________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
પેદા કરી હતી. રાજા અને રંક બંનેને મહાવીર દ્વારા સ્થપાયેલી અહિંસાનું મહત્ત્વ સમજાવા લાગ્યું. મહાવીરે તો માનવજીવનની તરાહ જ બદલી નાખી. તેઓ એને હિંસાથી અહિંસા, વેરથી ક્ષમા, ધૃણાથી પ્રેમ, તૃષ્ણાથી ત્યાગ, અસહિષ્ણુતાથી સહિષ્ણુતા, નિર્દયતાથી કરુણાની તરફ લઈ ગયા. મહાવીરે મનુષ્યને અદ્ભુત આત્મબળ આપ્યું.
અહિંસાના સંદેશનો જનજીવન પર અને એના રીતરિવાજ પર ગાઢ પ્રભાવ પડ્યો. જૈન વિદ્વાન નાથુલાલજી શાસ્ત્રી પોતાના પુસ્તકમાં લખે છે કે “ગોભિલ્લ ગૃહ્યસૂત્ર'ના અનુસાર પ્રાચીનકાળમાં વિવાહમાં બળદની હિંસા કરી, એના લોહીથી ભીંજાયેલું વસ્ત્ર વર-વધૂને ઓઢાડવામાં આવતું હતું, પરંતુ અહિંસક સમાજે એમાં પરિવર્તન કરીને લાલ રંગનું કપડું વિવાહમાં ઓઢાડવાનો રિવાજ શરૂ કર્યો. આ સમયથી પ્રાણીહત્યા બંધ થઈ ગઈ અને લાલ રંગ એ મંગલ અને અનુરાગનું પ્રતીક બની ગયો. કિંવદંતી પ્રમાણે એવા ઉત્સવ વખતે દેવતાને બલિ ચડાવવા માણસની ખોપરી લઈને વર ચાલતો હતો, પરંતુ એના સ્થાને માંગલિક રૂપમાં એવા આકારનું શ્રીફળ ચલણમાં આવી ગયું અને અહિંસક મંગળનું પ્રતીક બની ગયું.
ગૌતમ બુદ્ધ સ્વયં જૈન દર્શનથી અત્યંત પ્રભાવિત અને પ્રેરિત હતા અને કેટલાય બૌદ્ધ ધર્મગ્રંથોમાં જૈનોનો અહિંસાદર્શન પ્રત્યે શ્રદ્ધા અને આદર સહિત ઉલ્લેખ છે. અહિંસાના અમલમાં બૌદ્ધ ધર્મમાં કેટલીક છૂટછાટ કે બાંધછોડ હોય, પણ એ તો સ્પષ્ટ છે કે સમ્રાટ અશોકની પહેલ અને પ્રયત્નોથી બૌદ્ધ ધર્મ વિદેશમાં ફેલાયો અને કરુણા, દયા અને અહિંસાનો સંદેશ એના મૂળ આત્મા બની રહ્યા. આથી કલિંગના યુદ્ધ બાદ યુદ્ધમાં થયેલી હૃદયદ્રાવક હિંસાને જોઈને સમ્રાટ અશોકનું દિલ દ્રવી ઊર્યું અને એમણે યુદ્ધનો રસ્તો છોડીને શાંતિનો માર્ગ અપનાવ્યો. એમની પ્રખ્યાત ઉક્તિ છે : “યુદ્ધની જીતથી શાંતિની જીત કેટલીય વધુ સ્થાયી અને ગતિશીલ હોય છે.”
ભારતીય ઇતિહાસમાં સમયની સાથે કેટલીય ઊથલપાથલભરી ઘટનાઓનો ક્રમ ચાલ્યો. એક સામ્રાજ્ય આવ્યું, લુપ્ત થયું; બીજું સામ્રાજ્ય સ્થપાયું અને ફરી નષ્ટ થયું. બહારના આક્રમક હુમલાઓએ ભારતને લૂટ્યું. મોગલ સામ્રાજ્ય અને બ્રિટિશ સામ્રાજ્યના લાંબા ગુલામકાળમાં ભારતીય રહેણી-કરણી, કલા-સંગીત,
66
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org