________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ (૫) ધર્મની માન્યતા છે કે જીવન ક્ષણભંગુર છે, નિરંતર યાત્રા કરતા આત્માનું તે વિરામસ્થાન માત્ર છે. એટલે જરૂરી છે કે પરિગ્રહની જાળમાંથી નીકળીને કર્મબંધનોથી મુક્ત થવાના પ્રયત્નો મનુષ્ય કરવા જોઈએ. તે માટે જેન ધર્મમાં મુનિઓને માટે નિર્ધારિત પાંચ મહાવ્રતો અને સામાન્ય શ્રાવકોને માટે નિર્ધારિત પાંચ અણુવ્રતોમાં અપરિગ્રહને સામેલ કરવામાં આવ્યો છે. આ વ્રતો છે - સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. સ્પષ્ટ છે કે આ વ્રતોના પાલનમાં શ્રમણ વર્ગે અધિક ત્યાગ, સાધના, ઉપાસના અને તપસ્યાનો માર્ગ અપનાવવો પડે. સાધુઓએ તો પાંચ ભાવનાઓથી સતત ભાવિત રહેવું પડે. આ ભાવનામાં એટલે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં પરિગ્રહ ન રાખવો, ત્યારે બધી ઇન્દ્રિયો પર કાબૂ રહે છે. સંતોનું જીવન વધારે અપરિગ્રહી હોય છે અને એની આચારસંહિતા ખૂબ મુશ્કેલ હોય છે. સાધારણ ગૃહસ્થ એના જીવનમાં વ્યાવહારિક અને સીમિત રૂપે આ વ્રતોને પાળી શકે. શ્રમણાચાર અને શ્રાવકાચાર પર જૈન શાસ્ત્રોમાં વિસ્તૃત રૂપે સમજાવવામાં આવ્યું છે અને નિયમ તથા અનુશાસન નક્કી કરવામાં આવ્યાં છે.
(૬) ઇંદ્રિયદમન, ઇચ્છા-નિયંત્રણને માટે જૈન ધર્મમાં પરિગ્રહ પરિમાણ વ્રત તથા અન્ય વ્રતો, ઉપવાસ, પ્રતિક્રમણ અને સામાયિકનું મહત્ત્વ છે. વ્રત તથા ઉપવાસથી શરીર ઉપર નિયંત્રણ આવે છે અને ઇચ્છા અને આવશ્યકતાની વચ્ચે સ્પષ્ટ ભેદ પડી જાય છે.
તપ અને વ્રત-ઉપવાસથી ઇચ્છાઓનો નિરોધ થાય છે અને પરિગ્રહ ઓછો થતો જાય છે. મુનિઓનાં તપ વધુ સાધનામય અને ત્યાગમય હોય છે. ગૃહસ્થ પોતાની શક્તિ મુજબ પોતાની જાત પર નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરે છે.
તપ ૧૨ પ્રકારનાં હોય છે. છ અંતરંગ અને છ બાહ્ય. અંતરંગ તપોમાં આવે છે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય (સેવાભાવ), સ્વાધ્યાય, વ્યુત્સર્ગ (શરીર અને અન્ય વસ્તુઓના મમત્વ અને આસક્તિનો ત્યાગ કરવો) અને ધ્યાન. બાહ્ય તપ છે ઉપવાસ. ઉણોદર (ભૂખથી ઓછું ખાવું-પીવું), વૃત્તિ સંક્ષેપ, રસ-પરિત્યાગ, વિવિક્ત શવ્યાસન કે સંલીનતા (એકાન્તમાં ધર્મધ્યાન, સૂવું, બેસવું) તથા કાયક્લેશ (શારીરિક તકલીફો સમભાવ અને ખુશીથી સહન કરવી.).
88
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org