________________
પર્યાવરણ સંસ્કૃતિ
આહ્વાન કરવામાં આવ્યું છે : ‘કર્કશકારી, કઠોરકારી, છેદકારી, ભેદકારી, પરજીવોને પીડનારી, ક્લેશકા૨ી ભાષા ન બોલો.’ (મૂલાચાર ગા. ૩૫૩)
કાયિક પ્રદૂષણ ઃ શરી૨ ઉપ૨ સંયમ પર્યાવરણ માટે ખૂબ ઇચ્છનીય છે. ઉત્તેજિત થઈને અને આવેશમાં આવીને, સામાન્ય મનુષ્ય પણ કોઈ કોઈ વાર હિંસા પર આવી જાય છે. અસહ્ય ભીડ, સરઘસો અને ઝઘડાના વિષયમાં કેટલીય વાર લોકો મારામારી ઉપર ઊતરી આવે છે. આજકાલ તો આવા દેખાવો દુર્ભાગ્યવશ આપણા દેશની સંસદ અને વિધાનસભાઓમાં પણ જોવા મળે છે. જોરજોરથી નારાબાજી કરવામાં ધ્વનિપ્રદૂષણ તો થાય છે જ, પરંતુ એની સાથેસાથે ઉત્તેજનામાં એકબીજા ઉપર ટેબલ, ખુરશી, પેપર-વેઇટ, બૂટ-ચંપલ ફેંકવાનું શરૂ થઈ જાય છે. આ આજુબાજુ અને દૂરના વાયુમંડળને પ્રદૂષિત કરે છે. ટેલિવિઝન પર આવા દેખાવો જો બાળકો અથવા યુવકો જુએ તો એનાથી ખોટી રીતે પ્રેરાઈને પોતપોતાના ક્ષેત્રમાં આવું જ પ્રદૂષણ ફેલાવીને સમાજના નૈતિક અનુશાસન અને સંયમને હિંસક ઠેસ પહોંચાડી શકે છે.
જૈન તત્ત્વજ્ઞાનનો પર્યાવરણના સંબંધમાં આ જ સાર અને ઉકેલ નીકળે છે કે બધા પ્રકારના બાહ્ય અને આંતરિક પ્રદૂષણને રોકી શાંતિ સાથે સમાજના ઘટક બનીને જીવવું એ બધાંનું કર્તવ્ય અને જવાબદારી છે. અંતે તો તે જ માનવતા છે એ અને એમાં જ માનવતાની ગરિમા છે.
માનવસમાજનું ઉત્તરદાયિત્વ :
ઉપરોક્ત વિશદ વિવેચનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે જૈન ધર્મ પર્યાવરણધર્મ છે. જૈન આચાર-વિજ્ઞાન, જ્ઞાન અને ચારિત્ર, દર્શન અને મનનમાં સર્વોપરિ ભાવના છે કે આખા પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન જૈન ધર્મના સમ્યક્પાલનનું અવિભાજ્ય અંગ છે.
સંસારના બધા પ્રાણીજગતમાં મુખ્યત્વે મનુષ્ય સહુથી વધારે ચૈતન્યવાળું, સર્જનશીલ, કર્મઠ, સક્ષમ, સાહસિક, સંવેદનશીલ, જ્ઞાનવાન અને વિવેકસંપન્ન છે. એનામાં ઊંડાણ છે અને એના ચિંતનમાં નિરંતર આખી સૃષ્ટિની સાથે એકતાનું ધ્યાન છે. એટલે તો માનવસમાજે પૃથ્વી ૫૨ વિભિન્ન સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને આસ્થાઓનો વિકાસ કર્યો છે.
Jain Education International
123
For Personal & Private Use Only
www.jainelibrary.org