________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
જડમૂળથી કાઢવા કર્યો છે, ત્યારે બીજી તરફ વધતી જતી હિંસા અને બીભત્સ આતંકવાદથી જીવનનાં બધાં પાસાંઓ પ્રભાવિત થઈ રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય તથા વ્યક્તિ સ્તરે માનસિક તનાવ, સલામતીનું સંકટ તથા ભય અને વૈરભાવથી વાતાવરણ ઉગ્ર બની ગયું છે.
યુદ્ધના વિનાશથી છુટકારો મેળવવા માટે રાષ્ટ્રોએ મળીને સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરી. પરંતુ શીતયુદ્ધનાં દ્વંદ્વોમાં અને અતિ વિનાશકારી શસ્ત્રોની દોડમાં સ્થાયી વિશ્વશાંતિની શોધ ભુલાઈ ગઈ. છતાં પણ સંયુક્ત રાષ્ટ્રસંઘ અને એની અન્ય સંસ્થાઓ (W.H.O.,F.A.O., UNICEF, UNIDO, UNESCO વગેરે)એ આંતરરાષ્ટ્રીય સહયોગ અને સહકારને માત્ર રાજનૈતિક જ નહીં પરંતુ આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને ખાદ્યાન્નનાં ક્ષેત્રોમાં ઉત્તેજન આપ્યું છે.
બીજા મહાયુદ્ધ પછી સ્થાયી શાંતિ તો મૃગતૃષ્ણા જ રહી છે. સંસારના બધા ભાગોમાં નિરંતર ચાલી રહેલા હિંસક સંઘર્ષોએ ભય ફેલાવ્યો છે, ઓછો નથી કર્યો. વિશ્વ જનમાનસમાં હિંસા અને અહિંસા, શાંતિ અને સંઘર્ષનું ચિંતાજનક સહઅસ્તિત્વ થઈ ગયું છે. આવા સમયે શું માનવતા હિંસાનું પલ્લું ભારે અને અહિંસાનો પક્ષ કમજોર રહેવા દેશે ? ૨૧મી શતાબ્દીમાં વિશ્વના ભવિષ્યને માટે યોગ્ય પસંદગી કરવી જરૂરી બની ગઈ છે.
આવી પરિસ્થિતિઓમાં માનવતાનું ધ્યાન પુન: અધ્યાત્મ અને શ્રદ્ધાની તરફ આગળ વધ્યું છે. પ્રસિદ્ધ અંગ્રેજી કવિ ઇલિયટે લખ્યું છે :
ક્યાં ગયું એ જીવન જે આપણે માત્ર રહીને ખોઈ નાખ્યું, ક્યાં ગઈ એ બુદ્ધિમત્તા જે આપણે જ્ઞાનઅર્જનમાં ખોઈ દીધી ક્યાં ગયું એ જ્ઞાન જે આપણે આંકડા ભરેલી જાણકારીમાં ખોઈ નાખ્યું.
દૂરગામી નજર રચનાત્મક કાર્યોને આકાર આપવા લાગી છે. વિભિન્ન ધર્મોના પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય મંચો પર મળીને વિશ્વ શાંતિ પર્યાવરણ - સંરક્ષણ અને સહિષ્ણુતા-વર્ધનના પહેલ કરી અને આજે વિશ્વમાં કેટલાય આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા સ્થાનીય સ્તરની ધર્મસંસ્થાઓ સમાજ્સવી
Jain Education International
210
For Personal & Private Use Only
www.jainelibrary.org