________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ જોઈએ, જેમ ઉત્સાહથી કોઈ વ્રતનો સંકલ્પ લઈને આપણે એને પૂરો કરીએ છીએ. આપણે તે મનોવૃત્તિ હટાવવી પડશે કે માંસાહારી દુનિયામાં શાકાહારનો પક્ષ નબળો છે અને આપણને કોણ સાંભળશે વગેરે. આખરે તે યાદ રાખવાની જરૂરત છે કે શાકાહાર-પ્રેમીઓમાં કેટલીક વિશ્વવિખ્યાત પાશ્ચાત્ય હસ્તીઓનો પણ સમાવેશ થયેલો છે જેવી કે દાર્શનિક લૂટાર્ક, પ્લેટો, સોક્રેટિસ લેખક અને કવિ જેવા કે લિયો ટૉલ્સ્ટૉય, એલેક્ઝાંડર પોપ, જ્યોર્જ બર્નાર્ડ શૉ; કલાકારો જેવા કે લિયોનાર્ડો દ વિંચી, શોપેન હાવર; ડૉક્ટર જેવા કે આલ્બર્ટ થાઇલ્ઝર. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ પણ વર્ષોથી શાકાહારી છે. આંતરરાષ્ટ્રીય અનુભવ :
જ્યારે ૧૯૮૨-૮૪ની વચ્ચે હું મેક્સિકોમાં ભારતનો રાજદૂત હતો, તો રાજધાની મેક્સિકોથી દૂર એક શહેરમાં મેં ત્રણ-દિવસીય ભારતીય સાંસ્કૃતિક સમારોહનું આયોજન કર્યું, જેમાં ભારતનાટ્યમ્, લોકનૃત્ય, ગીત, સંગીત પ્રસ્તુતિ, બિહારના પ્રસિદ્ધ મધુબની ચિત્રોનું પ્રદર્શન અને ભારતીય સાંસ્કૃતિક વારસો વિશે મારું ભાષણ પણ સામેલ હતું. શહેરના મેયરે મારા સન્માનમાં મોટા ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જ્યારે મેં હું અને મારું આખું સાંસ્કૃતિક દળ શાકાહારી હોવાનું જણાવ્યું તો પહેલાં તો એમને લાગ્યું કે આ માંસાહારી દેશમાં કઈ રીતે આ બંદોબસ્ત થશે. પરંતુ જ્યારે એમણે પોતાની દાદી સાથે ચર્ચા કરી ત્યારે એમને પ્રાચીન કેટલાય મેક્સિકન શાકાહારી વ્યંજનો મળી ગયાં જે મેક્સિકન જનતા સ્પેનના ઉપનિવેશવાદી પ્રભાવમાં માંસાહારી બનવાથી લગભગ ભુલાઈ જવા પામ્યા હતા. જ્યારે અમે ભોજન માટે પહોંચ્યા ત્યારે ખબર પડી કે બધા જ ૨૦૦ લોકો માટે માત્ર શાકાહારી ભોજન બનાવવામાં આવ્યું હતું. પોતાના ભાષણમાં મેયર અલબર્ટો ગોન્સાલ્વિસે કહ્યું કે તેઓ ભારતીય રાજદૂતના આભારી છે કે એમણે લીલાં શાકભાજી અને વિવિધ ફળો ઉત્પન્ન કરતા મેક્સિકોને એની શાકાહારી સંપત્તિની યાદ અપાવી.
આવા જ એક અન્ય જાતઅનુભવે મારામાં શાકાહારી બની રહેવાનો અને બીજાને તેવા બનાવવાના સાહસને મૂળમાંથી પકડી રાખવાનો અનુરોધ કર્યો, ત્યારે હું બેલ્જિયમમાં ભારતીય રાજદૂત (૧૯૮૬-૮૯) હતો. એક વખત મારા
146
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org