________________
શાકાહાર સંસ્કૃતિ
“શાકાહાર નીતિનું પાલન કરવાથી જ પૃથ્વી પર સ્થાયી શાંતિ, પ્રેમ અને આનંદ ફેલાઈ શકે છે.”
આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે એક અહિંસા સમારોહમાં કહ્યું હતું કે :
“જો સંસારમાંથી યુદ્ધોને દૂર કરવાં હોય તો માંસાહારને સહુથી પહેલાં દૂર કરવો અનિવાર્ય છે.”
ઇંગ્લેન્ડની ઍનિમલ ફ્રેન્ડ્ઝ વીમા કંપનીએ શાકાહારીઓ માટે ઓછું પ્રીમિયમ લેવાનું શરૂ કર્યું છે કારણ કે માંસાહારની સરખામણીમાં શાકાહારીમાં રિસ્ક ફૅક્ટરનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. હાલમાં બ્રિટનમાં પશુઓમાં મેડકાઉ, ખુરપકા અને મુંહપકા બીમારીઓ પછી લોકોને શાકાહારની કીમત સમજાવા લાગી છે. સન ૨૦૦૦-૨૦૦૧માં સ્કોટલૅન્ડનાં ખેતરોમાં બીભત્સ દેખાવ હતો. આવાં રોગગ્રસ્ત જાનવરોને જાણે ઘાસની ગંજી બાળી મૂકતા હોય તે રીતે બાળી મૂકવામાં આવ્યાં હતાં. હવે તો જાનવરોને સોયાબીનનો ખાદ્ય પદાર્થ પશુ ખાદ્ય પદાર્થની જગ્યાએ આપવામાં આવે છે કારણ કે તે વધુ સ્વાસ્થવર્ધક, સાફ અને રોગરહિત છે. શાકાહાર : નવી જીવનસંસ્કૃતિ :
જીવનમાં મળેલા અનુભવો ઉત્સાહવર્ધક છે અને આપણા સાહસમાં વધારો કરે છે આપણે શાકાહાર અભિયાન કોઈ પણ ખચકાટ કે સંકોચ વગર જોરશોરથી ચલાવવું જોઈએ. જ્યારે આપણે અહિંસાના પ્રચારની વાત કરીએ છીએ ત્યારે લગભગ તે સિદ્ધાંતોની વાત સુધી જ મર્યાદિત રહી જાય છે. ત્યાગ, સંયમ, ઇચ્છાનિયંત્રણ એ સાચી દિશામાં પડેલાં પગલાં છે, પરંતુ શાકાહારી બનવું, રહેવું અને બીજાને પણ બનાવવા એ ખૂબ નિર્ણાયક પગલું છે જે મનુષ્યના હૃદયનું પરિવર્તન કરી અને અહિંસા, કરુણા અને જીવદયાના રસ્તા પર લઈ જશે. જેમ જેમ શાકાહાર ફેલાશે, જનસમાજની મનોવૃત્તિમાં ફેરફાર થશે તેમ તે વધુ સૌમ્ય અને કરુણામય બનશે.
સાર એ કે શાકાહાર માત્ર માંસાહારને છોડવો એ જ નથી પરંતુ એક નવી જીવન-સંસ્કૃતિનાં દ્વાર ખોલવાં એ છે. જ્યાં બધા જીવોની વચ્ચે મૈત્રીભર્યું સહઅસ્તિત્વ અને પ્રેમભાવ હશે, ત્યાં સહિષ્ણુતા, સમાનતા અને નૈતિક ન્યાય
149
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org