________________
૯
અહિંસા સંસ્કૃતિ
ઐતિહાસિક સંદર્ભ :
પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયથી જ જૈન ધર્મની આધારશિલા અહિંસાનો સિદ્ધાંત રહી છે. આ એક જ એવો ધર્મ કે આસ્થા છે, કે જેણે યુગે-યુગે બદલતા ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં પણ ક્યારેય અહિંસાના સંબંધમાં કોઈ બાંધછોડ નથી કરી.
દરેક તીર્થંકરે પોતાના જીવનકાળમાં વધતી જતી હિંસા અને હિંસક પ્રવૃત્તિનો સામનો કર્યો છે. દરેક તીર્થંકરનું જીવન દર્શાવે છે કે એમણે અહિંસાની સંસ્કૃતિને પ્રત્યેક પગલે મજબૂત કરી, એને જીવંત રાખી અને હિંસક વ્યવહાર રોકવા માટે કેટલીય મુશ્કેલીઓ અને અવરોધો પાર કરવામાં વીતરાગી શક્તિ, અતુલ મનોબળ, અસીમ ધૈર્ય અને અદમ્ય સાહસ દર્શાવ્યાં છે. આ સંદર્ભમાં ભગવાન મહાવીરનો યુગ પડકાર સમો હતો, કારણ કે હિંદુ ધર્મની રોજિંદી પ્રક્રિયામાં માત્ર કર્મકાંડ જ છવાયો નહોતો, પરંતુ પશુની આહુતિ વિના યજ્ઞ અને હવન અધૂરા મનાવા લાગ્યા હતા. પ્રાણીજગત પ્રત્યે આવા હિંસક અસહિષ્ણુ વ્યવહારે જનસમાજમાં રોષ અને ક્ષોભની સ્વાભાવિક પ્રતિક્રિયા
Jain Education International
65
For Personal & Private Use Only
www.jainelibrary.org