગ્રત અને સંકલ્પવાન બનાવે છે. 202 For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ વિભાગ આધુનિક સંદર્ભમાં જેન ધર્મ For Personal & Private Use Only ,.''' ལ r ' '. ་ ་ ས 1:|: ཡོ - སཊིབ་ག t ti= ག་ Page #221 -------------------------------------------------------------------------- ________________ उवसमेण हणे कोहं माणं मद्दवया जिणे । मायं च 5 ज्जवभावेण लोभं संतोसओ जिणे ।। - રુશવૈનિક સૂત્ર, ૮-૨૮ ઉપશમ દ્વારા ક્રોધને નષ્ટ કરો, મૃદુતા દ્વારા માનને જીતો, સરળતા દ્વારા કપટ ભાવને દૂર કરો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો. - દશવૈકાલિક સૂત્ર, ૮-૩૮ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ ૨૧મી શતાબ્દીના પ્રારંભમાં માનવતા ઇતિહાસના નિર્ણાયક વળાંક પર આવીને ઊભી છે. અકલ્પ્ય વૈજ્ઞાનિક અને તંત્રવિજ્ઞાનની પ્રગતિએ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં વિચાર, વ્યવહાર અને દિશાબોધમાં નવી અને સતત પરિવર્તનશીલ સંભાવનાઓ ઊભી કરી છે. ભૌતિક પ્રગતિમાં દરરોજ નવાં શિખરો સર થઈ રહ્યાં છે. સુખ અને સાધનસંપન્નતાની ફેલાતી માયાજાળમાં પ્રોત્સાહિત ફરવાવાળી અનેકાનેક આકર્ષણભરી ઉપલબ્ધિઓ એક પછી એક જીવનપટ પર આવીને એક તરફ તો લાગે છે કે તૃપ્ત કરી રહી છે, તથા બીજી તરફ લાગે છે કે તે લાલસા, મોહ, એશો-આરામ અને ભોગવિલાસની પ્રવૃત્તિમાં માનવસમાજને જકડી રહી છે. વિશ્વસ્તર ૫૨ સંચારક્રાંતિના કારણે ભૌતિક જીવનમાં નવી નવી આશાઓ, આકાંક્ષાઓ, જરૂરિયાત અને મૃગતૃષ્ણા સમાજના બધા સ્તરોએ નિરંતર વધતી જાય છે. રોજબરોજનું જીવન વધુ લોલુપ, દરરોજ નવી માંગણીના મોહથી ઘેરાયેલું અને માયાગ્રસ્ત થઈ રહ્યું છે. ઉપભોક્તાવાદના નામ પર ઇચ્છાઓનો નિર્બંધ નાચ સર્વજગતમાં વ્યાપી ગયો છે. ધર્મ અને અધ્યાત્મ પર 205 For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ ભૌતિકવાદ સવાર થઈ ગયો છે. ધર્મ કર્મકાંડમાં સંકડાઈ ગયો છે. સાથે જ મનોરંજનનાં વિવિધ વિશ્વસ્તરીય સાધનોએ માનવજીવનને ભ્રામક સ્વપ્નોના ભરડામાં ઘેરી લીધું છે. આ બેહોશીના યુગમાં જ્યારે ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનાં બંધન ઢીલાં થઈ ગયાં છે, ઇન્દ્રિયો અંકુશહીન બની ગઈ છે, પરિગ્રહ પરાકાષ્ઠા ૫૨ છે, ત્યારે અપરિગ્રહનું અનુશાસન, સંસ્કાર અને ત્યાગવૃત્તિને પ્રોત્સાહિત કરવી એ વ્યક્તિ અને સમાજ બંનેને માટે એક વિકટ પડકાર છે. વૈજ્ઞાનિક પ્રગતિનું સકારાત્મક પાસું નવા ઉદ્યોગો, નવનિર્માણ-પ્રક્રિયા અને વિકાસક્રાંતિમાં દેખાઈ આવે છે. જોકે ત્યાં પણ વિકસિત દેશોને પૂર્ણતમ લાભ મળ્યો છે અને ઉપનિવેશવાદી જંજીરો અને શોષણથી મુક્ત થયેલા વિકાસશીલ દેશો ગરીબી અને આર્થિક પછાતપણા સામે લડતાં લડતાં હવે ધીરે ધીરે વિકાસના માર્ગ પર પ્રગતિ કરી રહ્યા છે. માનવના આ વિકાસ અને અસમાનતાના યુગમાં સાધનસંપન્ન અને અધિકાંશ સાધનવિહીન દેશોમાં વહેંચાઈ ગઈ છે. વૈજ્ઞાનિક ઉન્નતિનું નકારાત્મક પાસું પણ દુર્ભાગ્યવશ ઊપસી આવ્યું છે. વિજ્ઞાનનો દુરુપયોગ, વિનાશકારી શસ્ત્રોની શોધ અને નિર્માણ, રોજ નવાં વિધ્વંસક હથિયારો, હથિયાર-વાહનો, અણુ અને ૫૨માણુ બૉમ્બ, કેમિકલ શસ્ત્રોનો વધતો ભંડાર વગેરે સ્થાયી વિશ્વશાંતિને માટે એક ખતરો બની ગયાં છે. વિડંબના તો એ છે કે આ હિંસક શસ્ત્રોને શાંતિનું કવચ કહીને રાજકારણીઓ અત્યારે પણ વિશ્વસ્તર પર શસ્ત્રસ્પર્ધાના વિકાસથી કેટલાય ગણી વધુ પૂંજીના રોકાણની સાર્થકતાની હિમાયત કરે છે. હિંસાના શાસનમાં યુદ્ધ તેનું પ્રાયોજિત રૂપ છે. તેને શાંતિનો માર્ગ કહેવામાં આવ્યો છે. અહિંસાને તો કાયર અને ભીરુ, કમજોર અને દુર્બળ તથા લાચા૨નો સહારો માનીને એનું મહત્ત્વ ભુલાવી દેવામાં આવ્યું છે. એક જ શતાબ્દીમાં બે વિશ્વયુદ્ધો, હિરોશિમામાં ઍટમબૉમ્બથી જનસંહાર અને પાછલી અર્ધશતાબ્દીમાં વિશ્વના લગભગ બધા ભૂખંડોમાં ચાલી રહેલા હિંસક સંઘર્ષ, લડાઈઓ, ખૂનખરાબી ને હિંસાને રાજનૈતિક આવશ્યકતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને હવે બીભત્સ અને નૃશંસ આતંકવાદે કેવળ રાષ્ટ્ર જ 206 For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ નહીં પરંતુ નિર્દોષ જનતાના જીવનને પણ ધ્રુજાવી દીધું છે. સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧માં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવરને પત્તાના મહેલની જેમ પાડી દેવો અને હજારો નિર્દોષ લોકોના પ્રાણોના નિરર્થક સંહારે વિશ્વભરમાં ચેતના જગાવી કે આતંકવાદનો અંત માનવતાની સહુથી ટોચની જરૂરિયાત બનવી જોઈએ. ભારતનું કાશ્મીર નિર્દય અને આંધળા આતંકવાદ સામે સતત ઝઝૂમી રહ્યું છે. આજે આ વિચારદર્શનને વિશ્વવ્યાપી બનાવવાની જરૂરત અને તક છે. આતંકવાદ હિંસાનો ઉગ્રતમ અવતાર છે. ૨૧મી શતાબ્દીમાં હિંસાની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપી જનમાનસમાં અહિંસાનું પરાક્રમ અને શક્તિ સંચારિત કરવા એ વિશ્વસંસ્કૃતિ માટે એક બહુમૂલ્ય પગલું બની શકે છે. મહાવીરની અહિંસાયાત્રાને વિશ્વસ્તરીય બનાવવાનો સમય આવી ગયો છે. ૨૧મી શતાબ્દીમાં જૈન ધર્મ વિશ્વસ્તર પર અહિંસા સંસ્કૃતિના પ્રસારમાં મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે. આ ભૂમિકા વ્યાપક પરિપ્રેક્ષ્યમાં નિભાવવી પડશે. જેથી આધુનિક યુગની સંવેદનશીલતા અનુસાર આપણે અધ્યાત્મ, પર્યાવરણ, સંરક્ષણ, વિકાસ અને વિજ્ઞાનની વચ્ચે સુસંબદ્ધ કડીરૂપે અહિંસા સંસ્કૃતિને મજબૂત કરીને સ્થાપિત કરીએ. નોબેલ પુરસ્કાર-વિજેતા ગ્રેબિયેલ મારઝેઝે કહ્યું છે : “૨૧મી શતાબ્દી પાસે કોઈ પણ અપેક્ષા ન રાખો, ૨૧મી શતાબ્દીને તો તમારી પાસેથી બધા પ્રકારની અપેક્ષા છે.” સંત શિરોમણિ આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીએ આ સંદર્ભમાં ભગવાન મહાવીર પ્રત્યે હૃદયને સ્પર્શી જાય તેવી કવિતા લખી છે, જેના કેટલાક અંશોનો અહીં ઉલ્લેખ કરી રહ્યો છું. जिसकी आज जरूरत उसने क्यों पहेले अवतार लिया (જેની આજે જરૂર છે એણે પહેલાં કેમ અવતાર લીધો.) मंद चांदनी चंदा की क्यों सूरज का उपहार दिया (મંદ ચાંદની ચાંદની, સૂરજનો કેમ ઉપહાર દીધો) तुम आये तब इस धरतीने अपना रूप संवारा था । (તમે આવ્યા ત્યારે આ ધરતીએ પોતાનું રૂપ શણગાર્યું હતું.) 207 For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ मनुज एकता की वाणी से उसको मिला सहारा था । (મનુજ એકતાની વાણીથી એને સહારો મળ્યો હતો) मानव अपना भाग्यविधाता पौरुष को आधार दिया (માનવ પોતાનો ભાગ્યવિધાતા પૌરુષને આધાર આપ્યો) जटिल समस्या के इस युग को उस युग से कैसे तोले (જટિલ સમસ્યાના આ યુગને એ યુગ સાથે કઈ રીતે તોલીએ) हिंसा से बहरी दुनिया में बोले तो कैसे बोले (હિંસાથી બહેરી આ દુનિયામાં બોલીએ તો કેવી રીતે બોલીએ) पोत कहाँ वह जिससे तुमने इस सागर को पार किया (નાવ ક્યાં જેનાથી તમે આ સાગરને પાર કર્યો.) करुणा का जल सूख रहा है दुर्लभ पीने का पानी। (કરુણાનું જળ સુકાઈ રહ્યું છે, પીવાનું પાણી છે દુર્લભ) बना रहा बाजार आज के, ज्ञानी को भी अज्ञानी (બનાવી રહ્યું છે બજાર આજના જ્ઞાનીને પણ અજ્ઞાની) भोगवाद के महारोग का प्रभु कैसे उपचार किया (ભોગવાદના મહારોગનો પ્રભુ કેમ કરીએ ઉપચાર) उतरो उतरो हे करुणाकार, हृदयांगण में तुम उतरो . (ઊતરો ઊતરો હે કરુણાકર, હૃદયાંગણમાં તમે ઊતરો) अभय मंत्र के उद्धाता अणुयुग के भय को दूर करो (અભય મંત્રના ઉદ્ધારક અણુયુગના ભયને દૂર કરો) मैत्री की निर्मल धारा ने शांतिशोध को द्वार दिया (મૈત્રીની નિર્મળ ધારાએ શાંતિશોધને હાર આપ્યું) ~~ ~~~~~~ ~~ ~~~~ 208 For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ रिद्धि सिद्धि का वर दो वर्धमान का पद पायें (રિદ્ધિ સિદ્ધિનું આપો વરદાન, પામીએ પદ વર્ધમાન) सहनशील बन विक्रमशाली महावीर हम बन जायें। (સહનશીલ બનીને વિક્રમશાળી મહાવીર અમે બનીએ) अनेकांत ने निराकांत को पलभर में आकार दिया । (અનેકાંતે નિરાકાંતને પલભરમાં આપ્યો આકાર) जिसकी आज जरूरत उसने क्यों पहेले अवतार लिया (જેની જરૂર છે આજે એણે પહેલાં કેમ અવતાર લીધો !) એક તરફ માનવે પોતાની બુદ્ધિ, કલ્પના અને રચનાત્મક પ્રવૃત્તિથી સભ્યતા અને સંસ્કૃતિઓને વિકસાવી, બીજી તરફ એ જ માનવે પોતાના અંગત સંબંધોમાં ઘણા, સંદેહ, શોષણ, અસહિષ્ણુતા, નિર્મમતા અને હિંસક વ્યવહારને ઘરેલુ બનાવ્યો છે. કેવી વિડંબના ! એક તરફ ધર્મ અને આસ્થાઓએ અધ્યાત્મપ્રેરિત શાંતિપોષક નૈતિકતાથી માનવજીવનને ઢાળ્યું છે, બીજી તરફ જાતિભેદ, રંગભેદ, વર્ણભેદ, લિંગભેદ અને ધર્મના નામે થતા સંઘર્ષોથી હિંસક કડવાશ અને વૈમનસ્ય ફેલાઈ રહ્યું છે. એક તરફ ધર્મોએ આખા માનવસમાજને એક પરિવારનો દરજ્જો આપ્યો, ભારતીય સંસ્કૃતિએ વિશ્વને “વસુધૈવ કુટુંબકમ્', “પરસ્પરોપગ્રહો જીવાનામ્ તથા જીવો અને જીવવા દો'નો સંદેશ આપ્યો. બીજી તરફ માનવની શોષણ પ્રવૃત્તિઓથી સમાજ સંપન્ન અમીર અને અભાવગ્રસ્ત ગરીબ એમ બે વર્ગોમાં વહેંચાઈ ગયો છે. અન્ય જીવજગતનો નિર્મમ સંહાર થઈ રહ્યો છે, અને પ્રકૃતિનું પર્યાવરણીય સમતુલન ખોરવાઈ ગયું છે. વધતા જતા પ્રદૂષણે આખા પર્યાવરણને વિનાશના આરે લાવી દીધું છે. આધુનિક યુગમાં એક તરફ મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા અને માર્ટિન યૂથર કિંગ જુનિયર જેવા મહાન નેતાઓએ હિંમતથી અહિંસાના માર્ગનો સફળ પ્રયોગ કરી ક્રમશ: રાજનૈતિક સ્વાતંત્ર પ્રાપ્તિ, શોષણની સમાપ્તિ અને રંગભેદને 209 For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ જડમૂળથી કાઢવા કર્યો છે, ત્યારે બીજી તરફ વધતી જતી હિંસા અને બીભત્સ આતંકવાદથી જીવનનાં બધાં પાસાંઓ પ્રભાવિત થઈ રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય તથા વ્યક્તિ સ્તરે માનસિક તનાવ, સલામતીનું સંકટ તથા ભય અને વૈરભાવથી વાતાવરણ ઉગ્ર બની ગયું છે. યુદ્ધના વિનાશથી છુટકારો મેળવવા માટે રાષ્ટ્રોએ મળીને સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરી. પરંતુ શીતયુદ્ધનાં દ્વંદ્વોમાં અને અતિ વિનાશકારી શસ્ત્રોની દોડમાં સ્થાયી વિશ્વશાંતિની શોધ ભુલાઈ ગઈ. છતાં પણ સંયુક્ત રાષ્ટ્રસંઘ અને એની અન્ય સંસ્થાઓ (W.H.O.,F.A.O., UNICEF, UNIDO, UNESCO વગેરે)એ આંતરરાષ્ટ્રીય સહયોગ અને સહકારને માત્ર રાજનૈતિક જ નહીં પરંતુ આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને ખાદ્યાન્નનાં ક્ષેત્રોમાં ઉત્તેજન આપ્યું છે. બીજા મહાયુદ્ધ પછી સ્થાયી શાંતિ તો મૃગતૃષ્ણા જ રહી છે. સંસારના બધા ભાગોમાં નિરંતર ચાલી રહેલા હિંસક સંઘર્ષોએ ભય ફેલાવ્યો છે, ઓછો નથી કર્યો. વિશ્વ જનમાનસમાં હિંસા અને અહિંસા, શાંતિ અને સંઘર્ષનું ચિંતાજનક સહઅસ્તિત્વ થઈ ગયું છે. આવા સમયે શું માનવતા હિંસાનું પલ્લું ભારે અને અહિંસાનો પક્ષ કમજોર રહેવા દેશે ? ૨૧મી શતાબ્દીમાં વિશ્વના ભવિષ્યને માટે યોગ્ય પસંદગી કરવી જરૂરી બની ગઈ છે. આવી પરિસ્થિતિઓમાં માનવતાનું ધ્યાન પુન: અધ્યાત્મ અને શ્રદ્ધાની તરફ આગળ વધ્યું છે. પ્રસિદ્ધ અંગ્રેજી કવિ ઇલિયટે લખ્યું છે : ક્યાં ગયું એ જીવન જે આપણે માત્ર રહીને ખોઈ નાખ્યું, ક્યાં ગઈ એ બુદ્ધિમત્તા જે આપણે જ્ઞાનઅર્જનમાં ખોઈ દીધી ક્યાં ગયું એ જ્ઞાન જે આપણે આંકડા ભરેલી જાણકારીમાં ખોઈ નાખ્યું. દૂરગામી નજર રચનાત્મક કાર્યોને આકાર આપવા લાગી છે. વિભિન્ન ધર્મોના પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય મંચો પર મળીને વિશ્વ શાંતિ પર્યાવરણ - સંરક્ષણ અને સહિષ્ણુતા-વર્ધનના પહેલ કરી અને આજે વિશ્વમાં કેટલાય આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા સ્થાનીય સ્તરની ધર્મસંસ્થાઓ સમાજ્સવી 210 For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ સંસ્થાઓના રૂપમાં સક્રિય થઈ રહી છે જે સુમેળ વધા૨વામાં, શાંતિને ગતિશીલ ક૨વા અને સમત્વભાવ વધે તે માટે રચનાત્મક કાર્યક્રમોને આકાર આપવા લાગી છે. ઈ. સ. ૧૯૯૩માં એક સો વર્ષ પછી પુનઃ વિશ્વધર્મ સંસદ (Parliament of Worlds Religions)ના દ્વિતીય સંમેલનમાં આ પ્રયત્નોને પ્રોત્સાહન મળ્યું. ઈ.સ. ૧૮૯૩માં શિકાગોમાં જ વિશ્વ ધર્મ સંસદનું પ્રથમ અધિવેશન થયું હતું જેમાં હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ સ્વામી વિવેકાનંદે કર્યું હતું, અને જૈન ધર્મનું પ્રતિનિધિત્વ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ કર્યું હતું. સ્વામી વિવેકાનંદનું તેજસ્વી ભાષણ ૧૯૯૩ની સંસદમાં ફરી સંભળાવવામાં આવ્યું. ૧૯૯૩માં શિકાગોના ભવ્ય જૈન મંદિરમાં વીરચંદ રાઘવજીની યશકીર્તિની યાદમાં એમની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી. તેઓ વિશ્વસ્તરે જૈન ધર્મના પ્રથમ દૂત હતા, જેમણે વિશ્વમંચ પર જૈન ધર્મનો ધ્વજ ફરકાવ્યો અને અહિંસાનો નારો આજથી સો વર્ષ પૂર્વે બુલંદ કર્યો. ૧૯૯૩ની વિશ્વધર્મ સંસદમાં સંસારના બધા ધર્મોના લગભગ ૭૦૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો. જૈન ધર્મનું સબળ પ્રતિનિધિત્વ લગભગ ૨૫ સભ્યોના પ્રતિનિધિ મંડળે કર્યું. જેમાં બધી જૈન પરંપરાઓના અને સંપ્રદાયોના પ્રતિનિધિ સંત, ગુરુ, વિદ્વાન અને દાનવીર સામાજિક નેતાઓ સામેલ થયા જેમાં મને પણ સામેલ થવાનો સુખદ સંયોગ મળ્યો. વિશ્વ ધર્મ સંસદમાં ‘વૈશ્વિક નૈતિકતા પર ઘોષણાપત્ર' (Declaration on Global Ethics) પસાર કરવામાં આવ્યું જેમાં જૈન પ્રતિનિધિમંડળના વિશિષ્ટ પ્રયત્નોથી અહિંસા જેનું જૈન ધર્મમાં સદીઓથી સમર્થન થયેલું છે તેની વ્યાપક વ્યાખ્યાનો મુખ્ય ઉલ્લેખ સ્થાન પામી શક્યો. ઘોષણાપત્રમાં વૈશ્વિક નૈતિકતાના આધારસ્તંભના રૂપમાં અહિંસા સંસ્કૃતિ અને જીવવાના અધિકારને માટે વૈશ્વિક સંકલ્પને મૂળભૂત અપરિવર્તનીય સિદ્ધાંતોમાં સર્વપ્રથમ માનવામાં આવ્યો છે. (Irrevocable directives for commitment to a global ethics). Pas નૈતિકતા સમ્મત અપરિવર્તનીય દિશાસૂચનો પરિભાષિત કર્યાં. અહિંસાના વિચાર 211 For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ઃ વારસો અને વૈભવ અને વ્યવહારને માનવ-માનવ, માનવ-સમસ્ત પ્રાણીજગત તથા માનવ અને પર્યાવરણના વિસ્તૃત ફલક પર સ્થાપિત કરીને એને આગળ વધારવા માટે વિશ્વધર્મો વચ્ચે રચનાત્મક સહયોગનું આહ્વાન કર્યું. ઘોષણાપત્રના પસંદ કરેલાં ઉદાહરણો એને પ્રતિબિંબિત કરે છે : (૧) બધા લોકોને જીવવાનો, સુરક્ષાનો અને પોતાના વ્યક્તિત્વના સ્વતંત્ર વિકાસનો અધિકાર છે, એ શરત સાથે કે તેઓ બીજાના આવા જ અધિકારોમાં બાધક ન બને. બીજા મનુષ્યને મારવાનું તો દૂર રહ્યું પણ શારીરિક અથવા માનસિક યાતના અને કષ્ટ આપવાનો પણ કોઈને અધિકાર નથી. કોઈ પણ જનસમુદાય, રાજ્ય, જાતિ અથવા ધર્મ કે બીજાઓ સાથે ધૃણા અથવા ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવાનો કે એનું નામોનિશાન મિટાવવાનો કે એને દેશનિકાલ કરવાનો પણ અધિકાર નથી. (૨) માનવ હોવાને નાતે ભાવિની થનાર પેઢીઓ માટે પૃથ્વી, અંતરિક્ષ, પવન, જળ અને ભૂમિ પ્રત્યે આપણું વિશેષ ઉત્તરદાયિત્વ છે. આ વસુધામાં આપણે બધા એકબીજા પર સમાનરૂપે નિર્ભર છીએ. માટે પ્રકૃતિ અને વસુધાનું માનવ દ્વારા થતું શોષણ ડામવું જોઈએ અને આપણે પ્રકૃતિ અને ધરતી સાથે સુમેળ અને શાંતિથી રહેવાની આદત પાડવી જોઈએ. (૩) પ્રત્યેક માનવસમૂહ, જાતિ અને ધર્મએ સહિષ્ણુતા દર્શાવવી જોઈએ અને એકબીજા પ્રત્યે આદરભાવ અને ઇજ્જતને વધારવા જોઈએ. વિશ્વ ધર્મ સંસદમાં એક World spiritual Assembly (વિશ્વ આધ્યાત્મિક સંસ્થા)ની સ્થાપના પણ થઈ જેમાં સાત મુખ્ય જૈન વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. આચાર્યા ચંદનાજી, આચાર્ય સુશીલકુમાર, ગુરુદેવ ચિત્રભાનુ, પૂર્વ રાજદૂત ડૉ. લક્ષ્મીમલ સિંઘવી, પૂર્વ રાજદૂત ડૉ. નરેન્દ્ર જૈન, દાનવીર દીપચંદ ગાર્ડ, ડૉ. કુમારપાળ દેસાઈ જૈન ધર્મનાં વિભિન્ન પાસાંઓ પર જૈન સંતો અને વિદ્વાનોનાં ભાષણ થયાં જેનું સંકલન મેં લખેલી લાંબી પ્રસ્તાવના સાથે “Global Perspective of Jainism'ના શીર્ષકથી પુસ્તકના રૂપમાં પાર્શ્વનાથ જ્ઞાનપીઠ, વારાણસી દ્વારા 212 For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક અજોડ છે કારણ કે એમાં રજૂ થયેલી બધી પ્રવૃત્તિઓ સારગર્ભિત અને વિવેચનાત્મક છે અને વિશ્વની સમસ્યાઓના સંદર્ભમાં જૈન ધર્મનાં મહત્ત્વ અને સામયિકતાને અર્થ સાથે પ્રકાશિત કરે છે. વિશ્વ ધર્મ પરિષદનું ત્રીજું અધિવેશન ડિસેમ્બર ૧૯૯૯માં દક્ષિણ આફ્રિકાના કૅપટાઉન શહેરમાં થયું. આ સંમેલનમાં પણ જૈન પ્રતિનિધિમંડળે અત્યંત સક્રિય ભૂમિકા નિભાવી. મુખ્ય સંત અને વિદ્વાનો જેમણે જૈન ધર્મ પર પ્રસ્તુતિ કરી એમાં હતા : આચાર્ય ચંદનાજી, સાધ્વી શિલાપીજી, ડૉ. લક્ષ્મીમલ સિંઘવી, ડૉ. નરેન્દ્ર પી. જૈન, પ્રવીણ શાહ, નીરજ જૈન, ડૉ. એસ. એલ. ગાંધી. આ બંને પરિષદો સિવાય પણ જૈન ધર્મને કેટલાય વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનમાં મહત્ત્વનું સ્થાન મળ્યું જેનાથી જૈન ધર્મના વૈશ્વિકીકરણની પ્રક્રિયા છેલ્લાં ૨૦ વર્ષોમાં ઝડપી થઈ ગઈ છે. બ્રાઝિલના શહેર રિયો ડિ જાનેરોમાં ૧૯૯૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘના તત્ત્વાવધાનમાં સંપન્ન “પૃથ્વી શિખર સંમેલન'ની સાથે સાથે બે બીજી મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી થઈ જેમાં જૈન ધર્મનો પક્ષ જીવંત રૂપે રાખવામાં આવ્યો. પ્રથમ “ધી સિક્રેડ અર્થ ગેધરિંગ - રિયો ૯૨' (Sacred Earth Gathering - Rio 92) જેના પ્રથમ પૃથ્વી ઘોષણાપત્રમાં મારા પ્રયત્નોથી અહિંસાનો ઉલ્લેખ પ્રભાવક રૂપે થઈ શક્યો કારણ કે હું એ સંમેલનના રિપોર્ટર જનરલ તરીકે પસંદગી પામ્યો હતો. “આપણે સમસ્ત જીવન અને સમસ્ત જીવજગતના શાંતિમય અને પારસ્પરિક નિર્ભરતા સાથે અસ્તિત્વની નૈતિકતામાં વિશ્વાસ રાખીએ છીએ. શાંતિ અને અહિંસાના સિદ્ધાંતોને માટે ખાસ કરીને માનવ-માનવ અને માનવ તથા સમસ્ત પ્રાણીજગતના પરસ્પરના સંબંધમાં આપણું સંકલિત સમર્થન છે.” સંસદ સદસ્યો અને આધ્યાત્મિક અગ્રણીઓના વિશ્વમંચનું અધિવેશન પણ આ જ સમયે બ્રાઝિલના સંસદ ભવનમાં થયું જ્યાં આચાર્ય સુશીલકુમારજી અને ડૉ. નરેન્દ્ર જૈનની વિશિષ્ટ ઉપસ્થિતિના માધ્યમથી વિશ્વ વિદ્વાનોના સમાગમમાં જૈન ધર્મ - અહિંસા ધર્મ તરીકે પ્રતિષ્ઠિત બની ગયો અને વિશ્વ અહિંસા આંદોલનનો પ્રારંભ થયો. 213. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ આધુનિક યુગમાં જૈન ધર્મના વૈશ્વિકીકરણનો સર્વપ્રથમ ધ્વજ ગુરુદેવ શ્રી ચિત્રભાનુજીએ ફરકાવ્યો. તેઓ જૈન સિદ્ધાંતોને જૈનેતર સમાજમાં માનવીય સિદ્ધાંતોના રૂપમાં પ્રચારિત અને પ્રસારિત કરવા માટે અગ્રણી રહ્યા છે. જૈન ધર્મને માટે વિશ્વમંચની પ્રેરક ભૂમિકા તૈયાર કરી દીધી છે. અમેરિકામાં કેટલાંય મુખ્ય શહેરોમાં એમના દ્વારા પ્રેરિત જૈન સાધના કેન્દ્રોમાં હજારો અમેરિકનોએ યોગાભ્યાસ અને મૌનસાધના શીખી છે એટલું જ નહીં, પરંતુ શાકાહારી પણ બની ગયા છે અને અપરિગ્રહનો અર્થ સમજીને ક્રમશઃ જીવનમાં સાદગી, માનસિક સંતુલન અને આત્મશાંતિ કેળવવામાં સફળ થયા છે. મારા પુસ્તક ‘Wave of bliss’માં કેટલાંય અમેરિકન પુરુષો અને મહિલાઓ (જેમણે ભારતીય નામ પણ રાખી લીધાં છે) દ્વારા ગુરુદેવ ચિત્રભાનુને લખેલા પત્રોનું વિશ્લેષણ પ્રસ્તુત કર્યું છે. કેટલાક નમૂના આ સંદર્ભમાં અહીં આપવા ઉચિત ગણાશે. સુશ્રી ચેરિલ ભગવતી લખે છે : “જૈન દર્શને મારી આધ્યાત્મિક વિકાસની તરસ બુઝાવી છે. યોગ, ધ્યાન, વ્રત અને સંયમે મને ‘આધ્યાત્મિક સમૃદ્ધિ’નો અહેસાસ કરાવ્યો છે. મને લાગે છે મારા આત્માની ઊર્જા જીવંત બની છે અને મારો આત્મા જાગ્રત બની ગયો છે.” શ્રી સ્ટીવન લખે છે : “જાગો ! જાગો ! પોતાના અહંકારને હટાવો અને એ જૈન સહૃદયતાને લાવો જેમાં અભિમાન, શોષણ, નિંદા, પ્રતિકારને માટે જગ્યા નથી કારણ કે જૈનત્વમાં સમાયેલી છે સહિષ્ણુતા, કરુણા અને દયાની મહાશક્તિ.” અમેરિકાના શ્રી કોસ્ટેન (બાલભદ્ર) લખે છે : “પાશ્ચાત્ય સંસારમાં ભૌતિક પ્રગતિ અને મનોરંજનનાં સાધનોની ભરમાર છે. તમામ ભૌતિક ઇચ્છાઓ પૂરી કરવાનાં સાધનો મોજૂદ છે. છતાં પણ લોકો માનસિક શાંતિ, સહિષ્ણુતા અને સુમેળભર્યા વાતાવરણને માટે તરસે છે. પશ્ચિમની દરેક વ્યક્તિને માટે સરેરાશ દૈનિક જીવન તનાવોથી ભરેલું છે. આખું જીવન ક્ષણભંગુર લાગે છે. આવી પરિસ્થિતિમાં જૈન ધર્મ દ્વારા મને જીવનનું મૂળ રહસ્ય અને હેતુ જાણવા મળ્યાં છે.” 214 For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ G કેનેડાના શ્રી બુસ કહે છે : “જૈન દર્શન અને આચારવિચારે મારા હૃદયમાં ખૂબ શીતળતા લાવી દીધી છે. અને મને “આત્મિક સંતુલનનો આનંદ' તથા આત્મનિર્ભરતાનો વિશ્વાસ મહેસૂસ થઈ રહ્યો છે.” શ્રીમતી ક્લયર રાજેનફીલ્ડ (બ્રાહ્મીદેવી)ના હૃદયના ઉદ્ગાર છે : “અઠવાડિયામાં એક ઉપવાસ મારા આરોગ્યને નિશ્ચિત કરી દે છે. ઉપવાસના દિવસે મને લાગે છે કે જાણે મને આહારથી આઝાદી મળી અથવા તો એમ કહે કે ભૌતિક ઇચ્છાઓ અને રાગ દ્વેષથી સ્વતંત્રતા મળી ગઈ હોય.” નોર્વેની મેટે નોરગાર્ડ (મધુમુક્તા) લખે છે : “હું નિયમિત ધ્યાન, સામાયિક અને યોગ-અભ્યાસ કરું છું. આનાથી મારો અહિંસા પ્રત્યેનો સંકલ્પ દૃઢ બનતો જાય છે. આ કોઈ ભાવાવેશ નથી, એ તો મને પોતાના અંતરાત્માનો અવાજ લાગે છે. હવે મને સ્પષ્ટ સમજાયું છે કે મારા જીવનના ઉદ્દેશોમાં કઈ રીતે બીજાને “જીવો અને જીવવા દો'નો પાઠ શીખવવો. અહિંસા મારા જીવનમાં અંતરંગ વણાઈ ગઈ છે અને અહિંસાનો વ્યવહાર મને વધુ સ્કૂર્તિવાન અને ઊર્જાસંપન્ન બનાવે છે.” બોબ ફાઇન્સનના માર્મિક વિચાર છે : “જૈનદર્શને મને મારી ૪૦ વર્ષની ઉમરમાં જગાવી દીધો છે. બે વર્ષ સુધી મારી પત્ની ટાઢિયા તાવથી મોત સાથે ઝઝૂમી રહી હતી. જૈન સિદ્ધાંતોએ એના હૃદયમાંથી મોતનો ડર હટાવી દીધો. એને સમજાઈ ગયું છે કે મોત તો જીવનમરણના ચક્રનો એક હિસ્સો માત્ર છે. અમને બંનેને સ્પષ્ટ આભાસ થયો છે કે પ્રેમ શાશ્વત છે, મોહ અને રાગ આવતા જતા રહે છે.” જર્મનીના રાઇન હોલ્ડ બ્રાઉનના અનુસાર : “હું પાંચ વાર ભારત જઈ આવ્યો છું અને પહાડ ઉપર વસેલાં જૈન તીર્થોની યાત્રા કરતો રહું છું. હું ગિરનાર, શત્રુંજય, આબૂ અને સમેતશિખર પર છેક શિખર સુધી ચડ્યો. હવે મારી મનોકામના છે કે હું શ્રમણબેલગોડા જઈને બાહુબલી સ્વામીનાં દર્શન કરું.” 215 For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ વિકાસ સંદર્ભે તો કાવ્યાત્મક ઢંગથી પોતાના જીવનને જૈન આચાર વિચારમાં ઢાળવાને “જીવનમાં આનંદની લહેર આવવા તરીકે વર્ણન કર્યું છે. ભારતમાં જૈન તીર્થોની યાત્રા એના અને એના મિત્રોને માટે એક આત્મખોજ યાત્રા બની ગઈ અને એને લાગ્યું કે પહાડ ઉપર ચઢતાં ચઢતાં જાણે એમનાં તન અને મન બંને દિવ્ય તરફ ઉપર ઊઠતાં જઈ રહ્યાં ન હોય ! ઈ. સ. ૧૯૭૦માં હું સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતનો રાજદૂત બનીને ગયો હતો અને ઇન્ડિયા હાઉસમાં જૈન સમાજને સમયે સમયે એકત્રિત કરીને એમને જૈન ધર્મદૂત બનવા તરફ પ્રેરિત કર્યા. અમેરિકાના આ ભૌતિકવાદપૂજક જીવનમાં પોતાના જૈન સંસ્કારો જાળવવા જરૂરી હતા કારણ કે તેમની અહીં પેદા થનારી પેઢી વંચિત ન રહે. ૧૯૭૦માં મારી પ્રારંભિક પહેલથી ન્યૂયોર્કનું જૈન સેન્ટર સક્રિય અને ગતિશીલ બની ગયું. અથાક પ્રયત્નોથી સ્થપાયેલી સંસ્થા “જૈના' (Federation of Jaina Associations of North America) જે છેલ્લાં વીસ વર્ષોથી પોતાની પ્રક્રિયાઓથી જૈન ધર્મનો ધ્વજ અમેરિકા અને કેનેડામાં ફરકાવી રહી છે તેનું દ્વિવર્ષીય સંમેલન (Biennial Convention) જે વારાફરતી અમેરિકા અને કેનેડાનાં પ્રમુખ શહેરોમાં સંપન્ન થાય છે, હવે એક સફળ પરંપરા બનીને ઊપસી આવી છે. છેલ્લું કન્વેશન શિકાગો શહેરમાં સન ૨૦૦૧માં થયું જેમાં ૮૦૦૦ જૈનો ઉપસ્થિત હતા અને ત્રણ દિવસ સાથે રહીને માત્ર ધર્મલાભ કર્યો એટલું જ નહીં પણ ધર્મની છબીને વધુ ઊંચે લાવ્યા. આ કન્વેન્શનમાં મેં મારા મુખ્ય અતિથિ ભાષણમાં કહ્યું, હું અમેરિકા અને કેનેડામાં વસેલા જૈનોને હાર્દિક અભિનંદન આપું છું. તમે સાચા અર્થમાં “ધર્મદૂત છો જેમણે જૈન ધર્મના વૈશ્વિકીકરણમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે અને પાશ્ચાત્ય દુનિયામાં જૈન ધર્મની અનોખી ઓળખ બનાવી છે. અહિંસા ધર્મ, પર્યાવરણ ધર્મ, નૈતિકતા ધર્મ અને શાંતિધર્મના રૂપમાં. તમારી આસ્થા અને ઉત્સાહને જોઈને લાગે છે કે તમારા વ્યક્તિત્વમાં પુન: જૈનત્વ અવતરણ પામ્યું છે. તમે સ્વયં કેવળ ધર્મનું પાલન આટલી લગન અને સંપૂર્ણ 216 For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ વિધિવિધાનથી ભારતથી સાત સમંદર પાર સંસારમાં કરી રહ્યા છો એટલું જ નહીં પરંતુ સાથે સાથે જૈન ધર્મની સૌરભને પાશ્ચાત્ય જૈનેતર સમાજમાં પ્રસારિત કરી રહ્યા છો.” ગુરુદેવ ચિત્રભાનુજીના અમેરિકા આગમન પછી આવ્યા આચાર્ય સુશીલકુમારજી. એમણે મુનિપદ છોડ્યું નહીં, પરંતુ મુનિસંબંધી યાત્રા વગેરેના પ્રતિબંધ પોતાના વિશ્વ મિશન પર જવા માટે શિથિલ કર્યા. એમણે કેટલાંય આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ભાગ લઈ મૂળ જૈન ધર્મને અહિંસાના રૂપમાં વિશ્વ સમક્ષ પ્રભાવકરૂપે મૂક્યો. જેનું વર્ણન આ પુસ્તકના અન્ય અધ્યાયોમાં થઈ ગયું છે. એમની સર્વોચ્ચ ઉપલબ્ધિ હતી ન્યૂયોર્ક શહેરની પાસે ન્યૂજર્સીમાં ભારતની બહાર પ્રથમ જૈન તીર્થ “સિદ્ધાચલમ'ની સ્થાપના. ઈ. સ. ૧૯૯૦માં “સિદ્ધાચલમ'નું વિહિવત્ ઉદ્ઘટન થયું. આ તીર્થસ્થળની મહત્તા છે કે અહીં જૈન ધર્મના બધા મુખ્ય પ્રમુખ સંપ્રદાયો, પરંપરાઓ અને આમન્યાઓ અનુસાર પૂજન-અર્ચન અને સાધનાની સુવિધાઓ એકસાથે છે. એક જ મંદિરગૃહમાં છે શ્વેતાંબર જૈન મૂર્તિઓ અને દિગંબર જૈન મૂર્તિઓ. સ્થાનકવાસી સાધના માટે પણ બધી સુવિધા છે. આ રીતે જૈન એકતાનું અનોખું દર્પણ બની ગયું છેસિદ્ધાચલમ' અને એનાથી પ્રેરણા મેળવીને અમેરિકામાં જ્યાં જ્યાં જૈન મંદિરો બન્યાં છે ત્યાં આ સંયુક્ત પ્રણાલી અપનાવવામાં આવી છે. ભારતથી અમેરિકા ફરવા ગયેલા જૈન વ્યક્તિઓ અને પરિવારોને મુખ્ય શહેરોમાં આકર્ષક તથા શાલીન સ્થાપત્યથી નિર્મિત જૈન મંદિર અને એના વિસ્તૃત પ્રાકૃતિક પર્યાવરણીય પરિસરને જોઈને સુખદ અનુભવ થાય છે. દર રવિવારે મંદિરોમાં ચાલતી પાઠશાળાઓમાં નવી પેઢીની ધર્મજિજ્ઞાસા અને વૈજ્ઞાનિક રૂપથી જૈન સિદ્ધાંતોને સમજવા અને ગ્રાહ્ય કરવાની તત્પરતા જોવા મળે છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, વૉશિંગ્ટન, શિકાગો, ડેટ્રોઇટ, બોસ્ટન, સિનસિનાટી, ડલાસ, હ્યુસ્ટન (ટેક્સાસ), લૉસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો, ટોરન્ટો (કેનેડા) વગેરે સ્થળોએ જૈનમંદિરો છે. આ ઉપરાંત જ્યાં જૈન સમાજ ખૂબ અલ્પ સંખ્યામાં છે ત્યાં વિશાળ હિંદુ મંદિરોમાં પણ સ્વતંત્ર જૈન ભાગ સુચારુ રૂપે ચાલી રહ્યો છે. 217 For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ જેને ધર્મઃ વારસો અને વૈભવ ફિલાડેલ્ફિયા, એલેન ટાઉન, પિટ્સબર્ગ, રિચર્ડ, અલબેની, બફેલો, કોલમ્બસ (ઓહાયો), કેનસાસ સિટી, રેલે, ટોલેડો, એડમંટન વગેરે શહેરોમાં આવાં મંદિરો છે. ઈ. સ. ૧૯૮૮માં ઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં પ્રથમ સંયુક્ત જૈનમંદિરની પ્રતિષ્ઠા સંપન્ન થઈ. જ્યાં એક શહેરની મધ્યમાં જૂના ચર્ચને બદલીને જૈન મંદિરમાં પરિવર્તિત કરવામાં આવ્યું. એ સમયે હું બેલ્જિયમમાં ભારતનો રાજદૂત હતો અને મને આ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યો હતો. લંડનમાં ઓશવાળ જૈન એસોસિએશનના તત્ત્વાવધાનમાં વિશાળ પરિસરમાં ખૂબ પ્રભાવશાળી મંદિરનું નિર્માણકાર્ય પ્રારંભ થઈ ચૂક્યું છે. લંડનના અન્ય ભાગોમાં બીજા પણ શ્વેતાંબર અને દિગંબર મંદિર સ્થાપિત થઈ ગયાં છે. આફ્રિકાના કેનિયા દેશની રાજધાની નાઇરોબીમાં જૈન મંદિરની સ્થાપના ઈ. સ. ૧૯૭૦ની આસપાસ થઈ અને મંદિરે જૈન સમાજને માત્ર એકસૂત્રમાં બાંધ્યું જ નથી પરંતુ આફ્રિકન જનતાને માટે લાભપ્રદ શૈક્ષણિક, સ્વાસ્થવર્ધક અને પર્યાવરણીય યોજનાઓ અમલમાં લાવી જૈન ધર્મનું વ્યાવહારિક માનવીય રૂપે પ્રસ્તુત કર્યું છે. એપ્રિલ ૨૦૦૫માં આચાર્યા ચંદનાજીની પ્રેરણાથી નાઇરોબી જૈન સમાજે જૈન યુવા વર્ગ માટે એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું જેનો મુખ્ય વિષય હતો જીવનની વિભિન્ન ગતિવિધિઓમાં અનુકંપા અને અહિંસાને કઈ રીતે વધારી શકાય ? મેં મુખ્ય વક્તાના રૂપમાં કહ્યું કે જૈન ધર્મના સિદ્ધાંતોના માધ્યમથી નરક બનતી જતી પૃથ્વીને આપણે પુનઃ સ્વર્ગ બનાવી શકીએ છીએ. સિંગાપોરનો જૈન સમાજ, જૈન સ્થાનક તથા જૈન મંદિરને કેન્દ્રબિંદુ બનાવીને માત્ર જૈન ધર્મનું વિધિવત પાલન જ નથી કરી રહ્યો પરંતુ જૈન ધર્મનો સંદેશ ઉત્સાહથી સિંગાપોર સમાજમાં ફેલાવી રહ્યો છે. એનાથી પ્રેરાઈને હવે પાડોશી દેશ મલેશિયામાં જૈન મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે અને જૈન સમાજ સંગઠિત બનીને ધર્મની ચેતનાને ફેલાવી રહ્યો છે. હોંગકોંગમાં પણ જૈન સમાજ સક્રિય છે અને એ જ રીતે થાઇલેંડની રાજધાની બેંગકોકમાં પણ. 218 For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ | વિદેશોમાં જૈન ધર્મના પ્રચારમાં વિભિન્ન જૈન સંપ્રદાયોના સંતો પણ પોતાની સક્રિય ભૂમિકા અદા કરી રહ્યા છે. ગણાધિપતિ તુલસીએ તેરાપંથી સમાજ તરફથી પહેલ કરીને વિભિન્ન દેશોમાં જૈન સમણીઓને મોકલવાનું શરૂ કર્યું. આ એક એવી શ્રેણી છે કે જેને પદયાત્રાનું બંધન નથી લાગતું અને જે બહાર રહીને પણ પોતાની તપ, સાધના, જ્ઞાનાર્જન તથા અણુવ્રત પ્રસાર કરી તેમાં સક્રિય તથા સફળ રહ્યા છે. ગણાધિપતિ તુલસી અને એમના ઉત્તરાધિકારી આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ લાડનૂ વિશ્વવિદ્યાલયના તત્ત્વાધાનમાં વ્યાપક જૈન સાહિત્ય પ્રકાશિત કર્યું છે. વર્ષોથી અહિંસા પર આંતરરાષ્ટ્રીય સંમેલન આયોજિત કરવાની પરંપરા ચાલી રહી છે. જેમાં પ્રતિષ્ઠિત વિદેશી વિદ્વાનો પણ ભાગ લેતા રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં “જીવન વિજ્ઞાન” (Science of living) ઉપર સ્કૂલ શિક્ષણ માટે સરળ સાહિત્ય હવે દેશના વિભિન્ન ભાગોમાં લોકપ્રિય થવા લાગ્યું છે. અહિંસાના પ્રયોગ અને વ્યવહાર પર શોધકાર્ય તથા અહિંસાના રીતરિવાજ વિશે પ્રશિક્ષણના કેટલાય રોચક અને લાભપ્રદ કાર્યક્રમ અને કાર્યગોષ્ઠિઓ પણ સફળ સંપન્ન થતાં રહ્યાં છે. આચાર્યા ચંદનાજીએ વીરાયતન (બિહાર)માં વનજાતિઓને શાકાહારી બનાવવાની અને એને માટે કેટલીય કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવા ભગવાન મહાવીરના નિર્વાણ સ્થળના વિસ્તારમાં જૈન ધર્મની અહિંસા તથા સેવા સંસ્કૃતિને પુન: પ્રતિષ્ઠિત કરી છે. વિરાયતનની હમણાંનાં વર્ષોમાં જ સ્થપાયેલી નવલવીરાયન શાખાએ ગુજરાતનાં ભૂકંપપીડિત ક્ષેત્રોમાં પ્રશંસનીય સેવાકાર્ય કર્યું છે અને નવી વસ્તીઓમાં સ્કૂલ વગેરેનું નિર્માણ કરીને જૈન ધર્મની ઓળખને જનતા જનાર્દનમાં સક્રિય કરી છે. એનાં મુખ્ય શિષ્યા સાધ્વી શિલાપીજી લંડનના કેન્દ્રબિંદુથી શોધ કાર્યને આગળ વધારી રહ્યાં છે. એટલું જ નહીં પણ ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, કેનિયા, સિંગાપોર તથા અન્ય દેશોમાં નિયમિત જઈને જૈન સમાજ અને જૈનેતર સમાજને હૃદયસ્પર્શી સ્વરૂપમાં અહિંસાનો સંદેશ લોકોનાં દિલ અને દિમાગ સુધી પહોંચાડી રહ્યા છે. દિગંબર સમાજના પ્રતિનિધિ ભટ્ટારક કીર્તિ મહારાજ ૧૯૯૩ની વિશ્વધર્મ સંસદથી પ્રારંભ કરીને હવે નિયમિત વિદેશોમાં જઈને ધર્મ-જાગરણ કરી રહ્યા છે, 219. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ ધર્મસાધનાનો પ્રસાર-પ્રચાર કરી રહ્યા છે અને વિધિ-વિધાન કરવા માટે બહુમૂલ્ય માર્ગદર્શન આપી રહ્યા છે. ગુજરાતના ત્રિપુટી બંધુઓનાં સ્તવનો અને પ્રવચનો વિદેશોમાં વસેલા જૈન સમાજમાં ખૂબ લોકપ્રિય બન્યાં છે. સાથે જ અન્ય જૈન વિદ્વાનો પણ સમયે સમયે જઈને વ્યાખ્યાન આપીને ધર્મજિજ્ઞાસા તૃપ્ત કરી રહ્યા છે. એમાં મુખ્ય છે હુકમચંદજી ભારિત્સ, કુમારપાળ દેસાઈ, વીરાયતનનાં સાધ્વી શિલાપીજી, તેરાપંથનાં સમણીઓ વગેરે. મને પણ “જૈના'ના કન્વેન્શનમાં છેલ્લાં બાર વર્ષથી નિયમિત અમેરિકાના વિભિન્ન ભાગોમાં જૈન સમાજને મળવાનો, એની સાથે રહેવાનો અને એમની સાથે વ્યાપક સંદર્ભમાં જૈન ધર્મની વાતો કરવાનો અવસર મળી રહ્યો છે. નવી પેઢીનાં યુવક-યુવતીઓ સાથે વાતચીત અને વિચારવિમર્શ મારા માટે અત્યંત રોચક અને પ્રેરક રહ્યાં છે. શ્રીમદ્ રાજચંદ્રના જન્મશતાબ્દી મહોત્સવના સમયથી વિદેશોમાં ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોનો સુવ્યવસ્થિત રૂપથી પ્રચાર-પ્રસાર થઈ ગયો છે. આ સંદર્ભમાં અમદાવાદ (ગુજરાત)ના કોબા વિસ્તારમાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, સત્સંગ, સત્સાહિત્યનું પ્રકાશન તથા સાધનાના ક્ષેત્રમાં ગુરુદેવ આત્માનંદજીના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે. આજના યુગની માંગ છે કે પૂર્વ અને પશ્ચિમ બે વિભિન્ન સંસ્કારોના મિશ્રણમાં ઊછરી રહેલી નવી પેઢીને સ્વાભાવિક જિજ્ઞાસા અને કેટલીય વાર મુશ્કેલ દેખાતા પ્રશ્નોના ઉત્તર આપણે શાંતિ, સૂઝબૂઝ અને તાર્કિક રીતે આપવામાં સમર્થ બનવું જોઈએ. આજના ગતિ અને વિજ્ઞાનના યુગમાં જો નવી પેઢીમાં જૈન સંસ્કાર સુદઢ કરવા હોય તો એમની જિજ્ઞાસાને સંપૂર્ણ સંતોષીને એમનામાં શ્રદ્ધાને જગાવીને સ્થિર બનાવવી જોઈએ. આ કામ માત્ર પૂજન-અર્ચનથી નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે એમની જ્ઞાનપિપાસા અને જિજ્ઞાસા જગાડીને કરવું પડશે, ત્યારે તેઓ શાકાહારી બની રહેશે, ત્યારે જ એમના હૃદયમાં વિદેશી વાતાવરણમાં હોવા છતાં પણ અહિંસાની શક્તિ અને સાહસ જાગશે. આ વાત ભારતમાં રહેતી યુવાન 220 For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ પેઢીને માટે પણ એટલી જ સાચી છે કારણ કે વૈશ્વિકીકરણના આ યુગમાં એમની પર ઘેર બેઠા ટેલિવિઝન અથવા ઇન્ટરનેટ તથા અન્ય સંચાર માધ્યમો દ્વારા પાશ્ચાત્ય પ્રભાવ પડી રહ્યો છે. એમના સંસ્કારનાં મૂળિયાં મજબૂત કરવા જૈન સમાજે પ્રાથમિકતા આપવી જોઈએ. નવી પેઢીને આપણે જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિથી માહિતગાર કરીએ અને એમના સર્વાંગીણ સ્વરૂપ વિશે એમના મનમાં જિજ્ઞાસા તથા રુચિ જગાવીએ, ત્યારે તે જૈન ધર્મને જીવનની બહુમૂલ્ય સંસ્કૃતિ માનીને એમના જીવનમાં ઉતા૨શે એટલું જ નહીં, પરંતુ વિદેશોના જૈનેતર સમાજમાં પણ એના મહાત્મ્યને ફેલાવશે. 221 For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું પલ્લું કઈ રીતે ભારે બને? ભારતીય જનમાનસના હૃદયપટલ પર આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી એક જીવંત મહાસંતના રૂપમાં છવાઈ ગયા છે જે દેશમાં નિરંતર પગપાળા ભ્રમણ કરીને દૂર દૂર ગામડાંઓથી લઈને અટારીઓથી છવાયેલાં શહેરો સુધી પોતાની અમૃતવાણીથી અહિંસાની ચેતના અને નૈતિક વિકાસ પ્રત્યે જાગૃતિ ફેલાવી રહ્યા છે. એમની અહિંસાયાત્રા હવે એના ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રની કોટિ કોટિ જનતાએ એમને સાંભળ્યા છે, સમજ્યા છે અને સક્રિય અહિંસક થવાની પ્રેરણા મેળવી છે. અહિંસાયાત્રાના ધ્વજ પર અંકિત છે “અહિંસા સવ્વભૂયખેમકરી' અર્થાત્ અહિંસા સમસ્ત જીવજગતને માટે હિતકારી છે. આચાર્ય મહાપ્રજ્ઞજી કહે છે કે જે સ્વયં અહંકાર નથી રાખતા અને બીજાને સન્માન આપે છે તે સ્વયં સન્માનિત થાય છે. અહિંસાનો પ્રસાર બીજાના હિત અને શાંતિ માટે તો છે જ, પરંતુ એનાથી વધુ સ્વયંની શાંતિ અને આત્મસંતુષ્ટિને માટે તે એક સંજીવની બુટ્ટી છે. જો આપણે અહિંસાને એક સીમિત ધાર્મિક વિચાર -- 222 222 For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું પલ્લું કઈ રીતે ભારે બને? અથવા મંત્ર માનીને ચાલીશું તો વધતી જતી હિંસાનો મુકાબલો નહીં કરી શકીએ. અહિંસા માત્ર હિંસાનો નાશ થવો એ નથી. માટે યુદ્ધવિરામ પછી પણ શીતયુદ્ધ ચાલતું રહે છે અને હિંસક ભાવના જાળવી રાખે છે એવું જોવા મળે છે. તોફાનોને કલમ ૧૪૪ લગાવીને અટકાવવામાં આવે છે પરંતુ ચિનગારી સળગતી રહે છે અને મોકો જોઈને ફરી પ્રજ્વલિત બની જાય છે. અહિંસામાં સમાયેલી છે કરુણાની ભાવના, સહિષ્ણુતાનું સાહસ, સમન્વયનું વૈર્ય, સહયોગની તત્પરતા તથા સદ્ભાવનાનો પ્રસાર. અહિંસા નીતિમાં સુમેળ ઠાંસી ઠાંસીને ભરાયેલો છે. કેવળ દંડનીતિના સહારે રાષ્ટ્ર વિકસિત નથી થઈ શકતું. એની સાથે જરૂરી છે હૃદયપરિવર્તન – જે ધૃણાની જગ્યાએ પ્રેમને સ્વીકારે, શોષણનો ત્યાગ કરીને ન્યાયની મદદ કરે, સામાજિક અને આર્થિક અસમાનતાની જગ્યાએ સમાનતા લાવવા તરફ ઘનિષ્ઠ પ્રયાસ કરે. જ્યાં સુધી અહિંસાભાવથી વ્યક્તિ, સમાજ, રાજનીતિ, રાજનૈતિક વ્યવસ્થા તથા સામાજિક તથા આર્થિક યોજનાઓ પ્રભાવિત થતી નથી, સમાજમાં હિંસાભાવ, કટુતા અને વિખવાદ ફેલાતો રહેશે. વિડંબના એ છે કે હિંસાનું પ્રશિક્ષણ મેળવવું સહેલું છે. અહિંસાના પ્રશિક્ષણનું કોઈ આયોજન નથી, કોઈ વ્યવસ્થા નથી, એના સંબંધી પૂરતી ચેતના પણ નથી. જાહેર છે કે ખાલી વાતોથી અહિંસા અને નૈતિક મૂલ્ય વ્યક્તિગત અથવા સામાજિક જીવનમાં નથી ઊતરી શકતા. હિંસાને પ્રતિહિંસાથી બળ મળે છે. હિંસાને અહિંસાનો ઉત્તર મળે તો હિંસા સ્વયં હારી જાય છે. રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ પાછલાં પાંચ વર્ષોમાં મહાપ્રજ્ઞજી સાથે કેટલીય વાર વિચારવિમર્શ કરી ચૂક્યા છે. જ્યારે મહાપ્રજ્ઞજી તનાવગ્રસ્ત ગુજરાતમાં શાંતિ અને સુમેળનો સંદેશો ફેલાવી રહ્યા હતા ત્યારે રાષ્ટ્રપતિજીએ કહ્યું હતું “સાંપ્રદાયિક સભાવ, ભાઈચારા, મેળમિલાપની ભાવનાનો વિકાસ મહાપ્રજ્ઞજી જેટલી કુશળતાથી કરી શકે છે એટલો બીજો કોઈ ન કરી શકે. માટે દેશને આવા સંતોની ખૂબ અપેક્ષા છે. આપણે એમના આ કાર્યમાં સદ્ભાગી બનીશું. સમસ્યા ગરીબીની હોય, આતંકવાદની હોય, જાતિવાદની કે સાંપ્રદાયિક કટ્ટરતાની, એનું સ્થાયી સમાધાન અહિંસાના વાતાવરણમાં શાંતિની સ્થાપના વગર નથી થઈ શકતું. ન્ય 223 223 For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ જેને ધર્મ ઃ વારસો અને વૈભવ સમાજના બધા વર્ગો વચ્ચે જ્યારે સુમેળ અને મૈત્રીભાવનો વિકાસ થશે ત્યારે સ્થાયી સમાધાનની વાત આગળ વધશે. મહાપ્રજ્ઞજીએ રાષ્ટ્રપતિ સાથે ચર્ચા દરમિયાન મહાભારતના એ પ્રસંગનો ઉલ્લેખ કર્યો જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ ઋષિ નારદને પૂછયું કે જનતામાં વધી રહેલાં અસંતોષ, અશાંતિ અને તનાવનો સામનો કઈ રીતે કરે ત્યારે નારદજીએ કહ્યું, “આનું સમાધાન લોઢાનાં શસ્ત્રો અર્થાત્ લોહશસ્ત્રથી નહીં, પરંતુ અનાયસ - મૃદુતાના શસ્ત્રથી થશે. બહારની સમસ્યાઓના ઉકેલ માટે હથિયાર ભલે ઉપયોગી દેખાય, જ્યાં સુધી માનવ અને સમાજનો વિચાર, દૃષ્ટિકોણ અને સંકલ્પબળ સકારાત્મક અને સહઅસ્તિત્વ નહીં સ્વીકારે, ત્યાં સુધી સમસ્યાઓની જટિલતા ચાલુ રહેશે. ક્રોધ, અહંકાર, માયા, લોભ, દ્વેષ, વૃણા નકારાત્મક ભાવ છે જે હિંસક પ્રવૃત્તિને વધારે છે. મૈત્રી, કરુણા, સહાનુભૂતિ અને પ્રેમ સકારાત્મક ભાવ છે જે અહિંસાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે.” ગયા વર્ષે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે ૧૫ ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ દિલ્હીથી સૂરત આવીને મહાપ્રજ્ઞજીની સાથે મનાવ્યો. વિભિન્ન ધર્મોના ૧૫ મુખ્ય સંતો અને વિદ્વાનો સાથે ચર્ચા કરીને સૂરત આધ્યાત્મિક ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું. આ ઘોષણાપત્રની વિશેષતા એ છે કે આમાં આધ્યાત્મિક જાગરણને જોડવામાં આવ્યું છે. એક તરફ પ્રગતિ અને વિકાસની ધારાથી અને બીજી તરફ સર્વધર્મસમભાવ અને સુમેળથી. જો દેશ બધી દિશાઓ અને ક્ષેત્રોમાં પ્રગતિ નહીં કરે અને આર્થિક પીછેહઠ અને અભાવગ્રસ્ત બની રહેશે તો હિંસા અને અવ્યવસ્થા ફેલાતી રહેશે. ક્ષેત્ર વિજ્ઞાનનું હોય કે ટેકનૉલોજીનું હોય, ખેતી અથવા ઉદ્યોગનું હોય, શિક્ષણ અથવા આરોગ્યનું હોય, રાજનીતિ અથવા અર્થનીતિનું હોય, વિકાસનો દોર ત્યારે કલ્યાણકારી થશે જ્યારે એનો લાભ સમાજના પછાત વર્ગોને પૂરેપૂરો મળે. આ અભિયાનમાં જો બધા ધર્મના પ્રતિનિધિ એકસાથે જોડાઈ જાય તો ધર્મોની વચ્ચે સૌજન્ય વધશે તથા સમન્વય અને વિકાસની ઈંટને વધુ મજબૂત કરશે. આઝાદીના અહિંસક સંગ્રામમાં ગાંધીજીએ સત્યાગ્રહની સાથે સ્વદેશીનો 224 224 For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું પલ્લું કઈ રીતે ભારે બને? નારો બુલંદ કર્યો. નમક સત્યાગ્રહ, વિદેશી કપડાંઓનો ત્યાગ, અસ્પૃશ્યતાના વિરોધમાં આંદોલન, ખાદીનો પ્રચાર-પ્રસાર – આ બધાં જનતાની આર્થિક હાલત સુધારવાનાં પ્રતીક હતાં. ગાંધીજીનું આંદોલન માત્ર વિરોધાત્મક ન રહ્યું પરંતુ હંમેશા સકારાત્મક રહ્યું. એ જ દૃષ્ટિકોણ બદલાયેલી પરિસ્થિતિમાં મહાપ્રજ્ઞજીના “અહિંસા યાત્રા અભિયાનમાં જોવા મળે છે. દેશની ૫૪ પ્રતિશત જનસંખ્યા ૨૫ વર્ષથી ઓછા આયુષ્યની છે. એ રીતે આજનું ભારત એક યુવા ભારત છે. યુવા ભારતે ભવિષ્યના પાયાને મજબૂત કરવાનો છે. મહાપ્રજ્ઞજી અહિંસા અને નૈતિક વિકાસની ભાવનાના કાર્યક્રમોને એ રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે જેમ મહાત્મા ગાંધીજીએ પોતાના સમયમાં કર્યું હતું. મહાપ્રજ્ઞજી દેશનું ધ્યાન માત્ર સંસ્કારવર્ધન પર જ નહીં પરંતુ સંસ્કારવર્ધનની સાથે જનસાધારણના સર્વાગી વિકાસ પર કેન્દ્રિત કરી રહ્યા છે. જ્યાં સુધી આજીવિકાની સમ્યક અને યોગ્ય વ્યવસ્થા ન થાય, ત્યાં સુધી પછાત અને અભાવગ્રસ્ત વર્ગનું શોષણ ચાલ્યા કરશે, હિંસા અને અરાજકતા ઘટશે નહીં પરંતુ વધતી જશે. મહાપ્રજ્ઞજીનો દૃષ્ટિકોણ વ્યાપક અને વિશાળ છે. જેને તેઓ વિસ્તૃત વિસ્તારમાં કાર્યાન્વિત કરવા તરફ લઈ જઈ રહ્યા છે. એના અભિયાનના મૂળમાં છે - “આધ્યાત્મિકતા, વિકાસ, વિજ્ઞાન અને પર્યાવરણ વચ્ચે સમતોલિત સુમેળ વધારવા અને વધતા ભૌતિકવાદી વાતાવરણમાં સહનશીલતા, સંયમ તથા ગુણતત્ત્વોને જનમાનસમાં પોષિત કરવા. માળવાની ધરતીનું સૌભાગ્ય છે કે એમની આ મહાન અહિંસા યાત્રા દરમિયાન તેઓ અહીં આપણને બધાને નવો રસ્તો બતાવવા આવ્યા છે. અહિંસા યાત્રા સમાજમાં અહિંસાનું પલ્લું ભારે કરવાની દિશામાં આશાનો સંચાર કરી રહી છે.” ~ 225 For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ મહાવીર વાણીની પ્રાસંગિકતા ભગવાન મહાવીર સ્વામી જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર જ નહીં, પરંતુ વિશ્વના મુખ્ય હરોળના આધ્યાત્મિક ગુરુવર બની ગયા છે, જેમનો અહિંસા, શાંતિ, કરુણા, વિવેક, સહિષ્ણુતા અને સમાનતાનો શાશ્વત સંદેશ છેલ્લી ૨૫ શતાબ્દીઓથી ગુંજતો આવે છે, અને આજની વિષમ અને અશાંત સ્થિતિમાં મનને સુખ અને શાંતિ આપે છે. એમણે સ્વયંનો આત્મોદ્ધાર તો કર્યો જ, પરંતુ એનાથી પણ વધુ તેઓ હિંસા, પરિગ્રહ, અહંકાર, શોષણ અને માયાના મૃગજાળથી લદાયેલી માનવજાતિને પરોપકારી આત્મકલ્યાણનો રસ્તો બતાવતા ગયા. એમની વાણીમાં છુપાયેલી અહિંસાની શક્તિ અને સાહસને મહાત્મા ગાંધીએ આત્મસાત્ કરીને ભારતને અહિંસા અને સત્યાગ્રહના માધ્યમથી આઝાદી અપાવી. એમની પાસેથી પ્રેરણા લીધી અમેરિકામાં થતા રંગભેદના સંઘર્ષ માટે માર્ટિન લ્યુથર કિંગ અને દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલાએ. ભગવાન મહાવીર સ્વામીએ ૩૦ વર્ષની વયે રાજમહેલના ભોગવિલાસથી નિર્મોહી બનીને વૈરાગ્ય લઈ લીધો અને સાડાબાર વર્ષ સુધી કોલાહલથી દૂર કઠોર સાધના, તપસ્યા અને આત્મચિંતનમાં લાગેલા 226 For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ મહાવીર વાણીની પ્રાસંગિકતા રહ્યા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ૩૦ વર્ષ એમણે પગપાળા ભ્રમણ કરીને પોતાની અહિંસા યાત્રા દ્વારા જનમાનસ સુધી મૈત્રી, જીવદયા, માધ્યસ્થ, સંયમ, પર્યાવરણ, પ્રેમ અને વિનયનો સંદેશો ફેલાવતા રહ્યા. આ અભિયાનમાં એમની અપૂર્વ દિશા દૃષ્ટિ, નૈતિક ઊર્જા, નિષ્ઠા, સૂઝબૂઝ, અનાસક્તિ અને સંગઠનશક્તિ પ્રગટ થતાં રહ્યાં. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં બધે જનતાની ભાષામાં બોલ્યા. એમને નાતજાતનું અંતર સ્વીકાર્ય નહોતું. નારીઉત્થાન માટે એમણે અનોખી ભૂમિકા નિભાવી. સંત વિનોબા ભાવેએ લખ્યું છે કે મહાવીર એવા પ્રથમ ધર્માચાર્ય બન્યા કે જેમણે સમાજની રૂઢિઓનો ભંગ કરીને નારીને આદર અને સન્માનનું સ્થાન આપ્યું. એમના સંઘમાં ૩૬૦૦૦ વિદુષી, પ્રતિભાસંપન્ન સાધ્વીઓ હતી. મહાવીરે કર્મકાંડ, અંધવિશ્વાસ ભરેલી ધાર્મિક કુરીતિઓ અને ધર્મમાં ઘૂસીને બેઠેલી હિંસક પ્રવૃત્તિઓના વિરુદ્ધમાં સશક્ત અને હૃદયગ્રાહી અવાજ બુલંદ કર્યો. મહાવીરે સમ્યવિચાર અને આચારને જ માનવની ગુણવત્તાનો માપદંડ માન્યો. માત્ર કોઈ વિશિષ્ટ વર્ગમાં જન્મ લેવાથી કે સાધુ સમાજમાં સામેલ થઈ જવાથી માનવને કોઈ ઉપલબ્ધિ હાંસલ નથી થઈ શકતી. માથું મૂંડાવવાથી મંત્રોચ્ચારણ કરવાથી, સંતનાં વસ્ત્ર પહે૨વાથી મુક્તિ નથી મળી જતી. મુક્તિનો રસ્તો છે સમ્યજ્ઞાન, દર્શન અને આચરણથી સંયમિત જીવન અને મૈત્રીભાવની દૃષ્ટિ. મહાવીર કહેતા હતા ‘અપ્પા દીવો ભવ' તું જાતે પોતાનો દીપક બન, પોતાના આત્માને ઢંઢોળ, એની અંદર એકત્રિત થયેલા પ્રદૂષણને દૂર કર અને કર્મવી૨ અને ધર્મવીર બંને સાથે બનીને બીજાને પણ રસ્તો બતાવ. આચાર્યશ્રી રજનીશ કહ્યા કરતા હતા કે આત્માની શુદ્ધ પરિણતિ અહિંસા છે અને અશુદ્ધ પરિણતિ હિંસા છે. જ્ઞાન તથા દૃષ્ટિકોણ સકારાત્મક હોય, હૃદયપરિવર્તન ખુલ્લા મનનું હોય તો આચાર પણ નૈતિક થઈ જાય છે. જૈનદર્શનની મુખ્ય ધા૨ણા છે કે અહિંસાનો વ્યવહાર માત્ર બીજા પ્રત્યે કૃપા, દયા અથવા દાનશીલતાનો ગુણ દર્શાવવાનો નથી, પરંતુ એનાથી ક્યાંય વધુ સ્વયંની આત્મશુદ્ધિ અને કલ્યાણને માટે છે, અહિંસાનું મુખ્ય તત્ત્વ છે પોતાની જાત પર નિયંત્રણ, સંયમસાધના, સ્વૈચ્છિક ત્યાગ અને બીજાની ભલાઈ અને સુખવર્ધન. ગાંધીજીનું પ્રિય ભજન 227 For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, આની સાક્ષી પૂરે છે. અસલમાં આપણો અનિયંત્રિત આવેશ જ આપણી વૃત્તિઓ અને વિચારોને હિંસક બનાવી દે છે, અને સમાજમાં શત્રુતા, શોષણ અને અશાંતિ ફેલાવે છે. ભગવાન મહાવીરે જૈન ધર્મમાં અહિંસાને સર્વોચ્ચ શિખર પર પ્રતિષ્ઠિત કરીને અહિંસા દર્શન તથા શ્રમણ સંસ્કૃતિના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ પર ઊંડો પ્રભાવ સ્થાપ્યો છે. તથા ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં અહિંસાપોષિત પરોપકાર, અનેકાંત અને સુમેળની ભાવનાને મજબૂત કર્યા. વિખ્યાત અમેરિકન વૈજ્ઞાનિક કાર્લ સેગને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે માત્ર જૈન ધર્મએ” જીવવાનો અધિકાર' (રાઇટ ટુ લાઇફ)ના સિદ્ધાંતને નૈતિકતાના સર્વોચ્ચ શિખર પર પ્રતિષ્ઠિત કર્યો છે. મહાવીરે જૈનદર્શનને વિશ્વદર્શનનો સંદર્ભ આપીને શાંતિ ધર્મ, પર્યાવરણ ધર્મ, સંયમ ધર્મ, કરુણા ધર્મ અને પરોપકાર ધર્મના રૂપમાં આવી વ્યાપક સંજ્ઞા પ્રદાન કરી જે વર્તમાન યુગમાં માનવતાની સામે આવીને શોષણજન્ય ગંભીર સમસ્યાઓનું સમાધાન બતાવી શકે. મહાવીરવાણીમાં જીવનમાં નૈતિક મૂલ્યોના વિકાસને અહિંસાનો મુખ્ય સ્તંભ માનવામાં આવ્યો છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ અહિંસાને મહાવીરવાણીને અનુરૂપ એક વ્યાપક અને વિસ્તૃત સંદર્ભમાં જોઈ છે. એમની એક કવિતાની પંક્તિ છે: “નૈતિકતાથી શૂન્ય ધર્મ, આ કેવો અભિનય છે ?' પોતાની પાંચ વર્ષની પગપાળા અહિંસાયાત્રા દરમિયાન મહાપ્રજ્ઞજી વ્યાપક જનસંપર્ક કરીને કહી રહ્યા છે કે મહાવીર માત્ર જૈન ધર્મના તીર્થકર ભગવાન જ નથી, તે તો આખી માનવતાને માટે એક શાશ્વત શાંતિદૂત અને સંપૂર્ણ અહિંસા અને સમ્યફ સહિષ્ણુતાના અવતાર થઈ ગયા છે. એમની પરિભાષામાં અહિંસા શાંતિ, મિત્રતા, સદ્ભાવ, સહઅસ્તિત્વની પર્યાય બની ગઈ છે. પોતાના યુગમાં વધતી હિંસક પ્રવૃત્તિઓથી ચિંતિત બનીને મહાવીરે અહિંસાને એક જીવનશૈલીના રૂપમાં જીવનમાં ઉતારવાનો આગ્રહ કર્યો. એમણે સતત એ વાત પર ભાર આપ્યો કે હિંસા અને અહિંસાની વચ્ચે ખેંચતાણમાં એ અત્યંત આવશ્યક છે કે સમતોલનમાં આપણે અહિંસાના પલ્લાને 228 For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ મહાવીર વાણીની પ્રાસંગિકતા ભારે રાખીએ અને જીવનનાં બધાં સ્તરો અને ક્ષેત્રોમાં હિંસાના પ્રભાવ, સંસ્કાર અને મનોવૃત્તિને વધુ ને વધુ કમજોર બનાવીએ. જૈન ધર્મની એક સુંદર વ્યાખ્યામાં અમેરિકન વિદ્વાન માઇકલ ટોબાયસ લખે છે કે “જ્યાં સુધી આપણે જીવનમાં દરેક પ્રાણીને વિકાસની આઝાદી ઉપલબ્ધ નહીં કરાવીએ આપણા સ્વયંનું આત્મકલ્યાણ નહીં થઈ શકે. જ્યાં સુધી દરેક પ્રાણી શાંતિથી સૂઈ ન જઈ શકે, આપણે સૂઈ ન શકીએ. જ્યાં સુધી આપણી આસપાસ કોઈ પણ પ્રાણી ભૂખથી અભાવગ્રસ્ત હોય ત્યાં સુધી આપણે ભોજન ન કરી શકીએ.” વિજ્ઞાનના આ યુગમાં અભૂતપૂર્વ પ્રગતિએ આપણે માટે ઢગલાબંધ સુખસાધન મેળવી આપ્યાં છે. પરંતુ સાથે સાથે ઉગ્રતમ થઈ રહ્યો છે આતંકવાદ. અમીર હોય કે ગરીબ. બધાને આજંદ અને અસુરક્ષિત બનાવતો રહ્યો છે. માલવા અને ઇંદોરને માટે સુંદર સંયોગ છે કે મહાવીર જયંતીના સમયે અહિંસા યાત્રા દરમિયાન આપણી વચ્ચે મહાપ્રજ્ઞજી મોજૂદ છે. આ દુર્લભ ક્ષણ છે જ્યારે આપણે એમની પાસેથી મહાવીર વાણીના મર્મને સમજીને સર્વોદયના રસ્તા પર ચાલી નીકળીએ તથા પ્રભાવસંપન્ન અને અભાવગ્રસ્ત બંને વર્ગોની વચ્ચેના અંતરને પાર કરીને નૈતિકતાભર્યો આધ્યાત્મિક સમાજવાદ આપણા રોજબરોજના જીવનમાં લઈ આવીએ. વિશ્વમાં શાંતિ ત્યારે સ્થાયી થશે જ્યારે આપણે આપણાં ગામો અને શહેરોમાં અહિંસા, સંયમ, ત્યાગ અને ઉદારતાને પાડોશી મહોલ્લા, શહેર, ગામ અને પ્રાણીજગતની ભલાઈની સાથે જોડીશું. 229 For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ અહિંસા યાત્રાઃ એક નવી દષ્ટિ - એક નવી દિશા ૨૧મી સદીના ઉદયમાં પ્રારંભ થયેલી અહિંસાયાત્રા આચાર્યશ્રી મહાપ્રજ્ઞજનું હિંસાથી ત્રાસેલી અને ભયગ્રસ્ત થયેલી માનવતાને સર્વોદયી વરદાન છે. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જ્યાં જ્યાં મહાપ્રજ્ઞજીના પવિત્ર ચરણ પડે છે ત્યાં દિવ્ય વાણી ગુંજી રહે છે. અહિંસાની ચેતના અને નૈતિક વિકાસની આવશ્યકતા અને વ્યાવહારિક રૂ૫ લોકોને સમજમાં આવવા લાગ્યું છે. જીવનમાં પરિવર્તન લાવવાની પ્રેરણા મેળવવા અને માર્ગદર્શન મેળવવા માટે પૂજ્ય મહાપ્રજ્ઞજીને સાંભળવા ગામ તથા શહેરમાંથી યુવા, વૃદ્ધ, નર-નારી, સમૃદ્ધ અને અભાવગ્રસ્ત લોકો ઊમટી પડે છે. જૈન, હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધા ધર્માવલંબી મહાપ્રજ્ઞજીમાં જોઈ રહ્યા છે, એવા આધ્યાત્મિક શીર્ષ પુરુષ જે ધર્મોની સંકીર્ણ પરિધિમાંથી ઉપર ઊઠીને સંપૂર્ણ સમાજના આચાર, વિચાર, વ્યવહારમાં અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતનો ભાવ જગાવવામાં કૃતસંકલ્પ છે. . ચાર હજાર કિલોમીટર લાંબી અહિંસાયાત્રાનો સંકલ્પ છે જનમાનસને હિંસામુક્ત અને નૈતિક મૂલ્યસંપન્ન બનવાની પ્રેરણા આપવી તથા સાર્થક 230 For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ અહિંસા યાત્રાઃ એક નવી દષ્ટિ – એક નવી દિશા દિશાદર્શન આપવું. સહિષ્ણુતા, સભાવ, સહયોગ, સમાનતા અને સમન્વય પલ્લવિત થવાથી જ સમાજના બધા વર્ગોનો સમતાથી ઓતપ્રોત વિકાસ થશે, પ્રગતિને આધ્યાત્મિક ઊર્જા મળશે તથા અહિંસાની સંસ્કૃતિ શાંતિને સ્થાયી બનાવશે. કોટિ કોટિ જનતાને દૂર દૂર ગામોમાં, શહેરોમાં, મહાનગરોમાં, વસ્તીઓમાં રસ્તાઓમાં લાગે છે કે જાણે મહાત્મા ગાંધી પરત આવ્યા હોય, સંપૂર્ણ જનમાનસમાં અહિંસાની શક્તિ અને સાહસ જગાવવાને માટે, શોષણને સહયોગમાં બદલવા માટે, શત્રુતા (અણબનાવો અને ધૃણાની જગ્યાએ મિત્રતા અને કરુણા ફેલાવવાને માટે. પોતાના સમયમાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અભિયાન, આચાર્ય વિનોબા ભાવેના ભૂદાન અભિયાન અને આચાર્ય તુલસીના અણુવ્રત અભિયાન અહિંસક શક્તિઓને સંગઠિત કરી અને જનજીવનમાં નૈતિક મૂલ્યોના વિકાસને સજીવન કર્યો. આવી ઐતિહાસિક કડીમાં છે આચાર્ય મહાપ્રજ્ઞજીનું અહિંસા યાત્રા અભિયાન. આચાર્યશ્રીની માન્યતા છે કે વધતી હિંસા, ગરીબી, શોષણ, અન્યાય, અપરાધ, પ્રદૂષણ અને વ્યસનપ્રવૃત્તિ જેવી વિઘટનકારી સમસ્યાઓનો યોગ્ય રૂપથી માત્ર અહિંસાની ચેતનાના જાગરણ તથા સક્રિય અહિંસક જીવનશૈલીનો સ્વીકાર કરીને ઉકેલ લાવી શકાય છે. માત્ર વાતોથી અહિંસા અને નૈતિક મૂલ્ય જીવનમાં ન ઉતારી શકાય. આદિકાળથી ભારતના ઇતિહાસમાં મહાત્મા પુરુષોએ પોતપોતાના યુગમાં અહિંસાનો સંદેશ ફેલાવીને હિંસાની સંહારક શક્તિને ઓછી કરી. દરેક યુગમાં માનવતાની સમક્ષ પડકાર રહ્યો છે હિંસા અને અહિંસાની વચ્ચેના અસમતોલનને દૂર કરવાનો. મહાપ્રજ્ઞજી કહે છે કે આજના યુગમાં જેટલી માત્રામાં હિંસા ચાલી રહી છે, એટલી માત્રામાં તે જરૂરી નથી; અહિંસા જેટલી માત્રામાં અનિવાર્ય છે એટલી માત્રામાં તે નથી. હિંસાની વિનાશકારી શક્તિને અહિંસાના નાના-મોટા પ્રયત્નોથી ઓછી નથી કરી 231 For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ શકાતી. હિંસાને વધારવા માટે જેટલા પ્રયત્નો થઈ રહ્યા છે અને માહોલ બનાવવામાં આવ્યો છે એની સરખામણીમાં અહિંસાના વિકાસને માટે થતા પ્રયત્નો તુચ્છ છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે અહિંસાની પ્રવૃત્તિ સક્રિય અને ગતિશીલ રહી, શાંતિનું વાતાવરણ નિર્માણ થયું ત્યાં એમાં વ્યક્તિ અને સમાજના, રાષ્ટ્રો અને સંસારના બહુમુખી વિકાસના માર્ગો ખૂલ્યા. શાંતિપ્રિય માનવોની સર્જનાત્મક પ્રવૃત્તિએ વિભિન્ન સભ્યતાઓ અને સંસ્કૃતિઓને જન્મ આપ્યો. સાહિત્ય, લલિતકલા, ગીત, સંગીત, નૃત્ય, શિલ્પ, વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિએ બહુરંગી અને બહુઆયામી વિકાસ, ઉત્થાન અને સમૃદ્ધિનાં દ્વાર ખોલ્યાં. વિભિન્ન ધર્મો અને આસ્થાઓએ શાંતિપોષક, પર્યાવરણપ્રિય સહઅસ્તિત્વ તથા જીવસમુદાયની વચ્ચે કરુણા અને પ્રેમભરી નૈતિકતા પોષાયાનો ઉપદેશ આપ્યો. પરંતુ જ્યારે જ્યારે માનવ અહંકાર, લોભ, લાલચ, મોહ અને માયાથી ઘેરાયેલો હોય અને માનવસમુદાય હિંસાપથ પર ભૂલો પડ્યો હોય તો માનવતાને વિશ્વવ્યાપી સંહારક યુદ્ધધર્મો વચ્ચે ખૂનખરાબી અને પ્રદૂષિત પર્યાવરણનો સામનો કરવો પડે. ઉપનિવેશવાદ રંગભેદ લાવે છે તનાવ, શોષણ, ગરીબી, બેકારી, વિકાસહીનતા અને અસમાનતા સાથે વિજ્ઞાનનો દુરુપયોગ થયો. અતિ વિનાશકારી શસ્ત્રોના નિર્માણમાં હિરોશિમા અને નાગાસાકીમાં થયેલા પરમાણુ-વિસ્ફોટ માનવતાના માથા પર કલંક બની ગયા અને આજે ઉગ્રતમ થઈ રહેલા આતંકવાદ જનસાધારણને ભયગ્રસ્ત અને અસુરક્ષિત કરી દીધા છે. સામ્રાજ્યવાદ પૂરો થવાથી સંસારમાં રાજનૈતિક આઝાદી સર્વવ્યાપી બની, પરંતુ આર્થિક પીછેહઠ અને યોગ્ય વિકાસની ઊણપ હિંસક પ્રવૃત્તિને પોષાતી રહી છે. આર્થિક વ્યવસ્થાની વિષમતાએ શોષણ, તનાવ અને અપરાધને વધાર્યા છે. વિકાસશીલ દેશોમાં વિકાસની અપર્યાપ્તતા, વધતી 232 For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ અહિંસા યાત્રા એક નવી દષ્ટિ – એક નવી દિશા ગરીબી, નિરક્ષરતા અને પ્રાણઘાતક બીમારીઓના પ્રકોપે અશાંતિનો માહોલ ઊભો કર્યો છે. રાષ્ટ્રોની વચ્ચે વિનાશકારી શસ્ત્રોની હરીફાઈ વિશ્વશાંતિના પ્રયાસોને કમજોર બનાવતી જાય છે. અપરાધી મનોવૃત્તિ વધી રહી છે; શસ્ત્રબળનો પ્રયોગ વધી રહ્યો છે, હિંસા પ્રગતિપથ પર વિપ્ન બની રહી છે. માનવની ભાવધારાને બદલ્યા વિના હિંસાના આ પૂરને રોકી ન શકાય. માનસિક તનાવો અને સંઘર્ષજનક હિંસક પ્રવૃત્તિઓ પર સ્થાયી વિજય મેળવવાનો એકમાત્ર રસ્તો છે મન, વચન અને આચરણમાં સક્રિય અહિંસાનો વિકાસ. સમય આવી ગયો છે જ્યારે પ્રતીકાત્મક રૂપથી નહીં, પરંતુ નક્કર કાર્યક્રમો દ્વારા પોતાના પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં અહિંસાની સંસ્કૃતિ પ્રત્યે સામૂહિક, સુનિયોજિત, પ્રશિક્ષિત, અનુશાસિત અને ઉત્તરદાયિત્વપૂર્ણ નિષ્ઠા પેદા થાય. આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ સામાજિક જીવનમાં વિવેકશીલ અનુશાસન લાવવા માટે અહિંસા પ્રશિક્ષણ પર બહુ ભાર મૂક્યો છે. અહિંસા પ્રશિક્ષણના આધારભૂત પાસાં છે : (૧) ભાવ પરિવર્તન (૨) દૃષ્ટિકોણ પરિવર્તન (૩) જીવનશૈલી પરિવર્તન તથા (૪) વ્યવસ્થા પરિવર્તન. અહિંસાયાત્રાના માધ્યમથી અહિંસા પ્રશિક્ષણનો સિલસિલો ગામડાંના ખેડૂતોથી માંડીને શહેરના બુદ્ધિજીવીઓ સુધી સંપૂર્ણ જનમાનસમાં સ્કૂર્તિમાન થઈ રહ્યો છે. અહિંસાયાત્રાના લક્ષ્યને ફળીભૂત બનાવવા માટે આજે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સ્તરે સંકલ્પની આવશ્યકતા છે. અહિંસાના ઉદ્ગાતા આપણને રસ્તો બતાવે છે. પરંતુ પોતાની જીવનયાત્રાને અહિંસા યાત્રામાં પરિવર્તિત કરવાની જવાબદારી તો સમાજના બધા વર્ગોના ખભે છે. એ માટે જરૂરી છે સકારાત્મક વિચારધારાથી દૃષ્ટિકોણ પરિવર્તન, 233 For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ જીવનશૈલી પરિવર્તન, આવેશ નિયંત્રણ, આજીવિકા શુદ્ધિ, સર્વધર્મ સમભાવ, નૈતિક મૂલ્યોના સંવર્ધનની. ત્યારે વ્યક્તિ અને સમાજમાં અહિંસામાં શ્રદ્ધા સંસ્કાર બનશે અને વ્યક્તિ તથા સમાજ સ્વસ્થ, સંયમિત, સંતુલિત અને સમન્વયી બની શકશે. એકસાથે આર્થિક ઉત્થાન, સમાજસુધાર તથા નૈતિક જાગરણના માધ્યમથી જ અહિંસક સંસ્કૃતિ પ્રત્યે જનમાનસમાં જવાબદારીપૂર્ણ નિષ્ઠા જાગ્રત થશે. વ્યક્તિ સ્તરે આપણે પોતપોતાના જીવનમાં નિષ્ઠા અને લગનથી, સત્ય, અહિંસા, કરુણા અને બંધુત્વનાં ગુણતત્ત્વોને સતત વધારતાં રહીએ. આપણે સંયમ, અપરિગ્રહ તથા સ્વૈચ્છિક ઉપભોગ નિયંત્રણના સંસ્કારને સ્વયં નિભાવીને બીજાને પણ પ્રોત્સાહિત કરીએ. આપણે પોતપોતાના વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં આધ્યાત્મિક ચિંતન, નૈતિક વિકાસ, પ્રેક્ષાધ્યાન તથા યોગાભ્યાસ અને અણુવ્રતનું પાલન કરીએ જેનાથી માનસિક તનાવ દૂર થાય તેમજ આપણાં તન અને મનમાં શાંતિ, સૌમ્યતા અને મધ્યસ્થતાના ગુણનો વિકાસ થાય. આપણે “જીવો અને જીવવા દો સિદ્ધાંતને અનુલક્ષીને જીવદયા અભિયાનોમાં સક્રિય ભાગ લઈએ તથા શાકાહારનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરીએ કારણ કે એમાં સમાયેલાં છે અહિંસાજન્ય નૈતિકતા, વિશુદ્ધ, આધ્યાત્મિકતા, પર્યાવરણીય ચેતના તથા પોષક સ્વાથ્યવર્ધન. સામાજિક સ્તરે આપણે સમાજમાં એવું સદ્ભાવના અને સમતાભર્યું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરીએ જેનાથી આપણે કોઈ પણ માનવ અથવા પ્રાણીને કોઈ પણ પ્રકારનું દુઃખ, ઠેસ, હિંસા, ધૃણા, તિરસ્કાર અથવા શોષણનો શિકાર ન બનાવીએ અને બીજાઓમાં પણ આ જ મનોવૃત્તિ જગાવીએ. 234 For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ અહિંસા યાત્રાઃ એક નવી દષ્ટિ - એક નવી દિશા આપણે પૂરી નિષ્ઠા અને ગંભીરતાથી સમાજમાં સહિષ્ણુતા અને મિત્રતા ફેલાવીએ તથા ધર્મભેદ, જાતિભેદ, રંગભેદ અને લિંગભેદનાં તત્ત્વોને વધતાં અટકાવીએ. આપણે સમાજમાં સંગ્રહની પ્રવૃત્તિ ઓછી કરવાની, બિનજરૂરી ઉપભોગ નિયંત્રણ કરવાની તથા સંસાધનોનો દુરુપયોગ નહીં કરવાની અને રોકવાની દિશામાં સાર્થક સામૂહિક પહેલ કરીએ. આપણે લિંગ-અહમ્ ભરેલા વિચારનો ત્યાગ કરીને નારી સમાજને બરાબર ન્યાયનો હક અપાવીને એમનું પ્રોત્સાહન વધારીએ. અત્યંત જરૂર છે દહેજ, ભૃણહત્યા, બળાત્કાર, મૃત્યુભોજન તથા આવા બીજા અન્ય સામાજિક કુરિવાજોનો જડમૂળથી નાશ કરવા માટે સામૂહિક પ્રયત્નો કરવાની તથા સાથે સાથે મહિલા સમાજમાં સાક્ષરતા અને જાગૃતિ ફેલાવવાની. આપણે પોતપોતાનાં વર્તુળ અને વિસ્તારમાં એવાં સામૂહિક અભિયાનોને વધારીએ જેનાથી સમાજના પછાત વર્ગોના ઉત્થાનની દિશામાં કર્મઠ પ્રયાસ થઈ શકે અને તેઓ અભાવગ્રસ્ત ન રહે. અમીર અને ગરીબની વચ્ચેના અંતરને ઓછું કરવાના સાર્થક પ્રયાસો જ સમાજમાં વધી રહેલા અપરાધ અને હિંસાની રફ્તારને રોકી શકે છે. આ ક્ષેત્રમાં ઉપયોગી ઉપાયોને પ્રાથમિકતા અપાવવામાં આપણે સક્રિય રહીએ. આર્થિક રીતે સંપન્ન વર્ગે આ વિષમતાને દૂર કરવા માટે ઉદાર અહિંસાભાવથી આગળ આવવું પડશે. પ્રબુદ્ધ વર્ગ અને શાસન-તંત્ર પર પણ જવાબદારી છે કે તેઓ નિર્ધન વર્ગને આત્મસન્માનથી સ્વાવલંબી અને સમર્થ બનાવવાની દિશામાં તત્પરતા બતાવે. જ્યાં સુધી વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિનો લાભ સમાજના બધા વર્ગો સુધી નથી પહોંચતો, અહિંસાની ચેતના અને નૈતિકતા પ્રત્યે જાગૃતિનો વિકાસ નહીં થાય. જુદા જુદા ધર્મો વચ્ચે સહકાર, મિત્રતા અને રચનાત્મક સહયોગ વધારવાની દિશામાં માત્ર ધાર્મિક તહેવાર સાથે મનાવવા એટલું પૂરતું 235 For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ઃ વારસો અને વૈભવ નથી, તે માત્ર પ્રતીકાત્મક હશે. સામાજિક સદ્ભાવ વધારવાની, પર્યાવરણીય પ્રદૂષણ રોકવાની, સર્વોદયી આર્થિક વિકાસને સશક્ત કરવાની, પ્રાકૃતિક મુશ્કેલીઓથી રાહત આપનારી, જન-સ્વાથ્યના સ્તરને ઊંચા કરવાની અને શિક્ષણનો વ્યાપક પ્રસાર કરવાની મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિભિન્ન ધર્મોના સંયુક્ત કાર્યક્રમો આયોજિત કરવાની અને એમાં ઉત્સાહથી ભાગ લેવાની અત્યંત આવશ્યકતા છે. રચનાત્મક સામૂહિક કાર્યક્રમોથી જ પરિવર્તન આવશે. તેમાં બધાની જીવનશૈલીમાં સુધારો થવાની આશા બંધાય અને સાંપ્રદાયિકતાની જગ્યા સહયોગ, સદ્ભાવ અને સહિષ્ણુતા લઈ લે. આપણા બધાના સામૂહિક પ્રયત્નો હશે કે સૂરત આધ્યાત્મિક ઘોષણાપત્રમાં વર્ણવાયેલા પાંચસૂત્રીય સર્વધર્મ સૌજન્ય વધારનારા કાર્યક્રમો અને યોજનાઓને સફળ બનાવીએ. આવા પ્રયાસોની સફળતાથી ધર્મ અને આધ્યાત્મિકતાનો વિકાસ, વિજ્ઞાન અને પર્યાવરણની સાથે સંતુલિત સુમેળ વધશે. જનસાધારણમાં વ્યાપ્ત ધર્મપરાયણતાનો શિક્ષાપ્રસાર, વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિના લક્ષ્યોની સાથે તાલમેલ બેસાડવામાં બધા વર્ગોમાં ગતિશીલ વિચાર અને દૃષ્ટિકોણને સશક્ત બનાવવાને માટે નિરંતર ગંભીર પ્રયાસ જરૂરી છે. આપણે અહિંસાના સંસ્કાર અને વ્યવહાર સાથે સંબંધિત પ્રશિક્ષણના કાર્યક્રમોને પ્રોત્સાહિત કરીશું અને એમાં રુચિપૂર્વક ભાગ લઈશું. આપણો સામૂહિક પ્રયત્ન હોય કે નૈતિકતાપૂર્ણ જીવનવિજ્ઞાનનું શિક્ષણ પ્રારંભિક સ્કૂલોથી શરૂ કરીને વિશ્વવિદ્યાલયો સુધી ભણાવવામાં આવે. આપણો સતત પ્રયત્ન હશે કે જીવનવિજ્ઞાન સંબંધી સાહિત્યના અધ્યયનને આપણે જનસાધારણમાં લોકપ્રિય બનાવીએ. જ્યાં જ્યાં અહિંસાયાત્રા જઈ રહી છે, અહિંસા પ્રશિક્ષણ શિબિર તથા અહિંસા પ્રશિક્ષણ કેન્દ્રનું આયોજન કરવામાં આવશે જેનાથી અહિંસાયાત્રાનો સંદેશ જનમાનસને હંમેશાં પ્રેરણા આપતો રહે. આવી 236 For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ અહિંસા યાત્રાઃ એક નવી દષ્ટિ – એક નવી દિશા શિબિરો અને કેન્દ્રોનું આયોજન અને સંચાલન દરેક ક્ષેત્રમાં વાતાવરણને અનુરૂપ કરવું અત્યંત જરૂરી બનશે. આવા પ્રયાસોથી જનજાગૃતિમાં નિરંતર વિકાસ થશે. આ તો શરૂઆત થશે. ચરિત્રનિર્માણનો પડકાર છે દરેક ગામે સ્થાનિક પહેલ કરીને અહિંસા પરિવારને મૂર્ત રૂપ આપવાની. આપણે અહિંસા-પ્રશિક્ષણના માધ્યમથી સમાજના બધા ઘટકોમાં વિનમ્રતા, વિવેક, સદાચાર, ગુણગ્રાહ્યતા, સહનશીલતા, જિજ્ઞાસા અને પ્રગતિશીલ વિચારોના ગુણોને વધારવાની દિશામાં તત્પર રહીએ. દેશને સુખી અને સમૃદ્ધ બનાવવાને માટે શિક્ષણની મૂલ્યનિષ્ઠા અને ગુણવત્તાને વધારવી પડશે. સંકટ, મુશ્કેલીઓ અને વિષમ પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા સંસારમાં અહિંસાયાત્રાનું અભિયાન આકાશમાં પ્રગટતા મેઘધનુષ્યની જેમ પ્રગટ થયું છે. ૨૧મી શતાબ્દીને માટે આ એક અદ્ભુત ભેટ છે. હિંસાના પૂરને રોકવું અને અહિંસાની નદીને વેગવંતી બનાવવી આ શતાબ્દીમાં માનવજાતિને માટે એક ગંભીર પડકાર અને સાથે સાથે એક સોનેરી અવસર પણ છે. 237 For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર આ પુસ્તકમાં ઐતિહાસિક સંદર્ભની પૃષ્ઠભૂમિની સાથે સાથે આધુનિક યુગમાં જૈન ધર્મનાં વિભિન્ન પાસાંઓ વિશે વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. દરેક પગલે સૈદ્ધાંતિક વિશ્લેષણની સાથે સાથે બદલાતી પરિસ્થિતિઓમાં જનજીવન માટે જૈનદર્શનની કલ્યાણવર્ધક સામયિકતાને પ્રસ્તુત કરવામાં આવી છે. વિહંગમ દૃષ્ટિએ જોઈએ તો જૈન ધર્મ ઊપસી આવે છે એની અનોખી સર્વોદયી સંપૂર્ણતાથી. તેને મેં “એક વિરાટ સંસ્કૃતિની સંજ્ઞા આપી છે. અન્ય ધર્મોની તુલનામાં જૈન ધર્મમાં અધ્યાત્મ, જીવનદર્શન અને જીવનાચાર વધારે સંતુલિત માત્રામાં એકબીજા સાથે ગુલ્ફિત અને વિકસિત થઈ રહ્યાં છે. વ્યક્તિગત ધર્મસાધનાસૃષ્ટિ અને સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ એ બંને અવિભાજ્ય રૂપે એક જ શ્વાસમાં જોડાયેલાં છે. સ્વર્ગીય અમરમુનિના શબ્દોમાં... ધર્મ ન બાહર કી સજ્જા મેં, જયકારો મેં આડંબર મેં, વહ તો અંતરતમ કે, ગહરે ભાવોં કે અવિનાશી સ્વર મેં.” જૈન ધર્મ કોઈ પણ પ્રકારે ધમધતા અને અંધવિશ્વાસભર્યો સંકીર્ણ ધર્મપંથ નથી જે માત્ર પૂજનઅર્ચનની પ્રક્રિયા અથવા કોઈ એક ચીલાના જડ 238 For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર " છે. આચાર-વિચારમાં સંકોચાઈ ગયો હોય. આપણે જોયું કે પ્રારંભથી જ જૈન ધર્મને આપણા તીર્થકરોએ એક ખુલ્લી કિતાબ જેવો રાખ્યો. તેમાં આત્મકલ્યાણની સાથે સાથે વર્તમાન જીવન પસાર કરવા માટે એક સ્પષ્ટત: પરિભાષિત નૈતિક આધારનું સમર્થન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જૈન ધર્મનો સૈદ્ધાંતિક ફેલાવો મૂળ નૈતિકતાની આધારશિલા પર થતો રહ્યો છે. આ કોઈ એક અથવા કેટલાક ધર્મગ્રંથોમાં કેદ એવી ધર્મવ્યવસ્થા નથી, પણ ઉદાર, સહિષ્ણુ અને સહકારી જીવનસંસ્કૃતિ રહી છે, અને માટે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ પર યુગયુગાંતરથી એની અમિટ છાપ પડતી રહી છે. જૈન ધર્મ અને દર્શન એક સમગ્ર અને વિરાટ જીવનસંસ્કૃતિ છે જે મનુષ્યમાં એવા ઉદાત્ત સંસ્કાર અને સંપૂર્ણ સૃષ્ટિ પ્રત્યે જવાબદારી જગાવે અને પોષણ આપે છે જેનાથી તે જીવજગત પ્રકૃતિ અને વસુધાના સંપૂર્ણ પર્યાવરણની સાથે પારસ્પરિક નિર્ભરતાના ગૂંથેલા તાણાવાણામાં જીવતા શીખે અને બીજાને જીવવાનું શીખવે. વિખ્યાત વિદ્વાન ડૉ. લક્ષ્મીમલ સિંઘવીએ અમેરિકાના શિકાગો શહેરમાં ૧૯૯૩માં સંપન્ન વિશ્વધર્મ પરિષદમાં પોતાના ભાષણમાં કહ્યું, “ધર્મ વિકસિત થાય છે અને પ્રભાવિત થાય છે એના મૂળભૂત સિદ્ધાંતોના કારણે. ધર્મનો વિકાસ, ધર્મની સંગઠનશક્તિ અને શાસ્ત્રોથી ક્યાંય આગળ ચાલ્યો જાય છે. ધર્મની સંસ્કૃતિ અને નૈતિકતા હોય છે જે વિશ્વની બહુમૂલ્ય સાંસ્કૃતિક થાપણ બની જાય છે. આ સંદર્ભમાં જૈન ધર્મ એક નૈતિક જીવનશૈલીનું પ્રતીક બની ગયો છે.” આ પુસ્તકનો બીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો તે જૈન ધર્મની સંસ્કૃતિનું વિરાટ આભામંડળ છે, જેના દૈદિપ્યમાન કિરણો છે અહિંસા ધર્મ, અનેકાંત જીવનદર્શન, અપરિગ્રહ પથ અને પર્યાવરણ ચેતના. આ આભામંડળ માત્ર કર્મવાદની આસપાસ કેન્દ્રિત થયું નથી. આ જીવન આપણને મળ્યું છે તો એનો નિર્વાહ પૂર્ણરૂપે સામાજિક જવાબદારીથી કરવાનો છે. જૈન ધર્મની માન્યતા એ છે કે જેટલી ચેતના, કર્મઠતા, નૈતિકતાથી આપણે જીવન પસાર કરીશું અને બીજા પ્રત્યે કરુણા, પ્રેમ, દયા, સહિષ્ણુતા અને સમતાની કર્તવ્યપરાયણતા નિભાવીશું, એટલો આપણા સ્વયંના કલ્યાણનો દુર્ગમ રસ્તો સુગમ થઈ જશે અને આપણે કર્મબંધનોથી 239 For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ છુટકારો મેળવવા પુરુષાર્થ અને આત્મવિશ્વાસથી અગ્રેસર બની શકીશું. વૈદિકકાળથી એ સ્વીકારાયું છે કે પ્રાન્વેદિક જૈન ધર્મની “વાત્ય પરંપરાની પાછળ અતૂટ સાધના, તપસ્યા, નિષ્ઠા, અનુશાસન, સંતુલન, સંયમ અને વૈચ્છિક આત્મનિયંત્રણ જેવા ગુણતત્ત્વ છે જે કેવળ સંતો માટે નથી, બલ્ક વ્યાવહારિક રૂપે, સામાન્ય જનજીવનને માટે આચરણમાં લાવવા માટે છે. આ સર્વોદયી આત્માનુશાસનનો પથ છે જ, જેનો ઉદ્દેશ છે સમગ્ર સૃષ્ટિ અને એના સમસ્ત જીવંત પદાર્થો સાથે શાંતિમય સહઅસ્તિત્વ અને પારસ્પરિક નિર્ભરતાના તાણાવાણામાં રહીને સ્વયંના આત્મકલ્યાણનો રસ્તો શોધવો. “જીવો અને જીવવા દોનો સાર છે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યચરિત્રની પ્રાપ્તિ હેતુ સાધના કરવાનો અને પોતાનું આત્મબળ વધારવાનો. ત્રીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે જૈન ધર્મનો મૂળ સ્થંભ છે અહિંસા. જે સ્વયં એક સર્વોચ્ચ ધર્મ અને ઉદાત્ત સંસ્કૃતિરૂપ છે. અહિંસા ધર્મની સાથે અપરિગ્રહ, અનેકાંત અને પર્યાવરણ-સંસ્કૃતિઓ એકબીજામાં ઓગળીને સમરસ થઈ જાય છે અને અહિંસાના સિદ્ધાંત અને આચરણશીલતા એક પૂરક પૂર્ણત્વ પ્રદાન કરે છે. મનુષ્ય ક્યારેય માયાજાળથી મુક્ત નહીં થાય તો તે પોતાની પ્રભુસત્તાના ઉન્માદને વશ થઈ જીવજગત અને પ્રકૃતિની સાથે આધ્યાત્મિક સમાજવાદ (spiritual socialism)ની ભાવના આત્મસાત્ ન કરી લે. મનુષ્યમાં ચેતના, સંવેદનશીલતા, જાગરૂકતા, બુદ્ધિમત્તા, સૂઝબૂઝ, પહેલ કરવાનું સાહસ, કલ્પનાની દોડ બીજાં બધાં પ્રાણીઓથી ક્યાંય વધુ ઊંચાં અને વિકસિત સ્તરનાં છે. પરંતુ સાથે સાથે આપણે આપણા વિવેચનમાં જોયું છે એમાં અહમ્, અહંકાર, દંભ, અભિમાન, મોહ, માયા, લોભ, છળ-કપટ અને શોષણવૃત્તિ એટલાં ઘર કરી ગયાં છે કે એનાથી એના પરિગ્રહનો ભાર ખૂબ વધી ગયો છે અને તે કરુણામય સહઅસ્તિત્વના રસ્તા પરથી વિખૂટો પડી ગયો છે. - એક અંગ્રેજ કવિ ફ્રાંસિસ થોમસને આ વાતને ખૂબ જ સુંદર ભાષામાં વ્યક્ત કરી છે : 240 For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર All things by immortal power Near or Far Hiddenly To each other linked are That thou canst not stir a flower without troubling a star. અર્થાત્ દૂર અથવા નજીક બધા જડચેતન પદાર્થ વસુધાના તાણાવાણામાં એકબીજા સાથે એવા જોડાયેલા છે કે એક ફૂલના ડોલવાનો આકાશના તારા સાથે સંબંધ હોઈ શકે છે. જૈન ધર્મએ માનવતાને જે અહિંસા ધર્મ આપ્યો છે તે માત્ર પોતાના જીવન પૂરતો સંકુચિત નથી; એનો સંબંધ દરેક પગલે આખી સૃષ્ટિ સાથે છે. એનો દરેક શ્વાસ પૂરા સ્પંદન સાથે જોડાયેલો છે. મેં મારા એક ભાષણમાં એક વાર કહ્યું હતું : “Nature is a friend you will never lose until death and even when you die, you must disappear with nature.” અર્થાત્ પ્રકૃતિ એવી મિત્ર છે જે માનવનો સાથ એના મૃત્યુ સુધી નથી છોડતી અને મર્યા પછી પણ મનુષ્યનું શરીર પ્રકૃતિનાં તત્ત્વોમાં વિલીન થઈ જાય છે અને આત્મા પોતાની યાત્રા પર ચાલ્યો જાય છે. આપણે કોઈ પણ શ્રદ્ધા, પંથ, પરંપરા અથવા ધર્મના અનુયાયી હોઈએ, જૈન સંસ્કૃતિમાં દર્શાવાયેલો સમસ્ત જીવજગત અને પ્રકૃતિજગતની સાથેનો વ્યાપક સહિષ્ણુતાભર્યો શાંતિમય સહઅસ્તિત્વનો સિદ્ધાંત આપણે જીવનમાં ઉતારવા સિવાય કોઈ વિકલ્પ નથી, જો આપણે સ્થાયી વિશ્વશાંતિ ઇચ્છીએ, યુદ્ધને અલવિદા કહેવા ઇચ્છીએ, ઉગ્રતમ થતા આતંકવાદથી મુક્તિ ઇચ્છીએ અને વસુધા પરના જીવનને સુખી, પ્રગતિશીલ અને સર્વ કલ્યાણકારી બનાવવા ઇચ્છીએ તો. 241 For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ હિંસાથી બચવા માટે માત્ર ભક્તિ, ભજન, ભોજન અને ભાવનાનું કવચ પહેરીને આપણે સુખી નથી થઈ શકતા. આપણે તો આપણી આખી જીવનશૈલીને, શાસન અને સમાજના રીતરિવાજોને અને જીવનવ્યવહારને અહિંસાના ઢાંચામાં ઢાળવા પડશે. એક વિદ્વાન વિચારકે લખ્યું છે : “અહિંસાની જયપતાકા લઈને આપણે ગમે તેટલું દોડીએ, નીચે તો સ્વાર્થ અને અહંકારના પાટા નાખેલા છે અને આખું જીવન એની પર ટક્યું છે. હાથમાં અહિંસા અને પગમાં હિંસા બંને સાથે કેમ ચાલશે ? આંખોમાં કરુણા અને કરણીમાં ક્રૂરતા, મોંમાં સંવેદના અને વ્યવહારમાં ઉપેક્ષા સાથે સાથે નહીં ચાલે.” સંસારમાં કેટલાંય ધર્મ છે, શ્રદ્ધા છે. વિભિન્ન સભ્યતાઓના સંદર્ભમાં વિશ્વમાં પોતપોતાના ધર્મોને આધ્યાત્મિક ક્ષેત્રોમાં “અંતિમ શબ્દ' માનવામાં આવે છે. ઇતિહાસમાં ધર્મના નામ પર હિંસક સંઘર્ષ થયા છે. જૈન ધર્મ કોઈ ધર્મને ગુલામ નથી બનાવતો અને ન એનો ગુલામ બને છે. એ તો એવો આદર્શ અને સાથે જ વ્યાવહારિક માર્ગ બતાવે છે કે જેના બળ પર વિશ્વમાં એક સ્કૂર્તિભરી અને નૈતિકતાથી પરિપૂર્ણ જીવનસંસ્કૃતિનો સંચાર થઈ શકે. જૈન ધર્મ ક્યારેય કોઈને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન તરફ પ્રેરિત નથી કરતો. એની ગહન, વ્યાપક અને વિસ્તૃત અનેકાંત દૃષ્ટિ અને રૂઢિના માર્ગે દૂર લઈ જઈને એને એક એવો આત્મબોધ અને સમાજબોધનો પ્રકાશપુંજ બનાવી દે છે જે ધ્રુવના તારાની જેમ માયાની મિથ્યા જાળમાં ફસાયેલા અને ભૂલા પડેલા માનવસમાજને સ્થાયી શાંતિ અને સંતુલિત વિવેકપૂર્ણ સંસ્કારો તરફ લઈ જાય છે. એ નોંધવું જોઈએ કે આ ઐતિહાસિક તથ્યમાં ભગવાન મહાવીરના સંદેશને મહાત્મા ગાંધીજીએ આત્મસાત્ કરીને અદ્ભુત આત્મધર્મથી પ્રેરિત સમાજબોધની તરફ જનજીવનને શક્તિબળથી નહિ માત્ર - અહિંસાના સાહસથી આકર્ષે. મહાવીરે વારંવાર કહ્યું અને એ જ સંદેશને ગાંધીજીએ ૨૫૦૦ વર્ષ બાદ દોહરાવ્યો : “વિવેકથી ચાલો, વિવેકથી ઊઠો, વિવેકથી સૂવો, વિવેથી ખાવ, વિવેકથી બોલો, વિવેકથી આચરણ કરો.' મહાવીરે અહિંસાના બીજને પુન: અંકુરિત કર્યું અને મહાત્મા ગાંધીજીએ 242 For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર એની કલ્યાણકારી આભા સમાજજીવન પર ફેલાવી. આપણે કોઈ પણ સમાજરચનાના ઘટક હોઈએ, કોઈ પણ રાજનૈતિક, સામાજિક, ધાર્મિક વિચારધારાના અનુયાયી હોઈએ. અંતમાં તો આપણે માનવું પડશે કે ક્રોધને અક્રોધથી, અહંકારને વિનયથી, કપટને સરળતાથી, લોભને સંતોષથી, તૃષ્ણાને ત્યાગથી, પરિગ્રહને અપરિગ્રહથી અને વૈમનસ્ય અને ઘણાને પ્રેમથી જ જીતી શકાય છે. આખા વિશ્વને જૈન ધર્મનો એ જ સંદેશ છે કે સહિષ્ણુતાની ધરી પર જીવનચક્રને સંચાલિત કરો, મૈત્રી ભાવનાથી જીવન ઓતપ્રોત થાય અને બધા વચ્ચે સમતા, સામંજસ્ય અને સમરસતા બની રહે. ત્યારે તનાવ નાશ પામશે. હિંસાનું પલ્લું કમજોર થશે અને આપણે વિશ્વમાં અહિંસા સંસ્કૃતિની તરફ સામૂહિકરૂપે સંકલ્પ (Global Commitment to the culture of non-violence) કરી શકીશું. સર્વવ્યાપ્ત હિંસા અને આતંકવાદના આ યુગમાં આ સંકલ્પ અઘરો લાગે, પરંતુ એક કવિએ યોગ્ય જ કહ્યું છે : "कुछ भी नहीं असंभव जग में, सब संभव हो सकता है, कार्य हेतु कमर बांध लो, तो सब कुछ हो सकता है; जीवन है नदियाँ की धारा, जब चाहो मुड सकती है, नरक लोक से, स्वर्ग लोक से, जब चाहो मुड सकती है।" ચોથો મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે ૨૧મી શતાબ્દીમાં જૈન ધર્મને યુગધર્મ અથવા જનજીવનની સંસ્કૃતિ બનાવવા માટેનો આ એક સોનેરી અવસર આપણી સમક્ષ છે. પડકાર ઘણા છે અને હંમેશાં રહેશે. મુશ્કેલીઓ છે અને રહેશે. પરંતુ હવે આપણી સમક્ષ પસંદગી અને અવસર એક સાથે ઊપસ્યાં છે. આપણે વ્યાપક જૈન વિચારધારા, ગહન જૈન તત્ત્વજ્ઞાન અને એના મૂળભૂત સિદ્ધાંતોનું ઔચિત્ય આજની ત્રાસેલી માનવતાના હૃદયમાં સ્થાપિત કરીએ. વિરાટ જૈન સંસ્કૃતિમાં એવી પ્રબળ ઊર્જા છે જે માનવને સંયમિત, સંતુલિત, સહિષ્ણુ અને શાંતિમય જીવનનો રસ્તો બતાવી શકે છે તથા એના હૃદયને ગભરાવનાર અને ભયભીત કરનાર હિંસક વિચાર અને આચરણપ્રવૃત્તિને ધીમે ધીમે જડમૂળથી દૂર કરવામાં સમર્થ બને છે. 243 For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ જૈન ધર્માવલંબીઓ માટે જૈન ધર્મ ભલે એક પંથ હોય પણ તેઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ખૂબ નિષ્ઠા અને ઉત્સાહથી એનું અનુસરણ કરી રહ્યા છે; પરંતુ બાહ્ય માનવસમાજ માટે જૈન ધર્મને જીવનની એક સંપૂર્ણ અને વિરાટ સંસ્કૃતિના રૂપમાં પ્રસ્તુત કરવી એ જૈન સમાજ માટે આ શતાબ્દીની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. આ અભિયાનમાં ત્યારે સફળતા મળશે જ્યારે દેશ અને વિદેશમાં જૈન સમાજ પોતાના વ્યાવહારિક જીવનમાં સમ્યક્ દૃષ્ટિ તથા વ્યાપક પર્યાવરણીય ચેતના વધુ ને વધુ વિકસિત કરે અને પોતાના આચરણમાં એનો અમલ કરે. ત્યારે અન્ય લોકો અને સમાજ આપણી ઉદાત્ત જીવનસંસ્કૃતિની તરફ વધુ આકર્ષિત થશે. તીર્થકરોએ હંમેશાં પહેલાં આચરણ અને પછી પ્રચારણ (First Practice then preach)નો રસ્તો બતાવ્યો છે. પાંચમો મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ એ છે કે આ જવાબદારી જૈન સમાજ સુંદરરૂપે ત્યારે નિભાવી શકશે જ્યારે આપણે માત્ર વિદેશોમાં નહીં, પરંતુ દેશની અંદર પણ વિભિન્ન સંપ્રદાયોની વાડાબંધીમાં ભટક્યા સિવાય એક સૂત્રમાં સંકળાઈને સામૂહિક પહેલ કરીએ. આપણે દિગંબર હોઈએ કે શ્વેતાંબર, તેરાપંથી હોઈએ અથવા વીસપંથી, મૂર્તિપૂજક હોઈએ કે સ્થાનકવાસી, આપણે કાનજીસ્વામીના ભક્ત અથવા શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી હોઈએ અથવા કોઈ પણ ગચ્છના હોઈએ, પોતપોતાની પૂજાપદ્ધતિ, ધાર્મિક પ્રક્રિયા, પૌરાણિક વિશ્લેષણને કાયમ રાખીને, એ મહેસૂસ કરવાનું શરૂ કરીએ અને એ ભાવનાને નિરંતર બળવાન બનાવીએ કે આપણા બધાનું મૂળભૂત તત્ત્વજ્ઞાન એક જ છે. આપણે બધા ભગવાન મહાવીરના અનુયાયી છીએ અને એમની દિવ્ય વાણીને અનુરૂપ જ આપણા જીવનના સંસ્કારોને અહિંસા, અનેકાંત, અપરિગ્રહ, પર્યાવરણ, શાકાહાર, કર્મવાદ અને સમ્યક્દર્શન જ્ઞાન તથા ચારિત્રના પંથે લઈ જઈને બીજાને પણ આ માર્ગ દેખાડવાનો છે કારણ કે આ રસ્તો તર્ક, આસ્થા, વિજ્ઞાન, દર્શન અને જીવનના અનુભવોથી અદ્ભુત સમરસતા સાથે આલોકિત અને પ્રેરિત છે. જૈનદર્શનમાં ધર્માધતા નથી. તેમાં એક ઓપન તાર્કિક અને વૈજ્ઞાનિક વિવેક છે અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જૈન ધર્મ હંમેશાં સિદ્ધાંતો પર અડગ પરંતુ સહિષ્ણુ અને સમન્વયવાદી રહ્યો છે. જૈન અનેકાંત દૃષ્ટિકોણ આ યુગમાં અને 244 For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર આવનારા યુગોમાં પણ જીવનના દરેક ક્ષેત્રમાં માનવતાને એક સમ્યકુપથ બતાવવામાં સમર્થ થઈ શકે છે અને આ સંભાવનાની પ્રચુરતાનો પૂરો લાભ ઉઠાવવા માટે આખા જૈન સમાજે એક સામૂહિક નિશ્ચિત રણનીતિ અપનાવીને એને ઉત્સાહ, લગન અને સાહસથી લાગુ કરવી જોઈએ. આપણે જો વિભિન્ન સંપ્રદાયોની સંકુચિત વાડાબંધીમાં રહીશું તો આપણે હજુ વધુ વેરવિખેર થઈ જઈશું અને જૈન સંસ્કૃતિને વિશ્વપટલ પર પ્રતિષ્ઠિત કરવાનો અવસર ચૂકી જઈશું. એકતાની કડીઓને સતત મજબૂત કરવી એ ખૂબ આવશ્યક છે. એના માટે જરૂરી છે કે આપણે એકબીજાના ગ્રંથો અને પૌરાણિક ટીકાઓનો અભ્યાસ કરીએ, મતમતાંતરોને સાચા અર્થમાં સમન્વયી દૃષ્ટિકોણથી જોઈએ. એનું અંતર ઓછું કરીને એ ભાવના બળવાન કરીએ કે જૈન ધર્મનાં મૂળભૂત ગુણતત્ત્વો આપણને જોડે છે અને એથી વધુ મહત્ત્વપૂર્ણ છે એ રીતરિવાજો જે તુલનામાં આપણને વિભાજિત કરે છે. આ કાર્યમાં ધર્માચાર્યો અને શ્રમણવર્ગ મુખ્ય ભૂમિકા ભજવી શકે. એમણે પોતપોતાના સંપ્રદાયોના સાંકડા ચોકઠામાંથી ઉપર ઊઠીને એકીકૃત જૈન ધર્મને વિશ્વમાં પ્રસારવાનું બીડું ઉઠાવવું જોઈએ. એમના માર્ગદર્શનમાં સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનું સરળ બનશે. દરેક સંપ્રદાય પોતાની જગ્યાએ અવશ્ય રહે પરંતુ આ વિવિધતામાં સંઘર્ષ, મતભેદ અથવા હરીફાઈનો રસ્તો ન અપનાવતાં આપણે વિવિધતામાં સમાનતા શોધીએ. જેનાથી જૈન ધર્મના ઉત્કૃષ્ટ સિદ્ધાંતો તરફ સકલ માનવતાનું ધ્યાન આકર્ષિત થાય અને સાથે આપણી નવી શિક્ષિત પેઢી જેમાં વૈજ્ઞાનિક વૃત્તિ' અતિ વિકસિત છે, ધર્મની પરંપરા, સંસ્કાર અને સિદ્ધાંતોથી સાથે જોડાયેલી રહે. આ સંદર્ભમાં સંપૂર્ણ જૈન સમાજે એક બનીને જૈન ધર્મસાહિત્યના વ્યાપક પ્રચાર અને પ્રસાર પર વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે. જૈન અને જૈનેતર સમાજ બંનેમાં, દેશ અને વિદેશોમાં જૈન ધર્મના મર્મને સમજાવનારાં સિદ્ધાંત અને આચરણ વિષેના સાહિત્યની વિશ્વસમુદાયને જાણ થાય એટલું જ પૂરતું નથી પરંતુ વિશેષ રૂપે જૈન ધર્મની સર્વાગી વૈજ્ઞાનિક અને વિવેકદૃષ્ટિ જેમાં સૃષ્ટિની 245 For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ વિવિધતા સંબંધિત જ્ઞાનની પૃષ્ઠભૂમિ છે તેની જાણકારી આપવાની છે. જૈન ધર્મગ્રંથોમાં અધ્યાત્મ અને આચારસંહિતાની સાથે સાથે ભૂગોળ, અંતરિક્ષ અને સૃષ્ટિજ્ઞાન જ્યોતિષ, યોગસાધના, મંત્રવિદ્યા, સંપૂર્ણ જીવનવિજ્ઞાન, ગણિત, મનોવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, નીતિશાસ્ત્ર પર બહુમૂલ્ય સાહિત્યના ભંડાર ભરેલા પડ્યા છે. છઠ્ઠો મહત્ત્વપૂર્ણ મુદ્દો છે શાકાહાર અભિયાનમાં ગતિ લાવવાનો. શાકાહાર માત્ર સંયમિત અને સાત્ત્વિક આહાર-આચાર નથી પરંતુ જીવનવ્યવહારમાં અહિંસક વલણો જગાવવા માટેની એક પ્રેરક શરૂઆત છે. શાકાહાર-આંદોલનમાં સક્રિયતા અને ગતિ લાવવામાં શ્રમણવર્ગ અને સાથે સાથે કર્મઠ સમાજસેવી સંસ્થાઓ અગ્રણી ભૂમિકા અદા કરી શકે છે. આપણને પ્રેરણા મળે તેવું જ્વલંત ઉદાહરણ છે શ્રદ્ધેય હીરવિજયસૂરિનું જેમણે મોગલ સમ્રાટ અકબર પાસે સમગ્ર સામ્રાજ્યમાં પર્યુષણ પર્વના દિવસો દરમિયાન પશુવધ અને માંસભક્ષણની બંધી કરાવી હતી. વિદેશોમાં શાકાહાર અભિયાનને સફળતા મળી છે, પરંતુ ત્યાં હજુ વ્યાપક સ્તરે આ અભિયાન ચલાવવાથી સામાન્ય જનતાનાં અહિંસા પ્રત્યે જાગૃતિ અને લક્ષ્ય વધશે. શાકાહારના આધ્યાત્મિક, ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક, સ્વાથ્ય અને પોષણ સંબંધી તથા પર્યાવરણીય વગેરે બધાં પાસાંઓ પર આ પુસ્તકમાં ચર્ચા કરી છે. શાકાહાર પ્રચારને વધુ ગંભીરતાથી લેવો જોઈએ. સાતમો મહત્ત્વપૂર્ણ સાર એ છે કે સંસારના વિભિન્ન ધર્મો વચ્ચે રચનાત્મક સહયોગના કાર્યક્રમોમાં જૈન સમાજે રુચિ લઈને માનવીય અને પર્યાવરણીય સેવાક્ષેત્રમાં વિશ્વસ્તરીય પક્ષને મજબૂત કરવો જોઈએ. ઈ. સ. ૧૯૯૯માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં યોજવામાં આવેલી પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સે Creative engagement (રચનાત્મક સહયોગ)ના કાર્યક્રમોને આગળ ધપાવ્યા હતા. આમાં ધાર્મિક સંસ્થાનો, સરકારી તંત્ર, શિક્ષણ સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ – સંગઠનો, સંવાદ અને સમાચાર-માધ્યમો તથા કૃષિ, ઉદ્યોગવાણિજ્યથી સંબંધિત આર્થિક એકમોને પારસ્પરિક સહકારિતા અને રચનાત્મક સહયોગ વધારવાનું એલાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન ધર્માવલંબી વ્યક્તિ અને સંસ્થાઓ અહિંસા સંસ્કૃતિના વિશ્વસ્તર પર પ્રચાર કરવાની 246 For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર સંભાવનાઓને મૂર્ત રૂપ આપવાના પ્રયત્નોમાં કીમતી ફાળો આપી શકે. આવા વિશેષ ક્ષેત્ર અને પ્રવૃત્તિઓમાં જૈન સમાજની પહેલ લાભકારક સાબિત થશે. યુગ સંસ્કૃતિના રૂપમાં જૈન ધર્મની કરુણામય પર્યાવરણીય આભા વિશ્વ જનમાનસમાં રોપવાનું આજના યુગના દરેક જૈનનું કર્તવ્ય છે. આ કર્તવ્યનું પાલન કરવાથી આત્મસંતોષ તો મળશે જ, સાથે મનના કષાય દૂર થશે, પરંતુ એથી પણ આગળ જૈનદર્શનનો પ્રસાર વિશ્વના આધ્યાત્મિક, પર્યાવરણીય અને નૈતિક વાતાવરણમાં ભૂલો પડવાથી, ગૂંચવણથી અને દિશાવિહીન થવાથી બચાવશે. સર્વપ્રથમ, એવા તળિયાના કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ જે કરુણા, ભાઈચારા અને સહિષ્ણુતાને વધારનારા હોય અને ઘૃણા, લોભ અને છળકપટને દૂર કરનારા હોય. આનાથી સમાજમાં અહિંસા સંસ્કૃતિનો પાયો મજબૂત થઈ શકશે. બીજું, એવા બધા પર્યાવરણ-સંવર્ધન અને સંરક્ષણના કાર્યક્રમોમાં સક્રિય મદદ કરવી કે જેના માધ્યમથી વધતા જતા પ્રદૂષણ પર નિયંત્રણ આવે અને ધરતી માતા સાથેના સહકારિતા અને સહઅસ્તિત્વના સંબંધ વધે. ત્રીજું, સ્વૈચ્છિક નિયંત્રણ, સંયમ અને ભૌતિક વસ્તુઓનો મોહ ઓછો કરી વ્યર્થ ઉપભોક્તાવાદ ૫૨ અંકુશ લગાવી અને માન્ય તથા પ્રાકૃતિક સંસાધનોનું શોષણ બંધ કરવાથી એક અનુક૨ણીય નૈતિક પ્લૅટફૉર્મ તૈયાર થઈ શકશે. ચોથું, શિક્ષણનો પ્રસાર, સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓમાં પ્રગતિ, પ્રાકૃતિક અને અન્ય આપત્તિઓથી રાહત મળે તેવી સરકારી અને બિનસરકારી યોજનાઓમાં આગળ પડતી ભાગીદારી જૈન સમાજની માનવસમાજમાં આબરૂ અને ઇજ્જત વધારશે. સાચું ધર્મપાલન પ્રાચીન શાસ્ત્રોનાં અધ્યયનો સુધી સીમિત નથી પરંતુ સમાજના જરૂરિયાતવાળા અને વંચિતોની સેવાશુશ્રૂષામાં સમાયેલું છે. આવા નિસ્વાર્થ સેવા, કરુણાભાવ અને વીતરાગી વલણ અહિંસાના સંસ્કારોને વધારશે અને વિજ્ઞાન, પર્યાવરણ, અધ્યાત્મ અને વિકાસનાં ક્ષેત્રોમાં સમાંતરે સુસમ્બદ્ધ પ્રગતિ અને ઉત્થાનનો માર્ગ તૈયાર કરશે. 247 For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિ માટે માત્ર ગર્વ કરવાથી કામ નહીં ચાલે. આ વિરાટ સંસ્કૃતિનાં વિભિન્ન પાસાંઓ પર વિશ્વસ્તરે કરેલું કાર્ય જ અહિંસાની પતાકાને ઊંચે ફરકાવવામાં સમર્થ થશે. ૨૧મી શતાબ્દી અર્થાત્ ત્રીજી સહસ્રાબ્દીના પ્રારંભમાં માનવતા ઇતિહાસના નિર્ણાયક વળાંક ૫૨ આવીને ઊભી છે. વૈજ્ઞાનિક અને ટેક્નૉલોજિકલ ક્ષેત્રોમાં લાજવાબ પ્રગતિ અને ભૌતિક સુખોની પરાકાષ્ઠા સાથે જરૂરી છે આધ્યાત્મિક અને નૈતિક પુનઃજાગરણની; જે ઉત્થાનને તાણમુક્ત, શાંતિમય અને સ્થાયી દિશા આપી શકે. જૈન ધર્મ આ સંદર્ભમાં અહિંસાની શક્તિ અને સાહસને મૂર્તિમંત કરીને માનવતાને નિરંતર વધતી જતી હિંસા, પીડા, ભય, તાણ અને શોષણથી ઉગારવામાં મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે. ભગવાન મહાવીરનો સંદેશ ‘મા હણો મા હણો' (હિંસા ના કરો, હિંસા ના કરો) ફરી ફરીને સંસા૨માં ફેલાવવાનો છે. જેનાથી અહિંસાનાં મૂળિયાં સજીવન થાય અને હિંસાનો ભય અને આતંક ખતમ થઈ શકે. આખા વિશ્વમાં અહિંસા સંસ્કૃતિના પક્ષમાં વિશ્વસ્તરીય સંકલ્પ અને સમર્થન જગાડવાની ૨૧મી શતાબ્દીમાં તાતી જરૂરિયાત છે. જેનાથી માનવના અતિવિકસિત સભ્યતાનાં સકારાત્મક ગુણતત્ત્વો પ્રદૂષિત અને ઝાંખાં ન થઈ જાય તેમજ હિંસા તથા આતંકવાદ લોકજીવનને સ્થાયીરૂપે ક્ષતિગ્રસ્ત અને અસલામત ન કરી દે. અંતમાં આ જ તો એક ધર્મ અને સંસ્કૃતિ છે જેણે માત્ર માનવજાતિને માટે નહીં પરંતુ સમસ્ત પ્રાણીજગત અને વસુધાનાં જીવંત તત્ત્વોને માટે સમતા, સહકાર અને સામંજસ્યપૂર્ણ પરસ્પરાવલંબન પર જીવવાના અધિકાર (Right to life)ને સર્વોચ્ચ આસને પ્રતિષ્ઠિત કરીને અહિંસા દ્વારા સંપૂર્ણતા અને માનવતાને સમ્યબોધ અને આચરણનું દિશાદર્શન આપેલ છે. 248 For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી અને પ્રાસંગિક વિશ્લેષણ ડૉ. નરેન્દ્ર જૈને જૈન ધર્મને સામયિક સમસ્યાઓના સંદર્ભમાં પ્રસ્તુત કર્યો છે. આમાં હિંસા અને અહિંસાનું પણ વિશ્લેષણ મળે છે. સામાજિક પ્રાણી માટે અશક્ય કક્ષાની હિંસા ન કરવાનું સંભવ નથી હોતું, પરંતુ આજે શક્ય કક્ષાની હિંસા પણ વધી રહી છે એ ચિંતાનો વિષય છે. ડૉ. એન. પી. જૈને અહિંસાની અનિવાર્યતાનું સમ્યગ વિવેચન કર્યું છે. એમને સામાજિક, આર્થિક અને રાજનૈતિક જીવનનો અનુભવ છે એના આધારે જે વિશ્લેષણ કર્યું છે, તે બહુ જ ઉપયોગી અને પ્રાસંગિક છે. આનાથી વાચકને માત્ર જૈન ધર્મને સમજ્યાનો અવસર મળશે એટલું જ નહીં, એની સાથે સાથે વર્તમાનની સમસ્યાઓના ઉકેલનો અને નૈતિક મૂલ્યોના | વિકાસનો અવસર પણ પ્રાપ્ત થશે.” શ્રી મહાપ્રજ્ઞા Serving Jin Shasan For Personal & Private Use Only Jain Education Intel alon! 13768. કિમ જા હ 3768