________________
જૈન ધર્મ? વારસો અને વૈભવ
ભૂખને સંતોષવા ખાતર જેમાં કતલ થયેલ પશુઓની, માછલીઓની, મરઘાંઓની ચીસો, દર્દ, યાતનાઓ અને ત્રાસ છુપાયેલ છે એવાં શોખીન અને પૂર્વગ્રહયુક્ત ભોજન આપણે આરોગીએ છીએ.”
અમેરિકન પ્રોફેસર ફ્લેયર રાજેનફીલ્ડ જે સ્વયં શાકાહારી બની ગઈ છે તે એક માર્મિક ઉદ્ગારમાં લખે છે :
“આ માંસાહારી મનોવૃત્તિ, જે હજારો જાનવરોનો જાન દરરોજ લઈ લે છે, એ તો એક ડગલું આગળ જતાં હજારો મનુષ્યોના પ્રાણ લેવામાં પણ કદાચ ન ખચકાય. જો આપણે અત્યંત અસહાય, મૂક, સુરક્ષાવિહીન પશુઓને સ્વાદ અને લાભને માટે મારી નાખીએ તો આપણે એક દિવસ આપણા સુંદર પુત્ર અને પુત્રીઓને યુદ્ધમાં મોકલી દઈશું તે માટે નવાઈ નહીં લાગે. મનુષ્ય હથિયારોની દોડ અને સશસ્ત્રીકરણની વિરુદ્ધમાં અવારનવાર અવાજ ઉઠાવે છે, પરંતુ ભોજનના ટેબલ ઉપર ભૂલી જાય છે કે આપણી ભૂખને માટે કેટલા પ્રાણ કુરબાન કરવામાં આવ્યા છે ? ક્યાં ખોવાઈ ગઈ છે આપણી સંવેદનશીલતા ? આપણે તો બેહોશીમાં દોડી રહ્યા છીએ – ઉપભોક્તાવાદના ગુલામ બનીને આપણી ઇન્દ્રિયોની વિચિત્રને બેફામ ઇચ્છાઓની પૂર્તિને માટે.”
ન્યૂયોર્ક શહેરની એલિઝાબેથ કેટલ કહે છે :
“હું પ્રસન્ન છું કે મેં શાકાહારી બનીને પોતાના અંતરતમની હાર્દિક ઇચ્છાઓને સંતોષ આપ્યો છે. શાકાહારે મારા હૃદયમાં અહિંસાભાવને પૂર્ણ રૂપે પ્રતિષ્ઠિત કરી દીધો છે.”
અમેરિકન મહિલા નેન્સી ગ્રાસો જે જૈન ધર્મથી પ્રભાવિત થઈ ગઈ છે, તેણે પોતાનું નવું નામ શાંતિ રાવ રાખ્યું છે અને વર્ષોથી શાકાહારી છે – લખે છે : - “મને અપાર હર્ષ છે કે હું અંતે મારા આખા પરિવારને શાકાહારી બનાવવા માટે સફળ થઈ છું. હવે અમારા ઘરમાં બધાંએ માંસાહારનો ત્યાગ કર્યો છે, કારણ કે સાચા અર્થમાં બધાંનું દિલ માંસાહારથી ઊઠી ગયું છે અને અમે એને એક વિવેકહીન, હૃદયહીન ખાવાની પરંપરા માનવા લાગ્યા છીએ.”
વેજિટેરિયન સોસાયટીના ચેરમેન એડવર્ડ કિરવીએ શાકાહાર પરના એક લેખમાં લખ્યું છે કે :
148
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org