SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ रिद्धि सिद्धि का वर दो वर्धमान का पद पायें (રિદ્ધિ સિદ્ધિનું આપો વરદાન, પામીએ પદ વર્ધમાન) सहनशील बन विक्रमशाली महावीर हम बन जायें। (સહનશીલ બનીને વિક્રમશાળી મહાવીર અમે બનીએ) अनेकांत ने निराकांत को पलभर में आकार दिया । (અનેકાંતે નિરાકાંતને પલભરમાં આપ્યો આકાર) जिसकी आज जरूरत उसने क्यों पहेले अवतार लिया (જેની જરૂર છે આજે એણે પહેલાં કેમ અવતાર લીધો !) એક તરફ માનવે પોતાની બુદ્ધિ, કલ્પના અને રચનાત્મક પ્રવૃત્તિથી સભ્યતા અને સંસ્કૃતિઓને વિકસાવી, બીજી તરફ એ જ માનવે પોતાના અંગત સંબંધોમાં ઘણા, સંદેહ, શોષણ, અસહિષ્ણુતા, નિર્મમતા અને હિંસક વ્યવહારને ઘરેલુ બનાવ્યો છે. કેવી વિડંબના ! એક તરફ ધર્મ અને આસ્થાઓએ અધ્યાત્મપ્રેરિત શાંતિપોષક નૈતિકતાથી માનવજીવનને ઢાળ્યું છે, બીજી તરફ જાતિભેદ, રંગભેદ, વર્ણભેદ, લિંગભેદ અને ધર્મના નામે થતા સંઘર્ષોથી હિંસક કડવાશ અને વૈમનસ્ય ફેલાઈ રહ્યું છે. એક તરફ ધર્મોએ આખા માનવસમાજને એક પરિવારનો દરજ્જો આપ્યો, ભારતીય સંસ્કૃતિએ વિશ્વને “વસુધૈવ કુટુંબકમ્', “પરસ્પરોપગ્રહો જીવાનામ્ તથા જીવો અને જીવવા દો'નો સંદેશ આપ્યો. બીજી તરફ માનવની શોષણ પ્રવૃત્તિઓથી સમાજ સંપન્ન અમીર અને અભાવગ્રસ્ત ગરીબ એમ બે વર્ગોમાં વહેંચાઈ ગયો છે. અન્ય જીવજગતનો નિર્મમ સંહાર થઈ રહ્યો છે, અને પ્રકૃતિનું પર્યાવરણીય સમતુલન ખોરવાઈ ગયું છે. વધતા જતા પ્રદૂષણે આખા પર્યાવરણને વિનાશના આરે લાવી દીધું છે. આધુનિક યુગમાં એક તરફ મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા અને માર્ટિન યૂથર કિંગ જુનિયર જેવા મહાન નેતાઓએ હિંમતથી અહિંસાના માર્ગનો સફળ પ્રયોગ કરી ક્રમશ: રાજનૈતિક સ્વાતંત્ર પ્રાપ્તિ, શોષણની સમાપ્તિ અને રંગભેદને 209 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy