________________
અહિંસા સંસ્કૃતિ
સ્થાપત્ય-શિલ્પ, ભાષા-વ્યવહારમાં કેટલાય નવા સંસ્કાર પડ્યા, પરંતુ ભારતીય સભ્યતા પર જૈન ધર્મની અહિંસાનો વારસો જીવંત રહ્યો છે.
મહાવીરે ઈસવીસન પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં અહિંસાને બુલંદ કરી અને એના લગભગ ૨૫૦૦ વર્ષ પછી મહાત્મા ગાંધીએ એમાં નવી સ્ફૂર્તિ, નવી સંજીવની અને અભિનવ ગતિશીલતા ઉમેરી. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યએ આખા ભારતમાં જૈન સિદ્ધાંતોનો પ્રસાર કરતાં સ્વયં મુનિજીવનમાં પદાર્પણ કર્યું. એમના પૌત્ર સમ્રાટ અશોકે સમગ્ર સંસારમાં અહિંસાનો ધ્વજ લહેરાવ્યો, પરંતુ બાળપણથી જૈન ગુરુથી પ્રભાવિત અને જૈન સંસ્કારોમાં ઊછરેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ તો અહિંસાના માધ્યમથી ભારતને શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યથી સ્વાધીનતા અપાવી દીધી, જે અંગ્રેજ શાસન માટે કહેવાતું કે સૂર્ય ક્યારેય પણ ડૂબતો નથી. રાજનૈતિક અને સામાજિક સુધારક્ષેત્રોમાં અહિંસાના માધ્યમથી આમૂલ પરિવર્તન લાવીને ભગવાન મહાવીર પછી મહાત્મા ગાંધી માનવતાના ઇતિહાસમાં અહિંસાના મસીહા બની રહ્યા. ભગવાન મહાવીરે આત્મબોધ જગાવ્યો, તો મહાત્મા ગાંધીએ સમાજબોધ. એક વિચારકનું કહેવું છે કે ‘જો મહાવીર અને ગાંધીને જોડી દઈએ તો આ બહાર-અંદરની વિરોધી બાબતો સમાપ્ત થશે અને મનુષ્ય અહિંસાનો સાચો યાત્રી બની શકશે.’
ભારતીય સભ્યતાનાં વિકાસ અને પ્રગતિમાં અહિંસા સંસ્કૃતિની સંગીન ભૂમિકા રહી છે, આથી વિશ્વમાં ભારતને પારંપરિક રૂપથી શાંતિપ્રિય દેશ માનવામાં આવે છે. આજે જ્યારે આખું વિશ્વ સંપર્કોથી નજીક આવી ગયું છે, ત્યારે અહિંસા સંસ્કૃતિને વિશ્વની વિચારધારામાં સ્થાયી રૂપે લાવવાનો સોનેરી અવસર આવી ગયો છે. આ સંદર્ભમાં જૈન ધર્મને માટે એક ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે, જ્યારે તે સમગ્ર વિશ્વને અહિંસા સંસ્કૃતિથી અભિભૂત કરે અને અહિંસાને માનવજીવનદર્શનનું મૂળભૂત અંગ બનાવવા માટે પ્રયત્ન કરે.
૨૧મી શતાબ્દીમાં અથવા એનાથી પણ આગળ દીર્ઘદ્રષ્ટિથી હાલ પ્રારંભ થયેલી તૃતીય સહસ્રાબ્દી (મિલેનિયમ)માં અહિંસા સંસ્કૃતિનો વિશ્વમાં પ્રસાર થાય; જનમાનસ, વિભિન્ન ધર્મગુરુઓ, વિભિન્ન રાષ્ટ્રશાસનો દ્વારા સ્વીકાર અને
67
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org