________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
ગતિશીલ હશે. પ્રાણીજીવનમાં ભોજનની ખૂબ નિર્ણાયક ભૂમિકા રહે છે. યોગ્ય ભોજન આપણાં મન તથા પ્રવૃત્તિઓને સાચી દિશામાં અને યોગ્ય માત્રામાં પ્રોત્સાહન આપે છે. શાકાહાર સાચું ભોજન છે, જે આપણને અહિંસા પ્રત્યે વધુ જાગ્રત, તત્પર અને સમર્પિત બનાવે છે.
૨૧મી શતાબ્દીનો સંદેશ છે કે સંસારમાં શાકાહારનો ફેલાવો થાય અને એનાથી વ્યાપક જનકલ્યાણ થાય. આ કામ સંસદ અથવા કોર્ટોમાં લેવાતા નિર્ણયોથી નહીં થાય, આ થશે માત્ર સક્રિય પ્રયત્નોથી. આ રીતે વિશ્વ સ્તરે જૈન સમાજના ખભા ઉપર ગંભીર જવાબદારી આવી જાય છે.
માત્ર શાકાહારી થઈ જવાથી આપણે પૂર્ણ રીતે અહિંસક નથી બની જતા. હિટલર પણ શાકાહારી હતો છતાં પણ કેટલો નિર્દયી હતો ? એના માટે શાકાહાર એક ભોજન માત્ર હતું જે એની શારીરિક હાલત માટે ઉપયોગી હતું.
હિંસાથી ત્રાસેલી માનવતા માટે શાકાહાર અહિંસાના માધ્યમ અને પ્રભાવને જીવનમાં વધારવા માટેનું પ્રથમ ચરણ છે. જ્યારે શરીર અહિંસક બની જાય, ત્યારે મન, મિજાજ, વ્યવહાર અને સ્વભાવને પણ એ દિશામાં લઈ જવા માટે પ્રયત્નો કરવા જરૂરી છે. કારણ કે જો મનમાં હિંસા તત્ત્વ ઊછરતું રહે તો ઘૃણા, દ્વેષ, વેર, ક્રોધ, અહંકાર મનુષ્યને નીચે ધકેલતા જશે અને એના માટે શાકાહાર એક મહોરું માત્ર બનીને રહી જશે.
એ પૂરતું નથી કે ઉપરછલ્લા આપણે અહિંસક બનીએ; કંદમૂળ, બટાકા, કોબી-ફ્લાવર ખાવામાં પણ હિંસા માનીએ, પરંતુ હૃદયમાં હિંસાને પ્રવેશવા દઈએ. શાકાહાર એક અહિંસક સંસ્કૃતિ ત્યારે બનશે જ્યારે આપણે એને માત્ર શરીરને હિંસાથી બચાવનારી નકારાત્મક પ્રક્રિયા ન માનીએ. અહિંસા-સંસ્કૃતિ છે બીજાના પ્રાણ ન લો, એને દુઃખ ન આપો, પરંતુ સાથે સાથે બે પગલાં આગળ વધો અને એને પ્રેમ આપો, મૈત્રી આપો. જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિમાં શાકાહારનું બહુમૂલ્ય પ્રદાન છે કારણ કે આ અહિંસા સંસ્કૃતિની ત૨ફ એક સંસ્કારપ્રેરક પગલું છે.
Jain Education International
150
For Personal & Private Use Only
www.jainelibrary.org