________________
મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ
૧૪
અગાઉના અધ્યાયોમાં જૈન ધર્મના મુખ્ય આધારસ્તંભો અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત વિશે વિસ્તૃત રૂપે ચર્ચા કરી છે. આ સિદ્ધાંતોને વ્યાપક રૂપમાં જોવામાં આવ્યા છે કારણ કે ધર્મ એક વ્યક્તિમાં સમાઈને નથી રહી જતો; સમાજનો ધર્મ, દેશનો ધર્મ, વિશ્વનો ધર્મ અને યુગ ધર્મ બધા એકબીજા સાથે ગૂંથાયેલા છે. જૈન દર્શનને સંકુચિત ધર્મપંથના વર્તુળમાં ન બાંધતાં આપણે એ યાદ રાખવાનું છે કે તે કયા પ્રકારે સંપૂર્ણ માનવતાને સમ્યક કલ્યાણનો રસ્તો બતાવી શકે છે.
આજના યુગમાં એક તરફ અલગ અલગ ધર્મોની હરીફાઈ ચાલી રહી છે, બીજી બાજુ સંસારમાં અધર્મ ફેલાઈ રહ્યો છે ત્યારે એ જરૂરી છે કે આપણે જૈન ધર્મના મૂળભૂત અધ્યાત્મના ઊંડાણને સમજીએ અને જૈન અધ્યાત્મ સંસ્કૃતિને આત્મસાત્ કરીએ. એનાથી આપણને અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના ભાવાર્થ અને સાર પણ સ્પષ્ટ થઈ જશે અને આપણે વધુ આત્મવિશ્વાસ અને સંકલ્પથી બીજાને સમજાવી શકીશું.
જૈન અધ્યાત્મ સંસ્કૃતિમાં મુખ્યત્વે બે પ્રવાહો છે. એક છે કર્મવાદ અને બીજો છે રત્નત્રયનો રસ્તો. સમ્યફ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર વિશુદ્ધ
151
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org