________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
આત્મબોધને માટે અને કર્મબંધનથી છુટકારો મેળવવા માટે ખૂબ આવશ્યક છે. ‘આચારાંગ’માં મહાવીર કહે છે :
“જે આયાસે વિન્નાયા, જે વિન્નાયા સે આયા”
અર્થાત્ જે આત્મા છે, તે વિજ્ઞાનવાન છે. જે વિજ્ઞાનવાન છે, તે જ આત્મા છે. સંસારની બધી ભૌતિક પ્રગતિની પાછળ આત્મવિજ્ઞાન છે. આત્મા અને વિજ્ઞાનના અભેદ સંબંધને ભૂલવો ન જોઈએ. બંને સાથે મળીને માનવજીવન માટે હિતકારી સંતુલન બનાવી દે છે.
જૈન કર્મવાદ :
જૈન ધર્મ આત્માના સ્વાવલંબનની આધારશિલા પર રહેલો છે. સંસારના સંપૂર્ણ જીવ જગતમાં બધા સરખા છે - તે મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, કીડો-મકોડો હોય અથવા સૂક્ષ્મ જીવંત ૫૨માણુ. દરેક આત્માને સુધરવાની અથવા બગડવાની સ્વતંત્રતા છે. કારણ કે પ્રત્યેક પ્રાણી પોતાના ભાગ્યનો સ્વયં નિર્માતા છે. જૈન ધર્મની સ્પષ્ટ માન્યતા છે કે ઉપર સ્વર્ગમાં બેસીને કોઈ ઈશ્વર આપણા ભાગ્યનું સંચાલન નથી કરતા. માટે એ ધારણા સાચી નથી કે ભગવાનની કૃપા, અનુકંપા, ઉદાર હૃદય અને કરુણાથી આપણાં બધાં પાપોનો નાશ થશે, અથવા તે કોઈ ચમત્કાર કરીને સુખસમૃદ્ધિનાં દ્વાર ખોલી નાખશે. જૈનદર્શન સ્પષ્ટ છે કે પરમાત્મા કોઈ એવું અદ્વિતીય તત્ત્વ નથી જે જીવ જગતથી અલગ હોય. જૈન ધર્મ દરેક આત્માને પરમાત્મા બનવાનો અધિકાર પ્રદાન કરે છે અને આત્માના અનંત વિકાસની સંભાવનાઓને આપણી સામે મૂકે છે. પ્રત્યેક નર નારાયણ બની શકે છે, પ્રત્યેક ભક્ત ભગવાન બની શકે છે.
મનુષ્યનું મૂલ્યાંકન માત્ર સદ્ગુણ અને સદ્કર્મ પર ઃ
જૈન ધર્મની વિશિષ્ટતા એ છે કે તે માનવ માનવ વચ્ચે જાતિ, કુળ, વંશ, લિંગ, જન્મસ્થાન રંગ અથવા સંપત્તિના આધાર પર ઊંચ-નીચ સ્વીકાર નથી કરતો. જૈન ધર્મમાં વર્ણવ્યવસ્થાને સ્થાન નથી. ગુણ અને કર્મના આધાર પર જ મનુષ્યનું મૂલ્યાંકન થાય એ તેની માન્યતા છે.
નિગ્રંથ પ્રવચનભાષ્યમાં પૃષ્ઠ ૨૮૯માં કહેવામાં આવ્યું છે
Jain Education International
152
For Personal & Private Use Only
www.jainelibrary.org