________________
શાકાહાર સંસ્કૃતિ
અને મારી પત્નીના સન્માનમાં બ્રિટિશ રાજદૂતે ભોજનનું આયોજન કર્યું. બે દિવસ અગાઉ મારા પર ફોન આવ્યો કે એક વિદેશી મહિલા જે એક વરિષ્ઠ રાજનેતાની પત્ની છે તે મારા ટેબલ પર મારી પાસે બેસવા ઇચ્છે છે. મને શું મુશ્કેલી હોઈ શકે ? પરંતુ મેં પૂછ્યું કે આ પ્રશ્ન શા માટે પૂછવામાં આવે છે ? ત્યારે રાજદૂતના સચિવે કહ્યું કે તે તો આપને ભોજન સમયે જ સમજાઈ જશે. બનાવ એવો બન્યો હતો કે નાટો(NATO)ના સેક્રેટરી-જનરલ જે બ્રિટિશ ફોજના જનરલ રહી ચૂક્યા હતા, એની પત્ની મારી પાસે એટલા માટે બેસવા ઇચ્છતી હતી કે તેઓ શાકાહારી ખાવાનું ખાઈ શકે. એ સમયે નાટો સાથે ભારતના રાજકીય સંબંધ નહોતા. મને સુખદ આશ્ચર્ય થયું કે તે શાકાહારી હતી અને ભારતીય સંસ્કૃતિ વિશે વાંચ્યા પછી તેને માંસાહારથી ગ્લાનિ થતી હતી. અમેરિકામાં સફળ અભિયાન :
અમેરિકામાં ૧૯૭૦થી પ્રારંભ કરાયેલા શાકાહાર અભિયાને ઓછાંમાં ઓછાં ૨૫૦૦ અમેરિકન સ્ત્રી અને પુરુષોને સ્વેચ્છાએ શાકાહારી બનવામાં સફળતા મેળવી છે. ગુરુદેવ ચિત્રભાનુએ અમેરિકામાં કેટલાંય મુખ્ય શહેરોમાં જૈન યોગ અને ધ્યાન કેન્દ્રો સ્થાપિત કરીને અહિંસાનો પ્રચાર કર્યો એટલું જ નહીં પરંતુ સાથે એમનાં પત્ની પ્રમોદાબહેને પણ અંગ્રેજીમાં પાશ્ચાત્ય ખાનપાનને માટે ઉપયોગી શાકાહારી રસોઈની રીત વિશેનાં પુસ્તકો લખ્યાં છે અને પોતે કેટલાય અમેરિકન પરિવારોને શાકાહાર માટે પ્રેરિત અને ઉત્સાહિત કર્યા છે અને ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું છે.
અમેરિકન લોકો કઈ રીતે પ્રભાવિત થયા અને તેમને કેટલો લાભ થયો એનો અંદાજ એમના કેટલાક પત્રોમાં વ્યક્ત થયેલાં વિચારો અને ભાવનાઓ દ્વારા આવે છે. એનું વિસ્તૃત વર્ણન મેં મારા પુસ્તક ‘Wave of bliss' (વેવ ઑફ બ્લિસ)માં આપ્યું છે.
કૅનેડાના શ્રી શ્રેવેન ગુરુદેવ ચિત્રભાનુને લખે છે :
“આપે મારા અજ્ઞાનના અંધકારમાં પ્રકાશનાં કિરણોથી ઉજાસ ફેલાવી દીધો છે. મને સમજાઈ ગયું છે કે કઈ રીતે માત્ર જીભના સ્વાદ ખાતર અને પોતાની
Jain Education International
147
For Personal & Private Use Only
www.jainelibrary.org