________________
અહિંસા સંસ્કૃતિ કમળના આકારનું હોય છે. જેની શક્તિથી પ્રાણી સંકેત સમજી શકે છે, શીખી શકે છે અને વિચારી શકે છે. મનુષ્યમાં આ માનસિક શક્તિ ઘણી જાગ્રત છે.
જૈન ધર્મમાં જીવજગતનું આખું વર્ણન મનુષ્યને પ્રતિક્ષણ યાદ અપાવે છે કે સ્વયંની ઉન્નતિ, સુખ અને આરોગ્યને માટે સૃષ્ટિના તમામ જીવો સાથે સહઅસ્તિત્વ જરૂરી છે. વિખ્યાત જૈન ધર્મગ્રંથ “તત્ત્વાર્થસૂત્રમાં આને પરસ્પરોપગ્રહો જીવાનામ્”ની સંજ્ઞા આપવામાં આવી છે. આ છે અહિંસાના વ્યાપક ક્ષેત્રનું દર્પણ.
જૈન ધર્મમાં અહિંસાનું સકારાત્મક રૂપ હિંસાને જન્મ આપતા દોષોને દૂર કરવાનું કહે છે. અહિંસાનો મન, વચન અને કાયા ત્રણેથી સંબંધ જોડાયેલો છે. કાયિક અથવા શારીરિક હિંસાનો ઉદ્દભવ દૂષિત, લૂષિત મન અને વચનથી થાય
હિંસાભાવ, હિંસક ઉત્તેજના અને હિંસક પ્રવૃત્તિનું કારણ છે ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર, છળ-કપટ, ઈર્ષા, હરીફાઈ, બદલાની ભાવના, નિર્મમતા, રાગ-દ્વેષની જંજાળ. જ્યાં સુધી એનું સ્થાન સમતાભાવ, ત્યાગ, સંયમ, અહમનું વિસર્જન, ઈમાનદારી, ઉદારતા, દયા, કરુણા, પ્રેમ, સહાનુભૂતિ, ઇચ્છાદમન અને અપરિગ્રહ નહીં લે, ત્યાં સુધી હિંસા મૂળથી નાબૂદ નહીં થાય અને વારંવાર એક યા બીજા સ્વરૂપે પ્રગટ થશે. અહિંસાભાવ વધારવા માટે જૈન ધર્મમાં વ્યાવહારિક રૂપે આ ગુણોને રોજબરોજના જીવનમાં ઉતારવા માટેનો રસ્તો બતાવાયો છે. તે માટે પ્રેરણા આપવામાં આવી છે. આ વાતને ૨૧મી શતાબ્દીના યુગમાં આપણે સમજવાની અને જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. કારણ કે વ્યક્તિગત સ્તરે, સામાજિક સ્તરે, રાષ્ટ્રીય સ્તરે અથવા વિશ્વસ્તરે સ્થાયી શાંતિ આ અહિંસક સંસ્કૃતિથી આવી શકશે. “વસુધૈવ કુટુમ્બકમ્'નો ભાવ પણ અહિંસાની આ ધરી પર જ ટકેલો છે. અહિંસા અને સહિષ્ણુતા ?
અહિંસા ભાવની વૃદ્ધિ સહિષ્ણુતા વધવા અને વધારવા સાથે છે. સહનશીલતા હોવાથી જ સહિષ્ણુતા સહજ હોય છે. સહનશીલતાનો ગુણ મનની અંદર રહેલા અહિંસક સંસ્કારોથી જ પેદા થાય છે અને એમાં ત્યાગ અને કરુણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org