________________
જેને ધર્મ: વારસો અને વૈભવ
અમલીકરણ થાય, તે જરૂરી છે. ૨૧મી શતાબ્દીનો પ્રારંભ જ ભયાવહ આતંકવાદથી થયો છે. અત્યાર સુધી તો રાષ્ટ્રની સરકારો યુદ્ધ શરૂ કરતી હતી. હવે તો ઉગ્રતમ રૂપથી નિર્મમ અલકાયદા અને લશ્કરે તોયબા જેવાં ગેરસરકારી આતંકવાદી સંગઠનો ધર્માધતાથી માસૂમ જનતા પર હિંસાનો કેર વરસાવે છે. આપણે પણ અહિંસા ફેલાવવા માટે ખૂબ મક્કમ સંકલ્પ કરવો પડશે. હિંસાને પ્રોત્સાહન આપવું ખૂબ સરળ છે. માનવી આજે અશાંત વાતાવરણમાં જીવી રહ્યો છે. જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં અને દરેક સ્તરે હિંસા અડ્ડો જમાવીને બેસી ગઈ છે, કારણ કે એને દુનિયાના સત્તા-દલાલો શક્તિપ્રદર્શનનું તત્કાળ ઘાતક શસ્ત્ર માને છે. હિંસાને સમાપ્ત કરવા માટે વધુ હિંસા કરવામાં આવે છે અને પછી કહેવાય છે કે આ જ શાંતિનો માર્ગ છે. એક સારગર્ભિત અમેરિકન રિપોર્ટ “Vision, 2000 revisited'માં કહેવાયું છે :
“આવનારી સહસ્રાબ્દમાં સંસારમાં જનસંખ્યા વધીને ભીડનું રૂપ લઈ લેશે, પ્રદૂષણ અત્યંત વધી જશે, રાજનૈતિક અને સામાજિક અસ્થિરતા વધશે અને આર્થિક તેમજ પર્યાવરણીય ક્ષેત્રોમાં માનવી વધુ હિંસક પ્રવૃત્તિઓનો શિકાર બનવાના અણસાર છે.”
કષ્ટ સહન કરવાની આપણી ક્ષમતા ઘટી ગઈ છે. બીજા ઉપર કષ્ટ અને ક્રૂરતા લાદવાની મનોવૃત્તિ વધી ગઈ છે. સહનશીલતા અને સહિષ્ણુતા લગભગ લુપ્ત થવા લાગી છે. એટલા માટે હિંસાનું સામ્રાજ્ય રોજ નવી વિભીષિકાથી વકરી રહ્યું છે. હિંસક મનોવૃત્તિનું દમન હિંસાના કીટાણુને જડમૂળથી દૂર કરવા જેવું છે. જેવી રીતે તકલીથી સૂતર કાંતી શકાય છે અને સૂતરથી કપડું બને છે, જે શરીરને ઢાંકે છે; પરંતુ હિંસક પ્રવૃત્તિવાળો મનુષ્ય તકલી વડે સૂતર ન કાંતતાં એને કોઈની આંખોમાં ખોસીને એને આંધળો પણ બનાવી શકે છે. અહિંસાની વ્યાપક પરિભાષા :
જૈન ધર્મમાં અહિંસાની કઈ રીતે વ્યાખ્યા કરવામાં આવી છે, તે આપણે જોઈએ. સર્વપ્રથમ અહિંસા ભાષાકીય દૃષ્ટિએ હિંસાનો વિરોધી શબ્દ ભલે હોય, અહિંસાને સૂક્ષ્મ રીતે અને વ્યાપક સંદર્ભમાં જોવી જરૂરી છે. બીજું, આ માત્ર
68
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org