________________
શાકાહાર સંસ્કૃતિ
Mad Cow અને Foot in the month બીમારીઓ ફેલાયા પછી ઇંડાં પણ એટલા ઉપયોગમાં નથી રહ્યાં જેટલો એનો અગાઉ વપરાશ હતો.
શાકાહારી ખોરાકમાં વનસ્પતિ તેલ અને વનસ્પતિ ઘીમાં ૧૦૦ ટકા ચરબી મળે છે. પૂરતી ચરબીની માત્રા શાકાહારી ખોરાકમાં પ્રોટીનની ઊણપને દૂર કરી
શાકાહારી ખાદ્ય પદાર્થોના પોષક ગુણતત્ત્વ મગ વગેરે ફણગાવીને વધારી પણ શકાય છે. ફણગાવવાથી એમાં પોષક વિટામિનોનું પ્રમાણ ઘણું વધી જાય છે. શાકાહાર અભિયાન :
અત્યાર સુધી કટ્ટર માંસાહારી માનવામાં આવતા પાશ્ચાત્ય દેશોમાં શાકાહારની લહેર ફેલાવા લાગી છે અને ધીરે ધીરે એ તરફ સમાજની રૂચિ વધવા લાગી છે. જોકે હું ભારતીય રાજદૂત તરીકે અને એ પૂર્વે અન્ય પદો પર ભારતીય રાજદૂતાવાસમાં લગભગ ૪૦ વર્ષ વિભિન્ન દેશોમાં રહ્યો, મેં આ પરિવર્તનનો જાતઅનુભવ કર્યો છે. જો આપણે શાકાહારી રહીને લોકોને શાકાહારી બનાવવાનો સંકલ્પ અને સાહસ કરીએ અને શાકાહારનાં ગુણતત્ત્વો વિદેશી લોકો સમક્ષ રજૂ કરીએ તો વધુ ને વધુ લોકો શાકાહાર તરફ ખેંચાશે.
આમ તો આ અભિયાન ભારતમાં પણ જોશપૂર્વક ચલાવવાની જરૂર છે, કારણ કે ફેશન અથવા નકલના નામે કેટલાય શાકાહારી પરિવારોનાં યુવકયુવતીઓ માંસાહારી બની રહ્યાં છે. ભારતમાં આ બાબતમાં જાગૃતિ લાવવાનું વાતાવરણ તૈયાર કરવું મુશ્કેલ નથી, પરંતુ સમર્પિત અને સુનિયોજિત પ્રયાસો વગર આ ફળીભૂત નહીં બને. આ અભિયાનમાં ધર્મગુરુઓ વિશેષ રુચિ લે તો શાકાહારી સંસ્કારનાં બીજ સમાજમાં વધુ સહેલાઈથી ઊછરશે.
લાંબા સમયથી મારો અનુભવ રહ્યો છે કે અહિંસા સંસ્કૃતિનાં મૂળ આખા સંસારમાં મજબૂત કરવા “શાકાહાર' એક પ્રભાવક આંદોલન બની શકે છે. શાકાહારી બની ગયા પછી જીવદયા, કરુણા, અહિંસક પ્રવૃત્તિની ભાવનાઓ આપોઆપ હૃદયમાં ઘર કરવા લાગે છે. દેશ હોય કે વિદેશ; દરેક શાકાહારીએ દર વર્ષે ૧, ૧૧, ૨૧, ૧૦૧ શાકાહારી બનાવવાનો સંકલ્પ લઈને એને પૂરો કરવો
145
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org