________________
તારક તીર્થકરો
લોકવ્યાપી ઐશ્વર્યનાં પ્રતીક હોય છે. દેવદુંદુભિ જેમાં દેવગણ આકાશમાં દુંદુભિ વગાડીને ઉદ્ઘોષણા કરે છે, જે સાંભળીને નર, નારી, પશુ-પક્ષી ભગવાનનાં દર્શન માટે ઊમટી પડે છે.
આકાશમાંથી દેવગણ અનેક પ્રકારનાં પુષ્પ અને સુગંધિત જલની વૃષ્ટિ કરે છે. આ પુષ્પવૃષ્ટિ જાણે ભગવાનના મુખેથી વચનરૂપી ફૂલ વરસી રહ્યાં ન હોય ! આ વચનપુષ્પોના સમૂહ જ દ્વાદશાંગી છે.
ભગવાનનું બિબ ચારે દિશાઓમાં “આભામંડળ” સાથે દેખાય છે. ભગવાનનો દિવ્ય ધ્વનિ સાંભળીને બધાં પ્રાણીઓ ધર્મનું રહસ્ય ગ્રહણ કરી લે છે.
સમવસરણનું અતિસુંદર વર્ણન ૧૧મી શતાબ્દીમાં આચાર્ય માનતુંગ દ્વારા ભક્તામર સ્તોત્રમાં કરવામાં આવ્યું છે. એનો એક શ્લોક છે :
“ પવનમ - માર્ચ - વિમાનેe: सद्धर्मतत्त्व कथनैक - पटुस्त्रिलोक्या: । दिव्य-ध्वनिर्भवति ते विशदार्थ सर्व -
ભાષા માવ - રામકુળ પ્રયોજ્ય સારૂકા” અર્થાત્ – “હે ભગવાન, આપનો દિવ્ય ધ્વનિ બધા જીવોને સ્વર્ગ અને મોક્ષનો માર્ગ બતાવવામાં સક્ષમ છે, બધાં પ્રાણીઓને સત્યધર્મનું રહસ્ય સમજાવવામાં સક્ષમ છે. વળી તે ગંભીર અર્થવાળો હોવા છતાં અત્યંત સ્પષ્ટ છે અને જગતના બધા જીવોનો પોતપોતાની ભાષામાં પરિણત થવાના વિલક્ષણ ગુણવાળો છે.”
એક રસપ્રદ બાબત એ છે કે ચોવીસમાંથી વીસ તીર્થંકરોનું નિર્વાણ સમેતશિખર પર્વત પર થયું છે. આથી જૈન પરંપરામાં સમેતશિખર સિદ્ધક્ષેત્ર તરીકે વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. બીજી વાત એ છે કે વધુ તીર્થકરો વર્તમાન બિહાર અને ઉત્તરપ્રદેશના વિસ્તારના હતા, જેમાં ત્રણ તીર્થકરો તો હસ્તિનાપુરના હતા. બધાએ સમગ્ર દેશમાં પગપાળા ભ્રમણ કરીને ભારતવર્ષમાં જૈન ધર્મનો પ્રસાર કર્યો. આથી ઉત્તર ભારત, પશ્ચિમ ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં ઠેર ઠેર પ્રાચીન મંદિરોના અવશેષ મળે છે અને મુખ્ય જૈન તીર્થો આખા દેશમાં
જ
19
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org