________________
મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ
“એક વ્યક્તિ કુશીલ, અજ્ઞાન અને પ્રકૃતિથી તમોગુણી હોવા છતાં પણ કેટલાક વર્ણમાં જન્મ લેવાને કારણે સમાજમાં ઊંચી અને પૂજ્ય સમજવામાં આવે છે જ્યારે બીજી વ્યક્તિ સુશીલ, જ્ઞાની અને સદ્ગુણી હોવા છતાં પણ અમુક કુળમાં જન્મ લેવાને કારણે નીચ અને તિરસ્કૃત સમજવામાં આવે છે - આ વ્યવસ્થા સમાજને માટે ઘાતક છે. આવું માનવાથી તથા આવી ભેદભાવપૂર્ણ વ્યવસ્થામાં સગુણ અને સદાચારનો અનાદર થાય છે અને આખા સમાજનું અપમાન થાય છે. દુરાચાર, સદ્ગણ અને સદાચારથી ઊંચું સ્થાન પામે છે. અજ્ઞાન જ્ઞાન પર વિજયી દેખાવા લાગે છે. આ એવી સ્થિતિ છે જે ગુણગ્રાહી વિવેકશીલ લોકોને સહ્ય બનતી નથી.”
આ વિચારને વધુ સ્પષ્ટ ભાષામાં શ્રમણવર્ગના સંદર્ભમાં પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. જૈન આગમ સૂત્રકૃતાંગમાં (૧ શ્ર. અ. ૧૩, ગાથા ૯-૧૦-૧૧) અને ઉત્તરાધ્યયન (અ-૨૫)માં :
મસ્તક મંડાવાથી કોઈ શ્રમણ નથી બની જતું. ઓમકારના જાપ કરવા માત્રથી કોઈ બ્રાહ્મણ નથી બની જતું. કુશ-ચીરના પહેરવેશ માત્રથી કોઈ તપસ્વી નથી બની જતું. સમભાવના કારણે શ્રમણ, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ, જ્ઞાનની ઉપાસના કરવાથી મુનિ અને તપસ્યા-સાધનામાં રત રહેવાથી જ તપસ્વી કહેવાય છે.” પ્રાણીજગતની વિવિધતા અને કર્મબંધ :
સંસારમાં પ્રાણીજગતમાં ખૂબ વિવિધતા અને વિચિત્રતા જોવામાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર સંસારમાં ચાર ગતિ અને ચોર્યાશી લાખ યોનિઓ છે. આ યોનિઓમાં જીવ ભ્રમણ કરતો રહે છે. વિભિન્ન દશાઓમાં મનુષ્ય, પક્ષી, પશુ કે કીડી-મકોડા બનવા છતાં આત્માનો મૂળ સ્વભાવમાં એક જ છે તો પછી આ ભેદ શા માટે છે ? એનો જવાબ છે :
= નો ચિત્ર અર્થાત્ જીવોમાં જોવા મળતી વિચિત્રતા અને વિષમતાનું કારણ કર્મ છે. સરળ ભાષામાં કહેવામાં આવે તો જ્યારે કોઈ પ્રાણી રાગ, દ્વેષ, કષાય,
153
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org