________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ
ઘાસ વગેરેમાં પેસ્ટિસાઈડની માત્રા હોય છે અને ગાય-ભેંસ ગંદું પાણી પીએ છે જેમાં સાબુ, રાસાયણિક પદાર્થ, ખાવાનું તેલ વગેરે કોઈ ને કોઈ માત્રામાં હોય છે અને દૂધનાં ગુણતત્ત્વને પ્રભાવિત કરે છે. વધુ પડતા ઠંડા પ્રદેશોમાં શરદ ઋતુમાં તાકાત માટે માંસાહાર આવશ્યક છે એ માન્યતા હવે બેબુનિયાદ સાબિત થઈ ચૂકી
પોષણ પક્ષ સંશોધનોથી એ સાબિત થઈ ચૂક્યું છે કે શાકાહારી ભોજન પોષણ-ન્યૂટ્રિશનની દૃષ્ટિએ માંસાહારની સરખામણીમાં જરા પણ ઊતરતું નથી. સામાન્ય રીતે ભારત જેવા ગરમ પ્રદેશમાં તો ખોરાકને સંતુલિત કરવા માટે પણ માંસાહારી લોકો નિયમિત શાકાહારી ખોરાક લે છે. શાકાહારી ખોરાકમાં બધાં આવશ્યક વિટામિન, મિનરલ પદાર્થ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ચરબી તથા ખાદ્ય ફાઇબર હોય છે જે માંસાહારી ખોરાકમાં એટલા સંતુલિત પ્રમાણમાં નથી મળતાં. નીચેની સરખામણી રોચક છે :
(૧) શાકાહારી પુરુષની સરેરાશ સમય હાનિ ૩ ટકા (AverageTimeLoss) (૨) માંસાહારી પુરુષની સરેરાશ સમય હાનિ ૭ ટકા (૩) શાકાહારી સ્ત્રીની સરેરાશ સમય હાનિ ૧૮ ટકા (૪) માંસાહારી સ્ત્રીની સરેરાશ સમય હાનિ ૩૫ ટકા
સ્વાથ્ય અને પોષણની દૃષ્ટિએ પ્રોટીનનું પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી માનવામાં આવ્યું છે. માંસ, ઈંડાં અને માછલીમાં પ્રોટીન માત્ર ૧૦ ટકા રહે છે. પરંતુ તેની સરખામણીએ પસંદ કરવામાં આવેલી દાળો, ફળો અને સૂકા મેવામાં તે પૂરતું હોય છે. જોકે ચોખા અને ઘઉંનું પ્રમાણ ખોરાકમાં પૂરતું હોવાના કારણે પ્રોટીનની ઊણપની માત્રા એટલી ગંભીર નથી.
ઈંડાંમાં સહુથી વધારે NPU [Net Protein Utilisation] રહે છે, પરંતુ ખાવામાં માત્ર ઈંડાંથી તો કામ ચાલી શકે નહિ અને ઈંડાંમાં કોલેસ્ટ્રોલ પણ ખૂબ હોય છે. એની સરખામણીમાં તાજું દૂધ અને બ્રેડ મળીને પૂરતું પ્રોટીન આપે છે. દાળમાં પણ લાઇસિન ભલે ઓછું હોય પણ એમાં મેથિઓનિનનું પ્રમાણ ઘણું રહે છે. હવે તો માંસાહારી દેશોમાં પણ ઈંડાં ખાવાનું પ્રમાણ ઘણું ઓછું થતું જાય છે.
144
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org