________________
પ્રથમ તીર્થંકર ઋષભદેવ
સમય જતાં બંનેએ દીક્ષા લઈને જૈન ધર્મની સાધના કરી. દક્ષિણ ભારતમાં બેંગલોર શહેરની નજીક બાહુબલિસ્વામીની વિશાળ મૂર્તિ વિખ્યાત છે. જૈનતીર્થ શ્રવણ બેલગોડા સદીઓથી બાહુબલિના વિલક્ષણ વ્યક્તિત્વની યાદ અપાવે છે.
કહેવાય છે કે રાજા ઋષભદેવને બે રાણીઓ દ્વારા કુલ ૧૦૦ પુત્ર અને ૨ પુત્રીઓની પ્રાપ્તિ થઈ હતી. તેમણે દીક્ષા લેતા પૂર્વે પોતાના પુત્રોને દૂર-સુદૂર સુધી ફેલાયેલા સામ્રાજ્યમાં ભિન્ન ભિન્ન રાજ્યોના રાજા બનાવી દીધા હતા.
આવા મહાન કર્મવીર શાસકના જીવનમાં એક પ્રસંગ બન્યો. એમણે નજર સમક્ષ નૃત્યાંગના નીલાંજનાનું નૃત્ય કરતાં ક્ષણમાં જ મૃત્યુ થતું જોયું અને આ ક્ષણભંગુર જીવનથી એમને વૈરાગ્ય થઈ ગયો. મોટા પુત્ર ભરતને સિંહાસન આપીને પુરિમતાલ ઉદ્યાનમાં અક્ષયવટની છાયામાં તેમણે સંસારનાં સઘળાં મોહબંધન, લાલસાઓ, વસ્ત્ર-આભૂષણો અને અધિકારો છોડી દીધાં. “ૐ નમ: સિદ્ધેશ્ય:'ના ઉચ્ચારણથી પ્રારંભ કરી કલાસ પર્વત (અષ્ટાપદ પર્વત) પર તેમણે કઠોર તપશ્ચર્યા અને અડગ સાધના કરી. અંતમાં તેમણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પરિમતાલના એ જ વટવૃક્ષની છાયામાં કરી.
જૈન શાસ્ત્રોમાં તીર્થકર ઋષભદેવે સમવસરણમાં આપેલા દિવ્ય ધ્વનિનું વર્ણન છે, જેમાં એમણે અહિંસા, સંયમ અને તપને ધર્મના મુખ્ય સ્તંભ કહ્યા. એક કીર્તિમાન કર્મવીરે ગુણતીર્થ ધર્મવીર બનીને માનવતાને જૈન ધર્મનો શાશ્વત શાંતિ સંદેશ આપ્યો. વૈરાગ્ય, કઠોર તપે, સાધના અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી અહિંસા અને અપરિગ્રહ-વૃત્તિના જીવંત પ્રતીકરૂપે તીર્થંકર ઋષભદેવ દેશના જુદા જુદા ભાગોમાં ભ્રમણ કરીને ઉપદેશ આપતા રહ્યા. એમનું નિર્વાણ અષ્ટાપદ પર્વત પર થયું.
૧૧મી સદીમાં આચાર્ય માનતુંગસૂરીશ્વરજીએ તીર્થંકર ભગવાન ઋષભદેવનો મહિમા દર્શાવતું “ભક્તામરસ્તોત્ર' રચ્યું. તે જૈન સમાજનું અતિ લોકપ્રિય ધર્મસ્તોત્ર બની રહ્યું. પ્રતિદિન શ્રાવકગણ એનો પાઠ કરે છે. શ્લોક એકમાં માનતુંગસૂરિ લખે છે કે :
"आस्तां तवस्त वनमस्त समस्त दोष तवत्संकथापि जगतां दुरितानि हंति । दू रे सहसकिर णः गुरुते प्रभव, पद्माकरे सु जल जानि विकास भांति"
23.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org