________________
અહિંસાનું પલ્લું કઈ રીતે ભારે બને?
ભારતીય જનમાનસના હૃદયપટલ પર આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી એક જીવંત મહાસંતના રૂપમાં છવાઈ ગયા છે જે દેશમાં નિરંતર પગપાળા ભ્રમણ કરીને દૂર દૂર ગામડાંઓથી લઈને અટારીઓથી છવાયેલાં શહેરો સુધી પોતાની અમૃતવાણીથી અહિંસાની ચેતના અને નૈતિક વિકાસ પ્રત્યે જાગૃતિ ફેલાવી રહ્યા છે. એમની અહિંસાયાત્રા હવે એના ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રની કોટિ કોટિ જનતાએ એમને સાંભળ્યા છે, સમજ્યા છે અને સક્રિય અહિંસક થવાની પ્રેરણા મેળવી
છે.
અહિંસાયાત્રાના ધ્વજ પર અંકિત છે “અહિંસા સવ્વભૂયખેમકરી' અર્થાત્ અહિંસા સમસ્ત જીવજગતને માટે હિતકારી છે. આચાર્ય મહાપ્રજ્ઞજી કહે છે કે જે સ્વયં અહંકાર નથી રાખતા અને બીજાને સન્માન આપે છે તે સ્વયં સન્માનિત થાય છે. અહિંસાનો પ્રસાર બીજાના હિત અને શાંતિ માટે તો છે જ, પરંતુ એનાથી વધુ સ્વયંની શાંતિ અને આત્મસંતુષ્ટિને માટે તે એક સંજીવની બુટ્ટી છે.
જો આપણે અહિંસાને એક સીમિત ધાર્મિક વિચાર --
222
222
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org