________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ
જ્યારે તમે કોઈ બીજાને દુ:ખ પહોંચાડો છો અથવા હણો છો, તો તમે સ્વયંને પણ જખી કરો છો.”
“પ્રશ્નવ્યાકરણ સૂત્ર'માં મહાવીર કહે છે : “અહિંસા સમસ્ત જગતને માટે પથપ્રદર્શક દીપક છે. ડૂબતા પ્રાણીને સહારો આપવા માટે દ્વીપ છે, રક્ષણ છે, શરણ છે, ગતિ છે, પ્રતિષ્ઠા છે. આ ભગવતી અહિંસા ભયભીતો માટે શરણ છે, સમુદ્રમાં જહાજ સમાન છે, રોગીઓ માટે ઔષધ સમાન છે. આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બીજ, લીલોતરી, જલચર, સ્થળચર, સ્થાવર વગેરે બધાં પ્રાણીઓ માટે મંગળમય છે. અહિંસા અમૃતનો અક્ષય કોશ છે, અને હિંસા ઝેરનો ભંડાર છે.”
ભગવાન મહાવીરે કહ્યું છે : “જે હું પાછું આપી શક્તો નથી, એ હું કેવી રીતે ખતમ કરી શકું? કોઈ પણ જીવનને પાછું મેળવી શકાતું નથી, માટે આપણને કોઈના જીવને દુઃખ પહોંચાડવાનો અથવા એનો અંત આણવાનો અધિકાર નથી.”
જ્ઞાનાર્ણવ ધર્મગ્રંથમાં શ્રી શુભચંદ્રાચાર્યએ અહિંસાનો આસ્થા-વર્ધક મહિમા ગાયો છે :
“अहिंसा ही जगत की रक्षिका माता है, अहिंसा ही आनंद का स्रोत है, अहिंसा ही अविनाशी लक्ष्मी है, अहिंसा ही उत्तम गति होती हैं, अहिंसा ही मोक्ष-सुख देती है, अहिंसा ही परम हितकारी है; अहिंसा ही सर्व आपदाओं का नाश करती हैं."
(છંદ્ર રૂ.૮) तपस्या, शास्त्रज्ञान, महाव्रत, आत्मज्ञान धर्म ध्यान, दान आदि शुभकर्म, सत्य, शील, व्रत, आदि की माता अहिंसा है. अहिंसा होने पर ही यह सब यथार्थ है.
(છંદ રૂરૂ.૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org