________________
સંપ્રદાયની પરંપરા
જૈન ધર્મ પર લગભગ ૩૦૦ જેટલાં પુસ્તકો અને શાસ્ત્રો પર ટીકાઓ લખ્યાં છે. આ સંપ્રદાયમાં કેટલીય વિદુષી સાધ્વીઓ પણ થઈ ગઈ છે. - તેરાપંથી : ઈ. સ. ૧૭૬૦માં સ્વામી ભિકનજી મહારાજે આ સંપ્રદાયની સ્થાપના કરી. આને તેરાપંથી નામ એટલા માટે મળ્યું કે આમાં ૧૩ ધાર્મિક સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવ્યો છે. (પાંચ મહાવ્રત - અણુવ્રત, પાંચ નિયમ અને ૩ જાતના સંયમ). આનું કારણ એ પણ માનવામાં આવે છે કે મુખ્ય શ્વેતાંબર સંપ્રદાયમાંથી ૧૩ સાધુઓએ અલગ થઈને આ પંથની શરૂઆત કરી. આ પંથનો વિશિષ્ટ વિકાસ અને ખ્યાતિ આચાર્ય તુલસી (૧૯૧૪-૧૯૯૭)ના નેતૃત્વમાં થયાં. એમણે અણુવ્રત આંદોલનનો ૧૯૪૯માં પ્રારંભ કર્યો અને સાથે જ પ્રેક્ષાધ્યાનનો પ્રચાર-પ્રસાર કર્યો. રાજસ્થાનમાં લાડનૂમાં એમણે વિશ્વવિદ્યાલયની પણ સ્થાપના કરી, જેના દ્વારા જૈન ધર્મ વિશે વિપુલ સાહિત્ય પ્રકાશિત કર્યું છે. ગણાધિપતિ તુલસી અને એમના પછી એમના ઉત્તરાધિકારી આચાર્ય મહાપ્રજ્ઞજીએ દેશવિદેશમાં અહિંસા ધર્મની ખ્યાતિ ખૂબ ફેલાવી અને કેટલાંય આંતરરાષ્ટ્રીય સંમેલન આયોજિત કરીને જૈન સિદ્ધાંતો પર ગહન વિવેચન પણ કર્યું છે. આચાર્ય મહાપ્રજ્ઞજી પ્રકાંડ વિદ્વાન છે અને ગહન ચિંતક પણ. એમણે જૈન ધર્મનાં વિભિન્ન પાસાંઓ પર મૂલ્યવાન પુસ્તકો લખ્યાં છે. વર્તમાન આચાર્ય મહાપ્રજ્ઞજી ઈ. સ. ૨૦૦૧થી શરૂ થયેલી અહિંસા પદયાત્રા પર રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈને પુનઃ રાજસ્થાનથી છેલ્લે દિલ્હી પહોંચી ગયા છે. આ વ્યાપક સર્વધર્મ જનસંપર્કથી અહિંસાની ચેતના અને નૈતિક મૂલ્યોના વિકાસને સારી એવી ગતિ મળી છે.
વિરાયતન : ઉપાધ્યાય અમરમુનિજી (૧૯૦૧-૧૯૯૨)ની મુખ્ય શિષ્યા આચાર્ય ચંદનાજીએ વીરાયતનની સ્થાપના ભગવાન મહાવીરના નિર્વાણ સ્થળ પર બિહારમાં રાજગીરી પાસે કરી અને અહિંસા સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ અને સ્વાથ્યના ક્ષેત્રમાં અનુપમ સેવાકાર્યો કર્યા છે. આને જૈન ધર્મનું જ્વલંત પ્રતીક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org