________________
અહિંસા સંસ્કૃતિ
જ
શાસ્ત્રોમાં લખાયેલ પાઠનું માત્ર પઠન કે પૂજન-અર્ચન નથી. જૈન દર્શને પ્રારંભથી જ અહિંસાને વિસ્તૃત રૂપમાં જોઈ છે કારણ કે જીવનનું પૂરેપૂરું વાતાવરણ અહિંસામય હોય તો જ તે શાંતિ અને કલ્યાણની ચાવી બની શકે. સાથોસાથ માત્ર આસ્થા જ નહીં, પરંતુ રોજબરોજના જીવનવ્યવહારમાં અહિંસા સ્થાનિક સમાજ અને વ્યક્તિ-સ્તર ૫૨ હોવાથી અહિંસાના સંસ્કારનો પાયો ઊંડો અને મજબૂત બનશે. જ્યારે આપણે અહિંસાના વિષયમાં વિચારીએ ત્યારે જેમ અંગ્રેજી ભાષામાં કહેવાય છે કે "We must think globally, but act locally' આપણે વિચારીએ વિશ્વ સ્તર પર, પરંતુ એ કાર્યનો અમલ કરીએ સ્થાનિક સ્તરે. અર્થાત્ આપણી વિચારસૃષ્ટિ વિશ્વવ્યાપી હોય, પરંતુ આપણું આચરણ તો સ્થાનિક વ્યક્તિગત રીતે થતું હોય છે.
એક માર્મિક ટિપ્પણીમાં પ્રસિદ્ધ અમેરિકન વૈજ્ઞાનિક - દાર્શનિક કાર્લ સેગને કહ્યું છે :
“માત્ર જૈન ધર્મ સિવાયના સંસારના કોઈ ધર્મએ ‘જીવવાના અધિકાર (Right to life)ના સિદ્ધાંતને નૈતિકતાના સર્વોચ્ચ શિખર પર પ્રતિષ્ઠિત નથી કર્યો.”
ભગવાન મહાવીરે કહ્યું છે : “અહિંસા એક પરમાણુ જેટલી સૂક્ષ્મ અને સંવેદનશીલ છે અને આકાશ જેટલી વ્યાપક અને વિસ્તૃત છે.” ‘દશવૈકાલિક સૂત્ર'માં કહ્યું છે :
सव्वे जीवा वि इच्छन्ति, जीवीऊँ न मरिज्जिउँ तन्हा पाणिवहं घोर, निग्गंथा वज्जयंति णं ।
(બધા જીવ જીવવાની ઇચ્છા ધરાવે છે, કોઈ પણ મરવા નથી ઇચ્છતું. તેથી નિગ્રંથો પ્રાણીવધરૂપી ઘોર પાપનો ત્યાગ કરે છે.)
‘નિગ્રંથ પ્રવચન’માં મહાવીરનો ઉપદેશ છે : જીવનને ક્ષણભંગુર સમજે એ મનુષ્ય વિવેકશીલ અને વિદ્વાન છે અને તે નાનાંમોટાં બધાં પ્રાણીઓને પોતાના જેટલો જ આદર આપે છે. જૈન ધર્મ અહિંસાને સર્વોચ્ચ ધર્મ માને છે. જૈન ધર્મ માને છે કે અહિંસાના મૂળતત્ત્વમાં જૈન ધર્મનાં સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને
69
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org