________________
અહિંસા સંસ્કૃતિ
આની સાથે અહિંસાની વ્યાખ્યા કરતાં શુભચંદ્રાચાર્ય આગળ કહે છે :
अभयंयच्छभूतेषु कुरु मैत्रीमनिन्दिताम्, पश्चात्मसहशं विश्व जीवलोकं चराचरम्.
(છંદ ૨.૮) અર્થાત્ બધાં પ્રાણીઓને અભયદાન આપો, એમના પ્રાણોની રક્ષા કરો, બધાં સાથે મૈત્રી સંબંધ રાખો. જગતનાં બધાં સ્થાવર અને ત્રણ પ્રાણીઓને પોતાના સમાન જુઓ.
છંદ ૪૮.૮માં માર્મિક રૂપે તેઓ લખે છે :
“જે મનુષ્ય પોતાના શરીરમાં તણખલું વાગવાથી પણ પોતાની જાતને દુ:ખી માને છે, તે નિર્દયી થઈને બીજાના દેહ પર શસ્ત્ર ચલાવીને કઈ રીતે અનર્થ કરી શકે ?”
જૈન ધર્મમાં સમર્થન પામેલી અહિંસાની વ્યાખ્યા પ્રતિબિંબિત છે પ્રસિદ્ધ પાશ્ચાત્ય દાર્શનિક આલ્બર્ટ થાઇલ્બરના આ વક્તવ્યમાં – “જે ધર્મ જીવવાના અધિકાર પર આધારિત ના હોય એ સાચો ધર્મ જ નથી. જ્યાં સુધી મનુષ્ય પોતાની દયા અને કરુણાનું સામ્રાજ્ય સંપૂર્ણ જીવજગત સુધી નહીં લાવે, તો તે ક્યારેય શાંતિ નહીં મેળવી શકે.” ગુરુદેવ ચિત્રભાનુજીએ રચેલું પ્રિય ગુજરાતી ગીત છે :
“મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.” અહિંસાનું સંપૂર્ણ સ્વરૂપ
જૈન ધર્મમાં અહિંસાના સંપૂર્ણ સ્વરૂપને હિંસાને સ્પષ્ટત: પરિભાષિત કરીને જોવામાં આવ્યું છે. હિંસાને ભાવહિંસા અને દ્રવ્યહિંસામાં વિભાજિત કરવામાં આવી છે. ભાવહિંસા વિચારહિંસા છે, જ્યારે મનમાં આપણે કોઈના વિશે ખરાબ વિચારીએ અથવા એને યાતના પહોંચાડવાનો વિચાર કરીએ, ત્યારે ભાવહિંસા પેદા થાય છે. રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, વૈમનસ્ય, ધૃણા, પ્રતિકાર,
73
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org