________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
પરંતુ એનો બીજો ચહેરો વિપરીત દિશામાં છે. એણે ધર્મને અંધવિશ્વાસ અને કુરીતિની કાળી કોટડીમાં બંધ કરી દીધો છે. માનવ માનવ વચ્ચે ધૃણા, રંગભેદ, જાતિભેદ, વર્ગભેદ, ધર્મભેદ, અમીર-ગરીબ ભેદ - વગેરેની દીવાલો ઊભી કરી દીધી છે. એવી દીવાલો જેમણે હિંસક મનોવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું છે અને ઇતિહાસ, યુદ્ધો, સંઘર્ષો અને અવારનવાર થતી લડાઈઓથી ભરેલો છે. માનવના અહમ્ અને સ્વાર્થે એના અંતરને કષાયથી ભરી પ્રદૂષિત કરી દીધું છે.
પોતાનાં સુખ-સુવિધાઓના ગુલામ બનીને માનવે પ્રકૃતિ અને જીવજગતનું બેરહમ શોષણ કર્યું છે અને સમગ્ર પ્રાકૃતિક સમતોલન અને દેવતાઈ કડીઓને વિખેરી નાખી છે વિનાશ તરફ આગળ વધી રહ્યો છે.
જૈન ધર્મ એ દર્શાવે છે કે માર્ગ ભૂલેલો માનવી પોતાની સંચેતના, જાગૃતિ અને ઇચ્છાબળથી વ્યવસ્થિત રસ્તો મેળવીને પોતાનું આંતરિક અને બાહ્ય પર્યાવરણ સુધારી શકે છે. એને એકસાથે કર્મવીર અને ધર્મવીર થવું પડશે. એણે એ સમજવું પડશે કે તે પ્રકૃતિનો સેવક છે, સ્વામી નહીં. જો મનુષ્ય પર્યાવરણ પર પ્રભુત્વ સ્થાપિત કરવા ઇચ્છતો હોય તો એણે પ્રકૃતિના નિયમો અને પર્યાવરણના સિદ્ધાંતો પર ચાલવું ખૂબ આવશ્યક અને ઇચ્છનીય છે.
સંસારની વસ્તી ૬૦૦ કરોડથી ઉપર પહોંચી ગઈ છે. મનુષ્યની માગણીઓ વધી રહી છે, પરંતુ દૂષિત પર્યાવરણે પ્રકૃતિને કમજોર બનાવી દીધી છે અને આપણી વધતી જતી માંગણીઓનો ભાર પ્રાકૃતિક સંસાધનો ભાગ્યે જ ઉઠાવી શકે કારણ કે સંસાધનો ઘટતાં જાય છે, ખતમ થઈ રહ્યાં છે અથવા તો પ્રદૂષિત થતાં જાય છે. માત્ર આધ્યાત્મિક દૃષ્ટિથી નહીં પરંતુ આર્થિક દૃષ્ટિએ પણ પર્યાવરણમાં સુધારો ખૂબ આવશ્યક છે.
દરેક મનુષ્યએ નવી ફૂર્તિ અને આધ્યાત્મિક ઉત્સાહ અને નિષ્ઠા સાથે એવાં કામોમાં લાગી જવું જોઈએ જેનાથી પ્રદૂષણ રોકાઈ શકે અને પર્યાવરણ સ્વાથ્યવર્ધન અને વિકારનો નાશ કરવાના પંથ ઉપર આગળ વધી શકે. જો તે જૈન વિચાર અનુરૂપ આત્મજયી અને આત્મદર્શી થઈ શકે, તો એનો માર્ગ સરળ થઈ જશે કારણ કે એના હૃદય અને આખા વ્યક્તિત્વમાં સહિષ્ણુતા, કરુણા અને બધાને જોડવાની ભાવના મજબૂત થઈ જશે.
124
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org