________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ જ (૧) પ્રથ્વીકાય સંયમ (૨) અપકાય સયમ (૩) તેજસુકાય સંયમ (૪) વાયુકાયસંયમ (૫) વનસ્પતિકાય સંયમ (૬) બેઇંદ્રિય જીવસંયમ, (૭) ત્રેઇન્દ્રિય જીવસંયમ (૮) ચૌરેન્દ્રિય જીવસંયમ (૯) પંચેન્દ્રિય જીવસંયમ (૧૦) અજીવકાય સંયમ (૧૧) પ્રેક્ષા સંયમ (૧૨) ઉપેક્ષા સંયમ (૧૩) અપહત્ય સંયમ (૧૪) પ્રમાર્જન સંયમ (૧૫) મનસંયમ (૧૬) વચનસંયમ (૧૭) કાયસંયમ.
૧થી ૧૪ સુધીના સંયમનો અર્થ છે દરેક વસ્તુ લેતી વખતે, ઉઠાવતી વખતે, રાખતી વખતે અથવા વાપરતી વખતે ધીમેથી ઉઠાવો, સાવધાની રાખો, હિંસક પ્રવૃત્તિ ન આચરવા દો જેનાથી કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારની પીડા અથવા દર્દ ન થાય અને ન એના પ્રાણ ઉપર હુમલો થાય. માનસિક, વૈચારિક, શાબ્દિક અને કાયિક પ્રદૂષણ :
માનસિક પ્રદૂષણ : હિંસાનો ફેલાવો માનસિક, વૈચારિક, શાબ્દિક અને કાયિક પ્રદૂષણથી થાય છે. અહિંસાના સંસ્કારને સ્થિર અને ગતિશીલ બનાવવા માટે આ પ્રદૂષણો દૂર કરવા ઉપર જૈનદર્શનમાં ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રદૂષણને દૂર કરવા માટે ઉપરના સંયમ ખાસ કરીને ૧૧થી ૧૭ પ્રેક્ષાસંયમ, ઉપેક્ષાસંયમ, વચનસંયમ અને કાયસંયમ જરૂરી માનવામાં આવ્યા છે.
વૈચારિક પ્રદૂષણ : મનુષ્યના મનમાં કદાચ ખરાબ, લોભ-લાલચ, ધૃણા, ક્રૂરતા, ચોરી, હિંસા, ઈર્ષાના વિચાર આવે તો એનું મગજ તો અસંતુલિત અને અનિયંત્રિત થઈ જ જાય છે, સાથે સાથે એવા વિચાર તીવ્ર તરંગ બનીને એની આસપાસના પરિવારજનો, મિત્રો, સગાં-સંબંધીઓના વિચારને પણ પ્રદૂષિત કરે છે. જૈનધર્મ અનુસાર સદ્વિચાર, મંગલભાવના વાયુમંડળને શુદ્ધ કરે છે. મંત્રજાપ, મંગલપાઠ, સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, શાંતચિત્તે ધ્યાન, ભજનકીર્તન, મંડલવિધાન અને આવી ધાર્મિક પ્રક્રિયા વગેરેથી વાયુમંડળમાં દૂર સુધી તરંગો પ્રવાહિત થાય છે અને નિર્મલ-વિમલ પર્યાવરણ નિર્માણ કરે છે.
શાબ્દિક પ્રદૂષણ : ખરાબ વિચારોની જેમ ખરાબ, અપ્રિય, કઠોર શબ્દ, નિંદા, ક્રોધ અથવા અહંકારમાં બોલાયેલાં વચન પણ વાયુમંડળને પ્રદૂષિત કરે છે તથા હૃદયને ઉત્તેજિત (ઉદ્વિગ્ન) કરી દુર્ભાવના ફેલાવે છે. જૈન આગમોમાં
122
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org