________________
અહિંસાનું પલ્લું કઈ રીતે ભારે બને?
અથવા મંત્ર માનીને ચાલીશું તો વધતી જતી હિંસાનો મુકાબલો નહીં કરી શકીએ. અહિંસા માત્ર હિંસાનો નાશ થવો એ નથી. માટે યુદ્ધવિરામ પછી પણ શીતયુદ્ધ ચાલતું રહે છે અને હિંસક ભાવના જાળવી રાખે છે એવું જોવા મળે છે. તોફાનોને કલમ ૧૪૪ લગાવીને અટકાવવામાં આવે છે પરંતુ ચિનગારી સળગતી રહે છે અને મોકો જોઈને ફરી પ્રજ્વલિત બની જાય છે.
અહિંસામાં સમાયેલી છે કરુણાની ભાવના, સહિષ્ણુતાનું સાહસ, સમન્વયનું વૈર્ય, સહયોગની તત્પરતા તથા સદ્ભાવનાનો પ્રસાર. અહિંસા નીતિમાં સુમેળ ઠાંસી ઠાંસીને ભરાયેલો છે. કેવળ દંડનીતિના સહારે રાષ્ટ્ર વિકસિત નથી થઈ શકતું. એની સાથે જરૂરી છે હૃદયપરિવર્તન – જે ધૃણાની જગ્યાએ પ્રેમને સ્વીકારે, શોષણનો ત્યાગ કરીને ન્યાયની મદદ કરે, સામાજિક અને આર્થિક અસમાનતાની જગ્યાએ સમાનતા લાવવા તરફ ઘનિષ્ઠ પ્રયાસ કરે. જ્યાં સુધી અહિંસાભાવથી વ્યક્તિ, સમાજ, રાજનીતિ, રાજનૈતિક વ્યવસ્થા તથા સામાજિક તથા આર્થિક યોજનાઓ પ્રભાવિત થતી નથી, સમાજમાં હિંસાભાવ, કટુતા અને વિખવાદ ફેલાતો રહેશે. વિડંબના એ છે કે હિંસાનું પ્રશિક્ષણ મેળવવું સહેલું છે. અહિંસાના પ્રશિક્ષણનું કોઈ આયોજન નથી, કોઈ વ્યવસ્થા નથી, એના સંબંધી પૂરતી ચેતના પણ નથી. જાહેર છે કે ખાલી વાતોથી અહિંસા અને નૈતિક મૂલ્ય વ્યક્તિગત અથવા સામાજિક જીવનમાં નથી ઊતરી શકતા. હિંસાને પ્રતિહિંસાથી બળ મળે છે. હિંસાને અહિંસાનો ઉત્તર મળે તો હિંસા સ્વયં હારી જાય છે.
રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ પાછલાં પાંચ વર્ષોમાં મહાપ્રજ્ઞજી સાથે કેટલીય વાર વિચારવિમર્શ કરી ચૂક્યા છે. જ્યારે મહાપ્રજ્ઞજી તનાવગ્રસ્ત ગુજરાતમાં શાંતિ અને સુમેળનો સંદેશો ફેલાવી રહ્યા હતા ત્યારે રાષ્ટ્રપતિજીએ કહ્યું હતું “સાંપ્રદાયિક સભાવ, ભાઈચારા, મેળમિલાપની ભાવનાનો વિકાસ મહાપ્રજ્ઞજી જેટલી કુશળતાથી કરી શકે છે એટલો બીજો કોઈ ન કરી શકે. માટે દેશને આવા સંતોની ખૂબ અપેક્ષા છે. આપણે એમના આ કાર્યમાં સદ્ભાગી બનીશું. સમસ્યા ગરીબીની હોય, આતંકવાદની હોય, જાતિવાદની કે સાંપ્રદાયિક કટ્ટરતાની, એનું સ્થાયી સમાધાન અહિંસાના વાતાવરણમાં શાંતિની સ્થાપના વગર નથી થઈ શકતું.
ન્ય 223
223
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org