________________
પ્રથમ તીર્થકર ઋષભદેવ
જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ એ રાજા નાભિરાય અને રાણી મરુદેવીના પુત્ર હતા. એમનો જન્મ સંધિયુગમાં થયો હતો જ્યારે ભોગયુગનો અંત અને કર્મયુગ પ્રારંભ થઈ રહ્યો હતો. જૈન શાસ્ત્રોમાં આદિકાલની યુગલિક સભ્યતાની ક્રમશ: પ્રગતિ, વિકાસ અને સંગઠન ચૌદ કુલકરોના નેતૃત્વમાં થયેલાં એમ માનવામાં આવે છે. રાજા નાભિરાય અંતિમ ચૌદમાં કુલકર હતા. એમના પ્રતિભાશાળી પુત્ર અને ઉત્તરાધિકારીના શાસનકાળમાં મૂળભૂત સામાજિક અને આર્થિક પરિવર્તનનો પ્રારંભ થયો. જંગલોમાંથી નીકળીને માણસે ખેતી શીખવાનું, સમાજને સંગઠિત કરવાનું અને નાના સમૂહોમાં વસવાટ કરવાનું શરૂ કર્યું. રાજા ઋષભદેવે દીર્ઘદૃષ્ટિથી કર્મના આધારે સમાજનું વર્ગીકરણ અને ચાર વર્ણની વ્યવસ્થા કરી, જેનો ઉલ્લેખ ચાણક્યના અર્થશાસ્ત્રમાં આવે છે. લૌકિક જીવનને સંગઠિત અને આયોજનબદ્ધ કરવા માટે એમણે સમાજની આજીવિકા માટે છ મુખ્ય કાર્યક્ષેત્ર નિર્ધારિત કર્યા :
(૧) અસિ (ક્ષત્રિય કર્મ અને શસ્ત્રવિદ્યા) (૨) કૃષિ (૩) મસિ (વાંચવું, લખવું), (૪) વિદ્યા (જુદી જુદી લલિતકલાઓ) (૫) વાણિજ્ય (દ્રવ્યોનું ખરીદવેચાણ) (૬) શિલ્પ (ભવન, વસ્ત્ર વગેરેનું નિર્માણ).
21
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org